હે ગુજરાતીઓ! આ છેલ્લી ટ્રેન છે

વહાલા મિત્રો અને વડિલો
આજ રોજ મારાં બ્લોગ ઉપર ગુજરાતી સાહિત્યના પ્રખર અને મુર્ધન્ય આદરણીય સાહિત્યકાર લેખક અને ચિંતક શ્રી ગુણવંત શાહનો 24 જાન્યુઆરી 2010 રવિવારની દિવ્ય ભાસ્કરની પૂર્તિમાં ગુજરાતીઓ અને ગુજરાતી ભાષા અંગે પ્રસિધ્ધ થયેલો લેખ મૂકેલ છે. સર્વે ગુજરાતીઓ અને ગુજરાતીભાષા પ્રેમીઓએ ગભીરતાથી વિચારવા જેવા મુદાઓ માનનીય શ્રી ગુણવંત શાહે રજૂ કર્યા છે. આ લેખ શ્રી ગુણવંત શાહ અને દિવ્યભાસ્કરના સૌજન્ય અને સાભાર પ્રસિધ્ધ કરેલ છે. આપ સૌ વાંચી આપના પ્રતિભાવો જરૂર જણાવશો તેવી આશા અસ્થાને નહિ ગણાય ! સ-સ્નેહ અરવિંદ

હે ગુજરાતીઓ! આ છેલ્લી ટ્રેન છે

Gunvant Shah
કવિ ઉમાશંકર જોશીના નિવાસનું નામ ‘સેતુ’ હતું. ગુજરાતના વિદ્યાપુરુષ એવા વિષ્ણુપ્રસાદ ત્રિવેદી જ્યારે કવિના નિવાસે ગયા ત્યારે ઝાંપા પાસે થોભી ગયા. એમના સ્વાગત માટે ઊભેલા ઉમાશંકરભાઇને મુ.વિષ્ણુભાઇએ જે યાદગાર શબ્દો કહ્યા તે સાંભળો :
આ સેતુ તે તો પૂર્વ અને પશ્વિમ વચ્ચેનો સેતુ,
અઘ્યાત્મ અને વિજ્ઞાન વચ્ચેનો સેતુ,
તથા પ્રાચીન અને અર્વાચીન વચ્ચેનો સેતુ!

આવા થોડાક શબ્દોમાં તો મુ.વિષ્ણુભાઇએ કવિના વિશ્વરૂપદર્શનનો મર્મ પ્રગટ કરી દીધો! કવિ અને મનીષીનું એ મિલન યાદગાર હતું.

આજનો યક્ષપ્રશ્ન એ છે કે : શું ગ્લોબલાઇઝેશન, વિજ્ઞાન અને ટેક્નોલોજીનાં પરિબળો જોશીલાં હોય ત્યારે શિક્ષણનું માઘ્યમ માતૃભાષા હોય એવી વાત ટકી શકે ખરી? શું એ સામે પ્રવાહે તરવા જેવી બાલિશ વાત નથી? આ બે પ્રશ્નોમાં ભારોભાર પ્રામાણિકતા રહેલી છે, તે સાથે ભારોભાર નાદાનિયત પણ રહેલી છે.

યુરોપમાં બ્રિટન સિવાયના બધા દેશોની માતૃભાષા અંગ્રેજી નથી. ડેન્માર્ક, સ્વિડન અને ફિનલેન્ડમાં શિક્ષણનું માઘ્યમ અંગ્રેજી નથી. ફ્રાન્સમાં શિક્ષણનું માઘ્યમ ફ્રેન્ચ છે. સ્પેન અને પોર્ટુગલમાં શિક્ષણનું માઘ્યમ માતૃભાષા છે, અંગ્રેજી નથી. ઇટલીમાં, જર્મનીમાં, ગ્રીસમાં, નોર્વેમાં, રૂમાનિયામાં, હંગેરીમાં, ચેકોસ્લોવેકિયામાં અને પોલેન્ડમાં લોકો ગોરા ખરા, પણ ઘણાખરા લોકોને અંગ્રેજી બોલતાં પણ આવડતું નથી.

બ્રિટનની માતૃભાષા અંગ્રેજી છે અને શિક્ષણનું માઘ્યમ અંગ્રેજી છે. ટૂંકમાં સમગ્ર યુરોપમાં શિક્ષણનું માઘ્યમ માતૃભાષા જ છે. આ જ વાત રશિયાને, ચીનને, જાપાનને અને સમગ્ર અરબસ્તાનને લાગુ પડે છે. કેનેડામાં બ્રિટિશ કોલમ્બિયામાં અંગ્રેજીનું ચલણ છે, પરંતુ અન્ય કેટલાંક રાજ્યોમાં ફ્રેન્ચનું ચલણ છે અને શિક્ષણનું માઘ્યમ પણ ફ્રેન્ચ છે.

અમેરિકામાં અંગ્રેજી માઘ્યમ હોય એ સ્વાભાવિક છે. ટૂંકમાં શિક્ષણનું માઘ્યમ માતૃભાષા જ હોય એ સહજ બાબત છે. એનો વિવાદ ભારતમાં છે તેના મૂળમાં આપણું ગુલામી માનસ (કોલોનિયલ માઇન્ડ) કામ કરી રહ્યું છે. દુનિયાનો કોઇ પણ કેળવણીકાર આ બાબતે અવઢવમાં નથી.

આવું લખવા પાછળ અંગ્રેજી પ્રત્યે કોઇ દ્વેષ નથી. અંગ્રેજી ભાષા પ્રત્યે મને અઢળક પ્રેમ છે. ક્યારેક તો હું અંગ્રેજીમાં વિચારે ચડી જાઉ છું. કેટલીયે વિશ્વપરિષદોમાં અંગ્રેજીમાં પ્રવચનો કર્યા છે અને પરદેશી જર્નલોમાં અંગ્રેજીમાં સંશોધન પેપર્સ પ્રગટ કર્યા છે. અંગ્રેજી માઘ્યમનો વિરોધ એ અંગ્રેજીનો વિરોધ નથી, નથી અને નથી જ!

ઢાલની બીજી બાજુ ઓછી મહત્વની નથી. હવે અંગ્રેજી જાણ્યા વિના અને ભણ્યા વિના ચાલવાનું નથી. ગૂજરાત વિદ્યાપીઠમાં કે ઉત્તર બુનિયાદી વિદ્યાલયોમાં પણ ઉત્તમ અંગ્રેજીના શિક્ષણની અને કોમ્પ્યુટર કૌશલ્યની કેળવણીની વ્યવસ્થા ન હોય તો વિદ્યાર્થીઓ મોટાં થઇને ગાંધીજનોને માફ નહીં કરે.

‘અંગ્રેજી હટાવ’ ઝુંબેશ ચલાવનારા રામમનોહર લોહિયાનું અવસાન ૧૯૬૮માં થયેલું. એ વખતે પણ લોહિયાજી સાથે હું અસંમત હતો. જાણી રાખવા જેવું છે કે ભારતમાં અન્ય કોઇ પણ યુનિવર્સિટીઓમાં કોમ્પ્યુટર ન હતું, ત્યારે રામલાલ પરીખ ગૂજરાત વિદ્યાપીઠમાં કોમ્પ્યુટર લાવ્યા હતા.

તે દિવસોમાં વિદ્યાપીઠના ગેસ્ટહાઉસમાં (રૂમ નંબર પાંચમાં) આવીને મને સદગત નવલભાઇ શાહે કહ્યું હતું : ‘આ રામલાલને થયું છે શું?’ તે વખતે પણ મારો ટેકો રામલાલભાઇની દીર્ઘદ્રષ્ટિને હતો. તે વખતે પણ રામલાલભાઇ અંદરથી લોહિયાજીના ‘અંગ્રેજીવિરોધ’ સાથે જ સંમત હતા. સમય સમયનું કામ કરે છે.

આજનું ગુજરાત ઢાલની બંને બાજુનો સ્વીકાર ઝંખે છે. અંગ્રેજીની ઉપેક્ષા આજનાં માતાપિતાને જરા પણ માન્ય નથી. તેઓ ગુજરાતી ભાષાના વિરોધી નથી. જો કોઇ દ્રષ્ટિવંત આચાર્ય કે પ્રાઇવેટ સ્કૂલ-કોલેજ ચલાવનારી મેનેજમેન્ટ ગુજરાતી માઘ્યમની ઉત્તમ નિશાળમાં ઉત્તમ અંગ્રેજી ભણાવવાની વ્યવસ્થા કરે, તો એવી નિશાળમાં વાલીઓ પ્રવેશ માટે પડાપડી કરશે.

અમદાવાદમાં સી.એન.વિદ્યાલય આવી મોડલ (model) નિશાળ બની શક્યું હોત. જો ગુજરાતના સમજુ-શાણા-વ્યવહારુ વાલીઓ ધારે તો હજી આજે પણ ૧૦૦૦ નવી ‘મોડલ સ્કૂલો’ શરૂ કરી શકે અને ગુજરાતી માઘ્યમની નિશાળોને એવા આદર્શ નમૂનામાં ઢાળી શકે. ગુજરાતી ભાષા, કલ્ચર અને અસ્મિતા બચાવવા માટે આ છેલ્લી ટ્રેન છે.

આપણી કોલોનિયલ લઘુતાગ્રંથિ કેવી છે? કોઇ ચર્ચા ટીવી પર ચાલતી હોય ત્યારે હિંદીમાં મજબૂત દલીલ કરનારા વિદ્વાન કરતાં પણ અંગ્રેજીમાં નબળી દલીલ કરનારનો વધારે પ્રભાવ કેમ પડે છે? ખોટા અંગ્રેજીમાં બોલનાર લલ્લુ, શુદ્ધ ગુજરાતીમાં બોલનાર ચાલાક મનુષ્ય કરતાં વધારે ‘સ્માર્ટ’ જણાય તેનું કારણ શું?

વિજ્ઞાની નારલિકર કહેશે કે શિક્ષણનું માઘ્યમ તો માતૃભાષા જ હોવું જોઇએ. માતૃભાષાનો સંસ્કારવૈભવ ગુમાવી બેઠેલું સ્વર્ણિમ ગુજરાત પિત્તળિયું ગુજરાત બની નહીં જાય? ગુજરાતી ભાષા વિના ગુજરાતની અસ્મિતા ટકી શકે ખરી? યસ, આ છેલ્લી ટ્રેન છે. અંગ્રેજી માઘ્યમની નિશાળોમાં બાળક શું પામે છે તેની ખબર સૌને છે, પરંતુ એ શું ગુમાવે છે તેની ખબર કોને હશે?

નરેન્દ્ર મોદીનું અંગ્રેજી બહુ સારું નથી. આમ છતાં એમનું અંગ્રેજી જાપાનના યુકીઓ હાટોયામા કરતાં, ફ્રાન્સના નિકોલસ સાર્કોઝી કરતાં, જર્મનીનાં એન્જેલા મારકેલ કરતાં, ચીનના હુ જિન્ટાઉ કરતાં, ઇટલીના સિલ્વિયો બેરલુસ્કોની કરતાં, રશિયાના ડ્મિટ્રી મેડ્વેડેવ કરતાં, સાઉદી અરેબિયાના કગિં અબ્દુલ્લાહ કરતાં અને ભારતનાં સોનિયા ગાંધી કરતાં ખોટું નથી.

ગુજરાતની પ્રજા એમને પૂછવાની છે : ‘નરેન્દ્રભાઇ, તમે ગુજરાતીના સંગોપન-સંવર્ધન અંગે શું કર્યું?’ માતૃભાષાનું માઘ્યમ ગ્લોબલાઇઝેશનમાં અડચણરૂપ નથી. વિદ્યાર્થી ટેબલ વિશે ભણે ત્યારે ‘ટેબલ’ની સંકલ્પના (કન્સેપ્ટ) આત્મસાત્ કરે છે. સમજણ ખીલે તેમાં પારકી ભાષાનું માઘ્યમ બોજરૂપ છે. કોઇ અંગ્રેજ બાળકને ગુજરાતી માઘ્યમમાં ભણાવી તો જુઓ!

ગાંધીનિર્વાણ દિને નરસિંહ મહેતાની નગરી જૂનાગઢથી માતૃભાષા વંદનાયાત્રાનો પ્રારંભ થશે. એ યાત્રા ગોંડલ, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, કડી, પાલનપુર, મહેસાણા, વલ્લભવિદ્યાનગર, નડિયાદ, વડોદરા, ભરૂચ, બારડોલી, વલસાડ, બીલીમોરા અને નવસારી થઇને છઠ્ઠી ફેબ્રુઆરીએ સુરતમાં વિરામ પામશે.

યાત્રામાં ગુજરાતી ભાષાનાં ૧૦૦ ઉત્તમ પુસ્તકોનું પ્રદર્શન-વેચાણ થાય તેવું સુંદર આયોજન ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી થયું છે. એ યાત્રામાં પ્રવચનો ટૂંકાં હશે અને ઔપચારિકતા ઓછી હશે. સભા મોટી દેખાડવા માટે પી.ટી.સી.ના કે નિશાળોના વિદ્યાર્થીઓનો ગેરઉપયોગ કરવાની સખત મનાઇ છે.

અમે સૌ યાત્રાળુઓ અમારા માનવંતા, યશવંતા અને ગુણવંતા યજમાનોને જણાવવાની રજા લઇએ છીએ કે અમને સગવડ પ્રત્યે કોઇ પણ જાતનો દ્વેષભાવ નથી. ગુજરાતી ભાષાના આપણા મૂર્ધન્ય સાહિત્યકારો જુદે જુદે સ્થળે યાત્રામાં જોડાવાના છે. કેટલાંક નગરોમાં અઘ્યાપકોનાં સંમેલનો પણ ગોઠવાયાં છે.

જે ગામોમાં યાત્રા નથી પહોંચવાની ત્યાંથી ઉપયાત્રાઓ નીકળીને યાત્રામાં જોડાવાની છે. માતૃભાષાના માઘ્યમ માટે આગ્રહ રાખનારા મહાત્મા ગાંધીજીના આશીર્વાદ અમને મળશે એવી શ્રદ્ધા છે. તમે જે ભાષામાં રડી શકો તે તમારી માતૃભાષા. એ ભાષામાં ભણવું એ બાળકનો જન્મસિદ્ધ અને જીવનસિદ્ધ અધિકાર છે. જય જય ગરવી ગુજરાત!

પાઘડીનો વળ છેડે -માણસ જો પારકી ભાષામાં કડકડાટ બોલવા લાગે તો એ ભાષામાં વિચારવા માંડે છે. પારકી ભાષા બોલતી વખતે એ જાણે ‘બીજો માણસ’ હોય તેવું અનુભવે છે. આ ‘બીજો માણસ’ મોહ પમાડે છે, પરંતુ ક્યારેક મન સ્વચ્છ હોય ત્યારે સહજપણે અંદર રહેલો માણસ હૃદયનો કબજો લઇ લેતો હોય છે.
-ટી.એસ.એલિયટ

નોંધ : એલિયટે લખેલા નાટક ‘ધ કોન્ફિડેન્શિયલ ક્લાર્ક’ ના પ્રથમ પ્રવેશમાં એક પાત્રના મુખેથી બોલાયેલા આ શબ્દો આપણને જગાડી શકે તેટલા પ્રાણવાન છે. ગુજરાતીઓ ક્યારે જાગશે?

26 comments

  1. અરવિંદભાઈ, ખુબ સરસ પગલું શ્રી ગુનવંત શાહે લીધું..ગાંધી આજે હોત તો પણ આવી જ યાત્રા કરતે..તેમ લાગે.. ભાષા માટે અસિમ્તા જાગ્રુતિ લાવવી પડશે..પોતાના જ ભાઇઓને આપણે કહેવું પડે આ વાતથી મારું મસ્તક શરમથી ઝૂકે છે પણ બીજુ કોઇ નહિ કરે…મે અગાઉ કોમેન્ટ લખિ હતી..આપણી ભાષા ઉગરશે તેવી મને શ્રદ્ધા છે..
    ગુજરાતી બધા વાન્ચે નહિ તો સાંભળી શકે તે હેતુથી બીજો બ્લોગ ગીતગુંજન શરુ કર્યો તેમાં મારા ગાયેલ ગુજરાતી અને હિન્દી ગીતો રજુ કરીશ..
    આ વાતનું ગૌરવ ક્યા ગાવુ જ્યા નીજના લોકો ના માને
    નીજ માતને છોડી પાડોશણ્થી પ્રેમ કરી ગૌરવ માને

    Like

    1. શ્રી દિલીપભાઈ
      આપ બ્લોગ ઉપર આવ્યા અને પ્રતિભાવ જણાવ્યો ! આભાર ! હા ગુણવંત શાહ્નો પ્રયાસ દરેક ગુજરાતી માટે અને વિશેષતો ગુજરાતી ભાષા પ્રેમીઓ માટે ખૂબ જ સરાહનીય છે. આપણે સૌ તેમના આ પ્રયાસને સફળતા ઈચ્છીએ ! ફરી પણ અનુકૂળતાએ મુલાકાત લેતા રહેશો અને પ્રતિભાવ પણ જણાવતા રહેશો ! આવજો ! મળતા રહીશું !
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

  2. માતૃભાષા એ માતૃભાષા.

    આપણી માતૃભાષાનો અન્ય ભાષા અને અંગ્રેજી સાથે સમન્વય થવો જરૂરી છે. વિકાસ માટે અંગ્રેજીને અવગણી ન શકાય તો એનો આપણી માતૃભાષા સાથે સુયોગ કરવો જરૂરી છે.

    Like

    1. શ્રી નટવરભાઈ

      આભાર ! આપે બ્લોગની મુલાકાત લીધી અને પ્રતિભાવ પણ જણાવ્યો ! ગમ્યું ! ફરીને પણ મુલાકાત લેતા રહેશો ! આવજો ! મળતા રહીશું !

      સ-સ્નેહ

      અરવિદ

      Like

  3. Arvindbhai….My apologies for responding in English. I read the Lekh of Gunvant Shah..a wellknown writer of the Gujarati Sahitya. My Vandana to him for expressing his views & support for the Guarati Bhasha.
    India, under the British Rule had really “coverted” all Indians for the “love” of English Language….not only the Indians but left that “stamp of acceptance” worldwide whereever she ruled.
    What was done postSWATRATA is to annlysed here.>>>We made HINDI as the NATIONAL LANGUAGE of India….and,it is a shame that we have our differances & it is not a REALITY….Just observe our national Leaders who take pride in giving lectures in English (& not Hindi).
    Now,let us focus our attention to GUJARATI BHASHA.
    Gujarat made an attempt to keep Gujarati as the Medium of teaching in the Schools…& even tried to take it to the College ….while other States of India stressed the Education in English…What was the ultimate outcome?….Difficulties faced by the Gradutes from Gujarat in the Job Market.
    Even though I had expressed my views seeing this REALITY..I am a LOVER of GUJARATI BHASHA….I say, if Gujarat does not ENCOURAGE Gujarati in the State then who will ?
    Gujarat MUST develop a SYSTEM by which GUARATI can be learnt to the HIGHEST Level with PhD…& our Gujarati Literatureis brought to the Highest Standards…So that the Gujarati Books can be known WORLDWIDE…(making OTHERS translate then into English.
    As Sureshbhai Jani had mentioned, the TEACHING STAFF needs to be brought to highest Academic Standards too.
    Then there is the DUTY of the every Gujarati to be PROUD of our BHASHA…if that pride is cultivated, I can see the Future Children of Gujarat (or Gujarati) will be the SAFE-GUARDS of our MATRU-BHASHA…..Jai Gujarat !
    DR. CHANDRAVADAN MISTRY ( Chandrapukar )
    http://www.chandrapukar.wordpress.com
    Arvindbhai Hope to see you & your READERS to my Blog to read Posts on HEALTH!

    Like

    1. શ્રી ચંદ્રવદનભાઈ

      આપની વાત અંશતઃ સાચી છે જો ગુજરાતી માધ્યમ સાથે જ અન્ય ભાષા પછી ભલે તે અંગ્રેજી હોય તે નિષ્ઠા સાથે શીખવાય અને શીખનારા પણ નિષ્ઠા સાથે શીખે તો કોઈ સમસ્યા જ ના રહે ! પરંતુ આજે તો અંગ્રેજી માધ્યમ વાળી સ્કૂલોમાં જે શિક્ષકો અંગ્રેજી શીખવી રહ્યા છે તે વિષે જ સંશોધન કરી તપાસવા જેવું છે. હવે જે શિક્ષકોને પણ અંગ્રેજી પૂરેપૂરું આવડતું ના હોય વિશેષમાં મા-બાપ પણ અંગ્રેજી જાણતા ના હોય તેવો માહોલ હોવા છતાં બાળક ઘેર આવી ગોખવેલા 2-3 કાવ્યો કે વાક્યો બોલી જાય અને મા-બાપ બાળકને અંગ્રેજી બોલતો સાંભલી પોરષાયા કરે તેવી સ્થિતિ પ્રવર્તે છે. ત્યારે બાળક અને મા-બાપની દયા ખાવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહેતો નથી.

      આપે બ્લોગની મુલાકાત લીધી પ્રતિભાવ જણાવ્યો આભાર ! જવાબ દેવામાં થોડો વિલંબ થયો છે તે માટે દરગુજર કરશો.

      આવજો ! મળતા રહીશું !

      સ-સ્નેહ

      અરવિંદ

      Like

  4. શ્રી જયવંતભાઈ

    મારાં બ્લોગની મુલાકાત લઈ પ્રતિભાવ જણાવવા બદલ આભાર ! આપની વાત સાચી છે આ વિષે મેં શ્રી ગુણવંત શાહનું તેમના બલોગ ઉપર જણાવી તેમનું ધ્યાન ખેંચ્યું છે તેમ છતાં મારા માનવા પ્રમાણે જે હેડીગ SAVE GUJARATI વિષે આપ લખો છો તે દિવ્ય ભાસ્કરના એડીટરની ભૂલ હોવાની વધારે સંભાવના હોય તેમ ધારું છું અને આ પ્રયાસમાં થતી કે થયેલી ભૂલોને ધ્યાન ઉપર નહિ લેતા આ પ્રયાસને સમગ્ર વિશ્વમાં વસ્તા ગુજરાતીઓએ બિરદાવી લઈ સક્રિય સાથ અને સહકાર આપવો રહ્યો અને તેમાં આપ જેવા પત્રકારોએ વિશેષ ફાળો આપવો જોઈએ તેમ હું માનું છું . ફરીને આભાર ! આવજો ! મળતા રહીશું !

    સ-સ્નેહ

    અરવિંદ

    Like

  5. उपरछल्ला अभिनिवेशोने बदले नक्कर वातो करीए तो कंईक काम थाय – मातृभाषानी साथे ज इङ्ग्लिशनुं शिक्षण पण मळे एवा प्रयत्नो करवा जोईए. इतिहास-भूगोळ-नागरिकशास्त्र जेवा वर्णनप्रधान विषयो मातृभाषामां शिखवाडाय अने गणित-विज्ञान जेवा सूत्रप्रधान विषयो इङ्ग्लिशमां तो कदाच वधु उपयोगी थाय. भाषानुं शिक्षण केवी रीतनुं होवुं जोईए ए पण विचारणीय छे – विवादास्पद तो छे ज. मने तो एवुं लागे छे के दिन-दुनियाना समाचारो वांची-समजी शके अने दैनिक जीवनमां सर्वसामान्य रीते आवश्यक मानी शकाय (जेम के अरजीओ लखवी, पत्रो लखवा) एवी लिखित भाषाभिव्यक्ति करी शके एटलुं आरम्भे महत्त्वनुं छे. उच्च शिक्षणमां भाषा-साहित्य-व्याकरण वगेरे आवे तो चाले, इतरत्र तो ए बोजो न नाखवो घटे. आ अने आवा विषयो पर ऊहापोह करीशुं तो कंईक सिद्ध पण थशे. भाषा व्यवहारथी जीवती रहेशे – केवळ साहित्यनी साधनाथी नहि. जो गुजराती भाषा देवनागरीमां पण लखतां थईशुं – ओछामां ओछुं कवितामां, तन्त्रीलेखोमां, अवतरणोमां – तो गुजरातनी बहार वसता भारत-निवासी गुजरातीओनी आगामी पेढीओने पण मातृभाषा साथे सम्पर्कमां राखवानुं काम प्रमाणमां सुकर थशे.

    Like

    1. શ્રી નિશિથભાઈ

      આપ મારા બ્લોગ ઉપર પધાર્યા અને પ્રતિભાવ જણાવ્યો આભાર ! આપના સુચનો વ્ય્વહારમાં મૂકી શકાય અને તેને ગુજરાતીઓ સ્વીકારે તો કેટલું સારું ! પણ અંગ્રેજી પાછળની પાગલ જેવી ઘેલછા આમ કરવા દેશે ખરી ? અલબત્ત પ્રયાસો સંનિષ્ઠ અને સભાન રીતે થશે તો કંઈક પરિણામ અવશ્ય મળશે તેવી અપેક્ષા અસ્થાને નથી ! ખેર ! આવજો ! મળતા રહીશું !

      સ-સ્નેહ

      અરવિંદ

      Like

  6. Good that a main stream celebrity writer is addressing this issue of ‘Guj medium’ versus ‘English medium’. Hope, concerned Gujaratis remember that this issue was publicly raised by ‘Gujarati Bhasha Parishad’ through their well received ‘Guj Bachav Zumbesh’. Gunvant Shah was one of the speaker at the Ahmedabad rally. He seems to have picked up a rewarding issue from there. No problem, as long as he reaches lacs of readers with relevant values. (though many people- including me- have issues with many of his other damning political values.)

    I will share with readers here an interesting episode regarding Gunvant Shah’s self-acclaimed “Matrubhasha Vandana Yatra”. A proposal of taking part in this Yatra was brought-up by some member in last meeting of ‘Guj Bhasha Parishad’. Though being the originator of this Matrubhasha movement itself, GBP shot down the proposal. Why? What were the reasons? It was feared that we will not be allowed to speak on reforms need of Gujarati. They should have invited us, but if they haven’t, we shall seek invitation to join if we want to participate. Even this point was opposed by some siting the selfish (self grandising) and commercial (selling books along) approach to the whole exercise.

    So much, for the ‘Matru Vandana’! Main streaming of an issue has it’s pit-falls and personally I’d say GuSha is one such pit-fall…

    Like

    1. શ્રી કિરણભાઈ
      આપ મારાં બ્લોગ ઉપર પધાર્યા અને પ્રતિભાવ પણ જણાવ્યો તે માટે આભાર ! આપનો પર્તિભાવ ગુજરાતીમાં જ વાંચવા મળ્યો હોત તો વધુ આનંદ થાત ! ખેર આપને જે ગમ્યું તે ખરું ! મને વ્યક્તિગત રીતે ગુજરાતી ભાષા પરિષદ કે અન્ય કોઈ પણ વાદ-વિવાદમાં રસ નથી જ નથી ! મને તો માત્ર અને માત્ર ગુજરાતીઓનું અને ગુજરાતીભાષાનું ગૌરાવ અને અસ્મિતા જળવાય રહે તે માટે મારાથી શક્ય પ્રયાસો કરતો રહુ છું. અને તે પ્રયાસોના એક ભાગ તરીકે જે કોઈ પ્રવૃતિ કરતા હોય કે લેખો લખતા હોય તેમના લેખો મારાં બ્લોગ ઉપર તેમના સાભાર સૌજન્યથી વધુ લોકોના લાભાર્થે મુકતો રહુ છું. અને આ રીતે સાથ અને સહકાર આપું છું. ખેર ! આભાર ! આવજો ! મળતા રહીશું !
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

    1. ભાઈસ્રી ચિરાગ
      આપ મારાં બ્લોગની મુલાકાતે પધારી પ્રતિભાવ જણાવ્યો આભાર ! આપની વાત સાથે હું સહમત છું પરંતુ કમભાગ્ય આજે અંગ્રેજીનું ધાવણ ધવરાવવામાં અવે છે અને તેથી નવી પેઢી પોષ્ટિક અને કુદરતી પોષક તત્ત્વોથી વંચિત રહે છે અને મા-બાપને તેની જાણ પણ નથી. ખેર !
      આવજો ! ફરી મળતા રહીશું !
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

  7. “શિક્ષણનું માઘ્યમ માતૃભાષા જ હોય એ સહજ બાબત છે. એનો વિવાદ ભારતમાં છે તેના મૂળમાં આપણું ગુલામી માનસ (કોલોનિયલ માઇન્ડ) કામ કરી રહ્યું છે. દુનિયાનો કોઇ પણ કેળવણીકાર આ બાબતે અવઢવમાં નથી.”
    આ ગુલામી માનસ માત્ર ભારત ગુલામ હતું તે સમયે જન્મેલાં ભારતીયોમાં જ છે, એમ નથી. કદાચ આઝાદ ભારતમાં જન્મેલાં લોકોમાં વીશેષ હશે.
    શીક્ષણનું માધ્યમ દરેક કક્ષાએ માતૃભાષા જ હોવું જોઈએ, નહીં કે માત્ર પ્રાથમીક અને માધ્યમીક કક્ષાએ. પી.એચ.ડી.ના નીબંધો પણ માતૃભાષામાં જ લખાવા જોઈએ-દરેકે દરેક વીષયોમાં. જો એની ગુણવત્તા હશે તો બીજી ભાષામાં લોકો એનો અનુવાદ કરશે, જેમ અમુક ગુજરાતી પુસ્તકો વીષે થયું છે તેમ. આપણી પોતાની ભાષામાં ઉચ્ચ કક્ષાના જ્ઞાનીઓ પેદા કરવાની ખુમારી હોવાની જરુર છે, એ દીશામાં શી રીતે કામ થઈ શકે તે વીચારવાની ખાસ તાતી જરુર છે.

    Like

    1. મુ.શ્રી ગાંડાભાઈ
      આપે બ્લોગની મુલાકાત લીધી અને આપનો સુંદર પર્તિભાવ જણાવ્યો ખૂબ ખૂબ આભાર ! આપણી જૂની પેઢીની તો ઠીક પરંતુ નવી પેઢીની પણ અંગ્રેજી પાછળની ઘેલછા પાગલ જેવી છે ! ગુલામી માનસિકતા અને આપણી પોતાની જાત તરફનું ગૌરવ કે ગુજરાતી તરીકેની કોઈ અસ્મિતા નવી પેઢીમાં ભાગ્યે જ નજરે પડે છે ! નાના નાના ભુલકાઓને જે અંગ્રેજી શીખવવા આધુનિક મા-બાપો જે રીતે ખર્ચા કરી રહ્યા છે તે જાણ્યે-અજાણ્યે મા-બાપોને સતત તનાવમાં રાખે છે. અરે પરીક્ષા સમયે મા-બાપ અને બાળકોને જે દાડે ગુજરાતીનું પપેર હોય તેની આગલી રાતે નિદ્રા વેરણ બની જતી હોવાનું મેં નજરો નજર જોયું છે. અને તે માટે શરમ નહિ ગર્વ અનુભવતા મા-બાપો મને તો હંમેશા બિચારા જણાયા છે. આ હાલના ગુજરાતની નઠોર વાસ્તવિકતા છે ! આપણને આપણાં ગુજરાતી હોઆવાનું અને ગુજરાતી ભાષાનું ગૌરાવ ક્યારે ય નહિ સમજાય કે શું તેવો પ્રશ્ન થયા કરે છે ! ખેર ! આવજો ! મળતા રહીશું !
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

  8. ગુજરાતી ભાષાના શિક્ષણને ગુજરાતમાં અપાતું મહત્વ અને કાળજી કેટલાં છે – ખાનગી શાળાઓમાં – તે બધા જાણે છે. અહીં અમેરિકાની મ્યુનિ. સ્કુલોમાં અંગ્રેજી શિક્ષણ માટે જે જહેમત ઉઠાવાય છે; તેના દસ ટકા પણ ગુજરાતમાં લેવાય તો ગુજરાતી ભાષા શિક્ષણનું સ્તર સુધરે.
    ગુજરાતી શબ્દકોશ કેટલા ઘરોમાં – અરે ! કેટલી શાળાઓમાં – હોય છે?
    કેટલા શિક્ષકો તેનો ઉપયોગ કરે છે?
    ટ્યુશનીયા શિક્ષણ પધ્ધતિમાં ગુજરાતી શિક્ષકને કેટલું મહત્વ અપાય છે?
    ગ્રેજ્યુએટ થતા કેટલા ગુજરાતી શિક્ષણને કારકીર્દી બનાવવાનું ધ્યેય રાખે છે?

    તમારા બ્લોગનું શિર્ષક કેમ અંગ્રેજીમાં છે?
    —————————————–
    વાતો.. વાતો.. વાતો..
    નક્કર કશું નહીં.

    Like

    1. વર્ડપ્રેસની ઓછી આવડતને સેટિંગમાં જઈ લીધે બ્લોગનું શિર્ષક અંગ્રેજીમાંથી ગુજરાતીમાં બદલતા ન આવડતું હોય તો અરવિંદભાઇ પર ઝનુની વરૂની જેમ તૂટી પડવાની જરૂર નથી. તમે એમને પહેલા મદદનું પૂછ્યું કે લાવો તમને એ ગુજરાતીમાં ફેરવી આપું?

      તમારા જેવા ઝનૂની ઉંઝા પ્રચારકોને લીધે નિશિથ ધ્રુવ જેવા સજ્જ્ન માણસને પણ ઉંઝાના આતંકવાદીનું લેબલ લાગી જાય છે.

      સુરેશ જાની તમે શું કરો છો.? દરેક અવલોકન કે લેખની પુંછડીમાં બલાવ બદલાવ બદલાવ ના બહાને ઉંઝા ઉંઝા ઉંઝા ઉંઝા ના છૂપા નારા.
      શું લોકો આ કમ્પલસિવ ડિસઓર્ડર નથી સમજતા? ગુજરાતીના બહાને તમે ઉંઝાનો ઉપાડો લો એ કથા અને ગુણવંત શાહ જેવા સાક્ષર કરે એ છીનાળા. સેલ્ફ સેન્ટરનેસ અને પોતાનો કક્કો ખરો કરવાની આડાઈ તો કોઈ તમારી પાસેથી શીખે.

      Like

      1. ભાઈશ્રી

        આપે મારાં બ્લોગની મુલાકાત લીધી અને પ્રતિભાવ પણ જણાવ્યો આભાર ! મને લાગે છે કે આપે શ્રી સુરેશભાઈ જેવા વડિલને વધારે પડતા આકરા શબ્દો કહ્યા છે. શ્રી સુરેશભાઈ અમેરીકામાં બેઠા બેઠા પણ ગુજરાતી ભાષા માટે ઘણું યોગ દાન આપી રહ્યા છે તે હકિકતનો ઈંકાર કોઈ કરી શકે તેમ નથી. અલબત્ત ઉંઝાજોડણી વિષે મત-મતાંતર હોઈ શકે પણ તેને ગુજરાતી ભાષા બચાવવાના પ્રયાસોમાં વચ્ચમાં નહિ લાવવી જોઈએ તેવો મારો નમ્ર મત છે. આપના પ્રતિભાવ માટે આભાર ! આવજો ! મળતા રહીશું !

        સ-સ્નેહ

        અરવિંદ

        Like

  9. મનનીય ચિંતન. અહીંયા બ્રિટનમાં કેટલાય ગુજરાતી પરિવારો ઘરમાં બાળકો જોડે ગુજારાતીમાં જ વાત કરવાનું પસંદ કરે છે. ઠેકઠેકાણે સ્વૈછિક રીતે સમય શક્તિ ખર્ચી વડીલો શનિ-રવિમાં બાળકોને ગુજરાતી શીખવાડવાનો પ્રયત્ન કરે છે. ભલે સંખ્યા બહુ મોટી ન હોય પણ હજી નવી પેઢીના કેટલાંક તરુણ તરૂણીઓ અંગ્રેજો જેવું અંગ્રેજી અને ગાંધીજીના જમાનાનું આફ્રિકે જળવાયેલું કાઠિયાવાડી બોલે છે.

    Like

    1. ભાઈશ્રી
      આપ મારા બ્લોગની મુલાકાતે આવી પ્રતિભાવ જણાવ્યો આભાર ! બ્રિટનમાં વસતા ગુજરાતીઓ તેમના બાળકો સાથે ગુજરાતીમાં વાતો કરવાનું પસંદ કરે છે અને ગુજરાતી શીખવાડે પણ છે તે જાણી આનંદ થયો ! ગુજરાતીને જીવંત ગુજરાતી બોલનારા જ રાખી શકશે તે નિઃશંક છે. ગુજરાતી હોવાનુ અને ગુજરાતી ભાષા જાણતા હોવાનું ગૌરવ જ ગુજરાતની અસ્મિતા જગતમાં ફેલાવશે તેમાં બે મત નથી ! ચાલો આવજો ! મળતા રહીશું !
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

      1. ભાઈશ્રી હિરેન

        આપે બ્લોગની મુલાકાત લીધી અને પ્રતિભાવ પણ જણાવ્યો આભાર ! ફરી પણ અનુકૂળતાએ મુલાકાત લેતા રહેશો અને પ્રતિભાવ પણ જણાવશો તો મને ગમશે ! આવજો ! મળતા રહીશું !

        સ-સ્નેહ

        અરવિદ

        Like

Leave a comment