સ્વામીનારાયણ સંપ્રદાય-ગુરૂકુળ-છાત્રો અને ગંદકી !!!!!

                      સ્વામીનારાયણ સંપ્રદાય-ગુરૂકુળ-છાત્રો અને ગંદકી !!!!!

ગત શનિવાર 13 માર્ચ 2010ના અમે ભરૂચ પાસે આવેલા પ્રખ્યાત કબીર વડની સહેલાણીએ ગયેલા ! આ સ્થળે સેંકડો વર્ષ પહેલાં સંત કબીર મુલાકાતે પધારેલા અને થોડો સમય ત્યાં પસાર કરેલો. તેની યાદમાં વાવવામાં આવેલ વડ અનેક વડવાઈઓથી ફેલાઈ એક વિશાળ વટ વૃક્ષના સ્વરૂપે ઉભો છે. મૂળ વડનું સ્થાન શોધવું તે અત્યંત દુષ્કર છે.

અમારી સાથે અનેક સહેલાણીઓ પણ શનિવારની રજા માણવા ઉતરી પડેલા. જેમાં કોઈ નજીકના ગામમાંથી સ્વામીનારાયણ સંપ્રદાયના ગુરૂકુળના 30-40નીસંખ્યામાં 12 થી 17 વર્ષની વય જુથના છાત્રો તેમના વડા સ્વામી અને શિક્ષકો સાથે આવેલા. આ છાત્રોને સ્વામી અને શિક્ષકો આ વડના પરિસરમાં અલગ અલગ સ્થળોએ ફેરવી માહિતિથી જ્ઞાત કરતા હોવાનું જણાતું હતું. પરિક્રમા પૂરી કર્યા બાદ વડલાના એક ભાગની શીળી છાયા હેઠળ આ છાત્રોએ સ્વામીનારાયણની ધુન બોલી પ્રાથના કરી બાદમાં ત્યાથી થોડે જ દૂર તમામ સાથે લાવેલ તૈયાર ભોજન સામગ્રી આરોગવા ગોઠવાયા.

આ કબીર વડના તમામ સંકુલમાં ઠેર ઠેર ગંદ્કી નહિ કરવાની અને સ્વચ્છતા જાળવવા અને કચરો કચરા પેટીમાં જ નાખવાની સ્પષ્ટ સુચનાઓ મોટા અક્ષરોમાં લખવામાં આવેલી છે અને મુલાકાતીઓની સુવિધા માટે કચરા પેટીઓ દરેક જગ્યાએ વિશાળ સંખ્યામાં ગોઠવેલી પણ છે.

તેમ છતાં આ તમામ છાત્રો-સ્વામી અને શિક્ષકોએ જે સ્થળે ભોજન કર્યું તે જ સ્થળે થર્મોકોલની પ્લેટો એઠવાડ સહિત ત્યાં જ મૂકી ચાલતા થયા.

પરિણામે પવનને કારણે આ પ્લેટો અન્ય સંકુલમાં જઈ ગંદકી તો ફેલાવતી જ હતી પરંતુ અન્ય પક્ષીઓ જેવા કે કાગડાઓ-સમડીઓ તથા વાંદરાઓએ આ ગંદકી કબીર વડના અનેક સંકુલમાં નિરંકુશ રીતે આરામ થી ફેલાવી !

આ જોઈ મનમાં એક પ્રશ્ન ઉદભવ્યો કે સામાન્ય રીતે તમામ હિન્દુ મંદિરો કરતા સ્વામીનારાયણ્ના મંદિરોની ચોખ્ખાઈ અને સ્વચ્છ્તા આંખને ઉડીને વળગે તેવી જાળવવાની ચોકસાઈ રાખવામાં આવે છે અને તો આ ગુરૂકુળના છાત્રોને આ જાતની કેળવણી કે સંસ્કાર નહિ આપવામાં આવતા હોય કે શું ?

ગુરૂકુળના છાત્રો જ પુખ્ત વયના થઈ સંપ્રદાયમાં સક્રિય બની જુદી જુદી જવાબદારીઓ સંભાળતા રહેતા હોવાની પૂરી સંભાવના છે. ગુરૂકુળમાં શું આ રીતે જ ગંદી પ્લેટો ગમે ત્યાં છોડી ગંદકી ફેલાવાની સુવિધા આ છાત્રોને અપાતી હશે ? ગુરૂકુળના વડા કે શિક્ષકો પણ શું આ રીતે જ વર્તતા હશે ?

 કદાચ ગુરૂકુળમાં આવી અને આ પ્રકારની છૂટ દેવામાં આવતી હોય તો પણ આવા જાહેર સ્થળોએ કે જ્યાં સેંકડો પ્રવાસીઓ આવતા રહેતા હોય ત્યારે આ રીતે ગંદકી ફેલાવવી તે સ્વામીનારાયણ સંપ્રદાય માટે લાંછન લગાડતી નથી જણાતી ? વળી છાત્રો સાથે જ્યારે સ્વામી અને શિક્ષકો પણ હાજ્રર હોય ત્યારે આવી ગંદકી ફેલાય તે અત્યંત શરમજનક ગણાવું જોઈએ !

આ વિષે સંપ્રદાયના વડાઓ-ગુરૂકુળના મુખ્ય સંચાલક સ્વામી સાધુઓ અને શાળાના શિક્ષકો ગંદકી વિષે મનન કરી ગંદકી પ્રત્યે છાત્રોને સભાન અને સતર્ક કરવા યોગ્ય કેળવણી અને સંસ્કાર આપી આ છાત્રો આવનારા દિવસોમાં સારા નાગરિકો બની રહે અને અન્ય ગંદકી કરનારાઓને રોકે કે ટોકે તે રીતે તૈયાર કરશે તો સંપ્રદાય વધુ ઉજળો અને પ્રભાવશાળી બનશે જે અન્ય લોકો માટે પ્રેરણા સ્ત્રોત બની રહેશે અને આવનારા દિવસોમાં આ દેશ સ્વચ્છ અને ચોખ્ખાઈથી ચમકી ઉઠ્શે ! અસ્તુ !!

Advertisements

8 comments

 1. Vadil Arvind bhai

  ahi ek vaat janavvi che ke apna desh na bahudha farva na sthalo gandki na dham che pan ema badhe swaminarayan na shishyo ane sadhu no hath nathi lagto.

  ahi swami vivekanand no ek shaktidayi vichr yaad ave che ke jeno arth kaik avo che , jo apne aa duniya ma apni suvas felavi sakiye to te karvu joiye ane jo te na kari sakie to negative vicharo to naj felava joiye.

  Aa blog ne koi sampraday ne nishan banavva karta loko ne sacha arth ma gnan vehchvano adarsh rakhso to vadhare anand thase.

  jo kai vadhare lakhai gatu hoy to maf karso.

  Like

  1. ભાઈશ્રી નવનીત

   આભાર મુલાકાત અને પ્રતિભાવ માટે ! આપે જો મારા લેખ સાથે અન્ય વાચકોના પ્રતિભાવો પણ વાંચ્યા હોત ઉપરાંત મારા અન્ય લેખો પણ વાંચશો તો મારો અભિગમ ક્યારે ય નકારાત્મક નહિ જણાય ! હા અલબત્ત સત્ય તરફ કોઈકે તો ધ્યાન દોરવું જ રહ્યું ભલે તે કડવું લાગે ! જો બાળકોને બાળપણમાં જ સ્વચ્છતા કે સફાઈના પાઠ ઘેર કે ગુરૂકુળમાં શીખવવામાં ના આવે અને આપણાં દેશમાં આવી વાતને કોઈ મહત્ત્વ દેવાતું ના હોય પરિણામે મુલભૂત રીતે ગંદકી કોને કહેવાય તેવી સમજ નથી માતા-પિતામાં કે નથી શિક્ષકોમાં ! મારું આંગણુ સાફ કરતા હું પાડોશીનું આંગણું ગંદુ કરું છું તેવી સભાનતા નાગરિકોમાં ભાગ્યેજ જોવા મળે છે. આ ટીકા નર્થી પણ આલોચના છે અને સત્ય તરફ ધ્યાન દોરવાનો સંનિષ્ઠ પ્રયત્ન છે આપને નકારાત્મક લાગ્યો તે કદાચ આપની સમજ હશે ! અસ્તુ ! આવજો ! મળતા રહીશું !

   સ-સ્નેહ

   અરવિંદ

   Like

 2. Mane evu lage che ke janate-ajante apne swaminarayan shabd no upyog gani var karata hoiye chiye. parantu badha j hath ni angali sarkhi hoti nathi. Tamara mate a dharm vishe keva vichar che teni mane khabar nathi parantu swaminarayan bhagwan na jivan vishe jo tame sachi hakikat jansho to tamne navai lagshe ke teo pote achran karta hata ane pachi j bija ne updesh apta hata.Aje to a sampraday na gana fata thai gaya che atle sacha satsangi to gotva j rahya pan ha atlu kahi dau ke atyare pan evu j achran karnara sant ane satsangio ni kami nathi.

  Like

  1. જયાજી
   કોઈ પણ સંપ્રદાયની સ્થાપના કરનારે હંમેશા વિચાર -વાણી અને વર્તનમાં એક વાક્યતા રાખી હોવાનુ જોવા મળશે ! કારણ કે તો જ સમાજ ઉપર અને લોકો ઉપર પ્રભાવ પડે ! પરંતુ ત્યાર પછીના જે કોઈ અનુયાયીઓ આવે છે તે પોતાના નામની કીર્તિની વધુ ખેવના કરતા માલુમ પડતા હોય છે અને તે જ રીતે સંપ્રદાયને દોરતા રહે છે. આપની વાત સાચી છે કે આજે પણ વિચાર-વાણી અને વર્તનમાં એક વાક્યતા કે સામ્યતા વાળા સાધુ હોવાની શક્યતા છે પરંતુ મોટા ભાગના સંપ્રદાયોમાં ભાગલા પડવાનું પણ આવાજ કારણો હોય છે. સાદુ કે સ્વામીના અહમનો ટકરાવ એકઠી થયેલી સંપત્તિ આખરે વિભાજન તરફ જ દોરી જતી હોય છે. એક માહિતિ પ્રમાણે અદાલતોમાં વધુમાં વધુ દાવાઓ મંદિરો – આશ્રમો અને સંપર્દાયોના કબ્જા મેળવવા માટેના પેંડીંગ છે. સામ સામા અદલતમાં સંપત્તિ મેળવવા લડનારા આ સાધુ કે સ્વામીઓ કે ગુરૂઓ માટે શું કહેવું ? ઈશ્વરનું નામ લજાવે છે આ સર્વે !! ખેર ! આભાર આપ ફરી બ્લોગની મુલાકાતે આવ્યા અને પ્રતિભાવ જણાવ્યો ! આવજો ! મળતા રહીશું !
   સ-સ્નેહ
   અરવિંદ

   Like

 3. પ્રતિશ્રી,
  અરવિંદભાઈ અડાલજા.

  હું સ્વામિનારાયણ સંપ્રદાયનો એક સાધુ છું. મારું નામ સાધુ જ્ઞાનપ્રકાશદાસ છે. તમારો ” સ્વામીનારાયણ સંપ્રદાય-ગુરૂકુળ-છાત્રો અને ગંદકી” આ લેખ મેં વાચ્યો, તમારો ખુબ ખુબ આભાર, કારણ કે તમે અમારા સંપ્રદાયના ગૌરવ માર્ગમાં આડે આવતા પથરા અમને અગાઉથી જ બતાવી દીધા. પરંતુ આપ વડીલશ્રીને એક ખાસ વિનંતી કે આ બાબત સારાયે સંસારને આપે જણાવી પણ ભૂલ કરનારને જણાવી ???…… તેમને જાણવામાં આવ્યું હોત તો અમે તમારા વિશેષ આભારી રહ્યા હોત.

  મારો સંપર્ક નં. – 9429089294

  Like

  1. આદરણીય શ્રી જ્ઞાનપ્રકાશદાસજી
   આપે મારા બ્લોગ ઉપરની પોસ્ટ વાંચી આભાર ! આપની વાત સાચી હોવા છતાં હું તેમ કરી શક્યો નહિ કારણ તે સર્વે કયે ગામથી આવેલા તેની મને જાણ નહિ હતી ! ઉપરાંત હું પણ તે વિસ્તારનો એક પ્રવાસી/મુલાકાતી માત્ર હતો અને એક વાત બીજી પણ આપને કહેવા દો કે જે તે સમયે મારા ધ્યાન ઉપર આ વાત આવી હોત તો પણ હું કદાચ તેઓને કહી નહિ શક્યો હોત કારણ કે સત્ય બહુ જ કડવું હોય છે અને જ્યારે એક સામાન્ય માણસ સાધુ /સંતને તેમની ટીકા/ભૂલ તરફ ધ્યાન્ દોરે તો તેમનાથી સહન થતું હોતું નથી. તેમ છતાં ભવિષ્યમાં આપના સુચન વિષે અવશ્ય ધ્યાન રાખવા કોશિશ કરીશ ! આભાર !
   સ-સ્નેહ
   અરવિંદ

   Like

 4. jai shree krishna..
  i know this comment over here is totally out of topic… but I am planning to open blog in gujarati..I found word press site for gujarati blogging but still I dont know how to use key board in gujarati and how to publish the post in gujarati.. Can somebody help me with this?
  Arvind uncle, can you help me with this?

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s