***** શિરડીમાં બીન સરકારી અર્થાત ખાનગી એર પોર્ટ ?? !! ?? *****

***** શિરડીમાં બીન સરકારી અર્થાત ખાનગી એર પોર્ટ ?? !! ?? *****

એક સમાચાર પ્રમાણે મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લામાં આવેલા સાંઈબાબાના મંદિરના દર્શને દર વર્ષે લાખો ગરીબો અને શ્રીમંતો આવતા રહે છે. ગરીબો કલાકો સુધી લાઈનમાં ઉભા રહી દર્શન કરે છે અને યથા શક્તિ દાન આપે છે. આ દાનની રકમમાંથી ભક્તો માટે સગવડો ઉભી કરવામાં અવે છે અથવા કોઈ સંસ્થાને દાન પણ આપવામાં આવે છે. હવે મહારાષ્ટ્રની સરકારે શિરડીની યાત્રાએ આવતા શ્રીમંતો માટે રૂપિયા 260 કરોડને ખર્ચે એર પોર્ટ બનાવવાનું નક્કી કર્યું છે.આ ખર્ચ પેટે રૂપિયા 100 ( એકસો ) કરોડ મંદિરમાં દાન પેટે આવેલી રકમમાંથી ફાળવવા સરકારે નક્કી કરતા આ સામે સ્થાનિક રહેવાસીઓ જબરજસ્ત વિરોધ કરી રહ્યા છે. ગરીબ ભક્તોએ પોતાની પરસેવાની કમાણીમાંથી સાંઈબાબાને જે રકમ અર્પણ કરી હોય અરે ક્યારે ક મંગત પૂરી કરવા ભૂખ્યા રહીને બચત કરેલી રકમ અહિ દાન સ્વરૂપે ધરાવી હોય તે રકમ શ્રીમંતોના આવન-જાવન માટે એર પોર્ટ બનાવવાના નિર્ણયનો વિરોધ કરવા શિરડી બંધનું એલાન કરવામાં આવ્યાના સમાચાર પણ મળે છે.

સાંઈબાબાના દર્શનાર્થીઓની સંખ્યા અંદાજે રોજ ના 30000 હજાર આસપાસ રહે છે.ગુરૂવારે તો આ સંખ્યા 70000 ઉપર પહોંચી જતી હોય છે તહેવારોમાં આ સંખ્યા 1.50.000 એક લાખ પચાસ હજારથી પણ વધી જતી હોય છે. મંદિરની રોજની આવક આશરે સાઠ લાખ રૂપિયાની છે અને વાર્ષિક આવક અંદાજે 210 કરોડ રૂપિયા થવા જાય છે. તિરૂપતિ બાલાજી પછી દેશના સૌથી વધુ શ્રીમંત મંદિર તરીકે આ શિરડીના મંદિરની ગણત્રી થઈ રહી છે.

2003ની સાલમાં મહારાષ્ટ્રસરકારે કાયદો કરી આ ટ્ર્સ્ટનો વહીવટ પોતાના હસ્તક લઈ લીધો ત્યારે પણ સાંઈબાબાના ભક્તોએ આ પગલાંનો વિરોધ કરેલો પણ સત્તા આગળ તેમનું કાંઈ ચાલ્યું નહિ.

સાંઈબાબાના દર્શનાર્થે આવતા શ્રીમંતો માટે એર પોર્ટ બનાવવા શિરડીમાં 300 એકર જમીન સરકારે તૈયાર કરી છે. આ એરપોર્ટનું બાંધકામ કરવા માટે શ્રી સાંઈબાબા એરપોર્ટ ચેરિટેબલ ટ્ર્સ્ટની રચના કરવાની સરકારની યોજના છે. આ ટ્ર્સ્ટના અધ્યક્ષ જે રીતે મંદિરના અધ્યક્ષ મહારાષ્ટ્ર સરકારના મુખ્ય પ્રધાન છે તે રીતે મુખ્ય પ્રધાન જ રહેશે. શિરડી એરપોર્ટ બાંધવાનો ખર્ચ અંદાજે 260 કરોડ રૂપિયા થશે તેમાંથી માત્ર 40 કરોડ રૂપિયા સરકાર આપશે 100 કરોડ મંદિરના દાન પેટે આવેલી રકમમાંથી લેવામાં આવશે અને બાકીની રકમ ભક્તો પાસેથી દાનના સ્વરૂપમાં મેળવાશે ! ભક્તો તરફથી દાનમાં મેળવાયેલી રકમ તેમને આવકવેરાની 80 સીસી હેઠળ કરમુક્તિનો લાભ પણ મળશે ! આ એર પોર્ટનું ભૂમિ પૂજન કરવા મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન શ્રી અશોક ચવાણ આવવાના હતા તે દાડે શિરડીએ જડબેસલાટ બંધ પાળેલો.

આવા ખર્ચને બદલે ટ્રષ્ટના નાણાં સાધારણ સ્થિતિના ભક્તોની સુવિધાઓ વધારવા તથા આ વિસ્તારના વિકાસ માટે કે સસ્તા દરની હોસ્પિટલો શાળા અને કોલેજો બનાવવા માટે વાપરવાને બદલે શ્રીમંતોની સુવિધા વધારનાર આ સરકારને ગરીબો દેખાતા જ નથી. શ્રીમંતોને વેંચાય ગયેલા આ સત્તાધારીઓની હવે આવી ધાર્મિક સંસ્થાઓના ભંડોળ ઉપર નજર બગડી છે અને સાંઈબાબા જેવા સંતના મંદિરનું પણ વ્યાપારીકરણ કરવા સતત કોશિષ કરી રહ્યા છે. આ પહેલાં પણ સાંઈબાબાની પાદુકા લંડન મોકલવાની યોજના કરેલી કે જેથી ત્યાંથી સાંઈબાબાના ભક્તો પાસેથી ભંડોળ મેળવી શકાય ! પરંતુ સ્થાનિક અને અન્ય ભક્તોના સખ્ત વિરોધને કારને તે યોજના પડતી મૂકવાની ફરજ પડેલી.

આ ટ્ર્સ્ટનો વહિવટ છેલ્લા 6 વર્ષથી મહારાષ્ટ્ર સરકારે નીમેલી કમિટી કરી રહી છે અને જેમાં મોટા ભાગના રાજકારણીઓ જ છે.આ રાજકારણીઓ ગેરવહિવટ કરવા તમામ રાજ્યોમાં એક જ પ્રકારનું ચારિત્ર્ય ધરાવે છે જે હવે લોકોથી અજાણ્યું નથી. આશ્ચર્યની વાત તો એ છે કે 2004ના ઓગષ્ટથી કાયદો અમલમાં આવ્યો હોવા છતાં આજ સુધી ટ્ર્સ્ટના કોઈ નિયમો બનાવવામાં આવ્યા નથી અને તેથી ટ્ર્સ્ટીઓ મન ફાવે તેમ મનસ્વી રીતે વહિવટ કરી રહ્યા છે. કાયદા મુજબ 3 વર્ષે કમિટી બદલવાની હોવા છતાં 6 વર્ષ જેવો સમય થઈ ગયો છતાં કમિટી બદલાઈ નથી અને જૂની કમિટી જ વહિવટ કરી રહી છે. મુંબઈ હાઈ કોર્ટે પણ સરકારને તાકીદ કરી છે કે આ સંસ્થાના નિયમો જલ્દી બનાવો અને જે કોઈ નિર્ણયો લેવાય તેનું રેકોર્ડ વ્યવસ્થિત રાખવામાં આવે તેમ છતાં આજ સુધી કોઈ પગલાં લેવાયા હોવાનું જાણમાં નથી.

આ સંસ્થાનો વહિવટ હાથમાં લેવા સરકારે એવું બહાનું કાઢેલ કે સંસ્થાના ટ્રસ્ટીઓ ગેરવહીવટ કરી રહ્યા હોઈ સરકારે કબ્જો લેવા સિવાય કોઈ વિકલ્પ નથી અને હવે સરકાર પોતે જ માત્ર ગેરવહીવટ જ નહિ દુરૂપયોગ પણ કરી રહી છે. આ સત્તાધારીઓ મંદિરના નાણાંનો ઉપયોગ પોતાના રાજકીય હિતો જાળવવા અને બિનધાર્મિક કાર્યોમાં કરી રહ્યાના ઉઘાડા આક્ષેપો થઈ રહ્યા છે.સરકારમાં બેઠેલા પ્રધાનો પોતાના મતક્ષેત્રને મજબુત બનાવવા આ મંદિરના નાણાં વાપરી રહ્યાના હેવાલો પણ મળે છે.

આજ સુધીમાં મહારાષ્ટ્ર સહિત કોઈ રાજ્યમાં ક્યાંય પણ મંદિરના નાણાંમાંથી એર પોર્ટ બંધાયું હોય તેવું જાણ્યું નથી. સમગ્ર દેશમાં કે દુનિયા ભરમાં એર પોર્ટ્ની માલિકી કોઈ ટ્ર્સ્ટ ની હોય તેવું પણ જાણ્યું નથી. મહારાષ્ટ્ર સરકાર આવું પરાક્રમ કરવા જઈ રહી છે. ત્યારે એક પ્રશ્ન પૂછવાનું મન થાય છે કે આ એર પોર્ટ ટ્ર્સ્ટની માલિકીનું રહેશે તેવી મંજૂરી આપવા માટે કઈ સરકાર સક્ષમ ગણાય ? જો કેન્દ્ર સરકાર આવી પરવાનગી આપવાની હોય તો તે માટે ટ્ર્સ્ટે મંજૂરી મેળવી છે ખરી ? જો મહારાષ્ટ્ર સરકાર આપવા માટે સક્ષમ હોય તો તે માટે અરજી કરવામાં આવી છે ખરી ? કે પછી લોકોને ઉલ્લુ બનાવવાનો આ પણ એક કારસો જ છે ?

જ્યારે સાંઈબાબાના લાખો ભક્તો આથી અત્યંત નારાજ છે અને તેનું કારણ તમામ જાણે છે કે આ રકમમાંથી મોટો ભ્રષ્ટાચાર થવાનો છે અને મંદિરના લાખો રૂપિયા રાજકારણીઓ/સત્તાધીશોના ખીસ્સામાં જ જવાના છે. તો જો મંદિર પાસે ફાજલ રકમ હોય તો ગરીબો માટે મફત/સસ્તાદરનું અન્નક્ષેત્ર શરૂ કરવું જોઈએ ઉપરાંત યાત્રાએ આવતા ભક્તો માટે સારી અને સસ્તા દર વાળી ધર્મશાળાઓ શરૂ કરવી જોઈએ એવી માંગણી ભક્તો તરફથી કરવામાં આવી રહી છે અને જે ખરા અર્થમાં વ્યાજબી પણ છે.

આ ઉપરાંત આ રાજકારણીઓને/સત્તાધીશોને શીરડીમાં જ ઝુંપડ પટ્ટીમાં વસ્તા લોકો માટે આવાસ બનાવવા માટે કેમ વિચાર નહિ આવતા હોય ? અરે દરેક શહેરોમાં અસંખ્ય લોકોને જાહેરમાં જાજરૂ જવાની ફરજ પડતી હોય છે તો આવા લોકો માટે જાહેર જાજરૂ જેવી મૂળ ભુત અને પ્રાથમિક સુવિધા ઉભી કરવા કેમ વિચાર નહિ આવતા હોય ?

મહારાષ્ટ્ર સરકારે અગાઉ પણ અન્ય મંદિરોનો કબજો સંભાળી વહિવટ પોતાના હસ્તક લીધા પછી તેમાં પણ મોટા પાયે ભ્રષ્ટાચાર આચરાઈ રહ્યાની અને કરોડો રૂપિયા રાજકારણીઓ દ્વારા શરૂ કરાયેલી શિક્ષણ સંસ્થાને દાન કરી દેવામાં આવતા મુંબઈ હાઈકોર્ટે પણ આકરી ટીકા કરેલી છે તેમ છતાં આ નફ્ફટ અને નરાધમ રાજકારણીઓએ હવે આ સાંઈબાબાના ભંડોળ ઉપર નજર ઠેરવી છે ત્યારે જો સાંઈબાબાના ભક્તો સહિત અન્ય નાગરિકો પણ જાગૃત થઈ અવાજ નહિ ઉઠાવે તો આવનારા સમયમાં આ રાજકારણીઓ/સત્તાધીશો એક પછી એક મંદિરોના દાનમાં આવેલા નાણાં ફાઈવ/સેવન સ્ટાર હોટેલો બાંધવામાં કે કેસીનો અર્થાત જુગાર ખાના ઉપરાંત દારૂના પીઠા શરૂ કરતા પણ અચકાશે નહિ !

આજના અખબારમાં સમાચાર પ્રસિધ્ધ થયા છે તે પ્રમાણે ( આંન્ધ્ર ) દક્ષિણમાં આવેલા તિરૂપતિ મંદિરના વહિવટમાં પણ સરકાર અને તેના નિમાયેલા વહિવટદારોએ લાખો-કરોડો રૂપિયાનો ગેરવહિવટ કર્યાના સમાચાર છે. વિજયનગરના મહારાજાની મૂળ માલિકીના આ મંદિરમાં કરોડો રૂપિયાના હીરા, ઝ્વેરાત અને આભુષણો રાજવી પરિવાર દ્વારા ભેટ અપાયેલ હતા આ ઉપરાંત ભક્તો તરફથી આવતી ભેટમાં પણ લાખો કરોડો રૂપિયાના સોનું-ચાંદી-હીરા-માણેક્-રત્નો-ઝવેરાત વગેરે સ્વીકારી ભેટની પાકી રસીદ આપવામાં આવે છે અને તેને લોકરમાં રાખવામાં આવે છે જેની ચાવીઓ બે વ્યક્તિ પાસે અલગ અલગ રાખવાની હોય છે અને દર વર્ષે આ આભુષણોનું ઓડિટ કરાવવાનું ફરજિયાત હોવા છતાં દસ વર્ષ થયા ઓડિટ થયું નથી અને બંને ચાવીઓ પણ દસ વર્ષ થયા એક જ વ્યક્તિ પાસે રાખવામાં આવે છે. જે સ્પષ્ટ રીતે દર્શાવે છે કે આ દુનિયા ભરમાં સૌથી ધનિક મંદિરના નાણાંનો પણ માત્ર ગેરવહિવટ જ નહિ પરંતુ દુરૂપયોગ પણ થઈ રહ્યો છે. સંભવ છે કે આવા સરકારી વહિવટ નીચેના અન્ય મંદિરોમાં થતો ગેર વહિવટ પણ ધીમે ધીમે બહાર આવશે ! શ્રધ્ધાળુ ભક્તો પોતાની પરસેવાની કમાણીમાંથી સંભવ છે કે કેટલાક ભક્તો ભૂખ્યા રહીને પણ શ્રધ્ધા સાથે આ મંદિરોમાં ભેટ ધરાવતા હશે તેઓની લાગણીની કે શ્રધ્ધાની કોઈ કિમત કે પરવા આ રાજકારણી સત્તાધીશોને ક્યારે ય હોતી નથી. તેઓને તો પોતાના રાજકીય હેતુ અને સ્વાર્થ માટે ગમેતે કક્ષા સુધી નીચે ઉતરતા કોઈ લાજ કે શરમ આવતી નથી. ત્યારે આવા સંજોગોમાં લોક જાગૃતિ સીવાય કોઈ માર્ગ બચ્યો નથી

આજે સમયની માંગ છે કે દેશના તમામ મંદિરોનો વહિવટ રાજકારણીઓ/સત્તાધીશોના હાથમાંથી આંચકી લેવો રહ્યો અને તે માટે કોઈ દેશભરમાં લોક મત કેળવવા એક ચળવળ ઉભી કરવી રહી !

આ નાણાં દેશના ગરીબી રેખા હેઠળ આવતા લોકોના હિત અને કલ્યાણ માટેની યોજના બનાવી વાપરવા માટે સમગ્ર દેશમાંથી પ્રામાણિક અને પ્રતિબધ્ધ્ આગેવાનોનું એક વિશિષ્ટ પ્રકારના પંચની રચના કરી નાત/જાત્/ધર્મ/સંપ્રદાયના ભેદભાવ ભૂલી એક સંપ બની જબરજસ્ત લોક જુવાળ ઉભો કરવાની સમયનીમાંગછે ત્યારે તમામ નાગરિકો એક સંપ થઈ આ સામુહિક અવાજને બુલંદ બનાવશે ખરા ?

20 comments

  1. મા.શ્રી અરવિન્દભાઈ

    આમ જોઈએ તો પ્રજાતંત્રમા બધું જ પ્રજાનું દેશ અને દેશમાં જે બધું છે તે પ્રજાનું ” સરકાર પણ પ્રજાની, જે કાંઈ ખોટું થતું લાગે તો અટકાવવા પ્રજાએ જ આગળ આવવું રહ્યું.

    ટ્રસ્ટ્મા જે બેઠા હોય છે તે પ્રજાએ સરકારમાં બેસાડેલા રાજઓના સગા-વહાલા જ છે.

    Like

    1. શ્રી પોપટભાઈ
      આભાર મુલાકાત માટે અને પ્રતિભાવ માટે પણ ! પ્રત્યુત્તર પાઠવવામાં મોડા થવા બદલ દરગુજર કરશો ! આવજો ! મળતા રહીશું !
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

  2. Dear Adalja saheb,

    Nice post. Although I am always against income distribution as I take it more as a communist thing, I suggest that the trusts that are handled by various GoMs and bodies should provide all the donations it receives to a charity like INDIA-UNICEF, and then Government should take responsibility of running these Temples / Mosques – this would give it a socialist outlook.

    Having a STRAIGHT income distribution model would be harmful for the very democracy and theology of our nation.

    Do visit my blog http://www.madhav.in – I have a post talking about similar issue.

    Regards,

    Like

    1. શ્રી માધવભાઈ
      આભાર મુલાકાત અને સુંદર પ્રતિભાવ માટે ! આપના બ્લોગની જરૂર મુલાકાત લેવાનું રાખીશ ! પ્રત્યુત્તર માટે વિલંબ થયો છે તો દરગુજર કરશો !આવજો ! મળતા રહીશું !
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

  3. શ્રી ચન્દ્રવદનભાઈ
    આભાર મુલાકાત માટે અને લગભગ મારાં વિચારો સાથે સહમત થવા માટે ! લોકોએ જાગૃતિ બતાવી આ લુચ્ચા/નાલાયક્/નરાધમ રાજકારણી-સત્તાધીશોને એક બની ચમત્કાર બતાવવો રહ્યો !
    સ-સ્નેહ
    અરવિંદ

    Like

  4. ભાઈ શ્રી ,
    આપના મંદિરોમાં ખુબ ધન સંગ્રહ ખુબ જ થયો છે. ક્યારેક સરકાર, ટ્રસ્ટીઓ
    સંતો મહંતો એનો ઉપયોગ કરે છે. દુનિયામાં ગુજરાતી પ્રજા વધુમાં વધુ
    દાન કરે છે. અને બીજા એનો લાભ ઉઠાવે છે. એરપોર્ટ સંસ્થાનના નાણાંથી
    બનાવવું ખોટું છે. લોકોએ જોરદાર વિરોધ કરવો જોઈએ.

    Like

    1. ભાઈશ્રી
      આભાર મુલાકાત અને પ્રતિભાવ માટે ! જન સમુદાયને જાગૃત કરવા સક્રિય બનો તો જ પરિવર્તન થશે ! આવજો ! મળતા રહીશું !

      સ-સ્નેહ
      અરવિંદ

      Like

  5. આવું તો થયા જ કરવાનું.
    રેનેસાં બાદ યુરોપમાં સમૃધ્ધિ આવતાં આમ જ થયું હતું.
    600 વર્ષમાં યુરોપ સુધર્યું . આપણને કમ સે કમ 100 વર્ષ તો થાય જ ને?

    તમારા વિચાર અભિયાનને અભિનંદન અને શુભેચ્છાઓ….

    Like

    1. શ્રી સુરેશભાઈ
      આભાર મુલાકાત માટે અને પ્રતિભાવ માટે પણ ! આપની શુભેચ્છાઓ જરૂર આવનારા દિવસોમાં ધાર્યું પરિણામ લાવશે તેવી આશા રાખું છું. આવજો ! મળતા રહીશું !
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

  6. અરવિંદભાઈ આપે ખુબ જ સાચું લખ્યું છે અને ફક્ત આ એક ટ્રસ્ટ નહિ પણ હાલ લગભગ ટ્રસ્ટ આવક મેળવવા નું સાધન બની ગયા છે,ટ્રસ્ટ એટલે વિશ્વાસ અને આજ ચીજ હવે ટ્રસ્ટો પાસે રહી નથી.લોકો ના દાન ઉપર નભતા ટ્રસ્ટ હાલ ના સમય માં કરોડો અને અબજો રૂપિયા ના માલિક બન્યા છે,શિરડી છોડો આપણા જામનગર માં ચાલતું ખીચડા મંદિર નું ટ્રસ્ટ કે જેને હમણાં સમર્પણ હોસ્પિટલ પાસે ફક્ત ૧૦ લાખ રૂપિયા નો એક વીઘા લેખે ૨૦ વીઘા જમીન લીધી કે જનો ભાવ ખરેખર ૭૦ થી ૮૦ લાખ રૂપિયા હાલતો હતો તો તમે ગણતરી કરો કે ટ્રસ્ટો પાસે બે નંબર ના કેટલા રૂપિયા હશે.

    Like

    1. શ્રી રમેશભાઈ
      આપની વાત સાથે હું સંપૂર્ણ સહમત છું. આપે કબીરાશ્રમની જમીન વિષે કહ્યું તેવું જ રાજકોટમાં અને કદાચ અહિ જામનગરમાં સ્વામીનારાયણ સંકુલ બન્યુ અને બની રહ્યું છે ત્યાં પણ જમીન ખરીદવામાં બે નંબરના જ નાણાંનો ઉપયોગ થયો છે. અને આવા નાણાં આપનારાઓ કઈ અને કેવી પ્રવૃતિમાંથી કરેલી કમાઈ છે તે પણ નાણાં સ્વીકારનારા મહંતો કે સ્વામીઓ અવગત હોવા છતાં સ્વીકારે છે પરિણામે બાહ્યાચારમાં ધાર્મિક દેખાતા એક પણ ભકત ક્યારે ય ઈશ્વર પ્રત્યે વફાદાર હોતો નથી અને ભક્તોની માત્ર સંખ્યા વધે છે પણ આચાર વિચાર વધુ અને વધુ અપ્રમાણિક રીતે તમામ અનૈતિક, અનીતિ અને યેન કેન પ્રકારેણ શ્રીમંત થવા દોટ મૂકે છે પરિણામે દેશભરમાં અનૈતિક, અનીતિ, લૂંટફાટ, ચોરી, છેડ છાડ ,બળાત્કાર, ભેળસેળ વગેરે બે રોક ટોક વધ્યે જાય છે ! ખેર ! આભાર આવજો ! મળતા રહીશું !
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

      1. ઉપરના જવાબમા પ્રણામી મંદિર અર્થાત ખીજડા મંદિર દ્વારા જે જમીન ખરીદાય છે તેનો ઉલ્લેખ ભૂલથી કબીરાશ્રમે જમીન ખરીદી તેવો થયેલો છે તો તે ભૂલ સુધારી ખીજડા મંદિર વાંચવું !

        Like

      2. ગાંધીજી ને જેમ તમને પણ જુવાન ડોસલા કહેવા પડે,જામનગર માં જ હોવા થી તમને મલવા ની ઈચ્છા રાખું છું મારો મો.ન.૯૮૨૪૨૨૭૫૬૨ છે તમારો મો.ન.આપશો તો મેસેજ દ્વારા તમારા થી કોન્ટેક માં રહી શકું.

        Like

  7. દાન આપવાવાળા માત્ર શ્રદ્ધા થી આપે છે આર્થીક વિષમતા દૂર કરવા સમાજોપયોગી કાર્યોમાં દાન નો પ્રવાહ વપરાવો જોઇએ..સાવ અન્તિમ સ્તરના લોકો આર્થિક રીતે ઉપર આવવા જોઈએ તેને જ ક્રાન્તી કહેવાય..નહિ તોધર્મસંસ્થા પણ મૂડીવાદી કેપીટાલીસ્ટ જ કહેવાય..અને શોષણ્કર્તા બની રહે..પરિણામે પૂણ્યના નામે પાપ ઉભું થાય.આપણે ત્યાં કહ્યુ છે, દાનં નામ સંવિભાગઃ..સરખા ભાગે દાનની વહેંચણી કરવી જૉઈએ. ગીતામાં તો દેશ કાળ પાત્ર જોયા વિના આપેલ દાન તામસ આંધળૂં દાન કહેવાય..જો તેનો ઉપયોગ સારા માર્ગે થનાર ન હોય તો ..મંદિરમાં પૈસા લેવાનું બંધ કરવું જોઇએ.

    Like

    1. શ્રી દિલીપભાઈ
      આભાર મુલાકાત અને પ્રતિભાવ માટે ! આપના મત સાથે હું પણ સહમત છું. દાન નહિ સ્વીકારાય તેમ કહેવું ખૂબ જ કઠિન છે વગર મહેનતે અને માત્ર ભક્તોની શ્રધ્ધાથી જે રકમ મંદિરોમાં આવે છે તે નહિ સ્વીકારવાની વાત કોઈક જ માઈનો લાલ કરી શકે બાકીતો મફત કા ચંદન ઘસ બેટા લાલિયા વાળા મોટા ભાગના ટ્ર્સ્ટીઓ હોય છે અને જ્યારે આવા વગર મહેનતે દૂધ દેતા મંદિરોનો વહિવટ સરકારી રાજકારણી-સત્તાધીસો પાસે આવે એટલે તો ભ્ગવાનને નામે ભ્રષ્ટાચારનો જાણ નાયગ્રા મળી ગયો તેમ આ નાણાંનો ઉપયોગ થવાનો તે જો લોકો સમજ પૂર્વક જાગૃત થાય તો જ અટકી શકે !
      આવજો ! મળતા રહીશું !
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

    1. બહેન સીમા
      મુલાકાત માટે આભાર ! ગરીબો કે જે આપણી આજુ બાજુ અને આસપાસમાં જ વસતા હોય છે પણ આપણે તેમના તરફ દુર્લક્ષ કરી ભેટ ધરવા મંદિરોમાં દોટ મૂકીએ છીએ અને એવા લોકોના હાથમાં આપણી પરસેવાની કમાઈમાંથી બચાવેલા નાણાં ક્સાઈઓના હાથમાં લાંબો વિચાર કર્યા વગર મૂકી દઈએ છીએ ! આવા દાનમાં આપેલા નાણાંનો કોણ શું અને ક્યા કામમાં ઉપયોગ કરે છે તે આપણે જાણતા નથી પરિણામે ભક્તોની ભક્તિ અને ભોળપણનો દુરૂપયોગ થતો રહે છે ! ભક્તોએ જ મંદિરોમાં ભેટ ધરવાનું બંધ કરવું રહ્યું ! જલારામ મંદિરને આદર્શ તરીકે સ્વીકારો ત્યાં કોઈ ભેટ સ્વીકારવામાં આવતી ના હોવા છતાં ભક્તોની કે તેમની શ્રધ્ધામાં કોઈ ફરક પડ્યો નથી ઉલ્ટાનો વધ્યો છે ! અસ્તુ ! આવજો ! મળતા રહીશું !
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

  8. લોકોના પૈસે એરપોર્ટ શું કોઈ પણ ફાલતું ખર્ચ ના જ થવા જોઈએ . આપણે મંદિરમાં દાન કર્યા પછી તેનું શું કરવું તે ટ્રસ્ટ , સરકાર કે જે તે સંસ્થાનો પોતાનો આગવો નિર્ણય હોય છે તેને આપણે માત્ર વિરોધ જ કરી શકીએ પણ રોકી તો કદાચ ના શકીએ . આપણે જો તેને રોકી ના શકીએ તો આપણે પોતાની જાતને કે મિત્રોને તેવી સંસ્થા માં દાન ના કરવા માટે રોકી તો જરૂર શકીએ . ભગવાને દાન માટે કોઈ પણ સંસ્થા કે વ્યક્તિને ફ્રેન્ચાઇઝી નથી જ આપી તો શા માટે લોકોએ છેક શિરડી કે અન્ય લોકપ્રિય સંસ્થા સુધી દાન કરવા જવું પડે . આપણે આપણા મનગમતા ભગવાન નું નામ લઇ ઘર આંગણે કોઈ વ્યક્તિ , બાળક કે સંસ્થાને કેમ મદદ ના કરી શકીએ . મંદિરમાં જ દાન કરીએ તો જ મન ને શાંતિ કે પુણ્ય મળે એવો અભિગમ સમાજમાં લોકોએ બદલવો જ પડશે . જ્યાં દાન , સહાય નો વધારો થશે ત્યાં ગેર વહીવટ અને ગોટાળા થવાની સંભાવના વધી જશે તો જ્યાં ખરેખર જરૂર હોય ત્યાં જ મદદ કરી લોકહિત કાર્ય કરવું જોઈએ . ધાર્મિક સ્થળોમાં એક સરસ ઉદાહરણ વીરપુર છે , ત્યાં એટલું બધું ભંડોળ છે કે ત્યાં પૈસા કે અનાજ લેવાની જ ના પાડે છે . વીરપુર જઈ ત્યાની વ્યવસ્થા અને વહીવટ જોવો જ જોઈએ .

    Like

    1. ભાઈશ્રી રુપેન
      આભાર મુલાકાત અને સુંદર પ્રતિભાવ માટે ! જલારામ મંદિરમાં છેલ્લાં 10 વર્ષ થયા કોઈ પ્રકારની ભેટ સ્વીકારવામાં આવતી ના હોવા છતાં લોકોની શ્રધ્ધા અને તેમની તમામ પ્રવૃતિ આજે પણ કોઈ જાતના અટકાવ વગર સફળતાથી ચાલે છે. આજ પણ જલાબાપાના ભક્તો એટલી જ સંખ્યામાં કે કદાચ વધારે નિયમિત રીતે મુલાકાતે આવે છે અને પોતાની શ્રધ્ધા વ્યકત કરતા રહે છે ! દુનિયા ભરમાં મારા ધારવા મુજબ આ એક માત્ર એવું ધાર્મિક સ્થાન છે કે જ્યાં કોઈ પ્રકારની ભેટ કેશ કે કાંઈંડમાં સ્વીકારવામાં આવતી નથી આ વિષે મેં મારા 11 નવેમ્બર 2008 ના મંદિરોની સમૃધ્ધિ 1 માં ઉલ્લેખ કરેલો જ છે. હવે તો લોકોએ જાગૃત થઈ પોતે જે દેવસ્થાન/મંદિરમાં શ્રધ્ધા ધરાવતા હોય ત્યાં કોઈ રકમ ભેટ ધરાવાની આવશ્યકતા રહેતી નથી અને તેમ છતાં તેમની મંગત જે તે દેવોને પહોંચે છે તેવો ધડો આ જલારામ મંદિરમાં ભેટ સ્વીકાર્યા વગર પણ મંગત પૂરી થાય છે તે સ્વીકારી મંદિરોમાં ભેટ ધરાવાનું બંધ કરી પોતાની આસ પાસ/આજુબાજુમાં જે જરૂરિયાત વાળા ગરીબ લોકો હોય તેઓને સહાય કરવાનું સ્વીકારી ભગવાનને રાજી કરતા થવું રહ્યું ! લોકો આ સ્વીકારી શકશે ! આવજો ! મળતા રહીશું !
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

  9. આ નાણાં દેશના ગરીબી રેખા હેઠળ આવતા લોકોના હિત અને કલ્યાણ માટેની યોજના બનાવી વાપરવા માટે સમગ્ર દેશમાંથી પ્રામાણિક અને પ્રતિબધ્ધ્ આગેવાનોનું એક વિશિષ્ટ પ્રકારના પંચની રચના કરી નાત/જાત્/ધર્મ/સંપ્રદાયના ભેદભાવ ભૂલી એક સંપ બની જબરજસ્ત લોક જુવાળ ઉભો કરવાની સમયનીમાંગછે ત્યારે તમામ નાગરિકો એક સંપ થઈ આ સામુહિક અવાજને બુલંદ બનાવશે ખરા ?
    >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>…………….
    Arvindbhai,
    Nice Post !
    The Shirdi Sai Baba Mandir Story !
    But it can be any Mandir Story ….and whether managed PRIVATLY by a Trust or the GOVERNMENT, often there are more stories of “mismanagement “….The Donation received MUST be used for >>>
    1 Keeping the Temple Site nice & improving it
    2 To build Dhamshala for the Devotees
    3 To help the Poor & needy & uplift their living
    4To promote the Education with new Shala & other ways
    5 If possible Bhojanalay…& even if that is not possible, feed the poor & hungry
    6To assist in buiding the Hospitals/Clincs & do service to the sick.
    NOW…
    One can say that the Airport is for ALL Devotees..True !..But, that may be a project by the Government on its own assessment of the needs..& then NOT to use the DONATION FUND !
    Is any or ALL Temple Authorities adopt only a FEW ideas, one can then PROUDLY say this is OUR HINDU DHARM !…And, this Principles apply to ALL DHARMA of this World !
    Just a thought !
    DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
    http://www.chandrapukar.wordpress.com
    Arvindbhai..Hope to see YOU and your READERS on Chandrapukar & read the Posts on HEALTH !

    Like

Leave a comment