પટેલ—પાટીદાર ( કડવા ) સમાજનો સ્તુત્ય અને અનુકરણીય સમારંભ્-મહોત્સવ સમગ્ર સમાજને ધન્યવાદ !!!

“પટેલ—પાટીદાર ( કડવા ) સમાજનો સ્તુત્ય અને અનુકરણીય સમારંભ્-મહોત્સવ સમગ્ર સમાજને ધન્યવાદ !!!”

28 નવેમ્બર 2009 થી 2 ડીસેમ્બર 2009 દરમિયાન ઊંઝા ( ગુજરાત ) ખાતે મા ઉમિયાજીની ઐતિહાસિક 18મી શતાબ્દી રજત જયંતી મહોત્સવનુ આયોજન પાટીદાર ( કડવા ) લોકોએ કરેલું જેમા-પાટીદાર સમાજના અગ્રણીઓ-દાતાઓ ઉપરાંત સમ્રગ દેશમાંથી અને વિદેશોમાંથી પણ પાટીદારો ઉમટી પડ્યા હતા. એક અંદાજ પ્રમાણે 10 થી 15 લાખ લોકોની હાજરી નોંધાયેલી.
@@@ આ મહોત્સવને અદભૂત સફળતા અપાવવા પાટીદાર સમાજે સખત મહેનત કરી આયોજન કરેલું તે કાબીલે દાદ હતું. 14000 થી પણ વધારે અને જેમાં 3000થી પણ વધુ યુવતીઓએ સ્વયંસેવકો તરીકે એક મહિનાથી પણ વધારે સમયથી ખડે પગે રહી સેવાઓ પ્રદાન કરેલી. આ મહોત્સવની કેટલીક માહિતી—

@@@ પાટીદાર સમાજ તેમના પ્રગતિશીલ વિચારો અને સમજ માટે જાણીતો છે. 21મી સદીમાં આવી રહેલા પરિવર્તનને તે દીર્ઘ દ્રષ્ટીથી અગાઉથી જોઈ સમજી શકે છે અને તે પરિવર્તનને ધ્યાનમાં રાખી પોતાના સમાજને તે રીતે કટિ બધ્ધ કરતો રહે છે. કેટલાક પ્રગતિશીલ સમાજની ઝાંખી કરાવતા સંકલ્પો—–
@@@ ભ્રણ હત્યા નહિ કરવા સુરતમાં મળેલા સમારંભમાં પહેલ કરી સમાજે સંકલ્પ કરી/કરાવી સમગ્ર દેશના લોકોને સંદેશો પાઠવ્યો છે.

@@@ સમયની પા-બંધી – કોઈપણ પ્રસંગે નિશ્ચિત કરેલો સમય જાળવવો તે આ સમાજની એક આગવી ઓળખ બની રહી છે અને આવનાર પણ સમયનું ચુસ્ત રીતે જ પાલન કરી આવતા રહે છે અન્યથા તેમને જાણ હોય છે કે સમય સર નહિ પહોંચોતો પ્રસંગ પૂરો થઈ જ ગયો હશે !

@@@ સમૂહ લગ્નો— લગ્નમાં થતો બે હદ ખર્ચ અટકાવવા આ સમાજના સંપત્તિ અને સમૃધ્ધિ ધરાવતા લોકો પણ સમૂહ લગ્નમાં પોતાના પૂત્ર/પૂત્રીના લગ્ન કરાવી સમાજને સમાનતાનો સંદેશો પાઠવે છે.

@@@ આ મહોત્સવ દરમિયાન 60000 સાઠ હજારથી પણ વધુ લોકોએ ગ્રીન ગુજરાત સહિત અનેક સંકલ્પ પત્રો ઉપર સહીઓ કરી સંકલ્પબધ્ધ થયા જેવા કે વૃક્ષારોપણ કરવું – પાણી વેડફ્યા વગર વાપરવું- પાણીની બચત કરવી-પ્લાસ્ટીકનો વિરોધ કરવો અને વાપરવા ઉપર પાબંધી માટે પ્રયાસો કરવા.
@@@ વૃક્ષારોપણ માટે આ મહોત્સવ દરમિયાન આવેલા લોકોને છ લાખ જેટલા રોપાઓ પ્રસાદી તરીકે અપાયા અને તેનું જતન કરી ઉછેરવા માટે પ્રતિજ્ઞા પત્ર ઉપર સહી કરાવી વિતરણ કરાયું.
@@@ જમણ દરમિયાન પ્લેટમાં વધુ વાનગી પીરસી બગાડ કરતા તત્વોને રોકવા જે કોઈની પ્લેટમાં વાનગી પડતી મૂકી બગાડ કરતો હોય તેવી વ્યક્તિઓનો રુ! 25/- દંડ કરવાનો ઠરાવ કરાયો અને અજીઠી પ્લેટ જ્યાં ડ્સ્ટ બીન પ્લેટ એકઠી કરવા રાખેલ હશે ત્યાં સ્વંયસેવકો ઉભા રહેશે અને આવી વ્યક્તિઓ પાસેથી તુરતા તુરત રુ! 25/- દંડ વસુલી પહોંચ ફાડી દેશે !
@@@ 10 થી 15 લાખ માનવ મહેરામણને કારણે પડતો 250 ટન જેટલો કચરો નગરપાલિકાની મદદથી 1000 કામદારો દ્વારા નિકાલ થઈ રહ્યો છે. દરરોજ નીકળતા 10 લાખ લીટર ગંદા પાણીને બે હંગામી પમ્પીંગ સ્ટેશનોની મદદથી સિંચાઈ તરફ વાળવામાં આવ્યું છે.
@@@ દાનમાં મળેલ કરોડો રુપિયાની રકમ ઉમિયા માતાજી સંસ્થાનની મદદથી સોલા કેમ્પસ બનાવવા-છાત્રાલય બનાવવા ઉપરાંત સમાજના કચડાયેલા વર્ગોના પ્રોત્સાહન માટે ઉપયોગમાં લેવાનું નક્કી કરેલ છે. ઉમીયા માતાજીનું મંદિર ઉપરાંત ઉમિયા યુનિવરસીટી બનાવવા દાનની રકમ વાપરવામાં આવશે. આ મહોત્સવ દરમિયાન અંદાજે 24 કરોડ રુપિયાથી વધારે દાન એકત્ર થયું છે.
@@@ ઉપરોક્ત તમામ સંકલ્પો અને નિર્ણયો માત્ર ઉદાહરણીય જ નથી અનુકરણીય પણ છે. અન્ય જ્ઞાતિઓએ ધડો લેવા જેવા અને સ્વીકારવા જેવા ખાસ કરીને ઉચ્ચવર્ગની જ્ઞાતિ હોવાનો દાવો કરતી અને જે અસંખ્ય વાડાઓમાં માત્ર વ્યક્તિગત અહમના ટકરાવ ને કારણે અને નજીવા વાદ વિવાદને કારણે વિભાજીત થયા જ કરે છે તે સૌએ ફેર વિચારણા કરી એકતા સ્થાપવાની સમયની માંગને સમજવાની આવશ્યકતા ક્યારે ય નહિ હતી તેવી આજે છે .સમય સાથે તાલ મીલાવી પરિવર્તન નહિ સ્વીકારનાર કાળની ગર્તામાં વિલિન થઈ જાય છે અને કોઈ તેની નોંધ પણ લેતું નથી.
@@@ પટેલ પાટીદાર સમાજને તેમના પ્રગતિશીલ અને પરિવર્તન સમય પહેલાં જ પારખી સ્વીકારનાર સમગ્ર સમાજના હિત અને કલ્યાણ માટે સતત પ્રવૃતિમય રહી સમાજને સાચી ટ્રેક ઉપર દોરી જવા સમાજના મોભી એવા અગ્રણીઓને ખૂબ ખૂબ ધન્યવાદ !!!!

@@@ અંતમાં એક નાનું એવું સુચન કરવાની લાલચ થાય છે. પાટીદાર સમાજે અનેક અનુકરણિય સંકલ્પોં કર્યા છે તેની સાથે જો—
( 1 ) જે કોઈ વ્યક્તિ પાટીદાર સમાજની ખાધ્ય કે પેયના ઉધ્યોગમાં પ્રવૃત હોય તે કોઈ પણ સંજોગોમાં આ ખાધ્ય કે પેય ચીજ-વસ્તુમાં કોઈ પ્રકારની ભેળ્-સેળ નહિ કરે અને તોલ-માપમાં પણ છેતરપીંડી નહિ કરે !!! ( 2 ) કોઈ પણ જગ્યાએ –પોતાના ઘર સહિત ક્યાંય પાણીનો કોઈ બગાડ નહિ કરે અને કરતાં હશે તેમને સમજાવી બગાડ અટકાવવા પ્રયત્ંશીલ રહેશે. પોતાની ગંદકી બાજુમાં-પડોશમાં ઠાલવી પોતાનું આંગણું સાફ નહિ રાખે ! પાન કે ગુટકા ખાઈ ગમે ત્યાં રસ્તા ઉપર કે કોઈપણ જ્ગ્યાએ પીચકારીઓ નહિ મારે !! અર્થાત કોઈ પ્રકારની ગંદકી કરશે નહિ અને ગંદકી થતી અટકાવવા સક્રિય રીતે સહયોગ આપશે !!! (
( 3 ) સગીર બાળકને વાહન ચલાવવા આપશે નહિ કે લાયસંસ વગર પુખ્ત વયના બાળકોને પણ વાહન ચલાવવા રજા નહિ આપે ! પુખ્ત વયના અને લાયસ્નસ ધરાવનારા બાળકો પણ વાહન-વ્યવ્હારના નિયમોનું પાલન કરતા રહેશે. આ સંકલ્પતો પુખ્તવયના તમામ યુવાનો/યુવતીઓ પાસેથી વ્યક્તિગત લઈ શકાય !!!
@@@ ઉપરોક્ત દર્શાવેલ ત્રણ સંકલ્પો અન્ય સંકલ્પો સાથે જોડી દેવામાં આવે અને અમલી બનાવવાની નિષ્ઠા પૂર્વક હાકલ કરવામાં અવે તો સોનામાં સુગંધ મલ્યા જેવું થાય અને આ પાટીદાર સમાજ વાસ્તવમાં સમાજના અન્ય ભાગ માટે ખરા અર્થમાં મશાલચી બની રહેશે !!

@@@ અંતમાં ફરી ફરી ધન્યવાદ અને સાથે અહિ કરેલા સુચનો વિષે ગંભીરતાથી વિચારવા વિંનતિ !!! અસ્તુ !

Advertisements

14 comments

  1. આપની વાત સાથે સંપૂર્ણ સહમત છું. સાથોસાથ એક બીજું સૂચન પણ ધ્યાને લેવા જેવું છે. બાળકો જો કોમ્પ્યુટર વાપરતા હોય તો તે ઘરમાં એવી જ્ગ્યાએ ગોઠવવું જોઈએ કે જ્યાં પરિવારના સભ્યોની અવર જવર રહેતી હોય કે જેથી આપોઆપ બિભત્સ સાઈટ જોવા ઉપર અંકુશ બની રહે !

   Like

 1. Overconfidence ” vadu padato atmavishvash” manas ne kyarek pachad rakhi deto hoy chhe , Patidar samaj vicharshil, pragatishil, samruddha samaj che , parantu aa sathe tema rahela avguno nu pan mulyankan thavu joie jethi tena par vichri sakay ane matra ne matra highlight thi j nahi baha factor no vichar kari samaj ni unnati sadhi sakay

  Like

  1. ભાઈશ્રી સુનીલ
   આપનો આભાર અને પ્રતિભાવ માટે પણ ! આપના પ્રતિભાવ ઉપરથી આપને મારા વિષે કંઈક ગેર સમજ થઈ હોય તેવુ જણાય છે મને કહેવાદો કે હું પટેલ નથી પરંતુ જે કોઈ સમાજ તેના જ્ઞાતિ કે સમાજ માટે સાચી દિશાના પગલાં ભરે તો તેવા કૃત્યોને બીરદાવા જોઈએ તેમ માનું છું અને જે કોઈ સમજ કે જ્ઞાતિ આવા પ્રગતિશીલ સુધારા કરે અને મને જાણ થાય તો તે વિષે મારાં બ્લોગ ઉપર અચુક ઉલ્લેખ કરી તેમને બીરદાવતો રહું છું . દરેક સમાજની કોઈક ને કોઈક મર્યાદાઓ તો હોય જ છે પણ તેથી સારા પગલાને ના બીરદાવવા તેવા મતનો હું નથી. દરેક સમાજ પોતાની રીતે પોતાની મર્યાદાઓ જાણી સુધાર કરતો જ રહેતો હશે તે વિષે જાણ્યા વગર કોઈ ટીકા કરવી અયોગ્ય ગણાય ! ખેર ! આવજો ! મળતા રહીશું !
   સ-સ્નેહ
   અરવિંદ

   Like

 2. શ્રી અરવિંદ ભાઈ
  આમ તો ઘણો મોડો પ્રતીભાવ આપુ છું હુ પોતે કડવા પાટીદાર સમાજમાં નોજ છુ અમારા સમાજે જે પ્રગતી કરી છે તે કાબિલેદાદ છે. એના જેવી કદાચ કોઇ સમાજે પ્રગતી કરી નથી. અને એનુ કારણ અમને વારસામાં મળેલી સખત મહેનત છે. પરંતુ સિક્કાની બીજી બાજુ જોઇએ તો અમારા સમાજ માં ઘરેલુ ઝગડા નુ પ્રમાણ પણ અમારી પ્રગતી જેટલું જ ઉંચુ છે. કદાચ અમુક વિસ્તાર માં ઓછુ હશે પરંતુ સરેરાશ બીજી જ્ઞાતી કરતા તો વધારેજ છે. અને એનુ કારણ છે વધારે પડતી સુખ સાહ્બી.

  Like

  1. ભાઈશ્રી શૈલેશ

   આપે મારા બ્લોગની મુલાકાત લીધી ને પ્રતિભાવ જણાવ્યો આભાર ! ભાઈ ઘરેલુ કંકાસ તો દરેકના પરિવારમાં નાના-મોટા સ્વરૂપે રહેતો જ હશે તેમ છતાં આપના પટેલ સમાજ જે રીતે આવનારા સમયને સમજી સમજ પૂર્વક પ્રગતિશીલ નિર્ણયો કરે છે અને અમલમાં પણ મૂકાવે છે તે સમગ્ર પટેલ સમાજ માટે કાબિલે દાદ છે. કહેવાતો ઉચ્ચવર્ણ આજે ઘણો જ પછાત રહી ગયો છે અને આવનારા સમયની રૂખ પણ કદાચ સમજવમાં નિષ્ફળ ગયો છે અને જૂના-પુરાના રીત-રિવાજોમાં જ રચ્યો-પચ્યો રહી દિન પ્રતિદિન વધુ અને વધુ પછાત બની રહ્યો છે ત્યારે મને તો ઘણી વાર ડર લાગે છે કે આવનારા સમયમાં આ કહેવાતા ઉચ્ચવર્ણને સરકાર પાસે અનામત માંગવાના દિવસો આવશે !
   આવજો ! મળતા રહીશું !

   સ-સ્નેહ

   અરવિંદ

   Like

 3. ભાઈશ્રી અરવિંદભાઈ

  તમારો આ લેખ ઘણો જ સુંદર છે. પાટીદાર સમાજના નેતાઓ અને યુવાનોમાં ખરી એકતા છે અને નવું વિચારે છે. સમયના પાલન કર્તા છે.ગુજરાતની પ્રગતિ તેઓના પરિશ્રમ્ને આભારી છે ! જય કિસાન !!!

  મધુકર માંકડ

  Like

 4. સમય સાથે તાલ મીલાવી પરિવર્તન નહિ સ્વીકારનાર કાળની ગર્તામાં વિલિન થઈ જાય છે
  …very essential shrIi Aravindbhai
  પાન કે ગુટકા ખાઈ ગમે ત્યાં રસ્તા ઉપર કે કોઈપણ જ્ગ્યાએ પીચકારીઓ નહિ મારે !! અર્થાત કોઈ પ્રકારની ગંદકી કરશે નહિ અને ગંદકી થતી અટકાવવા સક્રિય રીતે સહયોગ આપશે !!!

  Abhinandan to Kadva Patidar Samaj of Gujarat .
  Ramesh Patel(Aakashdeep)

  Like

  1. શ્રી રમેશભાઈ
   આપે મારાં બ્લોગની મુલાકાત લીધી આભાર ! આપના પ્રતિભાવ માટે પણ આભાર ! નાગરિકોની આદતો આ આપણને ગમે કે ના ગમે તો પણ આવા પ્રગતિશીલ જ્ઞાતિઓ આદેશ આપતી થાય અને વધારામાં ધાર્મિક વડાઓ-વ્યાખ્યાન કે જ્ઞાન વાર્તા કરતા સાધુ-સંતો કે ગુરૂઓ આવી ગંદકી દૂર કરવાની ઝુંબશ શરૂ કરે અને પ્રવચન કે વ્યાખ્યાન સમયે શ્રોતાઓને ગંદકી નહિ કરવાના સંકલ્પ લેવડાવે તો ઘણું કામ થાય પણ તેઓ કોઈ આવી પહેલ કરશે ખરા ? મેં આ વિષે અમારા સ્થાનિક સાધુ-સંતો અને આશ્રમના વડાઓને વ્યક્તિગત નામ જોગ પત્રો લખ્યા છે પણ મને કહેવાદો કે કોઈ તરફથી આજ સુધી પ્રત્યુત્ત્રર મળવામાં નથી. બહારગામ પણ પત્રો મોક્લ્યા છે જેવા કે મોરારી બાપૂ રમેશ ઓઝા સ્વામી સચ્ચિદાનંદ વગેરે અને અપવાદ રૂપે સ્વામી સચ્ચિદાનંદજી તરફ થી જવાબ મળ્યો છે. બાકી તો આપણે સૌ ગંદ્કીથી એટલી હદે ટેવાઈ ગયા છીએ કે અમુક પ્રકારની ગંદકી આપણને ગંદકી લાગતી જ નથી ! ખેર ! ફરીને આભાર ! મળતા રહીશું !

   સ-સ્નેહ

   અરવિ6દ

   Like

 5. સંગઠન્માં અમોઘ શક્તિ ભરેલી છે. ભલે જ્ઞાતિના નેજા નીચે, પરંતુ સમાજ ઉપયોગી અને જૂની નકામી રૂઢીના બંધનોને તોડતા સુધારાઓ લાવવા એ ખૂબ જ પ્રશંસનીય કાર્ય છે. સમૂહ ભોજનમાં અક્ષમ્ય બગાડ થતો હોય છે. આ બાબતમાં જૈનોનો થાળીમાં એંઠું ન છોડવાનો રિવાજ સહુએ અપનાવવા જેવો છે.ડ્ન્યાતિના કાર્યકરો અને હોદ્દેદારોને અભિનંદન.

  Like

  1. શ્રી ભજમન ભાઈ
   આપના સાથે હું સહમત છું અને તે આપ મારા રમેશ પટેલના પ્રતિભાવ ના જવાબમાં જોઈ શક્શો ! ગંદકી ખત્મ કરી સફાઈ તરફ લોકોને કેળવવા પ્રગતિશીલ જ્ઞાતિઓએ પહેલ કરવી જ રહી અને તે માટે સાધુ-સંતો અને ગુરૂઓએ પણ આદેશ આપવા રહ્યા ! માત્ર વ્યાખ્યાન જ નહિ પણ આદેશાત્મક સંકલ્પ કરાવા રહ્યા ! પણ આ લોકો આવું કરશે ખરા ?
   આપનો આભાર ! મળતા રહીશું !
   સ-સ્નેહ
   અરવિંદ

   Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s