***** પિતાની ભેટ *****

પિતાની ભેટ

પોતાના પુત્રને કાંઈક ભેટ આપવાની એક પિતાની હોંશમાંથી એક નાની રૂપકડી ચોપડીની ઉત્પતિ થઈ છે. પુત્ર પોતાની સ્વતંત્ર જીંદગીની મંઝલ પર રવાના થવાની તૈયારીમાં હતો ત્યારે તેને ઉપયોગી નીવડે એવા શિખામણનાં બે શબ્દો
• સારા સારા પુસ્તકો વસાવતો રહેજે –ભલે પછી એ કદી નહિ વંચાય એમ લાગે.
• દરેક બાબત્તમાં ઉત્તમતાનો આગ્રહ રાખજે અને તેની કિંમત ચૂકવવા તૈયાર રહેજે.
• તંદુરસ્તી એની મેળે જળવાઈ રહેવાની છે એમ માનતા નહિ
• તારી નજર સામે સતત કશુંક સુંદર રાખજે ભલે પછી તે એક પ્યાલામાં મૂકેલું સુંદર ફૂલ હોય .
• આપણાથી જરીક જેટલું જ થઈ શકે તેમ છે એવું લાગે માટે કશું જ કરવું નહિ એમ નહિ. જે થોડુંક પણ તારાથી થઈ શકે તે કરજે જ્
• સંપૂર્ણતા માટે નહિ પણ શ્રેષ્ઠતા માટે મથજે.
• જે તુચ્છ છે તેને પારખી લેતા શીખજે ને પછી તેની અવગણના કરજે.
• ઘસાઈ જજે. કટાઈ ના જતો. પોતાની જાતને સતત સુધારતા રહેવાની પ્રતિજ્ઞા લેજે.
• હારમાં ખેલદિલી બતાવજે. પ્રશંસા જાહેરમાં કરજે. ટીકા ખાનગીમાં.
• લોકોમાં જે સારપ રહેલી હોય તે ખોળી કાઢજે
• તારા કુટુંબને તું કેટલું ચાહે છે તે દરરોજ તારા શબ્દો વડે બતાવતો રહેજે.
• ક્યારે મુંગા રહેવું તેનો ખ્યાલ રાખજે ! ક્યારે મુંગા ના રહી શકાય તેનો પણ્.!
• ગંદકી સામે જંગ માંડજે.
• બીજાઓની સફળતા વિષે ઉત્સાહ અનુભવજે.
• પોતાના ગુજરાન માટે મહેનત કરતા દરેક માણસ સાથે સન્માનથી વર્તજે. ભલે એ કામ ચાહે નજીવું હોય.
• એવી રીતે જીવજે કે તારા બાળકો જ્યારે પણ ઈમાનદારીનો, નિષ્ઠાનો, પ્રમાણિકતાનો વિચાર કરે ત્યારે એ તને સંભારે..
• વિચારો મોટા મોટા કરજે પણ નાના નાના આનંદો માણી જાણજે.
• દિમાગ મજબૂત રાખજે કાળજું કૂણું.
• કોણ સાચુ છે તેની ફીકર કરવામાં સમય ઓછો ગાળજે અને શું સાચું છે તે નક્કી કરવામાં વધારે.
• એકંદરે યુધ્ધ્માં વિજય મેળવવા કાજે નાની નાની લડાઈમાં હારતા શીખજે.
• જે ગાંઠ છૂટી શકે તેને કાપતો કદી નહિ.
• યાદ રાખજે લગ્નજીવનનો આધાર બે વસ્તુ પર રહે છે. ( ! ) યોગ્ય પાત્ર શોધવું, ( 2 ) યોગ્ય પાત્ર બનવું.
• તને વખત નથી મળતો એમ કદી નહિ કહેતો.એક દિવસના તે પણ એટલા જ કલાકો મળેલા છે જેટલા હેલન કેલરને, મધર ટેરેસાને, અને આઈંસ્ટાઈનને.
• એટલુ સમજ જે કે સુખનો આધાર માલ-મિલકત, સત્તા કે પ્રતિષ્ઠા ઉપર નહિ પણ આપણે જેમને ચાહતા ને સન્માનતા હોય તેવા લોકો સાથેના સબંધો ઉપર રહે છે.
• તને માન મળે તેમાં બીજાને સહભાગી બનાવજે.
• ક્યારે ક નિષ્ફળ નીવડવાની તૈયારી રાખજે.
• પાન, માવા, પડીકી, બીડી, સીગારેટ દારૂને તારો પહેલો દુશ્મન માનજે.

“લાફટર એંડ હેલ્થ મે 2010ના અંકમાં પ્રસિધ્ધ થયેલ સંકલન બકુલ વોરા ગોકુલ પાર્ક લાફીંગ કલબ સુરેન્દ્રનગરના સૌજન્ય સાથે.”

Advertisements

12 comments

  1. શ્રી પોપટભાઈ
   આભાર મુલાકાત અને પ્રતિભાવ માટે ! આ વખતે લાંબા સમય બાદ મુલાકાતે આવ્યા ફરી પણ અવશ્ય પધારતા રહેશો અને પ્રતિભાવ જણાવી પ્રોત્સાહિત કરતા રહેશો તેવી અપેક્ષા રાખું છું. આવજો ! મળતા રહીશું !
   સ-સ્નેહ
   અરવિંદ

   Like

  1. મિતલજી
   આભાર બ્લોગની મુલાકાત અને પ્રતિભાવ માટે ! ફરી પણ અનુકૂળતાએ મુલાકાત લેતા રહેશો અને પ્રતિભાવ પણ જણાવતા રહેશો ! ચાલો આવજો ! મળતા રહીશું !
   સ્-સ્નેહ
   અરવિંદ

   Like

 1. એક બાપે પોતાના બાળકોને સુંદર સલાહનો ગુલદસ્તો આપ્યો છે..
  આવી સલાહ તો કોઈક ભાગ્યશાળી સંતાનને જ જાણવા મળે છે.
  ખૂબ ખૂબ અભિનંદન.

  Like

  1. શ્રી દિનેશભાઈ
   આપની બ્લોગ ઉપરની મુલાકાત અને પ્રતિભાવ માટે આભાર ! આપની વાત સાચી છે કે બાપ સુંદર સલાહ આપે પણ આજના સમયમાં આ સલાહ જીલનારા અને વર્તનારા બાળકો શોધવા પડે છે તેમ નથી લાગતું ?
   ચાલો આવજો અને ફરી પણ આપની અનુકૂળતાએ મુલાકાત લઈ પ્રતિભાવો પણ જણાવતા રહેશો તેવી અપેક્ષા સાથે
   સ-સ્નેહ
   અરવિંદ

   Like

  1. ભાઈશ્રી બીપીન
   સમય ફાળવી બ્લોગની મુલાકાત લીધી ! આભાર ! પ્રતિભાવ માટે પણ આભાર ! ફરીને પણ મુલાકાતે અનુકૂળતાએ પધારી પ્રતિભાવ જણાવતા રહેશો તો મને ગમશે ! આવજો ! મળતા રહીશું !
   સ-સ્નેહ
   અરવિંદ

   Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s