“વાંચે…….. ગુજરાત” અભિયાન સફળ થશે ?

“વાંચે…….. ગુજરાત” અભિયાન સફળ થશે ?
ગુજરાતની સ્થાપનાના 50 વર્ષની ઉજવણીના એક ભાગ તરીકે ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ “વાંચે…..ગુજરાત” ને નામે એક જબર જસ્ત અભિયાન શરૂ કરવા પહેલ કરી ગુજરાતીઓને વાચનાભિમુખ કરવા હાકલ કરી છે. આ અભિયાનનો હેતુ અને ઉદેશ ખૂબ જ ઉમદા હોવા છતાં સફલતાને વરશે કે કેમ તે વિષે મને આશંકા રહે છે અને તેના કારણમાં મારો પોતાનો એક જાત અનુભવ અત્રે રજૂ કરુ છું.

”વાંચે ….. ગુજરાત”ની હાકલ તો હજુ આ વર્ષે હમણાં જ શ્રી મોદીએ લલકારી છે. આ પહેલાં ગત વર્ષ 2009ના ઉનાળુ વેકેશન દરમિયાન મેં અમારા આજુ-બાજુના વિસ્તારમાં વસતા બાળકો માટે એક વાચન સપ્તાહનું આયોજન કરેલું. જે માટે અમદાવાદ જઈ બાળ સાહિત્યના કેટલાક જાણીતા પુસ્તકો ખરીદી લાવેલ જેવા કે બકોર પટેલ. મિંયા-ફુસકી-તભા ભટ્ટ. છકો-મકો. અકબર્-બીરબલ. વિક્રમ્-વૈતાળ. હાથીશંકર ધમધમીયા. મહાભારત અને રામાયણના પાત્રો વગેરે. બાળકોને તથા તેમના વડિલોને આ વાચન સપ્તાહની જાણ ચાર દિવસ પહેલાં એક પત્રિકા દ્વારા ઘેર ઘેર કરેલી. અમારાં વિસ્તારમાં અંદાજે 30થી પણ વધારે બાળકો 5 થી 15 વર્ષની વયના હોવાની સંભાવના છે. છતાં આ સપ્તાહ દરમિયાન માત્ર 10 બાળકો વાચન કરવા હાજર થયેલાં. વાચન માટે આવનાર બાળકો માટે પ્રોત્સાહન રૂપે ચોકલેટ-હળવો નાસ્તો અને આઈસ્ક્રીમ પણ રાખેલો.

આવા કંગાળ પ્રતિભાવ છતાં હતાશ કે નિરાશ થયા વિના ફરીને આ વર્ષે 24 એપ્રિલથી 30 એપ્રિલ 2010 સુધી વાચન સપ્તાહ યોજેલું. આ વર્ષે પણ તમામ આજુ બાજુના ઘેર પત્રિકા દ્વારા તમામને જાણ કરેલ તેમ છતાં આ સપ્તાહ દરમિયાન ગત વર્ષ કરતાં પણ ઓછા અર્થાત માત્ર અર્ધી સંખ્યામાં એટલે કે પાંચ બાળકોએ લાભ લીધો.

આટલી જૂજ સંખ્યામાં બાળકો આવતાં મેં અમારાં વિસ્તારના કેટલાક પરિવારના વડિલો સાથે તેમના બાળકો આ વાચન સપ્તાહમાં ભાગ લેવા કેમ નહિ આવ્યા તેવી પૂછા કરતાં જાણવા મળ્યું કે મોટા ભાગના બાળકો અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતા હોય તેઓને ગુજરાતી વાંચતા આવડતું ના હોય આવીને શું કરવું તે વિમાસણ અનુભવે તેથી મોક્લ્યા નહિ.

મને સૌથી આશ્ચર્ય સાથે આઘાત તો ત્યારે લાગ્યો કે જ્યારે માતૃભાષા ગુજરાતી વાચતા નહિ આવડવાની વાત માટે આ વડિલો ગૌરવ અનુભવતા જણાયા ! હવે જો મા-બાપને જ આ ઘટના શરમ જનક ના લાગતી હોય તો બાળકનો શું દોષ ? બાળક તો અણસમજુ છે તેને તો મા-બાપ દોરે તેમ દોરાય ! તેનું સ્વતંત્ર વ્યક્તિત્વતો ખીલવાનું હજુ બાકી છે.

ઉપરાંત નવાઈની વાત તો તે છે કે મોટા ભાગના મા-બાપોને અંગ્રેજી ભાષા તો ઠીક પણ જો ચારે ચાર અંગ્રેજી એ બી સી ડી તેના મૂળ સ્વરૂપમાં લખવાનું કહો તો તે ના લખી શકે તેટલું અંગ્રેજીનું જ્ઞાન ધરાવનારાઓની અંગ્રેજી પ્રત્યેની આંધળી ભક્તિ કે દોટ કે ગુલામી માનસિકતા આટલી હદે વકરેલી હોય તો શ્રી મોદીનું આ “વાંચે…. ગુજરાત”ના અભિયાનનું બાળમરણ જ થવાની પૂરતી સંભાવના રહે છે ! ”વાંચે…ગુજરાત”ના અભિયાનને સફળ બનાવવા જો કૃત નિશ્ચયી હોય તો કેટલાક નમ્ર સુચનો –

1. ગુજરાતી માધ્યમની ગુજરાતી જાણતા નિષ્ઠાવાન શિક્ષકો સાથેની સારી શાળાઓ ઉભી કરવાની સૌ પ્રથમ પ્રાથમિકતા !

2. ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરનાર વિધ્યાર્થિઓને પ્રોત્સાહન સ્વરૂપે ગુજરાત રાજ્ય તરફથી શિષ્યવૃતિ ઉપરાંત ઈનામો-ફી માફી ઉપરાંત ગ્રેડમાં પણ ઉચ્ચ કક્ષા આપવાની જાહેરાત અને અમલ !

3. તમામ સરકારી-અર્ધસરકારી કે ખાનગી શાળાઓ કે કોલેજોમાં પ્રવેશ માટે ભરવામા આવતા પ્રવેશપત્રો ( ફોર્મ) નું ગુજરાતી કરણ અને ગુજરાતીમાં જ ભરવાનો આગ્રહ !

4. તમામ પ્રકારના સરકારી કામકાજનું ગુજરાતી કરણ ! ગુજરાતીને પ્રોત્સાહન અને અગ્રતા ક્રમ આપવો રહ્યો 5. શાળા કોલેજોમાં મૂકાતી તમામ સુચનાઓ અંગ્રેજી માધ્યમ સહિતની શાળા કે કોલેજો સહિત ગુજરાતીમાં મૂકવાની ફરજિયાત બનાવવી રહી !

5. દરેક ધોરણમાં ગુજરાતી એક વિષય તરીકે ફરજિયાત બનાવવો અને તે તમામ માટે ગુજરાતી ના હોય પણ જો ગુજરાતમાં અભ્યાસ કરવાનો હોય તો ગુજરાતી વિષય તરીકે શીખવાનું ફરજિયાત બનાવવું રહ્યું !

માત્ર “વાંચે… ગુજરાત”ના સુત્રો પોકારવાથી, બેનરો કે પોસ્ટરો લગાવવાથી, સભા સરઘસો કરવાથી કે માધ્યમો થકી શ્રાવ્ય, વાચ્ય કે દ્વશ્ય દ્વારા રોજે રોજ પ્રચાર કરવાથી કે ગુજરાતી પુસ્તકોનું વિના મૂલ્યે વિતરણ કરવાથી આ અભિયાન સફળ ના થઈ શકે તેમ મારા અનુભવ ઉપરથી ભાર પૂર્વક જણાવું છું.

હા ! સુત્રો પોકારવાથી, બેનરો કે પોસ્ટરો લગાવવાથી, માધ્યમો દ્વારા પ્રચાર કરવાથી આ સઘળા અવશ્ય કમાશે, તેજ રીતે પુસ્તકોનું વિના મૂલ્યે વિતરણ કરવાથી પ્રકાશકો અને બૂક સેલરો કમાશે પણ હેતુ અને ઉદેશની કસુવાવડ જ થશે.

આ અભિયાનને સફળ બનાવવા જ્યાં સુધી છેક છેવાડાના નાગરિક્ને ગુજરાતી ભાષા માટે સભાન બનાવી લગાવ પેદા કરવામાં નહિ આવે, ત્યાં સુધી અને શહેરના નાગરિકોને અંગ્રેજી માધ્યમના અભ્યાસ માટેની ગુલામી માનસિકતામાંથી મુક્તિ અપાવવામાં નહિ આવે, ત્યાં સુધી આ અભિયાન માત્ર એક પ્રચાર માત્ર બની રહેવાની પૂરેપૂરી સંભાવના છે !

એક વાત તે પણ સ્પષ્ટ રીતે સમજવી રહી કે અંગ્રેજી માધ્યમની ઘેલછા પેદા થવાનું એક મહત્વનું કારણ અભ્યાસ પૂરો કર્યા બાદ સારી નોકરી કે ધંધામાં ગોઠવાઈ જવાની ભરપુર સંભાવના જણાતી હોવાથી પણ આ ગાંડપણ મોટા ભાગના શહેરી નાગરીકોમાં જોવા મળતું હોવા સંભવ છે. તો આ માટે પણ ગુજરાત સરકારે ગંભીરતાથી વિચારવું રહ્યું !

અંતમા, આ અને આવા અનેક અવરોધો પાર કરી શ્રી મોદી દ્વારા શરૂ કરેલું “વાંચે…. ગુજરાત” અભિયાન સફળતાને વરે તેવી શુભેચ્છા સાથે !!! અસ્તુ !

Advertisements

9 comments

 1. tamaro aa vichar mne bau j gamyo….
  tame avu 1 sadkarya aarambh karyu 6e e jani ne anand thayo k koik to gujarati 6e j ava karyo krta 6e.
  avu koi karya karvu hoy ane jo amara sahkar joie to mne kejo mare to avu karya karvu 6e fakt 1 hath j pakdi ne hu aa karya no aarambh kari saku…..
  aapno aabhari
  એક ગુજરાતી

  Like

  1. ભાઈ જય
   આપ આપના શહેરમાં આવી પ્રવૃતિ કરી શકો જેમાં કોઈને કોઈની પરવાનગી લેવાની જરૂર હોતી નથી. આપ જે વિસ્તારમાં રહેતા હો તે વિસ્તારના બાળકોને વેકેશન દરમિયાન અથવા શનિવાર કે રવિવાર જે અનુકૂળ હોય તે દિવસે સપ્તાહ કે મહિનામાં એક્/બે દિવસ નક્કી કરી શરૂ કરો સુંદર પરિણામ મળશે અને આપને પણ કંઈક રચનાત્મક કામ કર્યાનો સંતોષ ! આવજો ! મળતા રહીશું !
   સ-સ્નેહ
   અરવિંદ

   Like

 2. ભાઈશ્રી
  આપના સુચન બદલ આભાર ! હું તો હતાશ કે નિરાશ થ્યા વગર આ વાચન શીબીર દર વર્ષે ચાલુ જ રાખવાનો છું એટલું જ નહિ પરંતુ જે બાળકોને વાંચવામાં ખરેખર રસ પડે છે તેમને આ પુસ્તક ઘેર લઈ જવાની અને બદલી જવાની સગવડ પણ આપતો રહુ છં માત્ર વાચવાની ઈચ્છા અને ધગશ જે તે બાળક્માં હોવી જોઈએ ! આવજો ! આભાર મુલાકાત માટે ! મળતા રહીશું !
  સ-સ્નેહ
  અરવિંદ

  Like

 3. Nice post uncle,

  મને સૌથી આશ્ચર્ય સાથે આઘાત તો ત્યારે લાગ્યો કે જ્યારે માતૃભાષા ગુજરાતી વાચતા નહિ આવડવાની વાત માટે આ વડિલો ગૌરવ અનુભવતા જણાયા ! હવે જો મા-બાપને જ આ ઘટના શરમ જનક ના લાગતી હોય તો બાળકનો શું દોષ ?

  I know, many parents are like that only especially in these days.

  Like

  1. હિરલજી
   આભાર ! પ્રતિભાવ માટે ! મને અને તમને આઘાત અને આશ્ચર્ય થવાથી મા-બાપના વિચારોમાં કોઈ પરિવર્તન આજના આ આંધળા અને સમજ વગરના અંગ્રેજી માધ્યમની દોટમાં કોઈ ફરક પડવાનો નથી જ્યાં સુધી તેની નિર્થકતાનું ભાન નહિ થાય ત્યાં સુધી આમ જ ચાલ્યા કરવાનું હોવા છતાં હું મારી રીતે પ્રયાસો હતાશ કે નિરાશ થયા વગર કર્યા કરું છું ! આવજો ! મળતા રહીશું !
   સ-સ્નેહ
   અરવિંદ

   Like

 4. શ્રી અરવિંદ ભાઈ, આપના વાંચન શિબિર માં ઓછા બાળકો એ ભાગ લીધો તે જાણ્યું , છતા આપને નમ્ર વિનતી કે આપ આપનો આ સરસ વિચાર ને અટકાવશો નહિ, બાળકો ને અંગ્રેજી માધ્યમ માં ભણાવાની માતા પિતા ની ઘેલછા એક રીતે સમજી શકાય છે , પણ બાળકો ને અંગ્રેજી માધ્યમ માં મુકીને પણ ઘરે સરસ ગુજરાતી બોલતા , લખતા , વાંચતા શીખવાડી સકાય છે. તે માટે તો માતા પિતા એજ પગલા લેવા રહ્યા. તે માટે આવી વાંચન શિબિર જેવો કોઈ ઉત્તમ રસ્તો ના હોઈ શકે !

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s