##### બીટી રીંગણ વિવાદ——- સંશોધનનો અભાવ/ ઉપેક્ષા — આપણી શરમ #####

 

              #####   બીટી રીંગણ વિવાદ——-   સંશોધનનો  અભાવ/ ઉપેક્ષા — આપણી શરમ   #####

કેટલાક સમય થયા સમગ્ર દેશમાં બીટી રીંગણ બીયારણ લાવી રીંગણ પેદા કરવા કે નહિ તે વિષે જબર જસ્ત વિવાદ ચાલી રહ્યો છે. કેટલાક રાજકારણીઓ તો કેટલાક  ખેતી નિષ્ણાતો આ બીયારણની હિમાયત કરી રહ્યા છે તો કેટલાક વિરોધ !

જાણવા મળે છે તે પ્રમાણે આ બીયારણ એક વાર વાપર્યા પછી ,ફરીને દર મોસમે નવું બીયારણ જે કંપની આ બીયારણ પેદા કરે છે, તેની પાસેથી જ ખેડુતોએ ખરીદવું પડે છે. રીંગણમાં પેદા થતા બી નવી ફસલ માટે બીયારણ તરીકે કામ ના આવે !

બીટી બીયારણ અમેરીકાની મોન-સાંટો નામની કંપની ઉત્પન કરે છે અને તે જ ખેડુતોને વેંચે છે. વિશ્વભરમાં તેની મોનો પોલી અર્થાત ઈજારાશાહી છે. આ ઈજારાશાહીને કારણે દર વર્ષે ખેડુતને તે જ કંપની પાસેથી બીયારણ ખરીદવાની ફરજ પડતી હોઈ ખેડુત રાંક-દીન અને લાચાર બની કંપની જે ભાવે આપે તે જ ભાવે ખરીદવાની ફરજ પડતી હોય છે. આ કંપની અબજો ડોલરનું બીયારણ ખેડુતોને પૂરું પાડે છે. એક અહેવાલ પ્રમાણે જો આ કંપની આપણાં દેશમાં આ બીયારણ ઘુસાડવા રાજકારણીઓ-સત્તાધારીઓ અને બ્યુરોક્રેટસ અધિકારીઓને રૂપિયા પચાસ અબજની લાંચ આપી પરવાનગી મેળવી લે તો પણ એકજ ધડાકે કંપની રૂપિયા 50/- પચાસ અબજ કમાઈ જવાની !

રીંગણના બીયારણ  માટે કંપનીને પરવાનગી મળે તો અર્થાત ઘુસેડવામાં ફાવે તો બીટી ચોખા,  બીટી બટાકા,  બીટી ટમાટા,  બીટી તડબુચ વગેરે પાછળ પાછળ છે જ !

આ મોન-સાંટો બીયારણ સીવાય મુખ્યત્ત્વે વનસ્પતિ અર્થાત પાક ઉપરના જીવ-જંતુઓનો નાશ કરનારી ( હસ્લી સાઈડ-પેસ્ટી સાઈડ ) બનાવીને વેંચે છે.

આ પૂર્વભુમિકા સાથે આપણાં દેશની 70% ટકાથી પણ વધુ પ્રજા ખેતીવાડી ઉપર નભે છે અને એગ્રીકલ્ચરલ યુનિવર્સીટીઓ પણ કાર્યરત છે ત્યારે પ્રશ્ન એ થાય છે કે આ તે કેવો દેશ કે તેના સત્તાધીશો જેની 70%થી વધુ પ્રજા ખેતીવાડી ઉપર નભતી હોય અને એગ્રીકલ્ચરલ યુનિવર્સીટીઓ પણ કાર્યરત હોય તેમ છતાં બીયારણ માટે પારકા દેશ સમક્ષ નાક લીંટી તાણવી પડે ?

આપણાં દેશના એગ્રીકલ્ચર અર્થાત ખેતી વિષયક અભ્યાસ કરી સ્નાતકો-અનુસ્નાતકો અને ડોકટરેટ મેળવેલા અસંખ્ય યુવાનો માટે આ શરમ જનક પરિસ્થિતિ નથી ? આપણાં સત્તાધીશોએ હરિયાળી ક્રાંતિના બૂમ-બરાડા પાડેલા તે યાદ આવે છે. આઝાદીના 63 વર્ષબાદ પણ આપણે એક પણ પાકનું એવું બીયારણ સંશોધન કરી શોધી શક્યા નથી કે જે માટે આપણે અન્ય દેશને નિકાસ કરી વેંચી શકીએ ?

સરકારી તંત્ર-સત્તાધારી રાજકારણીઓ માટે આ અત્યંત ક્ષોભ જનક પરિસ્થિતિ ગણાય ! પણ કમનસીબ છે આ દેશ કે આ તમામ તો બેશરમ-નફ્ફ્ટ અને નરાધમો છે કે જેમનામાં દેશાભિમાન કે સ્વાભિમાન જેવી કોઈ લાગણી ક્યારે ય પેદા થઈ નથી અને માત્ર ક્યાંથી અને કેવી રીતે ભ્રષ્ટાચાર કરી શકાય તે વિષેના સંશોધનમાં જ પોતાની તમામ શક્તિ વાપરી કુનેહ મેળવી નિષ્ણાત બનતા રહ્યા છે !

મળતી માહિતી પ્રમાણે આવા બીયારણનો યુરોપના 20 દેશો અને એશિયાના 44 દેશો, ભારતના તમામ રાજ્યો, બધા ખેડૂતો વગેરેના વિરોધ છે. ઉપરાંત આ બીટી રીંગણ અને બીટી કપાસવાળી મોનસાંટો કંપનીના ભારતમાં 18 વર્ષ સુધી મેનેજીંગ ડિરેકટર રહેલા ટી.વી. જગ્દીશન પણ બીટી રીંગણનો વિરોધ કરે છે તેમ છતાં શરદ પવાર  અને  જયરામ રમેશ વગેરે મંત્રીઓ આ બીયારણને દેશમાં લાવવા જાણે કટિબધ્ધ થયા છે.

વધુમાં એક વૈજ્ઞાનિક સંશોધન પ્રમાણે આ બીયારણથી ખેતીની જમીન કાળક્રમે તેની ફળદ્વુપતા ગુમાવી બેસે છે પણ સાથોસાથ આ બીયારણથી પેદા થયેલા શાક-ભાજી કે અનાજ વગેરે ખાનારના જીવનમાં પણ અનેક રોગો ફેલાવે છે !

સંભવ છે કે આ દેશના ભ્રષ્ટ રાજકારણી સત્તાધીશોને લોકોનું આરોગ્ય કથડે અને દવાદારૂ કરવા અનિવાર્ય બની રહે તો નવી દવાઓ પણ આયાત કરી વધારે ધન મેળવવાની લાલચ પેદા થઈ હોય !

એક વાત તો સત્ય જ છે કે આપણે પોતાની જાતે મહેનત કરી કોઈ નવા સંશોધન કરી શકતા નથી અથવા આ સત્તાધારીઓ આવી ટેલંટ ધરાવતા લોકોને કોઈ સગવડ આપી પ્રોત્સાહન તો નથી જ આપતા, પણ કદાચ હતાશ અને નાસીપાસ  કરતા રહે છે કે, જેથી આવી ટેલંટેડ વ્યકતિઓ આ દેશ છોડી ચાલી  જાય અને વિદેશમાં આવા સંશોધન કરી નામ કમાય; અને બાદ આપણા આ કહેવાતા આગેવાનો આવી નામના મેળવનાર વ્યક્તિ મૂળ ભારતીય વંશની હોવાનું ગૌરવ લીધા કરે ! આવા અનેક દાખલા મોજુદ છે. સુનીતા વીલીયમ્સ જો આ દેશમાં જ રહી હોત તો આજે પણ 10 કીલોમીટર દૂર પીવાનું પાણી મેળવવા રોજ ચાલીને જતી હોત ! તેવું જ તાજેતરમાં જેને પોતાના સંશોધન માટે નોબલ પ્રાઈઝ મળ્યું તે  શ્રી વૈંકટરામા ક્રિષ્નન,  વૈજ્ઞાનિક, પણ મૂળ ભારતીય વંશના હોવાના કારણ સાથે મોટાભાગના લોકો ગૌરવ લેવા લાગ્યા હતા. પેલી કહેતી પ્રમાણે કે મારે મુસલમાન અને ફુલાય પીંજારો !

 ત્યારે શ્રી વૈંકટરામાએ  સોય ઝાટકીને જાહેર નિવેદન કરવાની ફરજ પડેલી કે જો હું ભારતમાં જ રહ્યો હોત તો આવું સંશોધન કરવાની મને ક્યારે ય કોઈ તરફથી પ્રેરણા કે સવલત કે સહકાર કે સહાય ના મળ્યા હોત અને હવે જ્યારે મને નોબેલ પ્રાઈઝ આપવાની જાહેરાત થતાં જ  સૌ મારો ઈ-મેલ એકાઉંટમાં, મને અભિનંદન સાથે ,ભારતીય હોવા માટે પોતે પણ ગૌરવ અનુભવે છે તેવું જણાવી રહ્યા છે  તે સૌને મારે અણીયાળો સવાલ કરવાનો છે કે આજ સુધી આપ સૌ  અર્થાત મારાં થઈ પડેલા સગા-વ્હાલા,  સ્નેહીઓ,  મિત્રો,  સંબંધીઓ  વગેરે ક્યાં હતા ?  આજ સુધી આમાના  કોઈએ  હું ક્યાં છું ?  શું કરુ છું ?  જીવુ છું કે નહિ ? તેની પણ પરવા કરી નહિ હતી તે સર્વે અચાનક  ફુટી પડયા, અને હવે  જે લોકોને હું જાણતો  પણ નથી તે સૌ મારો ઈ-મેલ એકાઉંટ જામ કરી રહ્યા છો અને,  મારી કોઈ અગત્યના કામની ઈ-મેલને મારા સુધી પહોંચવમાં વિલંબ કરાવી રહ્યા છો.  મને કહેવાદો કે મને આપના અભિનંદન કે શુભેચ્છાઓની કોઈ આવશ્યકતા નથી માટે કૃપા કરી મને ઈ-મેલ મોકલવાનું બંધ કરો !

ત્યારે આપણે સૌએ વિચારવાનું તો એ છે કે આટલા આકરા શબ્દો વાપરવાની તેમને કેમ ફરજ પડી ?   તેના કારણમાં આપણી  ઉગતા સૂર્યની પૂજા કરવાની આદત તો જવાબદાર નથી ને ?  આપણા ખરા હિરાઓને ક્યારે સમય સર પીછાનતા થશું ? કે આપણી જૂની આદત પ્રમાણે ભારતીયને  જ્યારે વિદેશીઓ કોઈ ઓળખ આપે પછી જ આપણે તેને એતો  અમારો/અમારી કહેવા દોટ લગાવતા રહેશું ?  જેમકે યોગ ને આપણે યોગા બન્યા પછી જ ઓળખવા લાગ્યા અને તેવું જ ક્રિષ્ણ નું ક્રિષ્ના અને રામનુ રામા થયું !

આ સ્પ્ષટ રીતે દર્શાવે છે કે આવા ટેલંટેડ લોકોની આપણાં દેશના સત્તાધારીઓને મન કોઈ કિમત નથી અને તેથી જ જ્યારે તક મળે ત્યારે આવા લોકો દેશ છોડી વિદેશ પ્રસ્થાન કરી જાય છે. અને જ્યારે આવી કોઈ  તક કે, સવલત  ઉપલબ્ધ કરાવાની સરકાર તરફથી કે રાજકારણી સત્તાધીશો તરફથી કોઈ શક્યતા ના હોવા છતાં,  આપણાં વડાપ્રધાન વિદેશમાં વસતા આવા ટેલટેડ લોકોને સ્વદેશમાં પાછા ફરવાની હાકલ કરે તે માત્ર ઔપચારિકતા  જ બની રહેવા સર્જાય છે; જેમાં નથી કોઈ ગંભીરતા કે નથી કોઈ પ્રતિબધ્ધ્તાનો  રણકાર !

ખેતી માટેના બીયારણ વિષે પણ આ જ વાત લાગુ થાય છે. ખેતીવાડીમાં નવા પ્રકારનુ બીયારણ શોધી પાક વધારી શકાય તેવું બીયારણ શોધી શકે તેવી કોઈ ટેલંટેડ વ્યકતિઓ  આપણાં દેશમાં શું છે જ નહિ ?  કે પછી તેવાઓને પણ હતાશ અને નાસીપાસ કરી દેવા માટે વિવિધ પ્રકારની યુક્તિ-પ્રયુક્તિ આ સત્તાધારીઓ દ્વારા અજમાવવામાં આવતી રહે છે  જેથી તેઓ પણ વિદેશ ગમન કરી જાય ! તેનું સંશોધન કોઈ એવી સ્વતંત્ર એજંસીએ હાથ ધરવું રહ્યું અંતમા…………

હે પ્રભુ !  આ દેશને અને આ દેશના લોકોને આવા છૂપા દુશ્મનોથી  બચાવ !!!!! આવી પ્રાર્થના કર્યા સીવાય આપણે  સૌ નીરૂપાય બની ગયેલા છીએ તેવું મને જણાય છે  ! અસ્તુ !

Advertisements

9 comments

  1. શ્રી પોપટભાઈ
   આપની વાત સાથે સહમત છું. આજના આ રાજકારણી સત્તાધીશો પોતાની સત્તા ટકાવી રાખવા ગમે તે હદ સુધી જઈ શકે તેમ છે ! જરૂર પડે તો દેશની હરરાજી લાલ કિલ્લા ઉપરથી કરે તેમ છે અને પૈસા માટે પોતાની સગીમાની લાશ ઉપરથી ચાલ્યા જઈ શકે એટલા નફ્ફટ નપાવટ છે. ચર્ચિલે ભારતને સ્વતંત્રતા આપતી વખતે બ્રિટિશ પાર્લામેંટમાં કહેલુ કે આ દેશના લોકોને ચાંચીયાઓ અને લૂંટારાઓના હાથોમાં સોપી રહ્યા છીએ તે શબ્દશઃ સાચુ ઠર્યું છે. હવે બ્રિટનને છોડી અમેરીકાના કાંધીયા બની રહ્યા છે. આ દેશના લોકોની કમનસીબી છે ! આપે પ્રતિભાવ જણાવ્યો આભાર ! આવજો ! મળતા રહીશું !
   સ-સ્નેહ
   અરવિંદ

   Like

 1. મીત્રો આ દેશમાં વીદુર, વીભીષણ, જયચંદ, મીરજાફર, અમીચંદ સદીઓથી જીવતા આવ્યા છે. મહાભારતના છળ કપટ વારંવાર વાંચી આપણે ભૃષ્ટાચારને રગે રગમાં એવો વણી લીધો છે કે હવે એના જીન્સ સુધરે એવી કોઈ જ શક્યતા નથી. બધું કર્મ ઉપર છોડી દો.

  આ બીટી રીંગણ તો આવશે અને નહીં લઈએ તો ઉપર પ્લેનથી બીંયારણ છાંટશે અને એક વખત લીધા એટલે કે આજુ બાજુ વાળાઓના રીંગણા નકામા થવાના. પછીતો હરીફાઈ થશે અને બધા બીટી રીંગણ વાપરશે.

  દસ કીલોની કોબી કે રીંગણ આવશે અને બધા હોંશે હોંશે જમણવારમાં આરોગશે.

  Like

 2. જાણવા મળે છે તે પ્રમાણે આ બીયારણ એક વાર વાપર્યા પછી ,ફરીને દર મોસમે નવું બીયારણ જે કંપની આ બીયારણ પેદા કરે છે, તેની પાસેથી જ ખેડુતોએ ખરીદવું પડે છે. રીંગણમાં પેદા થતા બી નવી ફસલ માટે બીયારણ તરીકે કામ ના આવે !………….
  Arvindbhai…..This paragraph of your Lekh reveals the “fact ” hidden behind this New Eggplant”….The public gets “all diadvatages” and the Company gets the benefits !
  Let’s use our Indian Brains & develop something better !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Arvindbhai ….Hope you read the Posts on MIRATA on my Blog !

  Like

 3. સર્વે મિત્રોની જાણ માટે
  7 માર્ચના સમાચાર માધ્યમોમાં સમાચાર પ્રગટ થયા છે કે મોંસેંટો કંપનીને પોતે આપેલા બીટી કપાસમાં રોગ થતો હોવાનો સ્વીકાર કરવાની ફરજ પડી છે. ગજરાતના ચાર જિલ્લામાં વાવવામાં આવેલા બીટી કપાસમાં પિંક બોલવોર્મ્ નામનો રોગ લાગુ પડ્યો છે અને આ રોગ સામે લડવામાં બીટી બિયારણ નિષ્ફળ ગયું છે. તેથી વિશેષ પિંક બોલવોર્મ નામની બીમારી સામે બેઅસર સાબિત થઈ છે અને મોંસટો અને તેની ભારતીય ભાગીદાર કંપની મ્હાઈકોએ એ બાબતનો સ્વીકાર કર્યો છે.
  મારા બ્લોગર મિત્રોના લાભાર્થે આ છેલ્લામાં છેલ્લી માહિતિ અત્રે પ્રસિધ્દ્ધ કરેલી છે.

  સ-સ્નેહ
  અરવિંદ

  Like

 4. આ સ્પ્ષટ રીતે દર્શાવે છે કે આવા ટેલંટેડ લોકોની આપણાં દેશના સત્તાધારીઓને મન કોઈ કિમત નથી અને તેથી જ જ્યારે તક મળે ત્યારે આવા લોકો દેશ છોડી વિદેશ પ્રસ્થાન કરી જાય છે. અને જ્યારે આવી કોઈ તક કે, સવલત ઉપલબ્ધ કરાવાની સરકાર તરફથી કે રાજકારણી સત્તાધીશો તરફથી કોઈ શક્યતા ના હોવા છતાં, આપણાં વડાપ્રધાન વિદેશમાં વસતા આવા ટેલટેડ લોકોને સ્વદેશમાં પાછા ફરવાની હાકલ કરે તે માત્ર ઔપચારિકતા જ બની રહેવા સર્જાય છે; જેમાં નથી કોઈ ગંભીરતા કે નથી કોઈ પ્રતિબધ્ધ્તાનો રણકાર !

  આપનો લેખ સમાજ ઉપયોગી અને દિશા સૂચક છે.

  આપણી ઊભરતી પ્રતિભાઓ ભણ્યા પછી વિકાસની તકોથી

  જોજનો દૂર છે.પોતાની મહેનત અને અનેક મુશ્કેલીઓ વચ્ચે

  બહારજતી વ્યક્તિઓને,આપણી રાજનીતિક જમાત ટૂંકી દૃષ્ટિથી

  અહીંથી ભણી બહાર વિદેશમાં સેવા આપવા જતા ગુનેગાર ઘણે છે,

  પણ તેમની કમાણી દ્વારા સામાજીક કામો અને ઉત્થાનમાં તેનો ફાળો

  જુએછે ત્યારે પણ તેમના વર્તન માટે શરમ અનુભવતા નથી.

  મહેનતી પ્રજાના પૈસે તાગડધીન્ન કરતા વહીવટી ક્ષેત્રના લોકો

  ભારતની ગરીબીને સમજેતો બહારથી આવી લૂંટી જતી કંપનીઓ

  સામે કંઇક બચાવ કરી શકે,નહીંતો તમે કહ્યું તેમ પ્રાર્થના કરીએ

  સદ બુધી માટે.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

 5. બીટી રીંગણના વિવાદ ઉપર ઘણો પ્રકાશ પાડ્યો. આપણી પ્રતિભાઓને આપણા દેશમાં પડતી અસુવિધાઓ અને બહાર જઈ નામના કમાય પછી આપણા હોવાનું મિથ્યા ગૌરવ અનુભવતા લોકોને જોરદાર લપડાક મારી છે. અને આવી લપડાકો મારતા રહેવાની જરૂર છે.

  અત્યારે આપણા દેશનો સહુથી વધુ મુંઝવતો પ્રશ્ન છે, આપણા રાજનેતાઓની લોભ વૃત્તિ, બિન કાર્યક્ષમતા અને સત્તા પર ટકી રહેવાની લોલુપતા.

  યથા રાજા તથા પ્રજા – જે દેશમાં પાઘડીયાળા પુત્તર વિદેશી મહિલાઓના ઈશારે રાજ્ય ચલાવવાનો ડોળ કરતા હોય તે પ્રજાને કદાચ માત્ર ઈશ્વર જ બચાવી શકે. અને જોવાની ખુબી તો તે છે કે ૬૦ – ૬૦ વર્ષ પછી પણ પ્રજા જાગી નથી. કોઈક જાગે છે તો તેને તરત જ અફીણ પાઈને સુવરાવી દેવામાં આવે છે.

  Like

 6. આદરણીય વડીલશ્રી,
  આપની વાત સાચી છે.વેન્કી અહી હોત તો કોઈ સ્કુલ માં વિજ્ઞાન ભણાવતા હોત.સુનીતા પાણી ભરતી હોત,અથવા?
  બીજી વાત બીટી રીંગણ ની.રીંગણ માં રોગ બહુ પડે ને પાક નું સત્યાનાશ થઇ જાય છે.માટે રીંગણ ના જીન્સ માં જમીન માના કોઈ માઈક્રોબ્સ ના જીન્સ ને દાખલ કરી જેનેટીકલી મોડીફાઈડ કરી બીટી રીંગણ બનાવ્યા છે.આવી રીતે પહેલા બીટી કપાસ આવેલો.બીટી રીંગણ ગળે ઉતરતા જ નથી.પહેલા માં રીંગણ સમારતી હોય તો થાળી માં હાથ મારી કાચા ખાઈ જતા.આતો રાંધેલા પણ ગળે ભરાઈ રહે છે.મેં તો અહી ખરીદવાના જ બંધ કરી દીધા છે.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s