સ્વર્ણિમ ગુજરાત મહોત્સવ — એક સુચન – મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીને !!!

સ્વર્ણિમ ગુજરાત મહોત્સવ — એક સુચન – મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીને !!!

ગુજરાત રાજ્યની સ્થાપનાને 50 વર્ષ થતા હોઈ સ્વર્ણિમ ગુજરાત ના નામાભિધાન સાથે એક ઉત્સવ સમગ્ર ગુજરાતમાં ઉજવવાનું આયોજન ગુજરાત સરકારે કર્યું છે તેવા સમાચારો રોજ બ રોજ માધ્યમોમાં ચમક્યા કરે છે તે સંદરભે મેં મેં એક સુચન ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્ર મોદીને બે દિવસ પહેલાં તેમની સાઈટ ઉપર મૂકેલુ છે જેમાં ગુજરાત ભરના શહેરો વચ્ચે સફાઈ/સ્વચ્છતા માટેની એક સ્પર્ધા યોજવા સુચવ્યું છે કે જેથી ગંદ્કી નાબુદી અભિયાન આપોઆપ ઉજવાય જાય અને ગુજરાત સમગ્ર દેશમાં સફાઈ/સ્વચ્છ્તામાં પ્રથમ નંબરે આવી રહે !!

આ ઉપરાંત દરેક શહેરમાં સુધરાઈ દ્વારા તમામ વોર્ડ વચ્ચે આવી સફાઈ/સ્વચ્છતાની સ્પર્ધા ગોઠવી શકાય કે જેથી જન સમુદાય ગંદકી વિષે જાગૃત બને અને સફાઈ રાખતા આપોઆપ શીખી શકે !

આપ સૌ મારાં બ્લોગર મિત્રો પણ આ અથવા આપને યોગ્ય લાગે તેવા સુચનો શ્રી નરેન્દ્ર મોદીજીને મોકલવા વિચારો તેવી મારી આપ સૌને નમ્ર વિનંતિ છે.

Advertisements

4 comments

  1. ભાઈશ્રી રાજેશ
   આભાર મુલાકાત અને પ્રતિભાવ માટે ! આપે જણાવેલ છે કે કેન્દ્ર સરકારે મારાં સુચનથી સુરત્….રાજકોટ અને અમદાવાદને પુર્ષકૃત કર્યા તે સમાજયું નહિ કારણે કે મારી પાસે કોઈ વિગત નથી કે કોઈ માધ્યમમાં આવા સમાચારો વાંચ્યા નથી. આપ મને વિગત જણાવશો તો આનંદ થશે !
   વાંચે ગુજરાત બાળકોને વાચવાની આદત કેળવાય તે માટે હું તો પ્રયત્નશીલ છું જ પણ ખરો પ્રયત્ન બાળકોના મા9બાપે જ કરવો રહ્યો !
   ચાલો આવજો ! મળતા રહીશું ૴
   સ-સ્નેહ
   અરવિંદ

   Like

 1. માનનિય શ્રી અરવિંદભાઈ

  તમારા સુવર્ણમય સૂચનને વધાવુ છું. સહકાર આપું છું. એટલું જ નહીં વર્ષમાં ઓછાંમાં ઓછું ત્રણ વાર, ૧ લી મે, ગાંધી જયંતિ અને જે કોઈ મુખ્ય મંત્રી હોય એના જન્મદિવસ પહેલાંનો રવિવાર પસંદ કરી પુરા ગુજરતમાં ” સફાઈ દિન ” જાહેર કરવો.

  સુરતમાં પ્લેગ ફેલાયો હતો ને જે રીતે સફાઈ કામ થયું, સફાઈનો એક ઈતિહાસ રચાયો હતો. આવા ઈતિહાસનું પુનરાવર્તન લાભમાં અને શક્ય છે.

  મન હોવું જોઈએ.

  Like

  1. શ્રી પોપટભાઈ
   આપ મારાં બ્લોગ ઉપર પધાર્યા અને પ્રતિભાવો પણ જણાવ્યા ખૂબ ખૂબ આભાર ! સફાઈ માટે આપનું સુચન 1 મે ને વાર્ષિક ધોરણે સ્વીકારવા યોગ્ય જણાય છે પણ સાથો સાથ આપના છેલ્લા વાક્યમાં જે ગર્ભિત અર્થ છે તે ખૂબ જ મહત્વ ધરાવે છે ! આવા કોઈ પણ હેતુ માટે ઈચ્છા શક્તિ અર્થાત મન હોવું તે બહુ જ મોટી વાત છે. મેં તો મુખ્યમંત્રીશ્રીની ડાયનેમીક કાર્ય કરવાની તથા અન્યોથી કંઈક અલગ કરી પોતાની આગવી પ્રતિભા ઉભી કરવાની રીતથી પ્રભાવિત થઈ એક સુચન કર્યું છે ખબર નથી તે તેમના સુધી પહોંચશે કે નહિ ! આપના બીજા પ્રતિભાવો માટે અલગથી પ્રત્યુત્તર નહિ પાઠવતા અહીં જ આભાર માનુ છું અને ફરી સમય મળ્યે મુલાકાત લેતા રહેશો અને પ્રતિભાવ દ્વારા પ્રોત્સાહન આપતા રહેશો ! અસ્તુ !
   આવજો ! મળતા રહીશું !
   સ-સ્નેહ
   અરવિંદ

   Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s