{{{{{ વર્ક કલ્ચર }}}}} ( 2 ) હોતી હૈ ચલતી હૈ બધું જ નિરાંતે કરવાનું !!!

{{{{{ વર્ક કલ્ચર }}}}} ( 2 )

હોતી હૈ ચલતી હૈ બધું જ નિરાંતે કરવાનું !!!

વર્ક કલ્ચરના અગાઉના લેખના અનુસંધાને મારાં સ્વાનુભવ અંગેનો આ બીજો લેખ અત્રે રજૂ કરું છું. પ્રથમ લેખના પ્રત્યુત્તરમાં અનેક વાચક મિત્રોના આ વિષે પ્રતિભાવો મળ્યા છે જે મારાં અને આપ સૌના આપણાં દેશમાં પ્રવર્તી રહેલા વર્ક કલ્ચરને ઉજાગર કરે છે અને આવા રેઢિયાળ વર્ક કલ્ચરને કારણે જ સમગ્ર દેશમાં ભ્રષ્ટાચાર વ્યાપક રીતે ફાલ્યો ફુલ્યો છે અને છેક ઉપરથી શરૂ થઈ છેવાડાના કર્મચારીઓ સુધી પહોંચ્યો છે. આ ભ્રષ્ટાચાર અને કામ ટાળવાની/વિલંબ કરવાની યુક્તિ-પ્રયુક્તિ ઉપર બેઠેલા બ્યુરોક્રેટ અને રાજકારણીઓની સહિયારી સાઠગાંઠ છે જે હવે દિવસના પ્રકાશ જેવું અને નરી આંખે દેખી શકાય્ તેવું સ્પષ્ટ બની ચૂકયું છે. આ સીસ્ટમ સુધારવાની કોઈ ઈચ્છાશક્તિ કે દ્વષ્ટિ એક પણ રાજકારણી/સત્તાધીશોમાં હોય તેમ જણાતું નથી જે દેશના લોકોના કમભાગ્ય જ ગણાવા જોઈએ !

તો હવે વાંચો પુરવઠા ખાતાનું તિકદમ

નવા રાશન કાર્ડ બનાવા માટે સરકારશ્રીએ આદેશ બહાર પાડ્યો હતો અને અમુક દિવસોની મર્યાદા જાહેર કરવામાં આવી હશે. આ સમય મર્યાદા પૂરી થતાં મારા જેવા લોકો વિવિધ કારણો સર નવું કાર્ડ બનાવડાવી ના શક્યા તેઓને માટે એક નિયમ બનાવવામાં આવેલો કે આવી જે તે વ્યક્તિનું નામ જે રાશન વેંચનારને ત્યાં નોંધાવાયેલુ હોય ત્યાંથી ફોર્મ મેળવી તે વેપારીની સહી-સિક્કા કરાવી રજુ કરવામાં આવતા નવું કાર્ડ બનાવી આપવામાં આવશે.

ઉપરના નિયમ પ્રમાણે હું અમારા વોર્ડના દુકાનદાર પાસે ફોર્મ મેળવવા ગયો ત્યારે મને જાણવા મળ્યું કે તેણે રાશનનું કામ 2 વર્ષ થયા બંધ કરી દીધું છે અને આ વિસ્તારના કાર્ડ એક અન્ય વેપારીને કે જે ની દુકાન મારાં ઘરથી 3 કીલો મીટર દૂર છે ત્યાં ટ્રાંસ્ફર કરી દેવામાં આવ્યા હોઈ ત્યાંથી ફોર્મ મેળવી રજૂ કરવાનું રહેશે. આ નવા દુકાનદારનો પતો મેળવતા જાણવા મળ્યું કે તેણે પણ આ કામ-કાજ બંધ કરી દીધું છે માટે હવે પુરવઠા ખાતામાંથી ફોર્મ મેળવી આગળની વિધિ કરવાની રહેશે.

પુરવઠા ખાતામાં સવારના 11 વાગ્યે મુલાકાતે ગયો ત્યારે ઓફિસનો સમય 10-30 નો હોવા છતાં પટાવાળા સિવાય કોઈ જવાબદાર વ્યક્તિ હજુ આવી નહિ હતી. થોડી વાર રાહ જોયા બાદ જે વ્યક્તિ આવી તેમને આ વિષે જણાવી ફોર્મ આપવા વિનંતિ કરતા આ કામગીરી તેમની નહિ હોવાથી જે તે કલાર્ક આવે ત્યાં સુધી રાહ જોવા જણાવ્યું. અંદાજે 12 વાગ્યા આસપાસ આ સાહેબ લોગ પધાર્યા અને ફ્રેશ થઈ પોતાના ટેબલ ઉપર સ્થાન લીધુ બાદ નવા કાર્ડ માટે ફોર્મ આપવા વિનંતિ કરી. જવાબમાં ફોર્મ આપવાનું કામ 4 વાગ્યા બાદ થતું હોય ત્યારે આવવાનું કહી હાથ ખંખેરી નાખ્યા ! નવાઈની વાત તો એ છે કે ઓફિસમાં એક નોટિસ બોર્ડ હોવા છતાં ત્યાં ફોર્મ મેળવવા 4 વાગ્યા બાદ સંપર્ક કરવા માટે કોઈ સુચના મૂકવામાં આવી નહિ હતી ઉપરાંત આવી સુચના હતી તે ઓફિસના કર્મચારીઓ તો જાણતા જ હોય પરંતુ જે હાજર હતા તેમાના કોઈએ પણ આ વાત કરવાની પરવા નહિ કરી !

બાદ પેલા કલાર્કની સુચના પ્રમાણે ચાર વાગ્યે ફરી તે ઓફિસે જતા જે તે કલાર્કે જ જવાબ આપ્યો કે આ ફોર્મ મેળવવા તો અન્ય ઓફિસે કે જે આ ઓફિસથી અંદાજે ત્રણ કીલો મીટર દૂર છે ત્યાં જવું પડશે ! આજ જવાબ તે સવારે પણ આપી શક્યો હોત ખરું ને ? બીજે દિવસે તે ઓફિસે જતાં ત્યાંથી જવાબ મળ્યો કે જૂના કાર્ડમાં જે મુખ્ય વ્યક્તિ તરીકે નામ છે તેઓએ આ ફોર્મ માટે રૂબરુ આવવું જરૂરી છે. હવે આ કિસ્સામાં મુખ્ય વ્યક્તિ બહારગામ હોય કે મૃત્યુ પામી હોય તો કેવી રીતે રૂબરૂ આવી શકે ? તેનો કોઈ ઉત્તર આ કોઈ આપી શકતા નથી. આટલી ચિવટ ભરી ચકાસણી દરેક વ્યક્તિની થતી હોત તો બંગ્લા દેશમાંથી આવી પડેલા લાખો લોકોને રાશન કાર્ડ કે મતાધિકાર ક્યારે ય ના મળ્યા હોત ! કમનસીબે આવી ચકાસણી કાયદાઓનું પાલન કરનારાઓ માટે જ જાણે થતી હોય તેવું જણાય છે.

કેન્દ્ર સરકારના અન્ન પુરવઠા ખાતાનું તિકડમ

હવે એ વાત પણ જાહેર થઈ ચૂકી છે કે કેન્દ્ર સરકારના અન્ન પ્રધાન શરદ પવારે સરકારી ગોદામોમાં પડી રહેલા લાખો ટન અનાજ સડીને ફેંકી દેવાનું મુનાસીબ માન્યું છે પરંતુ આ દેશની સર્વોચ્ચ અદાલતનો આદેશ આ અનાજ ગરીબ લોકોને વહેંચી દેવાનો સ્વીકાર્ય નથી જેને કમનસીબે દેશના વડાપ્રધાને પણ અનુમોદન આપ્યું છે અને સર્વોચ્ચ અદાલતને વહિવટ સબંધી આદેશ આપવાથી દૂર રહેવા જણાવ્યાના સમાચાર છે. એમ કહેવાય છે કે આ સડી રહેલું અનાજ બાળી નાખવાને બહાના હેઠળ દારૂ બનાવવા માટે બીસલેરીઓને વેંચી દઈ નાણાં ઉભા કરી અધિકારીઓ અને પ્રધાનો વહેંચી લેતા હોય છે ! મેરા ભારત મહાન ! રાહુલ ગાંધીનું આ બાબતે મૌન સુચક ગણાવું જોઈએ !

( 2 ) આર.ટી.ઓ. ઓફિસ

આ ઓફિસ વાહન ચલાવવા લાયસંસ આપે છે. વાહન, માર્ગો ઉપર ચાલવા દેશના નિયમો પ્રમાણે સક્ષમ છે કે કેમ તે માટે ટેસ્ટ લઈ પાસ કરે છે. ઉપરાંત વાહનની ઉપર લગાડવાની નંબર પ્લેટ ઈસ્યુ કરે છે. ખાનગી વાહન માટે કાળી પ્લેટમાં સફેદ અક્ષરો દ્વારા અને ટેક્ષી માટે પીળી પ્લેટમાં કાળા અક્ષરો દ્વારા નંબર દર્શાવવામાં આવે છે. આ પ્લેટની એક સાઈઝ પણ નિશ્ચિત કરવામાં આવી છે. તેમ છ્તાં અનેક વાહનો ઉપર ફેંસી અને ધોરણ કરતા નાની પ્લેટો લગાડવામાં આવતી રહે છે. કેટલાક વાહનો ઉપર લાલને બ્લુ કલરની પ્લેટો જોવા મળે છે જે આવી પ્લેટ વાળા વાહનો પોલીસો/આરટીઓ ઓફિસના સ્ટાફના અથવા મળતીયાઓના છે તે સુચવે છે. તો કેટલાક વાહનો ઉપર સાંકેતિક શબ્દો લખવામાં આવે છે જેવા કે સરકાર, જય માતાજીના, જય આશાપુરા, જય ખોડિયાર, માં, મહેર, આયર વગેરે જે પણ આ વાહનો અમુક જુથના હોવાના સંકેત પોલીસ અને આરટીઓના અધિકારીઓને છડે ચોક આપે છે કે જેથી આવા સાંકેતિક નંબર પ્લેટ કે નામ ધરાવનાર વાહનોને કોઈ ગુન્હાહિત કામમાં સંડોવાયેલ હોય તો પણ ડીટેઈન નહિ કરવા સુચવતા હોવાની પૂરી સંભાવના નથી શું ? આમ આરટીઓ ઓફિસ અને પોલિસનું ગાંધી-વૈદનું સહિયારું ચાલ્યા કરે છે.

આ આરટીઓ જ વાહન ચલાવવા લાયસંસ આપવા સત્તા ધરાવે છે અને જે માટે અરજદારે ટેસ્ટ આપ્યા બાદ પ્રથમ લર્નીંગ આપવામાં આવે અને બાદ ફરી ટેસ્ટ લઈ કાયમી અપાતુ હોય છે. લાયસ્ંસ મેળવવાની ઉમર 18 વર્ષની નિયત થયેલી હોવા છ્તાં નાની ઉમરના અને કોઈપણ ટેસ્ટ આપ્યા સીવાય અસંખ્ય લોકોને ઘરે બેઠા આવા લાયસ્ંસ અપાઈ જાય છે. ઘેર બેઠા લાયસંસ મેળવવું તે કેટલાક લોકો માટે પ્રતિષ્ઠા બની ચૂકી છે. આવા લાયસ્ંસ મેળવનારાઓ માર્ગો ઉપર અકસ્માતો માટે જવાબદાર હોય છે કારણ કે તેઓને વાહન ચલાવવાના નિયમોની જાણકારી હોતી નથી અને જાણકારો પણ સોપા પાડ્વા બેફામ વાહનો ચલાવતા રહે છે. આ માટે ભ્રષ્ટાચાર જ માત્ર જવાબદાર છે.

( 3 ) થોડા દિવસો થયા વડોદરા છું અને અહિ અમારા ઘરનું બીએસએનએલ BSNLનું બ્રોડ-બેન્ડ કનેકશનની કનેક્ટીવીટીનો પ્રોબ્લેમ છેલ્લા 4 દિવસ થયા ચાલી રહ્યો હતો. આ માટે અવાર નવાર ફરિયાદ કરવા છતાં કોઈ સુધારો થવો તો બાજુ પર રહ્યો પરંતુ બે દિવસ થયા બ્રોડ-બેંડ કનેકટ થવાનું બિલકુલ બંધ થઈ ગયું. ઓફિસમાં રૂબરૂ જઈ ફરિયાદ કરવા છતાં 4 થી પણ વધુ દિવસો સુધી ચાલુ નહિ થયું માત્ર જવાબ મળતો કે, પ્રયાસો ચાલુ છે, ફોલ્ટ શોધીએ છીએ, પકડાતા જ ચાલુ થઈ જશે ! આમ રામ ભરોસે હોતી હે ચલતી હે ચાલ્યા કરે છે ! કોઈ સાહેબોને પણ આ સમસ્યા હલ કરવાની ઉતાવળ હોય તેવું જણાયું નહિ હતું ! પરિણામે ક્યારે ક ગ્રાહકોને વિચાર આવે કે પ્રાયવેટ કંપનીઓ તરફ બીએસએનએલના ગ્રાહ્કો વળે તેવી સાઝિશ અર્થાત મીલી ભગત તો આવા ફોલ્ટ માટે કામ નહિ કરી રહી હોય ને ? આવા વિચાર માટે ગ્રાહકોને દોષ ના આપી શકાય !

( 4 ) શિક્ષણમાં પણ બાળકોને પ્રવેશ અપાવવાથી ડોનેશન ચાલુ થાય છે. શિક્ષક તરીકેની નોકરી મેળવવા લાયકાત નહિ ધરાવનારને પણ લાંચ-રુશ્વત દ્વારા નોકરી મળી શકે છે. વગેરે અનેક દુષણો અસ્તિત્વ ધરાવે છે.

( 5 ) પોલીસ ડીપાર્ટમેંટમાં એફઆઈઆર નોંધાવા જનાર ફરિયાદીને જ આરોપી સમજી લેવામાં આવે છે અને એ રીતે જ તેની સાથે વ્યવહાર કરાતા ફરિયાદી ફરિયાદ નોધાવ્યા સીવાય જ ચાલતી પકડે છે અને આમ ગુન્હાનું પ્રમાણ ઘટી રહ્યું છે તેવા આંકડાઓ સમયે સમયે પ્રસિધ્દ્ધ કરાતા રહે છે. જો કોઈ મહિલા બળાત્કાર અંગે ફરિયાદ કરવા જાય તો સ્ત્રી દાક્ષિણ્ય દર્શાવવાને બદલે ફરિયાદ નોંધતા પહેલા જ એવા ક્ષોભ જનક સવાલો કરવામાં આવે છે અને કેટલાક પોલીસ સ્ટેશનમાં જ મહિલા ઉપર પોલીસો દ્વારા જ બળાત્કાર થતા રહ્યાના સમાચારો અવાર નવાર અખબાર અને ફરજ પડેલી તે મામલો દેશભરમાં ખૂબ જ ચકચાર જગાવનાર બનેલો !

( 6 ) જ્યુડીસીયરી/ ન્યાયતંત્ર – અદાલતો દેશભરની અદાલતોમાં લાખો કેસો પેંડીગ પડેલા છે ઉપરાંત ચુકાદા આવતા વર્ષોના વર્ષો પસાર થઈ જાય છે.અને સામાન્ય નાગરિકો પણ ન્યાયતંત્રમાંથી વિશ્વાસ ગુમાવી રહ્યા છે. સાઠ વર્ષ બાદ આવેલો અયોધ્યાનો ચુકાદો તેનું જીવંત ઉદાહરણ છે. ઉપરાંત તાજેતરના ભૂતકાળમાં દેશના ભૂતપૂર્વ કાયદા પ્રધાને સર્વોચ્ચ અદાલતમાં એક સોગંદનામુ પુરાવા સાથે રજૂ કરી જણાવ્યું હતું કે સર્વોચ્ચ અદાલતના અર્ધો અર્ધ અર્થાત આઠ ન્યાયાધીશો ભ્રષ્તાચારી છે જેમાંથી છ સામે પુરાવા રજૂ કરવાં આવેલા જ્યારે અન્ય બે બાબત ચોક્ક્સતા નહિ હોવાથી પુરાવા રજૂ નહિ કરેલા. આથી એમ માનવાને કારણ રહે છે કે આ દેશમાં હવે ન્યાય ઈવન વર્ષો પછીના વિલંબ બાદ મેળવવા માટે પણ જનતાને ભ્રષ્ટાચારી માર્ગો શોધવા ફરજ પડશે !

( 7 ) રેવન્યુ/ટ્રેઝરી ઓફિસ, જીલ્લા ઉધ્યોગ કેન્દ્ર, વેચાણ વેરા ઓફિસ, પંચાયત ઓફિસો, પીડબલ્યુડી, જાહેર બાંધકામ ખાતું, સીંચાઈ ખાતું રેલ્વે, કસ્ટમ, એકસાઈઝ્ વગેરે દરેક ઓફિસમાં વર્ક કલ્ચરને લાગે વળગે છે ત્યાં સુધી અદભુત સામ્યતા મળતી જણાશે ! દરેક ઓફિસોમાં ભ્રષ્ટાચાર જાણે શિષ્ટાચાર બની ચૂક્યો છે ! કોઈ પણ કામ કરાવવા/કઢાવવાની જાણે આ એક સીસ્ટમ બની ચૂકી છે અને જે કોઈ નાગરિક આ સીસ્ટમ પ્રમાણે કામ કરાવવામાં સહકાર ના આપે તો તેનું કામ નિયમસરનું હોવા છતાં ટલ્લે ચડાવી એટલો તો વિલંબ કરવામાં આવે કે પેલો હારી થાકીને કાંતો કામ પડતું મૂકે અથવા લાંચ-રુશ્વત આપી છેડો ફાડે ! ટૂંકમાં સરકાર કેન્દ્રની હોય કે, રાજયની, જાહેર ક્ષેત્રની બેંકો હોય કે, વિમા કંપનીઓ કે, અન્ય સંસ્થાઓ દરેક જગ્યાએ વર્ક કલ્ચરમાં એક સમાનતા, એકતા નજરે પડે છે ! વર્ક કલ્ચર ઉપર દર્શાવ્યું છે તેવું જ અથવા તેથી પણ બદતર પ્રવર્તે છે.

આજે અર્થાત 11, ઓક્ટોબર, 2010 ને સોમવારના અખબારમાં એક સમાચાર વાંચવા મળ્યા દેશની સર્વોચ્ચ અદાલતે કોઈ કેસમાં એમ કહ્યું કે, ઈકેમ ટેક્ષ, સેલ્સ ટેક્ષ અને સેંટ્રલ એકસાઈસ ખાતામાં કોઈ કામ ભ્રષ્ટાચાર વગર નિપટતા નથી. અને આ વાત મહદ અંશે સાચી છે તેની પ્રતીતિ મોટા ભાગના લોકોને થઈ ચૂકેલી હોય છે.

કેન્દ્ર્ની કે રાજ્યની સરકારો લાંચ-રૂશ્વત વિરોધમાં કડક કાયદાઓ આમ જનતાને મૂર્ખ બનાવવા ઘડતી રહે છે. જે કાયદાઓ અસ્તિત્વમાં છે તેની કોઈ અમલવારી કોઈ કક્ષાએ કરાવવામાં સરિયામ નિષ્ફળ ગયેલ આ સરકારો કડક કાયદાઓ અર્થાત કાયદાની ચુંગાલમાંથી છૂટવા વધુ અને વધુ મોટી રકમનો ભ્રષ્ટાચાર ! એટલું સાદુ સમીકરણ ના સમજી શકે તેટલી ભોટ, અજ્ઞાન કે અબુધ પ્રજા હવે રહી નથી.

દરેક ખાતાઓના જાત અનુભવ નહિ હોય, એવું વિચારેલ છે કે, હવે પછીના વર્ક કલ્ચર ( 3 ) ના લેખમાં આપ સૌ વાચક મિત્રોના પ્રતિભાવો દ્વારા જે ફીડ બેક વર્ડપ્રેસ તથા GUJARATI- ગુજરાતી ની સાઈટ ઉપર આજ સુધી મળ્યું છે કે મળી રહ્યું છે તેનુ સંકલન કરી તમામ વાચક મિત્રોના નામ સાથે આ પ્રતિભાવો રજૂ કરવા. આથી તમામ વાચક મિત્રોને મારી નમ્ર વિનંતિ છે કે જે મિત્રોએ આજ સુધી પોતાના અનુભવો /પ્રતિભાવો ના જણાવ્યા હોય તે સૌ બનતી ત્વરાએ દર્શાવે જેથી આ વર્ક કલ્ચર સામે આપણાં સૌનો બુલંદ અવાજ અન્યો માટે પ્રેરણા સ્ત્રોત બની રહે !

મિત્રો તમામ સ્તરે-જાહેર કે ખાનગી-પ્રવર્તમાન વર્ક કલ્ચરને લોકાભિમુખ બનાવવા માટે આપના સુચનો અનિવાર્ય છે તો હવે પછીના લેખમાં આ સુચનોનો પણ સમાવેશ કરી શકાય તે માટે સુચનો જણાવવા હાર્દિક વિનંતિ છે.

Advertisements

11 comments

 1. Inertia or for whatever reasons, the judgment pronounced by an officer is not enforced, despite repeated reminders. The higher authority, when approached, directs to report to the same officer who is not implementing his own verdict. The helpless citizen cannot dare to puff against the wind for fear of reprisal. This disables the victim resulting in miscarriage of justice. Why and under whose pressure execution of judgment is inordinately delayed is easy to determine but difficult to divulge. Neither the officer nor the higher-ups respond to your entreaties. After giving equal opportunity to both the parties, hearing them patiently, and examining the documents/evidence adduced by both the parties the decree has been finally arrived at by the officer. The judgment is lawful, just and fair. What prevents him to implement? These are some difficult questions. The answer is with the implementing officer. One of the reasons may be extraneous pressure.

  Regarding this, the Gujarat High Court in the case of Ishwarbhai mentions some worthwhile remarks. It says that, as soon as the judgment is delivered, that becomes the operative pronouncement of the Court. But if it not enforced what remedy is available to secure its effective implementation.

  A protector and enforcer of the rule of law tests the tenacity and endurance of the complainant for reasons best known to both sides. If you succumb, you lose something and achieve lawful end that suffered deliberate mortification of delay. Departmental bias deflects the truth. Your genuine and heart aching voice gets lost in the labyrinth of official corridor. One waits hungry and thirsty for unlimited hours for an audience and returns home high and dry dejected and frustrated. In anguish, he feels that justice may greet him posthumously. He is not sure. These are personal outburst emanating from blatant injustice meted out to a very senior citizen. Ours is a far cry before a deaf administration. There is no silver lining against this malady.

  Like

 2. આ મુદ્દા પર લેખ લખવાનો વિચાર મને પણ આવેલો. ખાસ કરીને આવા લોકો જ્યારે આપણી આસપાસમાં હોય, એમના લીધે કુટુંબમાં વિખવાદો પણ થતા હોય (છાશવારે રજાઓ લઇને એમના બીજા પર્સનલ કામો કર્યા કરે) છતાં એવા લોકો વડીલ હોય એટલે કાંઇ કહી શકાય નહિ. ત્યારે એટલો ગુસ્સો આવે, ઉપરાંત આપણને સલાહો આપ્યા કરે. બાંધ્યો પગાર હોય, ટેબલ નીચેની પણ આવક હોય, બીજા કેટલાય પર્સનલ કામો થતા હોય એટલે પોતે હોંશિયાર અને બીજા બધા ડોબા એવું વર્તન હોય ત્યારે ખરેખર દિલ કકળી ઉઠે. તમારા આવા લેખોનો ખૂબ પ્રચાર થાય એ ખૂબ જરુરી છે.

  Like

 3. કાયદો કે કાનુન બનાવી દીધા પછી થી તેનો અમલ કરાવવો આપણા હાથમાં છે. આ દેશ લોકતાંત્રિક છે અને અહીં લોકશાહી ચાલે છે. જે દેશમા લોકશાહી અને લોકતંત્ર હોય છે ત્યાની પ્રજાને સોઉથી પ્રથમ જાગ્રત બનવું પડે અને જે કાયદા બને તેનો વિરોધ કે અમલ કરાવવો તે લોકોના હાથમાં હોવાથી આંદોલન કે વિરોધ દ્વારા તે કડક કાયદાનું પાલન કરાવવું રહ્યું. માટે આપને સરકારને દોષ ન દેતા આપને પણ એ કાયદાના નકારાપણાના ભાગીદાર આપને પણ શીએ. ભ્રષ્ટાચાર ક્યારે થાય જયારે આપને પણ તેમાં સહભાગી બનીએ ત્યારે અથવા તો આપને અસંગઠિત હોઈએ ત્યારે. આપનામાં જ એકતા નથી ત્યારે તે લોકો આપની પાસે થી ચરી ખાય છ ને? પેલી કહેવત આજના સમયે વધુ લાગુ પડે છે “આવ ભાઈ હરખા આપને બેય હરખા”, જો જો એક હાથે ક્યારેય તાળી નથી પડતી. માટે જેટલી સરકાર અને તેના પાઈદળિયા જવાબદાર છે તેટલા જ આપને જવાબદાર છીએ. એક સામાન્ય ઉદાહરણ લઈએ પ્લાસ્ટિક નો ઉપયોગ ના કરવો પણ આપને કરીએ છીએ કોઈ જ ખોફ વગર. ‘અહીં ના થૂંકવું, દંડ થશે.’, અહીં પેશાબ ના કરવો, દંડ થશે’, અહીં ધુમ્રપાન કરવાની મનાઈ છે’ વગેરે. હવે આપે જ વિચારીએ કે કાયદો કોના માટે બને છે ને લોકતાંત્રિક દેશમાં કોની જવાબદારી બને છે.
  હરેશ પરમાર

  Like

 4. તામારા આ અભિયાનથી જાગૃતિ આવે અને પોતાની હૈયાઉકલતથી કશોક સુધાર થાય તેવી અબ્યર્થના..
  એક જ વિનંતી ..
  નકારાત્મકતા જરૂરી છે. પણ પ્રેરણા મળે તેવા, વાસ્તવિક જીવન પ્રસંગોને બહોળી પ્રસિદ્ધિ મળે તેવા પ્રયાસો પણ સૌ મિડીયાએ કરવા જોઈએ.

  Like

 5. HAM NAHI SUDHRE GE
  E BHART NO MUDRA LEKH CHE,
  ETLE GAME ETLI BUMO PADO,
  EMNA KAN NE KOI ASR THATI J NATHI,
  E TO EM SMJE CHE KE TAME BUMO PADTA BHALA NE
  AME SABHLTA BHALA,
  CHATAYE KAHEVAY KE MERA BHART MAHAN,
  ARE TAME JARA VICHAR TO KARO KE,
  PARDESH THI BHART AAVVA MATE KETLI HADMARI BHOGVVI PADE CHE,
  PAN EM NATHI VICHARTA KE JO AAMJ CHALU RAHESE TO KON KETLA VARS AAVSHE,
  KARN KE NAVI PEDHI NE ETLI MAYA NAHI HOY NE AA RITE HERAN THAVA KARTA TO-
  INDIA AAVVANO VICHAR J PADTO MUKSHE, PAN DESH NE KAYA CHINTA CHE KAL NI.
  EK FILIPINO WORLD TUR PAR JATI HATI ME KAHYU KE INDIA JA, INDIA SARAS CHE,
  TO TE KAHE KE, SORRY PAN MARA BIJA FRIENDS NO ANUBHAV CHE KE INDIA MA KHUB HERAN KARE CHE, ME KAHYU KE TARI FRIEND NI KOI BHUL HASE, ENE MARA –
  SAMU JOVU E, JANE CHE KE HU MARA DESH NO PAX LAVU CHU NE ,HU JANU CHU KE ENI FRIENDE SACHU J KAHYU CHE, AARE AAVA TO GHANA BADHA DAKHLA CHE,
  JAVADO…. KAYA KAYA FRIYAD KARVI, KON SABHRE TEM CHE.
  MERA BHART MAHAN

  Like

 6. મુ. શ્રી અરવિંદભાઈ,
  આપે બહુ અગત્યનો મુદ્દો રજૂ કર્યો છે. વર્ક કલ્ચરનું કથળવું અને ભ્રષ્ટાચારનું ફાલવું એક જ સિક્કાની બે બાજુ છે અને બન્ને એકબીજાને મદદ કરે છે. વર્ક કલ્ચર સારૂં હોય એનો અર્થ જ એ કે કરપ્શન નથી. પણ કરપ્શન માટે વર્ક કલ્ચરને બગાડવું જરૂરી છે. ભુજમાં ધરતીકંપ થયો એમાં રાહત આપવામાં પણ ભ્રષ્ટાચાર થયો હોવાનું સાંભળવા મળ્યું છે. આમ આપણે કોઈ પણ સંજોગોમાં પૈસા કમાવા માગીએ છીએ.આજે કરપ્શનના એવા નવા નવા રસ્તા આપણે શોધી લીધા છે કે સંસદસભ્યો સવાલ પૂછવાના પૈસા લેતાં પકડાયા!
  આપે બ્રૉડબૅન્ડ માંડ ઠીક થવાની ફરિયાદ છે. મારો અનુભવ પણ એવો જ છે. પરંતુ મને એક સજ્જને કહ્યું કે તમે ઠીક કરવાના પૈસા આપવાની ચિંતા કરો છો, મોટા સરકારી અધિકારીઓને ફૉલ્ટ ખરાબ રહેવા દેવાના પૈસા પ્રાઇવેટ ટેલીકોમ કંપનીઓ આપે છે! એટલે તંત્રને અંદરથી ખરાબ કરી દેવાની ડ્યૂટી આ અધિકારીઓ નિષ્ઠાપૂર્વક બજાવતા હોય છે. હું નથી જાણતો કે આ આક્ષેપ સાચો છે કે ખોટો. પણ આપણા દેશમાં સ્થિતિ એવી છે કે કઈં પણ સાચું માનવા મારૂં મન તૈયાર છે.

  Like

 7. Though the series is eye opener, and interesting to read.

  Still the government department is bad , the government ‘s “trsas” is batter than private “tras”. One can held the government employee responsible, where in case of private companies, if the employee done bad to public, and if it is beneficial to company, he will be promoted.

  There are other sides (brighter) of each department / institute. That may also require to highlight.

  Each one have different experiences about the other.

  I beg to say
  “Pahelo patthar e mare ke jene paap na kariy hoi”

  I do have some bad experience.

  -> Bus never stops on the bus stop, but stops where his regular passanger staning , far from the busstand.
  -> TT , in railway gives the ticket after you give them some extra bucks.
  -> the food in railway are … There was a TV report that there is no tea, but the coloured water in the name of the tea served in the train.

  -> I am shopping from one particular shop. While taking the curd, “Dahi” , I always checks the expiry date. But when ever i asked for the curd, the shopkeeper, always gives me the older packet available with him, after exchange of few words, he gives me the latest stuff . When I asked him that i am checking the expiry date each time, why are you giving me older one. He replies “atleast one time you would takes the older packet” !!!!

  -> At vaishov devi temple, you can have the “haka nuddle” plate , (Small) at Rs 25. Which is available at rs 10 with thrice the quantity.

  -> At Tirupati temple, there are separate line for darshan as per the donation one gives, 50/100/500/1000 and so on…

  -> Rickshaw will charges the double in case of the city bus strike.
  – > private buses will charges bauble, in case of train canceled.

  -> people crosses the Zebra crossing , even there is red lights. the vehicles also crosses, if no police is standing.

  -> in akashardham there will be extra 1 to 2 rupee charges over and above the MRP. in case of cold drinks, waffer packets, etc..

  -> We never in ques in the bus line.

  -> We always wastes the precious water. Never switched off the lights / fan / TV when it is not actually required to be used.

  -> we takes / gives the dowery. “DAHEJ”

  As the public , member of the society our behavior is such that which leads to such problems. and it reflects in the employee of the government department. They also come from the same society, where we behaves like such.

  Like

 8. Dear Arvindbhai, saras anubhav thyo 6. aaje divyabhasakar ma lekh che P.F 9% interst

  apvanu kem vicharu che, many Account is dead so more interst paid, Telephone

  ni fariyad che, mara baba ni wife no E.C tayar agency marfate thyu hatu pan

  mane E.C malel nathi mamltdar ne office tapas kari to jawab malyo ke duplicate

  kadhav dejo, pan koi chokas jawab malel nahi, have kahe che ke koi pan proff chal che

  aavi vat gani jagya thay che,

  U R,(ashok) Chandrakant patel na jsk

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s