સંસદ-સભ્યની નોકરીની શરતો !

વ્હાલા મિત્રો અને વડિલો ગુજરાતી દૈનિક ગુજરાત સમાચારની 28 મે 2010ની આવૃતિમાં વાત વાતમાંના મથાળા હેઠળ શ્રી મનુ શેખચલ્લીએ આપણાં દેશના સંસદ સભ્યોની નોકરીની શરતો વિષે વેધક કટાક્ષ કર્યો છે જે આપ સૌને વાંચવો ગમશે માટે મારાં બ્લોગ ઉપર આપ સૌના વાચનાર્થે મૂક્યો છે.
સ-સ્નેહ
અરવિંદ
સંસદ-સભ્યની નોકરીની શરતો !
Vaat Vaat ma

‘સબ નૌકરી કી ઐસી-તૈસી, સંસદ-સભ્ય મેં મજા ! પાંચ સાલ કી નૌકરી મેં, ચાર સાલ કી રજા…’

વરસે ૫૦ થી ૬૦ લાખનાં પગાર-ભથ્થાં લેતા આ સાંસદોને હજી બમણો પગાર જોઈએ છે ! જરા વિચારો, આ સાંસદો કોની નોકરી કરે છે ? અને કોના પૈસાથી ?
એથી યે આગળ એ વિચારો કે એ લોકો આ નોકરીમાં જોડાતાં પહેલાં તમારી આગળ કેવી કેવી વાહિયાત શરતો મૂકી ચૂક્યા છે…
* * *
(૧) તમે મને નોકરીએ રાખો એ માટે હું તમારા પગે પડીશ, કાલાવાલા કરીશ, મસ્કા મારીશ, સત્તર જાતનાં પ્રોમિસ આપીશ. પણ એક વાર મને નોકરી મળી જાય પછી તમને ઢોરોની જેમ હડધૂત કરીશ !

(૨) તમે મને એક વાર નોકરીમાં રાખી લો, પછી પાંચ વરસ સુધી કાઢી શકશો નહિ !

(૩) હું વરસે ૫૦ થી ૬૦ લાખનાં પગાર-ભથ્થાં લઈશ છતાં હું ક્યાં છું, અને શું કરું છું એની કોઈ વિગત તમને આપીશ નહિ.

(૪) આટઆટલો હરામનો પગાર લેવા છતાં હું મારા તમામ પર્સનલ કાળા-ધોળા ધંધાઓ ચાલુ રાખીશ.

(૫) હું તમારી ઓફીસમાં નિયમિત હાજરી-બાજરી નહિ આપું ! તમારા હાજરીપત્રકમાં સહી નહિ કરું ! હું તમારો પગાર ખાઉં છું છતાં તમારું કામ તો હરગિઝ નહીં કરું !

(૬) તમે મને જે વરસે બે કરોડ વાપરવા આપો છો એમાંથી બે-ચાર બાંકડા અને બસ-સ્ટેન્ડનાં છાપરાં જ બનશે ! બાકીના રૃપિયા ક્યાં ગયા એનો કોઈ હિસાબ હું તમને નહિ આપું !

(૭) એટલું જ નહિ, દિલ્હીમાં મારા જેવા ૫૪૩ નોકરીયાતો ભેગા મળીને તમારા જ ખિસ્સાં ખાલી શી રીતે કરવા એના કારસા ઘડીશું !

(૮) આ બધું જાણવા છતાં તમારે મને નોકરીમાં ના રાખવો હોય તો કંઈ નહિ, પણ મારા જેવા બીજા કોઈને તો તમારે ઝખ મારીને રાખવો જ પડશે !

(૯) મારા જેવા નમકહરામોને નોકરી આપનારા તમે બધા મુરખાઓ છો એ વાત હું છેલ્લા ૬૦ વરસથી સાબિત કરતો આવ્યો છું અને આવનારાં ૧૦૦ વરસો લગી સાબિત કરતો રહીશ !

(૧૦) ક્યારેક તમને મારા પર ગુસ્સો આવે અને તમે મને ઝૂડી ના નાંખો, એ માટે હું તમારા જ પૈસે ઝેડ સિક્યોરિટીની સુરક્ષા રાખીને તમારી વચ્ચે છાતી કાઢીને ફરીશ ! જય હિંદ !
– મન્નુ શેખચલ્લી

ગુજરાત સમાચાર દૈનિક અને શ્રી મનુ શેખચલ્લીના સાભાર અને સૌજન્ય સાથે આ લેખ પ્રસિધ્ધ કરેલ છે.

Advertisements

2 comments

  1. “મનુ શેખચલ્લી”ના વિચારો કટાક્ષરૂપે…..ખરેખર તો, સ્વતંત્ર ભારતમાં આવું જ હકીકતરૂપે છે…….”શેખચલ્લી” તો પ્રજા છે કે આવું સૌ ચલાવી રહ્યા છે !>>>>ચંદ્રવદન
    DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
    http://www.chandrapukar.wordpress.com
    Arvindbhai…..Nice Post to “open eyes” of the Public !

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s