ભારતની 69% ગ્રામ્ય જનતા અને 18% શહેરી જનતા મળ-ત્યાગ/કુદરતી હાજત ખુલ્લામાં કરે છે !!!

.
ભારતની 69% ગ્રામ્ય જનતા અને 18% શહેરી જનતા મળ-ત્યાગ/કુદરતી હાજત ખુલ્લામાં કરે છે !!!
શરમ કે ગૌરવ ? ! ?

નગ્ન સત્ય– દ્રશ્ય 1

થોડા દિવસ પહેલાં એક અંગ્રેજી અખબારમાં સમાચાર વાંચવા મળ્યા જેમાં WHO – UNICEF –ના અહેવાલ મુજબ વિશ્વ સમસ્તની 1.1 બીલીયન વસ્તીમાંથી આપણાં-ભારત-દેશની 58% વસ્તી ખુલ્લામાં મળ-ત્યાગ કરતી હોવાનું જણાવાયું છે. અંદાજે 638 મીલીયન લોકોને ટોઈલેટની સુવિધા પ્રાપ્ત નથી. જેમાંથી 69% ટકા ગ્રામ્ય જનતા અને 18% શહેરી વસ્તીનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત ઈંડોનેશીયા ( 58 મીલી.) ચીન ( 50 મીલી.) ઈથોપીઆ ( 49 મીલી.) પાકિસ્તાન ( 48 મીલી.) નાઈજીરીયા ( 33 મીલી.) અને સુદાન ( 16 મીલી.) ખુલ્લામાં આ પ્રવૃતિ કરે છે. સમ્રગ દુનિયામાં આપણો ક્રમ પ્રથમ છે – તે શરમ ગણાય કે ગૌરવ ? આ પહેલાં પણ માર્ગ અકસ્માતમાં થતા મૃત્યુનો આંક વિશ્વમાં સૌથી વધારે આપણાં દેશનો છે તેવા સમાચાર ચમકેલા !ભારત મહાન !! આઝાદી મળ્યા 63 વર્ષ થયા બાદ પણ ખુલ્લામાં મળ-ત્યાગ કરવાની અને માર્ગ અકસ્માતમાં સૌથી વધારે મૃત્યુ પામનાર આપણાં રાજકારણી-સત્તાધીશોને આ બંને સિધ્ધિઓ માટે નોબલ પ્રાઈઝ મળી શકે તેમ છે ! મેરા ભારત મહાન !!

નગ્ન સત્ય–દ્રશ્ય 2

થોડા સમય પહેલાં જ આપણાં દેશમાં સંસદની ચૂંટણી થએલી જેમાં ચૂંટાયેલા 300 થી પણ વધારે સાંસદો કરોડ પતિ હોવાનું જાણવા મળેલું બાકીના લાખો પતિ હોવાનું ખુલેલું. આમ આ દેશના લોક પ્રતિનિધિઓ ગરીબી ( ? ) રેખા નીચે જીવતા માલુમ પડેલા. ઉપરાંત તમામ રાજ્યોના મોટા ભાગના ધારાસભ્યો પણ લાખો રૂપિયાની આવક ધરાવે છે. આપણાં દેશમાં ચાલીને ફરતો અને મજૂરી જેવું કામ કરતી કોઈ વ્યક્તિ પંચાયતના સભ્ય તરીકે ચૂટાઈ આવે તો એક જ વર્ષમાં ગાડી ફેરવવા લાગે છે. સુધરાઈના સભ્ય તરીકે ચૂંટાતા પ્રતિનિધિઓ એક વર્ષના ટૂકા ગાળામાં ભવ્ય મહેલાત અને આયાતી ગાડીના માલિક બની જાય છે. આ નરી વાસ્ત્વિકતા લોકો ફાટી આંખે જોઈ રહે છે ! લોકોની સેવા કરવાની વાતો સાથે રાજકારણમાં દાખલ થનારાઓ કલ્પનામાં ના આવે તે રીતે સેવાનો બદલો મેળવી લે છે.
આ રાજકીય નેતાઓ ચૂંટણી સમયે લોકોને વચનોની લ્હાણી કરે છે અને ચૂંટાઈ ગયા પછી આ બધા વચનો સિફતથી ભૂલી જવામાં આવે છે. કેટલાક સમય થયા આ રાજકારણી-સત્તાધીશોને શિક્ષણમાં ધરખમ આવક જણાંતા શિક્ષણને એક વ્યવસાય તરીકે અપનાવી પોતાની રાજકીય વગનો ઉપયોગ કરી અને અનેક પ્રકારની ગેરરીતીઓ કરી નાણાં છાપવા લાગ્યા છે. ટૂકમાં દેશમાં એક નવો ધનિક વર્ગ ઉભો થયો છે અને તેમના વંઠેલા બાળકો પણ સમાજને ક્યારે ક બાનમાં લઈ અનેક પ્રકારની ગેરકાયદે પ્રવૃતિમાં સંકળાયેલા માલુમ પડે છે.
આ નવા ધનિક વર્ગને ત્યાં રૂમે રૂમે આધુનિક ટબ સાથેના ટોયલેટ હોય છે અને આ ટોયલેટ વાપરનારા ભાગ્યેજ હોય છે. આમ રાજકારણ નાણાં બનાવવાનો એક વ્યવસાય બની ચૂક્યું છે.

નગ્ન સત્ય–દ્રશ્ય 3

આપણાં દેશમાં ચો-તરફ અર્થાત કન્યાકુમારીથી કાશ્મીર સુધી અને કચ્છથી કોલક્ત્તા સુધી સાધુ- સંતો-સ્વામીઓ-ગુરૂઓ-મહંતો ઉપરાંત કથાકારો-વ્યાખ્યાન કારો-યોગ સાધુઓ વગેરે હજારોની સંખ્યામાં વસી રહ્યા છે અને જન સમુદાયને ધાર્મિક કથાઓ સંભળાવી ભૌતિક સુખની નિરર્થકતા અને ક્ષણિકતા વિષે ગાઈ-વગાડીને બોધ આપી રહ્યા છે. આ તમામે પોતાના આશ્રમો ભવ્યાતિભવ્ય બનાવી શ્રોતાઓને આધુનિક 5-7 સ્ટાર હોટેલ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવી રહ્યા છે કે જેથી ત્યાં આવનારા કોઈ પણ અનુયાયી/ભક્તનું મન વિચલિત ના થાય ! અંદાજે આવા 30.000/- જેટલા સંપ્રદાયો અસ્તિત્વમાં છે. આ સાધુ-સંતો-સ્વામીઓ-ગુરૂઓ-મહંતો અને કથા/વ્યાખ્યાનકારો દેશમાં આશ્રમ ઉપરાંત પોતાના માનેલા ઈશ્વરના ભ્વ્યાતિભવ્ય મંદિરો તેમના અનુયાયીઓ પાસેથી કરોડોની રકમનું દાન મેળવી બનાવી રહ્યા છે. થોડા વર્ષો થયા આ પ્રવૃતિનો ફલક વિદેશોમાં આ લોકો સફળતા પૂર્વક ફેલાવી શક્યા છે પરિણામે વિદેશની સફરની જાણે આ લોકોમાં સ્પર્ધા શરૂ થઈ છે. કથાકારો પણ આમાંથી બાકાત નથી.

આ દેશના મોટા ભાગના રાજકારણી-સત્તાધીશો-સરકારી અધિકારીઓ લાખો અને કરોડાની આમદાનીમાં જનતાના હિસાબે અને ભોગે આળોટે છે જે હવે જનસમુદાયથી છૂપું નથી. પરિણામે આ તત્ત્વો જન હિત કે કલ્યાણ માટે કોઈ પ્રતિબધ્ધતા આજ સુધી સાબિત કરી શક્યા નથી. ઉલ્ટાની વિશ્વસનીયતા ગુમાવી બેઠા છે.
સામાન્ય જન સમુદાય મોટા ભાગે સરકારે કરેલા કાયદા-નિયમોનું ઉલ્લંઘન કરતા ખચકાટ અનુભવવાને બદલે ક્યારે ક રોંમાંચ અનુભવતા જણાય છે. તો તેની સામે સમાજમાં પ્રવર્તતી પુરાણી રૂઢિ-રિવાજ કે પ્રણાલિકાઓનું ચુસ્ત રીતે અમલ કરતો જોવા મળે છે ! અર્થાત આવા જનસમુદાયનું માનસિક વિશ્લેષણ કરવામાં આવે તો કાયદા-નિયમો-રૂઢિ-રિવાજો વગેરે માટે પાલન કરવાની તૈયારી તેની મૂળભુત પ્રકૃતિમાં રહેલી જોવા મળે છે. તે પ્રકૃતિ કે વૃતિને વિધાયક રીતે વિસ્તૃત ( EXPAND ) ફલક ઉપર કેળવવામાં આવે તો અને તે વિષે, સજાગ અને સતર્ક બનાવવા યોગ્ય શિક્ષણ્/કેળવણી અને સમજ પેદા કરવાનો પરિશ્રમ હાથ ધરવામાં આવે તો,, આ કાર્ય અસંભવ જણાતું નથી.
તેમ છતાં એક વાત સ્પષ્ટ રીતે જણાય છે કે આ કાર્ય ફરજિયાત અને કાયદાના દબાણ હેઠળ સફળ ના પણ થાય ! કારણ રાજકારણી-સત્તાધારી તરફ મોટા ભાગના જન સમુદાયમાં એક પ્રકારની આક્રોશ ભરી નફરત જોવા મળે છે ! તો સામા પક્ષે ધાર્મિક વડાઓ જન સમુદાયના મોટા ભાગને પોતા તરફ આકર્ષી પ્રભાવિત કરી શકે છે.તેમના આદેશ/સુચનાને શિરો માન્ય ગણી અમલવારી કરતા રહે છે. આપણે દ્રશ્ય 3 માં જોયું કે ધાર્મિક વડાઓની મુખ્ય પ્રવૃતિ મંદિરો બાંધવા-બંધાવવા આશ્રમો સ્થાપવા તથા કથા-વ્યાખ્યાનો દ્વારા ઉપદેશ પ્રબોધવો રહી છે.આ માટે તેઓને સહેલાઈથી કરોડો રૂપિયાના દાન ઉદાર હાથે મળી રહે છે.
આવા સંજોગોમાં દ્રશ્ય 1 માં આપેલી વિગતોએ મને નાના મોઢે મોટી વાત કરવા પ્રેર્યો હોઈ હું એક નમ્ર સુચન અત્રે કરી રહ્યો છું.

આપણે સૌ જાણીએ છીએ કે. દેશભરમાં મોટી સંખ્યામાં સંપ્રદાયો તેના આશ્રમો, મંદિરો ફેલાયેલા છે.તેમાનાં સ્વામીનારાયણના મંદિરો, ગુરૂદ્વારા, જૈન મંદિરો તેમની ચોખ્ખાઈ અને સ્વચ્છતા આંખને ઉડીને વળગે તેવી રીતે જાળવી રાખે છે. આ ઉપરાંત સ્વાધ્યાય પરિવાર પણ તેમના કાર્યક્રમોમાં લાખો સ્વાધ્યાયિઓ ઉમટી પડતા હોવા છતાં સમારંભને અંતે જે તે સ્થળે કાગળની એક નાની ચબરખી પણ શોધી જડતી નથી તેવી ચોખ્ખાઈ અને સ્વચ્છ્તા સાથે સ્થળ છોડતા હોય છે .આ ઉપરાંત અન્ય સંપ્રદાયો સાથે મળી સંયુકત રીતે એક નિશ્ચિત સમય મર્યાદા સાથે દેશભરના 69% ગ્રામ્ય જંનતા તથા 18% શહેરી જનતા કુદરતી હાજત અર્થાત મળ-મુત્ર ત્યાગ ખુલ્લામાં કરી રહ્યા છે તેમના ઉપયોગ માટે શૌચાલાય ( ટોયલેટ ) જેવી સુવિધા ઉભી કરે !
જેમાં પુરૂષ અને સ્ત્રીઓ માટે અલગ અલગ જાહેર શૌચાલાય ( ટોયલેટ ) બનાવાય ! જે નાગરિક પોતાના ઘરમાં જગ્યા ફાળવી શકે પણ પૂરેપૂરું ખર્ચના ઉપાડી શકે તેવાઓને સબસીડી આપી અંગત ઉપયોગ માટે શૌચાલાય બનાવી દઈ શકાય !
શહેરી વિસ્તારોમાં જાહેર શૌચાલય ( ટોયલેટ ) જૂજ સંખ્યામાં અને લાંબા અંતરે આવેલા હોય છે. પરિણામે પુરૂષો તો ગમે ત્યાં દિવાલ કે વૃક્ષની ઓથે હળવા થઈ શકે છે પણ સ્ત્રીઓ માટે કોઈ અલગ વ્યવસ્થા ભાગ્યે જ ઉપલબ્ધ હોય છે. જાણે સ્ત્રીઓને હળવા થવાની જરૂરિયાત જ નહિ ઉભી થતી હોય !
હું સમજું છું કે આ કામ અત્યંત ખર્ચાળ છે જંગી રકમ ઉપરાંત પ્રમાણિક, સમર્પિત, વિશ્વાસુ, સંનિષ્ઠ અને પ્રતિબધ્ધ હોય તેવા લોકોના સહકાર વગર સંભવ નથી પરંતુ મને માત્ર વિશ્વાસ જ નહિ પણ શ્રધ્ધા છે કે, આ અભિયાન પ્રતિબધ્ધ ધાર્મિક સંપ્રદાયો અને આશ્રમોના વડાઓ દ્વારા શરૂ કરવાની પહેલ કરવામાં આવશે તો એક અપીલ માત્રથી લક્ષ્યાંક કરતાં પણ વધારે રકમ ભેટ આપનારા દાનવીરો આગળ આવશે !
માત્ર જરૂર છે એક હાકલ કરવાની પહેલની !
મારાં નમ્ર મત પ્રમાણે માત્ર મંદિરો-આશ્રમો ભવ્યાતિભવ્ય બનાવવા અને કથા-વ્યાખ્યાન દ્વારા ઉપદેશ આપ્યા કરવા તે જ ધાર્મિક વડાઓનું મુખ્ય કર્તવ્ય ના હોઈ શકે. સમાજના કલ્યાણ અને હિત અને ઉત્થાન માટે જન સમુદાયને કેળવવા-તૈયાર કરવા અને આદેશ આપી સમાજના મૂલ્યોની પુનઃ સ્થાપના કરવી સમાજ તરફનું ઉતરદાયિત્વ નીભાવવું તે મુખ્ય કાર્ય બની રહેવું જોઈએ ! જન સમુદાયની પીડા-વ્યથા અને વેદના તમામ સંપ્રદાયોના વડાઓએ વાડાઓ ત્યાગી એક બની સંવેદવી રહી !

સમાજના મૂલ્યો પુનઃ સ્થાપવા વિષે ગંભીરતાથી વિચારી ધાર્મિક વડાઓએ જ પહેલ કરવી પડશે અને માનસમાં વ્યાપેલી ગંદકી જ નહિ પરંતુ સ્થુળ ભાવે આજુ-બાજુ થતી અને ફેલાતી ગંદકી દૂર કરવાની પ્રાથમિકતા સ્વીકારી સક્રિય બનવું તે સમયની માંગ જ નહિ પણ જનહિત કલ્યાણ માટેનો એક એસીડ ટેસ્ટ જેવો પડકાર છે ! આપણાં સાધુ સમાજ અને ધાર્મિક વડાની એક હાકલે મોટા ભાગના લોકો શુભ કાર્યો માટે ઉદાર હાથે ધનરાશિ ફાળવી લક્ષ્યાંકથી પણ વધુ રકમ દાન આપી થેલી છલકાવી દેતા હોવાનો આજ સુધીનો અનુભવ છે. તો આવા સામાજિક હેતુ માટે દાન મેળવી સમાજનું ઋણ ચૂકવવાનો અનેરો મોકો- સાધુ સમાજ અને ધાર્મિક વડાઓને સંપ્રદાયોની વાડાબંધીથી ઉપર ઉઠી સમગ્ર ભારતીય સમાજ માટે – કંઈક વિશિષ્ટ કાર્ય કરવાનો આ સોનેરી અવસર સાંપડ્યો છે !
ઉપર દર્શાવેલ લક્ષ્યાંક સિધ્ધ ના થાય ત્યાં સુધી તમામ સંપ્રદાયો-આશ્રમોના વડાઓએ કોઈ નવા મંદિરો-આશ્રમો કે કથા-વ્યાખ્યાનો ઉપર રોક લગાવી અર્થાત બે વર્ષ સુધી બંધી જાહેર કરી તમામ શક્તિ અને નાણાં માત્ર અને માત્ર આ હેતુ માટે જ ખર્ચવા પ્રતિજ્ઞાબધ્ધ નિર્ધાર કરશે તો બે વર્ષના સમય ગાળામાં આજે આપણાં દેશનો નંબર કુદરતી હાજત ખુલ્લામાં કરનારા દેશોમાં પ્રથમ્ નંબરે છે તે મીટાવી આપણે સૌ ખરા અર્થમા આ વિષે શરમ ને બદલે ગૌરવ અનુભવી મેરા ભારત મહાન પોકારી શકીશું !
અને છેલ્લેઃ-17 માર્ચ 2010ની ગુજરાત સમાચારની પૂર્તિમાં બુધવારની બપોરેની કોલમ લખતા શ્રી અશોક દવેના શબ્દોમાં કહું તો –“રહી વાત મહિલાઓની, મહિલાઓએ રાબેતા મુજબની જીદ કરીને અનામત –બિલ લવડાવ્યું, પણ મૂર્ખીઓને જેની પહેલી જરૂરત હતી, તે જાહેર- માર્ગો પરના શૌચાલયોની અછતનું કેમ ના સુઝયું ? શું એ રોડ પર આવી ગયેલી ભારતની હરએક બેસહારા નારીની તાતી જરૂરિયાત નથી ? રોડ ઉપર શોપીંગ કરવા નીકળેલી બે-ત્રણ જણીઓ કેવી ચીમળાઈ જાય છે ? પુરુષોતો નફ્ફટ થઈ કોઈબી ખૂણો ગોતી લે છે, આમનું શું ? ઈશ્વરનો પાડ માનો કે શૌચાલયોની આવી કારમી અછત છતાં પુરૂષો બાળ-સ્વરૂપ ધારણ કરતા નથી.”

તા.ક. આ પ્રવ્રતિ હાથ ધરાતી હોવાની સહેજ પણ વાત વહેતી થતાં રાજકારણી-સત્તાધીશો ગમે તે ભોગે જોડાવા અરે બજેટમાં આ માટે નાણાં ફાળવવા તેમજ અનેક પ્રકારના પ્રલોભનો અને લલચાવનારી ઓફરો સાથે સક્રિય બનશે તો કેટલાક ભય કે ડર બતાવી બ્લેકમેલ કરી અનેક અવરોધો પેદા કરવા કોશિશ કરશે તો તેનાથી કૃપા કરી સતર્ક બની આ પ્રવૃતિના આરંભથી જ સલામત અંતર રાખી તેમનો પડછાયો પણ નહિ સ્વીકારવા મારી હાર્દિક અપીલ છે.

23 comments

 1. I live in USA for the last 33 years. In 2006, when I visited Gujarat, we took a bus from Somanath to Dwarka. When the bus stopped on highway to fill up the petrol, I visited the bathroom. It was the cleanest bathroom, I had seen in India, just like 5star hotel. I could not resist to congratulate the manager. He mentioned that the petrol pump was owned by local member of the parliament. I wish all the petrol pumps in India are owned by such politicians!!!!!

  Like

 2. નલકેકા(ગાગરકા)પાની લોટે મેં ભર કર ખેતોં કે ઔર ચલે
  ઓ…………………….નીલ ગગનકે તલે.(ગ્રામય વિસ્તાર માટે)

  મનુ:યાર લઘુ શંકા માટે જવું છે શું કરવું?
  મગન: અરે ભૈ કોઈ પણ દીવાલ પર લખ્યું હશે,અહીં પેશાબ કરવો નહીં ત્યાં પતાવે નાંખો.(શહેરીએ વિસ્તાર માટે)

  Like

 3. itz not d responsibility of d sadhus santos to built toilets itz d responsibility of government and to some extent d r doing their duty also and even sadhus r takin effort to make d ppl understand abt d importance of cleaniness, but ppl r not understaning dat is not d fault of govt. or sadhus u cant blame dem.
  diz is juz lyk u r sayin an enginer 2 do operation n a doctor to built a building can diz b possible???
  on dis i do give u 1 example a sadhu visited a mercedes company, d R&D dpt. is reaching dat whn d car is dashed 2 a wall d car shd not b affected at all d sahdu replied who is responsibile 4 d accident d car or man sitting n driving????
  in mumbai govt. has built many public toilets den too dey go on d tracks(open space) now whoz responsible 4 diz is govt. who builts or d public who does’nt use it????
  N u r sayin dat d sadhus shd stop buildin mandirs 4 2yrs, do u even giv a single rupee 4 building of mandir?? if no den u don’t hav any rights to speak ill abt dem…
  y don’t u say dat money is wasted in things called I.P.L., movies, T.V. serials,filmfare awards etc
  even arms n amunitaions where every year 70 lakh core rupees r spent den too ppl r not secured
  y dont u write abt such things???? y mandir n sadhus r on ur target hav dey ever asked money 4rm u 2 build mandirs??? sadhus hav built many schools, hospitals, toilets, dey do even help durin any natural calmaties.. all such things u have’nt seen na u cant c any positive things

  Like

  1. ભાઈશ્રી વિક્રમ
   મને સમજાતું નથી આ વર્ણસંકર જેવી ભાષા કઈ શાળા કે કોલેજમાંથી આપ શીખ્યા ? આ પહેલાં પણ આપના પ્રતિભાવનો પ્રત્યુતર આપવા માટે મારે કોઈકની મદદ લઈ આપ શું કહેવા માગો છો તે સમજવું પડેલ્ આપ શુધ્ધ અંગ્રેજી અથવા શુધ્ધ ગુજરાતીમાં લખવા સમર્થ નથી. હું ધારું છું કે આપ ગુજરાતના જ છો અને ગુજરાતી આપની માતૃભાષા છે છ્તાં વર્ણસંકર જેવું અંગ્રેજી લખવાનું કેમ પસંદ કરો છો ! કોઈ પણ ભાષા લખો તે તેના યોગ્ય સ્વરૂપમાં લખાવી આવશ્યક ગણાય ! ખેર ! પસંદ અપની અપની ! આપના પ્રતિભાવનો પ્રત્યુત્તર આપની ભાષા વાંચવાનો કંટાળો અને સુઝ ના પડતી હોય આપી શકતો નથી. હવે પછી પ્રતિભાવ કોઈ પણ એક ભાષાના શુધ્ધ સ્વરૂપમાં લખશો તો અવશ્ય જવાબ આપવા કોશિશ કરીશ !
   સ-સ્નેહ
   અરવિંદ

   Like

   1. The reply received from shree Vikram Raval thr e-mail is reproduced hereunder for the benifit of the blogers who visit my blog regularly.
    if u cant understand simple english then it is your problem
    as generation changes people have started writting shortcut english
    you have written about the poor people of india for this you have to go to every house of those people who goes in open space & make them aware of the disadvantages of it,
    those poor people are not going to see your blog because they dont have any internet facility….
    please always be positive…..
    if you are not able to understand our english then I am sorry & even we are not able to understand your thinking that why you always write against sadhu-santos why you always see the negative thing about them see the positive side also
    if you want to critisize about anyone then you have to take a lot of effort & research about it then you might get positive response

    Like

    1. ભાઈશ્રી વિક્રમ
     આપે બ્લોગ ઉપર પ્રત્ત્યુતર પાઠવવાને બદ્લે ઈ-મેલ દ્વારા પાઠવવાનું કેમ પસંદ કર્યું હશે ? ખેર ! આપનો જવાબ મેં મારાં બ્લોગ ઉપર અન્ય બ્લોગર મિત્રોની લાભાર્થે આપના નામ સાથે જ મૂકી દીધો છે ! આપની આ વર્ણસંકર અને ઉરાંગ ઉટાંગ જેવી ભાષા મારા માતે તો માત્ર વાંચવા અને સમજવા સમસ્યા પેદા કરે છે પરંતુ તે આપને માટે મોટી સમસ્યા ઉભી કરી શકે છે તે વાત થી કદાચ આપ અજ્ઞાન છો. જો આપ અભ્યાસ કરતા હશો અને પરીક્ષામાં ઉત્ત્રરવહીમાં આવી ભાષામાં જવાબો લખશો તો પરીક્ષક નાપાસ કરશે ! અને જો આપ નોકરી કે ધંધો કરતા હશો તો નોકરીમાંથી પાણીચું મળી જશે અને ધંધામા ગ્રાહકો છોડી ચાલ્યા જશે ! માટે ચેત જો !
     આપના પ્રત્ત્યુતરથી એવંમાનવાને કારણ રહે છે કે આપ સીધી અને સરળ ભાષમાં કહેવાયેલી વાત સમજવા અસમર્થ છો. જો મેં કહેલી વાત બરાબર વાંચી અને સમજવા પ્રયાસ કર્યો હોત તો મારા કહેવાનો આશય સ્પષ્ટ સમજી શક્યા હોત !
     શૌચાલય બનાવવા સરકારની ફરજ છે અને તે બનાવવા ભંડોળ પણ ફાળવે છે છતાં વચેટીયાઓ આ ભંડોળ જમી જતા હોય છે ઉપરાંત જન સ્મુદાયને સરકારના કાયદાઓ/નિયમોનં ઉલ્લંઘન કરવામાં ઉત્તેજના અનુભવે છે અને વિકૃત આનંદ મેળવે છે ! પરિણામે સરકારના પ્રયાસો સફળ થતા નથી.
     જ્યારે આજ જનસમુદાય સાધુ-સંતો કે ગુરૂઓના ઉપદેશ/બોધ અને જૂની રૂઢિ/રિવાજો વગેરે માથે ચડાવી અમલ કરવામાં ગૌરવ અનુભવે છે ત્યારે આવા સંજોગોમાં જો સાધુ-સંતો ઉપદેશ્/બોધ દ્વારા જનસમુદાયને આદેશ આપી આજ્ઞા કરે અને તે અમલી બનાવવા અસરકારક પગલાં લે તો શૌચાલયો બને અને દેશભરમાંથી ગંદકી નાબુદ થાય ! પરિણામે સાધુ-સંતો-સ્વામીઓની પ્રતિભા મૂઠી ઉંચેરી બને !
     જો સાધુ-સંતો માત્ર ઉપદેશ/બોધ જ આપ્યા કરે અને તેની શી અસરકારકતા વિષે નિસ્પૃહિ થઈ બેઠા રહે તો સરકાર અને સાધુ-સંતો બંને એક જ સિક્કાની બે બાજુ બની રહે !
     સાધુ-સંતો-સ્વામીઓનું કાર્ય માત્ર ઉપદેશ્/બોધ જ આપ્યા કરવાનું નથી જ નથી ! બોધ /ઉપદેશ જન સ્મુદાય ની રહેણી અને કહેણી માં કોઈ આમુલ પરિવર્તન ના લાવે તો તે માત્ર બકવાસ બની રહે ! આપ માત્ર પૂર્વગ્રહ અને પ્રી કંડીશંડ માંઈડથી વિચારી રહ્યા છો મન ખુલ્લું રાખી વિચારતા થશો તો મારી વાતનું હાર્દ સમજી શકશો ! મને તો લાગે છે કે આપ ઉરાંગ-ઉટાંગ અને વર્ણસંકર જેવી ભાષા પ્રયોજી આપની જાણ્યે-અજાણ્યે હતાશા વ્યકત કરી રહ્યા છો ! તેમ છતાં એક વાત માટે આપને ધન્યવાદ ! કે આપ આવી વર્ણસંકર ભાષા વાપરવા પૂરતા તો પરિવર્તંન શીલ બની શક્યા છો તો આવનારા દિવસોમાં આપનું માનસ વધારે ખુલ્લું અને ખેલદીલ બનતું જશે તેવી આશા અસ્થાને નહિ ગણાય 1 અસ્તુ ! આવજો ! મળતા રહીશું !
     સ-સ્નેહ
     અરવિંદ

     Like

 4. people should realise its impotant and whereever public

  sauchalaya are there, water availability is problem.

  something must be done.

  your proposal have so much importance.

  Ramesh Patel(Aakashdeep)

  વીસમી સદીના લાલ….રમેશ પટેલ(આકાશદીપ)

  સ્વરચિત અને ગમતીલી ગદ્ય અને પદ્ય રચનાઓ
  http://nabhakashdeep.wordpress.com/

  With regards
  Ramesh Patel

  Like

 5. Your thoughts are good but the responsibility is of the Goverment & not the sadhus or any smpraday. Now a days I.P.L. games are in progress & crores of Rupees are wasted. If these money is utilised for the welfare of the public it is warth. Temples are for peace of mind & sadus are giving knowledge for the welfare of the public, what is your contribution in the subject matter whiich please clarify

  Like

  1. ભાઈશ્રી વિક્રમ
   આપે બ્લોગની મુલાકાત લીધી આભાર ! પ્રતિભાવ માટે ધન્યવાદ ! આપના પ્રતિભાવ ઉપરથી એવું લાગે છે કે કદાચ મારી વાત હું બરાબર રજુ કરી શક્યો નથી અને તેથી આપના મનમાં કંઈક ગેર-સમજ થઈ હોય તેવું જણાય છે.હું જાણું છું કે સરકારની જવાબદારી છે છતાં લોક માનસ સરકારને દાદ દેતા નથી અને ગંદકી કર્યે જાય છે. તેની સામે આપણાં સાધુ-સ્વામીઓ-મહંતો અને ગુરૂઓ અને મંદિરોનો પ્રભાવ સામન્ય જનસમુહ ઉપર ખુઉબ જ હોઈ જો તેઓ આ કાર્ય ઉપાડે લે તો એક મોટું કામ થાય ! તેમનો આદેશ લોકો સ્વૈચ્છિક રીતે ઉઠાવશે તેમાં મને કોઈ શંકા નથી. જેમ સરકારની કાયદા/નિયમો બનાવવાની ફરજ છે તેવી જ રીતે આ ધર્મ ધુરંધરોની પણ સમાજને માત્ર ઉપદેશ જ આપવાની ફરજ નથી પણ તે ઉપદેશ વાસ્તવમાં વ્યવહારમાં અમલી પણ બને તે જોવાની જવાબદારી પણ નીભાવવી જોઈએ. માત્ર જ્ઞાનની મોટી વાતો જો સમાજ ઉપર અસર કરતી હોત તો આજે આ સમાજ દુનિયાભરમાં એક આદર્શ સમાજ બની ગયો હોત ! પણ તેમ થયું નથી. મારાથી જે કંઈ શક્ય બને તે ફાળો આપતો જ રહું છું મને તે ગાઈ-વગાડવાનો શોખ નથી. આપ શું કરી રહ્યા છો તે જ્યારે આ પ્રશ્ન કર્યો તે સાથે જ લખ્યું હોત તો શોભત ! અંતમા માત્ર સાધુ-સ્વામી-ગુરૂ કે મહંતોની આંધળી ભક્તિ નહિ કરતા અને તેઓ કહે છે તે જ સત્ય છે તે સ્વીકારતા પહેલાં તમારા માહ્યલા સાથે ગોષ્ઠિ કરતા રહો તો વધારે સ્વતંત્ર રીતે મત આપી શકશો તેમ માનું છું બાકી તો તમારો મત તમને મુબારક ! આ વિષે ના અન્ય બ્લોગર મિત્રોના પ્રતિભાવો પણ વાંચશો !
   ચાલો આવજો ! મળતા રહીશું !

   સ-સ્નેહ
   અરવિંદ

   Like

 6. You have given the facts & a solution that religious priest should work on it,but they are not eager to be called as Latarine Shadus.Govt works on it but people don’t take full benifit of it,people don’t even come out to maintain the toilets build by Govt,they don’t even maintain the water,transport,parks & school system build by Govt.Indian public loves dirtiness so there is no solution for it. Those you come forward to remove this ugliness gets tired & leaves the work unfinished.

  Like

 7. સાવ સાચી વાત . શહેરી વિસ્તારો માટે તો એકદમ તાકીદની જરૂર .
  ગામડાઓમાં કદાચ આ બિન જરૂરી હોય અને , સંડાસની સફાઈનો નવો પ્રશ્ન ઊભો થાય.

  Like

 8. શ્રી અરવિંદભાઇ, ’સુંદર’ લેખ અને ઉમદા વિચાર. વિવેકભાઇએ યોજનાઓથી માહિતગાર કર્યા તે પણ બહુ સારૂં કર્યું. સાચી વાત છે, યોજનાઓ ઘણી હોય છે પરંતુ ઘણી જગ્યાએ જરૂરીયાતમંદને જ તેની જાણકારી હોતી નથી. બાપુ અને શૈલેશભાઇની ’તકતી ક્યાં મારવી’ એ વાત પણ બરાબર છે. આ ઉપરાંત બે-ત્રણ દૃષ્યો મારા અનુભવના છે, કદાચ સમસ્યા ઉકેલવામાં કામ લાગે તેમ માની રજુ કરૂં છું. (૧) શહેરમાં, મારા વ્યવસાય વિસ્તારમાં, જાહેર મૂતરડી ઉપલબ્ધ છે. છતાં કેટલાયે લોકો, પાછા ગામડાવાળા નહીં હો ! વેપારીઓ પણ, ત્યાં આજુબાજુમાં ખુણેખાંચે લઘુશંકા કરી ગંદકી કરે રાખે છે !!! વર્ષોની આદત ? કે મૂતરડી સુધી ધક્કો ખાવાની આળસ ?
  (૨) ગ્રામ્ય વિસ્તારોમાં, જેમની પાસે સગવડ નથી તેમની વાત અલગ રાખો, પણ દોઢ-બે લાખ રૂપિયા ખર્ચી અને મકાન બનાવતા લોકો પણ શાથે શૌચાલય બનાવતા નથી. (અહીં પણ આદત જ જોર કરી જાય છે !)
  (૩) સરકારી કે સંશ્થાઓ દ્વારા બનેલા સ્ત્રીઓ માટેના જાહેર શૌચાલયોને (આ ફક્ત અમારા વિસ્તારપૂરતું નિરિક્ષણ છે, અન્ય જગ્યાઓની ખબર નથી) એકાદ અપવાદ બાદ કરતા, તમામ જગ્યાએ તાળાઓ લાગેલા હોય છે. આ જેમને તેની જવાબદારી સોંપાઇ હોય તેમની દાંડાઇ હોય છે, અને દાન આપનાર સંશ્થાનું કાર્ય એળે જાય છે.
  (છેલ્લું) અમારે ત્યાં એક નિયમ છે, નાની રીશેષ માટે કોઇ શ્થળ ચોક્કસ કરી રાખવું હોય તો ત્યાં બોર્ડ લગાડી દેવાનું “અહીં પેશાબ કરવો નહીં” !!!!!
  આ સમસ્યા આર્થિક, રાજકીય કે ધાર્મિક કરતા માનસિક વધુ લાગે છે. આભાર.

  Like

 9. સરકારે ગરીબો માટે મફત સંડાસ બનાવી આપવાની યોજના અમલમાં મુકવામાં આવી છે જેના અંતર્ગત બી.પી.એક રેશનકાર્ડ ધરાવતા નાગરિકો કે જેમની પાસે ઘરમાં (ઝુપડામાં) સંડાસ નથી અને ખુલ્લામાં કુદરતી હાજતે જાય છે તેઓને સંડાસ બનાવવા માટે જરૂરી મટીરીયલ આપવામાં આવે છે. આ ઉપરાંત અન્ય લોકો જે બી.પી.એલ કાર્ડ ધરાવતા નથી અને ખુલ્લામાં કુદરતી હાજતે જાય છે તેઓ માટે પે-એન્ડ યુઝ સંડાસ બનાવવાની યોજના પણ છે. પરંતુ સરકારની વિવિધ યોજનાથી ગામડાના લોકો અજાણ હોય છે જેથી તેનો પુરતા પ્રમાણમાં લાભ લઈ શકતા નથી તેમજ જે તે ગામ કે વિસ્તારના અધિકારીઓ કે નેતાઓ પણ કોઈ રસ દાખવતા નથી અને આવી સરકારી યોજનાઓનો તો સુધી લાભ પહોંચે તેવી વ્યવસ્થા કરતા નથી તેથી કેટલીક સરકારી યોજના માત્ર કાગળ પર રહી જાય છે.

  Like

 10. માનનીય વડીલ,
  આપની વાત સાચી છે.પણ ઉપર શૈલેશ ભાઈ શું કહે છે?તકતી ક્યાં મારવી?ઈન્ફોસીસ વાળા નારાયણ ગુરુમુરથી ના ધર્મ પત્ની સુધા મૂર્તિ એ આવો વખાણવા જેવો પ્રયત્ન કરેલો છે.એના લીધે બધે સુલભ શૌચાલયો પ્રાપ્ત થયા છે.શહેર માં ઓચિંતી ‘પી'(મૂત્ર વિસર્જન) લાગે તો ક્યાં જવું?ઘણી તકલીફ થાય,એવું વિચારી એમણે આ યોજના શક્ય બનાવી.તો એમનો ખુદ નો અનુભવ કે લોકો કહેતા આ સુધા મૂત્ર માંથી પૈસા બનાવે છે.આપનો વિચાર એકદમ ઉમદા છે.પણ ગુરુઓ ને આમાં રસ ના હોય.એક મંદિર ના બનાવે તો કમાણી થાય,આમાંથી શું મળવાનું?ગ્રામ્ય વિસ્તાર માં તો ઠીક છે,જમીન ખાતર વાળી થાય પણ શહેર માં તો ગંદકી જ થાય.

  Like

 11. તમારી વાત વ્યાજબી છે, પણ મંદિર કે આશ્રમ બનાવે તેમાં નામની તકતી મુકાય. શૌચાલયો માં તકતી ક્યા મૂકવી ? આપણા કહેવાતા બાવાઓને સમાજ ના કાર્યો કરતા પોતાની વાહ વાહ થાય એમાજ રસ હોય છે. એટલે આવી આશા રાખવી મને તો વધારે પડતી લાગે છે. રહી વાત સરકાર ની તો પહેલા સરકારી કોઈ સ્કીમ ગ્રામીણ વિસ્તાર માં પોતાના ઘરે શૌચાલય બનાવવા માટે આર્થીક સહાય આપતી હતી અત્યારે આપે છે કે નહી તે ખબર નથી.

  Like

  1. ઉર્દૂનં એક શાયર ને મળ મૂત્રની શાયરી લખવામાં કમાલ હાસિલ હતો.ગમે તે પ્રસંગ હોય મળ મૂત્રનો ઉલ્લેખ ન આવે તો ‘ચિરકીન’ નહિ.
   એક વાર એની પત્નીએ પૂછ્યું :શહજાઆંએ એની બેગમની યાદમાં તાજમહાલ બનાવ્યો ,તમે મારી યાદમાં શું બનાવશો?
   ચિરકીને કહ્યું થોડા સૌચાલય શહેમાં બંધાવીઆપીશ.લોકો લઘુ,ગુરુથી ફારિગ થતા જાય અને તને યાદ કરતા જાય.

   Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s