નગરપાલિકા ચૂંટણી – કોંગ્રેસ અને નરેન્દ્ર મોદી ( વામન બન્યો વિરાટ ) !!!

નગરપાલિકા ચૂંટણી – કોંગ્રેસ અને નરેન્દ્ર મોદી ( વામન બન્યો વિરાટ ) !!!

ગુજરાતની છ નગર પાલિકામાં થયેલી ચૂટણીમાં કોંગ્રેસપક્ષનો સફાયો થયો અને તમામ નગરપાલિકામાં ભાજપ અર્થાત નરેન્દ્ર મોદી છવાઈ ગયા. નરેન્દ્ર મોદીનો કરિશ્મા કામ કરી ગયો કે, કોંગ્રસની માહ્યયોમાંયની લડાઈ કે, કોંગ્રેસના હાઈકમાંડની અણ આવડત કે, ગુજરાતના રાજકારણને સમજવાની અપરિપક્વતા કે, ગુજરાતને એક રાજ્ય તરીકે નહિ ગણતા, માત્ર મોદી પ્રત્યેનો કિન્નાખોરી અભિગમ, તે યક્ષ પ્રશ્ન નાગરિકોના મનમાં ઉઠે છે.

આમ તો ઉમેદવારી પત્રો ભરવા સમયે જ ગુજરાત કોંગ્રેસના આગેવાનોની બાઘાઈ દ્વષ્ટિ ગોચર થયેલી. તમામ ઉમેદવારો પસંદ કરવામાં જે જુથવાદે વરવું પ્રદર્શન કરેલું જે સામાન્ય નાગરિકોએ જોયેલું. બાદ ચકાસણી સમયે તમામ ઉમેદવારી પત્રો અમાન્ય ઠરે તેવી નાજુક પરિસ્થિતિ પણ આ આગેવાનોને કારણે જ સર્જાયેલી જે સ્પષ્ટ રીતે દર્શાવે છે કે, ગુજરાતના કોઈ આગેવાનને ચૂંટણી પ્રક્રિયાનું પ્રાથમિક જ્ઞાન પણ નથી.

ગુજરાતમાં કોંગ્રસ ષટકોણના છ ખૂણા ધરાવે છે. 1. સિધ્ધાર્થ પટેલ કે જે ગુજરાતના પ્રદેશ પ્રમુખ છે. 2. ભરત સોલંકી કે જે કેંન્દ્ર સરકારમાં પ્રધાન છે. 3. શક્તિસિંહ ગોહિલ જે ધારા સભામાં વિરોધ પક્ષ અર્થાત કોંગ્રેસના નેતા છે. અને 4. અર્જુન મોઢવડિયા જે ભુતપૂર્વ વિરોધ પક્ષના નેતા છે. 5. નરહરિ અમીન જે ભૂત્ નાયબ મુખ્ય પ્રધાન અને 6. શંકરસિંહ વાઘેલા ભૂત.મુખ્ય પ્રધાન. ગુજરાતમાં કોંગ્રેસનું રાજકારણ આ છ વ્યક્તિઓની ધરી ઉપર જ ફરતું રહે છે. પરિણામે જે થવાનું હતું તે જ થઈને રહ્યું ! આ છ આગેવાનોનો જુથવાદ એટલી કક્ષાએ વકર્યો છે કે આ આગેવાનોનું મુખ્ય લક્ષ્ય જાણે કોરપોરેશનની ચૂંટણી નહિ પરંતુ સિધ્ધાર્થ પટેલનું પ્રમુખ પદ કેમ ઝુંટવાય જાય તેમ હોય તેમ જણાતું હતું. જુથબંધી એ જાણે ગુજરાત કોંગ્રસની રગેરગમાં વ્યાપી ગયેલ અસાધ્ય બિમારી બની ચૂકી છે અને તેનું યોગ્ય નિદાન કરી સાચી સારવાર કરવા માટે દિલ્હીના ડૉકટરો અર્થાત હાઈ કમાંડ પણ સક્ષમ ના હોય તેવું જણાય છે. એક વાત નિશ્ચિત છે કે જો કોંગ્રેસને ગુજરાતમાં અસ્તિત્વ ટકાવી રાખવું હશે તો મોટી વાઢ-કાપ કરવી અનિવાર્ય બની ચૂકી છે અને તેમાં હવે વિલંબ થશે તો દર્દીનું મૃત્યુ નક્કી જ છે અર્થાત કોંગ્રેસ તદન ખત્મ થઈ જશે !

અલબત્ત લોકશાહીમાં અસરકારક અને સક્ષમ વિરોધ પક્ષ ના હોય તો સત્તાધારી પક્ષ એક હથ્થુ સત્તા ભોગવતો થાય તે બિલકુલ હિતાવહ નથી. વિરોધ પક્ષના અભાવે સત્તાધારીઓ બેફામ બની જતા જોવા મળે છે અને લોકોપયોગી કાર્યો કરવાને બદ્લે અંગત સ્વાર્થના કાર્યોમાં સત્તાનો ઉપયોગ કરવાની ભરપુર શક્યતાઓ રહેલી છે. જે લોકશાહી માટે ખતરનાક પુરવાર થાય છે. આથી ભાજપે અને ખાસ કરીને મોદીએ માત્ર જીત મેળવી આત્મ સંતોષી કે આત્મશ્ર્લાઘામાં નહિ સરી પડતા લોક હિત /ક્લ્યાણ અને વિકાસ માટે સમર્પિત/પ્રતિબધ્ધ કાર્યકરો ચૂંટી કાઢી લોકોએ મૂકેલા વિશ્વાસને વફાદાર રહી આવનારા દિવસોમાં કાર્યરત કરતા કરવાનું ઉત્તરદાયિત્વ નિભાવવાનું રહેશે !

કોંગ્રેસ

પરાજય માટે જવાબદાર બની છે કોંગ્રેસની ગરીબો વિરૂધ્ધની નીતિ પરિણામે અસહ્ય મોંઘવારી અને જે રોકવા માટે અન્ન પ્રધાન અને વડાપ્રધાન સહિત અન્ય જવાબદારોના બેજવાબદાર નિવેદનો ! ઉપરાંત સર્વોચ્ચ અદાલતના સડી રહેલા અનાજની ગરીબો વચ્ચે મફત વહેંચણી કરી દેવાના આદેશનો ધરાર ઈંકાર ! અણઘડ વહિવટ, શેર બજારના ઈંડેક્ષને ઉંચો લઈ જઈ વિકાસ દર વધ્યાના બણગાં સામે અતિ ભૂખમરો ! કરોડો ટન અનાજ સરકારી ગોદામોમાં સડી જઈ રહ્યું છે અને કરોડો બાળકો અપોષણથી પીડાઈ રહ્યા છે એક અહેવાલ પ્રમાણે ભારતામાં 43% બાળકો સરેરાસ ઓછું વજન ધરાવે છે તે સામે ધરાર આંખ મીંચામણા ! અપરાધીઓને સજા આપવામાં સજાનો અમલ કરવામાં અતિ વિલંબ ! મોદીને યેન કેન પ્રકારેણ પાડી દેવાની મમત અર્થાત ગુજરાતના વિકાસને અવરોધવાની એક છૂપી સાઝિશ,- એક માત્ર લક્ષ્ય !

હજુ પણ ગુજરાતના કોંગ્રેસી આગેવાનો પરાજયનો ખેલદિલી પૂર્વક સ્વીકાર કરવાને બદ્લે ઈવીએમ મશીનનો દોષ કાઢી પોતાનું આત્મ પરીક્ષણ કરવા કે રાજકારણમાં જે કુનેહ અને ચાલાકી પૂર્વક્ની વ્યુહ રચના કરી ચૂંટણીના મેદાનમાં ઉતરવું જોઈએ તેવી કોઈ કુનેહ કે આવડત ધરાવતા નથી તે સ્વીકારવા તૈયાર નથી. પરાજયના કારણો તટસ્થ બની આત્મ પરીક્ષણ કરી શોધી કાઢવાના રહેશે ! અને જો કોંગ્રસને આવનારા દિવસોમાં પોતાનું અસ્તિત્વ ગુજરાતમાં ટકાવી રાખવું હશે તો આજે જે અભિગમ જાણ્યે-અજાણ્યે કે દિલ્હીમાં બેઠેલા હાઈ-કમાંડની ગુડબૂકસમાં રહેવા ગુજરાતના કોંગ્રેસી આગેવાનોએ અપનાવી રાખ્યો છે તેનો ત્યાગ કરી ગુજરાતના વિકાસ અને હિતની વાતોને પ્રાધાન્ય આપવું પડશે અને ગુજરાતના વિકાસમાં જે કોઈ અવરોધ કરે તેને ખુલ્લા પાડી જરૂર પડ્યે છેડો ફાડવાની તૈયારી પણ દાખવવી પડશે પછી ભલે તે કોંગ્રેસ હાઈ-કમાંડ કેમ ના હોય ! ગુજરાત અને માત્ર ગુજરાત અને ગુજરાતની અસ્મિતા અને તેના વિકાસ માટે સંપૂર્ણ સમર્પિત અને પ્રતિબધ્ધ્તા લોકોને ગળે ઉતરે તે રીતે જાહેરમાં પ્રદર્શિત કરવી પડશે ! આ ગુજરાત કોંગ્રેસના આગેવાનો કરી શકશે ખરા ? ગુજરાતનું અને ગુજરાતના વિકાસનું લક્ષ્ય સિધ્ધ કરવા આજના આ તાણી કાઢેલા અને જુથ બંધીમાં જ રાચતા કોંગ્રેસી આગેવાનો માટે આ વાત મને તો અસંભવ લાગે છે. આપ મિત્રો શું કહો છો ?

નરેન્દ્ર મોદી

આ મોદી કે જે આર.એસ.એસ.નો એક તદન સામાન્ય કક્ષાનો સ્વંયસેવક રહેલો તે આજે ગુજરાતનો મહાનાયક બની ગયો છે ! કોણે બનાવ્યો મોદીને ગુજરાતનો પડકારી ના શકાય તેવો નાયક ? આ વામન વિરાટ કેમ કરી બન્યો ?

2001માં દિલ્હીથી ગુજરાતની ગાદી સંભાળવાનો આદેશ મળતાં મોદીએ ગુજરાતના મુખ્યપ્રધાનનો હોદો ધારણ કર્યો. આ પહેલાં ગુજરાતમાં કેશુભાઈ પટેલની સરકારને ઉથલાવી ભાજપ સાથે ગદારી કરી શંકરસિંહ વાઘેલાએ ગુજરાતની ગાદી પચાવી પાડેલી. ભાજપમાં બહુ જ ખરાબ રીતે ભાગલા પડેલા અને તેને ફરીને બેઠો કરવાની જવાબદારી મોદી ઉપર લાદવામાં આવેલી. મોદી પૂરેપૂરી રીતે શાસનમાં સ્થિર થવા કોશિશ કરતા હતા ત્યાં જ કારસેવકોને લાવતી સાબરમતી એક્સપ્રેસટ્રેનના ડબ્બાને આગ લગાડી અંદાજે 60-65 કાર સેવકોને રેલ્વેના કોચમાં જીવતા ભુંજી નખાયા. આ સમાચાર ગુજરાત આખામાં આગની જેમ ફેલાતા જ ચો-તરફ કોમી હુલ્લડો ફાટી નિકળ્યા અને બંને કોમોના અસંખ્ય નિર્દોષ લોકો આ તોફાનોમાં મોતને ભેટયા !

આ સમયે બાજપાઈ ગુજરાતની મુલાકાતે આવતા મોદીને રાજધર્મ પાળવા સલાહ આપી. કોંગ્રેસે સમગ્ર દેશમાં, આ કોમી રમખાણોને અંગ્રેજી અખબારો અને ટીવીના માધ્યમથી બરાબર ચગાવ્યા અને લોકોને ગુજરાતની ભાજપની સરકાર અને મોદીને નિશાન બનાવી રાજીનામાની માંગણી કરી ! દિવસો સુધી મોટા ભાગના મીડીયાએ કોંગ્રેસના વાજિંત્ર બની આ રમખાણો ઉપર કાગા રોળ મચાવી સીબીઆઈ વગેરે મારફત તપાસની માંગણીઓ કર્યા કરી. પાકિસ્તાન જેવા કોમવાદી દેશો અને આપણાં દેશના પાકિસ્તાન તરફી અને કોમવાદી મુલ્લા/મૌલવીઓએ પણ મોદીને એક કટ્ટ્રર હિન્દુ વાદી ગણાવી સત્તા ઉપરથી ભ્રસ્ટ કરવાની માંગણીમાં કોંગ્રેસને સાથ આપ્યો !

પરિણામે મોદીનું નામ સમગ્ર દેશમાં જાણીતું થયું. તેનું કદ પણ વધવા લાગ્યું. મોદીએ ગુજરાતમાં જ અસલામતી અનુભવતા હિન્દુઓને પહેલી વાર સલામતીનો અહેસાસ કરાવ્યો ! આ પહેલાં પણ અનેક વખત કોંગ્રેસના શાસનમાં કોમવાદી રમખાણો થયેલા ત્યારે ક્યારે ય કોઈ કોંગ્રેસી હાઈ કમાંડમાં બેઠેલા કે ગુજરાતના કોંગ્રેસીઓએ આવી અને આટલા સમય સુધી કાગારોળ મચાવી નહિ હતી આથી ગુજરાતના લોકોમાં કોંગ્રેસીઓ અને તેમની નીતિઓ ખુલ્લે આમ ચર્ચાવા લાગી ગુજરાતીઓ પોતાની સલામતી કોંગ્રેસના રાજમાં નથી જ તેમ માનતા થવા લાગ્યા ! ધીમે ધીમે આ માન્યતા વધુ અને વધુ દ્રધ અને મજબુત બની.

કોંગ્રેસે મોદી તરફ વ્યક્તિગત કિન્નો રાખી ગુજરાતના અનેક વિકાસના કામો અટકાવવા સમયાંતરે અવરોધો પેદા કર્યા અને હજુ પણ કરતી રહી છે. ખાસ કરીને ગુજરાતની અને વધુ તો સૌરાષ્ટ્રની જીવા દોરી સમાન નર્મદા બંધનો વિવાદ જગાવી બંધનું કામ વર્ષો સુધી વિલંબમાં નાખ્યું. આ ઉપરાંત ગુજરાત હિંસા ખોર અને કોમવાદી છે અને જ્યાં રાત દિવસ અસુરક્ષાની ભયાનક સ્થિતિ પ્રવર્તે છે તેવો પ્રચાર મીડીયાઓ દ્વારા કરે રાખ્યો. આ પ્રચારમાં કોંગ્રેસના વાજિંત્ર જેવા અંગ્રેજી અખબારો પત્રકારિત્વની તમામ આચાર-સંહિતા પડતી મૂકી જોડાયા ! ગુજરાતને અને ગુજરાતીઓને કોઈ પણ ભોગે ઉણાં બતાવવાની વ્યવસ્થિત ઝુંબેશ જાણે શરૂ થઈ જે આજે પણ ચાલુ છે .પરિણામે મોદી દેશભરમાં તમામ મીડીયામાં છવાઈ ગયા ! આજ સમય દરમિયાન અમેરીકાએ મોદીને વીસાનો ઈંકાર કરતા મોદી આંતર રાષ્ટિય કક્ષાએ પણ ઉભરી આવ્યા ! મોદીએ વીસાની પરવા કર્યા વગર એનઆરઆઈઓ સાથે ઓડીઓ-વીડીઓ કોનફર્ંસ કરી ગુજરાતના વિકાસ માટે અનેક વચનો મેળવ્યા !

2002 બાદ આજ સુધી કોંગ્રેસના અવળા પ્રચાર છતાં ગુજરાતભરમાં શાંતિ જળવાઈ રહી જે મોદીની વ્યક્તિગત કામિયાબી ગણાવી જોઈએ ! અને આ સમયમાં જ ગુજરાતે વિકાસમાં હરણ ફાળ ભરી ! ગુજરાતની તાસીર અને તસ્વીર સમૂળગા બદલાઈ ગયા છે. ગુજરાત દેશના વિકાસનું ગ્રોથ એંજિન બની ચૂક્યું છે તે નિર્વિવાદ છે. આ શકય બન્યું રાજ્કીય ઈચ્છા શક્તિ, સ્થાયી સરકાર અને ક્રિયાશીલ નેતૃત્વ વગેરે થકી. 11% ઔધોગિક વિકાસ દર વાળા આ રાજ્યમાં છેલ્લાં પાંચ વર્ષમાં રોકાણકારો દ્વારા રૂપિયા 63.40.63/ કરોડથી વધુ મૂડી રોકાણના એમોયુ થયા છે. લાખોને રોજી મળવાની સંભાવના પેદા થઈ છે.

ગુજરાતને અનેક રીતે બદનામ કરીને વગોવી રહેલા લોકોને ખાસ કરીને કોંગ્રેસ હાઈ-કમાંડ અને અંગ્રેજી મીડીયાવાળાઓને એક ઈંટરનેશનલ તમાચો અમેરીકાના પ્રતિષ્ઠિત ફોર્બ્સ મેગેઝીને કચકચાવીને માર્યાના સમાચાર આજે જ પ્રકાશિત થયા છે. જેમાં ગુજરાત રાજ્યને ઉત્તમ બજાર લક્ષી અને વાણિજ્યિક મૈત્રીપૂર્ણ રાજ્ય ગણાવ્યું છે અને વિશ્વના સૌથી ઝ્ડપી વિકસી રહેલા શહેરોમાં બેંગ્લોર -ચીન્નાઈ સહિત અમદાવાદની પસંદગી કરી છે. અમદાવાદની માથા દીઠ આવક દેશના અન્ય શહેરો કરતાં બમણી થઈ છે. ભારત માટે પ્રકાશિત થતા પ્રવાસથી માંડી આર્થિક સામાજિક પ્રકાશનો-લેખોમાં હજી આજે પણ ગુજરાત અને અમદાવાદની બદબોઈ કરાય છે. જે વાસ્ત્વિક કરતાં મીઠા-મરચાં-મરી-મસાલા ભભરાવીને ગુજરાતને અસલામત ગણાવવામાં આવી રહ્યું છે કે જેથી શાણો માણસ તેના વિષે વિચારે જ નહિ !

ફોર્બ્સના આ તમતમતા તમાચાથી ગુજરાત અંદરના તથા બહારના ગુજરાત વિરોધીઓ અર્થાત ગુજરાતના કોંગ્રેસીઓ અને કોંગ્રેસ હાઈ કમાંડમાં બેઠેલાઓની શાન ઠેકાણે નહિ આવે તો સમય જતાં આવા ગુજરાત વિરોધી તત્ત્વોને ગુજરાતના ગુજરાતીઓ જ દફનાવી દેશે તે નિઃશંક છે.

આટ આટલા કોંગ્રેસ હાઈ કમાંડના અને ગુજરાત કોંગ્રેસના મોદી સામેના ઉધામા છતાં ગુજરાતે સમગ્ર દેશમાં વિકાસ કરવામાં પ્રથમ નંબર મેળવ્યો અને જાળવી પણ રાખ્યો ! આથી ઉશ્કેરાઈ કોંગ્રેસે તેના ભાથામાં રહેલા છેલ્લા શસ્ત્રો વાપરવા શરૂ કર્યા અને સીબીઆઈ, સોહરાબુદ્દીન, ભ્રષ્ટાચાર, ખંડણી વગેરેના મુદ્દાઓ ઉછાળવા લાગી ! આજે ખોટા એંકાઉંટરને નામે ગુજરાતના ભુત્. ગૃહપ્રધાન અમીત શાહ સહિત અંદાજે 15 પોલીસ કર્મચારીઓ તેમની સામેની ટ્રાયલનો સામનો કરી રહ્યા છે. એક સભામાં મોદીએ કોંગ્રેસીઓને સીધો જ પ્રશ્ન પૂછેલો કે આ સોહરાબુદીન તમારો કાકો થાય છે કે શું ?

મારાં મતે તો આવા આતંકવાદીઓ/ગુંડાઓ અને કોંગ્રેસની કુંડળી મળતી આવતી હોય છે. જુઓને કસાબ મુંબઈની જેલમાં આપણાં હિસાબે અને જોખમે લાખો રૂપિયા ખરચાવી જલસા કરે છે તો પેલો અફસલ પણ ક્યારે આ નપુંસકોની સરકાર પાસેથી તેના સાથીદારો છોડાવી જાય તેની રાહ જોઈ રહ્યો છે. આ નમાલી સરકાર જ તેને ભગાડશે !

ઉપરોક્ત બનાવોથી ગુજરાત ભરના ગુજરાતીઓમાં એક લાગણી પ્રબળ બની કે આપણને ઉણા બતાવનારને આપણો મિજાજ બતાવી દેવાનો સમય આવી ગયો છે આપણે માત્ર “શું શા પૈસા ચાર નથી” કે, નથી માત્ર ફાફડા, થેપલા કે ખાખરા ખાનારા ! આવી ગંધારી સાઝિશ સમજી શકવા સક્ષમતા ધરાવનાર છીએ અને પ્રતિક્રિયા રૂપે એક એક ગુજરાતી ઝ્નુન પૂર્વક વિકાસના કામને પ્રાધાન્ય આપવા લાગ્યો ! સાથો સાથ કોંગ્રેસીઓને મનોમન ધિક્કારવા પણ લાગ્યો !

પ્રવર્તમાન સમયમાં ગુજરાતની બહાર ગુજરાત પ્રત્યેના અણગમાની માનસિકતા પેદા કરનારા કોંગ્રેસીઓ તો જવાબદાર છે જ પરંતુ ગુજરાતના કોંગ્રેસીઓ જાણ્યે-અજાણ્યે તેઓનું સમર્થન કરે છે-કરતા રહે છે. તો સામે મોદી એક પછી એક વિકાસના રચનાત્મક કાર્યો કર્યે જાય છે અને આવા ગુજરાતનું અને ગુજરાતીઓનું અહિત કરનારા મૂળ સહિત ખત્મ થઈ રહ્યા છે.

મોદીના માસ્ટર સ્ત્રોકે તો આ સમગ્ર કોંગ્રેસી જમાતને હત પ્રભ કરી નાખી છે. કોંગ્રેસીઓએ આજ સુધી ગાંધીજીને નામે પથ્થરા તરાવ્યા તે ગાંધીજીનું ગાંધીનગરમાં મંદિર સ્થાપવાની ઘોસણા કરતા કોંગ્રેસીઓ ભાન ગુમાવી બેઠા છે ! વધુમાં જે સરદારને 64 વર્ષની દેશની સ્વતંત્રતાને થયા છતાં કોંગ્રેસીઓ અછુત ગણતા તેનું દુનિયાભરમાં મોટામાં મોટું શિલ્પ બનાવવાની મોદીની જાહેરાતે કોંગ્રેસીઓ ઉપર જનોઈવઢ ઘા કર્યો અને એક એક કોંગ્રેસીઓની લંગોટ સહિત ધોતીયા ખેંચી નગ્ન કરી મૂક્યા છે. માનસિક સંતુલન ખોઈ બેઠેલા કેન્દ્ર સરકારના એક પ્રધાને તો આવા શિલ્પનો વિરોધ પણ કર્યો ! જે સરદારે આ દેશમાં છૂટા છવાયેલા 600થી પણ વધારે રજવાડાને મુત્સદીગીરી વાપરી ભારત સાથે વીલીન થવા સમજાવી દીધા તેની અવગણના-અવજ્ઞા આજ સુધી આ કોંગ્રેસીઓએ કરી છે ! જ્યારે જો સરદારની સરખામણી નહેરુ સાથે કરવામાં આવે તો નહેરુએ એક જ રાજ્ય એવા કાશ્મીરના વિલીની કરણનું કોકડું એવું તો ગુંચવી નાખ્યું છે કે, તેનું ફળ આજ 64 વર્ષ બાદ પણ આ દેશના લોકો ભોગવી રહ્યા છે. ક્યાં 600 રજવાડા અને ક્યાં એક માત્ર કાશ્મીર ! નેહરુને પોતાની આંતર રાષ્ટ્રિય પ્રતિભા ઉભી કરવાની મહત્વાકાંક્ષાએ આ દેશને કાશ્મીર રૂપે માથામાં ટ્યુમર અર્થાત ગાંઠ ભેટ આપી છે !

આ રીતે સમગ્ર તયા મોદીના ઉભરેલા કદ કે પ્રતિભા માટે વિશ્લેષણ કરવામાં આવે તો એક માત્ર મોદી, અને સામે કેન્દ્ર સરકાર -સમસ્ત કોંગ્રેસ પક્ષ, રાજ્ય અને કેન્દ્રની કોંગ્રેસની નેતાગીરી ઉપરાંત મોટાભાગના વિરોધ પક્ષોએ જ મારા મતે તો, મોદીને વામનમાંથી વિરાટ બનાવ્યા ! કારણ ગાદી નશીન થયા બાદ એક દિવસ પણ એવો નહિ ઉગ્યો હોય કે, મોદી માટે કોઈ નવો પડકાર/અવરોધ પેદા ના કરવામાં આવ્યો હોય ! એક એક ટીકા, એક એક અવરોધ, અડચણ મોદીને ઝનુન ચડાવતી રહી અને રચનાત્મક અભિગમ અપનાવવા મોદીની બુધ્ધિની ધારને વધુ અને વધુ તીક્ષ્ણ ( SHARP ) બનાવી અને એક પછી એક નવા વિકાસના કામ શોધી ગુજરાતના સમગ્ર તયા વિકાસ માટે કટિબધ્ધ થતા ગયા ! અને ગુજરાતને દુનિયાના નકશામાં વિકસીત રાજ્ય તરીકે પ્રથમ સ્થાને સફળતા પૂર્વક મૂક્યું ! ગુજરાતના લોકોની સહભાગીદારી સાથે ગુજરાતની અને ગુજરાતીઓની અસ્મિતા/પ્રતિષ્ઠા આજે ક્યારેય નહિ હતી તેટલી ઉચ્ચ સ્થાને પહોંચી ચૂકી છે ! આ સ્થાન પ્રાપ્ત કરવા મોદીને તેની શક્તિને ઉજાગર કરી સક્રિય બનાવી રચનાત્મક દિશામાં વાળવા બદલ ખરેખર તો કોંગ્રેસીઓ અને કોંગ્રેસી સરકારનો આભાર માનવો જોઈએ !

મારા નમ્ર મત પ્રમાણે જો કોંગ્રેસીઓએ મોદીનો સજ્જડ વિરોધ ના કર્યો હોત, જો તેમને મોતના સોદાગર તરીકે ના ચિતર્યા હોત, જો અનેક પ્રકારના અવરોધો અને અડચણો ઉભા ના કર્યા હોત, તો મોદીની પ્રતિભા ક્યારે ય રાષ્ટ્રિય કક્ષાએ કે આંતર રાષ્ટ્રિય કક્ષાએ આટલી ના ઉંચકાઈ હોત ! મોદીને વામનમાંથી વિરાટ બનાવવામાં આ કોંગ્રેસીઓનો સિંહ ફાળો રહ્યો છે અને તે સંદર્ભે ગુજરાતની જનતાએ કોંગ્રેસીઓનો આભાર માનવો રહ્યો ! આપ સૌ મિત્રો શુ માનો છો ?

આ લેખ પૂરો કરું તે પહેલાં એક ખાસ ચેતવણી આપવા મન લલચાય છે કે મોદીના દિવસે ના વધતું કદ રાત્રીના વધી રહેલું છે અને રાત્રીના ના વધે તેટલુ દિવસે વધી રહેલું છે જે આવનારા દિવસોમાં વ્યક્તિ લક્ષી ના બની રહે અને સેકંડ કેડર અર્થાત નેતાગીરી/આગેવાની લઈ શકે તેવા યુવાધનને આજથી જ મોદીએ પોતાની સાથે લઈ પળોટવા/કેળવવા રહ્યા જે અનિવાર્ય રીતે આવશ્યકતા સાથે પ્રાથમિકતા ગણાવી જોઈએ ! રખે દીવા પાછળ અંધારુ ના પ્રગટે !

( એક વાત કાનમાં કહું તો ગુજરાતનું યુવા ધન પણ ચાલાક પુરવાર થયું છે. યુવરાજ રાહુલની ચાલમાં આવી જઈ હાથા અર્થાત ટૂલ બન્યું નથી ! આ માટે મારાં હાર્દિક અભિનંદન સાથો સાથ એક ચેતવણી કોઈ પણ રાજકીય પક્ષના હાથા –ટૂલ- નહિ બનતા પોતાની આગવી પ્રતિભા ઉપસાવતા રહેશો તો રાજકીય પક્ષો આપની આગળ-પાછળ ફરતા રહેશે ! )

અંતમા આવનારા દિવસોમાં તંદુરસ્ત લોકશાહીની સ્થાપના માટે કેટલાક બંધારણીય/ કાયદાકીય ફેરફારો કરવા અંગેના નમ્ર સુચનો-

( 1 ) પંચાયતથી માંડી પાર્લામેંટ સુધી કોઈ પણ વ્યક્તિને બે ટર્મથી વધારે એક જ સ્થાન ઉપર ચીટકી રહેવાની તક ઉપલબ્ધ નહિ હોવી જોઈએ.

( 2 ) કોઈ પણ સ્થાનની પંચાયતથી પાર્લામેંટ સુધી જે ઉમેદવાર પડેલા મતોના 51% મતો મેળવે તેને જ ચૂંટાયેલો જાહેર કરવો જોઈએ. શરૂઆતમાં સંભવ છે કે આ પધ્ધ્તિ ખર્ચાળ લાગશે પરંતુ સમય જતા મતદારો અને ઉમેદવારો પણ આ બાબત જાગૃત થતા આપોઆપ બીજી વાર ચૂંટણી કરવાની નોબત નહિ આવે !

( 3 ) પાછા બોલાવાનો અધિકાર-( RIGHT TO RECALL ) -મતદારોને જ્યારે જણાય કે તેઓએ ચૂટેલો ઉમેદવાર લોક હિત કે કલ્યાણના કાર્યો કરવાને બદ્લે અંગત સ્વાર્થ કે ભ્રષ્ટાચાર આચરી રહ્યો છે તો મતદારો તેને મુદત પહેલાં પાછો બોલાવી શકે જે માટે 25% મતદારોના મતો પૂરતા ગણાવા જોઈએ.

( 4 ) ચૂંટણી ખર્ચ સરકારે મર્યાદા નક્કી કરી સરકારી તિજોરીમાંથી ચૂકવવું જોઈએ પરિણામે ચૂંટણીમાં બે નંબરના નાણાં વપરાતા બંધ થશે અને ચૂંટણી પ્રક્રિયા વધારે તંદુરસ્ત અને બીન ખર્ચાળ બનતા સાધારણ લોકો પણ ચૂટણી લડવા સક્ષમ બનશે !

Advertisements

26 comments

 1. ( 1 ) પંચાયતથી માંડી પાર્લામેંટ સુધી કોઈ પણ વ્યક્તિને બે ટર્મથી વધારે એક જ સ્થાન ઉપર ચીટકી રહેવાની તક ઉપલબ્ધ નહિ હોવી જોઈએ.

  આ એક સારું સૂચન છે. પણ એક સ્થાનની વ્યાખ્યા કરવી પડે. સ્થાન ની વ્યાખ્યા સભ્યપદ નહીં પણ હોદ્દો એમ હોવું જોઇએ. હવે જો આપણે સભ્યપદ એમ કરીએ તો બ્યુરોક્રસી જેતે પ્રધાન ઉપર ચડી બેસે. કારણ કે એક મુદત માટે એ સામાન્ય સભ્ય હોય અને બીજી વખતે તે પ્રધાન હોય તો પણ તે સભ્ય તો હોય જ. તેથી જો કોઇ પ્રધાન થાય તો તે એક જ મુદત માટે હોય. એટલે તે અને બ્યુરોક્રસી મીલી ભગત જ કરે.

  ( 2 ) કોઈ પણ સ્થાનની પંચાયતથી પાર્લામેંટ સુધી જે ઉમેદવાર પડેલા મતોના 51% મતો મેળવે તેને જ ચૂંટાયેલો જાહેર કરવો જોઈએ. શરૂઆતમાં સંભવ છે કે આ પધ્ધ્તિ ખર્ચાળ લાગશે પરંતુ સમય જતા મતદારો અને ઉમેદવારો પણ આ બાબત જાગૃત થતા આપોઆપ બીજી વાર ચૂંટણી કરવાની નોબત નહિ આવે !

  આ સૂચન પણ સારું છે. પણ આમાં પસંદગીના ક્રમનું તત્વ ઉમેરીએ અને કંઇક રાષ્ટ્રપતિની ચૂંટણી ને મળતું આવે તેવું કરીએ તો તેને આમેજ કરી શકાય. પણ તે માટે જનતા ૧૦૦ % શિક્ષિત હોવી જોઇએ. ગુજરાત કદાચ થઈ જશે. પણ બીજા રાજ્યો ને દશકાઓ વીતી જશે.

  ( 3 ) પાછા બોલાવાનો અધિકાર-( RIGHT TO RECALL ) -મતદારોને જ્યારે જણાય કે તેઓએ ચૂટેલો ઉમેદવાર લોક હિત કે કલ્યાણના કાર્યો કરવાને બદ્લે અંગત સ્વાર્થ કે ભ્રષ્ટાચાર આચરી રહ્યો છે તો મતદારો તેને મુદત પહેલાં પાછો બોલાવી શકે જે માટે 25% મતદારોના મતો પૂરતા ગણાવા જોઈએ.

  આની ચકાસણી માટે એક ન્યાય તંત્ર જેવી સીસ્ટમ ઉભી કરવી પડે. જો આમ નકરીએ તો મતદારોનુ હોર્સટ્રેડીંગ વધી જાય.

  ( 4 ) ચૂંટણી ખર્ચ સરકારે મર્યાદા નક્કી કરી સરકારી તિજોરીમાંથી ચૂકવવું જોઈએ પરિણામે ચૂંટણીમાં બે નંબરના નાણાં વપરાતા બંધ થશે અને ચૂંટણી પ્રક્રિયા વધારે તંદુરસ્ત અને બીન ખર્ચાળ બનતા સાધારણ લોકો પણ ચૂટણી લડવા સક્ષમ બનશે !

  મતદાર મંડળોની કાયદેસર રચના કરવામાં આવે તો ચૂંટણી ખર્ચ નજીવો થઈ જાય. કારણ કે દરેક ઉમેદવારે સ્ટેજ ઉપર આવીને પોતાની વાત કહેવાની હોય છે અને મતદાર મંડળને પોતાનો રીપોર્ટ આપવાનો હોય છે.
  પણ અહીં તો ખૂદ પ્રાઈમમીનીસ્ટર અને પક્ષના પ્રમૂખ સ્ટેજ ઉપર આવીને ચર્ચા કરવાની હેસીયત ધરવતા નથી અને તો પણ અખબારી અને વીજાણુ મીડીયાના મૂર્ધન્યોને કશું અજુગતું લાગતું નથી તેવા સંજોગોમાં આપણે બહુ લાંબો રસ્તો કાપવાનો હોય તેવું લાગે છે.

  Like

  1. ભાઈશ્રી
   અહિ જે સુચનો કરેલા છે તે મારું લાઉડ થીંકીંગ છે તેમાં ફેરફાર માટે પૂરેપૂરો અવકાશ છે. આ માટે નિષ્ણાતોની સલાહ અને સુચનો મેળવી શકાય અને બાદમાં આવા ફેરફારો માટે ગુજરાતે અર્થાત મોદીની નેતાગીરીએ પહેલ કરી સારા દેશમાં લોક મત કેળવવા ઝંબેશ ચલાવવી જોઈએ કે જેથી કોંગ્રેસ અને કેન્દ્ર સરકારને ભીંસમાં લઈ શકાય !
   આપના અન્ય પ્રતિભાવ માટે શક્ય છે કે આપની વાતમાં તથ્ય હોય અને પર પ્રાંતિય લોકો ગુન્હાઓમાં સંડોવાયેલા હોય પણ તે માટે બદનામ તો મોદીની સરકાર જ થાય અને તેથી જનમાનસમાં રોષ પ્રગટે અને તેનો લાભ કોંગ્રેસને મળે તેમ ના થવા દેવા વહિવટ ઉપર મોદીનો અસરકારક અંકુશ હોવો ખૂબ જ મહત્વનો બને રહે !

   મોદીએ પોતના શાસન કાળમાં જ સેકંડ કેડરને પૂરતી તાલિમ આપી તૈયાર કરવી રહી નહિ તો એકાધિકાર ભવિષ્યમાં ખતરનાક સાબિત થઈ શકે ! કોઈ પણ નેતા/આગેવાન ક્યારે ય પક્ષ માટે કે દેશ માટે અનિવાર્ય અર્થાત ( INDESPENSEBLE ) નહિ બનવો જોઈએ !
   આપની મુલાકાત અને પ્રતિભાવો માટે આભાર ! આવજો ! મળતા રહીશું !
   સ-સ્નેહ
   અરવિંદ

   Like

 2. પ્રિય અરવિંદભાઇ,
  ગુજરાતમાં જે ચોરી અને લુંટફાટના બનાવો વધ્યા છે તેમાં જો તમે ધ્યાનથી જોશો તો ખબર પડશે કે પરપ્રાંતિઓનો ફાળો મોટો છે. જેમાં મધ્યપ્રદેશ, યુપી, બિહાર, રાજસ્થાન, આંધ્ર અને મુસ્લિમો મૂખ્ય છે. વળી હાલમાં તમે જોયું કે જે કરોડો રુપીયાની ધાડ પડી તેનું પગેરું પાકીસ્તાન પહોંચ્યું છે. આનું મુખ્ય કારણ ગુજરાતની સમૃદ્ધિ તો ખરી જ પણ અહીં પોલીસ ખાતામાં પરપ્રાંતીય અફસરો પણ ઠીક ઠીક છે. જોકે તેઓ ગુજરાતને વફાદાર છે પણ તેવો ખ્યાલ વ્યક્તિગત રીતે ગુન્ડા તત્વોને આવતા વાર લાગે છે અને કદાચ તેમની કુણી લાગણી પણ ક્યારેક હોય જે આખા ભારતમાં છે. વળી ટીવી ચેનલોને નાના નાના વિવાદાસ્પદ ગુનાઓને ચગાવવાની ટેવ હોય છે અને સરવાળે વાતાવરણ બગડે છે.

  Like

  1. શ્રી દવેકાકા

   ગુજરાતમાં ચાલી રહેલી લૂંટફાટ…ચોરી ચકારીનું આપે ખૂબ સચોટ અવલોકન કર્યું.
   ગુજરાત રાજ્યનું ટ્રાંસફર્મેશન એગો-ઈકોનોમી થી ઔધોગિક તરફનું થયું.
   રાજ્યમાં લેબરની અછતને કારણે અન્ય રાજ્યોમાંથી લેબર લાવવી પડે છે.
   આપણા રાજ્યમાં જ્યારે અન્ય રાજ્યોના મજૂરો આવે ત્યારે તેમનું કલ્ચર લઈને આવે
   પરંતુ આપણી ધરતી પર આપણે નક્કી કરવાનું છે કે આવી ગુનાહિત માનસિકતા વાળા
   તત્વોને કેમ જેર કરવા. સવાલ રાજ્ય વિકાસ કરી રહ્યું છે કે કોસંબાના ચોરો આજે કે કાલે
   પકડાશે તે નથી. આપણી ઔધોગિક નીતિની સાથે લેબરની અછતને કારણે બીજા પ્રશ્નો
   સંકળાયેલા છે તેનું નિરાકરણ કેવી રીતે લાવીએ તે છે.

   બારી પાસે મંદ મંદ પવનની લહેરખીઓ માણવાનો શોખ હોય તો ઈચ્છનીય છે કે
   બારી પર ઝીણી જાળી લગાવીએ જેથી માખીઓ…મચ્છરના ઉપદ્રવ વગર મંદ મંદ
   લહેરખીઓ માણી શકીએ..!!

   આપ ઔધોગિક વિસ્તારમાં રહો તો આ સમસ્યા નરી આંખે જોઈ શકશો.
   આણંદ-વિદ્યાનગર શૈક્ષણિક અને ઔધોગિક વિસ્તાર છે. આણંદની સીટ ૨૦૦૨માં ભાજપ
   ૨૮૦૦૦ મતોની સરસાઈથી જીત્યો હતો અને ૨૦૦૭ માં મોદીના વિકાસના વાવાઝોડામાં
   સરસાઈ ઘટીને ૧૮૦૦ ની થઈ ગઈ. જો પૂર્વ ધારાસભ્ય શ્રી દિલીપ પટેલે અપક્ષ ઉમેદવારી
   કરીને ૧૨૦૦૦ મતો એંટી-મોદી વોટ ના તોડ્યા હોત તો આ સીટથી ભાજપે હાથ ધોવા પડ્યા હોત.

   પ્રજા રોજ રોજની ચોરીઓથી ત્રાસી જવાથી ૨૮૦૦૦ સરસાઈમાંથી ૧૮૦૦ પર લાવી દીધી.
   વિકાસની સાથે સુરક્ષા પણ જરૂરી છે.

   Like

 3. અસંતુષ્ટો બધા જ પક્ષમાં હોય છે. અને બધે જ તેઓ પોતાની ન્યુસંશ વેલ્યુનો ઉપયોગ કરે છે.

  નરેન્દ્ર મોદી પાસે વિકાસના પ્રત્યક્ષ પૂરાવા છે. ગુજરાતે આવો વિકાસ ક્યારેય કર્યો નથી. વળી કોંગ્રેસની ગુજરાતી નેતાગીરી તો મોરારજી દેસાઈના જમાનાને બાદ કરતાં વામણી જ રહી છે.

  એક સાદો જ દાખલો લો.. ગુજરાતની કોંગી ની ઓફિસનું નામ છે “રાજીવ ગાંધી ભવન”. કોંગી નેતાગીરીને નહેરુવીયન ફરજંદો શિવાય કશું દેખાતું જ નથી. એક કુટુંબની ભાટાઇમાંથી ઉંચે ન આવનાર પક્ષ કારમી હારને જ પાત્ર છે.

  નહેરુવીયન કોંગ્રેસે પહેલેથી જ ગુજરાત અને ગુજરાતીઓને નીચા પાડવાના જ કામો કર્યા છે.
  ભાવનગરનું મશીન ટુલ્સનું કારખાનું હોય કે ભાવનગર-તારાપુર રેલ્વે હોય કે નર્મદા પ્રોજેક્ટ હોય કે કોલંબો પ્લાન પ્રમાણે ના રસ્તાઓ આપવાના હોય કે મીઠાપુરનો તાતાનો બહુલક્ષી આયામવાળો પ્રોજેક્ટ હોય, નહેરુ અને તેના ફરજંદોએ ગુજરાત પ્રત્યે ઓરમાયુ વર્તન જ રાખ્યું છે.

  જ્યારે જ્યારે કોઇ ગુજરાતી સબળનેતાએ માથું કાઢ્યું હોય ત્યારે તેને ખતમ કરવાની પેરવીમાં નહેરુવીયન કોંગ્રેસીઓએ પૂરી શક્તિ વાપરી વાપરી છે. જેઓ ઇતિહાસને જાણે છે તેમને ખબર છે કે વલ્લભભાઇ પટેલને મુડીવાદીઓના પીઠ્ઠુ તરીકે બદબોઈ કરવામાં અને મોરારજી દેસાઇને મુડીવાદીઓના એજન્ટ તરીકે અને તેમના પૂત્ર કાંતિભાઇ દેસાઈને વગોવવામાં નહેરુ-ઇન્દીરાગાંધીના વાજીંત્રોએ જરાપણ ઉણપ રાખી નહતી.

  મહાત્મા ગાંધી વિષે ઈન્દીરાએ એક વાર કહેલું કે તેમની બકરી તો ખોરાકમાં બદામ ખાતી હતી. વળી એક વાતને બહુ પ્રસિદ્ધિ આપવામાં આવેલી કે ગાંધીજીની સાદાઈ નભાવવા સરકારને લાખ રુપીયાનો ખર્ચો થાય છે. આ બધા જુઠાણા હતા. અને તેના જવાબો પણ અપાયેલા.

  મહાત્મા ગાંધી અને સરદાર પટેલનું વ્યક્તિત્વ અને કાર્યપ્રણાલી એટલી સુદ્રઢ હતી કે બીજા તેમની આગળ વામણા જ લાગતા. હવે આ વામણા લોકો નરેન્દ્ર મોદી પાછળ પડ્યા છે. ગુજરાતના અને ભારતના સદભાગ્યે નરેન્દ્ર મોદી સ્વચ્છ, નીડર, નીતિમાન, વિદ્વાન, બહુશ્રુત અને બુદ્ધિશાળી છે.

  જે પક્ષનો વડો પ્રધાન અને જે પક્ષની પ્રમુખા જાહેરમાં ચર્ચા કરવા કાબેલ નહોય તેને તો ભારતના મીડીયા મૂર્ધન્યો અને દંભી સેક્યુલારીસ્ટો જ સાંખી શકે. પશ્ચિમી દેશોમાં તો એવાને ગણત્રીમાં જ ન લે.

  વધુ માટે ક્લીક કરો અને વાંચો “ચોક્ખું ઘી” અને “હાથી”

  http://smdave1940.wordpress.com/2010/07/20/%e0%aa%9a%e0%ab%8b%e0%aa%95%e0%ab%8d%e0%aa%96%e0%ab%81%e0%aa%82-%e0%aa%98%e0%ab%80-%e0%aa%85%e0%aa%a8%e0%ab%87-%e0%aa%b9%e0%aa%be%e0%aa%a5%e0%ab%80/

  Like

  1. આપના આ પ્રતિભાવ સાથે પણ હું મહદ અંશે સહમત છું. ગુજરાતને કેન્દ્ર સરકારે ખૂબ જ અન્યાય કર્યો છે તે હકિકત છે અને તાણી કાઢેલા ગુજરાત કોંગ્રેસના નેતાઓએ હાઈકમાંડની ભાટાઈ સિવાય ભાગ્યે જ ગુજરાતને થતા અન્યાય સામે ઉંચા અવાજે રજૂઆત કરી છે. ગુજરાત અને ગુજરાતીઓની બદનામી આવા નમાલા/નપૂસંક નેતાઓ જ સહન કરી શકે ! ખેર !
   સ-સ્નેહ
   અરવિંદ

   Like

 4. ગુજરાતના સાંપ્રત રાજકારણ પર તટસ્થતાપૂર્ણ વિવેચન.

  ગુજરાતની પ્રજા મોદીમય બની છે અને કોંગ્રેસને તેનો તોડ જડતો નથી પરંતુ જેમ આપે કહ્યું તેમ
  કેન્દ્ર દ્વારા બીલ પેશ કરવામાં આવે કે કોઈપણ રાજ્યનો મુખ્યમંત્રી બે ટર્મથી વધુ રહી ના શકે તો
  કોંગ્રેસને સોહરાબુદ્દીનના શરણે જવું નહિ પડે. આ પ્રકારના બીલથી મોદીનો એકડો આપોઆપ નીકળી
  જશે અને આમેય કોંગ્રેસી કલ્ચરમાં જવલ્લે જ કોઈ વ્યક્તિ બે ટર્મ ૧૦ વર્ષ રાજ ભોગવે છે.

  આપે વિવેચનમાં મોદીના રાંમરાજમાં લૂંટફાટ..દૈનિક ચોરીઓનો ઉલ્લેખ કરવાનું ટાળ્યું છે.
  આજે ૬-૭ દિવસ થયા ગુજરાતની મોટામાં મોટી લૂંટ સુરત ખાતેની કે જેમાં ૬ કરોડની કિંમતનું
  સોનું ૩૬ કિલો અને ૪૦ લાખ રોકડા નું પગેરૂ દાબી શકાયું નથી અને ગઈ કાલે અમદાવાદ ખાડિયા
  જેવા ભરચક વિસ્તારમાં દિન દહાડે જ્વેલર્સને લૂંટમાં ૩૦ લાખની લૂંટ થઈ.
  નાની લૂંટફાટ તો મિડીયામાં ચમકતી પણ નથી.

  આજના ગુજરાતમાં વિકાસ અને લૂંટફાટ રોજની થઈ પડી છે. આપણા ઘરમાં ખાતર પડે
  અને તોય મોદીનો જય જયકાર બોલાવીએ તો ચોરો તો દૂર ઉભા ઉભા ખી ખી જ કરે…!!
  પ્રજાની જાગૃતિની ઉદાહરણ અત્રે રજુ કરૂ છું.

  મધ્ય ગુજરાતના આણંદમાં ૨૦૦૭માં ભાજપ ૧૮૦૦ વોટની સરસાઈથી જીત્યો. આ ચૂંટણીમાં
  પૂર્વ ધારાસભ્ય દિલીપ પટેલને ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલા તેથી અપક્ષ ઉમેદવારી કરેલી
  જેમાં તેમણે ૧૨૦૦૦ વોટ કાઢ્યા. સ્વાભાવિક છે કે અપક્ષ ઉમેદવારને મોદીના વાવાઝોડામાં
  ૧૨૦૦૦ વોટ મળે તે એંટી મોદી વોટ જ હોય. જો દિલીપ પટેલે ઉમેદવારી ના કરી હોત તો
  આ ૧૨૦૦૦ એંટી-મોદી વોટ કોંગ્રેસને મળત અને ૧૮૦૦ સરસાઈ કપાઈ કોગ્રેસ વિજયી બનત.
  હવે આણંદમાં છેલ્લા પાંચ વર્ષમાં શું થયું કે પ્રજામાંથી મોદીનો જાદુ ઓસરી ગયો.
  છેલ્લા પાંચ વર્ષના છાપાં પર નજર નાખશો. આણંદમાં ગુનાખોરીએ માઝા મૂકી છે. પોલીસ ભાગ્યે જ
  કોઈ કેસ ઉકેલવામાં સફળ થઈ છે અને પ્રજાએ ચૂંટણી વેળાએ જાગૃત થઈ પોતાનો રોષ વ્યક્ત
  કર્યો હતો. આણંદ – વિદ્યાનગર શૈક્ષણિક નગરી છે જ્યાં પ્રજા જાગૃત હોય તે સ્વાભાવિક છે.

  કોંગ્રેસે ગુજરાતમાં સફળ થવું હોય તો….

  ૧) સવર્ણો….વાણિયા બ્રાહ્મણ..પાટીદારને હાથમાં લેવા પડશે. (માયાવતીએ યુપીમાં પ્રયોગ કર્યો)
  ૨) મોદીની તાકાત ઉપર કામ કરો.
  ૩) ૧૦૮ યોજના રાજય સરકારો પાસેથી લઈ પ્રાઈવેટ કંપની તાતા..રિલાયંસને આપો.
  ૪) કોઈપણ વ્યક્તિ મુખ્ય મંત્રી ફક્ત બે વાર જ થઈ શકે તે બીલ લાવો.

  મોદી વગર ભાજપ એકડા વગરના મિંડા જેવો છે.

  Like

  1. ભાઈશ્રી જય
   ગુજરાતમાં ગુંડાગીરી વધી છે તે વાત સાથે હું સહમત છું અને તે વિષે મેં આ જ બ્લોગ ઉપર એક લેખ થોડા સમય પહેલાં લખેલો તે આપે વાંચ્યો છે કે કેમ તેની મને જાણ નથી. મેં ગુજરાત બિહાર બનવા જઈ રહ્યું છે કે કેમ ? તેવા ટાઈટલ સાથે લખેલું. ક્રાઈમ રેટ વધતો જાય છે તે હકિકત પ્રત્યે આંખમીંચામણા ના જ કરી શકાય ! મોદીએ આ વિષે ગંભીરતાથી હાથ ઉપર લઈ અંગત રસ લેવો પડશે ! વિજયથી ઉન્માદ સરીપડાશે તો હિમાલય જેવડી ભૂલ થશે ! વ્યક્તિવાદ/પૂજા આપણાં લોકોની મોટામાં મોટી નબળાઈ છે તેનાથી ઉપર ઉઠવું પડશે અને અસરકાક લોકોને ફીલ થાય તેવો વહિવટ દરેક કક્ષાએ આપવાનો નિર્ધાર જ નહિ પણ વાસ્તવમાં બતાવી દેવો રહ્યો અને તો જ જનમાનસે મોદીમાં વિશ્વાસ મૂક્યો છે તે ખરા અર્થમાં સાર્થક થશે !
   આવજો ! આભાર મુલાકાત અને પ્રતિભાવો માટે !
   મળતા રહીશું !
   સ-સ્નેહ
   અરવિંદ

   Like

 5. માળું હાળું એ કહેવાનું વિસરાઈ ગયું.
  કેન્દ્ર સરકારે ’મિલે સૂર મેરા તુમ્હારા’ની નવી વિડિયો ’ફિર મિલે સૂર’ કાઢી તે જોઈ?
  મને એમાં ક્યાંય ગુજરાતી સંભળાયું નહીં. એલા, આપણને નાતબા’રા કે’દિ મૂક્યા?
  મારી કાંઈક ભૂલ થાય છે કે શું?
  બાકીના પ્રદેશો તો બાંધ્યા રહેતા નથી અને આપણે સખણા છીએ એટલે આપણને જ વહેતા મૂકવાના?

  Like

 6. ૧. ગુજરાતમાં જીતવા કોંગ્રેસની તકલીફ઼ એ છે કે તેમની પાસે ગુજરાતથી અધિક પ્રગતિનું પ્રદર્શન કરવા કોઈ રાજ્ય નથી. દિલ્હીમાં સરસ કામ થાય છે. પણ જો શીલા દીક્ષિતને જશ અપાય તો તેમનું કદ “રાજકુટુંબ” કરતાં વધી જાય. એ કોઈને પોસાતું નથી. આમ કોંગ્રેસને એની અકર્મણ્યતા અને “રાજભક્તિ” નડે છે.

  ૨. ગુજરાતને બદનામ કરવામાં *બધા જ* પક્ષોના ઘણા ફાયદા છે: બીજા રાજ્યની પ્રજાને ગુજરાત નામે હુલ્લડો દેખાય અને પ્રગતિ ન દેખાય – આથી કોઈ એમ ન પૂછે કે ભાઈ, (ભા.જ.પ. શાસિત કર્નાટકમાં) મંગળૂરુમાં પાંચ વરસે પણ ફ્લાય ઓવર અધૂરા કેમ છે? શા માટે (કોંગ્રેસશાસિત આંધ્રપ્રદેશમાં) ગુંતૂરુ પાસે છેલ્લા પચાસ વરસથી રેલવે ફાટક પાસે બન્ને દિશામાં અઢી-અઢી કિલોમિટરના ટ્રાફ઼િક જામ થાય છે અને કદી રેલવે ઓવરબ્રિજ નથી બનતો? શા માટે (સામ્યવાદીશાસિત) કલકત્તાના જ્યાંગારામાં ધોળે દિવસે મચ્છરો ચાલતા માણસ પર તૂટી પડે છે?

  ૩. મોદી વિષે મને બહુ અનુભવ નથી. એટલું ખરું કે મોદી ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી હોત તો આટલાનો એક ટકો પણ કામ ન કરી શક્યા હોત. ગુજરાતને ઘોડે અસવાર થઈને તો માધવસિંહ સોલંકી પણ સૌથી ઝડપે પ્રગતિ ક્યાં નહોતા કરતા?

  Like

  1. ભાઈશ્રી પ્રમથ
   આભાર મુલાકાત માટે અને પ્રતિભાવ માટે પણ ! કોંગ્રેસ અને રાજકૂટુંબ વિષેની આપની ટિપ્પણી તમામ સંદર્ભમાં સાચી છે. આપની એક વાત સાથે હું સહમત થઈ શકું તેમ નથી તે છે માધવસિઃઅ સોલંકી કામ કરી શકતા તે વિષેની. માધવસિંહ સત્તામાં હતા ત્યારે મોદી સામે જેટલા અવરોધો/અડચણૉ ગુજરાતની અને ગુજરાતીઓની બદનામી આટલી હદે કોઈએ કરી હોય તેવું યાદ આવતું નથી. વળી તેમના સમયમાં તો મોસાણ જમણ અને મા પીરસણે તેવી વાત હતી કારણ કેન્દ્રમાં પણ કોંગ્રેસી સરકાર જ હતી. મોદી ઉતર પ્રદેશમાં હોત તો કામ કરી શક્યા હોત કે કેમ તે અહિ રીલેવ્ંટ લાગતુ નથી જ્યાં છે ત્યાં શું અને કેટલું કરી શક્યા છે કે કરી રહ્યા છે તે મારા મતે મહત્વનું ગણાય ! ચાલો આવજો ! મળતા રહીશું !
   સ-સ્નેહ
   અરવિંદ

   Like

  1. શ્રી ચન્દ્રકાંતભાઈ
   આભાર મુલાકાત અને પ્રતિભાવ માટે ! આપની વાત સાથે હું સહમત છું અને મેં એ વિષે વિચારો દર્શાવ્યા પણ છે કે રખે ને મોદીનું વ્યક્તિત્વ એકી રાજા જેવું ના બની જાય ! લોકશાહીમાં મજ્બુત વિરોધ પક્ષ હોય તો જ લોકશાહી મજબુત બને પરંતુ વિરોધ માત્ર વિરોધ માટે નહિ થવો જોઈએ જે આજે કમભાગ્યે કોંગ્રેસીઓ ગુજરાતમાં કરી રહ્યા છે. તંદુરસ્ત લોકોશાહી બનાવવા માટે લેખના અંત ભાગમાં મેં કેટલાક સુચનો કર્યા છે જે આપે વાંચ્યા હશે તેમ ધારું છું. અને આ માટે પણ મોદીએ જ ગુજરાતમાંથી પહેલ કરવી જોઈએ તેમ પણ હું દ્રઢ્ર રીતે માનું છું. મતદાન ફરજિયાત કરાવવા કાયદા/બંધારણમાં સુધારો કરવા જે રીતે પહેલ કરી છે અને કેન્દ્ર સરકાર મંજૂર કરતી નથી તેમ મારા સુચવેલા સુધારા કરવા માટે જો પહેલ કરવામાં આવશે તો કેન્દ્ર સરકાર મુંઝવણમાં અવશય મુકાશે કારણ આવા રચનાત્મક સુધારા કરાવનો વિરોધ કરે તો લોકોમાં તે ખુલ્લા પડ્શે !

   સ-સ્નેહ
   અરવિંદ

   Like

 7. આજે ભારતમાં રાજકારણ સજ્જનો માટે રહ્યું નથી. આશ્ચર્ય તો એ છે કે એની શરુઆત ગાંધીજી-સરદારના સમયથી જ થઈ ગયેલી. દેશમાં લોકશાહી છે, પણ રાજકીય પક્ષોમાં સાચી લોકશાહી ક્યાં છે? બધા જ રાજકીય પક્ષોના ઉમેદવારો હાઈકમાન્ડ નક્કી કરે છે, અને તે અંગ્રેજો હતા ત્યારથી. (ઉદાહરણ માટે ‘આઝાદીની ગૌરવગાથા’ લે. દયાળભાઈ કેસરી જુઓ.) કોઈ પણ મુખ્ય રાજકીય પક્ષમાં જનતાને પોતાનો ઉમેદવાર પસંદ કરવાની તક નથી, સીવાય કે કોઈ સ્વતંત્ર ઉભું રહે.

  મોદીની જીત પાછળ પણ સામાન્ય જનતાનું માનસ કામ કરે છે. સામાન્ય રીતે લોકો માને છે કે ગુંડાને તો મારી જ નાખવાનો હોય ને!!! આથી જ મોદી કહે છે કે સોહરાબુદ્દીન તમારો કાકો થાય છે કે શું? આ છે લોકમાનસને જીતવાનો સસ્તો ઉપાય. લોકો શું માને છે? આ દેશ કોનો? અમારો, એટલે કે હીન્દુઓનો. કોંગ્રેસની મુર્ખાઈ આ સામાન્ય માનસને સમજવાની તસ્દી ન લેવા બાબત છે. હા, એમાં આંતરીક જુથબંધીઓ હશે ખરી.

  ભાઈશ્રી પ્રવીણે દર્શાવેલ બાબતો સાથે હું સંમત છું.
  પાકા મુત્સદ્દીઓની ચાલ બહુ ગુઢ હોય છે.

  Like

  1. શ્રી ગાંડાભાઈ
   આપની વાત સાચી છે કોઈ પણ રાજકીય પક્ષમાં આંતરિક લોકશાહી નથી. હાઈકમાંડ ઉમેદવારો નક્કી કરે છે. રાજ્યના લોકોને પૂછવાની કોઈ પક્ષ પરવા કરતો નથી તેની પાછળ સ્થાનિક જુથબંધી કદાચ મહત્વનો ભાગ ભજવતી હોવાની સંભાવના હોઈ શકે ! અને સ્થાનિક જુથ બંધી આ કહેવાતા હાઈકમાંડને ચાલુ રહે તેમાં રસ હોય છે કે જેથી પોતાના ચમચાઓ ગોઠવી શકાય. ચૂંટણીઓ અતિશય ખરચાળ બની છે જેથી સાધારણ વ્યક્તિ તો તેમાં ઉભવાનો વિચાર પણ ના કરી શકે ! આ માટે મારાંલેખના અંત ભાગમાં તંદુરસ્ત લોકશાહી સ્થાપવા કેટલાક સુચનો કર્યા છે જોઈએ ક્યા રાજકીય પક્ષને સાચા અર્થમાં લોકશાહી સ્થિર થાય અને ફાલે હુલે તેમાં રસ છે. ખેર ! આભાર મુલાકાત અને સુંદર પ્રતિભાવ માટે ! આવજો ! મળતા રહીશું !

   સ-સ્નેહ
   અરવિંદ

   Like

 8. નરેન્દ્ર મોદીની નિચેની બાબત મને નથી ગમતી
  ૧) હરેન પંડ્યાનું ખૂન
  ૨) પાંચ ઉધૌગપતિ સાથેની મિત્રાચારી
  ૩) મોટા મોટા જલસા કરીને સરકારી નાણાંનો બગાડ
  ૪)હજુય ગુજરાતના નાના ગામોમાં પાણી, વિજળી શીક્ષાના પ્રશ્ન છે તે પ્રય્તે મોદી કોઈ કામ કરવા આતુર નથી
  ૫)ગોધરા બનાવ તથા કોમી હુલ્લડોમાં મોદીનો હાથ હોવાની સંભાવના

  Like

  1. ભાઈશ્રી પ્રવીણ
   આભાર મુલાકાત અને પ્રતિભાવ માટે ! આપની જેમ જ મને પન મોદીની ઘણી બાબતો અને નીતિઓ ગમતી નથી. તેમની દરેક નીતિ સાથે કે પ્રશ્નો ઉકેલવાની રીત સાથે આપણે સહમત ના પણ થઈ શકીએ તેમ છતાં તે જે પરિસ્થિતિમાં કામ કરી રહ્યા છે તેવું આજ સુધી ગુજરાતના કોઈ મુખ્યમંત્રીએ કર્યું હોય તેમ માનવા મારું મન તૈયાર થતું નથી. મોદી જ્યારથી સત્તાધીન થયા છે ત્યારથી જ સામા પાણીએ તરી રહ્યા હોય તેમ નથી લાગતું ? ભાજપની અંદરની લડાઈ સાથે બહાર કોંગ્રેસ અન્ય વિરોધ પક્ષો સાથે ભાજપના અસંતુષ્ટો તો ખરા જ આ તમામ સામે એક્લા હાથે લડવું/સામનો કરવો અત્યંત મુશ્કેલ નથી લાગતો ? એક વાત મને સમજમાં નથી આવતી કે મોટા ભાગના લોકો ગોધરા કાંડ અને કોમી હુલ્લ્ડ યાદ રાખે છે પરંતુ તે થવાના મુખ્ય કારણ નિર્દોષ 60-65 કારસેવકોને રેલ્વેના કોચમાં અંદર જ ભૂંજી નાખવા તે કેમ યાદ કરાતું નથી ? ત્યારબાદ મોદીના રાજીનામા માટે ભાજપ સહિત બહારના તત્વોનું સખત દબાણ હતું છતાં મોદી ટકી ગયા. આ સમય દરમિયાન અને છેક આજ સુધી આ તમામ તત્ત્વોએ માત્ર મોદીને જ નહિ પણ સમ્રગ ગુજરાત અને ગુજરાતીઓને દેશ-વિદેશમાં ઉણા બતાવવા કંઈ બાકી રાખ્યું નથી. ગુજરાત અસલામત છે ત્યાં મૂડી રોકાણ કરનારા પેટ ભરીને પસ્તાશે વગેરે તમામ હલકી જાતના પ્રચાર કરવામાં બાકી રાખ્યું નહિ હતું. ત્યારે આવા સંજોગોમાં ગુજરાતની અને ગુજરાતીઓની આબરૂ તથા ગુજરાત સંપૂર્ણ સલામત છે તે સાબિત કરવામાં અને ઉધ્યોગ પતિઓને અહિ મૂડી રોકાણ કરવા આકર્ષવા મોદીએ તમામ કક્ષાએથી પ્રયાસો હાથ ધર્યા અને તે નજરોનજર નિહાળવા અનેક દેશ-વિદેશના ઉધ્યોગપતિઓને આમંત્ર્યા અને તે માટે પતંગોત્સવ નવલી નવરાત્રી વગેરે ઉત્સવો શરૂ કર્યા. આપ એ પણ જાણો જ છો કે આમે ય દેશની પ્રજા ઉત્સવ પ્રિય છે અને તે લાગણીને ધ્યાનમાં રાખી આવા ઉત્સવો ઉપરાંત સ્વતંત્રતા દિન વગેરે ગુજરતના જુદા જુદા જીલ્લામાં ઉજવવાનું વિચાર્યુ હોવું જોઈએ. જે મારા મતે કદાચ રાજકીય રીતે ગુજરાતની અને ગુજરાતીઓની પ્રતિભા ઉચકાવવા અનિવાર્ય જરૂરિયાત બની હતી. હા મારા આપના જેવા નાગરિકોને આ તમાશા પાછળ થતું ખર્ચ ઉડાઉ લાગે તે શક્ય છે પણ લાંબા ગાળાના ફાયદા મેળવવા માટે ક્યારે ક આવી વ્યુહરચના કરવી પણ પડતી હશે ! હા આપની વાતમાં તથ્ય છે કે ગામડાંઓમાં પાણી-વિજળી અને શિક્ષાની તંગી છે અને તે વિષે પણ યોગ્ય કાર્યવાહી હાથ ધરવી જોઈએ.
   એક વાત સ્પષ્ટ કરી દઉં કે હું જે કાંઈ લખી રહ્યો છું તે મોદીના વખાણ કરવા લખતો નથી. કે નથી હું રાજકારણી. મને કોઈ રાજકીય પક્ષોમાં રસ નથી કોઈ સાથે જોડાયેલો પણ નથી. માત્ર એક નાગરિક તરીકેની મારી જે સમજ છે તે જ વ્યકત કરવાનો આયામ છે. આપે જે નાણાંનો બગાડ અને જલ્સા શબ્દો વાપર્યા છે તેના સંદર્ભે ઉપર તો મેં મારો મત અને મારું પ્રથ્થકરણ સમજાવવાની કોશિશ કરી હવે ગરીબ મેળાના આયોજન પાછળ નાણાંના બગાડની વાત સંભવ છે કે આપના મનમાં ઘોળાતી હોય તો તે વિષે મારી સમજ અત્રે જણાવું. એ સૂર્ય પ્રકાશ જેટલુ સ્પષ્ટ છે કે સમગ્ર દેશમાં ભ્રષ્ટાચાર વ્યાપક પણે અસ્તિત્વ ધરાવે છે અને તેથી એમ કહેવાય છે કે સરકાર ગરીબ લાભાર્થીઓ માટે એક રૂપિયો ફાળવે તેમાંથી 10-15 પૈસા જ લાભાર્થી સુધી પહોંચે છે. મોટાભાગના ગરીબો અભણ અને અજ્ઞાન છે તેમને સરકારની આવી કોઈ યોજનાની જાણ પણ નથી. અખબારો કોઈ વાંચતા નથી-વાંચી શકતા પણ નથી. તો આ ગરીબોને આ વાત કઈ રીતે પહોંચાડવી કે જાણ કરવી ? જ્યાં સુધી ગરીબો આ વિષે જાણતા ના થાય ત્યાં સુધી ભ્રષ્ટાચાર ચાલુ જ રહેવાનો જે નિઃશંક વાત છે. દેશના છેક છેવાડેના ગામમાં અને છેવાડેના નાગરિકોને આ વિષે સભાન બનાવવા જોઈએ અને તે માટે ગરીબ મેળાનું આયોજન મારી દ્રષ્ટિએ વ્યાજબી લાગે છે. તાલુકા કક્ષાએ આવા આયોજન થાય અને મુખ્યમંત્રી હાજર રહે અને લાભાર્થીને સીધેસીધી સહાય હાથોહાથ પહોંચતી થાય તે જ એક ક્રાંતિકારી અને નાગરિકોને પોતાના લાભો માટે સજાગ કરવાની સુંદર શરૂઆત છે. આવા ગરીબ મેળાના આયોજનથી એકાદ દિવસ માટે બસની સગવડતા મળતી નથી અને તકલીફ ઉભી થાય છે પણ તેને કારણે છેક ગામડાનાં નાગરિકો વચ્ચે બસ કેમ બંધ છે તેવી ચર્ચાઓ થતી જ હોવાની અને તે ચર્ચાની ફળ સ્વરૂપે ગરીબ લાભાર્થી આવી સહાય સરકાર તરફથી મળે છે તે વિષે માહિતગાર પણ થવાનો છે. આથી આવી શરૂઆત કદાચ ખર્ચાળ બનશે પણ છેવાડેના નાગરિકોમાં એક જાતની સજાગતા અને જાગૃતિ પણ આવશે. સમય જતાં આ પધ્ધ્તિ કરકસર યુકત બનાવી શકાશે. અને સમય જતાં હાલમાં બેફામ ભ્રષ્ટાચાર થાય છે તેના ઉપર મહદ અંશે અંકુશ આવવાની સંભાવના વધશે ! કારણ લાભાર્થીઓને સીધે સીધી અને હાથોહાથ સહાયની રકમ આપવાની અધિકારીઓને ફરજ પડશે ! ઉપરાંત મારા માનવા પ્રમાણે મોદી જાણે જ છે કે તેનું રાજ કાયમ નથી સમયાંતરે કોઈ બીજી વ્યક્તિ કે પક્ષ સત્તા ઉપર આવી શકે છે ત્યારે જો એક આવી સહાય પહોંચાડવાની રીત-રસમ શરૂ કરેલી હશે તો અન્યો ને પણ તેમજ કરવાની ફરજ પડશે અને રકમ લાભાર્થીને પહોંચશે !
   આ ઉપરાંત મારાં લેખના અંતમા લોકશાહીને વધુ તંદુરસ્ત બનાવવા કેટલાક સુચનો કર્યા છે અને જો આપણે સૌ નાગરિકો આ વિષે એકતા સાધી આપણો અવાજ બુલંદ બનાવી શકીએ તો મોદીને પણ આવા ફેરફારો કરવા માટે કેન્દ્ર સરકાર ઉપર દબાણ લાવવા ફરજ પડશે ! આપણે આ કરી શકીશું ?
   સ-સ્નેહ
   અરવિંદ

   Like

  2. એક તટ્સ્થ અભિપ્રાય આપુ છું છેલ્લા 20 વરસથી શિક્ષણમાં છું!!! છેલ્લા દસ વરસમાં 80000 જેટલી પ્રા. શિક્ષકોની ભરતી થઇ અને શાળાઓ પણ હવે ખુબજ સરસ શિક્ષણ આપતી થઇ છે!!! હવે છેલ્લે જે 10000 બી.એ.બી.એડ લીધા એ મેરીટ્નાં ધોરણે લેવાયા!!! એક પણ રુપિયનાં ભ્રચ્ટાચાર વગર ફક્ત ટકાવારીને આધારે પ્રાથમિક માં બી.એડ.ની ભરાતી થઇ!!! આ ખુબજ મોટી વાત છે મારાં મત પ્રમાણે!!! ભવિષ્યમાં પણ ગુજરાતનું શિક્ષણ ખુબજ આગળ વધશે!!!

   Like

  1. ભાઈશ્રી નરેશ
   આભાર મુલાકાત અને પ્રતિભાવ માટે ! ભાઈ નરેશ મારી વાત મોદી સારા કે ખરાબ તે નથી. મોદીનું કદ અને પ્રતિભા માત્ર અને માત્ર રાજય અને કેન્દ્ર્ના કોંગ્રેસી નેતાઓ જે મોદી જ્વર થી પીડાઈ રહ્યા છે અને રાજકીય વ્યુહ રચના કરવામાં બાઘાઈ કરી છે તેને મોદીએ ચાલાકીથી પોતાની ફેવરમાં પલ્ટાવી નાખી ગુજરાતમાં ગુજરાતીઓની અસ્મિતા અને સ્વમાન પ્રત્યે સભાન બનવ્યા અને પોતાને જે તક મળી તેનો લાભ લઈ પોતાની પ્રતિભા છેક આંતરરાષ્ટ્રિય કક્ષાએ કોંગ્રેસીઓ થકી જ પહોંચાડી આમ રાજકીય રીતે કોંગ્રેસીઓને મ્હાત કર્યા તે વિષે લોકોને અને ખાસ કરીને કોંગ્રેસીઓ મોદીની આ ચાલાકી સામે કેટલા વામણા ઉતર્યા તે દર્શાવવા નો જ હેતુ છે. મોદી સારા કે ખરાબ તેની ચર્ચા કરતો નથી. ઉપરાંત મોદીની તમામ નીતિઓ સાથે સહમત ના પણ થઈ શકાય તેમ છતાં ગુજરાતને ગુજરાતીઓનું ગૌરવ મેળવવા સભાન કર્યા તે ભૂલી પણ ના શકાય ! ખાસ તો સરદારના શિલ્પ માટે જે નિર્ણય કર્યો તે મારી દ્વષ્ટિએ માસ્ટર સ્ટ્રોક છે. આજ સુધી કોંગ્રેસે સરદારની અવગણના કરી છે જે જગ જાહેર છે. હવે સરદાર માટે વિચારવાની કોંગ્રેસીઓને અને તેની સરકારને ફરજ પડશે અને ત્યારે આ મુદો ઉપરાંત ગાંધીજીનો મુદો પણ કોંગ્રેસીઓના હાથમાંથી સરકી ગયો છે. ખેર !
   આવજો ! મળતા રહીશું !
   સ-સ્નેહ
   અરવિંદ

   Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s