!*!*!*!*! વૃધ્ધાવસ્થા કયાં વિતાવશો ? પરિવાર સાથે કે વૃધ્ધાશ્રમમાં ? !*!*!*!*!

સામાન્ય રીતે સૌ કોઈ વૃધ્ધત્વ અર્થાત ઘરડાપણાની અવસ્થા મોડી આવે તેવું ઈચ્છ્તા હોય છે. લાંબી ઉમર થતાં વૃધ્ધાવસ્થા અનિવાર્ય રીતે દરેકને આવતી હોવા છતાં મોટા ભાગના લોકો આ અવસ્થા માટે તૈયાર હોતા નથી અથવા મનોમન ધિક્કારતા પણ હોય છે. દરેકને લાંબુ જીવવાની તીવ્ર ઈચ્છા હોય છે પણ કોઈને વૃધ્ધ થવું ગમતું હોતું નથી.

જીવનમાં બાળપણ-યુવાની તેમજ ઘડપણ અવસ્થા આવે જ છે. આપણાં દેશમાં આયુષ્ય વધીને સરેરાશ અંદાજે 65 વર્ષનું થયું છે. જ્યારે આ સરેરાશ થોડા વર્ષ પહેલાં માત્ર 45ની આસપાસ હતી. કેટલાક લાંબા આયુષ્યને વરદાન માને છે તો કેટલાક માટે શાપ બની રહે છે. જેમ જેમ ઉંમર વધ્તી જાય તેમ તેમ સાથે જીવેલા સાથીઓની સંખ્યા ઘટતી જતી હોય છે. અને જે વૃધ્ધો એકલા પડે તેમને એકલતાની લાગણી મૃત્યુ કરતાં પણ વિકરાળ લાગે છે. અને જેનો જીવનસાથી કે જેની જીવન સંગીની વિદાય લઈ લે છે તેને માટે તો જીવન અત્યંત અકારુ અને બોજા જેવું લાગે છે.

અત્યારની ફાસ્ટ લાઈફમાં પરિવારના યુવાન સભ્યો કામકાજમાં પરોવાયેલા રહે છે. તેમજ તેમના પોતાના સમવયસ્ક સંબંધોના વર્તુળમાંથી વૃધ્ધ સભ્યો માટે ભાગ્યેજ સમય ફાળવી શકે છે. આવા સંજોગોમાં વૃધ્ધો એકલતા અનુભવતા રહે છે અને કેટલાક ચીડીયા પણ બની જાય છે. આવા વૃધ્ધ દંપતિમાં જો સાથીદારનું મૃત્યુ થાય તો પાછળ રહેલ વૃધ્ધ પુરૂષ હોય તો તેનું જીવન અત્યંત લાચારી ભર્યું કરૂણ અને દયાપાત્ર બની રહે છે. સ્ત્રી હોય તો પરિવારના અન્ય સ્ત્રી સભ્ય સાથે કે બાળકો અથવા ઘર કામમાં જીવ પરોવી જીવન બસર કરવું કેટલેક અંશે સરળ્/સહેલું બની રહે છે.

પરિવારના યુવાન સભ્યોની જીવન શૈલી દિન પ્રતિ દિન પાશ્ચાત્ય દેશોનું અનુકરણ કરી રહી છે. પરિણામ સ્વરૂપ સંયુકત પરિવાર મોટે અંશે અદ્રશ્ય થઈ રહ્યા છે. તેમ છતાં કેટલાક પરિવારોમાં માતા-પિતા, પુત્ર- પુત્રવધુ અને પોત્રા/પોત્રી સાથે રહેતા જોવા મળે છે. આવા પરિવારોમાં અરસ પરસ સમતા-સમતોલન અને સંવાદીતા જાળવી રહેવું તે વૃધ્ધ સભ્યો માટે થોડું કઠિન બની રહેવાની સંભાવના રહે છે. પણ જો કેટલીક બાંધ-છોડ સ્વીકારી લેવામાં આવે તો સમગ્ર પરિવાર સુખેથી સ્વર્ગ રચી શકે છે.

નક્કી એ કરવાનું રહે કે વરિષ્ઠ વ્યક્તિએ વૃધ્ધાશ્રમમાં બાકીનું જીવન બસર કરવું છે કે પરિવારની લાગણીભરી હુંફ સાથે !

જો પરિવાર સાથે રહેવું જ હોય તો નીચે દર્શાવેલી કેટલીક વાતો સ્વીકારવી રહી.

1 મારાથી શક્ય હશે તેવા ઉપયોગી તમામ કાર્યો કરવામાં પરિવારને પૂરતો સહકાર આપીશ !

2. વણ માગી સલાહ –સુચનો ક્યારેય નહિ આપું !

3 મારી આર્થિક જરૂરિયાત પૂરતું પહેલેથી જ આયોજન કરી રાખીશ કે જેથી કોઈ પાસે તે માટે હાથ લાંબો કરી માંગવાની ફરજ ના પડે !

4 વધતી ઉમર સાથે મારાં આરોગ્યની કાળજી હું પોતે જ રાખીશ અને શારીરીક સ્થિતિ સમજી મારી ખાવા પીવાની આદતો બદલતો રહીશ્ દવાઓ લેવાની થશે તો નિયમિત રીતે મારી જાતે જ લેવાની ટેવ કેળવીશ !

5 પુત્ર-પુત્રવધૂ અને પૌત્રા સાથેના સંબંધો સુમેળ ભર્યા અને માન અને આદર સાથેના રાખીશ !

6 મારાં સ્નેહી જનો મિત્રો સાથે જીવંત સંપર્ક રાખી એકલતા ટાળતો રહીશ ! સમાન વિચારવાળા મિત્રોને હળવા-મળવાનું રાખીશ !

7 સંતાનોની ટપાલો ક્યારે ય ફોડી તેમના સંપર્ક કે સંબંધો વિષે જાણવા જિજ્ઞાસા નહિ રાખું ! સંતાનોના રૂમમાં શક્ય હોય ત્યાં સુધી ક્યારે ય પ્રવેશ નહિ કરું ! અનિવાર્ય સંજોગોમાં નોક અર્થાત ખટખટાવી રજા મેળવી અંદર પ્રવેશીશ !

8 “અમારા સમયમાં આમ હતું“ વગેરે અર્થાત ” Once upon a time there was a king” એવી વાતો નહિ કરું !

9 ઝ્ડપથી બદલાતા સમય સાથે અને જીવનશૈલી સાથે તાલ-મેલ મીલાવી પરિવર્તન સ્વીકારવા હંમેશા તત્પર રહીશ ! નવી નવી અસ્તિત્વમાં આવતી ટેકનોલોજી શીખવા પ્રયત્ન કરીશ !

10 બાળકો સાથે સમતા-સહિષ્ણુતા અને સંવાદિતા જાળવીશ ! મારાં વિચારો તેમના ઉપર ઠોકી બેસાડવા પ્રયાસ નહિ કરું !

11 વહુ દીકરાની અંગત વાતોમાં રસ નહિ લેતા તેમની પ્રાયવસી જાળવવામાં ખલેલ રૂપ નહિ બનું !

12 જનરેશન ગેપને કુદરતી પ્રક્રિયા ગણી સ્વીકારીશ-ઉગતી પેઢી સામે ફરિયાદો નહિ કરું ! વખત સાથે ઘણું બદલાતું રહે છે હું પણ બદલાતો રહીશ !

13 પોતાની માલ-મિલ્ક્ત અને સંપત્તિ વિષે પોતાના મૃત્યુ બાદ ઈચ્છા હોય તે રીતનું વીલ/વસીયતનામું સ્પષ્ટ શબ્દોમાં કરી લેવું પાછળના વારસદરોમાં આથી કોઈ મતભેદ કે ઝ્ગડા થવાની શક્યતા ના રહે !

14 ઉમર વધતી જાય તેમ તેમ એક પછી એક અપેક્ષાઓ અને આદતો/વળગણો છોડતા જઈ શાક્ષીભાવ કેળવી નિસ્પૃહિ બની રહેવાની માનસિકતા કેળવવા સભાન રીતે ઘનિષ્ઠ પ્રયાસો કરતો રહીશ !

વૃધ્ધાવસ્થા વ્યક્તિ માટે ત્રણ વિભાગમાં વહેંચી શકાય !

પ્રથમ વિભાગમાં વૃધ્ધ દંપતિ, બીજામાં જેમના પતિ અવશાન પામ્યા છે તેવી વિધવા સ્ત્રીઓ, તો ત્રીજામાં જેમની પત્ની મૃત્યુ પામી છે તેવા વિધુર પુરૂષો !

હવે પ્રથમ વિભાગના દંપતિ સામાન્ય રીતે સાથે જ વૃધ્ધાવસ્થામાં પ્રવેશે છે. ત્યારે એક બીજાની હુંફે આ અવસ્થા ભોગવવામાં ખાસ મુશ્કેલી અનુભવાતી નથી. ગમે તેવા પ્રશ્નો કે સમસ્યાઓ ઉપસ્થિત થાય પણ બંને પરસ્પર વિચાર વિમર્શથી માર્ગ શોધી કાઢે છે અથવા સામનો કરવા કટિબધ્ધ થઈ શક્તા હોય છે. સંયુકત કુટુંબમાં રહેતા હોય તો અને મકાન નાનું હોય તો પુત્રના લગ્ન થતાં બધાનો સમાવેશ કરવો મુશ્કેલ બનતો હોઈ મા-બાપને મોટો સમય દીવાનખંડમાં જ રહેવું પડે અથવા બહાર ચાલીમાં વ્યવસ્થા કરવી પડતી હોય છે. પાઠ્-પૂજા પણ બાળકોના સમય સાથે ઘર્ષણમાં ના આવે તેવી રીતે ગોઠવવી પડે છે. દેવ-દર્શનને નામે કે કથા-વાર્તા તથા અન્ય કામકાજના બહાના હેઠળ વધુ સમય ઘરની બહાર રહેવા કેટલાકને ફરજ પડતી હોય છે. રાત્રિના સુવા માટે પણ બહાર ચાલીમાં આશરો લેવો પડે છે. આથી જાણ્યે-અજાણ્યે વૃધ્ધ માતા-પિતા પોતાની જાતને પરિવારના વધારાના સભ્ય તરીકે મનોમન ગણવા લાગે છે. પોતાના અસ્તિત્વની અવગણના થતી અનુભવે છે. આવા સંજોગોમાં કેટલાક વૃધ્ધ દંપતિઓ વૃધ્ધાશ્રમનો વિકલ્પ સ્વૈચ્છિક રીતે પસંદ કરી લેતા હોય છે. જેથી સંતાનો આરામ અને છૂટથી રહી શકે ! આવા દંપતિઓ અવાર નવાર બાળકો સાથે રહેવા પણ આવતા રહે છે અને સંતાનો પણ તેમની બરાબર કાળજી રાખતા રહે છે વૃધ્ધાશ્રમની મુલાકાત પણ અવાર નવાર લઈ અન્ય વૃધ્ધો સાથે પણ ઘરોબો કેળવતા રહે છે.

બીજા વિભાગમાં મા પોતાની વિધવા અવસ્થામાં સાથીદારની ખોટ અનુભવતી હોવા છતાં ગૃહકાર્યમાં પોતાની જાતને ડુબાડી દે છે .જો પુત્ર પરણેલો હોય તો પુત્રવધૂને ઘરકામમાં સહાય કરતી રહે છે. નાના બાળકોને સાચવી/સંભાળી લે છે અને આમ ઉછેરવામાં સક્રિય મદદ કરે છે. આ ઉપરાંત પાઠ-પૂજા દેવ-દર્શન કથા-વાર્તા વગેરેમાં પણ સમય પસાર કરે છે. ક્યારે ક કોઈ વાતમાં પુત્ર કે પુત્રવધૂ સાથે મતભેદ થતાં ઘર્ષણ સર્જાય તો અપમાન કે અવગણના મજબુરીથી સહન કરવી પડે છે .નાના મકાનમાં અલગથી રૂમ ના ફાળવી શકાય તો પાઠ-પૂજા સહિત બહારની ચાલીમાં વસવાટ કરવો પડે છે. તેમ છતાં પણ જો પુત્ર-પુત્રાદી સાથે સામંજસ્ય ના સચવાય તો વૃધ્ધાશ્રમ સ્વૈચ્છિક રીતે સ્વીકારી લે છે તો ક્યારે ક પુત્ર ધરાર ધકેલી દે છે. ખુબજ જ મર્યાદિત સંખ્યામાં કેટલીક વિધવાઓ જો તમામ પ્રકારની સલામતીની ખાત્રી આપવામાં આવે તો વૈચારીક સમાનતા ધરાવતા વિધુર કે એકલા રહેતા પુરૂષને સાથીદાર તરીકે સ્વીકારવા તૈયાર થાય છે.

ત્રીજા વિભાગમાં પુરૂષની વિધુર અવસ્થા અને તે પણ મોટી ઉંમરે અત્યંત કરૂણ અને દર્દભરી બનતી હોય છે. સાથીદાર વિનાનું એકલા અને એકલતામાં જીવવું ખૂબ ખૂબ કઠિન બની રહે છે. આજ સુધી પરિવારમાં કર્તા તરીકે ભોગવેલું વર્ચસ્વ –મનભાવતા ભોજન –ધંધા કે નોકરીમાં ભોગવેલ હોદાઓ અને આથી સ્વભાવ-પ્રકૃતિમાં પોષાયેલ માલિકી ભાવ અર્થાત વર્ચસ્વ વગેરે અચાનક ગાયબ થઈ ગયેલું જાણી મનોમન અતિ દુઃખી થયા કરે છે. ઘરમાં/સસારમાં જાણે પોતે વધારાની વ્યક્તિ બની ગઈ હોય તમામને આડી આવતી હોય તેવું જાણ્યે-અજાણ્યે અનુભવે છે. બાળકોને સ્કૂલે તેડવા-મૂકવા જવા, શાક ભાજી કે કરિયાણું લેવા જવું વગેરે ( જો યુવાન વયમાં કર્યું ના હોય તો ) સખત કઠે છે. આજ સુધી કુટુંબમાં પોતાનો શબ્દ અંતિમ ગણાતો અને તે નિર્ણય સૌને સ્વીકારવો જ પડતો જે હવે પુત્ર-પુત્રવધૂનો નિર્ણય પોતાની કોઈ પસંદ કે નાપસંદની પરવા કર્યા વગર સ્વીકારવો પડે છે જે પોતાની અવહેલના-અપમાન થતું અનુભવે છે અને આથી કેટ્લાક વૃધ્ધો સગવડતા હોય તો એકલા રહેવાનું પસંદ કરે છે. આર્થિક સ્થિતિ સારી હોય તો ઘરકામ અને રસોઈ માટે નોકર રાખી એકલા જીવે છે તો કેટલાક જો શારીરીક રીતે તંદુરસ્ત હોય તો પોતેજ રસોઈ બનાવતા શીખી જાય છે અને પોતાને મન ભાવતી વાનગીઓ બનાવી અંગત મિત્રો, પુત્ર -પુત્રવધૂ, દીકરી જમાઈ વગેરેને આમંત્રી જમાડે છે. આમ પેલા આનંદી કાગડાની જેમ કોઈ પણ પરિસ્થિતિમાં આનંદ અને મોજ કરતા પોતાની મસ્તીમાં જીવે છે. પોતાને મનપસંદ પ્રવૃતિઓ અંગત રીતે તથા સમવયસ્કો સાથે કરતા રહે છે. કેટલાક જો સમાન વિચાર સરણી વાળી કોઈ સાથી દાર મળી જાય તો તેનો સ્વીકાર કરી આનંદથી સહજીવન શરૂ કરે છે.

કેટલાક સમય અનુસાર પોતાની જાતને બદલી ના શક્તા હોય તેવા રૂઢિવાદી-પરંપરાવાદી-જીદીલા અને પોતાનો જ ક્ક્કો ખરો કરવા/મનાવવા વાળા જડ જેવા નવી પેઢી સાથે રહેવા/જીવવા તૈયાર થતા હોતા નથી તેમને માટે વૃધ્ધાશ્રમ સીવાય કોઈ વિકલ્પ રહેતો નથી હોતો !

અંતમા વ્યક્તિએ પોતે જ નક્કી કરવું રહે છે કે જીવનના આખરી મુકામ કયાં અને કોની સાથે આનંદ-મોજ અને મસ્તીમાં બસર કરવો છે.

39 comments

  1. We should always treat others the way we want to treated. We should help all our family members willingly. In India, the social system is designed to help parents.

    It helps both the ways. The parents & children should understand & resepct each other limits and make adjustments. We should always share our happiness with others by helping them.

    I have enjoyed your article. Thanks so much.

    Pradeep H. Desai
    USA

    Like

    1. શ્રી પ્રદીપભાઈ,
      આપે બ્લોગની મુલાકાત લીધી અને સુંદર પ્રતિભાવ જણાવ્યો આભાર ! તૂટતા જતા સંયુકત પરિવારો આજની મોટી સમસ્યા બની રહી છે. ત્યારે જો પરસ્પર સમજણ પ્રગટે તો સંયુકત પરિવારો ફરી મજબૂત બને કે જે આજની આ મોંઘવારી અને ફાસ્ટ લાઈફમાં ક્યારે ય જરૂરી નહિ હતી તેટલી જરૂરી બની છે. ફરી અનુકૂળતાએ મુલાકાત લેતા રહેશો. આવજો ! મળતા રહીશું !
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

  2. મુ. શ્રી અરવિંદભાઈ,
    હજી તમે વૃદ્ધ થયા નથી. શા માટે વૃદ્ધાવસ્થાની ચિંતા કરો છો? વૃદ્ધ થાઓ ત્યારે વિચારજો!

    તમારા જેવો જે માણસ વર્તમાનમાં જીવે તે કદી વૃદ્ધ ન થાય. જીવન સક્રિય રહે, વાંચવા લખવામાં સમય વીતે તો નવા વિચારો અને નવાં કામો મળતાં રહે. એ માણસ આપોઆપ તમે કહો છો તે જ રીતે જીવવાનો છે, કારણ કે એ પરિવર્તનને તરત સ્વીકારી લેશે.

    ‘અભિવ્યક્તિ’ પરથી લિંક મળતાં અહીં આવવાનું સૌભાગ્ય મળ્યું છે.

    Like

    1. શ્રી દીપકભાઈ,
      આપની ભલી લાગણી માટે ખૂબ ખૂબ આભાર ! આપની વાત સાથે સહમત છું કે જે વર્તમાનમાં જીવે અને નવા નવા પરિવર્તનો સામાજિક-ટેકનીકલ વગેરે હિચકિચાટ વગર ખાસ તો ” અમારા સમયમાં આમ હતું કે——-” અર્થાત “Once upon a time thare was a king —-” જેવા દિવસોમાં ના રાચે અને સમય પ્રમાણે બદલી શકે નવા વિચારો ગ્રહણ કરી શકે અને જીવનના અંત સમય સુધી નવું શીખવાની યુવાનને પણ શરમાવે તેવી તૈયારી સાથે જીવી જાય તે ક્યારે ય વૃધ્ધ ના થાય ! અસ્તુ ! આવજો ! મળતા રહીશું !
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

  3. વૃધ્ધાશ્રમ પર ગંભીર ચિંતન કરતો પ્રશંસનીય લેખ.

    દેશમાં સૌથી વધારે વૃધ્ધાશ્રમ ગુજરાતમાં છે. બેશરમીની પરાકાષ્ટા રૂપ આ અદ્યતન અર્વાચીન આશ્રમો ગુજરાતનું કલંક છે. આપણા વડિલો આશ્રમ નિવાસ માટે ઘણીવાર તડપતા હોય છે. વૃધ્ધાશ્રમ પ્રવેશ ઘરકંકાસની નિપજ છે અને મોટેભાગે ઘરના બધા જ સભ્યો સમસ્યાનું નિવારણ કરવામાં નિષ્ફળ જતાં અશોભનીય નિર્ણય લેવાય છે.

    વડિલો પુત્રવધુને ગૃહકાર્યમાં સહયોગ આપે તે આજના પતિ-પત્નિના નોકરિયાત યુગમાં ઈચ્છનીય છે. પુત્રવધુનું મન સાચવવાનો કિમીયો ઘરને આનંદ મંગલ રાખી શકે.

    ગુજરાતના વૃધ્ધાશ્રમના વિસર્જન માટે સંતો-મહાત્માઓએ અભિયાન ચલાવવું જોઈએ.
    આદ્યાત્મિક ક્ષેત્રનું યોગદાન નગણ્ય રહ્યું છે તે આશ્ચર્યજનક છે.

    Like

    1. ભાઈશ્રી જય
      આપની મુલાકાત અને પ્રતિભાવ માટે આભાર ! આપની વાત સાચી છે કે પરિવર્તિત સમય સાથે પરિવારના તમામ સભ્યોએ પોતાની જાતને સમયાનુસાર બદલવી જોઈએ જ ! વડિલોએ પણ તેમનાથી જે શકય હોય તે કામમાં હાથ બઢાવવો જોઈએ ! ઘર કામ માત્ર સ્ત્રીઓ જ સંભાળે તેવી માનસિકતામાંથી બહાર નહિ આવી શકાય તો આ મોંઘવારીના સમયમાં સંયુકત પરિવાર તૂટતા જશે અને સાચું પૂછો તો મારા મતે આજના આ સમયમાં સંયુકત કુટુંબ જ એક સહારો બની રહેશે અને નવા જન્મતા બાળકોને સાચવી અભ્યાસ વગેરે કરાવી કેળવી શકવા શકય બનશે !
      ફરીને આભાર ! આવજો ! મળતા રહીશું !
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

  4. ARAVINDBHAI,
    ONE SHOULD UNDERSTAND HIS LIMITATIONS & TRY TO ADJUST
    WITH ALL THE FAMILY MEMBERS.
    YOU HAVE GIVEN VERY CORRECT SUGGESSTINS FOR STAYONG IN
    THE FAMILY & BECOME PART & PARTIAL OF THE FAMILY TEAM.
    ONCE UPON A TIME.. SHOULD BE COMPLETELY ERASED FROM ONCES
    MIND..
    THANKS FOR SUCH USEFUL ARTICLE..

    Like

    1. શ્રી દીનેશભાઈ
      આભાર મુલાકાત અને પ્રતિભાવ માટે ! આપને મારાં વિચારો ગમ્યા તે જાણી આનંદ થયો !
      ચાલો આવજો ! મળતા રહીશું !
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

  5. really good blog/article,

    at times, it happens that parents keep conservative attitude towards their children. if they have any problem, there should be an open discussion between them and their children. At times, it happens that the children are not mature enough to understand their parents and the later have to suffer without any fault from the children also.

    Jignesh Bhatt
    http://www.aumseo.com

    Like

    1. જિજ્ઞેશભાઈ
      આપની વાત સાચી છે આવું ઘણાં કિસ્સામાં બનતુ હોય છે અને ગેરસમજણને કારણે નિખાલસ સંવાદ મા-બાપ અને સંતાનો વચ્ચે ના થઈ શકે તો વિસંવાદિતાને કારણે બંને એ શહન કરવું પડતુ હોય છે.
      આભાર મુલાકાત અને પ્રતિભાવ માટે ! આવજો ! મળતા રહીશું !
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

    1. પ્રવીણાજી
      આભાર મુલાકાત અને પ્રતિભાવ માટે ! હા આપની વાત સાચી છે સમય જ આ બાબતનો સાચો જવાબ આપતો હોય છે ! કહેવાય છે ને કે સમય સમય બળવાન હૈ નહિ મનુષ્ય બલવાન !
      આવજો ! મળતા રહીશું
      સ-સ્નેહ
      અરવિંદ
      આપને મેલ કરતાં પરત આવી છે અને આપનો કોઈ યાહુ મેલમાં આઈડી રજીસ્ટરડ નથી તેમ સંદેશો આવે છે ચેક કરશો !

      Like

  6. મા.શ્રી અરવિન્દભાઈ

    બુઢાપામાં આપણે કેવું, ક્યાં જીવવુ એ પરિવારના સંજોગો ઉપર નિર્ભર હોવા છતાં, યુવાનીમાં આપણું વર્તન કેવું હતું ? કેમ કેવું જીવ્યા ? આપણે આપણા વડિલો પરિવાર જોડે કેવું વર્તન રાખ્યું ? બાળકોને કેવા સંસ્કાર આપી ઊછેર્યા ? આ બધા સાથે હવે બુઢાપામાં સંજોગો મુજબ પરિવાર જોડે કેવા કેટલા અનુંકુળ થઈ રહીએ છીએ એવી ઘણી બાબતો ભાગ ભજવતી હોય છે. બાકી ઘરડાઘરમાં રહેવા કોને જવું ગમે ?

    Like

    1. શ્રી પોપટભાઈ
      સાવ સાચી વાત કરી કોઈને પણ ઘરડાઘરમાં રહેવા જવું ના ગમે જ . સાથો સાથ યુવાનીમાં સંતાનોનો કેવી સલુકાઈ થી ઉછેર કર્યો હતો તે વાત મહત્વની બની રહે છે. જો મા-બાપે સંતાનને પોતાની રીતે મોલ્ડ કરવાની સંતાનની ક્ષમતાનો ખ્યાલ કર્યા વગર તો જે ગ્રંથીં બાળપણમાં સંતાનના માનસમાં જડાઈ ગઈ હશે તો પરિણામ ઘરડાઘરમાં રહેવા જવાનું આવી શકવાની સંભાવના પણ રહે !
      આવજો ! આભાર મુલાકાત અને પ્રતિભાવ માટે ! મળતા રહીશું !
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

  7. વૃદ્ધાવસ્થા અઘરી તો છે જ. કોઈ એક તારણ નીકળી શકે તેટલી સરળ પણ નથી.
    પહેલાં તો એ સ્વિકારવું રહ્યું કે અકોણાઈ અને સખણાઈ – બન્ને – સંતાનો અને મા-બાપ – બેઉ બાજુએ હોઈ શકે છે. જ્યાં સંતાનો સખણા હોય છે ત્યાં તો વૃદ્ધાવસ્થાનો પ્રશ્ન ઓછો થઈ જાય છે. અકોણા મા-બાપ (ઘણાં છે) ને પણ સખણા સંતાનો જીભ કચરીને સાચવી શકે છે.
    બીજું એ કે બે સંતાનો હોય અને એક હાથ ઊંચા કરી દે તો બીજું ધર્મસંકટમાં આવી જાય છે.
    ત્રીજું બધું હોય પણ અનુકૂળતાનો અભાવ હોય. સંતાનો પણ ઓછી જગ્યા (મુંબઈમાં નોકરી), અજાણી જગ્યા (ચીનમાં નોકરી), વિકલાંગ સંતાનો, ટ્રાવેલ કે શિફ઼્ટની નોકરી, આર્થિક સંકડામણ, પોતાની બિમારી, સાસરાંની જવાબદારી, પોતાના લગ્નજીવનમાં ક્લેશ – કેટલી વાતો સાથે ઝઝૂમતાં હોય છે.
    હું એમ ઈચ્છું કે મારી વૃદ્ધાવસ્થા આવે તે પહેલાં ફ઼ાઇવસ્ટાર સેક્યુલર ’વાનપ્રસ્થાશ્રમ’ અસ્તિત્વમાં આવે અને સમાજમાં પ્રતિષ્ઠિત થાય. પછી ભલે મારાં વહાલકુડાં મને મળવા ત્યાં આવે અથવા હું એમને મળવા મહિનાઓ સુધી ત્યાંથી ગુમ થઈ ગયો હો‍ઉં!

    Like

    1. ભાઈશ્રી પ્રમથ
      વૃધ્ધાશ્રમ ભલેને ફાઈવ સ્ટાર બને કે હોય તો પણ તે પરિવારની ખોટ ના જ પૂરી શકે ! હા મકાનની સુવિધા પૂરતી ના હોય અને ત્યાં આસરો લેવો પડે તો અલગ વાત થઈ. પરંતુ જે વ્યક્તિ ફાઈવ સ્ટાર વાન પ્રસ્થાશ્રમમાં રેવા જઈ શકે તે મકાન મોટું પણ લેવા સમર્થ હોઈ જ શકે માત્ર અકોણા બાળકોને કારણે કદાચ આ વાનપ્રસ્થાશ્રમ સ્વીકારવા મજ્બુર થઈ સ્વીકારવો પદ્યો હોય !
      ખેર સાચી વાત તો એ છે કે મા-બાપ કે સંતાનો કોઈએ અકોણા બન્યા સીવાય બંને પેઢી વચ્ચે સમતા-સહિષ્ણુતા અને સમાનતા સાથે જૂની પેઢીએ થઈ રહેલા અને આવી રહેલા તમામ પ્રાકરના પરિવર્તનો સ્વીકારવા તૈયારી રાખવી જોઈએ ! અમારા સમયમાં આમ હતું ——— વગેરે વાતોને દેશ વટો આપવો રહ્યો !
      આભાર મુલાકાત અને પ્રતિભાવ માટે ! આવજો ! મળતા રહીશું !
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

  8. શ્રી અરવિંદભાઇ, આપનો આ બહુ જ ઉપયોગી, ખરો ઉપદેશ આપતો લેખ, મારા જેવા વાંચકને માટે, શ્રી હરનિશભાઇના કહ્યા મુજબ, ખરા સમયનો ગણાશે. (અમને ૪૩ થયા !) સૌ વડિલશ્રીઓના પ્રતિભાવો ખરે જ અનુભવના નિચોડ સમાન છે. હું તો ભ‘ઇ શ્રી વિજયભાઇ, વલીભાઇ અને હિમાંશુભાઇની સલાહ માનીશ. વોટિંગમાં પણ અત્યાર સુધીના તમામ મતો ’પરિવાર શાથે’ માં જ પડેલા દેખાય છે ! ન છૂટકે વૃદ્ધાશ્રમમાં રહેવા જવું જ પડે તો કોઇ કારણ નથી, પરંતુ એ કરતા તો આવું સુંદર જ્ઞાન મેળવી, તેના પર અમલ કરી અને પરિવાર શાથે રહેવાની આગોતરી તૈયારી અને ઇચ્છા પણ રાખવી તે શું ખોટું છે ?
    ત્યાગ, નિર્મોહપણું અને મા ફલેસુ કદાચન્‌ ની વાતો આમ તો સારી જ છે ! પરંતુ ડબલે ડબલે પાણી પાઇને વૃક્ષ ઉછેરનારની પછી તેના છાંયડે બેસવાની ઇચ્છા શું સ્વાભાવિક નથી ? તો પછી પોતાના રક્તથી સીંચેલા સંતાનો પાસે સમય આવ્યે શીળો છાંયડો પામવાની ઇચ્છા પણ સ્વાભાવિક જ છે. અને જો આ દુનિયા એ સ્વાર્થની દુનિયા છે, સગાઇઓ બધી સ્વાર્થની સગાઇઓ છે તેવું પણ લાગતું હોય તો “તુંબડીમાં કાંકરા ભરીને પણ ખખડાવ્યે રાખવા !!” રોટલે અને ઓટલે દુ:ખી નહીં જ થવાય ! તેવી જાણકાર વડિલોએ સલાહ આપેલી છે. આનો અર્થ તો આપ સૌ સમજદાર છો, સમજી જ ગયા હશો ! આભાર.

    Like

    1. શ્રી અશોકભાઈ
      આપની વાત સાથે હું પણ સહમત છું.જે વૃક્ષને પાણી પાઈ ઉછેરીયુ હોય તેને છાંયડે બેસી જીવન બસર કરવાની કયા મા-બાપની મહેચ્છા નાહોય ! પણ કેટલીક વાર બને છે તેથી ઉલ્ટું ! આપણે બી વાવતા હોઈએ અને જરૂર પ્રમાણે પાણી અને ખાતર આપતા રહીએ છતાં ક્યારે ક વાવ્યો છે આંબો તેવું આપણે માનતા હોઈએ પણ છોડ મોટો થાય ત્યારે જોઈએ તો બાવળ નીકળી પડે અને કેવો આઘાત લાગે ! વાસ્તવિક જીવનમાં પણ આવું બનતુ રહેતું હોય છે. અને તેથી સભાન પણે જ્યારે છોડ થોડો બહાર માથું કાઢે ત્યારથી જ તેની સાથે સમતા સહિષ્ણુતા અને સમાનતા જો સભાન રીતે કેળવવા લાગીએ અને નવા પ્રકારના આધુનિક પધ્ધ્તિથી ખાતર અને સીંચાઈ વગેરે સ્વીકારી માવજત કરવા લાગીએ તો કદાચ વાવેલા વૃક્ષના છાંયડે નિરાંતવા થઈ વૃધ્ધાવસ્થા પસાર કરી શકાય !
      આભાર મુલાકત અને પ્રતિભાવ માટે ! આવજો ! મળતા રહીશું !
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

  9. સંતાનોનું વર્તન મોટેભાગે માબાપના વર્તન પર આધારિત હોય છે. જ્યારે માબાપને સંતાનોને આધારે રહેવાનું આવે ત્યારે પણ તેઓ કાબુ ઘટાડવાને બદલે કાબુ વધારવાનો જ પ્રયત્ન કરતા હોય છે. આથી જવાબદારી સાથે જરૂરી એવી સત્તા અને સ્વતંત્રતા ન મળવાને કારણે બાળકોને જવાબદારીનો બોજ લાગવા માંડે તો તેમાં વડિલોને નિર્દોષ ન ગણી શકાય. એના કરતાં બદનામી વહોરીને ય વૃધ્ધાવસ્થામાં જવા દેવા સારા એમ બાળકોને વિચારે તે પહેલાં સમજણ આવે તો જ પરિવાર સાથે સુખપૂર્વક રહી શકાય એમ મારૂં માનવું છે. હિમાંશુભાઈની વાત સાથે હું બિલકુલ સહમત નથી પણ આ વિચારભેદ એક માતા અને એક પિતા વચ્ચેનો સર્વત્ર છે.

    Like

    1. આપની વાત મહ્દ અંશે સાચી છે ! બાળકને ગમે તે ઉમરે બાળક જ સમજવાની મા-બાપની ટેવને કારણે કેટલીક સમસ્યાઓ સર્જાતી હોય છે. અરે સંતાનને ત્યાં સંતાન આવ્યા બાદ પણ મા-બાત પોતાનો એકાધિકાર અને કાબુ જતો કરવાને બદલે વધારતા જણાતા હોય છે. કોઈ પ્રકારની જવાબદારી કે સ્વતંત્ર નિર્ણય પણ લેવા દેવામાં આવતા હોતા નથી અને તેથી જ આખરે જ્યારે સંતાનને ના છૂટકે અંતિમ નિર્ણય લઈ મા-બાપને વૃધ્ધાશ્રમમાં ભરતી કરાવવાની ફરજ પડતી હોય છે ! આભાર ! મુલાકાત માટે અને પ્રતિભાવ માટે પણ ! આવજો ! મળતા રહીશું !
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

  10. હુ> કહું છું કે તમારી ૬૦મી વરસગાંઠ વખતે મિત્રો પાસે જે બોલાવવું હોય તેવું જીવન ૩૦થી જીવવા માંડો. તેવી રીતે અમારો આ લેખ ૪૦ વયની વ્યક્તિ માટે ઉત્તમ છે-જેવોને હજુ સમય છે-

    Like

    1. શ્રી હરનીશભાઈ
      આભાર મુલાકાત માટે અને પ્રતિભાવ માટે ! મને લાગે છે કે જો આપ 40 ના જ હો તો આ લેખ કદાચ વહેલો ગણી શકાય કારણ કે સમય વીતતો જશે તેમ આ લેખ પણ વીસરાઈ જશે અને વળી 60 માં તો હતા તેને તે જેવું થઈ પડશે ! હા ! હા ! હા ! હા ! હા! ખરું કે નહિ ?આવજો ! મળતા રહીશું !
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

  11. અમારા અમદાવાદમાં સોલા ભાગવત વિદ્યાપીઠમાં વડીલો માટે રહેવાની સગવડ કરી છે , ત્યાં એકવાર તિથી નોધાવી હોવાથી ત્યાં જતા અને ત્યાંના વડીલોની વાત સાંભળતા એવું ધ્યાનમાં આવ્યું કે તેઓ અહિયા પરિવાર કરતા ખુશ વધુ છે કેમકે અહિયા ભગવાનનું નામ શાંતિથી લેવાય છે , કોઈ અપમાન કરતું નથી , કોઈ અવગણના કરતું નથી .
    હું પોતે વૃદ્ધાશ્રમ વ્યવસ્થાને યોગ્ય નથી માનતો પણ જ્યાં વડીલોને તેમનો અંતિમ સમય જીવવો યોગ્ય લાગતો હોય તો તે વ્યવસ્થા હોવી જરૂરી છે.
    આપણે આપણા બાળકોને અતિ વ્યસ્ત સમયની વચ્ચે આંગળી પકડી નિશાળે મુકવા નથી જઈ શકતા અને સ્કૂલબસમાં રવાના કરી દઈએ છીએ માટે આ બાળક જ મોટો થઈને તેમના વ્યસ્ત સમયે આપણને આંગળી પકડી મંદિરે કે વૃદ્ધાશ્રમે જ મૂકી જવાનો છે કેમકે આપણી કેળવણીમાં જ ખોટ છે.

    Like

    1. ભાઈશ્રી રુપેન
      બાળક તો એક ફૂલ છે તેને કઈ રીતે ખીલવવું તે મા-બાપે સમજવું જોઈએ ! જો મા-બાપ તેને એક સાધન સમજી ઉછેરે અને પોતાની ઈચ્છા કે અધુરી રહી ગયેલી આકાંક્ષાનું તેનામાં આરોપણ કરી ઢાળવા કોશિશ કરે તો બાલપણમાં સંતાન મા-બાપ ઉપર આધારિત હોઈ બધું મને-કમને કરતું રહે છે અને મનોમન એક ગ્રંથી પણ પોષાતી રહેતી હોય છે તેથી જ્યરે સંતાન મોટું થાય સ્વતંત્ર થતાં કાં તો અલગ થઈ જાય અથવા મા-બાપને વ્ર્ધ્ધાશ્રમમાં મોકલી આપે ! અલબત આ વ્યવસ્થા સારી તો નથીજ પણ ક્યારે ક અનિવાર્ય અનિસ્ટ્ તરીકે સ્વીકારવી પડતી હોય છે ! આભાર મુલાકત અને પ્રતિભાવ માટે ! આવજો ! મળતા રહીશું !
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

  12. અરવિંદભાઈ…
    આભાર તમારો કારણ કે અમારું પુસ્તક “નિવૃત્તિની પ્રવૃત્તિ”નું સંક્ષીપ્તિકરણ સમો આ લેખ સંસ્કારો ( પછી તે ભલેને લોકોની નજરે સારા કે ખરાબ હોય) અને તેની ફળશ્રુતીની વાતો કરે છે. જો છોકરાઓનાં બાળપણમાં તમે સંહિષ્ણુતા વાવી હશે તો ઘડપણ માં તે દેખાય જ છે અને જો તમે બે છેડા ભેગા કરવા તેમને આયા કે અન્ય કોઇનાં સહારે ઉછેર્યા હશે તો વૃધ્ધાશ્રમ નક્કી છે. “મારા પણા”નો ભાવ નાનપણમાં તેમણે તમારા તરફથી મેળવ્યો હશે તો જ તે બહુગુણીત થઇને પાછો કુટુંબ પધ્ધતિનાં ભાવ રુપે આવતો હોય છે.
    વૃધ્ધાશ્રમ એક વ્યવસ્થા છે નિરાકરણ નહીં જેમ નાના બાળકને શાળાએ જતો ના થાય ત્યાં સુધી ડે કેરમાં મુકવાનો રિવાજ છે તેમ…

    વિજય શાહ

    Like

    1. શ્રી વિજયભાઈ
      આપની નિવૃતિની પ્રવૃતિ હજુ પૂરે પૂરી વાંચી શક્યો નથી. ખરી વાત કરું તો થોડી આંખની તકલીફને કારણે કોમ્ ઉપર લાંબો સમય વાંચી શક્તો નથી. તેથી હવે અમદાવાદ કે વડોદરા જવાનું થશે ત્યારે પુસ્તક જ લાવીશ્ આપની વાત સાથે સહમત છું હું પણ માનું જ છું કે વૃધ્ધાશ્રમ એક ના છૂટકે ઉભી કરેલી વ્યવસ્થાથી વધારે કંઈ નથી જ નથી. માતા-પિતા અને સંતાનોના સંબંધોનું વાવેતર બાલપણમાં જ થતું હોય છે અને ત્યારે જો ખાતર અને પાણી અને નકાનું ઉગી આવતું ઘાસ-ફુસનું સમયસર નીંદામન થયા કરે તો બંને પેઢી વચ્ચે સમતા સહિષ્ણુતા અને સમભાવ ભર્યું સમંજ્સ્યનુ સર્જન થઈ શકે અને આપણી કૌટુંબીક વ્યવસ્થા આવનારા દિવસોમાં પણ શ્રેષ્ઠ સાબિત થઈ શકે ! આભાર મુલાકાત અને પ્રતિભાવ માટે ! આવજો ! મળતા રહીશું !
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

  13. સુરેશભાઈએ ‘નરો વા કુંજરો’ વાળું તારણ કાઢ્યું. પહેલી કોમેન્ટમાં ક્યાંય નહિ અને છેલ્લે આપણે વાંચ્યું તે! અને બીજીમાં વળી ‘હરિ હરિ .. વૃદ્ધાશ્રમ તો છે જ!’ મારું તો સ્પષ્ટ માનવું છે કે વૃદ્ધાશ્રમો તો તેમના માટે જ હોઈ શકે કે જે બિચારાં નિરાધાર હોય! માબાપે સુખે કે દુ:ખે, માને કે અપમાને સંતાનો સાથે જ રહેવું જોઈએ; ઝગડ્યા વગર અને જરૂર લાગે તો ગાંધીગીરીના માર્ગે! જિંદગીના સમસ્યાઓના નિવારણના અનુભવને ઉપયોગમાં ન લેવાય તો શું અંતિમ સંસ્કાર વખતે એને બાળવા કે દાટવા માટે છોડી જવાનો! મનુષ્ય હિંસક પશુને પણ કેળવી શકે તો સંતાનોની તો શી વિસાત? સરકસમાં આપણે જોયું જ હશે કે તેનો રીંગ માસ્ટર પ્રેમથી બુચકારે પણ ખરો અને હાથમાં સોટી પણ રાખે! જેવો સંજોગ તેવું સાધન! બહુ જ વહેવારુ વાત કહું તો ‘કબજો બળવાન!’ સંતાનોને ન પોષાય તો તેઓ ચાલ્યા જઈ શકે છે, પણ માબાપે ઘર છોડવાની ભૂલ તો ન જ કરવી જોઈએ!

    અરવિંદભાઈ, માફ કરશો. સમયના અભાવે લેખને વાંચ્યા વગર જ કોમેન્ટ બોક્ષમાં કૂદી પડ્યો છું. પહેલાં કોમેન્ટ વાંચી તો જૂના અને જાણીતા આપણા સુરેશભાઈ બે વખત ભટકાણા! અમારે બે ને આવું બધું જ્યાં મોકો મળે ત્યાં ચાલે છે. હંમેશાં એક્બીજાના વિરોધમાં નહિ, અમે ઘણીવાર એકબીજાને સમર્થન પણ આપીએ છીએ.

    ધન્યવાદ.

    Like

    1. શ્રી વલીભાઈ
      મનુષ્ય હિંસક્ જાનવરને કેળવી શકે પરંતુ આજના આ સ6તાનોને આપ માનો છો એટલુ કેળવવા સહેલા નથી. જાનવરની સમજ ભૂખ અને ઋતુકાળમાં સેકસ તથા જીવન અને મૃત્યુ પૂરતી કદાચ મર્યાદિત છે. જ્યારે મનુષ્ય બુધ્ધિ શાળી છે. અને શિક્ષણ આજુ બાજુનું વાતા વરણ તેના ઉઅપ્ર જબર જસ્ત અસર કરે છે. વળી તેનામાં આમ કેમ કે આમ જ કેમ ? તેવા તેના મનમાં પ્રશ્નો ઉદભવે છે અને તેનો જવાબ મેલવવા તે સંશોધન કરતો રહે છે પરિણામે જીવન પધ્ધ્તિમા6 પરિવર્તન આવ્યા કરે છે અને તે જીલાતું રહે છે વળી મહત્વાકાંક્ષી હોવાને કારણે સતત વિચારવંત રહે છે કે ધારેલી ઉંચાઈએ શું કરી પહોંચી શકાય વગેરે ! તેમ છતાં બાળક ફૂલ જેવું કોમળ હોય છે અને તેના ઉછેરમાં યોગ્ય ખાતર અને પાણી સીંચવામાં આવે તો સુંદર રીતે માતા-પિતાની હુંફ અને લાગણી સાથે યુવાન બને અને તેમના માન મરતબો પણ જાળવે ! પ્ણ જો કોઈ પણ કક્ષાએ માતા-પિતા તેને સાધન માની પોતાની ઈચ્છા પમાણે ઢાળવા ધરાર કોશિશ કરે તો તેનો સમય આવ્યે તે બલવો પોકારશે અને જે ગ્રંથી બાલપણમાં બંધાઈ હશે તે પ્રમાણે એકલા રહેવાનું પસંદ કરી અલગ થઈ જશે અથવા વડિલોને વૃધ્ધાશ્રમમાં મોકલી આપશે ! હું સમજું છું કે વૃધ્ધાશ્રમ એ માતા-પિતા અને સંતાન વચ્ચે એક વ્યવસ્થાથી વધારે કંઈ નથી. નિતાંત તે સંબંધોનું નિરાકરણ નથી જ નથી.
      આભાર મુલાકાત સાથે રસ પૂર્વક પ્રતિભાવ જણાવવા માટે પણ ! શ્રી સુરેશભાઈતો વિદ્વાન પુરૂષ છે તેઓ જે કંઈ લખે તે કંઈક સંદેશો આપતો રહે છે. આવજો ! મળતા રહીશું !
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

    1. શ્રી સુરેશભાઈ
      આપની વાત મને પણ સ્વીકાર્ય છે જ્યાં નિજાનંદમાં આનંદ અને મોજથી અને આપણી આગવી મસ્તીથી પાછલી જિંદગી જીવાય ત્યાં જ રહેવાય ! આભાર મુલાકાત અને પ્રતિભાવ માટે !

      સ-સ્નેહ
      અરવિંદ

      Like

  14. Experience speaks a lot. very touchy. reality of life.
    I appreciate your hobby, your way of living life. You are doing good job as a senior citizen.

    One day on pune bus stop I met one old couple. near 75 age. that uncle was so lovable and responsible for many things. he himself was going to many govt sector for following many things for society. i was new to that city and he gave me bus time table. explained me well bus route and all and told he is following up with govt. for few new buses on this route. many such things he was doing in his free time, which can help common people.

    You are also taking some bold stpes sometime. like writing letters to “Gurus”. “swachta abhiyan”, “reading hobby in children”…and sharing yr experiences…

    Thanks,
    Hiral

    Like

    1. હિરલજી
      આભાર મુલાકાત અને પ્રતિભાવ માટે ! હા હિરલજી મારી દીકરીએ મને કોમ્પ્યુટર શીખવ્યું બાદ અંગ્રેજી અને ગુજરાતી ટાઈપ પણ શીખ્યો અને આ વર્ડપ્રેસે મને મારાં વિચારો માત્ર મનમાં જ નહિ રાખતા વ્યકત અને પ્રદર્શિત કરી અન્યો સાથે શેર કરવા પ્રેરણા આપી અને તે રીતે આજે બે વર્ષ થયા મારા નિજાનંદ માટે મોજ અને મસ્તીથી મારા6 વિચારો બ્લોગ ઉપર મૂકતો રહુ છું તેમાં આપ જેવા અન્ય બ્લોગર મિત્રો મોટી સંખ્યામાં મલ્યા અને મને આ માટે પ્રોત્સાહન પ્રતિભાવો દ્વારા આપતા રહ્યા તે સર્વેનો હું આભારી જ નહિ ઋણી છુ. ચાલો આવજો ! મળતા રહીશું !
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

  15. હાલના સમાજ નો આ પ્રોબ્લેમ ૧૦૦% માં-બાપ નો જ છે, શું કામ એટલી સ્વાતઅન્ત્રતા આપો છો કે તમારું છોકરું સ્વછંદી બની જાય, શું તમારો કોઈ કન્ટ્રોલ જ નહિ તમારા છોકરા પર, શું તમે એને બેસાડી ને બે વાત ના કહી સકો ?? પહેલેથી થોડા કન્ટ્રોલ માં છોકરાઓ ને રાખ્યા હોય તો આજે આ સંજોગો ના આવે!!!

    Like

    1. ભાઈશ્રી હિમાંશુ
      બાળક એક ફૂલ છે. તેને તેની રીતે ખીલવા દેવું જોઈએ ! કોઈ પણ બીજ વાવો તો તેને ખાતર પાણી આપો જેથી ખીલી શકે ! તેને દબાવશો તો મુરઝાય જશે ! ઉપરાંત સમય સાથે પરિવર્તન જુની પેઢીએ સ્વીકારવું જ જોઈએ ના સ્વીકારો તો બાળક તો સમય અનુસાર ટીવી/ નેટ વગેરે જોઈ જ રહ્યું છેૢ રોજ બ રોજ બનતા નવા નવા બનાવો અખબારોમાં આવે છે તે વાચી પણ રહ્યું છે ! મિત્રો દ્વારા પણ માહિતી મળતી રહે છે એટલે હવે આપ કહો છો તેમ કંટ્રોલ કરવો નામુમકિન બની રહ્ય હોય ત્યારે સમજ પૂર્વક તેની અપેક્ષાઓ જૂની પેઢીએ સમજવી જ રહી. યાદ રાખો કે બાળક વડિલો ઉપર આધારિત હોય છે ત્યાં સુધી કદાચ બધું સહન કરી લેશે પણ તેની યાદમાંથી આ કંટ્રોલ વાળી વાત ક્યારે ય ભૂલાશે નહિ અને જ્યારે વડિલો તેના ઉપ્રર આધારિત થશે ત્યારે પેલી કંટ્રોલ વાળી લાગણી બહાર આવતા સાથે રહેવાને બદ્લે અલગ થશે અથવા વૃધ્ધાશ્રમમાં ધકેલી દેશે ! ખેર ! આભાર મુલકાત અને પ્રતિભાવ માટે !
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

  16. વડીલશ્રી,
    આપના અનુભવ નો પરિપાક છે આ લેખ.અને એકદમ વૃદ્ધો ની આચાર સંહિતા જેવો.વણ જોઈતી દખલ જ સંતાનો ને નાં ગમે.બાકી બધા સંતાનો ખરાબ હોતા નથી.મારો ‘પિતૃ દેવો ભવઃ’નામનો લેખ વાંચ્યો હશે.સંતાનોને એમની જીંદગી જીવાવાવ દેવી જોઈએ.એમની લડત લડવા દેવી જોઈએ.સરસ લેખ.આભાર.

    Like

    1. શ્રી ભુપેન્દ્રસિંહ
      આપની વાત સાથે હું સહમત છું. હજુ આપણાં દેશમાં તમામ બાળકો એટલી હદ સુધી ખરાબ કે પાશ્ચાત્ય રહેણીથી સંપૂર્ણ રીતે રંગાયા નથી અને ત્યારે જો જુની પેઢી સંતાનો સાથે સમંવય અને સમ્ંજ્સ્ય સાધી પોતાનો જ ક્ક્કો સાચો તેવો હઠાગ્રહ ના રાખે તો ઘર જ સ્વર્ગ બની રહે તેમાં બે મત નથી. આભાર મુલાકાત અને પ્રતિભાવ માટે ! આવજો ! મળતા રહીશું !
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

Leave a comment