રાહુલ ગાંધી સાંભળે !!!!! સોનીયા ગાંધી—— ગડકરી / મોહન ભાગવત વિચારે !!!!!

રાહુલ ગાંધી સાંભળે !!!!!
સોનીયા ગાંધી—— ગડકરી / મોહન ભાગવત વિચારે !!!!!

*** ઝારખંડમાં તાજેતરમાં થયેલી ચૂંટણીમાં કોઈ પણ પક્ષને સ્પષ્ટ બહુમતિ નહિ મળતાં સરકાર રચવાનું કોકડું ગુંચવાયું છે. આથી સમાચાર માધ્યમો દ્વારા જણાવ્યા પ્રમાણે બંને, કોંગ્રેસ અને ભાજપ -રાષ્ટ્રિય કક્ષાના -પક્ષો સીબુ સોરેન સાથે સરકાર રચવા તોડ-જોડ કરી શક્યતાઓ ચકાસી રહ્યા છે.

*** એ તો જગ જાહેર છે કે સીબું સોરેન અવલ્લ નંબરના ભ્રષ્ટાચારી અને ક્રીમીનલ પણ છે. જ્યારે કેન્દ્ર સરકારમાં પ્રધાન હતા ત્યારે અદાલતમાં હાજર ના થવા માટે ભાગી ગયેલા અને અદાલતે તેમના રહેઠાણના ઘર ઉપર નોટિસ લગાવવા હુકમ કરેલો. અને તે એબસ્કોંડીંગ( ભાગેડુ ) જાહેર કરાયેલા.

*** ઝારખંડ આવા સીબુ સોરેન અને મધુ કોડા જેવા ભ્રષ્ટાચારીઓ અને ક્રીમીનલોથી ખદબદી રહ્યું છે ત્યારે ખરા અર્થમાં જો આ બંને રાષ્ટ્રિય પક્ષોને દેશનું હિત હૈયે હોય તો કોઈ પણ ભોગે આવા તત્ત્વોને સત્તાથી દૂર રાખવા તમામ પ્રયત્નો હાથ ધરવા જોઈએ, નહિ કે તેમની સાથે મળી સંયુકત સરકાર રચવા ! જરૂર પડ્યે આ બંને પક્ષોએ પરિપક્વતા પણું દર્શાવી હાથ મીલાવવા જોઈએ અને( ભલે ઝારખંડ પૂરતી મર્યાદિત ) સંયુકત સરકાર રચી આવા તત્ત્વોને લપડાક મારી તપાસ કરી અંતિમ પરિણામ સુધી પહોંચાડી દેશને બચાવવાની ફરજ નિભાવવી જોઈએ.

*** આથી સમગ્ર દેશમાં ફેલાયેલા આવા ભ્ર્ષ્ટાચારીઓ અને ક્રીમીનલોને એક સ્પષ્ટ સકેત મળશે અને જન સમુદાય પણ બંને પક્ષોની વૈચારીક પરિપકવતાને એકી અવાજે વધાવી લેશે જેમાં મને કોઈ શંકા નથી.

*** બંને પક્ષોની પ્રતિષ્ઠા તો વધશે જ સાથે સાથે વિશ્વસનીયતા અને આવા ભ્રષ્ટ અને ક્રીમીનલોથી દેશના લોકોને રક્ષવા તરફ બંને પક્ષો પ્રતિબધ્ધ છે તેમ પણ સંદેશો મળી રહેશે !

*** રાહુલ ગાંધી ગડકરી અને મોહન ભાગવત યુવાનો છે અને કંઈક નવું દેશના સામાન્ય જનના હિતાર્થે કંઈક કરવા ધગશ ધરાવે છે તો હિમત પૂર્વક આવા પગલાં ભરવા આગળ આવી દેશને યોગ્ય નેતૃત્વ પૂરું પાડી જન સમુદાયના સામાન્ય હિત અને કલ્યાણ માટે એક નવા અભિગમ દ્વારા લોકોને સ્પષ્ટ સંદેશો પાઠવી, નવા શરૂ થઈ રહેલા 2010 ના વર્ષમાં એક નવી અનોખી શરૂઆત કરે તેવી અપેક્ષા અસ્થાને નહિ ગણાય !

*** સોનીયા ગાંધી— ગડકરી અને મોહન ભાગવત મતભેદો દફનાવી ( ઝારખંડ પૂરતા મર્યાદિત ) હિમત ભર્યું પગલું ઉઠાવી દેશને ભ્રષ્ટાચારીઓ અને ક્રિમીનલોથી બચાવી એક વિધાયક સંદેશો-સંકેત પાઠ્વો !

*** રાહુલ ગાંધી—- ગડકરી અને મોહન ભાગવત સાંભળો છો ???

Advertisements

3 comments

 1. ભાઈશ્રી

  ના મને બિલકુલ ભ્રમ નથી. મારો ઈરાદો આપ સૌ સાંભળો અને હાલના રાજકારણીઓથી કેમ છૂટકારો મેળવવો તે વિષે પૂરતી ગંભીરતાથી આવા યેન કેન પ્રકારેણ સત્તા મેલવવા કરાતા નાતરા રોકવા શું કરવું જોઈએ તે વિષે વિશદતાથી સર્વે વિચારે તેવો લોક મત કેળવવાનો એક નાનો એવો પ્રયાસ જ માત્ર હતો !
  આપ મારાં બ્લોગ ઉપર આવ્યા પ્રતિબાવ પણ જણાવ્યો માટે આભાર ! આવજો ! મળતા રહીશું !

  સ-સ્નેહ

  અરવિંદ

  Like

 2. શ્રી અરવિંદભાઈ
  તમારી હૈયાવરાળ ધગધગતી 100% સાચી છે. પરંતુ જ્યાં સુધી અંતરાઅત્માને સ્પર્શે નહિ ત્યાં સુધી સાંભળવાનું અને અમલ કરવાનું સ્વપ્ન જોઈએ ! રાજકારણીઓના પોતાના રાજકીય હિતોને કારણે આ પ્રકારના પગલાં લેવા આગળ આવે તેવી દેશ ભક્તિ અને નિર્ણયશક્તિની આશા ઝાંઝવાના જળસમાન છે ! જય હો !

  મધુકર માંકડ

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s