આ દેશની 36 છત્રીસ કરોડથી વધારે ગૃહિણીઓ ( સ્ત્રીઓ ) ને દેશના વિકાસમાં બિન ઉત્પાદક ગણાવી ભિખારીઓ-કેદીઓ અને રૂપજીવીનીઓની કેટેગીરીમાં સમાવવામાં આવી છે.! – એક સરકારી અહેવાલ.

આ દેશની 36 છત્રીસ કરોડથી વધારે ગૃહિણીઓ ( સ્ત્રીઓ ) ને દેશના વિકાસમાં બિન ઉત્પાદક ગણાવી ભિખારીઓ-કેદીઓ અને રૂપજીવીનીઓની કેટેગીરીમાં સમાવવામાં આવી છે.! – એક સરકારી અહેવાલ.

DE FACTO વડાપ્રધાન શ્રી સોનીયાજી અને DE JURE વડાપ્રધાન શ્રી મનમોહનસિંઘે આ અહેવાલ પ્રસિધ્ધ થયા પહેલાં વાંચ્યો જ હશે અને સમજ્યા પણ હશે જ તેમ માની લેવામાં કોઈ અતિશયોક્તિ થતી નહિ ગણાય !

મહિલા અનામત બીલને સંસદમાંથી પસાર કરાવવા વટનો સવાલ બનાવનારી યુપીએ સરકાર અને સોનીયાજી ગૃહિણીઓના કુટુંબ પ્રત્યેના સ્વાર્પણ અને નિઃસ્વાર્થ સેવાને બિન ઉત્પાદક ગણવામાં આવે તેવા અહેવાલને સ્વીકૃતિ આપે તેનાથી અધિક સામાજિક અને માનવતાનો કયો મોટો અપરાધ/ગુન્હો હોઈ શકે ? થોડા સમય પહેલાં થયેલી વસ્તી ગણત્રી અને આર્થિક વિકાસના એક સર્વેક્ષણમાં આપણાં દેશની ગૃહિણીઓ વિષે તાજેતરમાં સરકાર દ્વારા પ્રસિધ્ધ કરેલા તારણમાં ચોંકાવનારી વાત રજૂ કરી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, ઘરમાં રસોઈ કરવી, બાળકોનો ઉછેર કરવો, સફાઈ કામ કરવું, પાણી ભરવું, ચૂલા માટે લાકડાં ભેગા કરવા જેવા ગૃહ કાર્ય કરતી ગૃહિણીઓને નોન-વર્કર ગણવામાં આવી છે અને આર્થિક દ્રષ્ટિએ અને સર્વાંગી દેશના વિકાસમાં બિનઉત્પાદક તરીકે ઓળખવામાં આવ્યા છે. આ સર્વેક્ષણનું તારણ વધુમાં ઉમેરે છે કે ગૃહિણીઓને ભિખારીઓ, કેદીઓ અને રૂપજીવીનીઓ સાથેની કેટેગરીમાં મૂકવામાં આવી છે. એ ભારતીય નારી અને ગૃહિણી તરીકે લોહી ઉકળી ઊઠે તેવી સરખામણી છે. આ તારણથી સરકારે 36 કરોડથી વધુ ગૃહિણીઓને હડહડતો અન્યાય કર્યો છે અને સામાન્ય સમજનું પણ દેવાળું ફુક્યું હોય તેમ દીવા જેવું સ્પષ્ટ છે.

કોઈ પણ દેશના ઉત્પાદન/આર્થિક વિકાસમાં વ્યક્તિ ક્યારે ફાળો આપી શકે ? આ યક્ષ પ્રશ્ન નથી ? જે વ્યક્તિ આંતરિક રીતે સુખી હોય તે જ રચનાત્મક કાર્યમાં જોતરાઈ વિકાસમાં મહ્ત્વનુ પરિબળ બની રહે ! આંતરીક સુખ અને શાંતિ કુટુબ સીવાય કયાં મળી શકે ? કુટુંબના પાયામાં ગૃહિણી અર્થાત સ્ત્રી જ રહેલી હોય છે .શ્રી સોનીયાજી રાજકારણમાં સક્રિય થતા ગૃહિણીનો રોલ ભૂલી ચૂક્યા છે ખરા ? યાદ રહે ભવ્યાતિભવ્ય મહેલ પણ સ્ત્રી વગર માત્ર આલીશાન મહેલ જ રહી શકે ઘરના બની શકે ! કોઈ પણ મકાનને ઘર તો સ્ત્રી જ બનાવી શકે !

એક વાત સ્પષ્ટ છે કે માત્ર પૈસો જીવનમાં સુખ ના આપી શકે અલબત્ત સગવડો આપી શકે ! જ્યારે કોઈપણ વ્યક્તિને સુખેથી જીવવા માટે સગવડો ઉપરાંત કુટુંબ-મિત્રો અને લાગણી+હુંફની જરૂર પડે છે ! જ્યારે માત્ર પૈસો જીવનનો અવકાશ પૂરી શક્તો નથી !

વ્યક્તિ સારામાં સારું કામ કરી તેના દેશના ઉત્પાદનમાં ત્યારે જ ફાળો આપી શકે જ્યારે તે આંતરિક રીતે સુખી હોય ! અને સુખના પાયામાં કુટુંબ અને ગૃહિણી અર્થાત સ્ત્રી રહેલી છે.

ખોરાક-હવા-પાણી અને વસ્ત્રો મનુષ્યની પ્રાથમિક અને પાયાની જરૂરિયાત છે જેને માટે જ તેણે સ્થાયી વસવાટ પસંદ કર્યો છે અને આજની આ આધુનિક ટેકનોલોજી વિકસાવવા સુધીની પ્રગતિ હાંસલ કરી શક્વા સમર્થ બન્યો છે. આ પાયાની જરૂરિયાત કુટુંબમાંથી મળી રહે છે અને જરૂરિયાતની પુરવણી કુટુંબમાં સ્ત્રી વડે જ થાય છે.

ગ્રહિણી તમામ ગૃહ કાર્ય નિસ્વાર્થપણે કરી કુટુંબ પ્રત્યે સંપૂર્ણ સમર્પિત હોય છે. આવી સેવાની કદર કરવાને બદલે તેને બીનઉત્પાદક અરે ! ભીખારી, કેદી અને રૂપજીવીનીની કેટેગરીમાં મૂકવી તે બેવકૂફી તો છે જ પણ સામાન્ય સમજ પણ નહિ ધરાવતા હોવાનું પ્રદર્શન પણ છે !

આખા દિવસ દરમિયાન સ્ત્રી કુટુંબ માટે જે કામ કરે છે-શહેરોમાં આધુનીક સવલતો ઉપલબ્ધ બની રહે, પણ દૂર દૂર ગામડાંઓમાં તો પાણી અને રાંધવા માટેનું બળતણ અર્થાત લાકડાં પણ એકઠા કરી, રસોઈ બનાવી, પરિવારના તમામ સભ્યોને ભરપેટ જમાડી, બાદમાં છેક છેલ્લે વધ્યું ઘટ્યું જમનારી આ સ્ત્રીને તદન નિન્મ કક્ષાએ ઉતારી મૂકવી તે અત્યંત બેહુદું છે અને આ અહેવાલ લખનાર અને સહી કરનારની અક્ક્લનું પ્રદર્શન છે !

સારો ખોરાક તમામનું સ્વાસ્થય જાળવે છે .તેમને કામ કરવા સક્ષમ રાખે છે . સારો, સ્વચ્છ અને સમતોલ ખોરાક વ્યક્તિની કાર્યક્ષમતા જાળવી રાખવા ઉપરાંત વધારે પણ છે. આ તારણ કાઢનારા જરા વિચારો કે, આ સક્ષમ વ્યક્તિઓને સારો સ્વચ્છ ખોરાક અને રહેવા માટે સુંદર અને સફાઈદાર ઘર ગૃહિણી ના રાખે તો તેમની કાર્યક્ષમતા વધે કે ઘટે ? ઉપરાંત એ પણ વિચારો કે, જો આપ- અર્થાત આ અહેવાલ તૈયાર કરનારા /વાચનારા અને પ્રસિધ્ધ કરવાની મંજૂરી આપી સહી કરનારાઓ- સર્વેનો ઉછેર આપની માતા, અર્થાત ગૃહિણીએ કરવામાં બેદરકારી રાખી હોત તો આપ આ કક્ષાએ પહોંચી આવો અહેવાલ લખી શક્યા હોત ખરા ?

મકાનની સફાઈ કરી સ્વચ્છ્તા, ઘરમાં પરિવર્તિત કરતી આ ગૃહિણી જો સ્વચ્છ્તા ના જાળવે તો વ્યક્તિ પોતાનું સ્વાસ્થય જાળવી શકે ખરા ? અને જો સ્વાસ્થ્ય સારું ના હોય તો વિકાસમાં કેવો અને કેટલો સહયોગ આપી શકે ? ઘર ગૃહિણી સાફ કરે/કરાવે અને સ્વચ્છ્ વાતાવરણ જાળવે જેથી કુટુંબના સભ્યોનું સ્વાસ્થ્ય સારું રહે ! ગામડાંની ગૃહિણી અર્થાત સ્ત્રીઓ તમામ પ્રકારનું સફાઈનું કામ જાતે કરતી હોય છે !

બાળ ઉછેર સરકારશ્રીના તારણ મુજબ બિનઉત્પાદક કાર્ય ગણવામાં આવ્યું છે. જ્યારે સ્ત્રી અર્થાત માતા બાળકના ઉછેર પાછળ પોતાનું સમગ્ર અસ્તિત્વ ઓળ ઘૉળ કરતાં પાછી પાની કરતી નથી. પોતાનું સર્વસ્વ હોમી દે છે. બાળકને સંસ્કાર, શિક્ષણ અને ચારિત્ર્યનું ઘડતર પણ સ્ત્રી જ એટલે કે મા કરે છે. બાળક મોટું થતા યુવા પેઢી બને અને જો તેમાં તાકાત કે કૌવત ના હોય તો વિકાસ થઈ શકે ખરો ? આ બાળકને ઉછેરી કૌવત યુકત યુવાનો બનાવવા તે ઉત્પાદકતા નથી ?

કોઈ પણ સમાજ લો તમામ કુટુંબનો બનેલો છે અને કુટુંબને જાળવી રાખે છે– સ્ત્રી અને માત્ર સ્ત્રી ! કોઈ પણ દેશના ભાવિ કે વર્તમાનના મૂળભુત પાયામાં સ્ત્રી અર્થાત ગૃહિણી જ રહેલ છે. જે દિવસના 24 કલાકમાંથી 14 થી 18 કલાક ઘરકામ પાછળ અર્થાત પરિવારના હિત અને કલ્યાણ અને રખા રખી પાછળ ગુજારે છે. તેનું આર્થિક વળતર અર્થાત વેતન ગણી અને આર્થિક જીડીપીમાં–ગૃહિણીનો ફાળૉ રૂપિયામાં કે ટકાવારીમાં મૂકી કેટલો ગણી શકાય ? એક ભિખારી-એક રૂપજીવીની અને એક કેદી કરતાં ગૃહિણીનું દેશના વિકાસમાં કેટલું યોગદાન ગણી શકાય ?

બીબીએ અને એમબીએ જેવા અભ્યાસ ક્રમમાં ગૃહકાર્ય કે જે ગૃહિણી સંભાળે છે તે તમામનો સમાવેશ કરવો જોઈએ અને તેની પ્રેકટીકલ ટ્રેઈનીંગ વિધ્યાર્થીઓ માટે ફરજિયાત રીતે આપવી જોઈએ જે રીતે ડૉકટરોને ફરજિયાત ટ્રેઈનીંગ આપવામાં આવે છે તે જ રીતે આ પણ આપવાની આવશ્યકતા મનાવી જોઈએ !

ટાઈમ મેનેજમેંટ, શિસ્ત, સમતા-સમભાવ-અરસ પરસ સન્માન, સહિષ્ણુતા, સહન શક્તિ, સમાધાનવૃતિ વગેરેની સમજણ કુટુંબ સાથે સહભાગી થાય તે જ સમજી શકશે !

સંસદમાં 33% મહિલા અનામત બીલ લાવનારા-ચર્ચા કરનારા અને તમામ મહિલા સંસ્થાઓ આ સરકારી અહેવાલ વિષે જાણકારી ધરાવે છે ખરા ? કે જાણકારી હોવા છતાં આંખ આડા કાન કરી રહ્યા છે ?

સર્વશ્રી સોનીયાજી, સુસ્મા સ્વરાજ, વૃંદા કરાટ, શીલા દિક્ષિત, અંબીકા સોની, મમતા બેનરજી, માયાવતી, જયલલિતા, રબડીજી સહિત તમામ રાજકારણી મહિલાઓ ઉપરાંત મહિલા/સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલી તમામ મહિલાઓ આ અહેવાલ સાથે સહમત છે ખરા ? અને જો સહમત ના હોય તો આ દેશની 36 કરોડથી પણ વધારે મહિલાઓના સ્વમાન અને સન્માન જાળવવા આ અહેવાલ સામે અવાજ ઉઠાવી સરકારને આ અહેવાલ રદ કરવા જણાવ્યું છે ખરું ?

અંતમા પુનરાવર્તન થતું હોવા છતાં મને કહેવા દો કે ગમે તેટલું સુંદર, જાજરમાન અને આરસપહાણથી મઢેલુ, તાજ મહાલની બરાબરી કરે તેવું ભવ્યાતિભવ્ય મકાનને પણ ઘર તો ગૃહિણી અર્થાત સ્ત્રી જ બનાવે છે અને તે તમામ વ્યકતિઓએ ક્યારે ય ભૂલવું નહિ જોઈએ !!!

You may pl. visit my blog at http.arvindadalja.wordpress.com for other articles

Advertisements

6 comments

 1. મા. શ્રી અરવિન્દભાઈ

  આ એ લોકો છે જેઓ દરવાજો ભૂલેલા, કારણ કે આંખ મીચીને દુનિયાંમાં એન્ટ્રી મારેલી. સ્રરખા કરવા એઓની માં,બહેન અને પત્નિઓએ સવારની ચા, દાળ અને અથાણું એ રીતે આપવું કે સવાર, દિવસ અને આખું વરસ બગડે. મા કોણ હતી તે યાદ કરાવે. આ લખીને મને ખરાબ ચીતરૂ છું, છાપાંમાં વાચ્યું ત્યારે જ થયું આખરે તો નેતજીઓ અને એના જ ચમચાઓ ને !!!!!

  Like

 2. Very good work Arvind,

  Mane to khabar nathi padati ke “Maro Bharat Mahan” manava nara Bhartat ni mahila ne aavi nichi padvie muke!

  Shame of all the Indians who are in any political, social, and religious party.

  Oh, Devi Shakti ne pujnara, tame badha kya ungho chho?
  This is the completely nonsense. Ashamed of it.

  Like

  1. ગીતાજી

   લાંબા સમય બાદ મુલાકાત લીધી આભાર ! આપની વાત સાચી છે મેરા ભારત મહાન માત્ર સૂત્રોમાં જ સચવાયું છે. અને આજના આ રાજકારણીઓ/સત્તાધીશોને તેમાં જ રસ છે અને લોકો અબુધ છે તેમજ પોતાના પરિવારના બે છેડા પૂરા કરવાની ઉપાધીમાંથી નવરા પડે તો બીજું વિચારી શકે ને ? આ નાલાયકોએ તેમનું રાજ યાવદચંદ્રદિવાકરો ચાલ્યા કરે તે માટે આવી યુક્તિ પ્રયુક્તિ કરતા રહે છે. હું જાણું છું કે મારો આ આક્રોશ પણ અરૂણ્યા રૂદનથી વિશેષ નથી તેમ છતાં કદાચ કોઈને હૈયે રામ વસે અને કાંઈક વિચારે અને લોકોને જાગૃત કરે તે માટે આ લખ્યા કરું છું. ચાલો આવજો ! મળતા રહીશું ! મુલાકાત અને પ્રતિભાવ માટે આભાર !

   સ-સ્નેહ

   અરવિંદ

   Like

 3. સાહેબ-દેશની દુર્દશા એ છે કે -અભણ લોકો દેશ ચલાવે છે અને અભણ લોકો એમને તેમ કરવા દે છે.અભણ લોકો રિપોર્ટ બહાર પાડે છે-અભણ લોકો એને માને છે-
  ગૃહિણીઓને બિન ઉત્પાદક ગણતા પુરુષને શોધીને લટકાવી દેવો જોઇએ.

  Like

  1. શ્રી હરનીશભાઈ
   કદાચ આપની વાત 100% સાચી છે દેશ ચલાવનારા માત્ર ક્વોલીફાઈડ ડીગ્રી ધારકોથી વિશેષ કંઈ નથી અને સામાન્ય સમજ પણ સામાન્ય રીતે આવા લોકોમાં હોતી નથી તેનો આ જડબેસલાટ પુરાવો છે. આપની તે વાત સાથે પણ હું સંપૂર્ણ સહમત છું કે આવા લોકોને કોઈ જાતની દયા દાખવ્યા વગર દિલ્હીના લાલ કિલ્લા ઉપર લટકાવી દેવા જોઈએ ! અસ્તુ !
   આભાર આપની મુલાકાત અને પ્રતિભાવ માટે ! આવજો ! મળતા રહીશું !
   સ-સ્નેહ
   અરવિંદ

   Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s