કરકસર સામાન્ય જન સમુદાય સાથે ક્રુર મજાક અને ફારસ !!!!!

કરકસર સામાન્ય જન સમુદાય સાથે ક્રુર મજાક અને ફારસ !!!!!

*** સોનીયા ગાંધીએ સાંસદોને કરકસર કરવા માટે હવાઈ મુસાફરી ઈકોનોમી કલાસમાં કરવા સલાહ આપી અને થોડા દિવસો બાદ, મંત્રીઓના ગમે તેટલા સગા-વહાલાને હવાઈ મુસાફરી મફત કરવા દેવાનું બીલ, સંસદમાં ગુપચૂપ, સમાચાર માધ્યમોને પણ અંધારામાં રાખી ,પસાર કરવામાં આવ્યું ,જે સ્પષ્ટ રીતે પુરવાર કરે છે કે સોનીયા ગાંધીની સલાહ માત્ર પ્રચાર માટે જ હતી અને કરકસર કરવા માટે તેણી પણ ગંભીર નહિ હતી. જનસમુદાયને ઉલ્લુ બનાવવાનો આ એક કિમીયો જ હતો. રાહુલ ગાંધીએ શતાબ્દીમાં મુસાફરી કરી તે પણ આ રમતનો એક ભાગ માત્ર હતો ! કરકસર શબ્દની મજાક ઉડાવવામાં આવી અને તે માત્ર એક ફારસ બની રહ્યું.

*** આ કરકસરની વાતો કરનારા કરોડપતી સાસંદોને સંસદની કેંટીનમાં જે ભાવે ભોજન પીરસવામાં આવે છે તે જાણવું સૌ માટે રસપ્રદ બની રહેશે અને આ કરકસરની વાત કેટલી બેહુદી અને મગરના આંસુ સારતી છે તે સ્પષ્ટ સમજાઈ જશે !

*** સંસદની કેંટીનમાં અપાતી વાનગીના ભાવ ***

*એક કટોરી દાળ રૂ!.1-50 પૈસા,* *વેજ થાળી રૂ!.12-50 પૈસા,* *નોન વેજ થાળી, રૂ!.22-00* *ચા રૂ!. 1/-,* *દહીં-ભાત રૂ!.11/-,* *વેજ પુલાવ રૂ!.8/- *, *ચીકન બીરયાની રૂ!.34/-,* *ફિશ ફ્રાય રૂ!.17/-*, *ચીકન મસાલા રૂ!.24-50 પૈસા,*. *બટર ચીકન રૂ!.27/-,* *રોટલી (નંગ દીઠ ) રૂ!.1/-* , *ઢોસા રૂ!.4/-.*

આ તમામ ભોજન ફાઈવ સ્ટાર હોટેલની કક્ષાનું પીરસવામાં આવે છે.

*** આ સામે જ્યારે મોંઘવારી વધે છે ત્યારે, તમામ કર્મચારીઓ પગાર વધારાની માંગાણી કરે તો પણ જ્યાં સુધી આંદોલન કે હડતાલો ના થાય ત્યાં સુધી, સરકારના કાન સાંભળવા સક્ષમ હોતા નથી. પગાર વધવા સાથે જ અન્ય ચીજ-વસ્તુઓના ભાવ પણ નિરંકુશ રીતે વધતા જતા હોય, કર્મચારીઓના ખરેખર વેતનનો વધારો ભાવ વધારો જ ખેંચી જતો હોય છે. આ સામે આજે જ્યારે તમામ ચીજ-વસ્તુઓના ભાવ આસમાનને આંબી રહ્યા છે અને સામાન્ય જન સમુદાયને જીવન નિર્વાહ કેમ ચલાવવો તે સમસ્યા બની છે સામાન્ય હોટેલો કે રેંકડી ઉપર પણ ચા જેવી જણસ પણ અતી મોંઘી બની છે. તેમ છતાં આ આધુનિક રાજા-મહારાજાઓ વર્ષો પહેલાં નક્કી થયેલા ભાવે સંસદની કેંટીનમાં ફાઈવ સ્ટાર હોટેલની કક્ષાનું ભોજન આરોગી રહ્યા છે. ત્યાં ભાવ વધારો કરવાનું ના તો વડાપ્રધાન કે અન્ય મંત્રીમંડળના કોઈ સભ્યોને યાદ આવે છે ! હા ! અલબત્ત આ સૌ પોતાના વેતન, ઉપરાંત ભાડા-ભથ્થા અને અન્ય ભથ્થાઓ કોઈને જાણ થાય તે પહેલાં જ સંસદમાં કોઈ જાતની ચર્ચા કર્યા સિવાય સર્વાનુમતે પસાર કરતા હોય છે ! આવા જાડી ચામડીના આ સાંસદોને સામાન્ય લોકોની મુશ્કેલી કે તેના હિત કે કલ્યાણની વાતો તો ક્યાંથી યાદ આવે ! તેમ છતાં કેટલાક દંભી સાસંદો મગરના આંસુ સારતા સામાન્ય લોકો માટે શાબ્દિક સહાનુભુતિનો ધોધ વહેવડાવતા રહે છે. !

*** લોકો પોતાની જીવન જરૂરિયાત પૂરી કરવામાં જ અટવાયા રહે તેવી આ સત્તાધીશોની સાઝિશ છે ! જેથી તેમની સામે કોઈ અવાજ ઉઠાવવા સંગઠિત થઈ ના શકે ! અને સત્તાધીશોની વહારે આવે છે આ દેશના સાધુઓ-સંતો-ગુરૂઓ અને બાવાઓ કે જે લોકોની અંધશ્રધ્ધા બહેકાવી ભાગ્યને દોષ દેતા શીખવે છે !

*** અને આ નાલાયક્-નરાધમ-અને હલકા સત્તાધીશો માત્ર અને માત્ર અંગત સ્વાર્થમાં જ રચ્યા પચ્યા રહેતા લોકોના પરસેવાની કમાણીમાંથી, કરવેરા રૂપે મેળવાયેલા નાણાં, આવા કરકસર જેવા શબ્દો વડે, ગતકડાં કરી ઉડાવતા રહે છે અથવા કસાબ અને અસ્રરફ જેવાની ખાતર-બરદાસ્ત માટે વેડફવામાં આવતા રહે છે. છેવાડેના નાગરિકોના ભોગે બુલ-ડોઝર વડે નાણાં ઉસેડી પોતાના ઘર ભર્યા કરે છે !

*** ત્યારે સામાન્ય નાગરિકોના હિત અને કલ્યાણ માટે તાજેતરમાં જ અમેરિકાની સેનેટે આરોગ્ય વિમો નહિ ધરાવતા 3.6 કરોડ રીપીટ 3.6 કરોડ અમેરિકન નાગરિકોને તબીબી વિમા છત્ર આપવાનું હેલ્થ કેર બીલને બહાલી આપી દીધાના સમાચાર –સમાચાર માધ્યમો દ્વારા જણાવવામાં આવ્યા. આ કાયદાને પરિણામે 10 વર્ષના ગાળામાં લગભગ એક હજાર અબજ ડોલરનો ખર્ચ થશે ! આવું વિમાછ્ત્ર આપવાનો વિચાર આપણાં આ સ્વાર્થી નફ્ફ્ટ અને નરાધમ સાંસદોને ના સ્પર્શે તે બહુજ સહજ છે !

*** આ મૂડીવાદી દેશને ભાંડતા આપણાં રાજકારણીઓ/સત્તાધીશો વિશેષમાં ડાબેરીઓ અને કહેવાતા પ્રગતીશીલ વિચાર સરણી વાળા રાજકીય પક્ષો/સંગઠનો માટે એક જબરજસ્ત લપડાક/ તમ તમતો તમાચો છે. ચાલો આપણે માર્ક્સ વાદી પક્ષ અને તેમના સાંસદોને પૂછીએ કે આપના ગોડફાધર એવા ચીનના લોકોને આવું વિમાછ્ત્ર ત્યાંની સામ્યવાદી સરકારે આપવાનું ક્યારેય વિચાર્યું પણ છે ખરું ?

*** આ ઉપરાંત યુવરાજ રાહુલ ગાંધી, આદી વાસીઓ જેવા છેક છેવાડેના ગામડાઓની જુદા જુદા રાજયોમાં મુલાકત લેતા રહે છે, અને ગરીબ લોકોને ત્યાં ભોજન લઈ રહ્યાના સમાચારો અવાર-નવાર તમામ મીડીયા વાળા ઉછાળતા રહે છે અને પ્રશંસાના ફુલો વેરતા રહે છે. ! આ વિષે કોઈ મીડીયા વાળાઓએ ક્યારે ય આ આદીવાસીઓને ભોજન બનાવવાની સામગ્રી રાહુલ ગાંધી કે તેમના જી હજુરિયાઓ અગાઉથી પહોંચાડી દે છે કે કેમ તેની તપાસ કરવાની પરવા કરી હોવાનું જણાતું નથી. અને જો આ આદીવાસી પોતાની ભોજન સામગ્રીનો ઉપયોગ કરી ભોજન બનાવી પીરસતા હોય તો ત્યાર પછીના દિવસોમાં સમગ્ર પરિવારને 2-3 દિવસના ઉપવાસ કરવાની ફરજ પડતી હોવાની પૂરેપૂરી સંભાવના રહે છે કારણ કે કેન્દ્ર સરકારમાં મંત્રી મંડળ ઉપર કોઈનો ચોક્ક્સ અંકુશ નથી તે દીવા જેવી સ્પષ્ટ વાત છે. વડાપ્રધાનને પોતાનું લશ્કર કયાં લડે છે તેની ક્યારે ય જાણ હોતી નથી તે સર્વે વિદિત છે. પરિણામે જીવન જરૂરીયાતની મૂળભુત ચીજ્-વસ્તુના ભાવો આસમાનને અડકે તેટલા વધી ગયા છે. તેવા સંજોગોમાં આ આદીવાસી લોકોની એવી કોઈ આવક નથી કે તે રાહુલ ગાંધી કે તેમના ચમચાઓને પોતાની આવકમાંથી ભોજન બનાવી જમાડી શકે ! આ તો એક પ્રકારની નૌટંકી ભજવી લોકોની આંખે પાટા બાંધી આદીવાસીઓના મત અંકે કરવાની રાજ રમત છે ! એક વાત એ પણ સ્પષ્ટ છે કે ગરીબ લોકોના ઘેર માત્ર ભોજન લેવાથી ગરીબી ઘટે નહિ બલ્કે વધવાની સંભાવના વધુ રહે ! હા ! આવા નાટકી ચાળા કરનારને મીડીયા વાળા ચમકાવ્યા કરે અને લોકોને ભરમાવ્યા કરે છે !

*** એવું માનવાને કારણ રહે છે કે દેશ આખામાં ખાસ કરીને છેવાડેના ગામડાઓનો પ્રવાસ કરી ગરીબોને ત્યાં ભોજન લઈ સાધારણ જન સમુદાયને પ્રભાવિત કરવાની આ લાંબા ગાળાની રમત માત્ર છે. કહે છે કે નકલમાં અક્ક્લ ના હોય રાહુલ ગાંધી પૂ. ગાંધીજીએ રાજકારણમાં જોડાતા પહેલાં આખા દેશનો પ્રવાસ કરી લોકોની લાગણી અને અવસ્થા જાણવાની કોશિશ કરેલી તેવી રીતે કદાચ રાહુલ ભૈયાનો આ પ્રયાસ હોઈ શકે !

*** ગાંધીજી જ્યારે હજુ ગાંધીજી નહોતા થયા અને દક્ષિણ આફ્રિકાથી પરત આવ્યા બાદ રાજકારણમાં સક્રિય રીતે જોડાતા પહેલાં સમગ્ર દેશના પ્રવાસે નીકળી પડેલા અને લોકોની દારુણ ગરીબી જોયા પછી કકળી ઉઠેલા. એક ગામમાં જોયેલું કે ઘરની બે સ્ત્રીઓ વચ્ચે શરીર ઢાંકવા એક માત્ર સાડી હતી અને જે ને બહાર જવાનું હોય તે આ સાડી વિંટાળી બહાર જઈ આવે અને ઘરમાં રહેલી નિવસ્ત્ર રહે ! આ જોઈ મોહનલાલ કરમચંદ ગાંધીનું અંતર દ્રવી ઉઠેલું અને ત્યારે જ પોતે પણ એક જ વસ્ત્ર ધારણ કરશે તેવી પ્રતિજ્ઞા લીધેલી અને જ્યારે ગોળમેજી પરિષદમાં હાજરી આપવા ગયેલા ત્યારે પણ માત્ર એક જ નાનું એવું ધોતીયું વિંટાળી ભાગ લીધેલો ! આ પ્રતિજ્ઞા જીવ્યા ત્યાં સુધી પાળેલી. આમ ટુંકમાં પૂ.ગાંધીજીના વાણી વિચાર અને વર્તનમાં કોઈ ભેદ નહિ હતો. આચાર અને વિચારની સમાનતા અને જાળવણી બહુજ મોટી વાત છે. ગાંધીજીએ ક્યારે ય ટ્રેનમાં પણ ઉંચ્ચા વર્ગમાં મુસાફરી કરી તેવું નોંધાયુ નથી.

*** આ તબક્કે મને યાદ આવે છે કે 1965ના પકિસ્તાન સાથેના યુધ્ધ બાદ આપણાં વડાપ્રધાન શ્રી લાલ બહાદુર શાસ્ત્રીને મંત્રણા માતે રશિયાના તાસ્કંદ જવાનું થયેલું અને ત્યાં તે સમયે તાપમાનમાં સખત ઠંડી હોવાની સંભાવના હોય શ્રી શાસ્ત્રીજી માટે જીવનમાં પહેલી વાર ગરમ ઓવરકોટ બનાવવો પડેલો. આમ શાસ્ત્રીજીના પણ આચાર અને વિચારમાં સમાનતા પ્રવર્તતી હતી.

*** રાહુલ ભૈયા માત્ર ગામડામાં જઈ ગરીબ આદીવાસી કે અન્યને ત્યાં ભોજન લેવાથી પબ્લીસીટી અંકે થતી હશે પણ લોકોના હ્રદયમાં સ્થાન ના મળે ! ગરીબોની ગરીબીથી જો આપ ખરા અર્થમાં સંવેદના અનુભવતા હો તો વડાપ્રધાન સમક્ષ મોંઘારત ઘટાડવાની ભાવ વધારો અટકાવવાની તાતી જરૂર છે અને સમયની માંગ પણ છે ત્યારે આપ કેમ કોઈ સક્રિય ભૂમિકા ભજવવાને બદલે ભેદી મૌન ધરી બેસી રહ્યા છો ? આ ભાવ વધારો અને મોંઘવારી સાંસદો- રાજકારણીઓ-ઉધ્યોગપતીઓ-મોટાં વ્યાપારીઓ –અમલદારો અને સત્તાધારીઓ સિવાય તમામ વર્ગને પીડી રહી છે જેની આપને જાણ છે ?

*** આપ યુવાન છો અને નિખાલસ પણ છો સામાન્ય જન સમુદાયની યાતનાઓ ઓછી કરવા કટિબધ્ધ થવા પ્રયત્નશીલ પણ હશો, પરંતુ આપની આજુ-બાજુ રહેલા કેટલાક તત્ત્વો આપના આવા પ્રયાસો સફળ ના થાય, તેવી ચાલ બાજી કરતા હોવાની પૂરતી સંભાવના છે. ગાંધી અટક અને વંશપરંપરાને કારણે, આપને રાજકારણમાં ઉપર ઉઠવાની તક આપોઆપ મળી છે તેવી પ્રમાણિક અને ખુલ્લી કબુલાત પ્રશંસનીય ગણાય ! પણ હાલ તો કરકસર જેવા ગતકડાંને બદ્લે ,મોંઘવારી અને ભાવ વધારાને કોઈ પણ ભોગે અંકુશમાં લેવાની અને સતત અંકુશમાં રાખવાને સૌ પ્રથમ સર્વોચ્ચ પ્રાથમિકતા નક્કર સ્વરૂપે નહિ આપવામાં આવે તો તે હિમાલય જેવડી ભૂલ ગણાશે અને લોકો ક્યારે ય માફ નહિ કરે તે સતત યાદ રાખશો !

*** અંતમાં, આપને અનાયાસે, રાજકારણમાં પ્રવેશવાની અને ટોચ સુધી પહોંચવાની જે તક મળી છે તે ઝ્ડપી લઈ પૂ. ગાંધીજીની જેમ વાણી-વિચાર અને વર્તન અર્થાત આચાર અને વિચાર એક સરખા કરી અમલમાં મૂકી શકવા પરમ કૃપાળુ પરમાત્મા આપને હિમત –બળ અને કૌવત પૂરા પાડે ઉપરાંત આપની સામે અવરોધો ઉભા કરનારને લોકો તેમના નગ્ન સ્વરૂપે ઓળખી આપ અને સામાન્ય જન સમુદાય સૌ સાથે મળી આવા તત્વોને તેમના કદ પ્રમાણે વેતરી શકવાનું સામર્થ્ય પૂરું પાડે તેવી પ્રાર્થના કરુ છું ! અસ્તુ !!!

Advertisements

15 comments

 1. once upon a time one candidate went to a village and asked for their votes in the election . he was carrying mineral water bottle with him. annoyed villager suggested to drink one glass of water as was avilable to them![villagers] the candidate did not dare to drink the polluted water. how will he serve the local villagers?
  think think ……

  Like

 2. સોનિયા કે રાહુલે કદી ગરીબાઈ જોઈ નથી, ગરીબ ના ઘર માં જઇ ને રોટલા નુ બટકુ ખાવા થી ગરીબાઇ જોવાઇ નથી જાતી. એસી ઓફીસ મા બેસી ને ગરીબો નો ઉધ્ધાર ન થાય, રાહુલ જે કરે છે તે માત્ર પબ્લીસીટી સ્ટંટ જ છે, ખરેખર તો આવી રીતે આવી ને ગરીબોની મજાક જ ઉડાવે છે. રાહુલે ગરીબો ની મજાક કરવા નુ બંધ કરવું જોઈએ.

  Like

  1. ભાઈ શૈલેશ

   આપની વાત દીવા જેવી સ્પષ્ટ છે. રાહુલની આ રાજનીતિ સિવાય વિશેષ કોઈ હમદર્દી ગરીબો માટે હોય તેવું રાહુલ કે તેમની માતુશ્રી સોનીયા અને અન્ય જી હજુરીઆ જેવા ચમચાઓ સીવાય કોઈ સ્વીકારતું નથી. આ તો સત્તા માટેની રાજ રમતનો એક ભાગ છે. અને તેથી જ મેં બ્લોગમાં શંકા વ્યકત કરી ચી કે જે દીન-દુખીયાને ત્યાં રાહુલ જમવા જાય તે પહેલાં રાશન મોકલી આપે છે કે કેમ તે તપાસનો મુદો છે કારણ જો રાશન ના મોકલી આપવામાં આવતું હોય તો પેલા ગરીબ પરિવારના તમામ સભ્યોએ તે પછીના 2-3 દાડા ઉપવાસ કરવા પડે તેવી હાલત ઉપસ્થિત થાય અને ભોજન લીધા બાદ રાહુઅલની સવારી તો વિદાય થઈ ગઈ હોય અન્ય કોઈ આ પરિવારની બિલકુલ દરકાર ના કરે તેવી આ ચમચાઓની માનસિકતા હોય છે !

   ખેર ! આભાર ! આવજો! મળતા રહીશું !

   સ-સ્નેહ

   અરવિંદ

   Like

  1. શ્રી અતુલભાઈ
   આપે બ્લોગની મુલાકાત લીધે અને તીખો તમતમતો પ્રતિભાવ આપતા મારા વિચારોને અનુમોદન આપતા આપ પણ એવું જ વિચારો છો તે નાણી આનંદ થયો. જો નવયુવાનો/યુવતીઓ જાગૃત થાય તો સમૂળગી ક્રાંતિ થઈ શકે તેમ હું માનું છું. પરંતુ ડર તો એ વાતનો લાગે છે કે આ બેશરમ-નફ્ફ્ટ અને હરામખોર રાજક્ર્તાઓ તેઓને તેમની વિટંબણાઓમાંથી મુકત થવા દેશે ખરા ? હવે પછીની ક્રાંતિ માટે યુવાધને છેક છેવાડેના નાગરિકોને પોતાના અધિકારો માટે જાગૃત અને સભાન કરવા પડશે ! આમ થઈ શક્શે ખરું ?
   ખેર ! આવજો ! ફરી મળીશું !

   સ-સ્નેહ
   અરવિંદ

   Like

 3. શ્રી વોરાભાઈ

  આભાર આપના પ્રતિભાવ માટે ! આપ જણાવો છો તેવું ખરેખર થાય અને ગરીબોને ફાયદો થાય તેવું આપણે સૌ ઈચ્છીએ ! આવજો ! મળતા રહીશું !

  સ-સ્નેહ

  અરવિંદ

  Like

  1. શ્રીનીશીતભાઈ
   આપનો આભાર પ્રતિભાવ જવાવવા માટે ! આપની વાત સાચી જ છે કે કોના બાપની દિવાળી સામાન્ય લોકોના પરસેવાના અને કરવેરાના નાણાંથી આ હરામખોરો બેશરમ બની મોજ કરી રહ્યા છે અને આ અહિંસાને વરેલી જનતા મૂક અને અહો ભાવથી આ તમામ રાજકારણીઓ અને સાધુ-સંતો-બાવાઓ-અને ગુરૂઓના આવા બેહુદા આચરણ જોઈ રહી છે ! કમભાગ્ય છે આ દેશના અને લોકોના કે જેઓને આવા ઉઘાડે છોગ લૂંટ કરનારા સત્તાધારીઓ મળ્યા છે. કહેવાય છે કે વડાપ્રધાન મનમોહન સિંઘ ખૂબ સજ્જન અને પ્રમાણિક વ્યક્તિ છે! કદાચિત આ વાત સાચી પણ હોઈ શકે ! તેમ છતાં મન માનવાની ના પાડે કે આજના આ રાજકારણીઓ સાથે સજ્જન રહી જ ના શકે ! હા તેવી છાપ ઉભી કરી શકાય ! મને તો હંમેશા આ સરદારજી છૂપી મહતવાકાંક્ષા વાળા જ જણાયા છે ! જો સ્વમાન જેવી ચીજ અંશતઃ પણ હોય તો પોતાનું લશ્કર ક્યાં લડે છે તે જો સરદારને ખબર ના હોય તો તેણે હોદો છોડી દેવો જોઈએ તેમ હું દ્રધ રીતે માનું છું.! ખેર ! આવજો !મળતા રહીશું !
   સ-સ્નેહ
   અરવિંદ

   Like

 4. અંતમાં, આપને અનાયાસે, રાજકારણમાં પ્રવેશવાની અને ટોચ સુધી પહોંચવાની જે તક મળી છે તે ઝ્ડપી લઈ પૂ. ગાંધીજીની જેમ વાણી-વિચાર અને વર્તન અર્થાત આચાર અને વિચાર એક સરખા કરી અમલમાં મૂકી શકવા પરમ કૃપાળુ પરમાત્મા આપને હિમત –બળ અને કૌવત પૂરા પાડે ઉપરાંત આપની સામે અવરોધો ઉભા કરનારને લોકો તેમના નગ્ન સ્વરૂપે ઓળખી આપ અને સામાન્ય જન સમુદાય સૌ સાથે મળી આવા તત્વોને તેમના કદ પ્રમાણે વેતરી શકવાનું સામર્થ્ય પૂરું પાડે તેવી પ્રાર્થના કરુ છું ! અસ્તુ !!!……

  Read your Post…Interesting Observations on the Politics in India…..What the Politicians “say ” & what theu “do” is different….& so your prayers at the end of the Article are appropriate !….Is any POLITICIAN listening ?
  DR. CHANDRAVADAN MISTRY ( Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Arvindbhai…Thanks for your visit/comment on Chandrapukar..New Post on HEALTH…you & your Readers are invited to visit my Blog…Thanks !

  Like

  1. આભાર આપના પ્રતિભાવ માટે શ્રી ચંદ્રવદનભાઈ ! આવજો ! ફરી મળતા રહીશું ! ઈશ્વર રાહુલ ગાંધીને સદબુધ્ધિ આપે તેવી પ્રાર્થનાકરવા સીવાય વિશેષ આપણે કંઈ કરી શકીએ તેમ નથી ખરું ને ? ખેર !
   સ-સ્નેહ
   અરવિંદ

   Like

  1. શ્રી પ્રવીણભાઈ
   આપના પ્રતિભાવ બદલ આભાર ! આમ તો આ તમામે તમામ જાણે જ છે કે ગાંધીજી શું કરતા અને કેવી લાઈફસ્ટાઈલ્ ધરાવતા. આજે કલ્ચર બદલાઈ ગયું છે અને જેમાં આજના રાજકારણીઓ અને કહેવાતા સાધુ-સંતો-બાવાઓ-ગુરૂઓ વગેરે દ્વારા સામાજિક મૂલ્યો બદલી નાખ્યા છે જેમાં માત્ર ધનિક વર્ગને જ સેલીબ્રીટીનો મોભો મળી રહે છે. કોઈ દરકાર નથી તે જાણવાની કે આ નાણાં ક્યાંથી અને કઈ પ્રવૃતિમાંથી પેદા કરી આ લોકો ધનવાન બની બેઠા છે. ધનવાન બનવાની અને ભૌતિક સુખ મેળવવાની ઘેલછા પાગલ પણાંની કક્ષાએ પહોંચી છે. આજના આ રાજકારણીઓ કે સાધુ-સંતો-બાવાઓ કે ગુરૂઓને પણ દાઉદ જેવાની આગેવાની સ્વીકારમાં કોઈ ક્ષોભ થાય તેમ નથી ! દેશને અને દેશમાં વસતા ગરીબોને ઈશ્વર બચાવે તેથી વિશેષ કહી શકાય તેમ નથી !

   ચાલો આવજો ! મળતા રહીશું !
   સ-સ્નેહ
   અરવિંદ

   Like

 5. This is a picture of today’s reality and if some dedicated young blood
  come forward, a hope can be seen otherwise wait and watch.
  Ramesh Patel(Aakashdeep)
  Pl find time to visit and comment
  સ્વરચિત અને ગમતીલી ગદ્ય અને પદ્ય રચનાઓ
  http://nabhakashdeep.wordpress.com/ Invited and a request to visit

  With regards
  Ramesh Patel(Aakashdeep)

  Like

  1. શ્રી રમેશભાઈ
   આપના પ્રતિભાવ બદલ આભાર ! આપની વાત સાથે સહમત છું પરંતુ આજના આ સ્વાર્થ લોલુપ રાજકારણીઓએ દેશનું કલ્ચર એટલી હદે બગાડી મેલ્યું છે કે મોટા ભાગના નવયુવાનો માત્ર વધુ અને વધુ નાણાં સરળતાથી કેમ મેળવી લેવા તે વિષે જ વિચારતા રહે છે અને તેવી પ્રવૃતિઓની જ શોધ કરતા રહે છે. કમભાગ્યે ઘણા ખરા નવયુવાનો દાઉદ અને તેના જેવા બીજા ગુંડાઓને આદર્શ માની રહેલા પણ જણાય છે. આ સંજોગોમાં સમુળી છેક પાયામાંથી પરિવર્તન કરનાર કોઈ આગેવાન પેદા થાય તો જ આ દેશ આવનારા દિવસોમાં અલગ અલગ ટુકડામાં વિભકત થતો બચી શકશે તેવું લાગ્યા કરે છે ! ખેર !

   આવજો ! મળતા રહીશું !

   સ-સ્નેહ
   અરવિંદ

   Like

 6. સત્તાધીશો હમેંશા કરકસરના નામે ગરીબોને વધુ ગરીબ બનાવી ગરીબોનું લોહી ચુસે છે અને આ ઈન્દીરા ગાંધી, રાજીવ ગાંધી, સંજય ગાંધી અને રાહુલ ગાંધી સુધી ચાલુ છે.

  ગુજરાતમાં કોંગ્રેસની હાલત કફોડી છે અને નરેન્દ્ર મોદી સામે જીંક જીલવા હવાતીયા મારે છે.

  આ સતાધીશોની હુંસાતુસીમાં ગરીબોનો જરુર ફાયદો થશે. ગરીબોએ આવા નુસખા શોધી આ સતાધીશોને લડાવી મારવા જોઈએ. રાહુલ ગાંધીના મેનેજરોએ નરેન્દ્ર મોદી સામે કામ કરવું પડશે અને એમાં ગરીબોને મદદ એ જ મુખ્ય છે.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s