જોઈએ છે એક મર્દ !!! રાહુલ ગાંધી આપ મર્દાનગી પુરવાર કરી શકશો ??? !!! ???

જોઈએ છે એક મર્દ !!!
રાહુલ ગાંધી આપ મર્દાનગી પુરવાર કરી શકશો ??? !!! ???

ભોપાલ ગેસ કાંડ માટે તલઃસ્પર્શી તપાસ કરવા વડાપ્રધાનશ્રીએ શ્રી ચીદમ્બરમના વડપણ હેઠળ પ્રધાનોના એક જુથની રચના કરેલી તે જુથે તેમનો અહેવાલ વડાપ્રધાનશ્રીને સુપ્રત કરી દીધાના સમાચાર મળે છે. આ અહેવાલ ઉપર આખરી નિર્ણય આ માસની 25 તારીખના મળનારી પ્રધાનમંડળની બેઠકમાં વિશદ ચર્ચા વિચારણા કર્યા બાદ લેવામાં આવશે તેમ પણ કહેવાયું છે.

આ અહેવાલમાં જણાવ્યા પ્રમાણે મૃતકોના વારસોને રૂ!.10/- દસ લાખનું વળતર ચૂકવવા તથા પીડિતોને રૂ!.5/- પાંચ લાખનું વળતર ચૂકવવા ભ્લામણ કરી છે તેમ સમાચાર માધ્યમો જણાવે છે.

સરકારશ્રીના દાવા પ્રમાણે મૃતકોની સંખ્યા 5295 જેટલી છે જ્યારે વાસ્તવમાં આ સંખ્યા 15000/- પંદર હજારથી વધારે છે. ઝેરી ગેસને કારણે 5,60,000/- પાંચ લાખ સાઠ હજાર લોકોને અસર પહોંચી હતી. જેમાંથી 37000/- સાડત્રીસ હજારને કાયમી ખોડ ખાંપણ રહેલી છે. જ્યારે બાકીનાઓને મામુલી ઈજા પહોંચી હતી તેમ આ અહેવાલ જણાવે છે. શ્રી ચીદમ્બરમે ગેસ હોનારતને કારણે હજારો લોકોને ઈજા પહોંચી હતી અને આ તમામ પીડિતો પ્રત્યે કેન્દ્ર સરકાર સહાનુભૂતી ધરાવે છે તેમ વધુમાં જણાવ્યું છે.

આ અહેવાલ પ્રમાણે ગેસ પીડિતો માટે જાહેર થયેલ પેકેજ રૂ!.1300/- એક હજાર ત્રણસો કરોડનું થવા જાય છે. અલબત્ત આ રકમ ક્યાંથી આવશે તે વિષે ચીદમ્બરમે રહસ્યમય મૌન સેવ્યું જણાય છે. અને તેથી એમ માનવાને કારણ રહે છે કે આ નાણાં આ દેશના લોકોએ ચૂકવેલા કરવેરામાંથી અર્થાત સરકારની તીજોરીમાંથી ફાળવવાના રહેશે ! આ નાણાં યુનીયન કાર્બાઈડ પાસેથી મેળવાશે કે કેમ તે વિષે અહેવાલમાં કોઈ ઉલ્લેખ જણાતો નથી.

હે ! ભારત વાસીઓ જાગો ! આ સત્તાધીશો બિલકુલ નપુંસક અને કાયર છે. આ દેશના લોકોના જીવનની કીડી-મકોડાથી વધુ કોઈ કિમત નથી. હજારોની સંખ્યામાં લોકો મોતને ભેટયા હોવા છતાં એક પણ નેતામાં એવું પાણી નથી કે ઉંચે અવાજે યુનિયન કાર્બાઈડ કે અમેરીકી સરકાર સાથે વાત કરી શકે ! અને વળતર માટે રકમ માંગી શકે કે એંડરસનના પ્રત્યાર્પણની ભારપૂર્વક માંગણી કરી શકે !

લોકોનો રોષ-ગુસ્સો અને આક્રોશ ઠંડો પાડવા અને આ બર્બર બનાવને ભૂલવાડી દેવા 25 વર્ષ બાદ રૂ!.દસ લાખનું નગણ્ય અર્થાત ભૂખડી બારસ જેટલી રકમ નુકસાન પેટે ચૂકવવા ભલામણ કરે છે અને તે રકમ પણ ક્યાંથી મેળવાશે અને કેટલા સમયમાં આ રકમનું ચૂકવણું કરવામાં આવ્શે તે વિષે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી હોય તેમ જણાતું નથી.

ઉપરાંત આ દેશના લોકો તે પણ જાણે છે કે આ દસ લાખ કે પાંચ લાખની રકમ પીડિતો સુધી ક્યારેય પહોંચવાની નથી. વચેટીયાઓ જ આ નાણાં જમી જવાના છે. તાજેતરમાં જ દિલ્હીની વડી અદાલતે એવું નીરિક્ષણ કરેલું કે સરકારના તમામ ખતાઓમાં 90% કર્મચારીઓ ભ્રષ્ટ છે જે ખુબ જ સુચક છે અને અહીં દર્શાવેલ દહેશતમાં તથ્ય છે તે પુરવાર કરે છે.

આવા સંજોગોમાં કોઈ પોતાની ખરી મર્દાનગી દર્શાવી શકે તેવા આગેવાનની ક્યારેય નહિ હતી તેવી જરૂર આજે છે

ઉત્તર પ્રદેશમાં છાસ વારે ગરીબ દલિતને ત્યાં ભોજન આરોગતા કે રાત વાસો કરતા કે મુંબઈમાં લોક્લ ટ્રૈનમાં મુસાફરી કરતા રાહુલ ગાંધી આપ, જો આ દેશના લોકો પ્રત્યે, લોકોના હિત અને કલ્યાણ માટે, ખરા અર્થમાં કમીટેડ અર્થાત પ્રતિબધ્ધ હો, તો અને આજ સુધી કરેલું પ્રદર્શન દેખાડો ના હોય, તો આવો મર્દાનગી દેખાડવાનો અને પુરવાર કરવાનો અમૂલ્ય અવસર સાંપડ્યો છે તે તકનો લાભ લઈ ભેદી મૌન તોડી મેદાનમાં આવો અને જે કોઈ આ વિનાશક ગેસ કૌભાંડમાં તથા એંડરસનને ભગાડી મૂકવા માટે જવાબદાર હોય તે તમામને લોકો સમક્ષ ખુલ્લા પાડો અને આપની વડાપ્રધાન થવાની કાબેલિયત પુરવાર કરો ! આ જબર જસ્ત પડકારને સામી છાતીએ જીલ્લી આપનામાં લોક નેતા થવાનું ખમીર છે તે સાબિત કરી આપો !

આ તબક્કે આપના પ્રપિતામહ શ્રી નહેરૂએ આપની દાદી ઉપર લખેલા એક પત્રમાં કહ્યું હતું તે વર્ષો પહેલાં વાંચેલુ તે યાદ આવતા અત્રે જણાવું છું તેમણે લખેલુ કે પરિવાર માટે વ્યક્તિનું, સમાજ/લોક હિત માટે પરિવારનું, અને દેશ/સામુહિક હિત કે કલ્યાણ માટે સમાજનું, બલિદાન આપનાર જ સાચા અર્થમાં દેશનો નેતા કે આગેવાન બની શકે ! આપશ્રી એ આ વિધાન વાંચ્યું છે ? અને વાંચ્યું હોય તો સમજ્યા છો ?

હે ! ભારત વર્ષના યુવાનો ! આપ માટે એક વિશિષ્ટ અપીલ છે કે જો રાહુલ ગાંધી આ ગેસ કૌભાંડ અંગે આગેવાની લઈ મૃતકો અને પીડિતોને અમેરીકી કંપની પાસેથી યોગ્ય અને વ્યાજબી વળતર અપાવી શકવા સમર્થ બને અને એંડરસનને અત્રે બોલાવી સજા અપાવી શકે તો આંખ મીંચી તેમની પાછળ તેમના ટેકામાં ઉભા રહેજો અને જાનફેસાની કરી ખપી જવું પડે તો પણ પીછે હઠ નહિ કરશો !

પરંતુ જો તે આ કાર્યમાં ઉણા ઉતરે અને મૃતકો કે પીડિતો માટે કશું જ નહિ કરવા, મૌન જાળવી, તમાશો જોયા કરે તો માની લેજો કે મોટી મોટી ડંફાસો મારનાર આ યુવરાજ પણ થઈ પડેલા અન્ય નેતાઓની જમાત માહ્યલા એક નંગ છે અને તેથી વિશેષ કશું નથી ! તેમનાથી ચેતતા રહેશો ! કારણ કે આપ સૌ નવયુવાનો નો ઉપયોગ માત્ર અને માત્ર સત્તા મેળવવા અને આવા ગેરકૃત્યો ઉપર ઢાંક પીછોડો કરવા માટે થઈ રહ્યો હશે અને થતો રહેશે !! સાથોસાથ એ પણ સિધ્ધ થઈ જશે કે રાહુલને વારસાગત ગાદી મેળવવા સીવાય લોકો માટે ખરા અર્થમાં કોઈ કાર્ય કરવાની ઈચ્છા કે ધગશ નથી ! હા, પોતાને કોઈ આંચ ના આવે તેવી સલામત રીતે પ્રચાર કરવા/કરાવવામાં જ માત્ર અને માત્ર રસ છે. કોઈ નકકર ભુમિકા ભજવી હોદો મેળવવા પ્રયાસ કરવામાં કોઈ રસ કે તૈયારી નથી

દાદીમાએ તો સ્ત્રી હોવા છતાં મર્દાનગી પુરવાર કરી અમેરીકાની ધમકીની પરવા કર્યા વગર બંગ્લા દેશનો જન્મ કરાવ્યો તેવી મર્દાનગી દેખાડવાનો અને પુરવાર કરવાની આ વેળા છે ! તેની શેખી મારનારા આ યુવરાજ જો આ તબક્કે ભોપાલના લોકોના હિત અને કલ્યાણ માટે આગેવાની લઈ દાદીમાની હરોળમાં ઉભા ના રહે તો તેઓ પણ અન્ય નામર્દ-નપાવટ-નપુંસક અને હરામખોર નેતાઓની હરોળના જ છે જે આપો આપ સિધ્ધ થઈ જશે !

આ ઉપરાંત ભોપાલ ખાતેના પ્લાંટમાંથી ઝેરી કચરો સાફ કરવા મધ્યપ્રદેશ સરકાર દ્વારા પ્રયાસો હાથ ધરાવવા અને જેમાં કેન્દ્ર સરકાર સહયોગ કરશે તેવી ભલામણ સાથે આ કામ માટે રૂ!.300/- ત્રણસો કરોડ ફાળવવામાં આવે તેવી ભલામણ કરવામાં આવી છે. જ્યારે આ ઝેરી કચરો સાફ કરવાની જવાબદારી યુનિયન કાર્બાઈડ અને નવી કંપની ડાનની હોવા છતાં આ દેશના લોકોના ભંડોળમાંથી વાપરવામાં આવશે ! કહો અને કહેતા રહો મેરા ભારત મહાન !!!

ચેતવણી
ભારતવાસીઓ જાગો અને જાગતા રહેજો કારણ બહુ નજીકના ભવિષ્યમાં જ આવી જ મોતની અન્ય ભઠ્ઠીઓ પણ આ દેશમાં આવી રહી છે અને થોડા સમયમાં જ કાર્યરત થવાની છે. આપ સૌને યાદ હશે કે આપણી સરકારે અમેરીકા સાથે અણુભઠ્ઠીઓ આપવાનો કરાર/સમજુતી કરી છે અને તે અનુસંધાને અમેરીકામાં બંધ પડેલી અને ભંગાર થઈ ગયેલી આ અણુ ભઠ્ઠીઓ આ દેશમાં તેનું ઉત્પાદન કરવા આવી રહી છે અને જેને માટે આપણાં વડાપ્રધાને લાલ જાજમ પાથરી સ્વાગત કરવાની તૈયારી કરી છે અને તે સંબંધે એક બીલ ન્યુક્લીયર લાયાબીલીટી બીલ લોકસભામાં પાસ થવા પડેલું છે

જે બીલની કેટલીક શરતો પ્રમાણે જો ભોપાલ જેવું ગેસ ગળતર થાય કે કોઈ અકસ્માત થાય અને જે કાંઈ જાન હાનિ કે અન્ય પ્રકારનું નુકસાન થાય તો અમેરીકી કંપની કે અમેરીકી સરકાર કોઈ જાતનું વળતર આપવા જવાબદાર નહિ રહે ! આવા મૃત્યુની કે નુકસાનની જવાબદારી ભારત સરકાર અને લોકોની રહેશે ! માટે આવનારા વર્ષોમાં હવે પછી હજારોની સંખ્યામાં નહિ પરંતુ એક સાથે લાખોની સંખ્યામાં આ દેશમાં મૃત્યુ થાય તો નવાઈ નહિ ગણાય !

જ્યારે આ વિષે સમાચારો જાણવા મળે છે ત્યારે ક્યારે ક એવો વિચાર આવી જાય છે કે આ દેશના ડાબેરીઓના વિરોધની વાતમાં કંઈક તથ્ય તો જરૂર હતું !

આમે ય બીજી રીતે જોઈએ તો સરકાર હંમેશા વસ્તી વધતી જતી હોય વસ્તી વધતી અટકાવવા પરિવાર નિયોજન કરવા પ્રચાર કર્યા કરે છે પણ ધાર્યું પરિણામ મળતું ના હોય શક્ય છે કે આ અણુભઠ્ઠી જેવો સામુહિક મૃત્યુનો સીલ સીલો ગોઠવી દેવાનું કોઈના શેતાની મગજની ઉપજ હોય ! અને આમે ય મરવાનું તો સામાન્ય જન સમુદાયના ભાગ્યમાં જ લખાયું હોય છે ને ? કોઈ સત્તાધીશો કે રાજકારણીઓના અંગત સગા-વહાલા કે સંબધીઓ કે તેઓ પોતે ક્યારે ય આવા સામુહિક મોતમાં હોમાયા હોવાનું સાંભળ્યું છે ખરું ?

અંતમા ફરી એક વાર આવો આપણે સૌ એકી સાથે સામુહહિક રીતે પોકાર નાખી પૂછીએ કે રાહુલ ગાંધી સાંભળો છો ???

Advertisements

20 comments

  1. ભાઈ જય
   ગાંધીજી ક્યાંથી આવશે ? આ દેશના યુવાનોએ જ આગેવાની લેવી રહેશે અને તે માટે ત્યાગ અને બલિદાન આપવા તૈયારી રાખવી રહી જો તમ નહિ થાય તો આવનારા દિવસોમાં આ દેશના ફરી ટુકડા થતા કોઈ નહિ રોકી શકે તે નિશ્ચીત માનજો ! ગાંધીજી યુવાનોમાંથી જ પેદા થવા જોઈએ ! આભાર આવજો !
   સ-સ્નેહ
   અરવિંદ

   Like

   1. pn ame jo koi avo saro vichar pn loko same mukie to loko amari vat ne ek vaar sabashi ape 6e pa6i to koi sahkar j nai
    are loko su amara mata pita pn em j k 6e k atyare tamari bhanvani ummar 6e
    ava kamo to loko krse….
    aya mota des badalva vada ava tuchh javabo made
    kya sudhi 1la hathe jajumi sake manas…ana mate are su krvanu…
    hu koino sahkar nthi i6to
    aapni salah maru margdarshan krse
    aapno aabhari
    એક ગુજરાતી

    Like

 1. મા. શ્રી અરવિઅન્દભાઈ

  “આપણા દિલમાં દેશ માટે બળતું હોય, તોય આપણે પરદેશી થઈ ગયા. મારો પણ આ જ અનુભવ છે. “સંપૂર્ણ સહમત.

  લોકશાહીમાં પૂર્ણ, આખરી જવાબદારી કોની ?
  પ્રેસિડેન્ટથી માંડી………… બધાને “વગરકામનો” પગાર ચુકવીએ છીએ હમણા ૮૦% + રોજ માખી મારવાના ૧૦૦૦રૂ વધારો માગે છે. લઈને જ રહેવાના છે.

  Like

  1. સર્વશ્રી તેજસ પટેલ, જય પટેલ, ભુપેન્દ્રસિંહ, નીતેશ પી, બિંદીયાજી, પ્રફુલ્લ ઠાર, અક્ષયપાત્ર, સુરેશ જાની , જીતેન્દ્રસિંહ, દિનેશ વકીલ, હરનીશ જાની, પટેલ પોપતભાઈ
   આપ સર્વે તરફથી સુંદર પ્રતિભાવો મળ્યા હોવા છતાં પ્રત્યુત્ત્રર આપવામાં કેટલાક કારણોથી વ્યક્તિગત આપી શકાયો નથી તો દરગુજર કરવા વિનંતિ ! ફરી પણ અનુકૂળતાએ મુલાકાતે પધારતા રહેશો અને આપના કિંમતી પ્રતિભાવો જણાવતા રહેશો જે મને પ્રોત્સાહિત કરતા રહેશે ! આવજો ! મળતા રહીશું !
   સ-સ્નેહ
   અરવિંદ

   Like

 2. Good discussion-Keep it up-There is no fault of America-Americans know how currupt is the Indian Gov- So they are taking advantage of the situation- Check the history-America is looking for its own motive-It is their policy- Nobody can blame themin doing so> Watch out for Kashmir-Some corrupt Gov may sell it-and nobody will know-

  Like

 3. બ્લોગ વાંચનાર પણ જાગશે ખરો, એવો આ મુદ્દો અને તેને તમે ટાંક મારી , ભારતમાં તમને વાંચનારની સંખ્યા જો ૫૦ કરોડ જેવી થય જાય,તો તો બાત બન જાય, બહુ જ સ-રસ…

  Like

 4. I totally agree with Shri Adalja.

  I read in one of the comment addressed to Shri Adalja that no politician is going to read his blog. My view slightly differs here. I think this blog is not meant for politicians… While I don’t know the exact purpose of Shri Adalja’s blog, but even if 50000 people come together, after reading this and other such inspirational blogs, and take a stand on any issue, it could really become a turning point for our society.

  Another one post says “હા બેન. આપણા દિલમાં દેશ માટે બળતું હોય, તોય આપણે પરદેશી થઈ ગયા. મારો પણ આ જ અનુભવ છે.”

  Here I remember a dialog from a Umar Sharif’s comedy “Bakra Kisto Pe” wherein he asks why 1 American Dollar fetches 35 pakistani rupees. And then he goes on to explain in his own sarco-comedian manner that “JITNA PYAR 35 PAKISTANI MILKAR APNE DESH SE KARTE HAIN, UTNA HI PYAR 1 AMERICAN APNE DESH SE KARTA HAI” This one statement says it all.

  Until and unless people of India wake up and start taking up stands on various issues (believe me, in India there is no dearth of such issues!!), politicians will keep on behaving like this country belongs to them, its their family heirloom and will keep on taking decision that benefit them and only them.

  BE THE CHANGE YOU WANT TO SEE!

  regards
  Nitesh P

  Like

 5. તમારી તતૂડી વગાડવા માટે અભિનંદન.
  બાકી આ બ્લોગ વાંચકો સિવાય કોઈ રાજકારણી તે વાયંચવાનો નથી.

  તમારા લેખનો અંગ્રેજીમાં અનુવાદ કરી રાહુલને મોકલજો .

  Like

 6. બિંદીયાબેન,

  અમેરીકામાં લોકો ભૌતિક સુખ માટે નથી રહેતા પણ વિકાસની તક અને વ્યક્તિત્વ વિકાસ તથા સ્વાતંત્ર્ય કે જેનો આપણા દેશમાં અભાવ છે તે માટે આવે છે. મને અમેરીકા આવવાની તક 1975માં હતી ભાવનાશાળી થઈને મેં ન જવાનું વિચાર્યુ. પછી પંદર વર્ષ પછી 1989માં આવી કારણો કહીને મારે ત્યાંના સમાજની નિંદા નથી કરવી પણ હજુ ય દેશમાં પાછા આવીએ તો અમારા અને અમારા સંતાન માટે વિકાસની તકોને બદલે વિદેશીઓ હોઈએ તેમ મજાકથી ઉતારી પાડવાનું વલણ જ જોવા મળે. જોઈતી મદદ ભાગ્યે જ મળે. જે અહીં અમેરીકામાં શક્ય છે તે ત્યાં નથી.

  Like

  1. હા બેન. આપણા દિલમાં દેશ માટે બળતું હોય, તોય આપણે પરદેશી થઈ ગયા. મારો પણ આ જ અનુભવ છે.

   એક રિપોર્ટ પ્રમાણે ..

   બ્રિટિશરોએ દેશની જે લૂંટ 200 વર્ષમાં કરી હતી; તેનાથી ત્રણ ઘણા નાણાં મહાનુભાવોએ સ્વિસ બેન્ક્માં જમા કરાવ્યા છે. અને એ બધા સ્વદેશીઓ દેશની સેવા કરે છે !!

   Like

 7. વડિલ શ્રી અડાલજા સાહેબ,

  આપશ્રી ના દેશ પ્રત્યેના વિચારોમાં એક તાકાત છે. પણ આપણો દેશ પાછળ છે કારણકે જાતિવાદ, ભાષાવાદ અને મોટામાં મોટું રાજકરણીઓ કે ધનાધ્ય માણસો પોતાના ખિસા ભરવામાંથી બહાર નીકળી શકતા નથી.બીજું તેઓ બુધ્ધિમાન પણ નથી અને હશે તો ખોટી જગ્યાએ તેનો વ્યય કરે છે.બાકી રહી વાત શ્રી રાહુલની કે જેનું વ્યકતિત્વ જોતા કદાચ સારું કરી શકે એવું મારું માનવું છે.કે જે રાજીવજી આપન઼ે એકવીસમી સદીમાં લઇ જઇ પોતાના કોડ અધુરા મુકી ગયાં અને એના જીમ્મેદાર પણ નાગરિકો જ છે.બાકી તો રાજકરણ એટલે રાજકરણ આમાં આપણા જેવા સામાન્ય માનવી માટે વિચારવું ખુબ જ દુરની વાત લાગે છે.

  આભાર સાથે

  લી. પ્રફુલ ઠાર

  Like

 8. કેમ છો અરવિંદ ભાઈ!

  બહુ જ સરસ વિચારણા કરી છે. દેશ ની એક ઘટના ઉપર પણ વિચાર કરીને જો પ્રજા ને જાગૃત કરવા માં આવે તો એક દેશપ્રેમી તરીકે નો ફાળો જ છે. પણ આપણ ને ખબર જ છે કે આપણા જ લોકો અમેરિકા પ્રત્યે નું વલણ અથવા તો એનો મોહ પોતાના દેશપ્રેમ કરતા વધી ગયો છે. ભૌતિક સગવડો ની દ્રષ્ટી એ આગળ રહેલા અમેરિકા ની સામે કોઈ બોલી શકતું નથી. કેટલાયે NRI ઓ ને જોવું છું કે જે આપણા દેશ ના વિકાસ માં તો ફાળો આપી શકતા નથી પણ એની નિંદા કરવા માં જ ગૌરવ સમજે છે. તમારો પ્રશ્ન અહીં બરાબર છે કે યુવાનો જો જાગૃત થઇ ને અમેરિકા સામે પડકાર કરે તો જ આપણા દેશ ની શક્તિ એક થશે. આપણા દેશ માં જ માત્ર ભ્રષ્ટાચાર નથી, પરંતુ કાયદા ને સાથે રાખી ને થતો ભ્રષ્ટાચાર અમેરિકા માં પણ છે. કદાચ અમેરિકા માં રહેતા આપણા લોકો એ પોતાના દેશ માં પાછા ફરવા ની જરૂર છે.

  Like

  1. બિંદીયાજી,
   આપ જાણે ભોપાલ કાંડ NRI લોકોએ કર્યો હોય તેમ દોષ દો છો.ભોપાલ કાંડ માટે જવાબદાર એક અમેરિકન કંપની છે અને તેના ભારત માં કામ કરતા ભારતીય અફસરો ની બેદરકારી જવાબદાર છે,અમેરિકા નહિ.અમેરિકાએ ભોપાલ કાંડ કરાવ્યો નથી.આપણે ખબર નહિ હોય આજ NRI લોકો ભારત માં વર્ષે ૨૫ અબજ રૂપિયા ભારત માં મોકલે છે.એનાથી દેશ ને ફાયદો છે,દેશ ની ઈકોનોમી માટે ફાયદો છે.NRI નો પૈસો એટલે ખરી પરસેવાની કમાણી છે.અહી મજુરી કરીને ભારત માં પૈસા મોકલે છે,હરામ ની કમાણી નથી,ટેબલ નીચે હાથ લાંબો કરીને લાંચ લીધેલી નથી.પહેલા pelaa bhikhari 50 laakh sadhuo je વર્ષે dahade ashare 9000 karod rupiya નો kahrch prajane maathe amsto mare છે temane kadhi muko pachhi ame badha NRI dehs માં avi jaishu.Badha NRI દેશ માં avi jashe to tame khavaa shu apaso?nokari kai aapaso?tamara netaao દેશ ની કમાણી svis benko માં muke છે e dekhatu નથી અને je NRI ૨૫ અબજ દેશ માં મોકલે છે tene gaalo દો છો?dhany છે tamaraa vicharo ને.

   Like

   1. sadly, focus of the discussion has changed. but, can’t stay put and not reply to some of the points raised/discussed by you,sir!

    “પહેલા pelaa bhikhari 50 laakh sadhuo je વર્ષે dahade ashare 9000 karod rupiya નો kahrch prajane maathe amsto mare છે ” —– can u elaborate on this, please?

    “NRI નો પૈસો એટલે ખરી પરસેવાની કમાણી છે.અહી મજુરી કરીને ભારત માં પૈસા મોકલે છે,હરામ ની કમાણી નથી,ટેબલ નીચે હાથ લાંબો કરીને લાંચ લીધેલી નથી.” —– Sir, I beg to differ with your point of view. Just like all NRI’s we all Indians also work hard to earn our bread and butter. Atleast, 99% of us do. So, I request you to kindly kindly come out of such an illusion that all Indians are earning “હરામ ની કમાણી”.

    “Badha NRI દેશ માં avi jashe to tame khavaa shu apaso?nokari kai aapaso?” — Sir, you being an ex-Indian, you should very well be aware of the great India’s ancient traditions. Jem aapshri badha j NRI vati bolo chho, tema j hun pan badha j bharatiyo vati tamne ashvasan aapu chhoon that we will all take good care of you, if you ever decide to come over.

    “tamara netaao દેશ ની કમાણી svis benko માં muke છે ……..” your this statement alone is the sole reason of my addressing you as an ex-Indian. ” tamaara netao” kahine tame potane amara thi alag kari didha chhe, sir!

    “આજ NRI લોકો ભારત માં વર્ષે ૨૫ અબજ રૂપિયા ભારત માં મોકલે છે” — for you kind information, India’s GDP in 2008 was @ 1.16 Trillion US Dollars. I don’t mean to undervalue your contribution towards India’s economy. But I have to say this that “૨૫ અબજ રૂપિયા” when compare to India’s total economy, is a very minuscule amount. I would not have mentioned this, if you had not written what u did.

    “Ask not what the country can do for you, ask what you can do for your country” – John F. Kennedy (An ex-American President)

    Like

    1. માફ કરજો આપની લાગણી દુભાઈ હોય તો.જે ભારતીયો મહેનત કરી ખાય છે તેને માટે મેં લખ્યું નથી.પણ હાલ ભારત માં લાંચ આપીને પણ કામ થઇ જાય તોયે સારું એવી લાગણી છે.આપને પણ સરકારી ઓફિસો અને ઘણી બધી જગ્યાએ અનુભવ થયો જ હશે.તમામ ભારતીયો માટે લખી નાં શકાય.ચાલો વર્ષે દહાડે ૨૫ અબજ રૂપિયા ની આપને કીમત નાં સમજાય,પણ અબજો રૂપિયા પ્રધાનો અને કાળા બજારીયા સ્વીસ બેંકો માં મુકે છે તેનું શું?NRI ને ગાળ દેવાની જાણે એક ફેશન થઇ ગઈ છે.
     ભારત માં ૫૦ લાખ સાધુઓ છે.જે કશુજ કરતા નથી.અનપ્રોડક્ટીવ છે.એમનો ખાવા પીવા,ચરસ,ગાંજા તમામ ખર્ચ તમારા જેવા સંનિષ્ટ દેશપ્રેમી મહેનત કરી ખાનારા ના ખીસા પર છે.રોજ ના સામાન્ય ફક્ત એમના માટે ૫૦રૂપિયા એક સાધુ માટે ગણીએ તો વર્ષે ૯૦૦૦ કરોડ કરતા પણ વધારે થાય છે.એ બોજો ભારત ની મહેનત કરતી જનતા પર છે.સીધું ગણિત છે કી આ ૫૦ લાખ તો કામ કરતા જ નથી.એના સિવાય બીજા મોટા કથાકારો ને ગુરુઓ જે બહુ ફેમસ છે તેપણ કશું કર્યા વગર બીજા કરોડો પ્રજા ના ખીસા માંથી સેરવી લે છે.દેશ ક્યા થી ઉંચો આવે?અરવિંદ કાકા ની વાત સાચી છે.યુનિયન કાર્બાઈડ ને અબજો નો દંડ ઠોકી દેતા કોણે રોક્યા છે? આલસ્ય શિરોમણી ન્યાયાધીસો ૨૫ વર્ષે હસવા જેવો ચુકાદો આપે તેમાં વાંક કોનો?ભારત ની ગરીબ જનતા ને માર્યા ગયેલા ૧૫૦૦૦ કરતા વધારે લોકોના જાન ની આ મૂરખ જજ સાહેબો ને પડી જ નથી.આજે ૮૦ વર્ષ ના એન્ડરસન ને શું સજા કરશો?એ સજા ભોગવવા આવશે અહી ખરો?આનો kes kort માં chalato hovaa chhata keshub mahendra ને padmshri નો ilakab kem apato hato?mul dosh આપણી bhaaratiyo ની kayar mansikataa નો છે.sorry આપને khotu lagyu છે,પણ hakikat આ છે.bindiyaa ben ને aamaa NRI ક્યા vachche aada avya?

     Like

    2. શ્રી ભુપેન્દ્રભાઈ

     માફ કરશો.
     એનઆરઆઈ વર્ષે દહાડે ૨૫ અબજ રૂપિયા નહિ…પણ
     ૨૫ અબજ બિલીયન ડોલર રેમીટંસ રૂપે મોકલે છે.
     આપના વિચારોને મારૂ અનુમોદન છે.

     Like

    3. Sir mane lage che k aapda lohi ma j andro andar badhva na sanskar che baki vak koi NRI K AMERICAN karta vadhare aapdo badhno j che aapde jyare koi pan vat 1mota news ma ave tyarej jagye chiye ayare pan aapdi aaju baju ghana nana k mota kobhando chelta hashe j je aavta 5-25varsho pachi mota thay jashe tyare pachi badha aena vishe lakhase ane potano balapo kadhse ane pachi potani palojan ma padi ne nava isue ni rah joshe.
     for exampal; bombay bomb blast ma afjal kasab k pachi afzal guru na nisfal sansad humla ma fansi ni saja no amal karava mate hu tame k pachi aa blog k aani jeva bija koy pan lekh vachta ketla loko road par aavi ne k court ma jay ne kaydesar jadap ma jadap thi fasi no amal karava medane padya che kadach koy nay badha thoada samay ma junu bhuli ane navu vagolva madshe ane jem jani sahebe kahyu tem RAHUL GANDHI k bija aeva koy pan rajkarni aa vat vachva nathi ane kadach vache to pan kay karvana nathi just read and enjoy and forget and prey this not done with us its in our blood

     Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s