ગરીબી અમેરીકાની અને આફ્રિકાની VIS-A-VIS આપણી —-કેલિડોસ્કોપ – મોહમ્મદ માંકડ

વ્હાલા મિત્રો અને વડિલો

26, સપ્ટેમ્બર, 2010 અને 3, ઓક્ટોબર, 2010 રવિવારની સંદેશની સંસ્કાર પૂર્તિમાં કેલિડોસ્કોપના મથાળા વાળી કોલમમાં શ્રી મોહમ્મ્દ માંકડ દ્વારા ગરીબી વિષે સંવેદનશીલ વ્યક્તિને છેક અંદરથી હચમચાવી દે તેવો લેખ. જ્યારે આ દેશના સત્તાધીશો સીતેરહજાર કરોડ રૂપિયાના ખર્ચે દિલ્હીમાં કોમનવેલ્થ ગેમનો તાસીરો યોજી રહ્યા છે ત્યારેઆપ સૌ મિત્રોને પસંદ આવશે તેમ ધારી સંદેશ અને શ્રી મોહમ્મદ માંકડના સાભાર સૌજન્ય સાથે રજૂ કરેલ છે. મને વિશ્વાસ છે કે આ લેખ વાંચી આપ સૌ મિત્રોનો માહ્યલો ખળભળી ઉઠશે. આપના પ્રતિભાવો જરૂર જણાવશો.

સ-સ્નેહ

અરવિંદ

26 સપ્ટેમ્બર 2010

ગરીબી અમેરીકાની અને આફ્રિકાની VIS-A-VIS આપણી

કેલિડૉસ્કોપ – મોહમ્મદ માંકડ

કહે છે કે અમેરિકામાં છેલ્લા એક વર્ષમાં ગરીબીમાં અસાધારણ વધારો થયો છે. ગરીબીનો દર ઈ.સ. ૧૯૮૦ પછી ગયા વર્ષે સૌથી વધુ ઊંચો ગયો છે. ઓબામા સત્તા પર આવ્યા પછી દર વધતો રહ્યો છે અને એટલે જ આઉટર્સોસિંગ જેવી આર્થિક પ્રવૃત્તિઓ ઉપર નિયંત્રણ મૂકવામાં આવી રહ્યું છે. રોજેરોજ નોકરીઓમાંથી છટણી કરવામાં આવી રહી છે અને નવી નોકરીઓની તકો ઊભી થતી નથી. આમ બેકાર લોકોની વધતી જતી સંખ્યાથી પણ ગરીબી વધી રહી છે. દેશના અડધા બેકારોને છેલ્લા છ મહિનામાં નોકરી મળી નથી. હવે અમેરિકા લોકો માટે લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટી રહ્યું નથી.

વાત એટલેથી અટકતી નથી, પરંતુ અમેરિકાની ખરાબ આર્થિક પરિસ્થિતિને કારણે બીજા અનેક દેશોની પ્રજાએ પણ ઘણું સહન કરવાનું આવશે. ખાસ કરીને જે આફ્રિકન દેશોને સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા કરોડો ડોલરની સહાય મળી રહી છે, એમાં ધરખમ ઘટાડો થશે. ગરીબ દેશો અને ગરીબ પ્રજા વધારે ગરીબ થશે.

એક અહેવાલ એવો છે કે આફ્રિકાના ૨૬ દેશોમાં વસે છે એના કરતાં પણ વધારે ગરીબ લોકો ભારતનાં આઠ રાજ્યો બિહાર, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ વગેરે જેવામાં વસે છે. દેશનાં આઠ રાજ્યોમાં દેશના ૬૪ ટકા ગરીબ લોકો વસે છે. સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ એટલે કે યુએનડીપી દ્વારા ગરીબોની વાસ્તવિક સ્થિતિનું ચિત્ર મેળવવામાં આવ્યું તો દુનિયાભરમાં ભૂખમરાના શિકાર લોકોમાંથી લગભગ અડધોઅડધ લોકો ભારતમાં છે, એવું જાણવા મળ્યું અને યુએનડીપીએ એ અંગે ચિંતા પણ વ્યક્ત કરી છે.
આપણે ત્યાં પહેલી સપ્ટેમ્બરથી રાષ્ટ્રીય પોષણ સપ્તાહ શરૃ થઈને પૂરું પણ થઈ ગયું. એ સપ્તાહ દરમિયાન કુપોષણનો ભોગ બનેલાઓ પૈકી કેટલાને પોષણ મળ્યું હશે એ આપણે જાણતા નથી પરંતુ એક હકીકત છે કે અમેરિકાની ગરીબાઈ અને આપણી તથા આફ્રિકન દેશોની ગરીબાઈમાં ઘણો મોટો ફરક છે.

ભૂખમરા અને અપોષણથી પીડાતા માણસો અને ખાસ કરીને બાળકોને આપણે જોઈએ તો આપણને કમકમાં આવી ગયા વિના રહે નહીં. સ્ત્રી-પુરુષોના પેટમાં ખાડા પડી ગયા હોય છે અને શરીર તો જાણે હાડકાંનું ખોખું હોય એવું બની ગયું હોય છે. ચામડાથી મઢેલું જીવતું જાગતું હાડપિંજર જ જોઈ લો. આદિવાસી મા-બાપ પોતાનાં બાળકોને પોતાની નજર સામે જ મરતાં જોઈ રહેતાં હોય છે.

આજે ગરીબ દેશો અને ગરીબ લોકોની સ્થિતિ વધુ ને વધુ બદતર થઈ રહી છે. અમેરિકામાં ગરીબાઈ વધી છે એમાં બેમત નથી અને અમેરિકામાં વસતા ગરીબો પણ કાંઈ દયા ખાવાને પાત્ર નથી એવું નથી, પરંતુ અમેરિકાની ગરીબાઈ અને બીજા દેશોની ગરીબાઈમાં ફરક છે.

વિશ્વવિખ્યાત સર્જ્યન મેરિયસ બર્નાડે વર્ષો પહેલાં લખેલી એક સત્યઘટના દ્વારા આપણને એની પ્રતીતિ થશે. એમણે લખેલ ઘટના આ પ્રમાણે છેઃ
સેઉલને મેં પહેલી વાર જોયો. એ બુધવારનો દિવસ હતો અને રાતના સાત વાગ્યા હતા. મને એ બરાબર યાદ છે. કેપટાઉનની પ્રખ્યાત ગ્રટે શૂર હોસ્પિટલના રાઉન્ડમાં એ મારો છેલ્લો દર્દી હતો. નાનકડા ભયથી વિહ્વળ સોળ વરસના એ છોકરા ઉપર બીજે દિવસે હૃદયની શસ્ત્રક્રિયા કરવામાં આવનાર હતી. એની ઉંમર સોળ વરસની હતી, છતાં એનું વજન માત્ર બત્રીસ કિલો હતું. એને હાંફ ચડતી હતી. લિવર બગડયું હતું. શરીર પર સોજા હતા અને એના હૃદયના ધબકારા ઘણા વધારે અને અનિયમિત હતા. એના હૃદયના ઉપરના ભાગમાંથી આવતો મર્મર અવાજ આગળ વધેલા હૃદયરોગની સ્પષ્ટ નિશાનીરૃપ હતો. જોકે, બીજા બે વાલ્વ – એ ઓર્ટિક અને ટ્રાયસ્કપીડ-એટલા બધા બગડયા હોય એમ લાગતું નહોતું. એટલે એમને બદલવાની જરૃર નહોતી. મેં સેઉલ સાથે વાત કરી. થોડી વારે એના ચહેરા પરથી ચિંતાની રેખાઓ હટી ગઈ. એ એક ગરીબ આફ્રિકન કાળી ચામડીનો છોકરો હતો. એનું કુટુંબ લાકડાના ઝૂંપડામાં રહેતું હતું. એને બીજાં સાત ભાઈ-બહેન હતાં. દક્ષિણ આફ્રિકાના ક્રૂર કાયદા નીચે એમની ગણતરી રંગીન માણસોમાં ગોરા અને કાળાનાં લગ્નથી જન્મેલ સંતતિમાં થતી હતી. અને એમને રહેવા માટે મકાનોની કોઈ કાયમી વ્યવસ્થા નહોતી.

એના જેવાં બીજા અસંખ્ય બાળકો જેમ સેઉલ પણ બાળપણથી જ માંદો અને કૃશ હતો. સાવ નાનો હતો ત્યારે એ રૃમેટિક ફિવરમાં પટકાઈ ગયો હતો. અને એ તાવના પરિણામે એના હૃદયના વાલ્વને કાયમી નુકસાન પહોંચ્યું હતું. અને શરીર અવિકસિત રહી ગયું હતું. એ છોકરાએ રમકડાં તો ક્યારેય જોયાં જ નહોતાં. આઈસક્રીમનો સ્વાદ ચાખ્યો નહોતો. નિશાળમાં ભણવા ગયો હતો પણ અભ્યાસ શરૃ થયો ન થયો ને છૂટી ગયો હતો. રમતગમત એના નસીબમાં નહોતી. કપડાં શરીર પર ઢાંકવા પૂરતાં માંડ માંડ મળતાં હતાં. જમીન પર બીજાં ભાઈ-બહેનો સાથે સૂઈ રહેવાનું હતું અને જમવામાં – જિંદગીની સૌથી મીઠી પળ એના માટે એ જ હતી. પોતાનાં ભાઈ-બહેનો સાથે સેઉલ એ ક્ષણની રોજ આતુરતાપૂર્વક પ્રતીક્ષા કરતો હતો. પણ જમવામાં ક્યારેક જ કોઈક અજાણી ચીજ મળતી હતી, નહીં તો એક જ વસ્તુ માંડ માંડ મળતી હતી – સોંઘી, લૂખી બ્રેડ, અને એ પણ ક્યારેક મળતી નહોતી.

રાત્રે ઘરે પાછા ફર્યા પછી મોડે સુધી મને એ છોકરો યાદ આવ્યા કર્યો. બીજે દિવસે એનું ઓપરેશન હતું. દવાખાનાની મોટી સફેદ પથારીમાં એને કેવું એકલું એકલું લાગશે એની કલ્પના મને આવી શકતી હતી. હું એની પાસે વધુ બેસી શક્યો નહોતો અને છતાં એની આંખોના ડરને વાંચી શક્યો હતો. જો મારી પાસે વધુ સમય હોત તો હું એને જરૃર હૈયાધારણા આપી શકત કે ઓપરેશનથી ડરવાની કોઈ જરૃર નહોતી, વિજ્ઞાન એટલું આગળ વધ્યું છે કે એના હૃદયની ખામીને સુધારીને જિંદગી જીવવાની એક વધુ તક એને મળી શકે એમ છે. પણ એવી તક મળે તોય શું? ગરીબીના જે ખાડામાં એ છોકરો જન્મ્યો છે, ત્યાંથી ક્યારેય બહાર નીકળી શકશે ખરો?
બીજે દિવસે એનું ઓપરેશન હતું. હું ડોક્ટર હતો અને અગાઉ પણ મેં ઘણાં ઓપરેશન કર્યાં હતાં. ધનવાનોનાં જ નહીં, ગરીબોનાં પણ ઓપરેશન કર્યાં હતાં, પરંતુ સેઉલને જોઈને મને ગરીબી વિશે આવા વિચારો આવતા હતા, અને મોડે સુધી આવતા રહ્યા.

બીજે દિવસે સેઉલને ઓપરેશન ટેબલ પર લેવામાં આવ્યો. એને એનેસ્થેસિયા આપવામાં આવ્યો હતો. અને પાંચ કલાકના ઓપરેશન માટે તૈયાર કરવામાં આવ્યો હતો. ઓપરેશન અટપટું હતું. મેં મારું કામ શરૃ કર્યું…
(વધુ આવતા અંકે)
03 ઓક્ટોબર 2010
કેલિડોસ્કોપ
ગરીબી વિષે થોડુક વધુ — મોહમ્મ્દ માંકડ
કેલિડોસ્કોપ – મોહમ્મદ માંકડ

એક તરફ લાખો ટન અનાજ સડી જાય છે. પણ એના યોગ્ય વિતરણની વ્યવસ્થા આપણી પાસે નથી. સત્તાસ્થાને બેઠેલાઓની એ અંગે કોઈ જવાબદારી ખરી કે નહીં? સુપ્રીમ કોર્ટે વહીવટી બાબતમાં દખલ કરવી પડે એ વહીવટદારો માટે શરમજનક બાબત નથી? અલબત્ત, વહીવટના પણ ઘણા પ્રશ્નો હોય છે, પરંતુ આઝાદીના છ દાયકા પછી પણ આપણે કોઈ વ્યવસ્થા નથી ગોઠવી શક્યા એનું એક મુખ્ય કારણ કદાચ આ વહીવટદારો ગરીબ નથી હોતા એ છે આપણા માટે આઘાતની વાત એ છે કે આફ્રિકાની ગરીબી કરતાં પણ આપણા દેશનાં અમુક રાજ્યોમાં વધારે ગરીબી છે. આફ્રિકાની ગરીબી કેવી છે એ સમજવા ગયા લેખમાં આફ્રિકન છોકરા સેઉલના ઓપરેશનની જે વાત અધૂરી છોડી હતી એ આગળ જોઈએઃ

બીજે દિવસે સેઉલને ઓપરેશન ટેબલ પર લેવામાં આવ્યો. એને એનેસ્થેસિયા આપવામાં આવ્યો હતો અને પાંચ કલાકના અટપટા ઓપરેશન માટે એને તૈયાર કરવામાં આવ્યો હતો. અમે અમારું કામ શરૃ કર્યું. એની છાતીના હાડકા પર કાપ મૂકવામાં આવ્યો. હૃદય ખુલ્લું કરવામાં આવ્યું. સેઉલના લોહીના પ્રવાહને કાર્ડીઓ – પલ્મનરી બાયપાસ મશીન સાથે જોડી દેવામાં આવ્યો. એ મશીન ઓપરેશન ચાલે ત્યાં સુધી હૃદય અને ફેફસાં બંનેનું કામ કરવાનું હતું. હૃદયના ડાબા ભાગને ખુલ્લો કરતાં જ અમારી ધારણા સાચી પડી. માઈટ્રલ વાલ્વ એટલો બધો બગડેલો હતો કે એને બદલ્યા વિના છૂટકો જ નહોતો. બીજા બે વાલ્વ – ટ્રાયક્સ્પીડ અને એઓર્િટક – પણ બગડેલા હતા, છતાં અમો એ બદલવા માગતા નહોતા, કારણ કે ત્રણ વાલ્વ બદલવામાં મોટું જોખમ હતું. દર્દીનું કદાચ મૃત્યુ પણ થાય. ઓપરેશન હેમખેમ પૂરું થયું. સેઉલનું હૃદય સારું કામ કરવા લાગ્યું. બ્લડપ્રેશર પણ ઠીક હતું. હોસ્પિટલના ખાસ માણસોની દેખરેખ હેઠળ એને રાખવામાં આવ્યો, પરંતુ એ રાત્રે સેઉલનું બ્લડપ્રેશર નીચું ગયું અને લોહીનું પરિભ્રમણ અનિયમિત બન્યું. અમે ફરી એને તપાસ્યો. બધા ડોક્ટરો એ વાત પર સંમત થયા કે છોકરાની જિંદગી જો બચાવવી હોય તો બાકીના બે વાલ્વ પણ બદલી નાખવાની જરૃર હતી.

હું સેઉલ પાસે ધીમા પગલે ગયો અને બીજા ઓપરેશનની વાત કરી. એણે એના ગરીબડા ચહેરે મારી સામે જોયું. શ્વાસ લેવા માટે એના મોઢામાંથી ગળામાં એક નળી દાખલ કરવામાં આવી હતી. એ વાતચીત કરી શકે તેમ નહોતો. એકાએક મને કંઈક યાદ આવ્યું. મેં એને હળવેથી પૂછયું, “વિલ જાય યેટ સે, સેઉલ?” (તારી કાંઈ ઇચ્છા છે સેઉલ?) એણે ધીમેથી માથું નમાવ્યું. બાજુમાં ઊભેલી નર્સે એને કાગળ અને પેન્સિલ આપ્યાં. અને એ છોકરાએ એના ગરબડિયા અક્ષરમાં, એની સામાન્ય છતાં તીવ્ર ઇચ્છા કાગળમાં લખી, ‘સ્ટુક્કી બ્રુડ’ (રોટીનો એક ટુકડો). મને આંચકો લાગ્યો. અવાક્ થઈને હું ઊભો રહ્યો. સતત પીડા અને ડર વચ્ચે અને માથે મોટું ઓપરેશન ઝળુંબતું ત્યારે એ ગરીબ છોકરાએ પોતે પેટ ભરીને જેનો આનંદ ક્યારેય માણ્યો નહોતો એવી એની જાણીતી એકમાત્ર ચીજની માંગણી કરી. “સેઉલ, મેં ભારે અવાજે કહ્યું, તને બ્રેડ તો ન આપી શકાય, ઓપરેશન પહેલાં કાંઈ ખાવા ન અપાય, પછી તારી ઇચ્છા પડે એટલી બ્રેડ ખાજે.” એણે આંખો બંધ કરીને એ વાત સ્વીકારી લીધી.

બીજી વાર ઓપરેશન શરૃ થયું. ફરી છાતી ખોલવામાં આવી. ફરી બાયપાસ મશીનની કામગીરી શરૃ કરવામાં આવી. પહેલાં એઓર્િટક વાલ્વની તપાસ કરવામાં આવી, એ બગડેલો હતો. એની જગ્યાએ પ્લાસ્ટિકનો વાલ્વ મૂકવામાં આવ્યો. એ જ રીતે ટ્રાયકસ્પીડ વાલ્વને પણ બદલવામાં આવ્યો.
હવે સેઉલના હૃદયને એની કામગીરી ફરી સોંપવાની હતી, બાયપાસ મશીન બંધ કરી દેવાનું હતું. દરેક વસ્તુની બરાબર ખાતરી કરવામાં આવી. અને મેં કહ્યું, “પંપ, બંધ કરી દો.”
થોડી વાર સેઉલનું હૃદય કામ કરતું રહ્યું. પણ એકાએક જ એનું બ્લડપ્રેશર નીચું જવા લાગ્યું. ફરી બાયપાસ મશીન ચાલુ કરવામાં આવ્યું. દવા આપીને હૃદયના ધબકારા બરાબર કરવામાં આવ્યા. દસ મિનિટ વીતી ગઈ. બીજો પ્રયત્ન કરવામાં આવ્યો. નિષ્ફળ.

અડધી કલાક અમે પ્રયત્ન ચાલુ રાખ્યા. વારંવાર બાયપાસ મશીન ચાલુ-બંધ કરવામાં આવ્યું. વારંવાર અમને નિષ્ફળતા મળી. સેઉલનું હૃદય જીવનનો ધબકાર પકડતું નહોતું. આસપાસ ઊભેલા બધા માણસોની આંખમાં એક વાત સ્પષ્ટ દેખાતી હતી, સેઉલનું હૃદય વધુ ને વધુ ખરાબ થતું જતું હતું.
છતાં એક વધુ વખત મશીન ચાલુ કરવાની મેં સૂચના આપી, અને થોડી વાર રહીને કહ્યું, “બંધ”
બધા ડોક્ટરો સેઉલના હૃદય સામે તાકી રહ્યા. ધીમેથી એ કામ કરતું બંધ થઈ ગયું.

ઓપરેશન થિયેટરમાં ચૂપકીદી છવાઈ ગઈ. હું દૂર હઠી ગયો. ગાઉન, માસ્ક, કેપ મેં ઉતારી નાખ્યાં. મને સેઉલના વિચારોએ ઘેરી લીધો હતો. મારા જેવા ડોક્ટર માટે ઓપરેશન એ દરરોજનું કામ છે. પણ સેઉલ… સોળ વરસનો છોકરો. માત્ર ગરીબી અને હાડમારી સિવાય જીવનમાં એણે બીજું કશું જોયું નહોતું. બીમારી વખતે એને અદ્યતન હોસ્પિટલમાં લાવવામાં આવે છે. સારામાં સારા ડોક્ટરો એની સારવાર કરે છે. તદ્દન આધુનિક યંત્રો કામે લગાડવામાં આવે છે. અને હજારો રૃપિયાની કિંમતના વાલ્વ એના હૃદયમાં મૂકવામાં
આવે છે.

પણ એની એકમાત્ર ઇચ્છા – જે કાયમથી એના હૃદયમાં સળગતી હોય છે તે ક્યારેય આપણે પૂરી કરી શકતા નથી : સ્ટુક્કી બ્રુડ, રોટીનો એક ટુકડો.
ડો. મેરિયસ બર્નાર્ડે એમના જીવનમાં બનેલી આ સત્યઘટના લખી છે, એ આજે વર્ષો પછી પણ એટલી જ પ્રસ્તુત છે, કારણ કે આજે પણ ગરીબ લોકોની એ જ પરિસ્થિતિ છે કે કરોડો રૃપિયા તબીબી સારવાર પાછળ કે ગરીબી દૂર કરવા વપરાય છે, પણ ગરીબને રોટીનો ટુકડો હાંસલ થતો નથી.

એક અંદાજ પ્રમાણે લગભગ ૬ કરોડ બાળકો ભારતમાં કુપોષણનો ભોગ બનેલાં છે. આપણા દેશની ચાલીસ ટકા પ્રજાની રોજની આવક રૃપિયા ૨૦ની નીચે છે. અને બીજી તરફ આપણે વિકાસનાં બણગાં ફૂંકીએ છીએ કે વધતાં જતાં વિકાસ દરથી હરખાઈએ છીએ. એક તરફ લાખો ટન અનાજ સડી જાય છે. પણ એના યોગ્ય વિતરણની વ્યવસ્થા આપણી પાસે નથી. સત્તાસ્થાને બેઠેલાઓની એ અંગે કોઈ જવાબદારી ખરી કે નહીં? સુપ્રીમ કોર્ટે વહીવટી બાબતમાં દખલ કરવી પડે એ વહીવટદારો માટે શરમજનક બાબત નથી?
અલબત્ત, વહીવટના પણ ઘણા પ્રશ્નો હોય છે. ખેડૂતોને પોષણક્ષણ ભાવ મળી રહેવા જોઈએ તે પણ એટલી જ અગત્યની બાબત છે, પરંતુ આઝાદીના છ દાયકા પછી પણ આપણે કોઈ વ્યવસ્થા નથી ગોઠવી શક્યા એનું એક મુખ્ય કારણ કદાચ આ વહીવટદારો ગરીબ નથી હોતા એ છે.

સાહિર લુધિયાનવીનું ગીત છેઃ
ભરા હો પેટ તો સંસાર ઝગમગાતા હૈ,
લગી હો ભૂખ તો ઈમાન ડગમગાતા હૈ.

અહીં સત્તા પર બેઠેલાઓની દૃષ્ટિમાં જ ફરક છે. જેમનું પેટ ભરેલું છે એમને ક્યારેય એ નહીં સમજાય. એમને તો ચારે દિશામાં માત્ર વિકાસનાં જ દર્શન થશે.
રાજ્યના એક પૂર્વ નાણામંત્રીના અવલોકન મુજબ કે “આપણે જ્યારે સ્વરાજ માટે લડવા નીકળ્યા ત્યારે ભારતની જનસંખ્યા હતી એટલી વસતિ તો આજે ગરીબીની રેખા નીચે જીવે છે.”

તેમણે વિકાસ અને વિકાસદરની વાત કરતા બીજો પણ એક મહત્ત્વનો પ્રશ્ન ઉઠાવ્યો છેઃ “આ વિકાસને આપણે ક્યાં જોવો? ઓરિસાના નિયામગિરિ કે દાંતેવાડામાં કે પછી બોરીવલીના દોઢ લાખ રૃપિયે ચોરસ ફૂટ જમીન ખરીદનાર મટકાકિંગના નિવાસસ્થાને?”

દેશની ગરીબાઈને જો નજરઅંદાજ કરવામાં આવતી રહેશે અને માત્ર વિકાસના આંકડાઓ જ ધ્યાને લેવામાં આવશે તો ભવિષ્યમાં આપણાં માટે એ ઘાતક પણ પુરવાર થઈ શકે છે. આજે નક્સલાઈટ પ્રવૃત્તિને જે બળ મળ્યું છે એ ગરીબાઈની જ પેદાશ છે. આપણે એ યાદ રાખવું જોઈએ કે ગરીબાઈ જે રીતે લાચારીને જન્મ આપે છે એ જ રીતે ઉગ્રતા, ક્રૂરતા અને આક્રમકતાને પણ જન્મ આપે છે.

Advertisements

6 comments

 1. Arvindbhai, your article and DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)’s comments are very good. It brings me a point, I have nothing more to say. I fully agree with doctor.

  My family is doing the same: no donation to religeous organizations; COOPERATION and funding to FOOD BANK and helping food kitchens, help for abused people.

  Patharo ne badale “Jivta – Jagata” devo ni puja. Slowly I learn to avoid religeous donations from my children.

  You had article about Swiss Bank — yes we need money in India to feed people, and stop building bigger temple rather buid bigger kitchen to feed people. Sadavrat kya khovai gaya?
  very interesting..
  thx – Geeta

  Like

 2. તારી કાંઈ ઇચ્છા છે સેઉલ?) એણે ધીમેથી માથું નમાવ્યું. બાજુમાં ઊભેલી નર્સે એને કાગળ અને પેન્સિલ આપ્યાં. અને એ છોકરાએ એના ગરબડિયા અક્ષરમાં, એની સામાન્ય છતાં તીવ્ર ઇચ્છા કાગળમાં લખી, ‘સ્ટુક્કી બ્રુડ’ (રોટીનો એક ટુકડો). ……

  પણ એની એકમાત્ર ઇચ્છા – જે કાયમથી એના હૃદયમાં સળગતી હોય છે તે ક્યારેય આપણે પૂરી કરી શકતા નથી : સ્ટુક્કી બ્રુડ, રોટીનો એક ટુકડો……………
  After the True Story…the Author says>>>>

  દેશની ગરીબાઈને જો નજરઅંદાજ કરવામાં આવતી રહેશે અને માત્ર વિકાસના આંકડાઓ જ ધ્યાને લેવામાં આવશે તો ભવિષ્યમાં આપણાં માટે એ ઘાતક પણ પુરવાર થઈ શકે છે.
  Arvindbhai,
  It is really sad the “poor of India ( & other poor Countries) are neglected”by those with the “power to do something”…and also neglected by the Government.
  In India, the Rich & even the “not so rich” will spend the money for Mandirs & personal gains/interests…but show the “empty pockets” when the question comes for feeding the poors….Here in America, an average person is ready to help the poor..if that poor does not find that “help”..there are places where the Poors can go & fill the “stomach”…these places often “privately funded”…but the Government also play its role in a positive manner.
  When will Indians thinks that “Jan Seva is Prubhu Seva”….Feeding the Hungry OR assisting the Poor is the HIGHEST VIRTUE ???
  God will be pleased to see a Person doing the “Seva” then one building the “Temples” or “offering Money & Prasadi”!
  I may like India to a Poor Nation but a Nation where ALL Poors & Hungry are taken care of…& brought to the mainstream Society as a Productive Persons by the efforts to teach the “ways of Earning” in the Society at Large !
  I am dreaming now…I am doing my part…& hoping for a Major Change in the Future !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Arvindbhai…Thanks for your recent Comment on Vijaybhai’s Blog for a Post on me !..Please DO visit Chandrapukar to read the Posts on HEALTH !

  Like

 3. વડીલ…… આપે તો મને રડાવી નાખી … હજીય આંખો માં આંશુ ની ઝાંય વળેલી છે …. આપની વાત સાવ સાચી છે, અમેરિકાની ગરીબાઈ અને બીજા દેશોની ગરીબાઈમાં ફરક છે….. આપના સામાન્ય માણસો ના પણ Limitations હોય છે … તે છતાંય જેટલું જ્યાં અને જેવી રીતે પહોચાય એમ કરતા રહેવું … અને સૌથી મોટી વાત … આજ સંવેદના અને સમજણ મારા બાળકોમાં પણ બરોબર ઉતારી રહી છુ ….. અત્યાર સુધી તો લાગે છે કે સફળ થઇ છુ … પોતાની birthday celebrate કરવા માટે પાર્ટી કરવાને બદલે …રાત્રે ગાડીમાં કપડા અને ખાવાનું લઇ ને નીકળવાનું પસંદ કરે છે …

  Like

  1. આ લેખ વાંચી હું પણ રડી પડેલો અને તેથી જ ગરીબી અંગે વાસ્તવિક ચિત્ર રજૂ કરતો આ લેખ બ્લોગ ઉપર મૂક્વા વિચાર્યું. આપ બાળકોને જે રીતે કેળવી રહ્યા છો તે સુંદર પ્રયાસ માટે અબિનંદન્ આપણામાં રહેલી સંવેદનાઓ મરવી નહિ જોઈએ અને અન્યોમાં પ્રગટે તેવા સક્રિય પ્રયત્નો કરવા ઘટે ! આપની જાણ માટે હું પણ જ્યારે કોઈ એવો પ્રસંગ આવે ત્યારે આપણી આસપાસ રહેલા જરૂરિયાત મંદ લોકોને શોધી મારી મર્યાદા સાથે કંઈક કરતો રહુ છું. મારા ગત જન્મ દિને મે 70 વર્ષ પૂરા કરતા અમારા વિસ્તારમાં જે કોઈ ભાઈ/બહેનો ઘર કામ કરવા આવે છે તેમના અંદાજે 75 બાળકો માટે પીઝા અને આઈસ્કીમની એક નાની એવી પાર્ટી રાખેલી અને બાળકો અને તેમના મા-બાપોના ચહેરા ઉપર અમે ખુશી અને આનંદ જોયેલા તે કયારેય ભૂલી શકાય તેમ નથી. આ વર્ષે હું બહાર હોઈ મારી પત્નીના જન્મ દિને તમામ ઘરકામ કરવા આવતા ભાઈ/બહેનોને એક બેડ-શીટ આપવા વિચાર્યું છે સાથે બાળકો માટે કોઈક મીઠાઈ પણ ખરી ! આ સીવાય માંદગી સબબ દવાના ખર્ચ કે અભ્યાસ માટેની ફી વગેરે આપતો રહુ છું. અમારા બાળકો પણ આવી જ રીતે તેઓ જ્યાં છે ત્યાં વર્તી રહ્યા છે જેનો અમને ખૂબ જ આનંદ અને ખુશી છે.
   આભાર મુલાકાત અને પ્રતિભાવ માટે ! ચાલો આવજો ! મળતા રહીશું !
   સ-સ્નેહ
   અરવિંદ

   Like

 4. દેશની ગરીબાઈને જો નજરઅંદાજ કરવામાં આવતી રહેશે અને માત્ર વિકાસના આંકડાઓ જ ધ્યાને લેવામાં આવશે તો ભવિષ્યમાં આપણાં માટે એ ઘાતક પણ પુરવાર થઈ શકે છે.
  સાવ સાચી વાત છે,આપણ ને ખાલી કાગળ ઉપર વિકાસ દેખાય છે.બિહાર માં તો ભૂખે મરતાં બાળકો દર માં સળગાવી ને ઉંદર પકડી ને શેકી ને ખાઈ જતા હોય છે.શું કરે ભૂખ નાં જુએ એંઠા ભાત એવું છે.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s