***** પુત્ર વધૂ અર્થાત વહુ દિન મનાવો !!! *****

***** પુત્ર વધૂ અર્થાત વહુ દિન મનાવો !!! *****

અગાઉ “સાસુ દિન મનાવો સાસુને દીન ના બનાવો” વિષે લખેલ લેખમાં જણાવ્યા પ્રમાણે વહુ દિન મનાવો વિષે મારાં વિચારો વ્યકત કરી રહ્યો છું.
એ તો જાણીતી અને અનુભવ સિધ્ધ વાત છે કે સામાન્ય રીતે સાસુ અને વહુના સંબંધો બે પ્રકારના જોવા મળે છે.

( 1 ) ઉંદર-બિલાડી જેવા !

( 2 ) દૂધમાં સાકર ભળી જાય તેવા !!

દીકરી જન્મીને મોટી થવા લાગે તેમ તેનામાં એક વહુ અને એક સાસુ પણ જન્મ ધારણ કરતી હોય છે. પુત્રની વહુના ઘરમાં પ્રવેશ સાથે જ જન્મ સાથે જ જન્મેલી સાસુ હવે વાસ્તવિક સ્વરૂપ ધારણ કરે છે અને એ સાથે જ અહમ કે અહંકાર પ્રગટે છે. પોતાને કારણે જ આવનારી વહુ બની શકી છે તેવા વિચારો મનનો કબ્જો લઈ લે છે. પરિણામે સાસુનો અધિકાર ભોગવવાનો નશો આવનારી વહુ ને દીકરી સમજવાને બદલે એક એવી આફત ગણવા લાગે છે કે આ નવી આવનારી હવે પોતાના દીકરાનો સંપૂર્ણ કબજો લઈ પોતાને પોતાના જ ઘરમાં નગણ્ય કે સત્તા વિનાની કરી મેલશે. આ ભયની ગ્રંથી તેણીની માનસિકતાને ભડકાવે છે અને શરૂ થાય છે બંને વચ્ચે ઉંદર-બિલાડીના સંબંધો ! અને જો આ લગ્ન પ્રેમ લગ્ન હોય તો આવનારી વહુ સાસુજીને ખરા અર્થમાં ખલનાયિકા સ્વરૂપે દેખાયા કરે છે !

અલબત્ત પ્રવર્તમાન સમયમાં સંયુક્ત પરિવારો બહુ જ ઝ્ડપથી અદ્રશ્ય થઈ રહ્યા હોવા છતાં હજુ અમુક જ્ઞાતિ અને કોમમાં ટકી રહ્યા છે અને ત્યાં હજુ પણ ઉપર દર્શાવેલી માનસિકતા ધરાવનારી સાસુઓ જોવા મળે છે. થોડા સમય થયા સ્ત્રીઓમાં શિક્ષણ/કેળવણીનું પ્રમાણ વધી રહ્યું છે સ્ત્રી ધીમે ધીમે આર્થિક રીતે સ્વતંત્ર થવા લાગી છે. પટાવાળાથી પાયલોટ સુધી અને કોઈક તો અંતરીક્ષમાં પણ સફર કરવા લાગી છે. ઉપરાંત વિવિધ ક્ષેત્રોમાં સર્વોચ્ચ હોદાઓ ઉપર પણ પહોંચવા લાગી છે. પંચાયતથી શરૂ કરી રાષ્ટ્રપ્રમુખના હોદાઓ પણ સ્ત્રીઓ શોભાવી રહી છે. પરિણામ સ્વરૂપ સ્ત્રીઓ પોતાના સ્વમાન-સ્વત્વ અને સ્વાભિમાન પ્રત્યે સભાન-સતર્ક-જાગૃત થવા લાગી છે. અલબત્ત હજુ આપણા દેશમાં સ્ત્રીઓનુ સ્વતંત્ર વ્યક્તિત્વ નક્કર સ્વરૂપ ધારણ કરવા સંક્રાંતિકાળમાંથી પસાર થઈ રહ્યું હોવા છતાં જેમ જેમ શિક્ષણ અભ્યાસ અને કેળવણીનો વ્યાપ વધતો જશે તેમ તેમ સ્ત્રીઓના શોષણ માટે થઈ રહેલો સ્ત્રીઓનો જ ઉપયોગ ઘટતો જશે અથવા સ્ત્રીઓ પોતે જ તેનો ઉપયોગ થવા નહિ દે 1 સ્ત્રી શિક્ષણ વધ્યું છે તેમ છતાં શિક્ષણથી જ વધતી સ્ત્રીની સ્વતંત્રતા અને કેળવાતી સંવેદનશીલતાનો સ્વીકાર કરવામાં સમાજમાં હિચકિચાટ અનુભવવામાં આવે છે. સાસુ-વહુ સંબંધોમાં એક સંવાદિતા અને તાદાત્મ્યતા અને સમજણ વિકસાવવા સભાન રીતે પ્રયાસો થવા જોઈએ.

સાસુ-વહુના ઉંદર બિલાડી જેવા સબંધો માટે એક કારણ એ પણ હોઈ શકે કે આપણો સમાજ પુરૂષ પ્રધાન રહ્યો છે અને તેના કારણમાં પણ અંદાજે 3000 વર્ષ પહેલાં ભગવાન મનુ થઈ ગયા જેમણે મનુ સ્મૃતિમાં સ્પષ્ટ રીતે જણાવેલ છે કે સ્ત્રી સ્વતંત્રતાને લાયક નથી. આ ઉપરાંત કોઈએ એમ પણ કહ્યું છે કે નારી તાડનની અધિકારી ! પરિણામે આ બંને સુત્રોનો ખૂબ જ ચતુરાઈથી સમાજનો પુરૂષ સ્ત્રીનો ઉપયોગ સ્ત્રી ઉપર ત્રાસ અને જુલ્મ ગુજારવા કરી રહ્યો અને આમ સાસુનું એક બિહામણું સ્વરૂપ ઉભું થઈ ગયું. આથી છોકરીના જન્મથી જ તેણીને મોટી થઈ સાસરે જવાનું છે તે તેના મગજમાં ઠાંસી ઠાંસી ભરી દેવા સાથે જ સાસરામાં એક જુલમી રાક્ષસી જેવી સાસુ પણ હશે અને તેનાથી ચેતીને ચાલવા રહેવા મોટા ભાગના પરિવારોમાં પરિવારના સભ્યો દ્વારા શિખામણનો ધોધ વહેવડાવવામાં આવતો રહ્યો હોઈ સાસુ એક અનિવાર્ય અનિષ્ટ અને પોતાના સંસારમાં પલિતો ચાંપનારી સ્ત્રી તરીકેનું બિહામણું સ્વરૂપ ઉભું થતું રહ્યું ! અને આ રીતે નવી આવનારી વહુના ચિત્તમાં સાસુ એક જુલ્મગાર છે તેવી જાણ્યે-અજાણ્યે માનસિકતા બંધાય છે.

તો કેટલીક વહુઓ પણ માથાભારે અને પ્રથમથી જ સાસુ પ્રત્યેના પ્ર્ર્ર્ર્ર્વગ્રહ પ્રેરિત ગ્રંથી સાથે જ સાસરામાં પ્રવેશતી હોય છે અને જો સાસુ નબળી હોય કે વિધવા હોય તો તેણીને પીડવામાં કોઈ કસર છોડતી નથી . પૈસા પાત્ર પરિવારમાંથી આવનાર કેટલીક વહુને પોતાના પિયર વિષે અહંકાર પણ રહેતો હોય છે. જે સાસરામાં આવી સાસુને એક યા બીજા કારણે પરેશાન કરતી રહે છે અને સમાજમાં બદનામ પણ કરે છે. અલબત્ત આ સંખ્યા નહિવત હોવા છતાં વહુઓના પક્ષે બધુ જ સારું અને સાસુ તો હંમેશા નઠારી જ હોય તે નિતાંત દરેક પ્રસંગમાં સાચું નથી હોતું તે પણ સ્વીકારવું જ રહ્યું !

કાળક્રમે સ્ત્રીઓમાં જાગૃતિ આવતી ગઈ તે સભાન અને સતર્ક બની અને પુરૂષની ચાલાકી સ્ત્રી સામે સ્ત્રીને લડાવવાની યુક્તિ ખુલ્લી પડી જતા મોટા ભાગની સ્ત્રીઓ એ સાસુ તરીકેનો ખલ નાયિકાનો રોલ ભજવવાનો બંધ કર્યો અને બંને એક સંપ થઈ રહેવા લાગી છે. અલબત્ત સ્ત્રીના વિકાસમાં શિક્ષણ-કેળવણી ઉપરાંત કેટલીક સ્ત્રીઓના પ્રતિભાશાળી વ્યક્તિત્વએ પણ મહત્વનો ભાગ ભજવ્યો છે જે ઈતિહાસ ગવાહ છે. અનેક સ્ત્રીઓ જેવી કે રઝિયા બેગમ, ચાંદબીબી ,અહલ્યાબાઈ, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, સરોજીની નાયડુ, અરૂણા અસફ અલી, મધર ટેરેસા, સીસ્ટર નિવેદીતા, સુચીતા કૃપલાણી, વિજ્યાલક્ષ્મી પંડિત, ઈંદિરા ગાંધી વગેરે ઉપરાંત અનેક નામી-અનામી સ્ત્રીઓએ સામાજિક કક્ષાએ તો કેટલીક સ્ત્રીઓ જુદા જુદા વ્યવસાયમાં પ્રવૃત થઈ સર્વોચ્ચ હોદાઓ શોભાવી રહી છે આ રીતે સ્ત્રીઓની નક્ક્રર કામગીરી દ્વારા સ્ત્રીને એક મનુષ્ય તરીકેનો દરજ્જો અપાવવા / સ્વીકાર કરાવવા સાથે તેણીનું સ્વમાન, સ્વત્વ અને સન્માન કરવા સમાજને ફરજ પાડી છે !

આવા ઝ્ડપથી પરિવર્તન પામતા સમાજમાં હજુ પણ કેટલીક સ્ત્રીઓ રૂઢિવાદી અને પરંપરાવાદી વલણો ધરાવી રહી છે પરિણામે આવા કુટુંબોમાં સાસુ-વહુના સબંધો ઉંદર-બિલાડી જેવા રહ્યા કરે છે ત્યારે જો આ બંને વચ્ચે સમભાવ, સુમેળ, સમાનતા, સમતા અને સહિષ્ણુતા પ્રગટાવવા સંવાદિતા કેળવવામાં આવે તો એક સુંદર તંદુરસ્ત સમાજનું ઘડતર્/ચણતર થાય અને વહુ પોતાનું વ્યક્તિત્વ સાસરામાં આવ્યા બાદ કોઈ પણ જાતના ભય સંકોચ કે ડર વગર ખીલવી શકે ! દુધમાં સાકર ભળી જાય અને જે મીઠાશ નિષ્પન્ન થાય તેવી મીઠાશ સંસારમાં વ્યાપે !

આવા વાતાવરણમાં કોઈ વહુ સાસુને ખલનાયિકા તરીકે નહિ પણ એક પ્રેમાળ મા તરીકે નો સ્વીકાર કરી માનો દરજ્જો આપોઆપ આપતી રહેશે અને સાસુ પણ ખુશી ખુશી વહુનો દીકરી તરીકે સ્વીકાર કરશે ! મેં એવા પરિવારો જોયા છે કે જ્યાં કહેવામા ના આવે ત્યાં સુધી ઘરમાં રહેલી યુવતી દીકરી છે કે વહુ તે કોઈ અજાણી વ્યક્તિ પહેલી નજરે ના કહી શકે !

આપણાં સમાજમાં મોટભાગના લોકો સાસુને જ ખલનાયિકા ગણે છે અને તેથી મારાં માનવા પ્રમાણે દીકરી માટે જે લાડ-ચાગ અથવા તો પરિવારમાં પ્રવર્તતી આચારસંહિતા સ્વીકાર્ય હોય તે જ, કોઈ પણ અપવાદ સીવાય વહું માટે અમલી બનાવવી જોઈએ ! જેથી પરિવારમાં આવનાર તદન અજાણી વ્યક્તિ-વહુ-ને પરિવાર સાથે ગોઠવાઈ જવા પૂરતી મોકળાશ મળી રહે ! કુટુંબમાં આવું વાતાવરણ ઉભું કરી વહુ પ્રત્યે સમભાવ અને સદભાવનાની પહેલ સાસુ તરફથી જ થવી જોઈએ ! આવી તંદુરસ્ત પ્રણાલિકા સ્થાપવામાં દરેક વર્ષમાં એક વાર કોઈ નિશ્ચિત દિવસે “વહુ અર્થાત પુત્ર વધુ દિન મનાવવા”ની શરૂઆત સાસુઓના જુથે કરવી જોઈએ !

આ દિવસે મહિલા સંસ્થાઓ દ્વારા શહેરની શ્રેષ્ઠ વહુનો આદર સત્કાર કરી ઈનામો આપવા જાહેર કરી શકાય ! જેમના પરિવારમાં વહુ હોય તેવા પરિવારમાં સાસુએ પહેલ કરી વહુ-દીકરાને કોઈ સ્થળે એકલા ફરવા મોકલવાનું આયોજન કરી સરપાઈઝ ભેટ તરીકે ટિકિટો આપી શકાય ! આ દિવસે વહુને ગૃહ કાર્યમાં રજા પડાવી તેણીને ભાવતી વાનગીઓ બનાવી ભોજનમાં પીરસી શકાય ! આ અને આવા અનેક તુકકા લડાવી વહુ દિન મનાવી શકાય ! અને આ રીતે વહુ અને સાસુ વચ્ચે તાદાતમ્યતા અને સમન્વય સાધી પરિવારમાં અનોખું વાતાવરણ પેદા કરી શકાય !

અંતમા સ્ત્રી સાસુ સ્વરૂપે કે વહુ સ્વરૂપે પરંતુ મૂળભુત રી તે તો તેણીમાં પ્રકૃતિ દત એક માનું ઋદય જ સંવેદતુ હોય છે અને તે વહાલ અને પ્રેમથી ધબક્તું હોય તેને માત્ર વિધાયક રીતે કેળવવાનું જ રહે છે સ્ત્રી સંપૂર્ણ પરિવાર તરફ સમર્પણશીલ હોવી જોઈએ એક તરફી સમર્પણશીલતા જેમ કે મા માત્ર દીકરા તરફ કે વહુ માત્ર પતિ તરફ સમર્પિત રહે તો સંસારમાં પલિતો ચંપાય ! પરંતુ સાસુ સ્વરૂપે કે વહુ સ્વરૂપે પરસ્પર પ્રેમ અને અનુકંપા પાંગરતી રહે તો સંસાર સ્વર્ગ બની રહે !

છેલ્લે મારા માનવા પ્રમાણે સાસુ દિન કે વહુ દિન ની ઉજવણીની શરૂઆત સાસુઓએ સૌ પ્રથમ વહુ અર્થાત પુત્ર વધૂ દિન ની ઉજવણી કરવાની ખેલદિલી ભરી પહેલ કરી વહુઓને માર્ગ ચીંધવો જોઈએ !

Advertisements

15 comments

  1. હેમલતાજી
   આભાર મુલાકાત સાથે પ્રતિભાવ માટે પણ ! ભાઈ પ્રફુલ્લ ઝ્ડપથી તંદુરસ્ત બને તેવી શુભકામનાઓ સાથે
   સ-સ્નેહ
   અરવિંદ

   Like

 1. મા. શ્રી અરવિન્દભાઈ

  ” અંતમા સ્ત્રી સાસુ સ્વરૂપે કે વહુ સ્વરૂપે પરંતુ મૂળભુત રીતે તો તેણીમાં પ્રકૃતિ દત એક માનું ઋદય જ સંવેદતુ હોય છે ” એ લાગણી અનુભવવા તો સ્ત્રી તરીકે જન્મવું પડે.

  Like

  1. શ્રી પોપટભાઈ
   નીલમજી તો સાહિત્યકાર અને જાણીતા લેખિકા છે હું તો એક સામાન્ય વાચક છું અને વાચક તરીકે જ બલોગ ઉપર મારાં વિચારો મૂકતો રહુ છું આપ જેવા સજ્જનો મને પ્રોત્સાહન આપે છે જેથી મને ખૂબ જ આનંદ થાય છે. આપની વાત સાચી છે સ્ત્રીને તેના ખરા સ્વરૂપમાં અને તેણીની પ્રકૃતિ અને સંવેદનાઓ સમજવી હોય તો સ્ત્રી તરીકે જન્મવું પડે ! આપના સુચનની નોંધ લીધી છે અને જમાઈ દિન માટે પણ કંઈક નક્કર વિચારી ક્યારે ક જરૂર લખીશ ! આવજો ! મળતા રહીશું આભાર !
   સ-સ્નેહ
   અરવિંદ

   Like

 2. મા. શ્રી અરવિન્દભાઈ

  સરસ લેખ છે.

  સાસુ- વહુ ઉપરના મા. નિલમબહેનના કેટલાક લેખ વાંચ્યા હતા,” સાહેલી ” જેવા સંબંધોના. જમાઈભાઈની દશાનુ શું ??? જે પાંચ સાત દિવસ રહે એટલા દિવસ બિચારાએ વાઘણ સામે બિલાડી થઇને રહેવાનું ને ??? અને જેની પત્નિના પગ ધરતી પર રહે એ બધા નશિબદાર તો ખરા જ.

  ” આજે સાસુના, કાલે વહુના ” – કાલે વહુ સાસુ બની ચુકી હશે ને !!! ઊલટું પણ છે.

  કોક દિ ટેમ કાઢી ” જમાઈદિન ” માટે પણ વિચારો ભાઈ. ક્યારેક તો ” રાજ ” બનાવો.

  Like

 3. ખુબ જ સરસ લેખ છે.શરૂઆતમાં લખ્યું કે,સાસુ-વહુ તો ઉંદર-બિલાડી જેવા છે…..એકદમ સાચી વાત છે….
  તમારા બંને સાસુ-વહુ દિન ઉજવવાના લેખ એક ક્રાંતિકારી વિચાર જેવા છે….પણ એક વાત જરૂર કહેવા માગીશ….
  પેલી ટી.વી. સીરીઅલ યાદ છે ને…..”ક્યુંકી સાસ ભી કભી બહુ થી” જેવી ત્રાસદાયક સીરીઅલ બંધ થશે તોજ સાસુ-વહુ માં પરિવર્તન આવશે….અને માં-દીકરી ની જેમ ઘરને આનંદથી ખુશહાલ રાખશે.કેમ કે…આ આધુનિક જમાનામાં લોકો પાસે એટલો સમય જ નથી હોતો….અને એમાં રોજે રોજના સાસુ-વહુ ના ઝગડાઓના કારણે જ કુટુંબો તૂટતા જાય છે…..સંયુક્ત કુટુંબની ભાવના જ તૂટી રહી છે…જે ભારતની અને ખાસ કરીને આપણા ગુજરાતીઓની મોટી તાકાત હતી.
  કઈ નહિ કદાચ આનેજ કલિયુગનો પ્રભાવ કહેતા હશે…….

  Like

  1. ભાઈશ્રી યશ
   આભાર મુલાકાત માટે અને પ્રતિભાવ માટે પણ ! આપની વાત સાચી છે સંયુકત કુટુંબની ભાવના તૂટી રહી છે તેમ છતાં સાસુ-વહુના સંબંધો તો રહે જ છે અને ત્યારે જો આવા કોઈ દિનની ઉજવણી થકી પરસપર સમભાવ -સમતા અને એક બીજાને સમજવાની સમજદારી હાલના સમયને દ્રષ્ટિમાં રાખી કેળવવામાં આવે તો પરિવારમાં મીઠાશ ભર્યું વાતાવરણ ચોક્કસ સર્જાય ! આવજો ! મળતા રહીશું !
   સ-સ્નેહ
   અરવિંદ

   Like

 4. શ્રી અરવિંદ ભાઇ.

  દેશભરની સાસુ અને વહુઓને સુધારવા કે સમજાવવાની વાત સહેલી નથી. બીજું એ કે સાસુ કે વહુ કરતા દરેક વ્યકિતએ પોતાની જાત સુધારવા માનાવતા દિન કે મિત્રતા દિન ઉજવવાની વધારે જરુરત છે. અને એથી પણ વધુ જરુરત જો હોય “ખાસ કરીને ભારતમાં” તો તે છે સ્વચ્છતા દિનની. કેવળ એક દિનની જ નહીં પણ હંમેશની. ઓછામાં ઓછું એક સપ્તાહ તો ખરું જ. જો એક મહોલ્લાના બધા રહેવાસીઓ પોતાના આંગણા અને શેરીઓ સ્વચ્છ રાખે તો ઘણું. આ માટે તમારા જેવા વડીલે પહેલ કરી તમારી શેરીના લોકોને પ્રોત્સાહિત કરવાની જરુર છે. કદાચ તમારી શેરી સ્વચ્છ હોય તો જયાં ગંદકી દેખાય ત્યાં જઇ લોકોને પ્રોત્સાહિત કરવાની જરુરત છે. વાણી કરતા વર્તનનો પ્રભાવ અતિ પ્રબળ હોય છે.

  હું તો માનું છું કે જેવું અન્ન તેવો એવો ઓડકાર અને જેવું વાતાવરણ તેવો વિચાર

  હું એમ પણ માનું છું કે તમારામાં લોકોને પ્રોત્સાહિત કરવાની શકિત છે. આ લખાણમાં કોઇની ટીકા કરવાનો મારો આશય નથી. કાંઇ અજુગ્તુ લખાઇ ગયું હોય તો ક્ષમા કરશો.

  Like

  1. ભાઈશી દેસાઈ
   આપે બ્લોગની મુલાકાત લીધી અને પ્રતિભાવ પણ જણાવ્યો આભાર ! આપે જે સફાઈ માટે લખેલ છે તો મારી વિનંતિ છે કે મારાં જ બ્લોગ ઉપર ગંદકી અંગે કોણ જવાબદાર અને ગંદકી-ઘૉઘાટ અને ગીર્દી આ બંને પોષ્ટ વાંચી જશો તો આભારી થઈશ ! આ ઉપરાંત આપની જાણ માટે મુખ્યમંત્રી તથા આરોગ્ય મંત્રીશ્રીને તેમની સાઈટ ઉપર તથા ટપાલ દ્દ્વારા આ સ્વર્ણિમ ગુજરાતની ઉજવણીના એક ભાગ તરીકે ગુજરાતના મુખ્ય શહેરો તાલુકા મથકો વચ્ચે સફાઈ/સ્વચ્છ્તાની સ્પર્ધા યોજવા પણ જણાવ્યુ છે. આ ઉપરાંત આપણાં કહેવાતા સંતો/કથાકારો વગેરે પણ એક અપીલ દ્વારા કથાના સ્થળોએ ગંદકી ના થાય માટે કેટલાક સુચનો કર્યા છે. અમારા વિસ્તારમાં આ વિષે સભાનતા કેળવવા સતત પ્રયત્ંશીલ છું તેમ છતાં ગંદકી જ કોને કહેવાય તેવી મૂળભુત સમજ લોકો ધરાવતા ના હોય ખૂબ જ તકલીફ સહન કરવાની રહે છે. મારાં પક્ષે હું જે કાંઈ કરી રહ્યો છું તે આપને જણાવ્યું. સાથો સાથ મને વિશ્વાસ છે કે આપ પણ આપના વિસ્તારમાં અને અન્ય જગ્યાઓએ આ વિશે સભાનતા કેલવવા સક્રિય રીતે કોશિશ કરતા જ હશો. કારણ કે હું દ્રઢ રીતે માનું છું કે અન્ય ને કહેતા પહેલાં CHARITY BIGGINS AT HOME . અસ્તુ ! આવજો ! મળતા રહીશું !

   Like

 5. સાસુ વહુના આ સંબંધો સુધારવા માટે ..પૂર્વગ્રહો દૂર કરવા માટે મારે આખી બુક લખવી પડી ને ? સહિયારી યાત્રા ”
  જેનો અમુક ભાગ પરમ સમીપે પર મૂકેલ છે જ..
  જેમાં આ સંક્રાંતિકાળની જ વાત કરેલી છે.
  અરવિંદભાઇ તમે પણ અહીં એ જ વાત કરો છો ને ? બરાબર..ખૂબ સરસ…

  Like

  1. નીલમજી

   આભાર મુલાકાત અને પ્રતિભાવ માટે ! અલબત્ત મેં આપનું પુસ્તક સહિયારી યાત્રા વાંચ્યું નથી પણ હવે મેળવી વાંચી કાઢીશ ! હા વાત સાચી છે સ્ત્રીઓ આપણા% દેશમાં સંક્રાંતિકાળમાંથી પસાર થઈ રહી છે અને પોતાના સ્વમાનં-સ્વત્વ અને સન્માન માટે જબર જસ્ત રીતે પુરૂષપ્રધાન સમાજની પકદમાંથી છૂટવા પ્રયાસો કરી રહી છે ત્યારે સાસુ અને વહુએ સહિયારો પ્રયત્ન જ કરવો રહ્યો અને તો જ સફળતા મળે ! આવજો ! મળતા રહીશું !

   સ-સ્નેહ

   અરવિંદ

   Like

 6. અરવિંદભાઈ
  ખુબ સુંદર લેખ!
  બે વાત ની ટકોર કરવી છે!
  ૧)સાસુ એ શુ કરવું તે સાસુ પર છોડો.
  સસરા તરીકે શુ થાય તે કહું, મારા એક સ્નેહી પુત્રવધુ સાથે મિત્ર જેમ રહેછે,તમે આ કપડા પહેરો સારું લાગશે,આ ખરીદો, આ પાર્લર મા આવખતે વાળ કાપાઓ વિગેરે…
  બહારથી આવે તો નવા ફિલ્મ ની ટીકીટ કઈ આવે…(આપણો પુત્ર ક્યાં કાચો પડેછે તે આપણે જ જાણીયે ને!)
  ૨) એક દિવસ વહુ દિન મંજુર પણ બાકીના ૩૬૪ પણ વહુના જ…….(એક દિવસ વાહ વાહ નહી!)

  Like

  1. ડોકટર સાહેબ
   આમ તો ગુજરાતીમાં કહેવત તો એવી છે કે સો દહદા સાસુના અને એક દાડો વહૂનો પણ જવાદો એ વત આપ્ની વાત સાહ્તે હું સહમત છું અને જો આપે સાસુ દિન મનાવો ધ્યાન પૂર્વક વાંચ્યું હોય તો તેમાં મેં એક સસરા વિષે ઉલ્લેખ કરેલ જ છે કે જે કામ કરતી વહુ સાંજે થાકી પાકી ઘેર પરત આવે ત્યારે ચા-નાસ્તો તૈયાર રાખતા ! વહૂને દીકરી માનો કોઈ સવાલો જ નહિ રહે અને ઘર ખરા અર્થમાં ઘર બની રહેશે ! અસ્તુ ! આભાર આપના પ્રતિભાવ માતે ં આવજો ! મળતા રહીશું !
   સ-સ્નેહ
   અરવિંદ

   Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s