***** લેખકો અને કટાર લેખકો દ્વારા / લેખોમાં મૂકાતાં ( ક્વોટેશન્સ ) અવતરણો ! *****

 

                ***** લેખકો અને કટાર લેખકો દ્વારા / લેખોમાં  મૂકાતાં ( ક્વોટેશન્સ ) અવતરણો !   *****

આપણાં અનેક સાહિત્યકારો-લેખકો-ચિંતકો-તત્ત્વવેતાઓ દૈનિક વર્તમાન પત્રોમાં, સાપ્તાહિકોમાં અને પાક્ષિક કે માસિક ધોરણે પ્રસિધ્ધ થતાં સામયિકોમાં નિયમિત રીતે અલગ અલગ વિષયો ઉપર પોતાના લેખ પ્રસિધ્ધ કરતા હોય છે. અને લેખનીં વચ્ચે પોતાના મતની  સાથે સામ્યતા ધરાવતા જુદા જુદા લેખકો-સાહિત્યકારો કે ચિંતકો કે અલગ અલગ ક્ષેત્રના આગેવાનો દ્વારા બોલાયેલા શબ્દો અવતરણ તરીકે મુક્તા રહે છે. અલબત્ત આવા ક્વોટેશન જે તે વ્યક્તિના નામ સાથે મુકાતા હોય છે. અને મોટે ભાગે આવા અવતરણો વિદેશીઓના જ માલુમ પડે છે. કેટલાક પોતે કોઈના નામે કે કાલ્પનીક અવતરણો મુકતા નથી તેવું સાબિત કરવા પુસ્તકનું નામ અને પાના નંબરનો ઉલ્લેખ પણ કરતા રહે છે.

આવા સંજોગોમાં આવા લેખો વાંચતી વખતે મારાં મનમાં એક પ્રશ્ન ઉદભવતો રહે છે કે ખરેખર આવા અવતરણો કોઈ બોલ્યા કે લખ્યા હશે ખરા કારણ સામાન્ય વાચક તે ક્યારે ય ચકાસવાનો નથી તેની જાણ આવા તમામ લેખકોને હોય જ છે.

 ઉપરાંત બીજો પ્રશ્ન એ ઉભો થતો રહે છે કે આવા  અંદાજે 90%  અવતરણો માત્ર અને માત્ર વિદેશીઓના જ હોય છે તો તેનો અર્થ તો એવો થાય કે આપણાં દેશમાં આવી ઉંચી કક્ષાના  સમકક્ષ કોઈ વિચારક-લેખક્-ચિતક-સાહિત્યકાર-અર્થ શાસ્ત્રી- તત્ત્વવેતા- વૈજ્ઞાનિક  કે અન્ય ક્ષેત્રના આગેવાનો ક્યારે ય પેદા થયા જ  નહિ હોય અને આવા શબ્દો શું કોઈએ ઉચ્ચાર્યા જ નહિ હોય  કે જે લેખોમાં ટાંકી  શકાય ?

કહેવાય છે કે આ દેશ ભગવાન કૃષ્ણ, રામ,  શંકર, વેદ વ્યાસ,  ચાણક્ય, ભગવાન બુધ્ધ,  મહાવીર સ્વામી, કાલિદાસ,  ભાસ,  તુલસીદાસ,  રમણ મહર્ષિ,  રામકૃષ્ણ પરમ હંસ,  વિવેકાનંદ,  દયાનંદ સરસ્વતી, ગાધીજી  તિલક  ટાગોર, રાજાજી,  ડૉ.રાધાકૃષ્ણ,  ડૉ.રાજેન્દ્રપ્રસાદ,  ડૉ.અબ્દુલ કલામ,  વિનોબ ભાવે, શ્રી.અરવિંદ, શ્રીમાતાજી, શંકરાચાર્ય,  શરદ્ચંદ્ર ચટોપાધ્યાય,  બંકિમબાબુ,  વગેરે  મહાન હસ્તીઓની આ યાદી તો હજુ લાંબી થઈ શકે પરંતુ તેમ નહિ કરતા  અનેક હિન્દી , મરાઠી, તામિલ  અને ગુજરાતી લેખકો, ચિંતકો જેવી  મહાન  વિભુતીઓ,  સાહિત્યકારો,  વિચારકો,  લેખકો અને ચિંતકો,  કવિઓ વગેરે જન્મયા હોવા છતાં આવા કોઈના નામ સાથે જોડાયેલી પંક્તિઓ કે અવતરણો/ક્વોટેશન  ભાગ્યે જ જોવા મળે છે.

શક્ય છે કે આપણાં આજના આ  સાહિત્યકારો/લેખકો/કટાર લેખકોને  આપણાં દેશના સાહિત્યમાં વિશેષ રસ ના પડ્યો હોય અને અંગ્રેજી સાહિત્ય તરફનો લગાવ વધારે હોવાથી તેઓના અવતરણો જ ક્વોટ કરી રહ્યા હોય !

 આપણાં દેશના સાહિત્યનો અભ્યાસ કરવા દેશમાં પ્રવર્તતી અન્ય ભાષાનો અભ્યાસ શક્ય છે કે, કઠિન જણાયો હોય જ્યારે એ પણ સંભાવના છે કે, તેઓનું શિક્ષણ પણ અંગ્રેજી માધ્યમમાં થયું હોય તેથી પણ અંગ્રેજી પ્રત્યે વધારે લગાવ હોઈ શકે ! સાથોસાથ અંગ્રેજી વિશ્વ ભાષાનો દરજ્જો મેળવી ચુકી હોય;  ઉપરાંત આપણાં દેશમાં દરેક સ્થળો  જેવાકે  શિક્ષણ, વ્યાપાર –ધંધા, સરકારી ઓફિસો,  અદાલતો વગેરેમાં  તેનો વ્યાપક રીતે ઉપયોગ થતો હોય તેના સંપર્કમાં વધારે અને અવાર-નવાર આવવાનું રહેતું હોય તેનો અભ્યાસ વધારે સહેલાઈથી અને સરળતા પૂર્વક  ઉંડાણથી થઈ શકયો હોય !

અંગ્રેજીના  અવતરણો ટાંકવાથી સંભવ છે કે, કેટલાક  સાહિત્યકારો/લેખકો/કટાર લેખકોનું અજ્ઞાત મન પોતે વિશ્વ સાહિત્યના અભ્યાસુ છે, તેવી છાપ ઉભી કરી, વાચકને  પ્રભાવિત કરવાની  જાણ્યે-અજાણ્યે  કોશિષ પણ કરતા હોય તો ક્યારે ક આપણાં  જ કોઈ મહાન સાહિત્યકાર કે આગેવાનના અવતરણો પણ વિદેશીઓના નામે ચડાવી વાચક્ને પ્રભાવિત કરાતા હોય ! 

લેખના એક ભાગ તરીકે લેખની વચ્ચે જે અવતરણો કોઈકને નામે મૂકવામાં આવે છે તે પધ્ધતિ તો અનેક સાહિત્યકારો અને ચિંતકો અપનાવે છે કે જેથી તેમના લેખને વધારે અસરકારક અને પ્રભાવશાળી બનાવી શકાય !

 પરંતુ મને કોઈ કહેશો કે લેખને અંતે મૂકાતા અવતરણો કોણે અને ક્યારથી શરૂ કર્યા ?  મારા નમ્ર મત પ્રમાણે આ પધ્ધતિ શ્રી ચંદ્રકાંત બક્ષીએ તેમના લેખ હેઠ્ળ  ક્લોઝ અપ ના મથાળા સાથે શરૂ કરી.  આ પહેલા કોઈએ શરૂ કરી હોય તો મને જાણ નથી. તેમ છતાં આ લેખ જે કોઈ વાંચે અને તેમની પાસે માહિતિ  હોય તો મને મોકલવા વિનંતિ કરુ છું.

આ લેખ કોઈ પણ લેખક-સાહિત્યકાર-ચિંતક કે, અન્ય કોઈને ઉતારી પાડવા કે તેમની માન હાનિ કરવા લખાયો નથી. માત્ર મારું કુતૂહલ સંતોષવા આ લખી રહ્યો છું. મને આપણાં ગુજરાતી લેખકો-સાહિત્યકારો-ચિતકો અને કટાર લેખકો વિષે માન અને આદર છે. હું માનું છું કે આ તેઓના ઉંડા અભ્યાસ-વિશાળ  અને વિવિધ વિષયોના વાચનનું પરિણામ છે. જે રીતે પોતાના લેખમાં યોગ્ય સ્થાને યોગ્ય સમયે અને સંદર્ભ સાથે ક્વોટશન-અવતરણ ટાંકવુ/મૂકવુ અને સાથે પુસ્તકનુ અને લેખકનું નામ પાના નંબર સાથે મૂકવા તે તેમની શક્તિનો અંદાજ આપે છે. આ માટે કેટલા પ્રકારની નોંધ તૈયાર કરવી પડતી હશે ઉપરાંત યાદ દાસ્તમાં સંઘરી રાખવી અને જ્યારે જરૂરિયાત જણાય ત્યારે શોધી યોગ્ય વિષયમાં યોગ્ય સ્થાને મૂકવી તે ખરેખર કાબિલેદાદ છે.

Advertisements

12 comments

 1. લેખકોની થોડી પોતાની વિદ્વતા બતાવવાની નિર્દોષ લાલચ પણ હોય શકે અને વિનયભાઇએ કહ્યું તેમ અંગ્રેજી અને અંગ્રેજી લેખકોનાં અવતરણો તુરંત જ મળી રહે છે (વેબ પર તો ઢગલો એક અને સાવ સહેલાઇથી) તે પણ એક કારણ હોય. અમે ગુજરાતીમાં, ખાસ તો ભારતીય મહાનુભાવોનાં, અવતરણો માટે “વિકિઅવતરણ” પર યથાયોગ્ય કોશિશ કરી છે (http://ow.ly/1ilnt) પરંતુ ત્યાં અમારા જેવા બે-ચાર સીવાય ભાગ્યે જ કોઇ કામ કરવા તૈયાર થયું (ત્યાં કોઇ પણ લેખની ’ઇતિહાસ’ ટેબ ક્લિક કરી જુઓ). આ બધી ક્રાંતિઓ સૌની ભાગીદારી અને સહકારથી જ થાય છે, એકલ દોકલ માણસનું કામ નથી. આપણા મહાનુભાવોનાં અવતરણો સહેલાઇથી (એટલે કે વેબ પર !!) મળતા થશે તો લેખકો, અને નહીં તો આપણે !, પણ જરૂર વાપરતા થશું.
  આપનો આ સરસ લેખ વાંચી અને થોડા મિત્રો પણ આ માટે કશુંક કાર્ય કરશે તો આ લેખ જરૂર શાર્થક નિવડશે. આભાર.

  Like

 2. વિદેશના લેખકોને ટાંકવાનું કારણ કદાચ એ હોઈ શકે તે તમના લખાણો/અવતરણો વ્યવસ્થિત રીતે સચવાયા/પ્રસિદ્ધ અને પ્રચાર પામ્યા છે. ગુજરાતી સાહિત્યકારોના અવતરણોનું પુસ્તક બહાર પડ્યું હોય એવું મારી જાણમાં નથી!

  આ સમયએ વિદેશી લેખકોના અંગ્રેજી અવતરણો અહીં મૂકવાની ઈચ્છા રોકી શકતો નથી: ૧. The wise make proverbs, and fools repeat them -Isaac Disraeli અને ૨. I hate quotations. Tell me what you know – Ralph Waldo Emerson

  Like

 3. અરવિંદભાઈ

  * તમે લખો છો :- “આજના આ સાહિત્યકારો/લેખકો/કટાર લેખકોને આપણાં દેશના સાહિત્યમાં વિશેષ રસ ના પડ્યો હોય અને અંગ્રેજી સાહિત્ય તરફનો લગાવ વધારે હોવાથી તેઓના અવતરણો જ ક્વોટ કરી રહ્યા હોય ” પણ આ આમ આજ-કાલ જેવું હોતું નથી. ઉપર શ્રી ભુપેન્દ્ર સિંહે કાન્તિ ભટ્ટની વાત કરી એ જ આગળ વધારૂ તો એક 80+ વિદ્વાન મિત્રે આ જ સંબંધિત ફરિઆદ કરી હતી તો કાન્તિ ભટ્ટે એ વાચકની બુધ્ધિમતાનું લેવલ સમજયા વગર પોતાનો કક્કો સાચો પૂરવાર કરવા લેખિતમાં જવાબ આપ્યો છે એ મેં વાંચ્યો છે એનો સાર એવો હતો કે તમે “બુઢ્ઢા” ‘જુના જમના” નાં છો,તમને ખબર ન પડે તો તમારે નહી વાંચવાનું ! ! !

  * બક્ષી સાહેબે ‘ક્લૉઝ-અપ’થી ગુજરાતી સાહિત્યમાં આ પ્રકારની “ટેઈલપીસ” પોપ્યુલર બનાવી પણ શરૂઆત કોઇ બીજાએ કરેલ છે જે વિશે અત્યારે કંઇ યાદ આવતુ નથી.

  Like

 4. આપનો લેખ જિજ્ઞાસા સૂચક હોય પરંતું

  અભ્યાસી લોકો દ્વારા લખાતા લેખો ને

  પણ પોતાની લીમીટેશન છે.સૌને પોતાની રીતે

  વિચારવાની દૂષણો સામે જેહાદ જગવવાની

  હોંશ હોય તે માટે અભિનંદન.

  કોમેન્ટો પણ સારી છે…

  હજામ જ થાય ,સંસ્કૃતિ વગરના કમાણી કરી

  ડ્રગ લે,કુવામાંનો દેડકો કેટલું વિચારી શકે?

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

 5. બી.એ. કે એમ.એ. સાહીત્યમાં રામાયણ કે મહાભારત શીખડાવવામાં આવે તો નાલેશી સીવાય કાંઈજ ન મળે. નોકરી પણ ન મળે. ટુંકમાં સંસ્કૃતના મહાપંડીતને નોકરી ન મળે. અંગ્રેજી આવડવું જોઈએ એવો ડ્રાઈવર કે લશ્કરમાં હજામ જોઈએ છે એવી જાહેરાતો છાપામાં નીયમીત વાંચવા મળે છે. અને ખોટું પણ શું છે?

  અંજતા ઈલોરાની ગુફાઓ સેકડોં વર્ષથી છે. એક અંગ્રેજે લાંબેથી હરણના શીકાર માટે બંદુક તાકી જોયું કે આ હરણ નથી અને નજીક જઈ જોયું તો અજબ ગજબની અજંતાની ગુફાઓ હતી.

  આપણે તો વીધવાઓ ફરીથી લગ્ન ન કરે એમાં માનીએ છીએ અને એવી સંસ્કૃતીમાંથી સાહીત્ય પણ એવું જ મળે. સીતાનો જન્મ અને મરણ એનું ઉત્કૃષ્ઠ ઉઅદાહરણ છે.

  Like

 6. કોલોનિયલ માઈન્ડ બીજું શું?શ્રી કાંતિ ભટ્ટ સાહેબે “વિદેશી સેક્સ નિષ્ણાતોના મંતવ્યો ભાડ માં નાખો” એવો લેખ લખેલો.એમાં પણ વિદેશી લેખકોના વાક્યો ઉતારેલા.કોણ ચકાસવા જવાનું?તદ્દન વાહિયાત આર્ટીકલ હતો.ત્યારે મેં એના પ્રતિભાવ માં આપના જેવું જ લખેલું.હું સાયંસ ચેનલો કે ડોક્યુમેન્ટ્રી જોઉં ને એ વિષય પર લખું ત્યારે એમાં આવેલા વૈજ્ઞાનિક ના નામ ક્યારેક લખું છું.બાકી આ લોકોને વાંચવા આપણે ક્યાં જવાના હતા?

  Like

 7. કહેવાય છે કે આ દેશ ભગવાન કૃષ્ણ, રામ, શંકર, વેદ વ્યાસ, ચાણક્ય, ભગવાન બુધ્ધ, મહાવીર સ્વામી, કાલિદાસ, ભાસ, તુલસીદાસ, રમણ મહર્ષિ, રામકૃષ્ણ પરમ હંસ, વિવેકાનંદ, દયાનંદ સરસ્વતી, ગાધીજી તિલક ટાગોર, રાજાજી, ડૉ.રાધાકૃષ્ણ, ડૉ.રાજેન્દ્રપ્રસાદ, ડૉ.અબ્દુલ કલામ, વિનોબ ભાવે, શ્રી.અરવિંદ, શ્રીમાતાજી, શંકરાચાર્ય, શરદ્ચંદ્ર ચટોપાધ્યાય, બંકિમબાબુ, વગેરે મહાન હસ્તીઓની આ યાદી તો હજુ લાંબી થઈ શકે પરંતુ તેમ નહિ કરતા અનેક હિન્દી , મરાઠી, તામિલ અને ગુજરાતી લેખકો, ચિંતકો જેવી મહાન વિભુતીઓ, સાહિત્યકારો, વિચારકો, લેખકો અને ચિંતકો, કવિઓ વગેરે જન્મયા હોવા છતાં આવા કોઈના નામ સાથે જોડાયેલી પંક્તિઓ કે અવતરણો/ક્વોટેશન ભાગ્યે જ જોવા મળે છે.

  Why some speaker,Writer uses only?

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s