” દિવ્ય ભાષ્કર 18 એપ્રિલ 2010, રવિવાર પૂર્તિ – ચેતનાની ક્ષણે- શ્રી કાંતિ ભટ્ટ “બળવાખોર બની સાચે રસ્તા જવામાં મળતું દુખ એ જ સાચું સુખ !”

” દિવ્ય ભાષ્કર 18 એપ્રિલ 2010, રવિવાર પૂર્તિ – ચેતનાની ક્ષણે- શ્રી કાંતિ ભટ્ટ “બળવાખોર બની સાચે રસ્તા જવામાં મળતું દુખ એ જ સાચું સુખ !”

શ્રી કાંતિ ભટ્ટ ઉપરોક્ત લેખમાં જણાવે છે કે “……. આજે ? આજે ધન સત્તા સામે બમણા જોરથી આપણે નરમઘેંસ બની જઈએ છીએ ! પ્રોટેસ્ટ કરવાનું આપણે ભૂલી ગયા છીએ. દેખાડાની ધાર્મિકતા વધતી જાય છે. કથાકારો માલદાર થતા જાય છે.તેમની કથામાં યાંત્રિકતા આવી ગઈ છે

દુષ્યંતકુમારે વહેલાસર બળતરા ઠાલવીને કહેલું “ગઝબહે સચ કો સચ કહતે નહીં, વહ લોગ સિર્ફ કુરાનો ઉપનિષદ ખોલે હુએ હૈ….” કથાકારો તમાકુના વેપારીના પૈસાથી મહેલો બનાવે છે. તમાકુની મુડી સૌરાષ્ટ્ર-ગુજરાતના લોકોને બરબાદ કરે છે તે કહેવાને બદલે તમાકુના વેપારીથી સત્તાવાળા અને ધર્મ વાળા અંજાઈ ગયા છે.

ભારતનું ઈંન્વેસ્ટિગેટિંગ જર્નાલિઝમ ( અને ગુજરાતીમાં ખાસ ) આથમવા માંડ્યું છે. પત્રકાર કાં ભાજપ કે કોગ્રેસ કે શરદ પવાર કે ઉધ્યોગપતિઓ કે મોનસાંટોની ગાડીમાં ચડી બેઠા છે, કાં પત્રકારત્વને મિશનને બદલે પેટ ભરવાની નોકરી જ માને છે.”

શ્રી કાંતિ ભટ્ટ એક પીઢ, અનુભવી, વિશાળ વાચન ધરાવનાર, અને વિદ્વાન સાહિત્યકાર ઉપરાંત વિચારક અને અભ્યાસુ લેખક અને નીડર પત્રકાર તરીકે જાણીતા છે. આ લેખમાં તમાકુના વેપારીના પૈસાથી કથાકારો મહેલો બનાવે છે અને સૌરાષ્ટ્ર-ગુજરાતના લોકોને બરબાદ કરે છે તેવી વાત મૂકતા પહેલા જો આપણાં દેશમાં અને પરદેશમાં પણ છેલ્લાં કેટલાક વર્ષો થયા ચો-તરફ ભ્વ્યાતિભવ્ય આશ્રમો અને મંદિરો બંધાઈ રહ્યા છે તે પણ કોની મૂડીના દાન મેળવી બંધાઈ રહ્યા છે તેવો અણીયાળો પ્રશ્ન એક નીડર પત્રકાર તરીકે સંબંધીત મહંતો-સાધુઓ-સ્વામીઓ કે ગુરૂઓને પૂછ્યો હોત કે પત્રકાર તરીકે ખણખોદ કરી માહિતિ એકત્રિત કરી પ્રસિધ્ધ કરી હોત તો સામાન્ય જન સમુદાયની મોટી સેવા કરી તેમ ગણાવી શકાત !
તમાકુના વેપારીઓની મૂડીથી માત્ર કથાકારો જ નહિ, તેથી પણ ખૂબજ હલકી પ્રવૃતિ કરનાર વેપારી કે ઉધ્યોગપતિ જેવા કે જે ખાધ્ય કે પેય ચીજ વસ્તુઓમાં ભેળસેળ કરી લોકોના જીવન સાથે ચેડા કરી રહ્યા છે તેવા, દવા અને ઔષધમાં પણ ભેળસેળ કરનારા, તોલમાપમાં ઓછું આપનારા, ડ્ર્ગસ અને દારૂનો વેપાર કરનારા અને ઉત્પન કરનારા, અરે કતલખાના ચલાવનારા વગેરે દ્વારા દાનમાં મેળવાતી મૂડી વડે પોતાના અંગત ઉપયોગ માટે છેલ્લામાં છેલ્લા ભૌતિક સુખ અને વૈભવના સાધનો વસાવી ભોગવનારા આ તમામ કહેવાતા સાધુઓ-સ્વામીઓ –ગુરૂઓ અને મહંતો વિષે કેમ એક શબ્દ પણ ઉચ્ચાર્યો નથી ? આવા જ લોકોના દાન વડે આશ્રમો અને મંદિરો બનાવાય રહ્યા છે તેનાથી શ્રી કાંતિભાઈ અજાણ હોવાનું કોઈ કારણ નથી. આ ભવ્યાતિભવ્ય આશ્રમો કે મંદિરો મારાં તમારાં જેવાના દાન વડે ના જ બાંધી શકાય તે સૂર્ય પ્રકાશ જેવું સ્પષ્ટ છે.

અનૈતિક અને અનેક ગેરરીતો દ્વારા મેળવાયેલું ધન ક્યારે ક આ લોકોના આત્માને ડંખતું પણ હોવું જોઈએ અને અપરાધભાવથી પીડાતા આ લોકો દાન આપી બે રીતે આત્મ સંતોષ મેળવી લે છે 1. ખોટી રીત-રસમ દ્વારા મેળવાયેલા ધનનો અમુક હિસ્સો આશ્રમ કે મંદિર માટે દાન આપી પોતાની જાતને સાંત્વના આપતા રહે છે તો બીજી બાજુ સમાજમાં ધાર્મિક ઉપરાંત દાનવીર તરીકેની પ્રતિષ્ઠા પણ મેળવાય છે. આમ દાનની રકમ બે ધારે યશ અપાવે છે તેવું કહેવાતા સાધુઓ-સ્વામીઓ-ગુરૂઓ અને મહંતો આવા લોકોને સમજાવી પોતાના હિતો પોષતા રહે છે. આવા તમામ તત્ત્વોને શ્રી કાંતિભાઈએ પોતાના આ લેખમા લબડધક્કે લઈ ખુલ્લા પાડવાની આવશ્યકતા હતી પરંતુ તેમના જેવા પીઢ, નીડર, અભ્યાસુ, વિદ્વાન, લેખક અને સાહિત્યકાર સમાજ તરફની ફરજ ચૂકી ગયા હોય તેવું જણાય છે.

તેઓએ પોતાના લેખમાં જ જણાવ્યું છે કે, “અવાજ ઉઠાવવાની વાત ઘરે ગઈ શું અંદરોઅંદર ચર્ચા કરી મનનો ઉકળાટ કાઢ્વાની આપણને ફુરસદ છે ? “

શ્રી કાંતિભાઈ હું પણ આપને એ જ પ્રશ્ન પૂછી રહ્યો છું કે આપે તમાકુના વેપારી સાથે ઉપર વર્ણવેલા અનૈતિક અને ગેરેરીતી દ્વારા ધન પ્રાપ્ત કરનારા ધનિકોને પણ આપની આ વાતમાં સામેલ કરીને અણિયાળો સવાલ કર્યો હોત તો ? આપના સહિત મારાં જેવા અનેકનો મનનો ઉક્ળાટ બહાર નીકળી શક્યો હોત ! ખેર ! તેમ છ્તાં લેખના અંતમા મૂકાયેલી વાત ખૂબજ સત્ય છે.” હંમેશા તમારા અંતરાત્માને અનુસરો તમારી આંતર શક્તિ ઉપર વિશ્વાસ રાખો તમારા પોતાના ધોરણ પ્રમાણે જ જીવો બીજાએ ઘડેલાં ધોરણ પ્રમાણે જીવીને સુખ મેળવવા કરતા પોતાના ધોરણથી ચાલીને મેળવેલું દુઃખ પણ અનુપમ કક્ષાનું સુખ છે.”

અંતમાં એક છેલ્લો સવાલ આપ ઉપરોક્ત વિધાનને ચુસ્ત રીતે આપના જીવનમાં અમલી બનાવી શક્યા છો ખરા ?

Advertisements

One comment

  1. ” હંમેશા તમારા અંતરાત્માને અનુસરો તમારી આંતર શક્તિ ઉપર વિશ્વાસ રાખો તમારા પોતાના ધોરણ પ્રમાણે જ જીવો બીજાએ ઘડેલાં ધોરણ પ્રમાણે જીવીને સુખ મેળવવા કરતા પોતાના ધોરણથી ચાલીને મેળવેલું દુઃખ પણ અનુપમ કક્ષાનું સુખ છે. ”

    સાચી વાત કહી.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s