ડેવીડ હેડલી અને રાણા — અમને ભારતને સોંપી દો !!!!!”

ડેવીડ હેડલી અને રાણા—26/11 ના મુબઈ હુમલાના માસ્ટર માંઈડ માંગી રહ્યા છે ખુદાની દુહાઈ – અમને ભારતને સોંપી દો !!!!!”

*** 26/11ના મુબઈ ઉપરના આતંકવાદી હુમલાની – હુમલા પહેલાની સ્લીપર યુનિટો તૈયાર કરવાની કામગીરી –હમણાં તાજેતરમાં જ અમેરીકાની એફબીઆઈએ ઝડપી લીધેલા ડેવીડ હેડલી અને ટી એમ રાણાએ બજાવેલી તેવું સમાચાર માધ્યમો ગાઈ-વગાડીને જણાવી રહ્યા છે.

*** આપણાં દેશના સત્તાધીશોએ આ બંનેની પૂછ્-પરછ કરવા દેવા એફબીઆઈને વિનંતિ કરેલ પણ આપણી માંગણી તેઓએ ઠુકરાવી દીધી અને આ ઉદેશ સાથે અમેરીકા મોક્લેલી સીબાઈની ટીમ ધોયેલ મૂળા જેવી પરત આવી ગઈ છે .હવે આપણે આ બંનેને પ્રત્યારોપણ ના કરાર મુજબ આપણને સોંપી આપવા માંગણી કરવા વિચારી રહ્યા હોવાનું જાણવા મળે છે.

*** આ દરમિયાન તાજા સમાચારો મુજબ અમેરીકી ન્યાયતંત્રએ આ બંનેની જામીન અરજી નકારી કાઢી છે અને બંનેને કેદમાં રાખવામાં આવ્યા છે. અમેરીકી તંત્ર ન્યાયકીય પ્રક્રિયામાં અત્યંત ઝડપી છે અને શક્ય છે કે બહુ જ ટૂકા સમયમાં આ બંને વિરૂધ્ધ ચુકાદો આવી જશે અને આજીવન કેદ / ફાંસીની સજા થવાની પૂરેપૂરી સંભાવના જણાય છે.

*** આ સમય દરમિયાન ડેવીડ હેડલી અને રાણાને આપણને સોંપીદેવા માટે આપણાં સત્તાધીશોએ માંગણી કરવા વિચારી રહ્યા હોવાનું જાણવા મળે છે. આ બંને ઉપર ચાર્જ-શીટ પણ દરાજ કરવામાં આવશે તેવા ખબર સમાચાર માધ્યમો જણાવી રહ્યા છે

*** આ બંને -હેડલી અને રાણા- પણ કદાચ મનોમન ઈચ્છી રહ્યા હશે અને ખુદાને પ્રાથના કરતા રહેતા હશે કે અમેરીકી ન્યાયતંત્ર ફેંસલો સુણાવી દે તે પહેલાં ભારત મોકલી આપવામાં આવે ! અને જીવતો નર ભદ્રા પામે તેવી ગુજરાતી કહેવત પ્રમાણે –અને આ દેશનું તો ન્યાયતંત્ર ગોકળગાયને પણ અપમાન લાગે તેટલી ધીમી ઝડપે ચાલનારું છે.- નીચલી અદાલતમાં જ 10 દસેક વર્ષ સહેલાઈથી નીકળી જાય ! પછી વડી અદાલતમાં બીજા 5-7 વર્ષ અને સર્વોચ્ચ અદાલતના બીજા 3-5 વર્ષ આરામથી પસાર થઈ શકે ! વળી કદાચિત ના કરે ને નારાયણ અને અદાલત ફાંસીની સજા ફરમાવે તો પણ આ દેશના સત્તાધીશોને ફાંસી દેવાની કોઈ ઉતાવળ હોતી નથી જે અફ્ઝલના કિસ્સાએ નિઃશંક પૂરવાર કરી દીધું છે ! તો

*** બીજી તરફ કસાબ કે જે આ બંનેનો ચેલો કે ચમચો હોવાની પૂરી સંભાવના રહે છે તેની પાછળ માત્ર 1 વર્ષના સમય દરમિયાન 31 એક્ત્રીસ કરોડ રુપિયા ખર્ચાઈ ચૂકયા છે ! અને આ બંને તો તેના ગુરૂઓ છે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન અશોક ચવાણના મતે તો આ બંને કસાબ કરતાં પણ વધુ અગત્ય/મહ્ત્વના શાક્ષી બની રહેવાની શક્યતા હોય તેની સલામતી માટે કસાબથી પણ વધારે સુરક્ષા ગોઠવવી રહે અને વધારે રકમ ખર્ચવી પડે ! અને તે માટે મુખ્ય પ્રધાનને કોઈ ગમ કે અફસોસ્ નથી ! સામાન્ય નાગરિકો ભલેને ફફડી ફફડીને જીવે અને બીનસલામતીથી પીડાયા કરે ! અને આવા આતંકવાદીઓના હુમલાથી મરતા પણ રહે !!

*** આ દેશના રાજકારણીઓ -સત્તાધીશો અને આવા આતંકવાદીઓની સલામતી માટે જ સુરક્ષાનું કવચ પૂરું પાડવા કમાંડો જેવા સુરક્ષા કર્મચારીઓને ભરતી કરવામાં આવતા જણાય છે ! અને સામાન્ય નાગરીકોને તો ભગવાન ભરોસે જ જીવવાનું રહે છે અને કરવેરા તો લોકો રાજકારણીઓ-સત્તાધાશો અને આતંકવાદીઓની સુરક્ષા અર્થે જ ભરતા રહે છે ને ?

*** સંભવ છે કે આતંકવાદીઓના આપણાં દેશમાં પથરાયેલા સ્લીપર યુનિટોના કર્તા-હર્તાઓ આપણાં દેશના સત્તાધીશ/ રાજકારણીઓ ઉપર આ બંને આતંકવાદીઓને અમેરીકી તંત્ર સજા ફરમાવે તે પહેલાં જ પ્રત્યાર્પણની સંધીની રૂએ આપણને સોંપી આપે તેવું દબાણ લાવી રહ્યા હોય તો તે માટે કોઈ આશ્ચ્રર્ય નહી થવું જોઈએ ! અને એ વાત તો દિવસના અજવાળા જેવી સાફ છે કે આ દેશમાં આ બંનેની સલામતીની /રક્ષાની ચીંતા સત્તાધીશો આ દેશના સામાન્ય જન સમુદાય કરતાં વધારે કરી રહ્યા છે અને જેના કારણોની તેમને જ ખબર છે !

*** આથી ડેવીડ હેડલી અને રાણા અલ્લાની દુઆ માંગી રહ્યા હોવાનું અનુમાન કરવાનું મન થાય છે. સંભવ છે કે બંને ખુદા પાસે માંગતા હશે કે હે ખુદા ! અમને અમેરીકીતંત્રના કબ્જામાંથી છોડાવી ભારત સરકારને સોંપી આપવામાં આવે કે જેથી અમેરીકી ન્યાયતંત્રની સજા કરવાની દયાહીન પધ્ધ્તિથી અમે બચી જઈએ અને માનવ અધિકારની રૂએ અમારી જિંદગી ભારત જેવા દેશમાં સલામત રીતે સત્તાધારીઓના રક્ષણ નીચે બસર કરી શકીએ ! ભારતમાં સુરક્ષા દળો સલામતી પૂરી પાડશે એટલું જ નહિ સરકારના ખર્ચે અદાલતમાં બચાવ કામગીરી માટે વકિલ પણ માનવતાને ધોરણે સરકાર રોકશે ! અને આવા ખર્ચને પહોંચી વળવા દેશના લોકો કરવેરા ભર્યા કરે !! મેરા ભારત મહાન !!

*** ઉપરાંત શક્ય છે કે આ આતંકવાદીઓ તેમની હુમલા કરવાની આત્મઘાતી પધ્ધ્તિને બદ્લે અને મોટા પાયા ઉપર હુમલા કર્યા પછી જીવતા જ પકડાઈ જવાની વ્યુહ રચના અપનાવે અને આવા કાર્યમાં જોડાયેલા આતંકવાદીઓને ફાંસી જેવી સજા કરવામાં આવે તો ગભરાઈ નહિ જવાની તાલિમ પણ આપવામાં આવશે અને એવો વિશ્વાસ રાખવા જણાવવામાં આવશે કે સરકાર જ તેમનું રક્ષણ કરશે અને કેદમાં પણ ક્સાબ અને અફ્ઝલની જેમ જે જોઈએ તે ખાવા-પીવા કે અન્ય સવલતો વગેરે બધું જ સરકારશ્રી તરફથી માગ્યા સાથે જ મળતું રહે ! મેરા ભારત મહાન !!!

Advertisements

13 comments

 1. શ્રી અરવિંદભાઈ
  ખુદા તેઓની દુઆ તરત માની લેશે. આપણે દયાળુ છીએ એક્-બે રાણા-હેડલીના રોટલા ભારે નહિ પડે ! કારણ આખું મંત્રી મંડળ ભારે નથી પડતું સરકાર ખમતી ધર છે !

  મધુકર માંકડ

  Like

 2. શ્રી ભજમનભાઈ
  આપની લાગણી સાથે હું સંપૂર્ણ સહમત છું પણ આ માત્ર મતનું જ રાજકારણ ખેલતા રાજકારણીઓ અને સત્તાધીશોને જ્યાં સુધી આ દેશનું યુવાધન સંગઠિત થઈ માત્ર દેશના જનસમુદાયનું હિત અને કલ્યાણ નજર સમક્ષ રાખી આગળ નહિ આવે ત્યાં સુધી આમ જ ચાલવાનું છે અને યુવા ધન આગળ આવે તેવા કમભાગ્યે કોઈ ચિન્હ આજે તો દેખાતા નથી. સંપૂર્ણ સમર્પિત અને નિસ્વાર્થ નેતાગીરીનો સમય કદાચ પૂરો થઈ ગયો હોય તેમ જણાય છે. ચો-તરફ લોકોમાં હતાશા અને નિરાશા જ જોવા મળે છે અને આ રાજકારણીઓ વિકાસના બણગા ફૂકે રાખે છે ! આતંકવાદીઓ અને અન્ય ગુંડાગીરી કરનારને સુરક્ષા પૂરી પડાય છે ! આ લોકો પાસેથી કોઈ આશા રાખવી તે મૂઈ માને ધાવવા જેવું છેં !
  આભાર ! ધન્યવાદ આપના પ્રતિભાવ માટે ! આવજો ! મળતા રહીશું !
  સ-સ્નેહ
  અરવિંદ

  Like

 3. સીધો ને સહેલો ઉપાય “A Wednesday” મૂવીની જેમ પતાવી દેવાના જે પકડાય એને. કોઇ ખર્ચો નહીં, પબ્લિક્ના પૈસા બચે અને આતંકવાદીઓમાં ડર પણ જામી જાય કે જો પકડાયા તો જીવતા નહીં બચીએ.

  Like

  1. ભાઈ શ્રી

   આપની વાત સાથે સહમત છું પણ આ સોંપશે કોણ ? આપને કોઈ મર્દ દેખાય છે ? તમામે તમામ રાજકારણીઓ/સત્તાધીશો નપાવટ અને નપુસંક છે એ બધાતો સાથે મળી તાબેટા વગાળે તમ છે !

   આવજો ! આભાર મુલાકાત માટે ! મળતા રહીશું !

   સ-સ્નેહ

   Like

 4. શ્રી અરવિંદભાઈ,
  આપની વાત તદ્દન સાચી છે.આ લોકોને ભારતમાં લાવવામાં આવે તો પત્યું.પછી તો આ લોકો જેલ માં બેઠા બેઠા આરામથી બોમ્બ ધડાકા કરાવી શકશે.જેલ માં ખુબજ સલામતી હોય.આરામ નો આરામ અને કામ નું કામ.આપણા દેશ ના જે ક્રિમિનલ્સ છે એ લોકોને જયારે સમા પક્ષ ના ક્રિમિનલ્સ તરફથી ખતરો ઉભો થાય એટલે ગમેતે બહાને જેલ માં જતા રહે.પોલીસ રક્ષાં કરે ને જેલમાં બેઠા બેઠા કામ ક્યાં નથી થતું.લતીફ ને પકડી લાવ્યા.પછી ખાસ અદાલત એક બંગલામાં બેસાડેલી.જે રોજ એક પછી એક કેસ માં એને નીર્દોશ છોડવા માંડેલી.એવા માં કેશુભાઈ ઘેર બેઠા ને શંકરસિંહ આવ્યા.લતીફે જેલમાં થી મોબાઈલ ફોન કરી એના બે વિરોધી મુસલમાન નેતાઓને જુહાપુરા માં મરાવી નાખ્યા.અને શંકરસિંહે એનો કાંટો કાઢી નાખ્યો.એણે કરોડો રૂપિયા કહેવાતા પ્રમાણિક પોલીસ અધિકારીને આપેલા અને એમાં સી.એમ પણ સંડોવાયેલા હતા,એવું લોકોનું કહેવું છે.જાહેર માં કશું ના આવે પણ પાપ તો છાપરે ચડી પોકારે.મોટાભાઈ હું રાજપૂત છું અને મારા તમામ સગાવહાલા મોટા ભાગે ગુજરાત પોલીસ માં છે.એક સામાન્ય કોન્સ્ટેબલ થી માંડી ઉચ્ચ અધિકારીઓમાં અમારા રાઓલો હોય છે.અને મને અંદરની વાતો આવી રીતે મળતી હતી.લતીફ ને આખો દિવસ એક પોલીસ સ્ટેશન થી બીજા માં ફેર્વેલો,લતીફ ને પણ ખબર પડી ગયેલી આજે મારા સો દિવસ પુરા થઇ ગયા છે.અનેસાંજે અંધારું થઈ સાબરમતી ના કોતરોમાં લઇ જઈ,લતીફ ભાગ્યો છે એવા સમાચાર વાયરલેસ થી વહેતા મૂકી ઠોકી દીધેલો.ગુજરાત પોલીસે આવાં તો ઘણા ટેરરીસ્ટો ને ઠોકી દીધા છે,પણ પ્રેસ વાળા એમને હીરો બનાવીદે છે.ઇશરત ના કેસ માં પણ આવું થયેલું.ડી.સી.પી વણજારા આવાજ બાહોશ અધિકારી હતા.એ જ્યાંસુધી એન્ટી ટેરરીસ્ટ વિભાગ ના વડા હતા ત્યાં સુધી સારું હતું.માનવા અધિકારવાળા અને પ્રેસવાળા ને લીધે આ બાહોશ અધિકારી અત્યારે જેલમાં છે.મુંબઈ પોલીસ ઇસરત ની પાછળ ૬ મહિનાથી વોચ કરતી હતી.અને આલોકો જયારે ગુજરાત આવવા નીકળ્યા ટેરર ફેલાવવા,ત્યારે મુંબઈ પોલીસ ની સુચના મળી ગઈ અને ગુજરાત પોલીસે આ લોકોને ઠોકી દીધા,એ પોલીસ ટીમ માં મારા એક રીલેટીવ પણ હતા.ઇસરત છોકરી હતી પ્રેસ વાળાઓએ એને હિરોઈન બનાવી દીધી.આ ટુનીયાંત નો શું અર્થ થાય?શ્રી ભજમન નાણાવટી એ વાપર્યોછે.એમનો રોષ પણ સાચોજ છે.

  Like

  1. ભાઈશ્રી ભુપેન્દ્રસિંહ
   આપના આક્રોશ સાથે મારો સૂર પૂરાવું છું ! આપે જે જણાવ્યું છે તે સાથે પણ હું સહમત છું સમાચાર માધ્ય્મોને તો સનસનાટી ફેલાવે તેવા સાચા કે ખોટા સમાચારમાં જ રસ હોય છે અને તેમાંય જો ગુજરાત વિરૂધ્ધ લખવાનુ મળી રહે તો તેઓને ઘી-કેળાંં મળ્યા જેટલો આનંદ થતો રહે છે ! જે આ દેશના અને આપણાં સૌના કમનસીબ છે ! યુવા ધનમાં દેશ પ્રેમ જાગે અને સંગઠિત થાય તો જ કંઈક નવું બની શકે નહિતો જે ચાલે છે તેમ જ ચાલ્યા કરવાનું અને આપણાં જેવા સંવેદનશીલ નાગરિકો એ અરૂણ્ય રૂદન કરવાનું રહે ! ખેર ! આવજો ! મળતા રહશું !
   સ-સ્નેહ
   અરવિંદ

   Like

  1. શ્રી સુરેશભાઈ

   આભાર ! આપે મારા વિચાર સાથે સૂર પૂરાવ્યો પરંતુ આવો જ સૂર મોટા ભાગના લોકો અહિ ધરાવે છે કે જો ભૂલે ચુકે આ લોકોને અહિ લાવવામાં આવ્યા તો તેઓને તો લોકોના કરવેરાના પૈસાથી જલસા જ કરવા મળશે ! એક વાત તો નિશ્ચિત છે કે જ્યાં સુધી આ રાજકારણીઓ/સત્તાધીશોના કોઈ નજીકના સગા આતંકવાદીઓના નિશાન નહિ બને ત્યાં સુધી તેઓને દુઃખ શું કહેવાય તેની સમજ નહિ ઉગે ! બિલકૂલ સંવેદનહીન બની ગયા છે આ સત્તાધારીઓ ! ખેર !

   આવજો ! મળતા રહીશું !

   સ-સ્નેહ

   અરવિંદ

   Like

  1. ભાઈ પંકજ
   મારા બ્લોગની મુલાકાત લીધી આભાર ! આપની વાત સાચી છે પરંતુ કમભાગ્યે કોઈ એવો દેશને અને દેશના લોકોને સમર્પીત નેતા ક્ષિતિજ સુધી નજર દોડાવતાં પણ દેખાતો નથી અને તેથી જ કદાચ સ્વતંત્રતાના આંદોલનમાં ગાંધીજી જોડે જોડાયેલા જે કોઈ આજે જીવીત છે તે એવુ6 કહેતા રહે છે કે આના કરતાં તો રાજા શાહી સારી હતી ! ઉપરાંત કમભાગ્યે ગાંધીજી અને તે પહેલાંના સાધુ-સંતોએ પણ લોકોને અહિંસાના પાઠ એટલી હદે ભણાવ્યા છે કે કોઈનું લોહી ગરમ થતું નથી. અને આ અધમ પ્રકારના રાજકારણીઓને લોકોને/દેશને લૂંટવાનો પરવાનો મળી ગયો છે ! ખેર !
   આવજો ! મળતા રહીશું !

   સ-સ્નેહ
   અરવિંદ

   Like

 5. આપનું અનુમાન તદ્દન બરાબર છે. આ દેશના સ્વાર્થી, ટુણિયાત નેતાઓ પોતાની મેલી રમતમાં ગમે તે હદે જઇ શકે છે.સુપ્રીમ કોર્ટે ફાંસીની સજા કાયમ કરેલા આતંકવાદીને લટકાવતાં જીવ નથી ચાલતો. હાય ! મુસ્લીમ મતો !લાલુ, સોરેન, કોડા અને માયાવતી જેવા ભ્રષ્ટ નેતાઓને જાહેરમાં ફાંસી આપવી જોઇએ.તેઓએ ભારતની લોકશાહી સાથે અનાચાર કર્યો છે, પ્રજા સાથે છેતરપીંડી કરી છે. ભલે રાજાશાહીને તિલાંજલી આપી પરન્તુ ગુલામી મનોદશા ધરાવતા આ નેતાઓ વારસાગત વડાપ્રધાન પદના આગ્રહી છે.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s