મુંબઈ કોની/ કોનું ?????

મુંબઈ કોની/ કોનું ?????

### આજનું મુંબઈ, અર્થાત આ ટાપુ, પાષાણયુગથી વસવાટ ધરાવતો હતો .હેપ્ટાનેશિયા ( platony ) અર્થાત સાત ટાપુઓનું ઝ્મખું તરીકે ઓળખવામાં આવતો હતો. ભારતીય શકો-પશ્ચિમિ સતરાય્શ અને સતવાહન વચ્ચે મુંબઈના અંકુશને લઈને વિવાદ થયેલો. સિતહાશવંશે ઈ.સ્ 1343 સુધી-જ્યાં સુધી આ ટાપુઓને ગુજરાત સાથે જોડવામાં ન આવ્યા ત્યાં સુધી રાજ કર્યું. એલફિંટાની ગુફાઓ અને વાલકેશ્વર મંદિર આ યુગ દરમિયાન બંધાયા હતા.

### 1543માં પોર્ટુગીઝોએ આ ટાપુઓનો કબ્જો ગુજરાતના બહાદુરશાહ પાસેથી લઈ લીધો. 1661માં પોર્ટુગીઝોએ આ ટાપુઓનો કબ્જો ઈંગ્લેંડના ચાર્લ્સ બીજાને લગ્નમાં દહેજ તરીકે આપ્યો. 1669માં બ્રિટિશ ઈંડિયા કંપનીને વાર્ષિક 10 પાઉંડને ભાડે લીઝ ઉપર આપવામાં આવ્યા. 1687માં બ્રિટિશ ઈંડિયાએ તેનું વડુ મથક સુરતથી બદલી મુંબઈ લાવી દીધું. ક્રમે ક્રમે તે વખતની બોમ્બે પ્રેસીડેંસીનું વડું મથક આ બોમ્બે બની ગયું.

### 1817માં આ દ્વીપ સમૂહના એકબીજા ટાપુને ભેળવી દેવામાં આવ્યા. 1853માં ભારતની પ્રથમ રેલ્વે લાઈન અહિ નાખવામાં આવી.

### 1906માં મુંબઈની વસ્તી 10 લાખને આંબી ગઈ. અરેબિયન સમુદ્રમાં બોમ્બે એક મહાબંદર બન્યું. અને વસ્તીમાં તે દેશનું કલક્ત્તા પછીનું બીજું શહેર બની ગયું. 1996માં બોમ્બેને બદ્લે મુંબઈ નામકરણ થયું. કાળક્ર્મે મુબઈ આપણાં દેશનું સૌથી મોટું શહેર બની ગયુ છે. દેશની આર્થિક રાજધાનીનું લાડકું નામ અને મોભો મેળવ્યો છે. આવકવેરાની આવક દેશના 40% થી પણ વધારે થવા જાય છે. કસ્ટમ ડ્યુટી 60% આબકારી ( એકસાઈઝ ) કર 20% વિદેશ વેપાર કોર્પોરેટ ટેક્ષ 40% થવા જાય છે.

### મુંબઈમાં હિન્દુ 35% મુસ્લીમ 19% બૌધ્ધ 5% જૈન 4% ખ્રિસ્તી અને પારસી પણ મોટી સંખ્યામાં વસે છે. વસ્તીનું વર્ગીકરણ કરતાં મહારાષ્ટ્રીયન 51%, ગુજરાતી 23%, ઉત્તરભારતીયો 17%, તમિળો 3%, સીન્ધી 3% અને અન્ય પ્રદેશમાંથી વિવિધ લોકો આવી વસ્યા છે. જે વિવિધ પ્રકારની સંસ્કૃતિનું મિશ્રણ દેખી શકાય છે. વિદેશી નાગરિકો પણ મોટી સંખ્યામાં વસી ગયા છે.

### વિવિધ ભાષાઓ જાણતા લોકોની સારી એવી સંખ્યા છે. મુખ્ય ભાષા મરાઠી-હિન્દી-ગુજરાતી અને અંગ્રેજી છે.

### મુંબઈના 54% લોકોથી પણ વધારે લોકો ઝુંપડ પટ્ટીમાં રહે છે. જે એશિયાની બીજા નંબરની ઝુંપડપટ્ટી ધારાવી મધ્ય મુંબઈમાં આવેલી છે-અને જેમાં આઠ લાખ લોકોથી પણ વધુ લોકો રહે છે. આ કહેવાતા મહારાષ્ટ્ર્રીયનના ઉધ્ધારકોએ ક્યારેય ઝુંપડ પટ્ટીમાં વસનારા લોકોને સારા રહેઠાણ અપાવવા માટે કોઈ આંદોલન છેડયા હોય તેવું જાણ્યું નથી ! પોતે બંને કાકો/ભત્રીજો લોકોના ભોગે આલીશાન બંગલાઓમાં તમામ પ્રકારની જાહોજલાલી સાથે જીવી રહ્યા છે !

### આ ઉપરાંત મુંબઈમાં અનેક કોરપોરેશન- સ્ટેટ બેંક ઓફ ઈંડિયા-એલઆઈસી-તાતાજુથ્-ગોદરેજજુથ -રીલાયંસ-ફોર્ટ્યુન ગ્લોબેલમાં સ્થાન ધરાવતી અનેક કંપનીઓ મુંબઈમાં સ્થિત છે. વિવિધ પ્રકારના અનેક ઉધ્યોગો સારા પ્રમાણમાં વિકસ્યા છે. ભારતના મોટા ભાગના તમામ ઉધ્યોગ અને વ્યવસાયની મુખ્ય કચેરીઓ અને રજીસ્ટર્ડ ઓફિસો મુંબઈમાં સ્થિત થયેલ છે. આ ઉપરાંત જથ્થાબંધ તથા છૂટક વ્યાપારીઓ સમ્રગ મુંબઈમાં પથરાયેલા છે. વળી મુંબઈ કુદરતી બંદરનું બારું હોઈ વિદેશ સાથેનો નિકાસ અને આયાતનો વેપાર મોટાભાગે અહિ થી જ થાય છે.

### મુંબઈ પચરંગી અર્થાત મેટ્રોપોલીટન શહેર બન્યું છે. અને તેની એક વિશિષ્ટ અને આગવી ગ્લેમર-આકર્ષણ-પેદા કરી શક્યું છે. આ ગ્લેમર કોણે પેદા કરી ? મુંબઈને પચરંગી કોણે બનાવ્યું ? મુંબઈના વિકાસનું મુખ્ય અને મહત્ત્વનું કારણ ત્યાં પથરાયેલા મોટા-મોટા ઉધ્યોગો અને જથ્થાબંધ અને છૂટક વ્યાપાર ધંધાને આભારી ગણી શકાય !

### મુંબઈ સ્થિત ઉધ્યોગો અને વ્યાપાર ધંધામાં સંકળાયેલા સમુદાયનું વિશ્લેષણ કરવામાં આવે તો માલુમ પડશે કે મોટા ભાગના ઉધ્યોગ પતિઓ કે વ્યાપાર અને ધંધામાં જોતરાયેલા વ્યાપારીઓ ગુજરાતી-પારસી-કચ્છી-મારવાડી અને સીંધીનો પ્રભાવ જણાશે !

### મહારાષ્ટ્રીયન કે મરાઠા અલબત્ત સરકારી-અર્ધસરકારી કચેરીઓ-કોરપોરેશન તથા ખાનગી ઉધ્યોગો કે વ્યાપાર ધંધામાં નોકરી કરતા જણાશે ! કોઈ પણ નાના-મોટા ઉધ્યોગો કે વ્યાપાર ધંધામાં મહત્ત્વ કે અગત્યના હોદાઓ ઉપર આ લોકોની નહિવત સંખ્યા જણાશે !

### મુંબઈનો પૂર્વ ઈતિહાસ નિઃશંક રીતે પુરવાર કરે છે, કે મુંબઈને, મુંબઈ તરીકેનો મોભો કે દરજ્જો કે પ્રતિભા અપાવવામાં બાલ ઠાકરે કે રાજ ઠાકરે જેવા ટૂકી બુધ્ધિના અને સ્વાર્થ લોલુપ, અંગત હિત માટે, રાજકારણ ખેલતા કોઈ નેતાઓનો કોઈ પ્રકારનો ફાળો કે યોગદાન ક્યારે ય નહિ હતું.. આજ જયારે મુંબઈ મરાઠી માનુસનું કહેનારા અને નારા લગાડનારા આવા અત્યંત ટૂકી બુધ્ધિના કાકો/ભત્રિજો અધમ કક્ષાની નીતિઓ અમલમાં મૂકી, મુબઈના પચરંગી મોભાને ક્યારે ય ના પુરી શકાય તેવું નુકશાન કરવા જઈ રહ્યા છે, અને આવું માત્ર પોતાના અંગત સ્વાર્થ અને રાજ્કીય મહત્વાકાંક્ષા પોષવા કરી રહ્યા છે, અને જે ને માટે નિર્દોષ મરાઠા કે મહારાષ્ટ્રીયનોનું ઉપરાંત અન્ય રાજ્યનાલોકોનું અવાર નવાર તોફાનો કરાવી ખૂન વહેવડાવી રહ્યા છે. તેવા આ કાકા અને ભત્રિજાને સતાધારી પક્ષ કોંગ્રેસ અને એનસીપી સ્પૂન ફીડીગ કરાવી ઉછેરી રહ્યા છે તે આ દેશની કમનસીબી છે !

### આવા અધમ કક્ષાના તમામ રાજકારણીઓથી તમામ રાજ્યના લોકોએ ચેતવાની જરૂર છે. અત્યંત સંકુચિત અને ટૂંકી દ્રષ્ટિવાળા આ કાકા/ભત્રીજાએ ક્યારે ય એ વિચાર્યું છે કે કોઈક ક્ષણે મોટાં ઉધ્યોગ ગૃહો અને જથ્થાબંધ વ્યાપાર-ધંધો કરનારાઓ-વિદેશ સાથે વ્યાપાર કરનારાઓ પોત પોતાની હેડ્-ઓફિસો અને રજીસ્ટર્ડ ઓફિસો પોતાના વતનના રાજ્યોમાં સ્થળાંતર કરી જવાનું વિચારશે તો મુંબઈ -મુંબઈ બની રહેશે ખરું ? અગાઉ કહ્યું તેમ મુંબઈની આમદાનીમાં આવકવેરાની રકમના 40% કસ્ટમ ડ્યુટીના 60% આબકારી જકાતના 20% અને કોર્પોરેટ ટેક્સના 60% રકમ માત્ર ઉધ્યોગો-વ્યાપાર વગેરેની હેડ કે રજીસ્ટર્ડ ઓફિસો મુબઈમાં સ્થાયી થઈ હોવાને કારણે મુંબઈને મળે છે અને જે રકમ તેના વિકાસ વગેરે માટે ખર્ચાય છે અને મહારાષ્ટ્રીયનો અને મરાઠાઓને તેમજ અન્ય પ્રદેશના લોકોને રોજ્ગારી પણ પૂરી પાડે છે. આ આમદાની બંધ થાય કે ઓછી થઈ જાય તો મુંબઈ-મુબઈ બનેલું રહી શકશે ખરું?

### તદ ઉપરાંત આજની આ મુંબઈમાં મુંબઈના જન સમુદાય ઉપર મહારાષ્ટ્રીયના હિત માટે આ બાળ ઠાકરે અને રાજ ઠાકરે બેમાંથી કોણ વધારે આક્રમક અને ખતરનાક્ બની શકે છે તેની હરિફાઈ ચાલી રહી છે પરિણામે મુંબઈના લોકો ભયંકર રીતે સતત અસલામતીની લાગણી અનુભવી રહ્યા છે અને સવારના નોકરી-ધંધા માટે ઘર બહાર નીકળેલ વ્યક્તિ સાંજે સલામત ઘેર પરત ના થાય ત્યાં સુધી પરિવાર જન સતત અજંપો અનુભવે છે ! અને આ અસલામતીનો ઓથાર સર્જ્યો છે આ કાકા-ભત્રીજા એ !

### અગાઉ જોયું તેમ મુંબઈનો ઈતિહાસ ખૂબ જ જૂનો છે કે જ્યારે આ કાકો કે ભત્રિજો પેદા પણ નહિ થયેલા શિવસેનાનો જન્મ 1965-1966ના સમય દરમિયાન થયેલો કે, જ્યારે મુંબઈમાં શ્રી ડાંગે વગેરે સામ્યવાદીઓનું ટ્રેડ યુનિયનમાં જબર-જસ્ત પ્ર્ભાવ હતો અને મોટાભાગના યુનિયનો તેમના વર્ચસ્વ હેઠળ હતા, ત્યારે મજૂર ચળવળમાં એક ડૉ. દત્તા સામંત પ્રવેશ્યા અને તેમની આગ ઝરતી વાણી અને કામ કરવાની પધ્ધ્તિએ મજદૂરોને તેમના તરફ આકર્ષ્યા અને સામ્યવાદી નેતા ક્રિશ્ના દેસાઈનું ખૂન થતા અને દત્તા સામંતના વર્ચસ્વમાંથી મજૂર આલમને બહાર કાઢ્વા કોંગ્રેસે શિવસેના સાથે હાથ મીલાવ્યા બાદ, આ બાલ ઠાકરે એ મુબઈમાં જે ગુંડાગીરી શરૂ કરી અને નોન-મહારાષ્ટ્રીયન્ લોકોને હેરાન-પરેશાન કરવામાં ગુંડાગીરીની કોઈ રીત રસમ બાકી રાખી નથી !

### પ્રથમ દક્ષિણ ભારતના લોકો ને, બાદ મુસલમાનો અને મોટા ભાગના ગુજરાતીઓ પણ આ ગુંડાસેનાના ભોગ બન્યા છે અને બનતા રહે છે. કોંગ્રેસ આ ગુંડાગીરી સામે ફાતડા વેરા કરે છે તો ભાજપ પણ વધતે અંશે આ ગુંડાગીરી સામે આંખ-મીચામણાં કરતો રહ્યો છે

### આ શિવસેનામાં ભંગાણ પડ્યું છે અને કાકો-ભત્રિજો હવે છૂટા પડ્યા છે અને બંને વચ્ચે ગુંડાગીરી વધારે કોણ આચરી શકે છે તેની સ્પર્ધા ચાલી રહી છે અને મુંબઈના નિર્દોષ નાગરિકો આ બંને વચ્ચે પીસાય/ વધેરાઈ રહ્યા છે અને કોંગ્રેસના સત્તાધીશો તાબોટા વગાડી આ ખેલ જોઈ રહ્યા છે !

### આમ જ અસલામતીનું વાતાવરણ ચાલ્યા કરશે તો મુંબઈનું ભવિષ્ય ખૂબજ ધુંધળું બની રહેશે જે નિઃશંક વાત છે ! આગળ લખ્યું તેમ જો કોરપોરેટ ઓફિસો, મોટા ઉધ્યોગ ગૃહો, આયાત્-નિકાસ કરનારાઓ, જથ્થાબંધ વ્યાપારીઓ વગેરે અને ટોપ રેંકના ડૉક્ટરો-પ્રોફેસરો-અન્ય ક્ષેત્રના નિષ્ણાતો વગેરે પોત પોતાનું કાર્ય ક્ષેત્ર અને મુખ્ય અને

રજીસ્ટર્ડ ઓફિસો પોતાના રાજ્યોમાં ખસેડી લેવા ગંભીરતાથી વિચારી પહેલ કરશે અને બાદમાં પોતાના ઉધ્યોગો અને વેપાર પણ ખસેડી લેશે તો મુંબઈ મુંબઈ બની રહેશે ખરું ? આ ઉમરે બાળક જેવી ચેષ્ટા કરનાર બાલ ઠાકરે કે જેમની બુધ્ધિ ગુજરાતીમાં કહેવત છે તેમ સાઠે બુધ્ધિ નાઠે તેમ નાઠી હોવા સંભવ છે તો રાજ ઠાકરે કે જેને વર મરો કે કન્યા મરો યેન-કેનં-પ્રકારેણ લાઈમ લાઈટમાં રહેવાની ચળ ઉપડી છે અને પોતે કાકા કરતાં પણ વધારે મહારાષ્ટ્રીયનોનું હિત કરી શકે છે તેવું સાબિત કરવા મથી રહેલ છે અને જે હકિકતે આવનારા દિવસોમાં મહારાષ્ટ્રને ભારતના નકશામાંથી અલગ પાડવાના સંકેતો આપી રહ્યા હોય તેવો ક્યારેક ભય લાગે છે !

### સચીન જેવા એમ કહે કે હું પહેલા ભારતીય છું અને પછી મહારાષ્ટ્રીયન તેમાં પણ રાજકારણ જોતા બાળ ઠાકરે પોતે ભારતીય હોવા માટે ગૌરવ નથી અનુભવતા ? એ ભારતીય નથી ? ટૂકમાં બાળ ઠાકરે ભયભીત થઈ ચૂક્યા છે પોતાના ભત્રીજાથી, કે આ રાજ તેમનું રાજ છીનવી લેશે ! અને એટલે જાણે છેલ્લાં દિવસોમાં હવાતીયાં મારતા હોય તેમ દરેક વિષય/બાબતમાં એમને રાજકારણ જ દેખાયા કરે છે અને પાગલની જેમ નિવેદનો કર્યા કરે છે !

### સાથોસાથ જો રાજ ઉપર પણ સમયસર અંકુશ મેળવવામાં નહિ આવે તો આવનારા દિવસોમાં મુંબઈ અને ત્યાં વસતા નાગરિકો માટે પોતાનું અસ્તિત્વ જાળવવું દોહ્યલું થઈ પડવાનું છે તે નિઃશંક છે !

### આવનારા થોડા દિવસોમાં જ મુંબઈ વાસીઓએ અને કેન્દ્ર અને રાજ્ય સરકારે નક્કી કરી લેવું પડશે કે ખરે ખર વાસ્તવમાં મુંબઈ કોની કે કોનું ?

Advertisements

17 comments

 1. શ્રી અરવિંદભાઈ
  મુંબઈએ કોળીઓની વસાહત હતી.મુમ્બાદેવી કુળદેવી હતી.સમયાંતરે સર્વે ભારતીયોના મંબઈ વસવાટથી પ્રગતિ થઈ છે.આજનું મુંબઈ એ મરાઠા કે શીવસેનાની પેદાશ નથી.મુંબઈ જેટલું રાજ ઠાકરેનું છે તેટ્ટલું જ કલ્યાણજી આણંદજી-અંબાણીઓ-તાતા-બીરલા અને અમિતાભ બચ્ચન-સચિન તેંડુલકર-આમીરખાન-વિનુ માંકડ ગુજરાતી વેપારીઓનું છે.હમારા મુંબઈ હમચી નહિ ! પાંજા નહિ મારૂ માત્ર ભારતીય મુંબઈ !

  મધુકર માંકડ

  Like

 2. અરવિંદભાઈ,

  તમારા બ્લોગ પર આવી આ પોસ્ટ વાંચી આનંદ !

  મુંબઈ વિષે માહિતીઓ વાંચી, ઈતિહાસ તાજો થયો !….પણ,તમે સવાલ કર્યો છે..”મુંબઈ કોનું ?” જ્યારે એવો સવાલ આવે ત્યારે જાણવું કે મુંબઈના રહીશોમાં “મતભેદો” છે અને એના કારણો અનેક હોય શકે…કિન્તુ, રાજકીય કારણો મુખ્યત્વે ભાગ ભજવે છે!…..જ્યારે ભારત અંગ્રેજ સત્તા હેથળ હતું ત્યારે મુંબઈ એક “રાજ્ય” હતું…અને, સ્વત્રંતા બાદ, મુંબઈ “મહાગુજરાત”માં હતું…અને, ત્યાર્બાદ, હવે એ “મહારાષ્ટ્ર”માં છે…પણ, હકિકત તો એક કે એ “ભારત”માં છે !

  મુંબઈના રહીશોમાં અનેક ગુજરાતીઓ છે …એ સિવાય જુદા જુદા પ્રાંતના અનેક છે ! જો સૌ પોતાને “ભારતવાસી”માને તો મુંબઈ “સૌનું ” છે ….અને જો, રાજકીય દ્રષ્ઠીએ નિહાળીએ તો, એ મહારાષ્ટનું છે ! હવે, એ રાજ્ય કેવું વર્તન સૌ તરફ રાખે એ મહત્વની વાત છે !

  હવે, મારે તેજશ શાહના પ્રતિભાવ બારે લખવું છે…….તેજશની દ્રષ્ઠીએ મુંબઈ “ભારતનો મોટામાં મોટો સળૉ છે”….અને, એ જ વિચારધારા પર રહી, તેજશે જે કંઈ લખ્યું તેમાં “થોડું સત્ય” છે……”આઉટ્સોર્સિંગ”ને નેગેટીવ ગણવું યોગ્ય કહેવાય ? અમેરીકા જેવો દેશ જો ભારતને યોગ્ય ગણે તો આપણા ભારત દેશને ગૌર્વ લેવાની ઘડી છે….અને, હા, ભારતને “ફાયદો” છે…..અમેરીકા અહી “દાન ” નથી આપતું…અને, કદાચ ભવિષ્યમાં એ ભારતને છોડી શકે છે …ત્યારે શું થશે તેની ચિંતા અત્યારે શા માટે ?……ત્યારે ભારત પાસે “બીજી શક્તિઓ” હશે !….આ મારૂં “પોસીટીવ થીંકીન્ગ” છે !…..પણ, જે તેજશ વધુમાં લખે છે તેની સાથે હું સહમત છું…ભારતના “કાયદા બનાવનારા” જ કાયદાઓનું “પાલન” નથી કરતા…અને, આ એક દર્દભરી કહાણી છે…..એના સુધારા માટે હું “યુવાપેઢી” તરફ નજર કરૂં છું, અને આશા રાખું છું કે એક દિવસ “પરિવર્તન” હશે !

  હું તો પરદેશમાં સ્થાયી થયેલ એક “ભારતજન”…જેના હૈયે ભારત માટે એક ઉંડો પ્રેમ છે !>>>>>>ચંદ્રવદન
  http://www.chandrapukar.wordpress.com
  DR. CHANDRAVADAN MISTRY ( Chandrapukar )

  Like

  1. ડો. ચંદ્ર્વદન મિસ્ત્રી,

   નાના મોઢે કદાચ મોટી વાત લાગે તો માફ કરજો અને માઠું ન લગાવશો, પણ મારા વિચારોને વધુ વિગતવાર દર્શાવવું મને ગમશે. હું કદાચ ખોટો હોઇ શકું પરંતુ, મારા વિચારો મારા અવલોકન અને અનુભવની જ ઉપજ છે.

   આઉટસોર્સિંગ આજે ભારતમાં થવાનું મુખ્ય કારણ- ભારતની લેબર ચીપ છે. અર્થાત- ભારતમાં આજે સસ્તા ભાવે માણસો કામ કરી આપે છે. અર્થાત્- ભારતીઓ સસ્તા ભાવે વિદેશી કંપનીઓને વેચાય છે. આજે દુનિયાની મોટા ભાગની મોટી કંપનીઓ મેનેજમેન્ટ અને એડમિનિસ્ટ્રેશનના મથકો જે તે પોતાનાં દેશમાં જ રાખે છે પરંતુ, જ્યાં લેબરવર્કનો સવાલ આવે છે, તો એ બધું ભારત આવે છે. જેને આપણાં એંજિનિયરો સસ્તા ભાવે કરી આપે છે. આપણે ગર્વ એ વાતન લઇએ છીએ કે ભારતમાં ઘણૉ મોટો બુધ્ધિશાળી વર્ગ છે એટલે વિદેશથી કામો વધારે આવે છે તો મારા હિસાબે એ માન્યતા ખોટી છે. હકિકત માં વિદેશી કામો ભારત આવવાનૂ મુખ્ય કારણ સસ્તી લેબર છે. બાકી અન્ય દેશો પણ પોતે જ પોતાનાં બુધ્ધિભર્યાં કામો જાતે કરી શકે એમ છે (અને એ પણ કદાચ વધુ સારી ગુણવત્તા સાથે). આજે (આઇ.બી.એમ્) જેવી વિરાટ કંપનીઓ ભારતમાં પોતાની એડમિનિસ્ટ્રેટિવ કે મેનેજ્મેન્ટને લગતી શાખાઓ કેમ નથી ખોલતિ અને કેમ ફક્ત ટેકનિકલ લેબર વર્ક ભારત મોકલે છે? કારણ્- આપણે ભારતીઓ મેનેજ્મેન્ટ (શાશન) ની ગુણવત્તાનૂ સામર્થ્ય ખોઇ બેઠા છીએ. સસ્તામાં લોકો દ્વારા સોંપાયેલ કામો કરી જ પૈસા ભેગા થાય એમાં રસ વધૂ છે. મારો જ દાખલો આપું તો, હુ મેલ્બોર્ન માં એક મોટી કંપની માટે કામ કરું છું. (અહિ નામ દર્શાવવું ઉચિત નથી). અમારી કંપનીનુ ઘણૂ-ખરુ લેબર વર્ક (ટેકનિકલ વર્ક્ ભારતની શાખાઓ સંભાળે છે અને અમે અહિથી મેનેજ્મેન્ટ કરીએ છીએ. થોડા સમય પહેલા અમને ગુણ્વત્તા થી અસંતોષ વર્તાયો અને અમે અહિની લોકલ કંપની ને ટેકનિકલ વર્કનો કોંટ્રક્ટ આપ્યો. અહિની લોકલ કંપની અમને ઘણી મોંઘી પડે પણ સાથે સાથે કામની ગુણવત્તા પણ ઘણી સારી મળે છે. હવે એ કંપની વિચારે છે કે પોતે અમારું કામ ભારત આઉટસોર્સ કરે અને પૈસા બચાવે. પણ અમારી કંપનીને એ મંજુર નથી અને અમે એ કંપનિનો કોંન્ટ્રાક્ટ તોડ્વા તત્પર થઈ ગયા છીએ. આજે ઘણી-ખરી બીજી મોટી કંપનિઓનૂ વલણ ધીમે ધીમે બદલાવા લાગ્યું છે. મારા હિસાબે જો નજીકનાં ભવિષ્યમાં આઊટસોર્સિંગ્ નો સૂર્ય આથમી જાય તો એ નવાઇની વાત નહી હોય્ ભારતે આજે કામની ગુણવત્તા સુધારવી જ રહી. નહિ તો જે ટેકનિકલ કે લેબરવર્ક થોડુ-ઘણૂ આવે છે એ પણ બંધ થતું જશે. આજે સારી કંપનિઓ ગુણવત્તા/ ક્વોલિટી માટે વધૂ પૈસા ખર્ચી નાખવાનૂ વલણ ધરાવે છે એવું મારું અંગત અવલોકન છે.

   “આઊટસોર્સિંગ્ ” નૂ ગર્વ લેવૂ ત્યારે વધૂ યોગ્ય લાગે કે જ્યારે ભારત લેબર જેવા કામો છોડીને મેનેજમેંટ ભર્યા કામો કરવા માટે સમર્થ બને. એ પણ હાઇલિ-પ્રોફશનલ અભિગમ સાથે. અત્યારે આવો અભિગમ લેબર (ટેકનિકલ્ ) કામોમાં પણ જોવા નથી મળતો. ભારતનાં ભણેલા વર્ગે વધૂ ગ્લોબલ દ્ર્ષ્ટી કેળવવાની જરુર છે. “મેરા ભારત મહાન” બોલી ને થોડા આંકડાઓ ગણાવવાથી કંઇજ નથી થવાનુ.આપણો અભિગમ સસ્તો છે.

   “આઊટસોર્સિંગ્ ” ગર્વ લેવા લાયક ત્યારે જ થાય કે જ્યારે, ભારતનો કામદાર વર્ગ પણ વિદેશી કંપનીનાં લોકો જેટલો જ ઊંચૉ ભાવ રાખે અને છતાં પણ આજ માત્રામાં વિદેશી કામો મેળવે. સસ્તા ભાવ રાખીને વિદેશોને આકર્ષિત કરવૂ એ યોગ્ય નથી. મારા હિસાબે મોંઘા બની ને બિનહરીફ કક્ષાની ક્વોલિટી આપતા બનવૂ ઘણૂ જરુરી છે. મારુતિ કાર સસ્તી છે એટ્લે રસ્તા પર સેંકડો જોવા મળે છે. મર્સિડીઝ નહિ જોવા મળે. કારણ્ મર્સિડિઝે પોતે સસ્તા નથી થવું પણ બિનહરીફ ગુણ્વત્તા આપવી છે. ભલે રસ્તા પર ઓછી સંખ્યામાં ફરે. સસ્તા બની ને ઓછી ગુણ્વત્તા આપીને અન્ય કંપનિઓને આકર્ષિત કામ પરમેનંટ નથી ચાલી શકવાનૂ. આ બધૂ આથમતા વાર નથી લાગવાની-(જો આપણૉ અભિગમ નહિ બદલાય તો).

   મારા વિચારોમાં દેશદ્રોહિપણૂ લાગે તો મને એમાં કોઇ રંજ નથી. કારણકે મારા હિસાબે મારા મંતવ્યો સાચા છે.

   મારો આશય કડવું બોલવાનો નથી પણ મને જે સાચુ લાગે છે ઈ બોલવાનો છે. છતાં પણ કશેક કડવાશ લાગે તો આપ વડિલો માફ કરજો.

   -તેજસ

   Like

  1. પ્રિય દત્તુ

   બ્લોગ ઉપર મુલાકાત લેવાનો સમય મળ્યો આભાર ! વળી પણ મુલાકાત લેજો અને પ્રતિભાવ પણ મોકલજે મને ખૂબ જ ગમશે ! આવજો ! મળતા રહીશું !

   સ-સ્નેહ

   અરવિંદ

   Like

  1. શ્રી નિશિતભાઈ

   આપે મારાં બ્લોગની મુલાકાત લીધી અને પ્રતિભાવ પણ જણાવ્યો આભાર ! આપની વાત સાથે સહમત છું કે આજે મુંબઈ રાજકારણીઓએ રાજકારણનું પ્યાદું બનાવી દીધું છે અને પરિણામે તે અંડરવર્લ્ડ અને આતંકવાદીઓ ના સ્લીપર યુનિટનું મુખ્ય મેદાન પણ બની ગયું હોય તેમ લાગે છે ! અને તે માટે હાલના તમામ રાજકારણીઓ બાલ ઠાકરે અને રાજ ઠાકરે સહિત જવાબદાર જણાય છે. સત્તાધારી રાજકારણીઓ પોતાની સત્તા ટકાવી રાખવા ગમે તેવા સમાધાન અને કરી આવા હરામખોર તત્ત્વોને પોષે છે અને તેથી મુંબઈ ગરા સતત બીન સલામતીના ઓથાર નીચે ફફડતા જીવી રહ્યા છે ! અને તેની ચિંતા આ કોઈને નથી તેમને તો પોતનો રાજ્કીય રોટલો પકાવવામાં જ રસ છે. દુરભાગ્ય છે આ દેશના લોકોના કે હલકા અને નફ્ફ્ટ સત્તાધીશો મળ્યા છે ! ખેર !
   આવજો ! મળતા રહીશું !

   સ-સ્નેહ

   અરવિંદ

   Like

  1. ભાઈશ્રી કૃણાલ

   આપની વાત સાચી હોવા છતાં તેનો અમલ કોઈ કરી શકશે તેમ તમે ધારો છો ? આતો ગાંધી વૈદનું સહિયારું ચાલે છે. સત્તાધારીઓ બંનેને સ્પૂન ફીડીગ કરી ઉછેરી રહ્યા છે અને હવે આ સાપોથી તેઓ પણ ડરી રહ્યા છે ! આવા તત્ત્વોને ઉત્તેજન આપનાર આ દેશના રાજકારણીઓ આખરે તો દેશના ટૂકડા કરાવેનેજ જંપશે અને તે માત્ર સમયનો જ સવાલ છે. આવનારા 50-100 વર્ષમાં ફરીને આ દેશ 600 રજવાડામાં ના ફેરવાય જાય તો જ નવાઈ લાગશે !
   ખેર 1 આપનો આભાર ! આવજો ! મળતા રહીશું !

   સ-સ્નેહ

   અરવિંદ

   Like

 3. રસપ્રદ માહિતિ માટે ઘણૉ આભાર.

  મારા હિસાબે મુંબઇની વર્તમાન ગતિ મુજબ એનું કોઇ ભવિષ્ય નથી. મારા હિસાબે અત્યારની પરિસ્થિતિ મુજબ મુંબઇ એ ભારતનો મોટામાં મોટો સડો છે અને એ બાબતે મારા વિચારો ઘણા શક્તિશાળી છે. ખરેખર તો હું ભારતનાં બધા જ અલગ અલગ પાંસાઓ ને અધોગતિનાં માર્ગે જતા જોઇ રહ્યો છું. મારા આ વિચારો એક વિદેશમાં રહેતા ભારતીય તરીકે નહિ પરંતુ ભારતમાં રહી ચુકેલા ભારતીય તરીકે દર્શાવું છું. ભારત અત્યારે લગભગ બધા જ દેશોનો ગુલામ છે. ભારતમાં (ખાસ કરીને મુંબઇ, બેંગલોર જેવા શહેરોમાં) ઉદભવતી રેવન્યુ એ ગુણવત્તા વગરની ગુલામીની જ ઉપજ છે. જેનુ આપણે “આઉટસોર્સિંગ” જેવું નામ આપી ગર્વ લઇએ છીએ. વર્તમાન સ્થિતીમાં “મેરા ભારત મહાન” જેવા શબ્દો ઉચ્ચારવા એ મારા હિસાબે નિરક્ષરતાની નિશાની છે. ઘણા લોકોનાં મત મુજબ ભારત બીજા બધા દેશો સાથે કદમ મળાવતો થયો છે, પરંતુ મારા હિસાબે આપણૉ દેશ દુનિયાનાં ઘણા-ખરા દેશોથી લગભગ ૫૦ વર્ષ પછાત છે. શરમની વાત એ છે કે, કાયદો બનાવનાર તત્વો પણ કાયદાપાલનમાં નથી સમજતા. મને ભારતીય હોવાનૂ ગર્વ છે એનુ એક જ માત્ર કારણ ભારતીય સાહિત્ય અને કળા છે (જે પણ હવે લોકોમાં વિસરાતી જાય છે, કારણકે મોટા ભાગનો યુવાવર્ગ એને અપનાવવાની વાતને મોર્ડ્ન નથી સમજતા).જો એ પણ ન હોત તો કદાચ મારા મનમાં વર્તમાન ભારત માટે કોઇ જ માન બચ્યું ન હોત! આજે મોટા ભાગનાં ગુજરાતી યુવાનૉને એક ગુજ્જુ તરીકે ઓળખાવવામાં શરમ આવે છે, પરંતુ એ જ લોકો તુટેલું ફુટેલુ (સમજ્યા શીખ્યા વિનાનૂં) વિદેશી અનુકરણ કરવામાં ગર્વ લેશે.

  એ વાતથી હું અજાણ નથી કે મારા વિચારો ઘણાં વિવાદાસ્પદ છે, પરંતુ, આ બાબતે ચર્ચા-વિવાદ કરવો મને ગમશે (જો કોઇ અન્ય વાંચકને રસ હોય તો)!

  Like

  1. ભાઈશ્રી તેજસ

   આપના પ્રતિભાવ માટે આભાર ! આપની વાત સાથે હું મહદ અંશે સહમત છું. વિચારો વિવાદાસ્પદ હોય તેથી શું થયું ? કોઈપણ વ્યકતી પોતાની રીતે વિચારી શક્વા સ્વતંત્ર છે અને સૌ કોઈને પોતાનો આગવો મત હોઈ શકે હા, અલબત્ત જ્યારે સામુહિક હિત કે કલ્યાણની વાત આવે ત્યારે સર્વ સહમતી સાધી શકાય તો શ્રેષ્ઠ ગણાય ! વિદેશનું જે અનુકરણ થઈ રહ્યું છે તે પણ કમનસીબે આપ કહો છો તેમ સમજ્યા વગર અને જે બાબતોનું નહિ કરવું જોઈએ તેવી બાબતોનું જ થાય છે. ત્યાંના વર્ક કલ્ચર, સમયની પા બંધી, અને મારી દ્રષ્ટિએ નિર્દભ જીવન શૈલી જેવા છે તેવા જ દેખાવાનું વલણ ખૂબજ પ્રસંશનીય બની રહે છે.વધુ તો શું કહું ? ફરીને આભાર ! આવજો ! મળતા રહીશું !

   સ-સ્નેહ
   અરવિંદ

   Like

 4. એ ગુંડાગીરી કરે છે એ વાત સાચી છે, પણ સાથે એય વાત ખરી ને કે બહારના લોકો આવવાથી સંસ્કૃતિ બદલાય છે, ભાષા પર અસર પડે છે, બીજાને વધુ મહત્ત્વ મળે છે. અહીં આપણે ત્યાં પણ એવું થવા લાગ્યું છે.

  બીજું, તમે લખ્યું તે મુજબ, પહેલાં બોમ્બે હતું તેનું મુંબઈ થયું તેવું નથી. મારી જાણકારી મુજબ, મુંબઈ નામ પહેલેથી હતું. મુંબાદેવી નામના દેવી ત્યાં પૂજાય છે. તેના પરથી મુંબઈ નામ પડેલું પણ તેનું અંગ્રેજોએ કદાચ, બોમ્બે કરી નાખ્યું હતું. દિલ્લીનું દિલ્હી અને ડેલ્હી થઈ ગયું તેમ જ. ગાંધારનું કંદહાર થયું તેમ.

  Like

  1. શ્રી જયવંતભાઈ
   ગુંડાગીરી કોઈ પણ પ્રકારની જ્સ્ટીફાય કરી -ન્યાયી ઠરાવી- શકાય ખરી ? આપ જેને બહારના કહો છો તે ભારતીય નથી ? વધુમાં મુંબઈ ને મુંબઈ બનાવવામાં પહેલા અને આજે પણ મરાઠા/મહારાષ્ટ્રીયનથી વિષેશ ફાળો બહારાનાનો જ છે તે હકિકત કેમ ભુલી શકાય ? તેમનો ઋણ સ્વીકાર કે આભાર ના માનો તે સમજી શકાય પણ તેમને ધિક્કારો અને ગુંડાગીરી કરી સતત ભયમાં જીવવાની ફરજ પાડો તે કેટલે અંશે વ્યાજબી ગણી શકાય ? કાકા અને ભત્રીજા વચ્ચે ઉભા થયેલા વૈમંસ્યને કારણે સામન્ય જન સમુદાયને હેરાન ગતી કરવામાં આવી રહી છે કારણ કે મરાઠામાં કોણ વહાલુ થાય તેની હરિફાઈ શરૂ થઈ ગઈ છે અને કાકાની જ વ્યુહ રચના ભત્રીજાએ અપનાવી લીધી છે અને કાકની ધાર બુઠી બનાવી દીધી છે અને આમેય કાકો વૃધ્ધ થયો છે !
   બોમ્બેમાંથી મુંબઈ વિષે આપની વાત સાચી હોઈ શકે મને બહુ જાણકારી નથી. ચાલો આવજો ! આભાર ! મળતા રહીશું !
   સ-સ્નેહ
   અરવિદ

   Like

 5. આ બધા કાગળ ના વાઘ છે.ખાલી મુંબઈ માંથી ગુજરાતી અને પારસી ઉદ્યોગપતિઓને બહાર કાઢી લો તો શું બચશે?ગુજરાત સરકાર પાસે આ મહત્વનો મોકો છે.જે થોડા ઘણા ઉદ્યોગપતિઓને ગુજરાત માં ખેચી શકાય.નેનો તો આવીજ ગઈ છે બગાળ માંથી.ગુજરાત પાસે એક સારું બંદર મુંબઈ જેવું હોય તો ગુજરાત જેવી સલામતી બીજે ના મળે ઉદ્યોગપતિઓને.

  Like

  1. આપની વાત સાચી છે આ બધા કાગળના વાઘ જ છે પણ આપણાં રાજકર્તાઓએ પોતાની સત્તા જાળવી રાખવાકે મેળવવા ક્યારે ય લાંબી દ્રષ્ટિથી વિચાર્યુ ં ના હોય અને માત્ર અને માત્ર મતનું જ રાજકારણ ખેલતા રહેતા હોય આવનાર દિવસોમાં આવા લોકોને પાપે દેશના અસંખ્ય ટૂકડા તરફ દોરવાઈ રહ્યાના જાણે સંકેત મળી રહ્યા છે. ટૂકા ગાળાના ફાયદા માટે આવા તકસાધુઓ દેશના ભાગલા પડાવીને જ રહેશે તેવો મારો ભય અસ્થાને નથી તેમ માનું છું

   સ-સ્નેહ
   અરવિંદ

   Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s