મારા બ્લોગની બે વર્ષની યાત્રા……!!!

11 ઓગસ્ટ 2010
વ્હાલા મિત્રો અને વડિલો

જીવનમાં ઉભી થયેલી એકલતા અને ખાલીપાએ મારી દીકરીના આગ્રહથી અને વર્ડપ્રેસના ગુજરાતી બ્લોગ શરૂ કરવાના સમાચારે મને પણ મારાં વિચારોને શબ્દસ્થ કરવા પ્રેર્યો અને શરૂ થઈ બ્લોગ ઉપર લખવાની આ યાત્રા..

ગુજરાતીમાં લખવા ગુજરાતી સોફ્ટવેર ડાઉન લોડ તો દીકરીએ કરી આપ્યું પણ ગુજરાતી ટાઈપ કોણ કરી આપે ? સૌ પ્રથમ ગુજરાતી ટાઈપ શીખવાનું ચાલુ કર્યુ અને સૌ પ્રથમ ગણપતિ વિષે બ્લોગ ઉપર મારાં વિચારો રજૂ કરી બ્લોગના શ્રી ગણેશ કર્યા ! આમે ય આપણાં સમાજમાં કોઈ પણ શુભ કામની શરૂઆત ગણપતિની સ્થાપના કર્યા બાદ જ થતી હોય છે ને ? કદાચ તે માટે જ મને સૌ પ્રથમ ગણપતિ વિષે જ લખવાનું સુજ્યું હોવા સંભવ છે.

બ્લોગ ઉપર લખવાની શરૂઆત કરતા જ અનેક મિત્રોએ મને બ્લોગની મુલાકાત લઈ પ્રતિભાવો દ્વ્રારા પ્રોત્સાહિત કર્યો પરિણામે આજે મારી બ્લોગની આ યાત્રાને 2 વર્ષ પૂરા થઈ રહ્યા છે. આ બે વર્ષની યાત્રા દરમિયાન મારાં બ્લોગ ઉપર અંદાજે 102 વિષયો ઉપર મારા વિચારોની પોષ્ટ મૂકેલ હતી જેમાંથી અંદાજે 14 પોષ્ટ મારાં વિચારો સાથે સામ્ય ધરાવતી હોઈ અન્ય લેખકો જેવા કે સર્વશ્રી મોહમ્મ્દ માંકડ ગુણવંત શાહ અને ઉર્વીશ કોઠારી તથા મધુસુદન પારેખના લેખો સંદેશ દિવ્ય ભાષ્કર અને ગુજરાત સમાચારની સાપ્તાહિક પૂર્તિમાંથી આપ સૌના લાભાર્થે રજુ કરેલી.

આ બે વર્ષ્ દરમિયાન બ્લોગ ઉપર 21.000/- એકવીસ હજારથી વધારે ક્લીક મળી ચૂકી છે અને બ્લોગની મુલાકાત લેનારા મિત્રોમાંથી અંદાજે 1280 આસપાસ પ્રતિભાવો પણ મળ્યા છે જેનાથી મને ખૂબ જ પ્રોત્સાહન તો મળ્યું જ છે પણ મને નવા નવા વિષયો ઉપર વાંચવા અને વિચારી તેના ઉપર મારાં વિચારોને વ્યકત કરવા તક મળતા મારી એકલતા અને ખાલીપો અંશતઃ ભરાઈ ગયો હોય તેમ સંવેદી રહ્યો છું. આ બ્લોગની પ્રવૃતિ મને માનસિક રીતે ખૂબ જ વ્યસ્ત રાખે છે ! જાણે મારા રોજીંદા જીવનનો એક અવિભાજ્ય હિસ્સો ના બની ગયો હોય !

કેટલાક બલોગર મિત્રો સાથે મારી અંગત લાગણીઓ પણ શેર કરી શકાય તેવી આત્મીયતા કેળવી શકાઈ છે ! આજના આ દિવસે આપ સૌ બ્લોગર મિત્રો તરફ કૃતજ્ઞતા વ્યકત કરુ છું અને સાથોસાથ આવનારા દિવસોમાં પણ આપસૌનો આવી જ રીતે લાગણી અને હુંફ ભર્યો સાથ-સહકાર અને પ્રોત્સાહન મળતા રહેશે તેવી અપેક્ષા સાથે પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું !

આપ સૌની ક્ષેમ કુશળતા ઈચ્છ્તો
સ-સ્નેહ
અરવિંદ

23 comments

  1. અભિનંદન અરવિંદભાઇ 70 વરસની ઉમરે પણ આપ આટલાં બધાં એકટિવ છો.. આપ કોઇ પણ પત્રકારને પણ શરમાવે તેવું લખો છો.. આપનાં લખાણની વિષેશતા એ છે કે આપ પોંઇટ ટુ પોંઇટ લખો છો.. ફરીવાર આપને અભિનંદન

    Like

    1. ભાઈશ્રી માનવ

      ખૂબ ખૂબ આભાર ! પેલી અંગ્રેજીમાં કહેતી છે ને બેટર લેટ ધેન નેવર !

      આપની શુભેચ્છાઓ માટે ખૂબ ખૂબ આભાર ! આવજો ! મળતા રહીશું !

      સ-સ્નેહ

      અરવિંદ

      Like

  2. નમસ્તે !!!!! અરવિંદભાઇ આપ મજામાં હશો.. નવરાશનાં સમયમાં આપનાં લેખો વાંચું છું.. આની પહેલા મે આપનાં એક લેખ પર કોમેંટ પણ લખેલ મનમોહન સિન્હ પર લગભગ મે કોમેંટ આપેલ સારું લખો છો.. અભિનંદન ટુંક સમયમાં જ હું પણ એક બ્લોગ શરુ કરવાનું વિચારી રહ્યો છું આપનાં માર્ગદર્શનની આવ્શ્યકતા પડશે સહકારની અપેક્ષા છે…

    Like

    1. શ્રી મુકેશભાઈ

      આપ બ્લોગની મુલાકાતે આવ્યા અને પ્રતિભાવ જણાવ્યો ઉપરાંત આપ મારાં લેખો આપની અનુકૂળતાએ વાંચતા રહો છો તે જાણી આનંદ થયોં. આપ જે કોઈ લેખ વાંચો તે વિષે આપના પ્રતિભાવો પણ જણાવતા રહો તો મને પ્રોત્સાહન મળે ! આપ આપનો બ્લોગ શ્રૂ કરી રહ્યા છો તે જાણી વિશેષ આનંદ થયોં આ ગુજરાતી બ્લોગ જગતમાં અનેક મિત્રો આપને સત્કારવા તૈયાર છે. આપને જે કાંઈ માર્ગદર્શન જોઈતું હશે તે મારાથી શક્ય હશે તે મળતું જ રહેશે તેની ખાત્રી રાખશો. એટલું જ નહિ પણ અન્ય બ્લોગર મિત્રો પણ ખૂબ જ સહ્ર્દયી અને સહકાર માટે હંમેશા તત્પર જ હોય છે માટે તે વિષે બે ફિકર રહી બ્લોગ શરૂ કરી દો ! આવજો ! મળતા રહીશું !

      સ-સ્નેહ

      અરવિંદ

      Like

  3. Arvindbhai,
    So happy to know that you completed 2 years of Blogging !
    My heartfelt “Congratulations” for the 2nd Anniversary of you Blog !
    It was my pleasure reading the Posts on your Blog.
    Your Posts often talked of the Social Issues …they gave your Observations & your suggestions…but left the “window” for the “opinions” of others. You read these “comments” & even interacted with your Readers.
    I admire that !
    I wish you “All the Best” for the Future !
    It was a pleasure talking to you personally on the phone too !
    DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
    http://www.chandrapukar.wordpress.com
    Arvindbhai, Thanks for your visits/comments on my Blog !

    Like

    1. શ્રી ચન્દ્રવદનભાઈ

      આપની શુભેચ્છાઓ માટે ખૂબ ખૂબ આભાર ! આપ જેવા સહ્ર્દયી મિત્રોની લાગણી ભરી હુંફે આ બે વર્ષ દરમિયાન મને જેવું લખું તેવું વાંચી સહન કરી પ્રતિભાવો જણાવી ખૂબ જ પ્રોત્સાહિત કર્યો છે તે માટે આપ જેવા તમામ મિત્રોનો ઋણી છું. આવનારા સમયમાં પણ તે જ રીતે પ્રોત્સાહિત કરતા રહેશો તેવી અભ્યર્થના સાથે

      સ-સ્નેહ

      અરવિંદ

      Like

  4. ય અરવિંદ ભાઇ,
    આપના બ્લોગની બીજી વર્ષગાંઠ નિમિત્તે મારા હાર્દિક અભિનંદન પાઠવું છું. તમારી આ પ્રવૃતિ જીવનની એકલતા જીરવવામાં સહાયક બની શકે છે એનું એક સુંદર ઉદાહરણ છે. હું પણ એનો કઇક અંશે અનુભવ કરી રહયો છું. આ ઇ-મિત્રો અને આપણંુ આ ઇ-કટુંુંબ સાચે જ આપણા મનને મનોમંથન કરવા પ્રેરણા આપે છે અને એકલતાથી દૂર રાખવામા પણ ખૂબ સહાયક નીવડે છે. ઇશ્વર તમને તમારી આ પ્રવૃત્તિ લાંબો સમય ચાલુ રાખવામાં સહાય કરે એજ અભ્યર્થના.
    ગિરીશ ના યથા ઘટીત.

    સમયાનુસાર મારા બ્લોગની મુલાકાત લઇ પ્રતિભાવ વ્યકત કરશો એવી આશા રાખું છું .
    મ્રો બ્લોગ છે girishdesai.wordpress.com

    Like

    1. ભાઈશ્રી ગીરીશ
      આભાર આપનો શુભેછાઓ માટે અને આપની વાત સાથે સંપૂર્ણ સહમત છું કે આ ઈ-મિત્રો અને બ્લોગર મિત્રો મારાં-આપના જેવા જે એકલતા મહેસુસ કરતા હોય તો માટે મોટું આશ્વાશન રૂપ બને છે. આવજો ! મળતા રહીશું !
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

  5. શ્રી અરવિન્દભાઈ, બે વર્ષની બ્લોગયાત્ર નિમિત્તે આપને અભિનંદન…કોમ્યુટર કેવું આત્મીય નીવડે છે જ્યારે કોઈ આસપાસ ન હો ત્યાએર પણ સહભાગી થવા શક્તિમાન બનાવી દે..
    આપના વિચાર અને લેખ મને પણ ગમ્યા છે ..
    દિલીપ ગજજર

    Like

    1. શ્રી દિલીપભાઈ

      ખૂબ ખૂબ આભાર ! આપની વાત તદન સાચી છે કોમ્ અત્યંત આત્મીય બની રહે છે જ્યારે કોઈ હાજર નથી હોતું અર્થાત એકલતા અને ખાલીપો અદભુત રીતે ભરી દે છે જે મારાં અનુભવે હું તો સ્વીકારું છું. અલબત્ત તેનો ઉપયોગ વિવેક બુધ્ધિ સાથે રચનાત્મક કાર્ય માટે કરવો જરૂરી ગણાય ! ફરીને આભાર ! આવજો ! મળતા રહીશું !

      સ-સ્નેહ

      અરવિંદ

      Like

    1. ભાઈ શ્રી રુપેન
      આપનો ખૂબ ખૂબ આભાર્ શુભેછાઓ માટે ! આપ સૌ મિત્રોના સહકાર અને અવાર નવાર પ્રતિભાવો મને આવનારા સમયમાં પણ આજ રીતે લખતો રાખે તેવી આશા રાખું છું. આવજો ! મળતા રહીશું !
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

    1. શ્રી સુરેશભાઈ

      આપના તરફથી સૌ પ્રથમ શુભેચ્છા અને અભિનંદન મળતા ખૂબ જ આનંદ થયો ! આભાર ! આવજો ! મળતા રહીશું !

      સ-સ્નેહ

      અરવિંદ

      Like

Leave a comment