%%%% ભગવાનને શેર-બજારીયા બનાવવાની ચબરાકી ભરી ચેષ્ટા !!! %%%%

%%%% ભગવાનને શેર-બજારીયા બનાવવાની ચબરાકી ભરી ચેષ્ટા !!! %%%%

ભગવાન કે ઈશ્વરને નામે ધંધો કરનારને આપ શુ કહેશો ? અંધ શ્રધ્ધાળુ તકવાદી કે ઈશ્વરનું નામ વટાવી ખાનાર લે ભાગુ ? આજ કાલ ભગવાનને નામે ધાર્મિક ટ્ર્સ્ટો રચી ધાર્મિક લોકોને લૂંટવાનો, તો ધનિક વર્ગને કરવેરામાંથી કર બચાવવા દાન મેળવી નજીવી રકમ રાખી બાકીની રકમ પરત કરવાની યુક્તિ-પ્રયુક્તિ આ કહેવાતા ટ્ર્સ્ટો દ્વારા ખૂબજ ફુલી ફાલી છે. ધાર્મિક ટ્ર્સ્ટોની આવક, આવક વેરામાંથી મુકત ગણાય છે અને જેનો લાભ ધનિક વર્ગ દાનમાં રકમો આપી બેફામ મેળવી રહ્યા છે.

કહેવાતા આ ધાર્મિક સાધુ-સંતો કે સ્વામીઓને આમાં કોઈ પાપાચાર કરતા હોય તેવું જણાતું નથી. જેમ વ્યાપારી કે ઉધોગપતિઓ કહેતા હોય છે કે ધંધાને કારણે કાંઈ અસત્ય બોલવું પડે કે કોઈ પ્રકારની ગેરરીતિ કરવી પડે તો તે ક્ષમ્ય ગણાય તેવો જ તર્ક આ મંદિરો કે આશ્રમના સાધ્-સંતો કે સ્વામીઓ આગળ ધરી રહેતા જણાય છે. મંદિર માટે કે આશ્રમ માટે મેળવાતું દાન કરવેરા મુકત હોય છે અને જેનો ફાયદો દાન આપનારને તેની આવકમાંથી મળતો રહે છે તેથી દાન ચેક દ્વારા મેળવાય છે અને જે તે રકમમાંથી નાની રકમ સ્વીકારી બાકીની રકમ રોકડમાં દાનીને પરત કરી દેવામાં આવતી રહે છે જ્યારે આવા ટ્ર્સ્ટો દાનીને દાન મળ્યાની રકમની પહોંચ પૂરેપૂરી રકમની આપતા હોય છે જેથી દાની આવકવેરામાંથી આ રકમ બાદ મેળવી શકે.

આવી પ્રવૃતિ હવે જરા જુદા સ્વરૂપે બહાર આવી રહી છે. હમણાં જ પ્રસિધ્દ્ધ થયેલા એક સમાચાર મુજબ મહારાષ્ટ્રના સાંગલી શહેરના રાજ પરિવારની માલિકીના ટ્ર્સ્ટે અંદાજે બે વર્ષ પહેલાં ગણેશ ચિતામણેશ્વર, ચિંતામણેશ્વરીદેવી, તથા સૂર્યનારાયણદેવ અને લક્ષ્મીનારાયણદેવ એમ આ પાંચ ભગવાનના નામના પાન કાર્ડ કઢાવ્યા હતા. બાદ ટ્ર્સ્ટીઓએ આ પાંચેય ભગવાનના નામના ડી મેટ ખાતા બેંકમાં ખોલાવવા પ્રયાસ કર્યો કે જેથી ભગવાન પણ શેર બજારમાં શેરનો લે-વેંચનો ધંધો કરી શકે !

નેશનલ સીક્યોરીટી ડિપોઝીટરીએ ભગવાનના નામના ડી-મેટ ખાતા ખોલવાની મંજૂરી નહિ આપી. તેથી નારાજ થઈ ટ્ર્સ્ટીઓએ આ નિર્ણય સામે મુંબઈ હાઈકોર્ટ્માં રજુઆત કરી. ભગવાન તરફી વકીલે કોર્ટમાં રજુઆત કરતા કહ્યું કે ભગવાનને સંપત્તિ ધરાવવાનો અધિકાર છે અને તેનો સ્વીકાર અનેક કોર્ટના ચુકાદાઓમાં કરવામાં આવ્યો હોઈ શેર પણ સંપત્તિ જ ગણાતી હોય ભગવાનને શેર લે-વેંચ કરવાનો અધિકાર મળવો જોઈએ ! શેર બજારમાં તેજી ના સમયે લોકો કમાતા હોય તો ભગવાનને આ કમાણી કરવામાં બાકાત રાખી શકાય નહિ !
મુંબઈ હાઈકોર્ટના જજોએ ધાર્મિકતા દર્શાવ્યા સીવાય આ અરજી નકારી કાઢી અને કહ્યું કે શેર લે-વેંચ કરવા માટે વિશિષ્ટ પ્રકારની કુશળતા હોવી જરૂરી ગણાય અને ભગવાન પાસે આવું કોઈ કૌશલ્ય ધરાવતા હોય તેવા કોઈ પુરાવા રજૂ કરવામાં આવ્યા ના હોઈ ભગવાન આવું કોઈ કૌશલ્ય ધરવે છે તેમ માની લેવું વ્યાજબી નથી. આમ મુંબઈ હાઈકોર્ટે ભગવાનને શેર બજારમાં સોદા કરતા અટકાવ્યા તેથી સંભવ છે કે ધાર્મિક લાગણીઓ દુભાય હોવાની રોક્કળ ચાલુ થાય અને આંદોલન પણ શરૂ થાય ! કારણ અતિ શ્રધ્ધાળુઓ કે અંધશ્રધ્ધાળુ તો ભગવાનને સર્વ શક્તિમાન સમજે છે અને અણુ એ અણુમાં વ્યાપેલા માને છે ત્યારે ટૃસ્ટીઓ ભગવાનને નામે આવો અચોક્કસ પ્રકારનો ધંધો કરવા નીકળ્યા છે તે તેઓને અજુગતું કે અધાર્મિક નહિ જણાય !

અંતમા મને તો ડર છે કે આ સર્વોચ્ચ અને સર્વાધિકારી ભગવાનને પોતે જ સર્જેલા મનુષ્યે સ્થાપેલી સર્વોચ્ચ અદાલતમાં ધા નાખવા જવું પડ્શે !!

Advertisements

2 comments

  1. શ્રી પોપટભાઈ
   આપની વાત સાચી છે પણ અર્થ ની વાત આવે ત્યારે માહ્યલો ઉંઘાડી દેવામાં આવતો હોય છે. ખેર ! આભાર ! મળતા રહીશું !

   સ-સ્નેહ
   અરવિંદ

   Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s