***** ગણેશ ચતુર્થી – “વડિલ અભિવાદન દિન મનાવો !!!” *****

***** ગણેશ ચતુર્થી – “વડિલ અભિવાદન દિન મનાવો !!!” *****

મારાં વ્હાલા સ્વજનો અને પ્રિય મિત્રો, આપણો સમાજ આવતી તારીખ 11 સપ્ટેમ્બર 2010 ને ભાદરવા સુદ ચોથના દિવસે કોઈપણ જાતના ભેદ-ભાવ વગર ગણપતિનું પૂજન-સ્થાપન્ કરશે ! અને ખુશ ખુશાલ બની મહોત્સવ મનાવશે !

ત્યારે આ ક્ષણે ! આવો આપણે સૌ આપણાં પોતાના ગણ-પરિવાર-ના પતિ અર્થાત વડા/વડિલ અર્થાત દાદા-દાદી કે માતા-પિતાનો પણ ગણપતિની સાથોસાથ માન-આદર અને સત્કાર કરી તેમના તરફ કૃતજ્ઞનતાની લાગણી વ્યકત કરી કૃત્-કૃતાર્થ થઈએ ! અને આપણો પરિવાર આવનારા દિવસોમાં તેમના તથા ગણપતિના આશીર્વાદથી વધુ અને વધુ ફાલે-ફુલે અને અનેક નવી સિધ્ધિઓ હાંસલ કરે તેવી બંને સમક્ષ વંદન કરી પ્રાર્થના કરીએ !

આજના આ શુભ-દિવસને પરિવારના વડા/વડિલ અર્થાત દાદા-દાદી કે માતા- પિતા તરફ કૃતજ્ઞનતા વ્યકત કરવાના દિવસ તરીકે ઉજવીએ અને સમગ્ર પરિવાર ખુશ્-ખુશાલ અને મઘ્-મઘતો બની રહે તેવું પ્રાર્થી આ દિવસને એક નવું પરિમાણ આપી રહીએ !

ફાધર્સ ડે, મધર્સ ડે, ફ્રેંડશીપ ડે વગેરે પશ્ચિમના આંધળા અનુકરણ કરનાર હે ભારતીયો ! આવો આજે આ દિવસને વડિલ અભિવાદન દિન તરીકે ઉજવી એક નવી ભારતીય પ્રણાલીકા સ્થાપીએ અને ઘેર ઘેર આ દિવસને ગણપતિ સાથે જ પરિવારના વડા/વડિલ તરફ કૃતજ્ઞનતા વ્યકત કરવાનો દિવસ તરીકે વર્ષો વર્ષ મનાવતા રહીએ અને તેજ રીતે આ પવિત્ર દિવસને “વડિલ અભિવાદન દિન” તરીકે ઓળખ પણ આપી રહીએ !
મને વિશ્વાસ અને શ્રધ્ધા છે કે આપ સૌ મારી આ વાત સાથે સહમત થશો અને આપના પરિવારમાં આ દિવસને મનાવશો ! અસ્તુ !!

સ-સ્નેહ
અરવિંદ

નોંધ:- આ સાથે ગણપતિ-ગણપતિનો જ્ન્મ્-ગણપતિનું સ્વરૂપ્-ગણપતિનું પૂજન-ગણપતિનું વાહન ઉંદર વગેરે વિષે વિગતથી મારાં વિચારો દર્શાવતો એક લેખ મારા બ્લોગ ઉપર મૂકેલ છે જેની લીંક નીચે આપી છે જે વાંચી-વિચારી આપના પ્રતિભાવો જણાવવા વિનંતિ છે. https://arvindadalja.wordpress.com/ગણપતિ/

Advertisements

3 comments

 1. A short Post with a “SUNDAR ” suggestion ….worth giving a thought !
  But let there be Ganesh Chaturthi ALWAYS within the Hearts os ALL & always RESPECT the ELDERS !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Arvindbhai,….Inviting YOU & your READERS to my Blog Chandrapukar to READ the Posts onHEALTH !..Hope to see you & ALL there !

  Like

  1. શ્રી ચન્દ્રવદનભાઈ
   આભાર મુલાકાત અને સુંદર પ્રતિભાવ માટે ! આપની વાત સાચી છે કે હંમેશ માટે વડિલોને માન અને આદર આપવા જોઈએ તેમ છતાં વર્ષમાં એક વાર જ્યારે વિશિષ્ટ રીતે ગણપતિ સ્થાપન અને પૂજન કરવામાં આવે છે ત્યારે તે દિવસે તો ખાસ મ ખાસ વડિલોનું અભિવાદન કરવાના દિન તરીકે ઉજવવો જોઈએ વડિલો તરફનું ઋણ આ રીતે કંઈક અંશે ચૂકવી શકાય તેમ મારું માનવું છે.
   સ-સ્નેહ
   અરવિંદ

   Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s