બાળકો ( ટીન એજર ) ની હતાશા/તનાવ અને આત્મહત્યા vis-à-vis મા-બાપની આધુનિક જીવન પધ્ધતિ ?? !! ??

બાળકો ( ટીન એજર ) ની હતાશા/તનાવ અને આત્મહત્યા vis-à-vis મા-બાપની આધુનિક જીવન પધ્ધતિ ?? !! ??

*** કેટલાક સમય થયા સમાચાર માધ્યમો બાળકો ( ટીન એજર ) ની આત્મહત્યાના સમાચારો અવાર-નવાર પ્રસિધ્ધ કરતા રહે છે અને આપણે સૌ આવા સમાચાર વાંચી ક્ષણિક સંવેદનશીલ બની ફરીને એજ બીબાઢાળ પ્રવૃતિમાં લાગી જઈએ છીએ.આ વિષે ક્યારે ય ગંભીરતાથી વિચારવાની જરૂરિયાત મોટા ભાગના મા-બાપોને જણાતી નથી. હા, સંભવ છે કે જેણે બાળક ગુમાવ્યું હોય તે આ વિષે વિચાર કરવા મજ્બૂર બને !

*** બાળકો ( ટીન એજર ) ને આત્મહત્યા કરવા કોણ પ્રેરે છે ? કયા સંજોગોમાં તે આવું અંતિમ પગલું ભરવા મજ્બૂર બનતુ હશે ? આવા ટીન એજર બાળકે મૃત્યુ ( પશુ-પક્ષી સીવાય કે નાનાં મોટાં જીવ જંતુ સીવાય ) જોયું ના હોય તેવું પણ સંભવ છે અને છતાં તે આત્મહત્યા કરવાનો નિર્ણય કરે તો તે ક્ષણિક આવેગ ના જ હોઈ શકે ! આ વિષે તેણે ખૂબ જ મનો વ્યથા મનોમન અનુભવી હોવાની પૂરતી શક્યતા રહે છે પરંતુ ઘર અને મા-બાપની લાગણીથી એ એટલું તો વિભકત ( દૂર ) થઈ ચૂક્યું હોય કે પોતાની વેદના./વ્યથા કે પીડા સહાનુભૂતિથી સાંભળનાર કોઈ ના હોય તેવું તે માનતું હોઈ શકે !

*** છેલ્લા 15-17 વર્ષ થયા પાશ્ચાત્ય જીવન પધ્ધ્તિનું આંધળું અનુકરણ કરી રહેલા મા-બાપો પોતાનું બાળક પાછ્ળ ના રહી જાય તેવી લાયમાં દોઢ વર્ષનું બાળક થતાં પ્લે હાઉસને નામે ચરી ખાતા ધંધાદારીઓને ત્યાં ( બાળકને આવનારા દિવસોમાં નોકરી/વ્યવસાય મેળવવું પડકાર રૂપ બની રહેવાની દહેશત હેઠળ ) સ્પર્ધામાં સામેલ કરવા દોટ મૂકી રહ્યા છે ! દોઢ વર્ષનું બાળક માની ગોદમાંથી કે જેને હજુ સુ…..સુ…. કે છી….છી ક્યાં અને ક્યારે કરવું તે માટે સભાન થયું હોતું નથી તેવાને આવા પ્લે હાઉસમાં બિલકુલ એકલું છોડી દવામાં આવે છે અને તે જ સમયથી, તે સતત અસલામતીની લાગણી અનુભવતું રહે છે . આ ઉમરે તેને મા જોઈતી હોય છે, એનો સતત સહવાસ ઝંખતું હોય છે, મા તેને વહાલી કરે, તેના માથા ઉપર હાથ ફેરવી ,ખોળામાં સુવડાવે ,તેને બદ્લે પ્લે હાઉસની આયાને હવાલે કરી મા નોકરી કે વ્યવસાય માટે ચાલી જાય, તેથી બાળકને બચપણમાં જ મા-બાપ તરફ મનોમન તિરસ્કારના બી વવાઈ જતા હોય છે. બાળક નાનું છે તેવું ધારી તે અબુધ અને અણ સમજુ હોઈ મા-બાપની આવી હરકત સમજી શક્તું નથી તેમ ધારી લેવું તે મૂળભુત રીતે હિમાલય જેવડી ભૂલ છે .બાળક મા-બાપની તમામ હરક્તો ખૂબ જ ઝીણી નજરે જોતું હોય છે અને તે તમામ હરકતોની મનોમન નોધ પણ લેતું જ રહે છે. અલબત્ત આ ઉમરે તે શબ્દોમાં વ્યકત કરી શક્તું નથી પણ તેના માનસમાં આવા વર્તનની જબરજસ્ત યાદ સચવાઈને પડી રહે છે.

*** બાળક એક તરફ અસલામતીથી પીડાતું હોવા છતાં વેકેશનની રજાઓમાં મા-બાપો આ બાળકને એક સાધન માની જુદા જુદા ક્ષેત્રની પ્રવૃતિ શીખવા ધકેલે છે જાણે પાગલ કુત્તાની જેમ દોટ મૂકતા ના હોય ! બાળક દરેક સ્તરે અને કક્ષાએ અગ્રક્રમાંક મેળવે તે માટે દોઢ વર્ષનું બાળક પ્લે હાઉસમાંથી ઘેર આવે ત્યારે માના ખોળાની હુંફ માટે તડપતું/તરસતું હોય છે પણ તેની આ લાગણીની દરકાર કર્યા વગર તેને ટયુશન માં અંગ્રેજી/ઈતર પ્રવૃતિ શીખવા ધકેલવામાં આવે છે આમ એક યા બીજા કારણે બાળક સતત ઘરની બહાર ધકેલાતું રહે છે. આધુનિક્ મા ( મોમ ) તમામ પ્રકારના ભૌતિક સુખના સાધનો વસાવી શકાય અને ખર્ચને પહોંચી વળાય તે માટે નોકરી/.વ્યવસાયમાં જોડાય છે અને નોકરી/વ્યવસાય ના કરતી મા ( મોમ ) કીટી પાર્ટી કે જીમ્સ કે કલબ માટે સમય ફાળવતી રહે છે પણ બાળક માટે સમય હોતો નથી. આમ બાળક જાણ્યે-અજાણ્યે પણ પોતાના તરફનો મા-બાપનો ઉપેક્ષા ભાવ અનુભવતું મોટું થાય છે.

*** બાળક જેમ જેમ મોટું થાય છે તેમ તેમ તેની સમજવાની ગ્રહણ શક્તિ પણ વિકસે છે અને મા-બાપ પોતાની અંગત આકાંક્ષાઓ બાળક ઉપર લાદવા તલપાપડ બને છે. મોટા ભાગના મા-બાપોને પોતાનું બાળક ડૉક્ટર કે એંજીનીયર કે આઈટી નિષ્ણાત બનાવાની જાણે ઘેલછા ઉપડી છે ! બાળકને પોતાની જાણે કોઈ ઈચ્છાજ ના હોય તેમ એક સાધન માની આવી આકાંક્ષા સંતોષવાનું જાણે એક માધ્યમ બની ગયું હોઈ તેવો વ્યવહાર કરવામાં આવે છે. બાળકને પોતાની રીતે ખીલવાની કોઈ તક ના રહે તેની કાળજી આધુનિક મા-બાપો રાખે છે.

*** બાળકને અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરાવવો તે મા-બાપો માટે સમાજમાં મોભો-સ્ટેટસ્-બની ગયું છે પરિણામે બાળક માટે અંગ્રેજી અને માતૃભાષા બંને બોજો બની રહે છે અને કોઈ એક ભાષા પણ પૂર્ણ રીતે બોલી કે લખી સકવા સમર્થ બનતુ નથી અને તેનાથી મા-બાપો અજાણ રહેતા હોય છે.

*** આ ઉપરાંત આપણાં દેશની સંયુકત પરિવારની જીવનશૈલી પણ કેટલાક વર્ષો થયા લુપ્ત બની રહી છે અને પાશ્ચાત્ય જીવન પધ્ધ્તિ અપનાવી આંધળું અનુકરણ મારફત આધુનિક યુવાન્-યુવતી લગ્ન બાદ અલગ સ્વતંત્ર રહેતા થયા છે અને જીવનશૈલી પણ અત્યંત ખર્ચાળ બની હોઈ પતિ-પત્ની બંનેને કામ કરવું પડે છે તેથી મોટા ભાગના યુગલો માત્ર એક જ બાળક અથવા કોઈ બાળક નહિ તેવો અભિગમ અપનાવતા થયા છે.

*** સંયુકત પરિવારમાં બાળક ક્યારે મોટું થઈ જતું તેની મા-બાપને ખબર પણ નહિ પડતી અને હવે આજના આધુનિક સમયમાં બાળક પારણા-ઘર કે પ્લે-હાઉસ કે આયા મારફત ઉછેરવામાં મા-બાપ ગૌરવ અનુભવતા થયા હોઈ બાળક બચપણથી જ સતત અસલામતી અનુભવતુ વયસ્ક બને છે. પરિણામે બાળકના માનસમાં બચપણથી જ મા-બાપ તરફ જાણ્યે-અજાણ્યે એક વિચિત્ર પ્રકારની વેરની લાગણી પેદા થતી હોવાનો સંભવ છે. જે કાળક્ર્મે બાળક એક યા બીજી રીતે પ્રદર્શિત કરતુ રહે છે. જીદ્દી બને છે, ભયંકર તોફાની બને છે, ધરાર અભ્યાસમાં ધ્યાન આપતું નથી, ચીડીયું બને છે ધરાર નાપાસ થાય છે મા-બાપને તેમના મિત્ર વર્તુળમાં ભોંઠપ અનુભવવી પડે તેટલી હદે મિત્રોની હાજરીમાં કે મિત્રોના ઘરે મુલાકાત વખતે અતિ વિચિત્ર વર્તણુક કરી તમામનુ ધ્યાન પોતાના તરફ આકર્ષવા સતત અવનવી તરકીબો કરતું રહે છે પરિણામે ઘેર પરત થયા પછી તે મા-બાપના ગુસ્સાનું. ભોગ બને છે. બંને મા-બાપ બાળકને ગુસ્સે થઈ વઢે છે તો કોઈક મા-બાપ ધોલ-ધપાટ પણ કરી લે છે. આથી બાળકના માનસમાં મા-બાપ પ્રત્યે એક પ્રકારની ઉપેક્ષાની વૃતિ પેદા થાય છે જે બળતામાં ઈંધણ પૂરું પાડે છે.

*** પોતાની ઉમર નાની હોવા છતાં મોબાઈલ-સ્કૂટર્-વીડીયો ગેમ વગેરે આધુનિક સાધનો લાવી આપવાની જીદે ચડે છે અને મા-બાપો બાળકની આવી અયોગ્ય જીદ સમક્ષ કજીયા અને કંકાસ ટાળવા બાળક પાસેથી શાંતિ ખરીદી આવી ચીજ-વસ્તુઓ અપાવી દેતા થયા છે.! આ રીતે વાચ્યાર્થમાં જોઈએ તો મા-બાપ, બાળકને લાંચ-રુશવત સ્વીકારતું ,જાણ્યે-અજાણ્યે શીખવી દે છે !. બાળક બહાર રમવા જઈ શક્તું ના હોઈ વીડીયો ગેમ વડે ઘરમાં જ રમતું થયું છે અને આવી ગેમની પસંદ પણ હિંસક પ્રકારની કે કાર ચેસીંગ વગેરે તેમજ રમકડાં પણ એકે-47 જેવી રાયફલ કે પીસ્તોલ વગેરે જ પસંદ કરે છે જે તેનામાં ઉપસી રહેલી હિંસક /વેરવૃતિની હાજરીની ધૌતક છે.

*** આવા સંજોગોમાં બાળકમાં આવી રહેલી હતાશા કે તનાવ વિષે મા-બાપો બિલકુલ અજાણ હોય છે. કેટલાક વિચારકો આવી હતાશા/તનાવને શિક્ષણમાં આવેલા બદલાવને મુખ્ય ગણે છે પરંતુ જો આજના શિક્ષણની પહેલાંના શિક્ષણ સાથે તુલના કરીએ તો મને તો કોઈ આમુલ બદલાવ આવ્યો હોય તેવું જણાતું નથીં. બદલાવ આવ્યો છે માત્ર પહેલાં અમે જ્યારે ( 1955માં ) ભણતા ત્યારે બોર્ડની એક માત્ર પરીક્ષા લેવાતી આજે બે -10 અને 12 માં-ધોરણમાં લેવાઈ રહી છે. ત્યારના મા-બાપની ઈચ્છા પણ વધારે માર્ક મેળવી પોતાનું બાળક ડૉકટર કે એંજીનીયર બને તેવી રહેતી પણ તે સંભવ ના બને તો સરકારી નોકરી મળી રહે તેટલો અભ્યાસ પર્યાપ્ત ગણવામાં આવતો. તે સમયે પણ સ્પર્ધા આટલા જ પ્રમાણમાં હતી પણ આટલી તીવ્ર ધાર દાર નહિ હતી. બેકારી પણ મોટા પ્રમાણમાં અસ્તિતવ ધરાવતી હતી અને આવક મેળવવાના ક્ષેત્રો ખૂબ જ મર્યાદિત હતા તેની સામે આજે અનેક સંખ્યામાં વિવિધ ક્ષેત્રો આર્થિક ઉપાર્જન માટે ખુલ્યા છે અને વિદેશમાં પણ શકય બન્યા છે. આમ સમયમાં બદ્લાવ આવ્યો હોવા છતાં આજે પણ આજના મા-બાપની પ્રથમ પસંદગી તો પોતાનું બાળક ડૉકટર કે એંજીનીયર જ બને તેવી જ માનસિકતા ધરાવે છે. સ્પર્ધાને નામે બાળકને સતત દોડાવ્યા કરે છે અને બાળકમાં રહેલી આગવી વિશિષ્ટ પ્રકારની સક્ષમતા કે શક્તિને ખીલવા દેવાને બદલે પોતાની ઈચ્છા લાદતા રહે છે.

*** મારા મત પ્રમાણે આપણાં દેશમાં ટીન એજર બાળકોમાં વધી રહેલી હતાશા/તનાવ કે આત્મહત્યાનું મુખ્ય કારણ આપણી જૂની પણ વિશિષ્ટ પ્રકારનો સંયુકત પરિવારનો તૂટતો જતો સામાજિક ઢાંચો છે. જે બાળકને એકલતામાં ધકેલી દે છે અને પરિણામે અસલામતી અનુભવતું બાળક હતાશામાં ગરકાવ થઈ શું કરવું -અર્થાત પોતાની માનસિક મુંઝ્વણ/સમસ્યા કયાં અને કોની સમક્ષ વ્યકત કરવી- અર્થાત પોતાની મનોવ્યથા કોની સમક્ષ ઠાલવી હળવું થવું તે નક્કી કરી શકતો ના હોઈ મૃત્યુના વિચારો તરફ જાંણ્યે-અજાણ્યે ધકેલાય છે. જ્યારે આપણી જૂની સંયુકત પરિવારની સમાજ રચનામાં બાળક્ને પોતાની મુંઝવણ સુલજાવવા મા-બાપની ગોદ ના મળે તો પણ દાદા-દાદી કે મોટાકાકા ( અદા ) મોટીકાકી ( ભાભુ ) કે મોટા ભાઈ બહેનમાંથી કોઈ ને કોઈની ગોદ હળવા/ઠ્લવાઈ જવા મળી રહેતી અને તે તનાવ મુકત બની હળવો ફુલ થઈ જતો !

*** જ્યારે આ સદીમાં કેટલાય બાળકો માટે બાળપણ જાણે પડકાર રૂપ બની ચૂક્યું છે. દરેક ક્ષેત્રમાં એ રમત-ગમત હોય કે અભ્યાસ કે અન્ય ઈતર પ્રવૃતિમાં ઉંચુ સ્થાન મેળવવું જ જોઈએ તેવો મા-બાપનો અત્યાગ્રહ બાળકને સખ્ત અને સતત પજવે છે. મા-બાપ બંને કામ કરતા હોય બાળકના ઉછેર માટે સમય ફાળવી શકતા નથી ઉપરાંત કમાવાની દોડમાં બંને સતત તનાવમાં રહેતા હોય, અવાર-નવાર કંકાસમાં-ઝ્ગડી પડતા હોય છે, જે બાળક શાક્ષી ભાવે નીરખે/સાંભળે છે ,અને વધુ અને વધુ અસલામતી અનુભવી, લાગણી ઘવાતી હોવાથી હતાશ બની, તનાવ ભર્યા જીવનમાંથી છૂટકારો મેળવવાના માર્ગો વિચારે છે અને તેમાં આત્મહત્યા કરવા તરફ ઢ્સડાય છે .દીન-પ્રતિ-દીન ટીન એજરમાં આત્મહત્યાનું પ્રમાણ ઝડપથી વધી રહ્યું છે. એક અંદાજ પ્રમાણે જગતભરમાં દોઢ લાખ બાળકો દર વર્ષે આપઘાત કરતા હશે.

*** ટીન એજરની આત્મહત્યા પાછ્ળ માત્ર શિક્ષણ પધ્ધ્તિને જ મૂળભુત કારણ કે પ્રમુખ કારણ ગણવામાં આવશે તો તે મોટી ભૂલ ગણાશે. બાળકની સક્ષમતાને ધ્યાનમાં લીધા વગર દરેક ક્ષેત્રમાં બાળકે અગ્ર ક્રમમાં નંબર મેળવી સફળ થવાનું મા-બાપનું દબાણ બાળકને હતાશામાં ધકેલે છે કારણ તે સતત નંબર મેળવવાની લાયમાં માનસિક તનાવ્/તાણ ભર્યું જીવન ભોગવતો હોય છે.

*** અભ્યાસ દરમિયાન મોટાં ભાગના બાળકો કઈ લાઈન માટે સક્ષમ છે તે વિષે ભાગ્યે જ મા-બાપ બાળક સાથે સંવાદ કે વિચાર વિનિમય કરે છે. બાળકે શું બનવાનું છે તે તો તેના જન્મ સાથે જ મા-બાપે નક્કી કરી લીધું હોય છે અને જો તે લાઈનમાં પ્રવેશ ના મળી શકે તો સતત મેણાં-ટોણાં સાંભળી બાળક હતાશ બને છે અને મા-બાપે સેવેલ સ્વપ્ન સિધ્ધ નહિ કરી શકવા માટે અપરાધ ભાવ અનુભવતું રહે છે જે મનોમનો એ હદે ઘૂંટાયા કરે છે કે તેને અંતિમ પગલું આત્મહત્યા સુધી દોરી જાય છે.

*** અંતમાં બાળકની આત્મહત્યા માટે માત્ર શિક્ષણને જવાબદાર નહિ ગણતાં આધુનિક સામાજિક માહોલ ઉભો થયો છે તે આમુલ-સમુળગું પરિવર્તન માંગે છે. આપણાં દેશમાં સંયુકત પરિવારનો ઢાંચો પુનર્જીવીત કરવો રહ્યો અને તેને આધુનિક સમયના સંદર્ભે જૂની પેઢી અને નવી પેઢી વચ્ચે સમન્વય સાધી સંયુકત કુટુંબનું નવીનીકરણ કરી બાળકોને તેમનું છીનવાઈ ગયેલું બાળપણ પરત કરી તેમની સક્ષમતા અને શક્તિ પ્રમાણે ખીલી ઉઠે તેવું પર્યાવરણ બનાવી રહીએ.! મા-બાપ ભલે આર્થિક ઉપાર્જનમાં વ્યસ્ત રહે ! પરંતુ દાદા-દાદીની ગોદમાં ભલે બાળકો ખીલતા ! આવો સૌ સાથે મળી સમાજ કો બદલ ડાલેં !! અને બાળકોમાં વ્યાપી રહેલી હતાશા અને તનાવ દૂર કરી આત્મહત્યા કરતા બચાવી લઈએ ! આધુનિક મા-બાપો આ સમજશે અને સ્વીકારશે ખરા ?

Advertisements

10 comments

 1. શ્રી અરવિંદભાઈ
  તમારાં વિચાર સમાજ્ના કુટુંબીજનોને માર્ગદર્શક છે.આજના યુગમાં મા-બાપ સ્વંય સ્ટ્રેસમાં હોય છે.અને આનંદ મેળવવાની લ્હાયમાં નાનાભૂલકાને ભૂલીને ક્લબ કલચરા અને સોફીસ્ટીકેટેડ દેખાવાની દોડમાં વહાલ કરવાનું ભૂલી ગયા છે. મને લાગે છે કે આ મા-બાપને તેમને વારસામાં વહાલપ્-સ્નેહ-વાર્તા-હાલરડાં- કદાચ મળ્યા નથી. તેઓ “ખાલી” છે. માટે તેના બાળકોને કશું આપી શકવા સમર્થ નથી. પહેલાં તો આ મા-બાપને સમાજ-કુટુંબ-મીત્રો તરફથી ભરપુર રીતે પ્રેમ-સ્નેહ્થી ભરીને ખાલીપો દૂર કરવો જોઈએ અથવા મા-બાપે બાળકોને નિઃસ્વાર્થ પ્રેમ આપીને બાળકોનો પ્રેમ મેળવવો જોઈએ.
  બાળકોને જેવા છે તેવા સ્વીકારીને મઠારવા જોઈએ અને તેના અંદરની નીપુણતાને બહાર લાવીએ તે જરૂરી છે. દરેકની ખામી અને ખૂબી-મર્યાદા અને આવડતને સ્વીકારીને આગળ વધવા ટેકો આપવો જોઈએ જેથી તેના પગ ડગમગે નહિ! અને હતાશામાં આપઘાત કરવા પ્રેરાઈ નહિ !
  BE GOOD __ DO GOOD

  ગમતાનો ગુલાલ કરો અને કુંપળોને પાંગરવાની તક આપો.તમારા ફૂલને ફૂલદાનીમાં શોભાવો નહિ તેને બગીચામાં લહેરવા દો !

  મધુકર માંકડ્

  Like

 2. ભાઈશ્રી પંકજ

  આભાર આપના પ્રતિભાવ બદલ ! આપણાં લોકોની આંધળા અનુકરણ કરવાની ગુલામી માનસિકતા નવી પેઢીમાં તો જૂની પેઢી કરતા પણ વધુ જણાય છે જે આ દેશ ને લોકોની કમનસીબી છે ! આપણી પોતાની સ્વતંત્ર અને આગવી જીવન પધ્ધ્તિ કેમ ના હોઈ શકે કે જેનું અનુકરણ અન્ય દેશના લોકો કરવા લાગે. આપણી યુવા પેઢીમાં આવી સભાનતા અને સતર્કતા અને સ્વાભિમાન કેમ જાગતું નહિ નથી તે નવાઈ જેવું લાગે છે ! ખેર !

  સ-સ્નેહ

  અરવિંદ

  Like

 3. બાળકોનું બાળપણ ખુંચવાઈ રહ્યું છે. ભાંગી રહેલ સંયુક્ત કુટુંબ પ્રથા, સ્પર્ધાત્મક લાઈફ સ્ટાઈલ, ઓછી કમાણી, સ્પર્ધા-પરિક્ષામાં સહુથી ઉત્તમ દેખાવ કરવાનું માત-પિતાનું દબાણ, એવા તો કેટલાય મુદ્દા છે કે જે બાળકોને હતાશાની ગર્તામામ ધકેલી રહ્યા છે. બાળકોને માટે કાઉન્સેલિંગનો અભાવ પણ છે. સ્કુલના શિક્ષકોની પણ થોડી જવાબદારી છે.

  Like

  1. શ્રી નટવરભાઈ

   આપે બ્લોગની મુલાકાત લીધી અને પ્રતિભાવ પણ જણાવ્યો આભાર ! ફરીને મુલાકાત લેતા રહેશો અને પ્રતિભાવો પણ જણાવતા રહેશો તો મને ખૂબ જ ગમશે ! આવજો ! મળતા રહીશું !

   સ-સ્નેહ

   અરવિંદ

   Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s