@@@ બાળકોને સ્વાશ્રયી-સ્વાભિમાની અને સ્વદેશાભિમાની બનાવો—-માતા-પિતાને એક શીખ !!! @@@

@@@ બાળકોને સ્વાશ્રયી-સ્વાભિમાની અને સ્વદેશાભિમાની બનાવો—-માતા-પિતાને એક શીખ !!! @@@

હમણાં થોડા દિવસ પહેલાં એક પ્રસંગ વાચ્યો જેમાંથી જાણવા મળ્યું કે સ્વામી વિવેકાનંદ ધર્મ પ્રચાર અર્થે અમેરિકા ગયા હતા. ત્યારે તેમની પ્રતિભા અને તેમના વક્તવ્ય અને વિચારોએ અમેરિકાને ઘેલું લગાડ્યું હતું. એક દિવસ સ્વામી રસ્તા ઉપરથી પસાર થતા હતા ત્યારે એક છોકરો છાપાં વેંચતો એમની સામે ઉભો રહી છાપું ખરીદવા કહ્યું અને વારંવાર આગ્રહ કરવા લાગ્યો. સ્વામીએ કહ્યું કે, “મારે છાપું જોઈતુ નથી.” તો પેલા છોકરાએ કહ્યું કે, “બહુ જ સસ્તુ છે તો તમે કેમ ખરીદવાની ના પાડો છો ?”

સ્વામીને થયું કે છોકરો અનાથ હશે ગરીબ હશે કે પૈસાની જરૂર હશે તેથી આગ્રહ કરી રહ્યો લાગે છે. સ્વામીએ પૂછ્યું કે, “તારે મા-બાપ છે ? તે ગરીબ છે ? કમાઈ શકતા નથી કે શું ?” છોકરાએ જવાબમાં કહ્યું કે, “કમાય છે અને સારું કમાય છે !” સ્વામીએ પૂછ્યું “તો આટલી નાની ઉમરે તું કેમ છાપાં વેંચવા નીકળ્યો છે ? “

છોકરાએ જે જવાબ આપ્યો તે આપણાં દેશના માતા-પિતાએ ધ્યાન પૂર્વક વાંચી સમજવાની જરૂર છે. છોકરાએ જવાબમાં કહ્યું કે, “અમે આ દેશના બાળકો એવું માનીએ છીએ કે બાળકે જેટલું બને તેટલું સ્વાશ્રયી જીવન જીવવું જોઈએ ! આમ છાપું વેંચી હું મારો શાળાનો અને કપડાંનો ખર્ચ કાઢી લઉ છું. મારા જીવનને હું સ્વાશ્રયી બનાવી શકું છું તેનો મને આનંદ છે.” સ્વામીજી છોકરાના મોઢા ઉપરની ખુમારી જોઈ રહ્યા ! છોકરાની સ્વાશ્રયીની ભાવનાને બિરદાવી શાબાશી આપી તેનું છાપું ખરીધ્યું ! ત્યારે તેમને સહજ વિચાર આવ્યો કે ભારતમાં કોલેજમાં ભણતા છેલબટાઉ અને બાપાના પૈસે તાગડધિન્ના કરતા અને યૌવનને ફેશનપરસ્તીમાં વેડફી નાખતા યુવક્-યુવતીઓ આ વાત ધ્યાનમાં લે તો ?

આ વિષે આપણાં દેશમાં ખરેખર પ્રવર્તતી પરિસ્થિતિ વિષે વિચાર કરીએ તો પ્રવર્તમાન સમયમાં કેટલાક બાળકો સ્વાશ્રયી થવાની અદમ્ય ઈચ્છા ધરાવતા જોવા મળે છે પરંતુ મા-બાપને પોતાનો બાળક અભ્યાસ કરતા કરતા કામ કરે તે પોતાના મોભાથી ઉતરતું લાગે છે પરિણામે જ્યારે બાળક કામ કરવાની વાત કરે ત્યારે અમે બેઠા કામ કરવાની જરૂર નથી, તમે માત્ર અભ્યાસ કરો, કમાવાનું અને અભ્યાસના ખર્ચ વિષે તમારે કોઈ ચિંતા અમો બેઠા કરવાની નથી. આ રીતે બાળકને હતોત્સાહ કરી તેની કામ કરવાની વૃતિને મોજ શોખ તરફ ધરાર વાળી દે છે. આવા મા-બાપને એ જાણ હોતી નથી કે તે પોતાના બાળક્ને શું સંદેશો આપે છે ! બાળક આવનારા દિવસોમાં કામચોર બને છે અને સમય જતાં મા-બાપને જ ભારે પડે છે. નવરા પડતા મા-બાપને પૈસે તાગડધિન્ના કરે કે ફેશનપરસ્ત ના બને તો જ નવાઈ !

આમ તો મોટાભાગના આપણાં દેશના લોકો અનુકરણ પ્રિય છે અને વિવેક બુધ્ધિ વાપર્યા સીવાય પશ્ચિમની રહેણી કહેણીનું અનુકરણ કરતા રહે છે પરંતુ જે બાબતનું અનુકરણ કરવાથી ચારિત્ર્ય ઘડતર થાય તેવી કોઈ વાતનું અનુકરણ કરવામાં /કરાવવામાં આવતું નથી એ મોટી વિટંબણા છે !

કોઈક વિચારકે કહેલું યાદ આવે છે કે ડીક્શનેરીમાં વર્ક પહેલાં સકસેસ આવે છે. અલબત્ત તે જાણવું અતિ કઠિન છે કે, જગતમાં કેટલાં લોકો આ વાતનું અનુસરણ કરતા હશે ! પણ એક વાત તો ચોક્ક્સ છે કે, અમેરીકામાં 20% થી 25% અખબાર શાળામાં અભ્યાસ કરતા વિધ્યાર્થિઓ દ્વારા વેંચવામાં આવે છે અને તે પણ સામાન્ય રીતે પોતાની સાયકલો ઉપર ઘેર ઘેર પહોંચાડવામાં આવે છે. આવા જાતે જ કામ કરી પોતાના અભ્યાસનો ખર્ચ કાઢવા ઉપરાંત નાનપણથી જ કામના મહત્ત્વની માત્ર સમજ જ નથી કેળવાતી પરંતુ વયસ્કો સાથે કઈ રીતે વર્તવું વગેરે પણ આપો આપ શીખવા મળતું રહે છે. ઉપરાંત આત્મનિર્ભરતા અને આત્મ સન્માન પણ કેળવાય છે કારણ કે, આ કામગીરી પોતે કોઈના દબાણ થી નહિ પણ સ્વૈચ્છિક રીતે સ્વીકારી હોય છે.

અમેરિકામાં મોટી સંખ્યામાં બાળકો કામ કરી રહ્યા છે. અરે ! આપણાં બાળકો કે, જે અમેરીકા અભ્યાસ માટે જતા હોય છે અને અત્રે જે કામ હલકા પ્રકારનુ ગણવામાં/ગણાવવામાં આવતું હોય – જેવાકે હોટેલમાં પ્લેટો ધોવાની, રેસ્ટોરામાં વેઈટર તરીકે, લોનનું ઘાસ કાપવાનું, બગીચાની સફાઈ કરવાની, ઢોરના વાડામાં સફાઈ કરવાની, ડ્રાઈવર તરીકે વગેરે- તેવા પ્રકારના કામ પણ કરવા લાગે છે. અમેરીકામાં કોઈ કામને હલકું ગણવામાં આવતું નથી પરંતુ તમામ કામ કરવાની પ્રવૃતિને ચરિત્રનિર્માણ માટેની એક આવશ્યક અને પ્રાથમિક પ્રવૃતિ તરીકે સ્વીકારવામાં આવી છે.

નાની ઉમરમાં કામ કાજની શરૂઆત કરવાથી અનેક લાભ થતા હોય છે જેવા કે ક્યા કામમાં કેટલું વળતર મળે ? સમય અને કાયદા તથા નિયમો વિષે સમજણ કેળવવી પડે ! ઉપરાંત સામેની વ્યક્તિ સાથે વાતચીત કરવાની અને ક્યારે ક વળતર વધારે મેળવવા માટે કઈ રીતે વાત કરી સામેની વ્યક્તિને પોતાની વાતની વ્યાજબીતા સમજાવવાની કાબેલિયત પણ કેળવવી પડે, જે આવનારા સમયમાં વ્યક્તિની સફળતા માટે મહત્ત્વનું યોગદાન બની રહે છે. હા ! એક વાત સતત યાદ રાખવી રહી કે આવા પ્રકારનું વ્યવહારિક જ્ઞાન કોઈ શાળા કે કોલેજોમાં અપાતું હોતું નથી.

આપણે ત્યાં તો ચાલુ અભ્યાસે બાળક કામ કરવા તૈયાર હોય તો પણ મા-બાપ માત્ર પોતાના સામાજિક મોભાના ખોટા વહેમમાં તેને કામ કરતા રોકે છે અને અમે બેઠા છીએ તમારે કામ કરવાની કોઈ જરૂરિયાત નથી તેમ કહી બાળકને આત્મનિર્ભર બનાવવાને બદલે સ્વછંદ બનવાનો માર્ગ મોક્ળો કરી આપે છે .તમે માત્ર અભ્યાસમાં ધ્યાન કેન્દ્રીત કરો તેવી સુચના અને સલાહો આપ્યા કરે છે પરિણામે ફાજલ સમયમાં આવા બાળકો કામ કરવાને બદલે મા-બાપ પાસેથી મળતી ખીસ્સા ખર્ચીનો બેફામ બીનઉત્પાદક પ્રવૃતિમાં વાપરતો થાય છે અને કેટલાક તો અસામાજિક પ્રવૃતિમાં પણ ઘસડાઈ જાય છે અને તેમાંથી પરત આવવામાં બહુ જ મોડું થઈ જતુ હોય છે !

અરે વેકેશન દરમિયાન પણ મા-બાપ બાળકોને કામ કરવા દેતા નથી. આથી સમાજમાં પણ ખોટા સંકેતો જતા હોય છે તો કેટલાક પરિવારો કે જેમની આર્થિક પરિસ્થિતિ નબળી હોવા છતાં બાળકને કામ કરવા દેતા નથી અથવા વાદા વાદીમાં બાળક કામ કરવા તૈયાર થતું નથી પરિણામે અભ્યાસ પૂરો કરવા કરજ કરવું પડે છે અને મા-બાપ માટે અભ્યાસ એક ભારણ બની રહે છે.

આપણે ત્યાં કેટલાક પરિવારો કે જે આર્થિક રીતે નબળા હોય તેમના કેટલાક સમજદાર બાળકો કામ કરવા પ્રેરાતા હોય છે અને તેમને મા-બાપ પણ કામ કરવા રજા આપતા હોય છે. અમીર લોકોના બાળકોને અમેરીકામાં ભલે કામ કરવા મા-બાપ જ પ્રેરતા હોય પણ આપણાં દેશમાં તો અમીર મા-બાપો પોતાના આર્થિક્/સામાજિક મોભા પ્રત્યે એટલા સભાન હોય છે કે આવો વિચાર કરનાર બાળકને સખ્ત ઠપકો સાંભળવો પડે છે.

પરિણામે બાળક સ્વત્વ કે સ્વાભિમાન માટે ભાગ્યેજ સભાન બને છે અને જે પોતાના સ્વમાન કે સન્માન પ્રત્યે સતર્ક કે સભાન ના હોય તે દેશાભિમાન માટે તો ક્યાંથી કોઈ પ્રકારનો ત્યાગ કે બલિદાન આપવા તૈયાર થઈ શકે ?

અમેરીકા માટે કહેવાય છે કે, તે વસાહતીઓનો દેશ છે અને તેના ઈતિહાસ અર્થાત સંસ્કૃતિને 200-250 વર્ષથી વધુ સમય થયો નથી. જુદા જુદા દેશોમાંથી આવેલી પ્રજાએ આ દેશનું ઘડતર અને ચણતર કર્યું છે. આ દેશ પણ બ્રિટિશરોનો ગુલામ હતો. સ્વતંત્રતા માટે અહિ પણ લોહી રેડાયું છે. પરંતુ દેશ સ્વતંત્ર થયા પછી આ દેશે બ્રિટિશ સંસ્કૃતિ તેના કાયદાઓ નિયમો રૂઢિઓ પરંપરાઓ અરે ભાષા શુધ્ધાં સંપૂર્ણ રીતે બદલી પોતાની આગવી ઓળખ પેદા કરી છે. ત્યાંનો એક એક નાગરિક પોતાના દેશ માટે જે ગૌરવ અનુભવે છે અને તનતોડ મહેનત કરી દેશને જે તરક્કી કરી ટોપ કક્ષાએ પહોંચડ્યો છે તે કાબિલેદાદ છે.

એક બીજો કિસ્સો પણ અમેરિકી પ્રજાના સ્વાભિમાન અને સ્વદેશાભિમાન માટે ખૂબ જ જાણીતો છે. બેંજામિન ફ્રેંકલિન અમેરિકાના લેખક, સંશોધક, વિજ્ઞાની અને સ્વાતંત્ર્ય પ્રેમી હતા. એમણે અમેરિકાની આઝાદી માટે જંગ ખેડેલો એ સમયે અમેરિકા ઈંગ્લેંડના પ્રભુત્વ હેઠળ હતું. અમેરિકા એમાંથી મુકત થવા પ્રયાસ કરતું હતું. વિજ્ઞાની બેંજામિન ફ્રેંકલિન અમેરિકી વસાહતોનું પ્રતિનિધિત્વ ધરાવતા હતા અને જ્યારે સ્વાતંત્ર્યની લડાઈ શરૂ થઈ ત્યારે તેઓ ક્રાંતિના એક સક્રિય સમર્થક બન્યા. ઈંગ્લેંડે અમેરિકા ઉપર સ્ટેમ્પ એક્ટ નામે કાયદો લાગુ કર્યો હતો. તેની વિરૂધ્ધમાં અમેરિકામાં ઘણાં આંદોલનો થયાં .ઈગ્લેંડના હાઉસ ઓફ કોમને આ કાયદો રદ કરવાની વિચારણા માટે એક સમિતિ નીમી. આ સમયે સમિતિના સભ્યોએ અમેરિકી વસાહતોના પ્રતિનિધિ એવા બેંજામિન ફ્રેંકલિનને પૂછ્યું “અમેરિકનો પહેલાં શેમાં ગૌરવ અનુભવતા હતા ?”

મુદ્રક, પ્રકાશક, લેખક અને અમેરિકી વસાહતોની આઝાદી માટે બ્રિટન સામે ઝઝુમતા બેંજામિન ફ્રેકલિને કહ્યું ”ઈંગ્લેંડથી આવતાં કિમતી ફેશનેબલ કપડાં પહેરવામાં ! ” તપાસ સમિતિએ બીજો સવાલ પૂછ્યો “હવે અમેરિકનો શેમાં ગૌરવ અનુભવે છે ? “

બેંજામિન ફ્રેંકલિને ગૌરવભર્યા અવાજે કહ્યું કે “અમારા દેશના જ કપડાં પહેરવામાં અને જો નવા કપડાં ન મળી શકતા હોય તો જૂનાં કપડાં ફરી ફરી સાંધીને પહેરવામાં !”

ઉપર દર્શાવેલા બંને પ્રસંગોમાંથી પ્રેરણા મેળવી આપણાં બાળકોને અનુકરણ કરતાં શીખવવાને બદ્લે આપણું બાળક કમજોર અને અન્ય ઉપર ( ભલે ને તે મા-બાપ જ હોય ) આધારિત બનાવી બાળક સહિત દેશને પણ મોટું નુકશાન પહોંચાડી રહ્યા હોવાનું કેટલા નાગરિકો સ્વીકારશે ?

આપણી આ 5000 થી પણ વધુ જૂની સંસ્કૃતિની વાતો જેવી કે આપણાં પાસે તો પશ્ચિમના દેશો પાસે જે આજે આવેલ છે તે વર્ષો પહેલાં હતું વગેરે કૂપમંડૂક અને મિથ્યાભિમાની માન્યતા/વૃતિ ત્યાગી સ્વાભિમાન અને દેશાભિમાન સાથે ખુમારી પૂર્વક જીવવાના સંસ્કારનું સીંચન કરવાની તાતી જરૂરિયાત છે. આજના યુવાનોએ આ વિષે પહેલ કરતા અચકાવું ના જોઈએ.

આપણાં દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત અર્થાત સ્વતંત્ર થયા 64 વર્ષ થવા આવ્યા તો પ્રજાસત્તાક થયા પણ 61 વર્ષ થવા આવ્યા આ સમય ગાળો ટૂંકો ના ગણાય ! 64 વર્ષની આઝાદી બાદ આપણે અંગ્રેજો પ્રત્યેની ગુલામી માનસિકતામાંથી મુક્ત થઈ શક્યા નથી પરિણામે એક સ્વતંત્ર-સ્વમાની-સ્વત્વશીલ રાષ્ટ્રની પ્રતિભા ઉપસાવી શક્યા નથી.

અરે મારા દેશવાસી મિત્રો દુઃખતો એ વાતનું છે કે સ્વતંત્રતા અને પ્રજાસત્તાક બન્યા બાદ જન્મેલી પેઢીમા પણ આ ગુલામી માનસ નરી આંખે જોઈ શકાય છે. પ્રશ્ન તો એ થયા કરે છે કે શું આપણે એટલા નમાલા અને નબળા છીએ કે આપણું પોતાનું આગવું સ્વમાનશીલ્-સ્વતંત્ર સ્વત્વશીલ્-સ્વાભિમાન અને સ્વાદેશાભિમાનથી ભરપુર રાષ્ટ્ર ક્યારે ય સર્જી નહિ શકીએ ?

અમેરિકા આ કરી શક્યું કારણ ઉપર ઉલ્લેખ કરેલા બે પ્રસંગો સ્પષ્ટ દર્શાવે છે કે બાળકને બચપણ થી જ સ્વાશ્રયી-ઉપરાંત સ્વતંત્ર-સ્વમાની-સ્વાભિમાની અને દેશ માટે ગૌરવ અનુભવવા ગળથુથીમાં જ આવા સંસ્કાર રેડવામાં આવે છે. જ્યારે આપણાં મોટા ભાગના મા-બાપો ( ખાસ કરીને ક્રીમી લેયર ) પોતાની અંગત પ્રતિષ્ઠા-વ્યક્તિત્ત્વ અને યેન કેન પ્રકારેણ ધનિક બનવા દોટ મૂકે છે અને સમગ્ર સમાજને ગુમરાહ કરતા રહે છે. આ વૃતિનો લાભ આજના આ તકવાદી રાજકારણીઓ-સત્તાધીશો-બ્યુરોક્રેટસ અર્થાત અમલદારો કેટલાક વ્યાપારીઓ-ઉધ્યોગપતિઓ અને બાવાઓ-સાધુઓ-સંતો-મહંતો-મૌલવીઓ વગેરે તમામ આજ માર્ગ અપનાવી સમાજને ગેર રસ્તે દોરી પોતાના અંગત સ્વાર્થ દેશની આમ જનતાને ભોગે સાધી રહ્યા છે !

આવનારા દિવસોમાં જો આપણાં દેશને પોતાની આગવી અસ્મિતા-પ્રતિભા વિશ્વના ફલક ઉપર ઉપસાવવી/પ્રગટ કરવી હશે તો આપણાં યુવા ધનને સ્વાશ્રયી-સ્વમાની-સ્વાર્પણ કરનારા-સત્વશીલ અને દેશાભિમાનથી ભરપૂર બનાવવા કઠિન પરિશ્રમ કરવો રહ્યો અને આ ઉત્તરદાયિત્ત્વ નિભાવવા આજના મા-બાપોએ પોતાનામાં રહેલી અંગ્રેજો તરફની ગુલામી માનસિકતા ત્યજવી જ રહી !

યાદ રહે કે, અમેરિકાના નાગરિકોના કૃતનિશ્ચયી અભિગમે જ બાળકોને બાળપણથી જ સ્વમાની-સ્વત્વશીલ સાથે સ્વાવલંબી અને દેશાભિમાની બનાવ્યા છે અને તેથી જ માત્ર 200-250 વર્ષમાં જ આ દેશ દુનિયા ભરના દેશ ઉપર જમાદારી કરી રહ્યો છે આપણા નાગરિકો-યુવાધન વગેરે અનુકરણ પ્રિય તો છે જ પણ આવા વિધાયક્/રચનાત્મક અભિગમનું અનુકરણ કેમ નહિ કરતા હોય તેવો પ્રશ્ન જરૂર ઉઠે છે !

એમ કહેવાય છે અને જોરશોરથી પ્રચાર પણ કરવામાં આવી રહ્યો છે કે ભારત 2020 સુધીમાં સુપર પાવર તરીકે બહાર આવશે ! મને દહેશત છે કે આવો પ્રચાર માત્ર આપણને ભરમાવા માટે અને પેલા ફુલણજી દેડકાની જેમ ફુલાવવા કોઈક આંતર રાષ્ટ્રિય સાઝિશ ચાલી રહી છે. આ પ્રચાર માત્ર એક તુત સીવાય કંઈ નથી. જે દેશનો યુવાન/યુવતી સ્વમાની-સ્વત્વશીલ-સ્વાભિમાની અને સ્વદેશાભિમાની ના હોય તે દેશ ક્યારે ય સુપર પાવર ના બની શકે ! જ્યાં સુધી આ દેશમાં ખખડ ધજ. બુઢિયા કે જેમનો એક પગ સ્મશાનમાં છે. વધુમાં દ્રષ્ટિવિહિન અને પોતાના અંગત સ્વાર્થમાં રય્ચી પય્ચી નેતાગીરી સત્તા ધીશ થઈને બેઠી હોય. જે જન સમુદાયના હિત કે કલ્યાણને પોતાની સત્તા ટકાવી રાખવા ક્ષુલ્લક બાબત ગણતા હોય. ભ્રષ્ટાચારમાં જ રચ્યા પચ્યા રહેતા હોય. તેવા આગેવાનોના હાથમાંથી સત્તાની બાગદોર યુવા પેઢીના હાથમાં નહિ આવે ત્યાં સુધી આ દેશની બદ હાલત જ થવાની છે તે નિઃશંકછે.

મને તો ભય છે હાલનું રાજકારણ જે રીતે ચાલી રહ્યું છે, તે જો લાંબો સમય ચાલશે તો સુપર પાવર બનવાની વાત તો બાજુ રહી જશે અને દેશ વિભાજન તરફ દોરવાઈ જશે અને, ફરીને દેશ ટુકડાઓમાં વહેંચાઈ જશે !
આમ થતું અટકાવવા આ દેશના યુવા ધને જ પહેલ કરવી રહી અને તે માટે, વિધ્યાર્થી અવસ્થાથી જ સ્વાશ્રયી અને સ્વાભિમાની બનવું રહ્યું ! જે માટે મા-બાપોએ – ધનિક કે અન્ય – બાળકોને તેવી જ રીતે કેળવવાનું /તાલીમ આપવાનું નું ઉત્તરદાયિત્વ નીભાવવું જ રહ્યું !

દેશ દાઝ અને દેશાભિમાન ના પ્રગટે ત્યાં સુધી સ્વામી વિવેકાનંદના શબ્દોમાં “ ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મચ્યા રહો !” તે સુત્રને આત્મસાત કરવું રહ્યું ! આપણે અને આપણું યુવાધન આ શકય બનાવી શકશે ખરા ?

Advertisements

16 comments

 1. શ્રી અરવિંદભાઇ,
  હું પણ મારા અભ્યાસ કરતા સંતાનોને
  “”” અમે બેઠા કામ કરવાની જરૂર નથી, તમે માત્ર અભ્યાસ કરો, કમાવાનું અને અભ્યાસના ખર્ચ વિષે તમારે કોઈ ચિંતા અમો બેઠા કરવાની નથી. “””
  એમ જ અત્યાર સુધી કહેતો આવ્યો છું !! હવે થોડી ફેરવિચારણા કરવી પડશે. વાત તો ગળે ઉતરે તેવી છે.
  આથી અત્યારે પહેલાં ઘરમાં સમુનમું કરી લઉં. (બધી નહીં પણ થોડી જવાબદારી બાળકોને પણ સોંપી જોઇએ, મારા એક ધનિક મિત્ર તેમના સંતાનોને વેકેશન દરમિયાન મિત્રોના ધંધામાં પગારવડીએ રખાવે છે, જેની હું હંમેશાથી મજાક ઉડાવતો હતો ! તે પણ આજથી બંધ) સુંદર વિચાર આપવા બદલ આભાર.

  Like

  1. શ્રી અશોકભાઈ
   આપની મુલાકાત માટે આભાર ! માનશો ! આપનો પ્રતિભાવ વાંચી મને મારો આ લેખનો હેતુ જાણે સિધ્ધ થયો હોય તેવું અનુભવ્યું ! આજના જ ભાષ્કરની પૂર્તિમાં આવેલો શ્રી વિધ્યુત જોશીનો લેખ “સમુદ્ર મંથન “ના મથાળા હેઠળ હમણાં જ વાંચ્યો તેઓ એ પણ આપણાં દેશના વર્ક કલ્ચર ઉપર સરસ લખ્યું છે આપની અનુકૂળતા એ જરૂર વાંચશો .
   સ-સ્નેહ
   અરવિંદ

   Like

 2. મા. શ્રી અરવિન્દભાઈ

  1. ) સુપર પાવર બનવાની વાત તો બાજુ રહી જશે અને દેશ વિભાજન તરફ દોરવાઈ જશે અને, ફરીને દેશ ટુકડાઓમાં વહેંચાઈ જશે ! ( ભય બતાવો છો. )

  2. ) જ્યાં સુધી ફરી કોઈ યુગ પુરૂષ નહિ પ્રગટે [ ‘ કે દેશનું વિભાજન નહિ થાય ત્યાં સુધી ‘ ] આ લોકોની લૂંટ ચાલુ જ રહેશે ! [ ઈચ્છા બતવતા હોય એવું ‘ પદ ” લાગે છે ( મારી સમજવામાં ભૂલ હોય શકે !!!! ) ]

  તમારા મૂળ લેખનું વાક્ય અને શ્રી પ્રફૂલભાઈ ને આપેલ જવાબમાં લખાયેલ વાક્ય વચ્ચે
  કાંઈક વિરોધાભાસ લાગે છે. બીજા વાક્ય કૌંશમાં બતાવેલ ” પદ ” સાથે મારા સહિત ઘણા બધા, કદાચ તમે પોતે પણ સહમત નહિં હોવ.

  માત્ર તમારા ધ્યાન પર લાવવા આ લખ્યું છે.

  Like

  1. શ્રી રમેશભાઈ
   આભાર મુલાકાત અને પ્રતિભાવ માટે ! હા કામ કરવાની પ્રવૃતિને ચરિત્રનિર્માણ તરીકે આવશ્યક ગણવી જ રહી ! આવજો ! મળતા રહીશું !
   સ-સ્નેહ
   અરવિંદ

   Like

 3. . અમેરીકામાં કોઈ કામને હલકું ગણવામાં આવતું નથી પરંતુ તમામ કામ કરવાની પ્રવૃતિને ચરિત્રનિર્માણ માટેની એક આવશ્યક અને પ્રાથમિક પ્રવૃતિ તરીકે સ્વીકારવામાં આવી છે……………………
  Arvindbhai, Read your post ! Nice message !
  The above words from your Post are very important.
  In America, ALL type of work or labour are respected. While in India, those who do cleaning work Etc are regarded as “low class”. If we can change this…we will be ahead in our march to સ્વાશ્રયી-સ્વાભિમાની અને સ્વદેશાભિમાની !
  Just imagine those who come from India are not ashamed to manual work of cleaning etc in America…is it for the need of money to survive or just because NOBODY here make the “judgement ” on you because of your work ???
  I hope these children who go back to India will insrumental to bring the “needed change”in India.

  DR> CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Arvindbhai Hope to see you on Chandrapukar to read the Post on HEALTH !

  Like

  1. શ્રી ચન્દ્રવદનભાઈ
   આભાર મુલાકાત અને પ્રતિભાવ માટે ! હા આપણાં દેશમાં પણ તમામ કામને જો માન અને આદરથી જોવાની આદત કેળવવામાં આવે તો જ આવનારા દિવસોમાં દેશ તરક્કી કરી શકે ! ત્યાં આવનારા આપણાં લોકો ગમે તેવું કામ સ્વીકારી કરવા લાગતા હોવા છતાં અહિ આવ્યા બાદ તો ફરી એજ જૂના મોભાની વાતો કરવા લાગે છે અને અરે તેમના જ બાળકો જો કોઈ કામ કરવા તૈયાર થાય તો કરવા દેવા સાફ ઈંકાર કરતા હોય છે. ખોટી કૂટમૂડકતા અને મિથ્યાભિમાન જ આપણાં દેશની કમનસીબી છે !
   સ-સ્નેહ
   અરવિંદ

   Like

 4. મા. શ્રી અરવિન્દભાઈ

  મારા વિચારો-અભિવ્યક્તિ મા. શ્રી પ્રફુલભાઇ ઠારની અભિવ્યક્તિથી જૂદા નથી.

  આ માટે “માનસિક ગુલામી”માથી મુક્ત થવાની જરૂર છે.
  માનસિક ગુલામીપોતાના મનોબળથી દૂર કરી શકાય છે. વ્યક્તિ નોકરી કરે ત્યારે શેઠ-,ઉપરી-મેનેજરના ડરથી સમયસર કે પાંચ મિનિટ પહેલાં હાજર થઈ જાય. એજ વ્યક્તિ રજાના આગલા દિવસે સુવા પહેલાં પોતે જ નક્કી કરે કે, સવારે ઊઠી ઘર-ખેતરનું અમુક ચોક્ક્સ કામ કરીશ. પણ કોઈક્ના ઊઠાડવા છતાં આરમથી ઊઠે, અને સમયસર કામ હાથ પર લેતા નથી. એ જ બિમાર મનોબળ અને માનસિક ગુલામીની નિશાની છે.

  Like

  1. શ્રી પોપટભાઈ

   આપનો આભાર મુલાકાત અને બ્લોગની શુભેચ્છાઓ માટે ! આપ શ્રી પ્રફુલ્લભાઈ જેવી જ લાગણી ધરાવો છો અને હું પણ ! શ્રી પ્રફુલ્લભાઈને જે જવાબ આપ્યો છે તે જ આપને માટે પણ રહે છે !

   સ-સ્નેહ્

   અરવિંદ

   Like

  1. બહેન સીમા
   બ્લોગની મુલાકાતે આવ્યા તે ખૂબ જ ગમ્યું ! લેખ ગમ્યો તે જાણી આનંદ થયો ફરી પણ મુલાકાત લેતા રહી પ્રતિભાવ જણાવતા રહેશો !
   સ-સ્નેહ
   અરવિંદ

   Like

 5. એકદમ સાચી વાત. પણ સમૃદ્ધિ વધવાની સાથે, લોકો વધારે ને વધારે સ્વલક્ષી થતા જાય છે.
  વિવેકાનંદ અને ગાંધીજી જેવા મહાન પુરુષો આપણા દેશમાં જન્મ્યા – અને આપણે પ્રજા તરીકે એવા ને એવા રહ્યા – વધારે બદતર બનતા ગયા.
  વિવેકાનંદનાં ઘણાં બધાં વચનો-
  http://gadyasoor.wordpress.com/?s=%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%95%E0%AA%BE%E0%AA%A8%E0%AA%82%E0%AA%A6

  Like

  1. શ્રી સુરેશભાઈ
   આભાર મુલાકાત માટે ! આપની વાત સાચી છેલ્કો વધુ અને વધુ સ્વકેન્દ્રી બની રહ્યા છે કારણ તેઓને યોગ્ય રીતે દોરનારા નથી વિવેકાનંદ કે નથી ગાંધીજી ! હવે તો રહ્યા લાલુજી મુલાયમ માયાવતી પ્રણવ મમતા સોનીયાજી સરદારશ્રી વગેરે ! દેશના અને લોકોના કમભાગ્ય છે કે આ સર્વે પાંચમી નહિ પણ કદાચ સૌ છેલ્લી કતારીયાના આગેવાનોના હાથમાં દેશની બાગ દોર છે ! આવનારા દિવસોમાં જે થાય તે ખરું !
   સ-સ્નેહ
   અરવિંદ

   Like

 6. શ્રી અડાલજા સાહેબ,
  ખૂબ જ સુંદર અને દરેકને વિચારવા જેવો લેખ છે. જો કે આપણી કમનશીબી એ જ છે કે એ ગાંધીજી,પટેલ વગેરે જેવા જોમ આપનારા આજે આપણી વચ્ચે નથી અને જે છે તે પોતાનુ જ ભલું કરવા બેઠા છે. જેઓ રાજકરણ અને સેવાના બેનર હેઠળ પેઢીઓની પેઢી ખાય તેટલું ધન ભેગું કરવા બેઠા છે.
  આપશ્રીનો ભય સાચો જ છે કે હાલનું રાજકારણ જે રીતે ચાલી રહ્યું છે, તે જો લાંબો સમય ચાલશે તો સુપર પાવર બનવાની વાત તો બાજુ રહી જશે અને દેશ વિભાજન તરફ દોરવાઈ જશે અને, ફરીને દેશ ટુકડાઓમાં વહેંચાઈ જશે !
  આમ થતું અટકાવવા આ દેશના યુવા ધને જ પહેલ કરવી રહી પણ દેશ દાઝ અને દેશાભિમાન ના પ્રગટે ત્યાં સુધી સ્વામી વિવેકાનંદના શબ્દોમાં “ ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મચ્યા રહો !” કે પછી કવિ નર્મદના શબ્દો ‘યા હોમ કરીને પડો ફતેહ છે આગે’જેવા સુત્રોને આત્મસાત કરવું એ પહેલું પગથિયું સમજાવશે કોણ ? અને તમારા મારા જેવા સમજાવનારા ને સમજનારા કેટલા ?
  મારા સ્વ:પિતાશ્રી દેશની આંધાધુંધી જોઇ અને છાપાઓ વાંચી ઘણીવાર ગણગણતા ‘આના કરતાં બ્રિટિશરો સારા હતા કે જે ડિસીપ્લીન તો હતી કે કોઇની મજાલ હતી કે ખોટું કરે ?’જો કે મારા લંડનના થોડા મહિનાના વસવાટ દરમ્યાન મને પણ થોડું મારા પિતાશ્રીની વાતોનું તથ્ય લાગ્યું અને આજે આપણા દેશના લાખો કૂટુંબો પરદેશમાં જઇને વસ્યા છે અને હજી ચાન્સ મળે છે તો જઇને વસવાટ કરે છે.આ એક લાંબી ચર્ચાનો વિષય છે. હાલ મારો પ્રતિભાવ અહીં પૂરો કરૂં છું…
  પ્રફુલ ઠાર.

  Like

  1. શ્રી પ્રફુલ્લભાઈ
   આપના પિતાશ્રી જ નહિ પણ થોડા દિવસ પહેલાં જ એક અખબારમાં સમાચાર વાંચેલા કે તામિલનાડુમાં વસતા એક સ્વાતંત્ર્યી કે જેમણે સ્વતંત્રતાની લડતમાં ગાંધીજી સાથે ભાગ લીધેલો તેઓ એ પણ કહેલું કે આજના કરતા અંગ્રેજોનું રાજ ખૂબ જ સારુ હતું ! ચર્ચિલના શબ્દો તે ખચિત પણે સુચવે છે કે આ દેશના સ્વતંત્રતાની લડતના શરૂઆતના સમયના થોડા આગેવાનોને બાદ કરી નાખો તો આજના આ દિવસોમાં ખરા અર્થમાં આજે આ દેશનું સુકાન લૂંટારાઓ અને ચાંચીઓના હાથમાં જ છે અને આ પ્રાણ વિહીન પ્રજા તેનો ભોગ બની રહી છે અને પેલા નપાવટ નફ્ફટ રાજકારણી-સત્તાધીશો પાવડાથી નહિ પણ બુલ ડોજરથી નાણાં ઉસેડી રહ્યા છે. જ્યાં સુધી ફરી કોઈ યુગ પુરૂષ નહિ પ્રગટે કે દેશનું વિભાજન નહિ થાય ત્યાં સુધી આ લોકોની લૂંટ ચાલુ જ રહેશે !
   આભાર મુલાકાત માટે ! આપની તબિયતની કાળજી પણ લેતા રહેશો !
   સ-સ્નેહ
   અરવિંદ

   Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s