જન સમુદાયને આતંકવાદીના હુમલા થી ડરાવી રોજ રોજ ના મારો !!! ભલે ભાવ વધારો/ મોંઘવારી મારે !!!

જન સમુદાયને આતંકવાદીના હુમલા થી ડરાવી રોજ રોજ ના મારો !!! ભલે ભાવ વધારો/ મોંઘવારી મારે !!!

@@ 6, ડીસેમ્બર,, 2009ની દિવ્ય-ભાસ્કરની પૂર્તિમાં ગુજરાતી સાહિત્યના હાસ્ય લેખક શ્રી વિનોદ ભટ્ટે વડાપ્રધાનશ્રી મનમોહનસિંહને સંબોધી એક પત્ર લખેલ છે. શ્રીવિનોદ ભટ્ટ હાસ્ય અને વ્યંગકાર તરીકે આગવું સ્થાન ધરાવે છે પરિણામે આ પત્ર પણ કદાચ આપણાં સરદાર વ્યંગ ગણી હસવામાં કાઢી નાખશે તેવી મને દહેશત છે જ્યારે આ પત્ર તેના સીધા અર્થ સાથે જ સમજવો પડે તો જ તેમની મહેનત લેખે લાગશે !
@@ આ પત્રમાં જણાવ્યું છે કે આપ-વડા પ્રધાન્ અને ગૃહમંત્રી ચિદમ્બર બુલેટપ્રૂફ ગાડીમાં બેઠા બેઠા અને કમાંડોથી સતત રક્ષાયેલા, અમને આતંકવાદીઓ ગમે તે ક્ષણે, કોઈપણ શહેર પર ત્રાતકી શકે છે તેવી ચેતવણી આપ્યા કરો છો, અને છાસ વારે હાઈ એલર્ટ જાહેર કર્યા કરો છો અને અમને સતત ભયના ઓથાર નીચે જીવવાની ફરજ પાડતા રહો છો ! વગેરે …
@@ આ પત્ર લખતી વેળા શ્રી વિનોદ ભટ્ટ એક વાસ્તવિક વાત ભૂલી ગયા જણાય છે અને તેથી જ કદાચ ખોટી વ્યક્તિને પત્ર સંબોધાય ગયો હોવો જોઈએ ! વાસ્તવમાં વડાપ્રધાન તો કોઈ બીજું જ છે. આ સરદારજી તો માત્ર મહોરું છે. તેમને ક્યારેય લશ્કર કયાં લડી રહ્યું છે તેની જાણ હોય છે ખરી ? સંસદમાં જવાબો આપવાનું ટાળવા ચાલુ સંસદે અમેરિકા અને કોપનહેગનની મુલાકાતે જે જઈ શકે તે વડાપ્રધાન તો ના જ હોઈ શકે !
@@ ભલે બટાટા કીલોના રૂ! 40/- થાય કે ડુંગળીના રૂ!.50/- થાય ટમેટાં ભલે રૂ! 100/- થાય અરે દાળ કઠોળ ખાંડ તેલ દૂધ વગેરે જીવનની મૂળભુત જરૂરિયાતની ચીજ-વસ્તુઓ ના મળે કે અત્યંત મોંઘી થાય તુવેર દાળ રૂ!200/-ની કીલો અળદ દાળ રૂ! 150/- ચણા દાળ રૂ! 100/- મગ દાળ રૂ! 175/- થાય અને ઘંઉ ચોખા વગેરે નામળે તો પણ શું ? થઈ થઈ ને શું થવાનું છે ? જે આતંકવાદીઓ કરે છે તે જ અર્થાત અપમૃત્યુ !!
@@ માટે આપને અને આપના ગંહપ્રધાનને અમારી નમ્ર વિનંતિ છે કે અમને ભુખે મરવાનો કોઈ ગમ કે અફસોસ નહિ હોય પણ ભગવાનને ખાતર અમને રોજ રોજ આતંકવાદીઓના હુમલાનો ડર/ભય બતાવી માર્યા ના કરો ભાઈ સાબ !
@@ અમે તો આપને દેશનો વહિવટ ચલાવવા ચૂટી કાઢ્યા છે કોઈક તમને નબળા ગણે તો શું થયું ?? અમને જાણ છે કે આપ નબળા નથી પણ અબળાના છો !
@@ ફરીને અમારી નમ્ર વિંન્તિ છે કે આપ અને આપના ગૃહ મંત્રી મહેરબાની કરી આતંકવાદીઓના હુમલાથી ના બચાવી શકો તો માફ !!! પણ વારંવાર હાઈ એલર્ટ જાહેર કરી ડરાવવાનું બંધ કરો !
@@ આમેય આ ભાવ વધારા અને મોંઘવારીની ચક્કીમાં સામાન્ય જન સમુદાય પીસાઈ જ જવાનો છે તેઓને શાંતિથી મરવા દો ! ઈશ્વર આપનું કલ્યાણ કરશે ! અસ્તુ !

Advertisements

One comment

  1. શ્રી અરવિદભાઈ
    નેતાઓ અને મીડીયાનું કામ જ એ છે કે આપણું ધ્યાન અન્યત્ર દોરાય. પ્રજાનું કામ કરવાનું નહિ અને પાંચ વર્ષ ડરામણા નેતાઓને વામણા બનાવીને નવરા બનાવી દેવા મનોબળ મજબૂત કરવાનું છે !

    મધુકર માંકડ્

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s