“ સાસુ દિન મનાવો સાસુને દીન ના બનાવો “

“ સાસુ દિન મનાવો સાસુને દીન ના બનાવો “

દુનિયામાં મોટા ભાગમાં ખાસ તો પશ્ચિમના દેશોમાં કે જ્યાં સંયુકત પરિવારનો કોઈ ખ્યાલ નથી- અરે તેવું કોઈ કદાચ અસ્તિત્વ જ નથી. ત્યાંની સંસ્કૃતિ પ્રમાણે તો છોકરો/છોકરી 16 વર્ષની ઉમરના થતા મોટા ભાગે પોતાની મરજી પ્રમાણે સ્વતંત્ર રહેવા/જીવવા લાગે છે.
ભાગ્યેજ કોઈક પોતાના મા-બાપ સાથે રહેતા જોવા મળે છે. પરિણામે ત્યાં સામાજિક વાતાવરણ મહદ અંશે એકલવાયું અર્થાત પતિ-પત્ની સીવાય અન્ય કોઈનો સંગાથ નહિ મળતાં એકલતામાં જ બસર કરવું પડતું હોય છે. તેમ છતાં મા-બાપ પ્રત્યેનું ઋણ અદા કરવા વર્ષમાં કેટલાક દિવસો જુદા જુદા સંબંધો સાથે જોડી ઉજવણી કરવામાં આવતી રહે છે. જેમકે “મધર્સ ડે”, “ફાધર્સ ડે”, “ગ્રાંડ પા ડે”, “ગ્રાંડ મોમ ડે”, “ફ્રેંડશીપ ડે”, “વેલેંટાઈન ડે” વગેરે !

મુસાફરીની સુગમતા, સરળતા અને ઝ્ડપ વધવાની સાથે આપણાં દેશના લોકોને પશ્ચિમના દેશોનું આકર્ષણ વધુ રહે છે. આથી લોકોની અવર જવર અને આદાન પ્રદાન વધ્યું છે. અનેક પરિવારો પશ્ચિમના જુદા જુદા દેશોમાં વસવા લાગ્યા છે. આપણાં દેશના લોકોની – પશ્ચિમના દેશો અને સફેદ ચામડી વાળા માણસોથી -પ્રભાવિત થવાની માનસિકતા અંગ્રેજોના ચાલ્યા જવા છતાં મોટે ભાગે હજુ પણ જળવાઈ રહી છે.

લોકો અનુકરણ પ્રિય પણ એટલા જ છે. કેટલાક લોકો પાશ્ચાત્ય દેશની રહેણી-કહેણી સંસ્કાર અને સંસ્કૃતિનું અનુકરણ બિલકુલ વિવેક બુધ્ધિ વાપર્યા સીવાય કરતા રહ્યા છે. આવી આ અનુકરણ પ્રિય પ્રજાએ પણ આપણાં દેશમાં ત્યાં ઉજવાતા દિવસોનું અનુકરણ કરવાનું થોડા સમયથી શરૂ કર્યું છે. જેમાં મુખ્યત્વે “મધર્સ ડે”, “ફાધર્સ ડે”, “ગ્રાંડ પા ડે”, “ગ્રાંડ મોમ ડે”, “ફ્રેંડશીપ ડે”, “વેલેંટાઈન ડે” વગેરે ત્યાંના લોકો કરતાં પણ વધારે ઝનુન પૂર્વક અહિંના કેટલાક લોકો ઉજવી રહ્યા છે.

આ ઉપરાંત આપણાં દેશમાં વિવિધ ડે જેવા કે “શિક્ષકદિન”, “બાલદિન”, “સદભાવનાદિન” વગેરે તો ઉજવાય રહ્યા છે અને આમે ય આપણી પ્રજા મૂળથી જ ઉત્સવ પ્રિય રહી છે ! ત્યારે આવા સંજોગોમાં મારા નમ્ર મત પ્રમાણે ઉપરોકત ડે સાથે આપણી સંસ્કૃતિ અને સંયુકત પરિવારની પરંપરા અને રૂઢિને લક્ષમાં રાખી “સાસુમાદિન” કે દીન ( ? ) તો સાથો સાથ “પુત્રવધૂદિન” કે દીન ( ? ) પણ ઉજવવાની શરૂઆત કરવી જોઈએ ! કારણ આ બંને વ્યકતિ આપણાં સમાજ/સસારમાં વિશિષ્ટ સ્થાન/મોભો ધરાવી/ભોગવી રહી છે.

સ્ત્રી વિષે વિચારતા એક વાત તો સ્વીકારવી જ રહી કે સ્ત્રીના એક જ જન્મ દરમિયાન ત્રણ અવતાર થતા હોય છે.

( 1 ) પોતે જન્મે તે .

( 2 ) પરણીને સાસરે જાય ત્યારે પણ નવો અવતાર જ ધારણ કરે છે ! પિયરમાંથી મૂળીયા સહિત ઉખડી તદન નવા અજાણ્યા માહોલમાં ફરી નવેસરથી જીવવાનું શીખવું પડે છે. નવા પરિવારમાં નવા સંસ્કાર, રહેણી-કહેણી, રૂઢિ-રિવાજો, નવી પરંપરા, ખાવા-પીવાની તદન અલગ આદતો વગેરે ગ્રહણ કરવા/સ્વીકારવાની અનિવાર્યતા ઉભી થતી હોય છે.

( 3 ) આ જ સ્ત્રી જ્યારે મા બને છે ત્યારે તદન આગવું અને લાક્ષણિક વ્યક્તિત્વ ધારણ કરે છે ! તેનું બાળક તેના જીવનનું એક્સ્ટેંસન જ છે. મા તરીકેની સંવેદના બિલકુલ આગવી અને વિશિષ્ટ હોય છે અને તે માત્ર મા જ સંવેદી શકે છે. આ ત્રણ સ્વરૂપ ( જન્મ ) સ્વીકારતા સ્ત્રીનું લગ્ન બાદનું પુત્રવધૂનું સ્વરૂપ અને પુત્ર/પુત્રીના લગ્ન બાદ એક નવું સ્વરૂપ સાસુ તરીકેનું ઉભરી આવે છે. આ બંને સ્વરૂપ વિષે ગભીરતાથી કોઈ એ વિચાર કર્યો હોય તેમ જણાતું નથી.
સાસુ બે પ્રકારની હોય છે.

( 1 ) સર્વ સત્તાધીશ એક ચક્રી શાસનમાં માનનારી- સરમુખત્યાર !

( 2 ) સત્તાની વહેંચણી કરી સમભાવી અને સહિષ્ણુ !

સામાન્ય રીતે જ્યારે દીકરાના લગ્ન લેવાય છે ત્યારે સૌથી વધુ હરખ અને આનંદ માને થતો હોય છે કારણ પોતાનું સ્ટેટસ/મોભો વધે છે. એક વધારાની વ્યક્તિ ઉપર શાસન/રોફ જમાવાની તક મળે છે. આ સાથે જ વહુના આગમનને કારણે જે દીકરાને પોતે વર્ષો સુધી કષ્ટ વેઠી મોટો કર્યો છે તે દિકરો ગુમાવી બેસવાની એક પ્રકારની ભયપ્રેરક લાગણી જાણ્યે-અજાણ્યે મનમાં પેદા થાય છે. ઉપરાંત પોતાની એક હથ્થુ સર્વોચ્ચ સત્તામાં કોઈક ( વહુ ) ની દખલગીરી શરૂ થશે તેવો ભય પણ લાગે છે. પોતાનું ધાર્યું કરવામાં/કરાવવામાં પડકારનો સામનો કરવો પડશે તેવી દહેશત પણ ઉભી થાય છે.પરિવારમાં આજ સુધી ભોગવેલી વીટો જેવી સત્તા સામે કોઈ અવાજ ઉઠાવી પ્રશ્નો કરશે તેવો ડર લાગે છે.

પરિણામે વહુ તરફ એક પ્રકારનો અણગમો પેદા થાય છે અને તેથી વહુ પ્રત્યે એક પ્રકારનું વેર પેદા થઈ જાય છે તેથી વહુ તરફ ખલનાયિકા જેવું વલણ કેટલીક સાસુઓ અપનાવી બેસે છે. પોતાનો ભૂતકાળ કે જ્યારે તેણી વહુ બની આ પરિવારમાં પ્રવેશી હતી ત્યારે લાજ-મર્યાદામાં રહી યુવાની વિતાવવી પડેલી તેની યાદ સતત સતાવ્યા કરે છે. તેણીએ પોતાની સાસુની જોહુકમી અને જુલ્મો સહન કર્યા હોય છે તેની વેદના/પીડા યાદ આવ્યા કરે છે અને તેથી આવનારી વહુના છુટછાટ અને સ્વતંત્ર વર્તન સ્વછંદતાભર્યું જણાય છે. અને ઘર્ષણના મંડાણ થાય છે.

જેમકે દીકરો નોકરી/ધંધાએ જતા સમયે પત્નીને જમવામાં રીંગણાનું શાક બનાવવા સુચના આપતો ગયો હોય અને જો વહુ તે બનાવવા લાગે તો સાસુ તુરત જ રોકશે અને કહેશે કે મારા દીકરાને શું ભાવે છે તે મને ખબર છે. 25 વર્ષનો મેં કર્યો છે તું હજુ આ ઘરમાં નવી નવી આવી છે ત્યાં તને શું સમજ પડે કે તેને શું પસંદ છે ? આથી રીંગણાનું શાક ના બને. વહુ પતિને કહેતા અચકાય કે તમારી મા એ રીંગણાનું શાક બનાવવા ના દીધું એમાં મારો શું વાંક ? આમ દીકરો નારાજ થતાં પતિ-પત્ની વચ્ચે અંટસ શરૂ થાય સાસુ –વહુના સંબંધો દિન-પ્રતિ-દિન વણસતા રહે પરિણામે સમય જતાં આવી નાની વાતો પરિવારને મોટા ઘર્ષણ તરફ ઢ્સડી જવા લાગે અને સમય જતાં સંયુકત કુટુંબના પાયામાં સુરંગ ચંપાય ! મેં એવા પરિવાર પણ જોયા છે કે પરણીને આવ્યા 20 થી 25 વર્ષ થયા હોવા છતાં રસોઈમાં શું બનાવવું તે વહુથી નકકી ના કરાય પરંતુ સાસુમા નક્કી કરે બાદ જ વહુથી રસોઈ શરૂ કરી શકાય !

આ ઉપરાંત એક ખુબ જ પ્રચલિત વાત પણ અહીં કરું તો અસ્થાને નહિ ગણાય ! પાડોશમાં રહેતા એક બહેન પોતાને ત્યાં અચાનક મહેમાન આવી પડતા દૂધ માગવા આવેલા, જેમને ઘરની વહુએ દુધ નહિ હોવાનું કહેતા, પોતાને ઘેર પરત જતા હતા ત્યાં તે ઘરના વડિલ અર્થાત સાસુમા, રસ્તામાં મળી ગયા અને પૂછ્યું કે, અમારે ઘરે ગયેલા તે કોઈ કામ હતું કે શું ? પેલા બહેને કહ્યું કે, અચાનક મહેમાન આવી પડેલા તેમના માટે ચા બનાવવાની હતી અને ઘરમાં દુધ નહિ હોવાથી તમારે ત્યાં થોડું દૂધ માગવા ગયેલી, પરંતુ તમારી વહુએ દૂધ નહિ હોવાનું કહેતા બીજેથી લેવા જઈ રહી છું. સાસુજી કહે કે, એમ ના જવાય ચાલો પાછા ! પેલા બહેન પણ દૂધની આશાએ સાસુજી સાથે પરત ફર્યા અને સાસુએ ઘરમાં પ્રવેશતા બારણાંમાંથી જ કહ્યું કે, દૂધ બુધ કંઈ નથી હો ! આમને આમ માગવા ચાલ્યા આવો છો તે શરમાતા નથી ? પેલા બહેન તો સ્તબ્ધ થઈ ગયા અને કહ્યું કે, એ તો તમારી વહુએ પણ કહેલું , આ તો તમે પાછા આવવાનું કહ્યું એટલે હું તમારી સાથે પાછી આવી નહિ તો હું તો મારે ઘરે જતી જ હતી. સાસુએ કહ્યું એમ વહુથી કોઈ ને જવાબ ના અપાય ! હું હજુ બેઠી છું 12 વર્ષની જવાબ દેવા વાળી, અને આ ઘરમાં ના પાડવાનો અધિકાર પણ મારો જ છે શું સમજ્યા ? સાસુનો અધિકાર તરીકે આ કહેતી ખૂબ જ પ્રચલિત છે !

હવે જોઈએ બીજા પ્રકારની સાસુ કે જે સમભાવી અને સહિષણુ પણ હોય છે. જે વહુને દીકરી તરીકે સ્વીકારી તમામ સ્વતંત્રતા આપે છે. રીંગણાના શાક સાથે અન્ય શાક બનાવવાનો વિકલ્પ સુચવે છે. ઘરની ગૃહિણીનો દરજ્જો સામેથી આપી પોતાના એકાધિકારમાંથી સ્વેચ્છાએ વહુની ભાગીદારી સ્વીકારે છે. મોટે ભાગે વહુના આગમન પછી પરિવારના તમામ પ્રશ્નોમાં વહુનો મત/અભિપ્રાય જાણી આખરી નિર્ણય કરે છે. વહુનો દીકરા ઉપરના અધિકારનો અગ્રતાક્રમ ખુશી ખુશી સ્વીકારે છે. વહુ જો કામે જતી હોય તો સવારથી જ ગૃહકાર્યમાં તેણીને ખુશીથી સહાય રૂપ બને છે. ચા-નાસ્તો અને દીકરા-વહુના ટિફીન બનાવવામાં આનંદ સાથે સહભાગી બનતી રહે છે. સાંજે વહુનો કામ ઉપરથી પાછા આવવાના સમયે પણ ચા-કોફી અને નાસ્તો તૈયાર કરી રાખે છે અને બંને સાથે જ ચા-નાસ્તો કરે છે. આ સાથે રાત્રિ ભોજન માટે પણ કેટલીક તૈયારી કરી રાખે છે કે, જેથી થાકીને આવેલી વહુને રસોઈ કરવામાં સરળતા રહે ! સમગ્ર કુટુંબ રાત્રિ ભોજન તો એક સાથે જ કરે છે. મેં જોયેલા અનુભવ કહું તો અસ્થાને નહિ ગણાય !

એક પરિવારમાં સાસુ વહુને ગરમ ગરમ ફુલકા ઉતારી જમાડતી હોય તેવું અદભુત દ્રષ્ય ! તો સાસુના મૃત્યુ બાદ સસરાજી પણ વહુ માટે ચા-નાસ્તો તૈયાર કરી રાખે ! કે વહુ દીકરાને બહાર ફરવા સમયે જ વહુનું ચપ્પ્લ તુટેલું જણાતાં સાસુ તુરતા તુરત પોતે સાંધી આપે ! આવા વિરલ દ્રષ્યોનો હું મૂક શાક્ષી છું ! અને આવા દ્રષ્યો કદાચ આપણાં દેશમાં પ્રવર્તતી સંયુકત કુટુંબની ભાવનાને કારણે જ ઉભરતા હશે તેમ ધારું છું ! આવી સાસુ આદર્શ સાસુની કક્ષામાં આવી શકે !

પ્રથમ પ્રકારની સાસુ સંયુકત પરિવારની વિભાવનામાં પલિતો ચાંપતી રહે છે પરિણામે વર્ષો થયા સાથે/સંયુકત રહેતો પરિવાર મનદુઃખ સાથે સમય જતાં વિખુટો પડે છે અને જે મન દુઃખ જિંદગી આખી પીડતુ રહે છે. અને આવી સાસુઓ માટે વૃધ્ધાશ્રમ એક માત્ર વિકલ્પ રહે છે !

જ્યારે બીજા પ્રકારની સાસુ પરિવારને તંદુરસ્તી આપી પરસ્પર લાગણીના બંધન મજબૂત બનાવી સુદ્ર્ધ બનાવે છે અને સંયુકત પરિવારની વિભાવનાને નવી ઊંચાઈ અર્પે છે. આવી આદર્શ સાસુઓ વહુના મનમાં જે સાસુઓ માટે અણગમાની લાગણી-પૂર્વગ્રહો વગેરે ચાલ્યા આવતા હોય છે તે તમામને જડમૂળમાંથી ઉખેડી નાખે છે અને સાસુને જ પોતની મા તરીકે સ્વીકારવા લાગે છે

આમ છતાં હાલના પ્રવર્તમાન સમય અને સંજોગો સંયુકત કુટુંબને લાંબા સમય સુધી ટકવા દે તેમ જણાતું નથી. અનેક કારણો સર સંયુકત પરિવાર તૂટી રહ્યા છે અને આવનારા સમયમાં સંપૂણ રીતે અદ્રશ્ય થઈ જાય તો આશ્ચ્રર્ય નહિ થાય ! તેમ છતાં લગ્ન અને લગ્નના સંબંધથી બંધાતા નવા સંબંધોતો રહેવાના જ છે અને ત્યારે આ વર્ષો જૂનું કહેણ કે સાસુ નામનું પ્રાણી વહુ માટે હંમેશા જુલ્મગાર જ હોય તેવી છાપમાં આમુલ પરિવર્તન લાવવા સાસુ દિન મનાવવો ખૂબ આવશ્યક માનું છું. આવો દિન ઉજવવો તે વહુઓનું સાસુઓ તરફનું ઉત્તરદાયિત્વ બની રહે છે કે જે સાસુએ પોતાનો દીકરો વહુઓને જીવનસાથી તરીકે સોંપી દીધો તેનો ઉછેર તો સાસુએ એક મા તરીકે કર્યો હોય છે અને તે જીવનસાથી તરીકે કેટલો સફળ નીવડ્શે તે પણ મુખ્યત્વે તેના ઉછેર ઉપર જ આધારિત હોય છે.

આથી વર્ષમાં એક વાર સાસુઓ તરફ પોતાની કૃતજ્ઞતા જાહેરમાં વ્યકત કરવા વહુઓએ સામુહિક રીતે સાસુ દિન મનાવો જોઈએ તેમ મારું દ્રધ માનવું છે !

આ દિવસે સાસુને પસંદ હોય તેવી ભેટ આપી શકાય ! તેણીને ભાવતી વાનગીઓ બનાવી જમાડી શકાય ! તેમની ઈચ્છા પ્રમાણે ફરવા/યાત્રા કરવા લઈ/મોકલી શકાય ! ઉપરાંત સાસુ અને વહુ પરસ્પર વર્ષમાં એક દિવસ જે રીતે શાળાઓમાં સ્વંય શિક્ષણ દિન ઉજવાઈ છે અને વિધ્યાર્થી પ્રિંસીપાલ અને શિક્ષક બની શાળાનો વહિવટ અને શિક્ષણ સંભાળે છે તે રીતે અથવા અનિલ કપુરની એક ફિલ્મ નાયકમાં એક દિવસ પૂરતો અનિલ કપુરને વડાપ્રધાન બનાવવામાં આવે છે અને તે જે રીતે તે રોલ ભજવી વડાપ્રધાનના કર્તવ્ય સાચા અર્થમાં ભજવે છે તે રીતે સાસુ વહુનો અને વહુ સાસુનો રોલ ભજવે તો પરસ્પરની ફરજો/વિશિષ્ટતાઓ અને મર્યાદાઓ વિષે સભાન બની ગંભીરતા પૂર્વક વિચારી શકે !

મહિલાઓની સંસ્થાઓમાં સાસુઓ માટે આ દિવસને વિશિષ્ટ રીતે ઉજવવા આયોજન કરી શકાય ! શહેરમાથી શ્રેષ્ઠ સાસુની સ્પર્ધા યોજી શહેરની શ્રેષ્ઠ સાસુનો એવોર્ડ આપી શકાય ! ઉપર સુચવેલા સીવાય પણ અનેક સુચનો વહુઓ પાસેથી મેળવી શકાય અને તે પ્રમાણે સાસુ દિન ઉજવવાનો પ્રારંભ કરવો જોઈએ !

અંતમાં સાસુ દિન મનાવો સાસુને દીન ( રાંક ) ના બનાવો !!!

આવી જ રીતે પુત્રવધૂ દિન મનાવવો જોઈએ તે વિષે મારાં વિચારો માટે થોડી રાહ જોવી પડ્શે !! તેમ છતાં વાચકના આ વિષય ઉપરના સુચનો આવકાર્ય બનશે ! મારા અન્ય વિષય ઉપરના વિચારો જાણવા કૃપયા મારાં બ્લોગની

22 comments

 1. સુંદર લેખ અરવિંદભાઇ. અને લો આપની મહેચ્છા તો તુરંત પૂર્ણ થઇ ગઇ ! જીજ્ઞાબહેને ઉપર કોમેન્ટમાં સાસુમા દિન પણ ઉજવાય જ છે ની નવીન જાણકારી પણ આપી દીધી.
  જો કે ગંભીરતાથી લઇએ તો, આપનો આ ઉમદા હેતુ વાળો વિચાર અમલમાં મુકાય તો સારૂં જ થશે. એ બહાને સાસુ-વહુઓ વચ્ચે સામંજસ્ય સ્થપાશે. અરસપરસ પ્રેમ વધવાનું એક વધુ બહાનું મળશે. (અને એક દિવસ માટે બીચારા પતિઓ ’દો પાટન કે બીચમેં..’ પતી જતા બચશે !)

  Like

  1. સર્વશ્રી અશોકભાઈ નીતાજી જીજ્ઞા પ્રમથ હરનીશભાઈ અક્ષયપાત્ર ચન્દ્રવદનભાઈ અને હિરેન બારભાયા
   આપને સૌને વ્યક્તિગત પ્રત્યુત્તર પાઠવી નથી શક્યો તો દરગુજર કરશો આ જવાબ લખ્વામાં પણ થોડો વિલંબ થયો છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર ! કૃપયા નારાજ નહિ થતા મુલાકાત લેતા રહેશો અને સાથે પ્રતિભાવો પણ જણાવતા રહેશો ! વધુમાં આપ સૌ અને વિશેષમાં નીતાજી અને જીજ્ઞાજીને સાસુ દિન અને વહુ દિન આપણાં દેશમાં ક્યારે ઉજવવો જોઈએ તે વિષે સુચન કરવા વિનંતિ. જીજ્ઞાના જણાવ્યા પ્રમાણે ઓક્ટોબરનું ત્રીજુ અઠવાડિયુ નક્કી કરાયું હોય તો પણ આપણાં દેશના લોકોને આ વિષે ખબર હોય તેમ જનાતું નથી. ઉપરાંત આપણાં દેશમાં આપણે જાતે પોતે આ દિવસો શા માટે નિશ્ચિત ના કરીએ ? કૃપયા આપના સુચનો મને વહેલી તકે મોકલવા વિનંતિ ! આભાર ! મળતા રહીશું !
   સ-સ્નેહ
   અરવિંદ

   Like

 2. સો દહાડા સાસુના તો હોય છે, એક દહાડો વહુનો પણ હોય છે. વિમાન લઈ જાય તે પછી સસરાનો પણ દહાડો-પાણી હોય છે. બિચારા વરનું કશું નથી હોતું!

  ઉજવવું હોય તો વરનું કશુંક ઉજવો!

  ચલતી ચાકી દેખ કે દિયા કબીરા રોય
  દો પાટન (સાસુ-વહુ) કે બિચ મેં બાકી બચા ન કોય!

  Like

 3. મારા પત્નીના કહેવાથી-અને માર ન પડે એ ધાકે હું પણ જાહેર કરું છું કે સાસુદિન ઉજવવો જોઇએ-
  મારા પત્નીને નો આગ્રહ છે કે મારે તેની દરેક વસ્તુ વખાણવી ત્યારે કહૂ છું કે- તારી બધી વસ્તુ ઉત્તમ અને સારી-તારી તો સાસુ પણ સારી

  Like

 4. સાસુને મા તરીકે ન જોનારી વહુઓ માટે અલગ સાસુદિનની જરૂર ખરી ! અને જ્યાં મા તરીકે જોવાની ભાવના ત્થા સમજદારી હોય ત્યાં હરેક દિન માતૃદિન છે. પોતે માતા હોવા છતાં એક માતાની ભાવના ન સમજી શકે ત્યાં રોજ સાસુ દીન હોય છે.

  Like

 5. The Thought is Nice !
  But…will it bring about the intended change????
  Well, we celebrate “Father’s Day”…”Mother’s Day”….then why not one more???
  Several Ladies had posted the Comments…..One has to do that !
  It is possible !!!
  But, after the Celebrations of “so many Special Days”…..Humans needs the “inner spark” for the needed Change !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Arvindbhai…Inviting you to visit Chandrapukar !

  Like

  1. નીલમજી
   આભાર સાસુ દિન ઉપરાંત વહુ દિન માટે અલગથી લખેલ છે. આપને એક વિનંતિ કરું કે આ બંને દિવસો ક્યારે ઉજવવા જોઈએ તે વિષે આપ કોઈ દિવસોનું સુચન કરશો ! હું પણ આ બે દિવસો નિશ્ચિત કરવા માટે વિચારી રહ્યો છુ અને બાદમાં દરેકને ઈ-મેલ દ્વારા જાણ કરી અભિપ્રાય મેળવી જણાવીશ ! આભાર ! આવજો ! મળતા રહીશું !

   સ-સ્નેહ
   અરવિંદ

   Like

  1. પ્રવીણાજી
   આભાર મુલાકાત અને પ્રતિભાવ માટે ! આપના બ્લોગની અવશ્ય મુલાકાત લેવાનું રાખીશ ! ફરીને પણ મુલાકાત લેતા રહેશો ! પ્રત્યુત્તર આપવામાં થોડો વિલંબ થયો છે તો દરગુજર કરવા વિનંતિ. આવજો ! મળતા રહીશું !
   સ-સ્નેહ
   અરવિંદ

   Like

  1. હિરલજી
   મુલાકાત સાથે પ્રતિભાવ માટે આભાર ! હા ચોક્ક્સ એક દિવસ સાસુ દિન અને એક દિવસ વહુ દિન માટે નક્કી કરવા કંઈક નક્ક્રર રીતે વિચારવું જોઈએ ! વહુ દિન ઉજ્વવા માતે પણ પોષ્ટ મૂકી છે જરૂર પ્રતિભાવ આપશો ! પ્રત્યુત્તર આપવામાં વિલંબ થયેલ છે માટે દરગુજર કરવા વિનંતિ.
   સ-સ્નેહ
   અરવિંદ

   Like

 6. સુંદર વિચાર.આપણી પ્રજા મૂળથી જ ઉત્સવ પ્રિય રહી છે તો નાવા જમાંનામુજબ આ ઉત્સવ દિન પણ ઉમેરવો જ જોઈએ. ચાલો કોઈ નહી તો આપણે જ ચાલુ કરીયે !

  Like

  1. ભરતભાઈ
   આપ વ્યવસાયમાંથી સમય ફાળવી બ્લોગની મુલાકાત લઈ પ્રતિભાવ પણ પાઠવો છો જે મને પ્રોત્સાહન આપે છે આભાર ! આપને પણ આ સાસુ દિન નો વિચાર પસંદ પડ્યો તે જાણી આનંદ ! વહુ દિન માટે પણ અલગ પોષ્ટ મૂકી છે જરૂર વંચશો અને પ્રતિભાવ પણ જણાવશો ! આવજો ! મળતા રહીશું ! પ્રત્યુત્તરમાં વિલંબ થવા બદલ દરગુજર કરવા વિનંતિ.
   સ-સ્નેહ
   અરવિંદ

   Like

    1. શ્રી દેવજીભાઈ,
     આભાર, બ્લોગની મુલાકાત માટે તથા સાસુ દિન અને પૂત્રવધૂ દિન મનાવવા માટે મારાં વિચારો સાથે સુર મેળવવા માટે ! અન્ય પોસ્ટ ઉપર પણ આપના પ્રતિભાવની અપેક્ષા છે. અનુકૂળતાએ મુલાકાત લેતા રહી જરૂર પ્રતિભાવ જણાવતા રહેશો. ફરીને આભાર.

     Like

 7. સાચી વાત છે….. વર્ષમાં એક વાર તો સાસુ દિન તો ઉજ્જ્વો જ જોઈએ. હા પણ સાથે સાથે વહુ દિન પણ એજ દિવસે ઉજ્જ્વો જોઈએ જેથી દિન ઉજ્જ્વવા માટે “તું તું મેં મેં ” ના થાય. અને એ દિવસે જાહેર રજા રાખવાની…..હ્છ્હ્હાહાહાહાછાહાહાહાહાં ……ખુબ જ સરસ વિચાર છે. તાત્કાલિક અમલમાં મુકવો જોઈએ.

  Like

  1. ભાઈશ્રી યશ
   આપના સુચન પ્રમાણે વહુ દિન ઉજવવા માટે ની પોષ્ટ બ્લોગ ઉપર મૂકી છે આઅશ છે કે આપે વાંચી હશે આપ્ના પ્રતિભાવની અપેક્ષા છે. આભાર મુલાકાત માટે અલબત્ત જવાબ દેવામાં વિલંબ થયો છે દરગુજર કરવા વિનંતિ.
   સ-સ્નેહ
   અરવિંદ

   Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s