મોટાભાઈ ભરવાડ સમાજનો સ્તુત્ય, સરાહનીય અને સાથોસાથ અનુકરણીય નિર્ણય !!!

મોટાભાઈ ભરવાડ સમાજનો સ્તુત્ય, સરાહનીય અને સાથોસાથ અનુકરણીય નિર્ણય !!!
આ મોટાભાઈ ભરવાડ સમાજમાં કેટલાક વ્યવહારો એટલા તો આકરા હતા કે દીકરાના લગ્ન કરાવવા માત્ર કઠિન જ નહિ પણ કેટલાકને તો મૃત્યુ વહાલું કરી લેવા ફરજ પડતી હતી.

આ સમાજમાં દીકરાના લગ્ન કરવા માટે 35-40 તોલા સોનું કન્યાને ચડાવવું પડતું. ઉપરાંત 2-5 લાખ રૂપિયા રોકડ તથા કપડાં વગેરે અને તેપણ રિવાજ પ્રમાણે કાપડીયાને ત્યાં કન્યા પક્ષ વાળા સાથે જવાનું અને તેઓ જે કપડાં ઉપર હાથ મૂકે અર્થાત પસંદ કરે તે જ ખરીદવું પડતું આથી કેટલાક આવા રિવાજના માહિતગાર કાપડીયા વધારે કિમત પણ વસુલ કરી શક્તા.

આવા આકરા રિવાજોને કારણે બંને પક્ષને લગ્ન કરાવવા પોસાય તેમ રહ્યું નહિ હતું. સામાન્ય પરિવારને આવા રિવાજો બોજારૂપ બની ગયા હતા.

આથી સમાજના આગેવાનોએ નવું નાતબંધારણ જાહેર કરવાનો વિચાર વહેતો કર્યો અને બાદમાં ભરવાડ સમાજના ધર્મ ગુરૂ શિવપુરિબાપુ, ગુરૂ નરભેપુરિબાપુની હાજરીમાં 15 ફેબ્રુઆરી 2010ના રોજ રાજકોટ મુકામે સમાજના આગેવાનોની એક બેઠક મળી. આ બેઠકમાં 21મી સદી અને હાલનો આ અતિ મોંઘવારીનો સમય તેમજ આવા અતિ ખર્ચાળ રિવાજો વિષે તલઃસ્પર્શી ચર્ચા કર્યા બાદ નવું બંધારણ જાહેર કરવા માટે અંતિમ નિર્ણય લેવાયો. અને તે વિષે ઠરાવો પસાર કરી નવું નાત બંધારણ જાહેર કરવામાં આવ્યું. આ બંધારણ હેઠળ રાજકોટ શહેર તથા રાજકોટ આસપાસના 108 ગામના સમાજને આવરી લેવામાં આવ્યા છે.

હવે આ બંધારણ હેઠળ વર્તમાન સમયને અનુકૂળ પોતની શક્તિ મુજબ દાગીના આપવા તેવું નક્કી કરાયું છે.દીકરીના લગ્ન થાય તો હવે નવા બંધારણ મુજબ 8 તોલાના ઘરેણાં ચડાવવા તેવું નક્કી કરાયું છે.-દેખાદેખીને કારણે હાલ કેટલાક 35-40 તોલાના સોનાના દાગીના ચડાવતા હતા. કપડાંના રિવાજમાં પણ છાબના કપડાં માટે દીકરાના માવતરે દીકરીના માવતરને રોકડ રકમ રૂપિયા 10.000/- દસ હજાર આપી દેવા જેથી તેમની અનુકૂલતા અને જરૂરિયાત મુજબ ખરીદી કરી શકે !

આ ઉપરાંત નવા બંધારણમાં પહેરામણી કરવા પાટે બેસાડવા હુતાશણીનો હારડો, દિવાળીની માટલી, વ્રતના ફરાળ, હરખના કપડાં, કારજમાં લ્હાણી, જેવા વહેવારો બંધ કરવા જણાવાયું છે. આ ઉપરાંત દીકરા દીકરીનું લગ્નનું નક્કી કરવા જે ગોળ ખાવાની વિધિ કરવામાં આવતી તે સગાઈ કે લગ્ન વખતે રાખી ખોટા ખર્ચા બંધ કરવા જણાવાયું છે.

પચાસ પાનાના બંધારણમાં નાનામોટા વ્યવહારોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સાથો સાથ નાતના બંધારણનો કોઈ વિરોધ કરશે કે ભંગ કરશે તો તેનો સમાજ બહિષ્કાર કરી નાત બહાર મૂકશે અને આવી વ્યક્તિ/પરિવારનો યોગ્ય દંડ કરવામાં આવશે અને તે સમાજ નક્કી કરશે.
સમાજના આગેવાન કરણાભાઈ માલધારીના કહેવા મુજબ નાતબંધારણ સામાજિક માળખું જાળવવા માટેનું એક આવકારદાયક પગલું છે. વધુમાં તેઓના મત મુજબ કોઈએ પણ દેખાદેખીમાં આવી સારા કે માઠા પ્રસંગોમાં પોતાની શક્તિથી વધુ ખર્ચ નહિ કરવો જોઈએ.

દેખાદેખી કરવી જ હોય તો શિક્ષણના ક્ષેત્રમાં કરી સંતાનોને સારું શિક્ષણ આપો તે આજના સમયની માંગ છે.

મોટાભાઈ ભરવાડ સમાજે સમયને અનુરૂપ નિર્ણયો કરી કહેવાતી ઉચ્ચ જ્ઞાતિઓ કે જે સારા માઠા પ્રસંગોએ બેફામ ખર્ચ કરી સમાજમાં એક આભા ઉભી કરી રહ્યા છે તેમના માટે આ દાખલો બેસાડ્યો છે તેને હવે કેટલી કહેવાતી ઉચ્ચ જ્ઞાતિઓ અનુસરે છે તે જોવાનું રહ્યું.

કહેવાતી ઉચ્ચ જ્ઞાતિઓ પોતાના અહમ છોડી પ્રગતિશીલ નિર્ણયો કેમ ના કરી શકે ?

અંતમા મારા દ્રઢ મંતવ્ય પ્રમાણે મોટાભાઈ ભરવાડ સમાજે ખરા અર્થમાં સમયને અનુરૂપ સ્તુત્ય, સરાહનીય અને અનુકરણીય માર્ગ ચીંધ્યો છે અને તે માટે તે સમાજના આગેવાનોને અભિનંદન સાથે ખૂબ ખૂબ ધન્યવાદ ઘટે છે.

આવો આપણે સૌ સાથે મળી એકી અવાજે આ મોટાભાઈ ભરવાડ સમાજને શાબાશી આપી બિરદાવીએ !!!

Advertisements

36 comments

 1. પ્રિય અરવિંદ ભાઈ
  તમે મોટાભાઈ ભરવાડની સુધારા વાળી વાત લખી . એ દેખાદેખી કરનારાઓની પોતાનો અહમ પોશનારાઓની આંખ ખોલનારી છે . તમને ધન્યવાદ અને મોટાભાઈ ભરવાડ સમાજના આગે વાનોને ધન્યવાદ

  Like

 2. arvindbhai thank you…………….. tame webside dwara mahiti raju kari chhe te sachi chhe .hal ma pan samaj na loko dikari na juna riwajo pranane gold silver and money le chhe. te loko kaheche ke amaro dikro varavava karvu padechhe.parantu samaj dwara karwama avel pahel ke gold silver and money manai karvama avi chhe. tethi jagrut ane educated manasojagrut thaya chhhe. samaj na agersher shivpuri bapu na badharan sahmati apti rahiya chhe.te ek samaj mate sara samachar chhe. temj samaj dwara chalawama avel samul lagam pal loko labh lahi rahia chhe. te loko ne khyal avi gyo chhe.arvind bhai hu pan samaj na juna rivajo manto nathi. hu educated young chhu………………..thank you……………………….writing ma bhul thay hoyto map karjo

  Like

 3. વડિલબંધુ અરવિન્દભાઈ
  આ લેખ ઉપરાંત સમાચાર પણ છે. બહુ સારા સમાચાર છે. આમા જે સમસ્યાઓ હતી/છે, એનાથી બિલકુલ ઉલ્ટી સમસ્સ્યા ભારતના અન્ય પ્રદેશોમાં છે જે તમે જાણો છો દહેજ પ્રથાના નમે. અમારા હિન્દી ફોરમમાં, ફોરમ તરફથી, આવા સામાજીક વિષયોની છણાવટ કરવા મેમ્બરોને કહેવામા આવે છે. તો મને રજા આપી તો આ એક દાખલો બેસારવા આ લેખનો ઉપયોગ કરી નાખુ.

  Like

 4. my dear arvindbhai
  tamo ae bharwad samaj mate khub sundar lakhyu parntu amara bharwad samaj na samyik dwara haju vadhu mahiti melvi apna blog par lakho. jethi yuva pedhi samaj itihas ane bhavy sanskrutik varsa no parichay melvi shake..1 gopal sandesh 9898054342 bachubhai bhagat 2 gopal jyot maninagar ahmedabad…….jay gopal

  Like

 5. Dear Sir…..Arvindbhai

  Amara bharwad samaj vishe tame je computer uper lekh mukyo 6.te ane aanathi
  vadhare bharwad samaj vishe janakari mukava hu tamne rikvest karu 6u ane .aa jankari
  mari bharwad samajna yuvano vachine temna sara vichro raju kare 6..to tamam mara bharwad
  bhai ne ..abhinandan…arvind aamari samaj mate bahe saru kam kari rahya 6o …ane aanathi
  vadhare jankari tame amne aapo avi ame tamari jode aasha rakhiye 6…

  SAMAST BHARWAD BHAI NE ………

  Like

  1. ભાઈશ્રી મહેશ,
   આપે મારં બ્લોગની મુલાકાત લીધી અને પ્રતિભાવ જણાવ્યો આભાર ! જ્યારે જયારે મને આપના સમાજના સમાચારો મળશે ત્યારે મારાં બ્લોગ ઉપર અવશ્ય જણાવતો રહીશ. દરમિયાન આપના સમાજને સમય પ્રમાણે પરિવર્તિત કરવામાં આપના જેવા યુવાનોએ જ પહેલ કરવી રહી. સમય મળ્યે અન્ય લેખો વિષે પણ આપના પ્રતિભાવની અપેક્ષા રાખું છું. ચાલો આવજો ! મળતા રહીશું !
   સ-સ્નેહ
   અરવિંદ

   Like

 6. MARA MANMA UCHHALATA VICHARO AHIYA VACHI NE MANE ANAND THAI CHHE , ANE HU TAMARO ABHI CHHU. JO APANA SAMAJ AGAL VIKASH KARVO HASHE TO APNE KAIK KARVU PADSE TO ANA MATE BEE CHIJ NI JARUR CHHE.
  1)BHANTAR
  2)AKTA
  I AM VERY THANKFULLY TO THIS OPENION

  Like

  1. ભાઈશ્રી સુરેશ
   આભાર મુલાકાત અને પ્રતિભાવ માટે ! ફરી પણ મુલાકાત લેતા રહેશો અને પ્રતિભાવો પણ જણાવશો તો આનંદ થશે ! આવજો ! મળતા રહીશું !
   સ-સ્નેહ
   અરવિંદ

   Like

 7. Respected Sir,

  First of all, i would like to thank you for put up such a nice blog and apprciate our community’s decisions.
  We can say that this is one of best action taken by leaders of our community.
  It will help the people to use the huge amount of money in another growth related work.
  I am happy with this dicision but will be more happier if this type of action will taken for our community for all over gujarat level not for particular one or two district.

  Warm Regards,

  Ashwin Bharwad.

  Like

  1. ભાઈશ્રી ઘનશ્યામ

   આપ બ્લોગની મુલાકાતે પધાર્યા અને પ્રતિભાવ પણ જણાવ્યો આભાર ! ફરી પણ અનુકૂળતાએ મુલાકાત લેતા રહેશો અને પ્રતિભાવ પણ જણાવતા રહેશો તો આનંદ સાથે પ્રોત્સાહન પણ મળશે ! આવજો ! મળતા રહીશું !

   સ-સ્નેહ

   Like

  1. શ્રી લક્ષ્મણ ભાઈ
   અપ મારા બ્લોગ ઉપર પધાર્યા અને પ્રતિભાવ પણ જણાવ્યો આભાર ! કોઈ પણ સારા અને પ્રગતિશીલ નિર્ણયો સમયને ઓળખી અને સમાજને સાચી દોરવણી આપે અને સમાજ સમગ્રતયા સ્વીકારે તે સમાજ જ પ્રગતિ કરી શકે ! આપના સમાજે અન્ય કહેવાતા ઉચ્ચ વર્ણને પણ નવો માર્ગ દર્શાવ્યો છે ! આ અત્યંત મોંઘવારી દિન પ્રતિ દિન વીના રોક ટોક વધી રહી છે ત્યારે આવા લગ્નના પ્રસંગોમાં શક્ય એટલો ખર્ચ ઓછો કરવો જોઈએ અને તેવી સમજ દરેક જ્ઞાતિ અને વર્ણમાં પેદા થવી આવશ્યક ગણાય ! આ તબક્કે થોડા સમય પહેલાં કોઈ એ લખેલું તે મને ખૂબ જ અસરકારક લાગેલ જે અહિ દોહરાવું છું. ઘડપણમાં સમજુ દીકરા જો હોય તો અથવા જુવાનીમાં કરેલી બચત જ કામ આવે છે માટે લગ્નમાં ખર્ચ ઓછું કરવું કારણ ઓપરેશનો સસ્તામાં થાતા નથી. આ વાક્ય ઘણું ઘણું કહી જાય છે અને તેજીને તો ટકોરો જ હોય ! ફરીને આપનો આભાર ! ચલો મળતા રહીશું ! અન્ય વિષય ઉપરના મારાં વિચારો ઉપરના આપના પ્રતિભાવોની આતુરતા પૂર્વક રાહ જોઈશ !
   સ-સ્નેહ
   અરવિંદ

   Like

  1. શ્રી પ્રજ્ઞેશભાઈ
   આપે મારા બ્લોગની મુલાકાત લીધી આભાર ! આપને ભરવાડ સમાજ વિષે મારી વાત ગમી તે જાણી આનંદ થયો. કોઈ પણ સમાજ સમય ઓળખી તે પ્રમાણે પોતાના સમાજને યોગ્ય દોરવણી આપે તે પ્રશંસનીય જ છે અને તેવા પગલાં તમામ સમાજ્ના લોકોએ વધાવી લઈ વધુ અને વધુ પ્રોત્સાહન આપવું જરૂરી ગણાય ! આવજો ં આપના મારા અન્ય વિષય ઉપરના વિચારો જાણી પ્રતિભાવો જણાવશો તો મને આનંદ થશે !

   સ-સ્નેહ
   અરવિંદ

   Like

 8. ભરવાડ સમાજ ખરેખર શાબશીને પાત્ર, આજના મોઘવારીના સમય માં તેમને જે નિર્ણય લીધો છે તે આવકાર દાયક છે, અને બીજી જ્ઞાતિ પણ તેમનું અનુકરણ કરે તે જરૂરી છે.

  Like

  1. ભાઈશ્રી શૈલેશ
   આપ બ્લોગ ઉપર આવ્યા અને પ્રતિભાવ પણ જણાવ્યો આભાર ! આપની વાત સાચી છે આજના આ બારીક અને દિનંપ્રતિ દિન વધતી મોંઘવારીમાં અન્ય કહેવાતો ઉચ્ચ વર્ણ પણ યોગ્ય નિર્ણય કરશે તો સમાજ માટે આવકારદાયક અને રાહ્ત રૂપ પગલું બની રહેશે ! પરંતુ તે માટે ઉચ્ચ વર્ણે પોતાના દંભી અહમ અને મોભામાંથી બહાર આવવું પડ્શે. હમણાં થોડા દિવસ પહેલાં કોઈ એક લેખમાં વાંચેલુ કે વૃધ્ધાવસ્થામાં સમજુ દીકરા અથવા જુવાનીમાં કરેલી બચત કામ આવે છે માટે લગ્ન સાદાઈથી કરવા કારણ ઓપરેશનો સાદાઈથી થતા નથી. આ વાકય દરેકે પોતાના દિલમાં લખી રાખવાની જરૂર છે ! અસ્તુ ! ચાલો આવજો ! મળતા રહીશું !
   સ-સ્નેહ
   અરવિંદ

   Like

 9. ભરવાડ સમાજનું આ પગલું સ્તુત્ય, સરાહનીય અને અનુકરણીય છે. તમામ જ્ઞાતિઓ કે સમાજે આ પરથી ધડો લઇ અને સમયાનુસાર પોતપોતાના રિવાજોમાં સંશોધન કરતું રહેવું જોઇએ. રિવાજોનું સમયે સમયે સમાજની સગવડતા માટે નિર્માણ કરાયું હોય છે, તે જ્યારે અગવડરૂપ કે વિકાસમાં બાધક બની જાય ત્યારે જ્ઞાતિઆગેવાનોએ તેમાં ઉચિત ફેરબદલ લાવવા જ જોઇએ. માલધારી સમાજ અને તેના વિચારવંત આગેવાનોને ધન્યવાદ.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s