માર્ગ અકસ્માતમાં વિશ્વમાં પ્રથમ નંબરે ભારત !!! મેરા ભારત મહાન !!! ( ??? )

માર્ગ અકસ્માતમાં વિશ્વમાં પ્રથમ નંબરે ભારત !!! મેરા ભારત મહાન !!! ( ??? )

થોડા સમય પહેલાં સમાચાર માધ્યમોમાં એક સમાચાર પ્રસિધ્ધ થયેલા જેમાં જણાવવામાં આવેલું કે માર્ગ અકસ્માતમાં થતા મૃત્યુમાં આપણાં દેશનો નંબર પ્રથમ આવે છે. આ સમાચાર પ્રમાણે હર એક કલાકે 14 વ્યક્તિના માર્ગ અકસ્માતમાં મૃત્યુ નીપજે છે. અને આ મૃત્યુ વાર્ષિક અંદાજે 1.18 લાખ થી પણ વધારે થવા જાય છે. ટ્ર્ક/લોરી અને સ્કૂટરને કારણે થતા આવા મૃત્યુ 40% જેટલા થવા જાય્ છે. આ આંક તો હાઈ-વે ઉપર થતા મૃત્યુના સંદર્ભે NCRB ( NATIONAL CRIME RECORDS BUREAU ) દ્વારા 2008ના વર્ષ માટે પ્રસિધ્ધ કરવામાં આવેલ છે.

આવા માર્ગ અકસ્માતમાં રાજ્યોમાં સૌથી વધારે આંન્ધપ્રદેશ, મહારાષ્ટ્ર, તામીલનાડુ, ઉતરપ્રદેશ મુખ્ય છે. તો શહેરોમાં મુંબઈ, દીલ્હી, પુણે, બેંગાલુરુ અને હૈદ્રાબાદ આવે છે.

દુનિયાભરમાં આપણાં જ દેશનો નંબર પ્રથમ કેમ આવે છે ? તેવો પ્રશ્ન કોઈ સત્તાધીશોના મનમાં ઉદભવતો નહિ હોય ? કે પછી આ વાતમાં ઓલ્મપીકમાં સુવર્ણ ચંદ્રક મેળવવાની લ્હાય હશે કે નોબેલ પ્રાઈઝ મેળવવા ની આકાંક્ષા ધરાવતા હશે ? આ પહેલાં પણ WHO-UNICEF ના અહેવાલ મુજબ આપણાં દેશની 58% વસ્તી ખુલ્લામાં કુદરતી હાજત અર્થાત મળ-ત્યાગ કરે છે તેમ જણાવવામાં આવેલું છે. અંદાજે 638 મીલીયન લોકોને ટોઈલેટની સુવિધા પ્રાપ્ત નથી. જેમાંથી 69% ગ્રામ્ય જનતા અને 18% શહેરી વસ્તીનો સમાવેશ થાય છે. આમ આપણે આ બંને ક્ષેત્રમાં નોબેલ પ્રાઈઝ મેળવવા હક્ક્દાર બની શકીએ તેમ હોવાથી શક્ય છે આપણાં રાજકીય સત્તાધીશો તે માટે જ પ્રયાસો કરતા હોવા સંભવ છે !

જ્યારે શહેરોની અંદરના આંતરિક રોડ ઉપર થતા અકસ્માતોથી થતી ઈજાઓ અને મૃત્યુ આથી પણ કદાચ વધારે કે સમકક્ષ હોઈ શકે છે.

આવા અકસ્માતોના મુખ્ય કારણો વિષે કોઈ સત્તાધીશો ગંભીરતાથી વિચારતા હોય તેમ જણાતું નથી. અકસ્માતો અને મૃત્યુ દર સાલ વધતા રહે છે અને કોઈ જાણતું નથી આ માટે કોણ જવાબદાર છે ? આ દેશના લોકોની આ કેવી વિટંબણા અને કરૂણતા કહેવાય ! અકસ્માતો રોકવા કે ઘટાડવા કોઈ નકકર પગલાં લઈ શકાય કે કેમ તે પણ સત્તાધીશોને ખબર નથી.

તેમ છતાં એક વાતથી સૌ જ્ઞાત છે કે, જે રીતે વાહન ચલાવવા લાયસંસ આપવામાં આવે છે, તે રોડ ટ્રાંસપોર્ટ ઓથોરીટીની ઓફિસોમાં કેવી લાલીયા વાળી અર્થાત લાગવગ અને ભ્રષ્ટાચાર ચાલી રહ્યા છે. જે વ્યક્તિને ટુ-વ્હીલરનું લાયસંસ મળી શકે તેમ ના હોય તેમને હેવી વેહીકલ ચલાવવાના લાયસંસ મળી રહે છે. સામાન્ય રીતે એવું કહેવાય છે કે મોડી રાત્રે મુખ્ય ડ્ર્રાઈવર ઉંઘ ખેંચે છે અને ક્લીનર ગાડી ચલાવતો રહે છે અને આ માત્ર ટ્ર્ક કે લોરી પૂરતું મર્યાદિત નથી હોતું મુસાફરોને વહન કરતી પેસેનજર બસોમાં પણ આવી જ લાલીયાવાડી ચાલે છે અને આરટીઓ અને પોલીસનુ ગાંધી વૈધ્યનુ સહિયારું ચાલ્યા કરે છે. ઉપરાંત વાહનો ઉપર પણ સાંકેતિક નામો લખવામાં આવતા હોય છે જેથી વાહન કોની માલિકીનું છે તે આરટીઓ અને પોલીસ તંત્ર જ્યારે કોઈ વાહન ક્યારે ક પણ ડીટેઈન કરે તો સમજી શકાય અને દંડનીય કાર્યવાહી પહેલાં જ સમજુતી કરી લેવાય !

બીજા રાજ્યોના પ્રવાસે જવાનું ક્યારે ક જ બનતું હોય તે વિષે વધુ જાણકારી નથી. પરંતુ ગુજરાત રાજ્યમાં વસવાટ હોય બરાબર જાણવા મળી રહે છે કે અનેક એવા પરિવારો છે કે જેમને કોઈ ટેસ્ટ આપ્યા સીવાય તેની ઈચ્છા પડે તે વાહન માટે લાયસંસ મળી રહે છે. અમેરીકામાં અમેરીકન પ્રમુખના દીકરા-દીકરીને લાયસંસ મેળવવા પરીક્ષા આપવી પડે છે અને તેમાં નાપાસ પણ થઈ શકે છે. જ્યારે અહિ વગર પરીક્ષાએ લાયસંસ મેળવવું તે મોભો/ગૌરવ ગણાય છે. અરે આરટીઓ ઓફીસે ગયા વગર લાયસંસ ઘેર બેઠા પહોંચી જતા હોય છે. સગીરો ( ટીન એજરો ) ને પણ લાયસંસ મળી રહે તેવી ગોઠવણ કરી શકાય છે.

વાહનો ઉપર સાંકેતીક નામો જેવાકે જય માતાજી, જય આશાપુરા, જય ખોડિયાર, સરકાર, રાજ્પુત, જાડેજા, મહેર, આહીર, જય શક્તિ વગેરે ઉલ્લેખનીય ગણાય ! પોલીસ વાળાની અંગત કે સગા-વહાલાના માલિકીના વાહનો ઉપર નંબર પ્લેટ લાલ અને બ્લુ રંગની લગાડી શકાય ! જ્યારે અન્ય નાગરિકો માટે સફેદરંગની પ્લેટમાં કાળા રંગના અક્ષર વાળી નંબર પ્લેટ હોવી ફરજીયાત છે. ટેક્ષીમાં પીળા રંગની પ્લેટમાં કાળા રંગના અક્ષર વાળી નંબર પ્લેટ ફરજીયાત છે. ઉપરાંત નંબર પ્લેટની સાઈઝ તથા તેમાં લખવામાં આવતા નંબરની સાઈઝ પણ કાયદાએ નિશ્ચિત કરી હોવા છતાં તેનું પાલન કાયદાથી ડરનારા સીવાય કોઈ કરતું હોય તેવું જણાતું નથી.

નાના એવા મોપેડમાં ટ્ર્કના હોર્ન બેસાડી રસ્તે ચાલીને જતા નાગરિકોને મોટા અવાજ થી ભડકાવતા રહેવામાં કેટલાક તત્વોને વિકૃત આનંદ મળતો હોય છે અને આરટીઑ વાળા અને પોલીસો મૂગા મોંએ આ તમાશો જોયા કરતા રહે છે. રસ્તાઓ બિલકુલ હલચલ વગરના હોય તો પણ સતત મોટા અવાજ વાળા હોર્ન વગાડી સામાન્ય રાહદારીઓને કનડગત કરનારા આવા નબીરાઓ-ટીન એજરો- કાંતો રાજકીય આગેવાનોના અથવા પોલીસો કે સરકારી અમલદારોના વંઠેલા પુત્રો હોય છે. ચાલુ વાહને ડોકી વાંકી કરી મોબાઈલ ઉપર સતત વાતો કરનારાઓ પણ આજ વર્ગમાંથી આવતા હોય છે. વાહન રસ્તાની વચ્ચોવચ્ચ કે ગોલાઈમાં પાર્ક કરવું જાણે તેમનો અધિકાર બની ગયો છે. આજ રીતે ગોલાઈમાં ઉભા રહી મોબાઈલમાં વાતો કરવી જાણે સ્ટેટસ બની ચૂકયું છે. આજના છોકરા/છોકરીઓ મોટા ભાગે ટીન એજરો વાહન શહેરમાં પણ ફુલસ્પીડે-ધુમની-સ્ટાઈલથી જાણે હવામાં ઉડતા હોય, તેવી રીતે ચલાવી રસ્તા ઉપર ચાલીને જતા રાહદારીઓને ભડકાવી સોટા પાડવા આવા તત્ત્વો બેફામ બની વર્તી રહયા છે ત્યારે માર્ગ અકસ્માતો ના થાય તો જ નવાઈ ! અને આ તમામ બાબતોથી છેક તળીયાના અમલદારો- આરટીઓના કે પોલીસના-થી ઉચ્ચ સ્થાને બેઠેલા અજ્ઞાન હોતા નથી. સામાન્ય રાહદારી સમજે છે કે મોટા સાહેબોના આશીર્વાદ વગર આવી બિન્દાસ રીતે શહેરમાં કોઈ નાગરિકો વાહન ચલાવવાની હિમત દાખવી ના જ શકે ! માત્ર બેફામ સ્પીડ જ નહિ પણ આ તત્ત્વો ગમે તે સાઈડમાંથી વન-વેની પણ સાડીબાર રાખ્યા વગર ગમે તે દીશામાંથી આવતા રહે છે.

સામાન્ય નાગરિકો જો પોતાની સલામતી ઈચ્છ્તા હોય તો સભાન અને સતર્ક રહી પોતાના વાહન ચલાવવાના રહે અને રાહદારીઓ પણ પોતાની સલામતી માટે રસ્તા ઉપર ચાલતા કે રસ્તો ઓળંગતા દસ વાર વિચારવું પડે કારણ કે કઈ દીશામાંથી વાહન ધસમસ્તુ આવશે તેની કોઈ ધારણા કરી શકાતી નથી.અરે સીનીયર સીટીજનો રસ્તાની એક તરફ છેક ખૂણામાં ચાલતા હોય તો પણ આ નવા ધનિક થયેલાના નબીરાઓ ( ટીન એજરો ) ક્યારે હડ ફેટે લઈ લેશે તેવા ભયથી ફફડતા રહે છે.

ક્યારેક તો સત્તાધીશોની મીલીભગત ઉપરાંત લાખો રૂપિયા ખર્ચી થયેલા ઓરથોપેડિક સર્જનો સાથે પણ આવા તત્વોની ભાગીદારી નહિ હોય ને તેવી શંકા મનોમન થાય તો નવાઈ નહિ !

હાલ બોર્ડની પરીક્ષાઓ પૂરી થતાં વેકેશનનો માહોલ છે અને મોટા ભાગના ટીન એજર છોકરા-છોકરીઓ મુકત રીતે હરી ફરી રહ્યા છે. ટુ વ્હીલર ઉપર બે થી વધારે સવાર થઈ મોબાઈલ સાથે સોટા પાડવા શહેરમાં ઝંઝાવાતી સ્પીડ સાથે રખડ્યા કરે છે. જે પોલીસો અને આરટીઓ વાળા નજર અંદાજ કરી રહ્યા છે ! પરિણામે સમાચાર પત્રોમાં રોજે રોજ અકસ્માતના સમાચારો પ્રસિધ્ધ થયા કરે છે. બે બાઈક સવારો સામ સામા અથડાય તો કોઈક સ્કૂટર સવાર કોઈ રસ્તે ચાલનારને હડફેટે લઈ લે છે. એક તાજા સમાચાર પ્રમાણે એક ટીન એજર મોબાઈલ ઉપર વાત કરવામાં એટલો તો તલ્લીન હતો કે જે પૂલની પાળી ઉપર બેસી વાતો કરતો હતો તે ભૂલી જતા પાળી છૂટી ગઈ અને ભાઈ સાહેબ 25 ફૂટ નીચે ગબડયા અને હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અહિ અમારા જ શહેરમાં એક ટીન એજર છોકરીએ એક વૃધ્દ્ધ માજીને ચાલુ સ્કૂટી ઉપર મોબાઈલમાં વાત કરતા હડફેટે લઈ લીધા છે. ગઈ કાલની જ વાત કરું તો કાલે સાંજના મારા નિત્ય ક્રમ પ્રમાણે હું ચાલવા નીકળેલો ત્યારે અમારા ઘરથી થોડે જ દૂર ચાર રસ્તા મળે છે તે ચોકડી ઉપર જ વચોવચ બે મોટર સાયકલ એક બીજાના આલિંગનમાં પડેલા જોયા અલબત્ત તેના સવારો હોસ્પિટલ ભેગા થયેલા એટલું જ નહિ બંનેના મોબાઈલે રસ્તે ચાલતા રાહદારીઓને પણ જાણે બુલેટ છૂટી હોય તેમ અચાનક સખ્ત ઈજા પહોંચાડેલી કે તેઓ એટલા તો હતપ્રભ થઈ શુન્યમનસ્ક બની ગયેલા !

આવા તો અનેક બનાવો દરેક શહેરોમાં દિન-પ્રતિ-દિન વધી રહ્યા છે તેમ છતાં નથી મા-બાપોની આંખ ખુલતી કે નથી સરકારી અધિકારીઓને આ વિષે કોઈ ચિંતા !

એક વાત સતત યાદ રાખવી જોઈએ કે આધુનિક સમયમાં દિન-પ્રતિ-દિન નવા નવા ઉપકરણો ઉપલબ્ધ બનતા રહે છે અને બનતા રહેશે પરંતુ જો તેનો ઉપયોગ વિવેક બુધ્ધિ સાથે કરવામાં નહિ આવે તો તે જ સગવડભર્યા ઉપકરણો મોતનો પૈગામ પણ બની રહેશે !

અંતમાં ક્યારેક તો એવું લાગે છે કે આપણાં દેશના નવા ધનિકો અને રાજકર્તા સત્તાધીશોએ આવનારા 100 વર્ષ સુધી કોઈ પણ દેશને માર્ગ અકસ્માતમાં થતા મૃત્યુમાં આજે જે આપણો પ્રથમ નંબર છે તે જાળવી રાખવા જાણે શપથ ના લીધા હોય ! મેરા ભારત મહાન ! અસ્તુ !

બીજા વિષયો ઉપરના વિચારો જાણવા કૃપા કરી મારાં બ્લોગની મુલાકાત લેશો ! બ્લોગની લીંક http.arvindadalja.wordpress.com

Advertisements

16 comments

 1. સરસ , અભિનંદન
  આપણા દેશ નાં વહીવટ કારો જો આ દેશ ને રામ ભરોસે છોડી દેશે તોય સારો ચાલશે ,આ બધી દખલગીરી અબુધ , લાલચુ , ભ્રષ્ટ્ર ,ને લુચ્ચા નેતાઓથી ને અધિકારીઓ થી ચાલી રહી છે
  તેનું પરિણામ છે

  Like

 2. let us not forget about the accidents and driving. I have no idea about the accident in India but in America it cost a lot on your car insurance for driving if you have accident on your licence. If you have tickets (wronfully drivng record) it hurts on your pockets. as person has to pay higher premium. And if you have certain tickets your driving license can be suspended..
  there is no limit who is the other side..
  Rules works the same for everyone.
  Every one has to be careful for their own actions
  thx

  Like

  1. અહીં જે ચાલે છે તેની ખરેખરી વાતો કોઈ અતિશયોક્તિ કર્યા સીવાય કરેલી છે. અહીં ગમે તેને લાયસંસ મળી રહે છે ઉપરાંત વિમાના કલેમની પતાવટ પણ વિમાની અને પોલીસની સાઠ ગાંઠથી કરાવી શકાય છે. તમામ અનૈતિક અને ગેરરીતિઓ અહીં અસ્તિત્વ ધરાવે છે જેમાં મહદ ફાળો રાજકારણી સત્તાધીશો/અમલદારો અને કહેવાતા સાધુઓ અને સંતોનો રહેતો હોય છે.

   Like

 3. આપે ઘણું સંશોધન કર્યું છે, કશું ઉમેરવા જેવું રહેવા દીધું નથી !!
  ક્યારેક તો એવું લાગે છે કે લોકો પણ જાણીજોઇને ટ્રાફિકના કાયદાનો ભંગ કરવામાં ગર્વ અનુભવે છે. અમારા પડોશમાં વિદેશથી (સ્વિડનથી) મહેમાન આવેલા, એ લોકોને સૌથી મોટું આશ્ચર્ય એ થયું કે શહેરમાં જ્યાં વન-વે ’એક માર્ગી રસ્તો’ નાં પાટીયા મારેલા હોય ત્યાં પોલીસને પણ શા માટે ઉભા રાખવામાં આવે છે !! મારે માભો જાળવી રાખવા માટે કહેવું પડ્યું કે બહેન અહીં વાંચતા કે નિશાનીઓ સમજતા લોકોને બહુ આવડતું નથી માટે !! તો નવો પ્રશ્ન: જેને માર્ગની નિશાનીઓમાં સમજ નથી પડતી તેમને વાહનચાલન માટેનું લાયસન્સ કઇ રીતે મળે ?? મારો બચાવનો છેલ્લો પ્રયાસ: અરે લાયસન્સ રાખીને વાહનો તો બિકણ અને કાયરો જ ચલાવે !! ભાયડાઓ પાસે લાયસન્સ, બાયસન્સ ના હોય !!! અને કાયદાનું પાલન કરાવવાની જેમની જવાબદારી છે તેઓ….. પેટ તો બધાય ને હોય ને !!! છેલ્લે ઉપાયરૂપે એક નુસ્ખો સુચવવાની ધૃષ્ટતા કરૂં તો, ’વાહન હંમેશા એમ સમજીને જ ચલાવવું કે સામે કોઇને પણ વાહન ચલાવતા આવડતું નથી’ !! આ અકસ્માતથી બચાવનો, અજમાવાયેલો, કારગર ઉપાય છે. આભાર.

  Like

  1. ભાઈશ્રી પ્રફુલ્લ, પંચમભાઈ, હરનીશભાઈ ,સુરેશભાઈ ,પ્રવીણભાઈ, ગાંડાભાઈ ,નટવરભાઈ , રમેશભાઈ, ભુપેન્દ્રસિંહ અને અશોકભાઈ
   આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર ! આપ સૌના પ્રતિભાવમાં અદભુત સામ્યતા હોય અલગ અલગ પ્રત્યુત્તર પાઠવવાને બદલે સામુહિક જવાબ લખી રહ્યો છું તો તે માટે દરગુજર કરશો ! આપને મારો અનુભવ કહું તો હું 2003માં યુએસએની મુલાકાતે ગયેલો ત્યારે મને મારાં દીકરી જમાઈએ ખૂબ ફેરવેલો અને મારી દીકરીએ પોતે એકલે હાથે ડ્રાઈવ કરી 700 માઈલ સુધી ફરવા લઈ ગયેલ તે બંને હમણાં એક વર્ષ થયા અત્રે આવેલ છે પણ સ્વતંત્ર રીતે કાર ડ્રાઈવ કરવાનો આત્મ વિશ્વાસ હજુ સુધી આવતો નથી અને ડ્રાઈવર રાખી ગાડીમાં ફરે છે. ત્યાં હતો ત્યારે હું ઘણી વાર મજાકમાં કહેતો કે ગાડીનું ક્યારેક હોર્ન મારવાનું રાખો નહિ તો ગાડી હોર્ન વગાડવાનું ભૂલી જશે ! ત્યાં બીન જરૂરી હોર્ન મારવું discredit ગણાય છે. અમે વીક એંડમાં ફરવા જતા ત્યારે 300-400 ગાડીઓ એકી સાથે ફ્રી વે ઉપર પોત પોતાની ટ્રેક ઉપર પસાર થતી જોઈ છે પણ ભાગ્યેજ હોર્ન વગાડતી પસાર થતી જોઈ હશે ! કોઈ પણ ચાર રસ્તાની ચોકડી ઉપર રાતે 12 કે એક વાગ્યે પસાર થતા હોઈએ અને આપણે એકલા જ તે રોડ ઉપર હોવા છતાં ગાડી બ્રેક કર્યા સીવાય ચોક્ડી પસાર કરી હોય તેવું જોયું નહિ હતું ! આપણાં દેશમાં તો આજે જે વાસ્તવિક પરિસ્થિતિ પ્રવર્તે છે તેને જ કદાચ રામ રાજ્ય કહેતા હશે અને તેથી જ માર્ગ અકસ્માતમાં વિશ્વભરમાં આપણો નંબર પ્રથમ રેહેતો હશે ! મેરા ભારત મહાન !
   સ-સ્નેહ
   અરવિંદ

   Like

 4. વડીલશ્રી,
  “ભારતમાં શિસ્ત નો અભાવ છે.અને દરેક ને ઉતાવળ છે.”આટલા માં બધું આવી ગયું.આપે જે બળાપો કર્યો છે તે ખરેખર સાચો છે.પણ કોને પડી છે?છતાં આપ આપણી ફરજ બજાવી રહ્યા છો તે ધન્યવાદ ને પાત્ર છે.

  Like

 5. ગંભીર વિષય છે અને સજાગતા ભારતીય નાગરીક તરીકે

  વિકસે નહીં ત્યાં સુંધી આ દુઃખદ સમાચારો કેટલી

  પાયમાલી કરશે એ તો રામ જાણે?

  લાયસન્સ બાબત કડક ધારા ધોરણ જરૂરી છે અને આપના આ

  લેખમાં વિશદ અભ્યાસપૂર્ણ રજૂઆત માટે ધન્યવાદ,અરવિન્દભાઈ.

  રમેશ પટેલ(આકાશદીપ)

  તારા મારગડે જાવા…રમેશ પટેલ(આકાશદીપ)

  Pl find time to visit and comment
  સ્વરચિત અને ગમતીલી ગદ્ય અને પદ્ય રચનાઓ
  http://nabhakashdeep.wordpress.com/

  With regards
  Ramesh Patel

  Like

 6. વાહનો વધતા જાય અને એ માટે રસ્તા ન હોય તો આવું જ થાય. રસ્તાઓ વધારવા જોઈએ. રોડ પહોળા કરવા પડે. એ માટે દુકાનો, ઘરો, મંદિરો , દરગાહ, મસ્જીદ તોડવા પડે. કોણ તોડે? એ ન તોડવા માટે તોળ પાડવામાં આવે.
  વળી લાયસન્સ આપવા માટે કડક નિયમો હોવા જરૂરી છે. નિયમો હોય તો એનું પાલન થવું જરૂરી છે.

  ૨૦૦૯માં હું ભારત આવ્યો હતો. જ્યારે પણ રસ્તા પર ચાલવાનું આવ્યું ત્યારે ડર લાગ્યો જ્યાં હું દશ વરસ પહેલાં સ્કૂટર ચલાવતો એ જ રસ્તા પર ચાલી પણ ન શક્યો કારણ કે રાહદારી માટે રસ્તા બચ્યા જ ક્યાં છે?

  ભાડેની કારમાં સુરત ગયા. રેડ સિગ્નલમાંથી ડ્રાયવર સડસડાટ ટેક્ષી દોડાવી ગયો. દિકરીઓ બુમ પાડતી રહી. હું ચુપ જ રહ્યો. શું કરીએ?

  આને આપણા દેશને કોસવાનો જરાય પ્રયાસ ન માનશો. પણ શક્ય બની શકે એને અશક્ય કરી નાંખવાની પધ્ધતિ છે આપણી ખાસિયત.

  Like

 7. સરસ લેખ અરવિંદભાઈ.
  હું પાંત્રીસ વર્ષથી પરદેશમાં છું. ક્યારેક દેશ આવવાનું થાય ત્યારે જે અનુભવો થાય છે તે ખરેખર દુખદ હોય છે. પેડેસ્ટ્રીઅન ક્રોસીંગ પર પણ રસ્તો કોઈ ઓળંગવા દેતું નથી એવો અનુભવ થયો છે, અને તે પણ નવસારી જેવા નાના શહેરમાં.

  આપણે ત્યાંનાં છાપાઓમાં રોજેરોજ અકસ્માતમાં મૃત્યુ થયાં હોય તેવા સમાચાર વાંચવા મળે છે. આપ કહો છો તેમ આટલા બધા અકસ્માત થવા છતાં કોઈને કશી પડી હોતી નથી.

  Like

 8. અમેરિકામાં છું, એટલે આ બાબત શું કહેવું? પ8 વર્ષ અમદાવાદ રહ્યા છતાં અહીં વાહન ચલાવતાં ડર નથી લાગતો. અમદાવાદમાં તો ઘેર સલામત પહોંચીએ ત્યારે સાચું .

  એક સરસ લેખ – સ્વાનુભવી – અહીંના કડક કાયદા અને તેના પાલન વિશે –
  પાંચ દીવસ પછી તમારા જમાઈની સાથે તમે કોર્ટમાં પહોંચી જાઓ છો. તમને તો એમ જ કે પાંચ દસ મીનીટમાં આ અમેરીકન સીસ્ટમ તમને છુટા કરી દેશે. પણ સરકારી દફ્તર એટલે સરકારી દફ્તર. બે કલાકે તમારો નમ્બર લાગે છે. તમારા જમાઈ પેલી કાઉન્ટર પરની વીદેશી જન્નતની હુરને માંડ માંડ સમજાવી શકે છે કે, તમારી પાસે લાયસન્સ કેમ નથી. તે ‘ ઓકે! ઓકે! ’ કરીને 111 ડોલરની દંડની રકમ વસુલ કરે છે. આ ગાડાના પૈડા જેવી રકમ સાંભળી તમારા તો હાંજાં જ ગગડી જાય છે. પણ તમારા દરીયાદીલ જમાઈ તરત તમને સાંત્વના આપે છે, ‘બાપુ! એ તો સારું થયું કે, એ આ ફોટોકોપી પરથી માની ગઈ. હવે પંદરેક દીવસમાં તમારું અહીંનું લાયસન્સ આપણે કઢાવી લેશું.‘

  સાંજે ઘરનાં બધાંની સાથે આજની બાબત ચર્ચાય છે. બધા તમને અભીનંદન આપે છે – સલામત છુટવા માટે.

  આખો લેખ અહીં –

  http://gadyasoor.wordpress.com/2008/05/09/road_ticket/

  Like

 9. અરવિંદભાઇ-તમારી વાત વાંચી-ભાઇ શ્રી પ્રફુલ ઠારની મેઇલ વાંચી-
  હું ચાલિસ વરસથી અમેરિકામાં રહું છું.એટલે દેશના ટ્રાફિક પર શું બોલું ?

  Like

 10. વડીલ શ્રી અરવિંદભાઇ

  માર્ગ અકસ્માતમાં વિશ્વમાં પ્રથમ નંબરે ભારત !!! મેરા ભારત મહાન !!! ( ??? )

  તમારા બળાપાનો પ્રશ્ન ખરેખર સમજી શકાય તેવો છે. અને તેથી જ કદાચ કોઇ પરદેશમાં જઇ ટુંકી મુસાફરી કરીને આવ્યા હોય અને ત્યાં જે અનુભવો જો થયા હોય તો પરદેશના દેશોના વખાણ ન કરી શકાય ?
  એક વાતથી સૌ જ્ઞાત છે કે, જે રીતે વાહન ચલાવવા લાયસંસ આપવામાં આવે છે, તે રોડ ટ્રાંસપોર્ટ ઓથોરીટીની ઓફિસોમાં કેવી લાલીયા વાળી અર્થાત લાગવગ અને ભ્રષ્ટાચાર ચાલી રહ્યા છે
  ઉપરની વાત ઉપરથી કહી શકું કે ખરેખર અહીં ભ્રષ્ટાર જ ચાલે છે. લંડનના રહેવાસીને પૂછશો કહેશે લંડનની ડ્રાવિંગની પરીક્ષા પાસ કરવી એટલે ભણતરની પરિક્ષા કરતાં પણ અઘરી અને માથાનો દુ;ખાવો. ત્યાં થીયરીની અને પછી પ્રેકટીકલ એમ બે પરીક્ષાઓ આપવી પડે છે. અને ત્યાંના અધીકારીઓ ભાગ્યે જ કોઇને પહેલી વારમાં પાસ કરી દેતા હોય છે. ઘણાંને પાંચથી છ વખત પરીક્ષા આપવી પડતી હોય છે.અને દરેક વખતે પાંસઠ પાઁઉડ તો ભરવા જ પડે. કહેવાનું મૂળ ત્યાં ભ્રષ્ટાચાર કે વચેટ્યાઓ હોતા નથી.
  ખાસ અગત્યની વાતતો એ છે કે ત્યાંના વાહન હાંકનાર નાગરિકોમાં પણ ડીસીપ્લીન સારી હોય છે કે તે નાનું બાળક હોય કે પછી વૃદ્ધ હોય પણ પોતે પોતાની મેળેજ વાહન રોકી દે અને રાહદારીને રસ્તો ઓળંગવા દે છે અને રાહદારી પણ ભાગંભાગ કરીને રસ્તો ઓળંગતો નથી. બીજું ત્યાં ધણાં બધા સિગ્નલો ઉપર બટનો હોય તેથી રાહદારી પોતે જ સિગ્નલ આપી વાહનોને થંભાવી દે છે.
  જયારે ભારતમાં ઓળંગવાતો ન દે ઉપરથી જો કોઇ વૃદ્ધ ભૂલથી પણ ઓળંગવાની કોશીષ કરે તો વાહનમાંથી કાને અવાજ અથડાય “એય બુઢ્ઢા મરને કા હૈ કે?” ઉપરથી બે ચાર ગાળો સંભળાવે ! અને તેથી જ સામાન્ય નાગરિકો જો પોતાની સલામતી ઈચ્છ્તા હોય તો સભાન અને સતર્ક રહી પોતાના વાહન ચલાવવાના રહે અને રાહદારીઓ પણ પોતાની સલામતી માટે રસ્તા ઉપર ચાલતા કે રસ્તો ઓળંગતા દસ વાર વિચારવું પડે કારણ કે કઈ દીશામાંથી વાહન ધસમસ્તુ આવશે તેની કોઈ ધારણા કરી શકાતી નથી.અરે સીનીયર સીટીજનો રસ્તાની એક તરફ છેક ખૂણામાં ચાલતા હોય તો પણ આ નવા ધનિક થયેલાના નબીરાઓ ( ટીન એજરો ) ક્યારે હડ ફેટે લઈ લેશે તેવા ભયથી ફફડતા રહે છે. તેથી કહી શકાય કે સાંકેતીક નામો જેવાકે જય માતાજી, જય આશાપુરા, જય ખોડિયાર, સરકાર, રાજ્પુત, જાડેજા, મહેર, આહીર, જય શક્તિ કે પછી મેરા ભારત મહાન હૈ લખવાથી ભારત મહાન થઇ જતું નથી.
  પ્રફુલ ઠાર

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s