ગંદકી અને ગંદવાડ !!!!!!

ગંદકી અને ગંદવાડ !!!!!!

આપણાં સ્વાસ્થ્ય અને પર્યાવરણ મંત્રીશ્રી જયરામ રમેશે થોડાં દિવસો પહેલાં જો ગંદકીને માટે નોબલ પ્રાઈઝ રાખવામાં આવે તો આપણાં દેશને અચૂક પણે પ્રાપ્ત થાય ! તેવું જાહેર નિવેદન કરેલું !

આમ તો આપણે કોઈ પણ ક્ષેત્રમાં નોબેલ તો શું પણ કોઈ પ્રકારનું પ્રાઈઝ મેળવી શકીએ તેવી સક્ષમતા ધરાવતા નથી. આથી ગંદ્કી તો ગંદકી, ચાલો એક ક્ષેત્ર તો આવી સક્ષમતા ધરાવે છે તેવું પ્રધાનશ્રીનું નિવેદન વાંચી, જન સમુદાય આનંદ વિભોર બની ગયો છે ! મેરા ભારત મહાન !!

પ્રધાનશ્રીના કથન મુજબ દિન-પ્રતિ-દિન સહિયારો પ્રયત્ન કરી સમગ્ર દેશમાં ગંદકીનું સામાજ્ય ફેલાય જાય માટે તમામ રાજ્યોને આ દીશામાં જોતરવા અને પ્રોત્સાહિત કરવા અનુદાન અને વિશિષ્ટ ઈનામોની જાહેરાત કરી રાજ્યો વચ્ચે સ્પર્ધા પણ યોજવાનું આયોજન કરવું જોઈએ ! ગંદકી વધુ અને વધુ કઈ રીતે કરી/ફેલાવી શકાય તે માટેના ખાસ તાલીમ વર્ગો શરૂ કરી સરકારી-અર્ધ સરકારી ( સ-વિશેષ સુધરાઈ ) કર્મચારીઓને શિક્ષણ આપવું જોઈએ અને આ તાલીમાર્થીઓ વચ્ચે પણ સ્પર્ધા યોજતા રહેવું જોઈએ !

સમગ્ર દેશ ઉપર દ્ર્ષ્ટિપાત કરવામાં આવે તો ગંદકી કરવા/વધારવા સખ્ત પરિશ્રમ કરવો પડે તેવું જણાતું નથી. ગંદકી-ગંદવાડ તો આપણાં દેશનું કલ્ચર્-ચારિત્ર અને સંસ્કાર બની ચૂક્યા છે ! કોઈ પણ રાજ્ય ઉપર નજર ફેરવો ગંદવાડના થર ના થર જોવા મળશે. ગંદવાડ

*** પાટનગર દિલ્ફીથી શરૂઆત કરીએ તો સૌ પ્રથમ ઈંદીરાજીની હત્યા બાદ શીખોની કરવામાં આવેલી સામૂહિક કતલ અને તેના પ્રણેતાઓ કાં તો સરકારમાં અથવા સત્તાધારી પક્ષમાં નિર્દોષ ગણાઈ મહત્વના હોદાઓ ધરાવે છે. બોફોર્સ કાંડ જનસમુદાયની યાદમાંથી સીફત્-પૂર્વક ભૂલવાડી દેવામાં આવ્યું અને સુપ્રિમકોર્ટ્માંથી ફરિયાદનું ફીડલુ વાળી દેવાયું !

*** રૂ!. 60.000/- સાઠ હજાર કરોડનું પ્રધાનશ્રી રાજા દ્વારા આચરાયેલું અને દેશને ચૂનો લગાડી દેતા કૌભાંડ ઉપર લીંપણ કરી દેવાના સક્રિય અને સતત પ્રયાસો થઈ રહ્યા છે અને આજે પણ, જે તે પ્રધાન, જે તે હોદા, ઉપર આરામથી બિરાજમાન છે ! *** બિહારમાં લાલુનું ઘાસ ચારા કૌભાંડ,, તો ઉત્ત્રર પ્રદેશમાં માયાવતીજીનું તાજ કોરીડોર અને પૂતળાઓ પાછળ કરોડો રૂપિયાનોં થઈ રહેલું આંધણ !
*** આંધ્રમાં સત્યમનું કૌભાંડ અને તેમાં દિવંગત મુખ્ય પ્રધાનશ્રીનું સામેલ હોવું કે સહિયારું કૌભાંડ ઉપર પણ લીંપણ થઈ રહ્યું છે !

*** ઝારખંડમાં મધુ કોડાનું રૂ!.4000/- ચાર હજાર કરોડ ઉપરાંતની રકમનું કૌભાંડ !

*** મુંબઈમાં આતંકવાદીઓ દ્વારા ઠાર મરાયેલા કે ઈજા પામેલા લોકોને એક વર્ષ થવા છતાં જાહેર કરેલી રકમ આજ સુધી મળેલ નથી.( આ ઠાર મરાયેલા કે ઈજા ગ્રસ્ત કોઈ રાજકારણીના સગા કે સ્નેહીઓ હોત તો ? ) સરકારની કામગીરી અને આતંકવાદીના હુમલા પછી પણ બે પરવા અને બે જવાબદારીથી વર્તેલા ગૃહ પ્રધાન આર.આર. પાટિલને ફરી તેજ હોદાની લ્હાણી ! ઉપરાંત કસાબને જીવતો રાખવાનો વર્ષનો ખર્ચ અંદાજે રૂ!. 31 એક્ત્રીસ કરોડ થવા જાય છે. તો સંસદ ભવનના હુમલાખોર અસ્રરફને દેશની સર્વોચ્ચ અદાલતે ચાર વર્ષ પહેલા ફાંસીની સજા ફરમાવેલ હોવા છતાં હજુ ફાંસી દેવાની નિયત આ સરકારમાં હોય તેવું દ્રષ્ટિગોચર થતું નથી.

*** તામિલનાડુમાં કરુણાનિધિનું લંકાના તામિલ વ્યાઘ્રો સાથેનું જગ જાહેર કનેકશન ઉપરાંત ત્યાંના જ અનેક રાજ કારણીઓનો ચંદન ચોર વિરપ્પ્ન સાથેના કનેક્શનો !

*** બેંગલોરના રેડ્ડી બંધુઓનું આંધ્રના દિવંગત મુખ્યમંત્રી સાથેના કનેકશન અને માઈનીંગનું અંદાજે રૂ! 4000/- ચાર હજાર કરોડનું કૌભાંડ !

*** પૂર્વના રાજ્યો જેવા કે બેંગાલ-આન્ધ્-ઝારખંડ-આસામ –બિહાર અને મહારાષ્ટનો કેટલોક વિસ્તાર નક્સલવાદીઓ-માઓવાદીઓ સાથે જે તે રાજ્યના રાજકારણીઓ સાથેના ગાઢ સંબંધો અને સાઠ્-ગાંઠથી જ આ અંતિમવાદી પ્રવ્ર્તિ ફાલી-ફૂલી છે !

*** મહારાષ્ટ્રમાં ગંદકી અને ગંદવાડના શિરોમણી બાલ ઠાકરે અને રાજ ઠાકરે આણી કંપની જેનો તગડો ઉછેર કોંગ્રેસના આશીર્વાદ અને સ્પૂન ફીડીંગ વગર ના થઈ શક્યો હોત જે જગ જાહેર છે ! ભવિષ્યમાં મુંબઈ માટે કે અન્ય રાજ્યમાં જવા-આવવા માટે વિસા લેવા પડ્શે તેનાં એંધાણ બાલ ઠાકરે અને રાજ ઠાકરેને જે રીતે પાળવા-પોષવામાં આવી રહ્યા છે તે ખૂબ જ સૂચક અને આવનારા દિવસોના સંકેત રૂપ છે !

*** અનેક રાજ્યોમાં ઔધોગિક વિકાસને નામે ઉપસી રહેલા સેઝો, ખેતીની ઉપજાવ જમીન પાણીના મૂલે ખેડુત પાસેથી પડાવી રહ્યા છે ,અને જેને જે તે રાજ્યના અને કેન્દ્ર સરકારના સત્તાધારીઓનો સંપૂર્ણ સહયોગ મળી રહ્યો છે.!

*** શરદ પવાર જેવા અધમ અને લુચ્ચાઈના શિરોમણી શેરડીના પાકની અને અન્ય જીવન જરૂરિયાતની ચીજોમાં સટ્ટા અને વાયદાની છૂટ અપાવી લોકોને મોંઘવારીની ચક્કીમાં છડેચોક પીસી રહ્યા છે અને છાસ વારે હજુ પણ ભાવો આગામી 3 માસ સુધી વધશે તેવા ભડકાવનારા નિવેદનો કરી બજારોને તેજી તરફ લઈ જવાના છડેચોક સંકેતો આપે છે અને દેશના વડાપ્રધાન નિઃસહાય થઈ જોઈ રહ્યા છે !!

*** મોટે ભાગે તમામ રાજ્યોમાં અનેક પ્રકારના નાના-મોટા કૌભાંડો આ દેશના જન સમુદાયને ચુનો લગાડ્યા કરે છે અને દેશના લોકો સતત અસલામતી અને અસહાયતા અનુભવે છે.

*** રાજકારણીઓ જેવાજ સેવા અને ધાર્મિકતાના નેજા હેઠળ સાધુ-સંતો –ગૂરુઓ-બાવાઓ અને અનેક સંપ્રદાયના વડાઓ પણ આજ રીતે લોકોને ભોળવી દેશ ભરમાં 5 કે 7 સ્ટાર હોટ્લ જેવા આશ્રમો બનાવી પોતે તમામ પ્રકારના ભૌતિક સુખો ભોગવી રહ્યા છે.!

ગંદકી અને ગંદવાડનો સ્પષ્ટ ભેદ સ્વાસ્થ્ય અને પ્રર્યાવરણ પ્રધાનશ્રી બરાબર સમજી ચૂક્યા હશે તેમ છતાં અહિ વધારે સ્પષ્ટતા કરી દેવી યથાર્થ ગણાશે ગંદકી સામન્ય જન સમુદાય કચરો ફેંકી કરે તે સંદર્ભમાં સમજવાનું રહેશે જ્યારે કહેવાતા સેવા ધારીઓ- રાજકારણીઓ-સત્તાધીશો-પ્રધાનો-સાધુ-સંતો-બાવાઓ કે આશ્રમના વડાઓ જે ભોળા જન સમુદાયને મૂર્ખ બનાવી કૌભાંડો આચરી રહ્યા છે અને તમામ પ્રકારની સમાજ વિરૂધ્ધની/ સમાજના અહિતની પ્રવૃતિ વડે પોતાના અંગત સ્વાર્થ માટે આચરવામાં આવતી તમામ ક્રિયાઓ કે જે સામે પોતાની વગ દ્વારા કોઈ પણ જાતની ક્યારેય પણ સજા/નશ્યત ભોગવવાની ના આવે તેવી સલામત રીતે કરવામાં આવતી પ્રવૃતિઓ ને દેશના ગંદવાડ તરીકે ઓળખવી રહી !
ઉપર જણાવ્યા પ્રમાણે આ દેશમાં ગંદકી અને ગંદવાડ ચો-તરફ ફેલાયેલા છે અને દિન-પ્રતિ-દિન વધી રહ્યા છે.
ત્યારે આવા સંજોગોમાં જયરામ રમેશજીને એક વાત કહેવાનું મન થાય છે કે કચરાની ગંદકી વધારવાનું તો રાજ્યો અને સુધરાઈઓ ઉપર છોડી દઈ શકાય પરંતુ ગંદવાડ વધારવા માટે તો કેન્દ્રમાંથી જ સખ્ત પ્રયાસો હાથ ધરવા પડે અને તો જ આપણાં દેશને માત્ર ગંદકીનું જ નહિ પણ ગંદવાડ માટેનું એમ બે જાતના પણ જો નોબેલ પ્રાઈઝ ચાલુ થાય તો આવનારા લગભગ 100 વર્ષ સુધી તો તે આપણાં દેશને બિન હરીફ જ મળ્યા કરશે !
મેરા ભારત મહાન !!!!!!!!!!

Advertisements

9 comments

 1. શ્રી અરવિંદભાઈ

  તમારા સુચનો અને વિચાર ઘણા સુંદર છે.પરંતુ 100 કરોડની જનતા આબાદીમા જન્મથી જ સહાજીક ગંદકી અને સરળતાથી ધન મેળવવાની લાલસા રહેલી છે.અને સ્વંય વ્યક્તિ પોતેજ પોતાના ઘર શેરી અને ગામ અંગે સુધારણા અંગે પ્રવૃતિ કરશે તો કંઈક શરૂઆત થશે અને આ વાયરલ ચેપી બને તેવી આશા રાખીએ ! રાજકોટ જીલ્લાના એક તાલુકાના ગામના સરપંચશ્રીએ પોતાના ગામને સુંદર સ્વચ્છ અને શિસ્તબધ્ધ બનાવવા પ્રયત્ન કર્યો અને નામના મેળવી છે. નામ છે સરપંચશ્રી હરદેવસિંહ !

  મધુકર માંકડ્

  Like

 2. ગંદકી છે રોડ રસ્તા પર ને ગંદવાડ છે સમાજ માં.આપને ત્યાં ગંદકી ને પવિત્રતા વચ્ચે કોઈ કનેક્શન નથી.ગંદા હાથે વહેચેલી પ્રસાદી પણ પવિત્ર છે.પ્રસાદ નીચે પડીજાય તો પણ લોકો ઉઠાવીને ખાઈ લેછે.નર્મદા કે ગંગા માં એક બાજુ લોકો નહાતા હોય શરીર નો મેલ નદી માં ઠાલવતા હોય છતાં એનું પાણી પીને લોકો સ્વર્ગમાં સીટ બુક કરાવી લેતા હોય છે.હમણા અહી અમેરિકા માં એક ટોક શોમાં હોલીવુડના મુવી ૩૦૦ નો ડેશિંગ એક્ટર આવેલો,હવે એ કોઈ મુવીના શુટિંગ બાબતે ગંગા નદી ઉપર ગયો હશે,ત્યાં લોકો નહાતા હતા ને સાથે સાથે પાણી પણ લોકો પીતા હતા અને આ મુવીસ્ટાર ને પણ પીવા આગ્રહ કરતા હતા.એ ટોક શોમાં કહે હું કઈ રીતે એ પાણી પી શકું?ધર્મ ગુરુઓએ પવિત્રતા સાથે સ્વચ્છતા પણ જોડી દેવી જોઈએ.

  Like

  1. શ્રી ભુપેન્દ્રસિંહ

   આપ મારા બ્લોગ ઉપર આવ્યા અને પ્રતિભાવ પણ જણાવ્યો આભાર ! આપની વાત સાથે હું માત્ર સહમત જ નથી પણ સંતો અને ગુરૂઓને મેં અંગત પત્રો લખી જ્યારે જયારે તેઓ ધાર્મિક વ્યાખ્યાનો આપવા જતા હોય ત્યારે દરેક સ્થળે શ્રોતાઓ પાસેથી ગંદકી નહિ કરીએ તેવા સંકલ્પ પત્રો ઉપર સહી કરાવવા વ્નંતિ કરેલ પણ પરિણામ શૂન્ય ! અરે કોઈ સંતે પત્ર મળ્યા વિષે જણાવવાની દરકાર પણ કરી નથી. અલબત્ત સ્વામી સચ્ચિદાનંદજી આમાં અપવાદ ગણાવાય ! તેઓએ મને પ્રત્યુત્યુતર પાઠવવાની તકલીફ લીધી હતી. આ ઉપરાંત મેં સાધુ-સતો અને સંપ્રદાયના વડાઓને પણ લખ્યું છે શાળા અને કોલેજોમાં પણ લખ્યું છે પણ આપણાં દેશના લોકોને ગંદકી કોને કહેવાય તે જ કદાચ સમજ નથી ! અને તેથી જ આ ગંદકી ચો-તરફ ફેલાયે જાય છે. આપ મારાં ગંદ્કી વિષેના લેખમાં વધુ વિગતે વાંચી શકશો ! ફરી ને આભાર ! આવજો ! મળતા રહીશું !

   સ-સ્નેહ

   અરવિંદ

   Like

 3. ગંદકી બાબત દરેક જણ પોતાની રીતે જવાબદાર છે. રસ્તામાં ગમે ત્યાં થુકવું, બસ કે રેલ્વેની બારી બહાર ગમે તેમ થુકવું, ગમે તેમ વીચારવું, દાખલા તરીકે પત્થર એટલા દેવોને પુજવું, ગમે તે બાવાની શરણાગતી સ્વીકારવી, રાજ કરણમાં પ્રતીનીધી ચુંટી એને જ ગાળો ભાંડવી, આમ દરેક વીચાર ગંદકીનો વિષય બને છે. વીચારોમાં ગંદકી આવવાથી કાર્યવાહી ઉપર અસર થાય છે અને એનો લાભ લે છે જોગી બાવા અને ધુતારાઓ. ભારતમાં લોકો કર્મમાં માને છે અને બધો દોષ કરમ ઉપર ઢોળી દે છે. એટલે તો છેલ્લા હજાર વર્ષમાં દુનીયાની છઠ્ઠાભાગની ભારતની વસ્તીએ અન્ય લોકોના કલ્યાણ માટે જરાંપણ યોગદાન આપેલ નથી. સામાન્ય લખવાના સાધન પેન્સીલ કે બોલપેન કે બોલપેનના એક નાના પોઈન્ટની શોધમાં જરા પણ યોગદાન આપેલ નથી. હા આપણે બ્રહ્મમાં રાચ્યા પાચ્યા છીએ કે અમારી ગુરુકુળ પદ્ધતી ઉચ્ચ હતી. આને વીચારોની ગંદકી કહેવાય. મગજમાંથી ગંદકી બહાર કાઢવી જોઈએ. કરમને કારણે બધા પત્થરો દેવ બની ગયા છે.

  Like

  1. શ્રી રમેશભાઈ

   આપે બ્લોગની મુલાકાત લીધી આભાર ! આપે સુચન કર્યું તેવું કદાચ શકય થાય તો પણ આપણાં દેશના આ નફ્ફ્ટ અને નરાધમ રાજકારણીઓ ઉપર કોઈ અસર થવાની સંભાવના મને તો જણાતી નથી. આ બધા 10-15′ આર.સી.સી.ના સ્લેબથી પણ વધારે જાડી ચામડી ધરાવનારાઓ છે ! કોઈ સંભાવના નથી ! ખેર !

   આવજો ! મળતા રહીશું !

   સ-સ્નેહ

   અરવિંદ

   Like

 4. dhanyvad tamara lekh ane blog joya,gandaki ane gandavad vishe etalu samjay chhe ke bharat aadhyatmiktama mahan desh hato jyare anya desho naetiktama aagal hata ane chhe,matra aadhyatmiktama rahine ame amara desanu rakshan na kari shakya ane gulam banya 1947 ma aajadi na name matra gulami j mali pariname ame naetik ane aadhyatmik banne sabhyta khoi betha chhiye aaje amara haal’na gharana na ghatana’jeva thai chhe,mandir, murti ,dhrmakriya vigere amri pase aatyantik mulyavan sampatti chhe, pan have jyotish ,vastu,vigere ni jem je videsh/vighnan maanya banine aavashe tyare samanya janmanasma aadar patra banshe(abhipraya ma tamo muki sako chho)

  Like

 5. તેમ છતાં અહિ વધારે સ્પષ્ટતા કરી દેવી યથાર્થ ગણાશે ગંદકી સામન્ય જન સમુદાય કચરો ફેંકી કરે તે સંદર્ભમાં સમજવાનું રહેશે જ્યારે કહેવાતા સેવા ધારીઓ- રાજકારણીઓ-સત્તાધીશો-પ્રધાનો-સાધુ-સંતો-બાવાઓ કે આશ્રમના વડાઓ જે ભોળા જન સમુદાયને મૂર્ખ બનાવી કૌભાંડો આચરી રહ્યા છે અને તમામ પ્રકારની સમાજ વિરૂધ્ધની/ સમાજના અહિતની પ્રવૃતિ વડે પોતાના અંગત સ્વાર્થ માટે આચરવામાં આવતી તમામ ક્રિયાઓ કે જે સામે પોતાની વગ દ્વારા કોઈ પણ જાતની ક્યારેય પણ સજા/નશ્યત ભોગવવાની ના આવે તેવી સલામત રીતે કરવામાં આવતી પ્રવૃતિઓ ને દેશના ગંદવાડ તરીકે ઓળખવી રહી !
  Arvindbhai…..Your conlusion/explanation of GANDKI/GANDWAD…..& your anysis of the Persons respinsible make SENSE!
  I feel we ALL are RESPONSIBLE for the Present Status…one way or another!…A common Man OR the LEADERS both need to CHANGE….Let us not accept CORRUPTION…cultivate PRIDE for the SELF & our COUNRTY…If we can do these I can see a REVOLUTION in our Country & then the MANKIND will admire US & follow our example..( just like the rich Hindu Culture was the Source of INSPIRATIONS for the OTHERS when we had the Days of OUR GLORY )
  Just my Thought !
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com

  Like

  1. શ્રી ચંદ્રવદનભાઈ

   આપણાં દેશના લોકો મોટાભાગના પ્રારબ્ધવાદી છે અથવા કહેવાતા ગુરૂઓ-સાધુ-સંતો અને બાવાઓ તથા સંપ્રદાયોનાવડાઓએ લોકોને એટલી હદે નસીબ ઉપર આધાર રાખતા અને તેઓની તકલીફ કે મુશ્કેલીઓ દૂર કરવા માટે આ લોકો જ સક્ષમ છે અને તેમના ઉપર સંપૂર્ણ આધારિત કરી દીધેલ છે અને સામાન્ય જનસમુદાય બીન સલામતિ અનુભવી રહે તેવી કુનેહ પૂર્વક રમત કરતા આવ્યાછે તેવી જ ચાલાકી આજના રાજકારણીઓ લોકો સાથે કરી રહ્યા છે. લોકો પોતાના રોજ્-બરોજના રોટી મેળવવાના પ્રયાસોમાંથી ફુરસદ મેળવી ના શકે તે રીતે આયોજન બધ્ધ આ અધમ કક્ષાના રાજકારણીઓએ લોકોને ઘેરી લીધા હોય જો તેમાંથી ફુરસદ મળે તો ક્રાંતિ કરવા અને અવાજ ઉઠાવવ કે બુંલદ બનાવે ને ? નવી સંસદ જે હમણાં ચૂંટણી બાદ રચાઈ તેમાં 315 કરોડપતી સાંસદો છે અને 10 લાખથી ઓછી આવક વાળા તો માત્ર 17 સાંસદ છે ! આ કરોડપતી સાંસદો પગાર અને ભથ્થા ઉપરાંત અનેક મફત સગવદો સામાન્ય લોકોના ભોગે ભોગવી રહ્યા છે અને તેને સેવા જેવું સુંદર નામ આપવામાં આવે છે ! અરે આ સાંસદો સંસદની મુદત પૂરી થ્યા બાદ પેંશન પણ સ્વીકારશે જે સ્પષ્ટ દર્શાવે છે કે મૂળભુત રીતે આ સાંસદો ભિખારીની કક્ષાના જ છે અને તેઓને દેશ કે લોકોના હિત માટે કંઈ પડી નથી.આ કરોડપતીઓ દેશના ગરીબો માટે શું વિચાર કરવાના હતા ?

   અને આપણાં દેશમાં ક્રાંતિ ? ના બાબા ના એ શું બોલ્યા ! સામાન્ય જન સમુદાયને ગરીબ હોવા માટે તેમના પૂર્વ જન્માના કર્મોને દોષ દેતા પઢાવી દેવામાં આવ્યા છે !

   ગંદકી કરતા પણ ગંદવાડ જે રીતે સમાજમાં ફેલાવવામાં આવી રહ્યો છે તેને માટે જવાબદાર રાજકારણીઓ તો છે જ પણ દેશના કહેવાતા ધાર્મિક સાધુ-સંતો-ગુરૂઓ-બાવાઓ અને સંપ્રદાયના વડાઓને વધુ જવાબદાર ગણવા રહ્યા !

   આપનો આભાર આપ અવાર નવાર બ્લોગની મુલાકત લો છો અએ પ્રતિભાવ પણ જણાવતા રહો છો તે માટે ! આવજો ! મળતા રહીશું !

   સ-સ્નેહ

   અરવિંદ

   Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s