માતૃભાષા ગુજરાતી વાચન સપ્તાહ 24 એપ્રિલ શનિવારથી 30 એપ્રિલ શુક્રવાર સુધી ( ઉમર વર્ષ 5થી વધુ અને 15 સુધી )

માતૃભાષા ગુજરાતી વાચન સપ્તાહ 24 એપ્રિલ શનિવારથી 30 એપ્રિલ શુક્રવાર સુધી ( ઉમર વર્ષ 5થી વધુ અને 15 સુધી )

ગત વર્ષથી ઉનાળુ વેકેશન દરમિયાન એક સપ્તાહ માટે મારે ઘેર 5 વર્ષના ઉમરથી 15 વર્ષના બાળકો માટે એક માતૃભાષા અર્થાત ગુજરાતી વાચન સત્રનું આયોજન કરી રહ્યો છું. તેજ રીતે, આ વર્ષે પણ 24 એપ્રિલથી 30 એપ્રિલ સુધી આવું આયજન કર્યું છે.

આ વાચન સત્રમાં અમારા આજુ-બાજુ વસતા પાડોશીના બાળકો સહિત સમગ્ર વિસ્તારના બાળકોને ભાગ લેવા એક નાની એવી પત્રિકા દ્વારા નિમંત્રણ પાઠવું છું. ખાસ કરીને અમારા વિસ્તારમાં ઘર-કામ કરવા આવતા કામવાળા ભાઈ-બહેનોના બાળકોને આગ્રહ પૂર્વક ભાગ લેવા આમંત્રણ આપતો રહુ છું.

આ વાચન સપ્તાહમાં ગુજરાતી બાલ સાહિત્યના પ્રસિધ્દ્ધ પુસ્તકો જેવા કે બકોર પટેલ, મીંયા ફુસકી તભાભટ્ટ, હાથીશંકર ધમધમિયા, છકો-મકો, અકબર બીરબલ ઉપરાંત મહાભારતના અને રામાયણના પાત્રો તથા હિતોપદેશ અને પંચતંત્રના પુસ્તકોનું વાચન બાળકો પોતાની રીતે કરે તે માટે બાળકોને ઉત્તેજન આપવા માટે આ પુસ્તકો મેં વસાવેલા છે.

આ ઉપરાંત બાળકો અરસ પરસ ઉખાણાં પૂછે અને રમુજો-જોક્સ- પણ કહે તે માટે પ્રોત્સાહન આપતો રહુ છું. આ સત્ર બપોરના 3 વાગ્યાથી 5 વાગ્યા સુધી ચાલશે. દરમિયાન બાળકોને ચોકલેટ, સેવ મમરા, દારીયા-ખારીસીંગ, સરબત, આઈસ્કીમ્ વગેરે પણ આપવામા આવશે !

આ વાત મારા બ્લોગ ઉપર એટલા માટે મૂકેલ છે કે આ વાંચી અન્ય કોઈ બ્લોગરને પોતાના વિસ્તારમાં માતૃભાષા ગુજરાતીને લોક ભોગ્ય બનાવવા કંઈક કરવાની પ્રેરણા મળી રહે !

Advertisements

7 comments

 1. સુખ નામનો પ્રદેશ સમજાય છે જ ક્યાં ?
  ફકીરનો પહેરવેશ સમજાય છે જ ક્યાં ?
  ઘૂંટાવા છતાય ઘૂંટાતો નથી, તે-
  પવનનો ગણવેશ સમજાય છે જ ક્યાં ?
  —-દીપક ત્રિવેદી

  Like

  1. શ્રી દીપકભાઈ
   આભાર મુલાકાત અને પ્રતિભાવ માટે ! ગુજરાતી ભાષાની હાલત આપે લખ્યા પ્રમાણે કાવ્ય પંક્તિઓ જેવા જ કદાચ આબેહુબ બની છે કે બની રહી છે !
   આવજો ! મળતા રહીશું !
   સ-સ્નેહ
   અરવિંદ

   Like

  1. આભાર ભાઈ બિપીન ! આ તો બાળકોને વેકેશન દરમિયાન ગુજરાતી ભાષાનો મહાવરો મળે તે માટેનો એક પ્રયાસ છે ! મને વિશ્વાસ છે કે અંગ્રેજી માધ્યમથી પ્રભાવીત આજના આ અનુકરણ પ્રિય મા-બાપો પણ માતૃભાષાનું મહત્ત્વ સમજશે !

   Like

 2. અરવિંદ ભાઈ , ખુબ ઉત્તમ વિચાર, ઘણા બાળકો ને સારા પુસ્તકાલય ના અભાવ કે માતા -પિતાના ની આર્થીક પરિસ્થિતિ ને લીધે આવા સુંદર પુસ્તકો વાંચવા થી વંચિત રહી જાય છે. આ રીતેજ કોઈ વ્યવસ્થા શરુ થાય તો ઘણા બાળકો ના જીવન ઘડતર માં સીધો કે આડકતરી રીતે તેનો ફાયદો મળે, આમ તો આપને આની માટે અભિનદન આપીજ ચુક્યો છુ. પણ ફરી એક વાર આપના વાંચન સત્ર ની સફળતા માટે પ્રાર્થના !

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s