હવે અફ્ઝલ અને કસાબને પણ ક્યારે ભગાડો છો ????શાબાશ પ્રણવ મુકરજી ! આને કહેવાય પ્રાઈમીનીસ્ટર ઈન વેઈટીંગ !!! મનમોહનસિઘની ખુરશી જોખમમા !!!

હવે અફ્ઝલ અને કસાબને પણ ક્યારે ભગાડો છો ????

શાબાશ પ્રણવ મુકરજી ! આને કહેવાય પ્રાઈમીનીસ્ટર ઈન વેઈટીંગ !!! મનમોહનસિઘની ખુરશી જોખમમા !!!
ભોપાલ કાંડમાં શ્રી પ્રણવ મુકરજીના નિવેદને એક કાંકરે બે પક્ષી પાડ્યા ! એંડરસનને ભગાડી મૂકવામાં અર્જુન સિઘ સાથે રાજીવગાંધીનું નામ પણ મીડીયામાં ઉછળ્યું હતું ! અને આથી ગાંધી પરિવાર ભયંકર ક્ષોભમાં પડી ગયો હતો કારણ એક પછી એક જે તે સમયના અધિકારીઓ પણ રાજીવ ગાંધીની સુચના વિષે નિવેદનો કરી રહ્યા હતા અને છે ! દેશના વડા પ્રધાન શ્રી મનમોહનસિંઘનું સુચક અને ભેદી મૌન હજુ સુધી કોઈ ખોલાવી શક્યું નથી તો સોનીયાજી પણ મૌન ધારણ કરી બેઠા છે અને તો સ્વાભાવિક છે કે યુવરાજ રાહુલ ગાંધી હવે ગધ્ધા પચીસી વટાવી ગયા હોય મૌનની કિમત સમજતા થઈ ગયા જણાય છે.

હજુ સુધી જે તે સમયના મુખ્યમંત્રી શ્રી અરજુનસિંઘે પણ પોતાનું મૌન તોડ્યું જણાતું નથી.
લોકોનો રોષ તત્કાલિન મુખ્યમંત્રી અને વડાપ્રધાન રાજીવગાંધી તરફ ભભુકી રહ્યો છે અને તે તાત્કાલિક ઠારવા કે જ્વાળા વધુ પ્રજવલિત ના થાય તે માટે શ્રી પ્રણવ મુકરજી મેદાનમાં ગાંધી પરિવારની રક્ષા માટે આવી પહોંચ્યા છે. આજ પ્રણવજી એક વખત વડાપ્રધાનની બસ ચૂકી ગયા હોઈ હવે વધારે પરિપક્વ થયા હોય તેમ જણાય છે. કદાચ બરાબર સમજ આવી ગઈ છે કે સોનીયાજીની કૃપા વગર વડાપ્રધાનની ખુરશી આકાશકુસુમવત છે અને જો તે આ જીવનમાં મેળવવી હોય તો આવા કપરા સમયમાં તેમના બચાવ માટે લોકોનો રોષ વહોરીને પણ ઉભા રહેવું જોઈએ !

આમેય આ દેશમાં લોકોના જાનની શું કિમત છે ? જો થોડી કિમત પણ હોત તો 20000/- વીસહજાર લોકોની જાન એક જ દિવસમા જાય અને લાખો લોકો આજ પણ આ ગેસને પ્રતાપે અનેક પ્રકારના રોગથી પીડાતા હોવા છતાં અને તે વિષે પૂરેપૂરી જાણકારી હોવા છતાં એંડરસનને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને જાળવવા ભારતમાંથી ભગાડી મૂકવાની ફરજ પડી હતી તેવું એક જવાબદાર પ્રધાન તરીકે છડેચોક નિવેદન કરી શકે તે માટે તેમને ભારત રત્નનો એવોર્ડ આપી બિરદાવવા જોઈએ !

હમણાં થોડા દિવસો પહેલાં અફઝ્લ ગુરૂ કે જેને લોકસભા ઉપર વિસ્ફોટ કરવા માટે ફાંસીની સજા ફરમાવવામાં આવી છે તેની ફાઈલ લોકોના દબાણને કારણે ક્લીયર કરવા દિલ્હી સરકારને અનેક વખત જણાવવામાં આવ્યું હોવા છતાં ક્લીયર કરવામાં આવતી નહિ હતી જે હમણાં દિલ્હી સરકારે ક્લીયર કરી કેન્દ્રના ગૃહપ્રધાનને મોકલી આપ્યાના સમાચાર માધ્યમો દ્વારા જાણવામાં આવ્યા હતા. આ ફાઈલ ક્લીયર કરવા સાથે દિલ્હી સરકારના મુખ્ય મંત્રી શ્રી શીલા દિક્ષિત( કોંગ્રેસના જ છે ) એ ફાંસી આપતા પહેલાં કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે તેમ પણ જણાવેલ છે. અર્થાત જે એંડરસનમાં થયું તેવું જ વલણ અફઝ્લને ભગાડી મૂકવો જ રહ્યો કારણ નહિ તો કાયદો અને વ્યવસ્થા જાળવી નહિ શકાય ! અને તેવું જ તાજેતરમાં મુંબઈ બ્લાસ્ટના આરોપી કસાબ માટે પણ મુંબઈના મુખ્યમંત્રી પાસેથી આવા જ શબ્દો વાળી ભલામણ મેળવી લેવાની રહે ! અને એમ કહેવાય છે કે બંગાળના લોકોનું લોજીક દેશના અન્ય લોકો કરતાં ખૂબ જ પ્રભાવ શાળી છે. પ્રણવજી પણ બંગાળના તો છે !!!

સત્તા ઉપર યેન કેન પ્રકારેણ રહેવું હોય તો આવા કાવા દાવા કરી જનસમુદાયને ઉંઠા ભણાવી મુર્ખ બનાવ્યે રહો કારણ આ દેશના લોકોની યાદ દાસ્ત તો બહુ જ ટૂંકી છે અને માધ્યમોને તો આથી પણ ગરમા ગરમ કોઈ બીજો બનાવ નજરમાં આવશે એટલે ભોપાલ તેઓ પણ ભૂલી જાશે !
જે દેશના 20000/- વીસહજાર લોકો વગર વાંકે અને કોઈકની બે જવાબદારીથી મોતને ભેટે તેમ છતાં સરકારમાં બેઠેલા કોઈની સંવેદના સત્તા મેળવવા/જાળવી રાખવાથી આગળ ના જ વધે તેવા સત્તાભુખ્યા આ સત્તાધીશો માટે દુનિયાભરના શબ્દ કોશમાં જે કોઈ અપશબ્દો મળે કે પોલીસ વાળા આરોપી સાથે જે અપશબ્દોની રમ છ્ટ બોલાવતા હોય છે તે ઓછા પડે આ મીઢા લોકો માટે નવા શબ્દો ભાષા શાસ્ત્રીઓએ રચવા પડશે !
આ દેશના કમનસીબ જુઓ કે અફ્ઝલ નિશાન ચૂકી ગયો અને દાઉદ દેશ છોડી ગયો ! જો અફ્ઝલ નિશાન ના ચુક્યો હોત તો આજે આ દેશ 800 જેટલા આ નફ્ફ્ટ, નાગા, મીંઢા અને નાલાયક લોકોથી ચોક્ક્સ બચ્યો હોત !
જો દાઉદ દેશ છોડી નાસી જવા બદલે અહિ જ રહી ચૂંટણી લડ્યો હોત તો આ બીકાઉ લોકોને ખરીદી કે ખુલ્લા પાડી દેવાની ધમકી આપી વડાપ્રધાનની ખુરશી શોભાવતો હોત અને શક્ય છે કે તેની તાકાતથી ફાટી પડનારા આ નરાધમો અંકુશમાં રહેત અને કદાચ દેશનો વહિવટ પણ લોકોભિમુખ બન્યો હોત !

13 comments

    1. ભાઈશ્રી હિરેન

      આભાર મુલાકાત અને પ્રતિભાવ માટે ! ફરી પણ અનુકૂળતાએ મુલાકાત લેતા રહેશો ! આવજો ! મળતા રહીશું !

      સ-સ્નેહ

      અરવિંદ

      Like

    1. ભાઈશ્રી પ્રમથ
      આભાર મુલાકાત અને પ્રતિભાવ માટે ! ફરી પણ મુલાકાત લેતા રહેશો અને પ્રતિભાવ પણ જણાવતા રહેશો તો આનંદ થશે ! આપની જોક વાંચી મજા આવી ગઈ ! આવજો ! મળતા રહીશું !
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

  1. Bopal Gas leakage was done by a factory worker who was Indian,Anderson
    was the chief of Union Carbide company,he has not ordered to leak the gas but the Indian worker had done it to fullfill his some unknown reason he was died during the leakage,if some bad employee makes some
    wrong doing then he is responsible nobody can make the chief responsible for it.In a nation lots of wrong doing is done every day
    but we never make the PM or President of the Nation responsible for it.
    As per our country’s laws the court had ordered to hang both Afzal Guru & Kassab now the case are with RastraPati for plea of mercy if the President do not take the final verdict Who is responsible?
    Ask our President to give his / her’s final verdict at the earliest
    otherwise anything can happen in the future.For Gas leakage I think Anderson & the company were not at fault but the Indian worker & his mentality was the reason. Think if tomorrow some worker at Reliance Petro does something & blow off the factory we will held Mukesh Ambani responsible for the loss occureed ?

    Like

    1. શ્રી પ્રવીણ ભાઈ
      આભાર મુલાકાત માટે ! પ્રતિભાવ માટે પણ ! આપની વાત સાથે સહમત થઈ શકું તેમ નથી તો માફ કરશો ! મુલાકાત લેતા રહેશો અને પ્રતિભાવ પણ જણાવતા રહેશો તો આનંદ થશે ! આવજો !

      સ-સ્નેહ
      અરવિંદ

      Like

  2. અરે ભાઈ એમાં આપણતાં નવું શું છે?કાશ્મીરથી ખાસ મિલિટરી પ્લેન દ્વારા બાજપાઈના આશિર્વાદ સાથે જસવંતસિંઘ મસઊદ અઝ્હરને કંદહાર માનમરતબા સાથી ખુલી સાથી એ વિદાય આપવા ગયેલા.
    હિમ્મતની દાદ દેવી

    Like

  3. અરવિંદભાઇ- તમારા લેખમાં ગુસ્સો જરુર દેખાય છે.પરંતુ કોઇ વ્યવસ્થિત દલીલો નથી દેખાતી-ભારત બહારના વાચકોને સ્પષ્ટ સ્મજાવો-
    પ્રનવ મુખરજી એ શું કર્યું હતું અને હમણાં શું કર્યું ? અફઝલ ગુરુ કેદમાં નથી? કસાબને તો મોતની સ્જા થૈ છે-

    લોક્સભામાં બધા ગુંડાઓ બેઠા છે એ વાત તો જગ જાહેર છે- બધાં પ્રધાનો પૈસા ખાય છે- જેલમાં બેઠા બેઠા MP ઓ મત આપી અને કરોડો બનાવે છે- ચાલો કંઇ નહીં આપણે સુપર પાવર બની રહ્યા છે.

    Like

    1. શ્રી હરનીશભઈ

      આભાર મુલાકાત માટે ! આપને યાદ અપાવું કે ઈંદીરા ગાંધીની હત્યા બાદ પ્રણવ મુકરજીએ વડાપ્રધાન થવા લોબીગ કરેલું પરંતુ ત્યારના રાષ્ટ્રપતિ ઝૈલસિંઘે રાજીવ ગાંધીનું નામ આગળ કરી તેને વડાપ્રધાન બનાવેલા આથી નારાજ થઈ પ્રણવે કોંગ્રેસમાંથી રાજીનામું આપી બંગાળમાં નવો પક્ષ સ્થાપેલો પણ તે નિષ્ફળ જતાં ફરીને પ્રણવે કોંગ્રેસનો પાલવ પકડી લીધો ! તેમને પ્રતિતિ થઈ ચૂકી છે કે ગાંધી પરિવારની કંપા વગર વડાપ્રધાન થઈ શકાય તેમ નથી અને તેથી ભોપાલમાં અર્જુનસિંઘ સાથે જ રાજીવ ગાંધીનું નામ એન્દરસનને ભગાડી દેવા માટે ઉછળી રહ્યું છે ત્યારે ગાંધી પરિવારને બદનામીથી બચાવવા પ્રણવનું આ ગતક્ડું છે. અસરફ કેદમાં જ છે પણ દિલ્હી સરકારે ફાંસી માટે તેની ફાઈલ ક્લીયર કરતા ફાંસી આપતા પહેલા કાયદા અને વ્યવસ્થાની જાળવણી માટે ધ્યાન રાખવા કેન્દ્ર સરકારને ચેતવી છે જે એન્ડરસનને ભગાડવા માટે બહાનું દર્શાવવામાં આવ્યું છે તેના જેવું જ છે એટલે આ સરકાર કાયદા અને વ્યવસ્થાના મુદે તેને પણ ભગાડી મૂકે તો આ દેશના લોકોને નવાઈ નહિ લાગે ! હાલ તો કોંગ્રેસ અને ગાંધી પરિવારને બચાવવા હોડ ચાલી રહી છે.

      આશા છે કે આપને આ વાતમાં રહેલો એક સામાન્ય જન નો આક્રોશ સમજી શકાશે !

      ફરીને આભાર ! આવજો ! મળતા રહીશું !

      સ-સ્નેહ

      અરવિંદ

      Like

    1. ભાઈશ્રી મુકેશ
      આભાર બ્લોગની મુલાકાત સાથે જ પ્રતિભાવ માટે પણ ! ફરીને પણ અનુકૂળતાએ મુલાકાત લેતા રહેશો અને પ્રતિભાવ પણ જણાવતા રહેશો તો મને ખૂબ જ ગમશે અને પ્રોત્સાહન પણ મળશે ! ચાલો આવજો ! મળતા રહીશું !

      સ-સ્નેહ
      અરવિંદ

      Like

Leave a reply to arvind adalja જવાબ રદ કરો