મિત્રો
ગુજરાત સમાચારની બુધવાર 25 નવેમ્બર 2009ની શતદલ પૂર્તિમાં હાલના સમયના આધુનિક મા-બાપો પોતાના બાળકોને ધરાર અંગ્રેજી માધ્યમમાં ભણાવી રહ્યા છે તે વિષય ઉપર શ્રી મધુસુદન પારેખે એક જેની લાઠી તેની ભેંસ નીચે “આપણું ગુજુ અંગ્રેજી જઈ લ્યો” ના મથાળા હેઠળ સુંદર કટાક્ષિકા લખેલ છે આપ સૌ પણ તે વાંચી જાણી અને માણી શકો તેવા હેતુ અને ઉદેશથી તે લેખની લીંક નીચે આપેલ છે તો અવશ્ય મુલાકાત લઈ વાંચશો અને આપના પ્રતિભાવો પણ જણાવશો ! આભાર
સ-સ્નેહ
અરવિંદ http://www.gujaratsamachar.com/gsa/20091125/guj/supplement/lathi.html
શ્રી મધુસુદન પારેખ અને ગુજરત સમાચારના સૌજન્યથી.
Advertisements
Hi,
Very Interesting story…
Keep it….
Divyesh
http://www.krutarth.com
http://guj.krutarth.com
http://eng.krutarth.com
http://dreams.krutarth.com
LikeLike
Arvindbhai…Sorry for 2nd Comment…& that also in English !
ALL your Readers are invited to my Blog for 2ND ANNIVERSARY Post>>>>CHANDRAVADAN.
http://www.chandrapukar.wordpress.com
LikeLike
અરવીંદભાઈ….ગુજરાતી ભાષા બોલવી એ એક ગુજરાતી તરીકે અગત્યની વાત છે….લખતા જાણતા ના હોય તો શીખવા માટે પુરો પ્રયાસ હોવો જોઈએ…. અને, ગુજરાતી બોલતા ગર્વ લેવો જોઈએ….આટ્લું જો શક્ય થાય તો ગુજરાતી ભાષા અમર રહેશે !>>>>>ચંદ્રવદન
LikeLike
શ્રી ચન્દ્રવદનભાઈ
આપની વાતમાં તથ્ય હોવા છતાં આપણા બદનસીબે આપના જેવી સમજણની ગુજરાતીઓમાં અભાવ જણાય છે. અંગ્રેજીનું ભૂત મોટાભાગના ગુજરાતીઓ ઉપર એવું તો સવાર થ્યું છે કે પાગલ પણાંની હદે પહોંચ્યું હોય તેવું ક્યારેક લાગે છે. આપને મારા પોતાનો એક અનુભવ કહું અમે એક લગ્નમાં ગયેલા અને લગ્નની વિધિ થોડે દૂરથી ઉભા ઉભા જોતા હતા અને અન્ય સંબંધીઓ સાથે વતો પણ કરતા હતાં ત્યાં અમારા નજીકના સગા એવા એક બહેન આવ્યા અને અમને કહ્યું આપ સૌ સ્ટેનડ કેમ છો ? ચાલો હું આપસૌ માટે ચેર પૂલ કરી દઉ છું આપ સર્વે તેમાં સીટ થઈ લગ્નની વિધિ રેસ્ટથી સી કરો ઓકે ! આપની જાણ માટે આ બહેન અંગ્રેજીના સ્પેશીયલ વિષય સાથે સ્નાતક થયેલા અને તેમના બાળકો પણ અંગ્રેજી માધ્યમાં શિક્ષણ લઈ રહ્યા છે ! આ વાત ઉઅપ્રથી આપ સમજી શક્શો કે ગુજરાતીની સ્થિતિ ગુજરાતમાં કેટલી કરૂણ થઈ રહી છે !
સ-સ્નેહ
અરવિંદ
LikeLike
મારી પોસ્ટ ગુજરાતી છો? તો ગુજરાતીમાં વાત કરો ને! (http://jaywantpandya.wordpress.com/2009/11/26/)માં આ જ વાત છે. થોડાં વર્ષોમાં મધુસૂદનભાઈએ લખ્યું તેવું જ થવાનું…હવે તો લિપિય અંગ્રેજી કરવા માંડ્યા..પછી વાત ક્યાં રહી.
LikeLike
શ્રી જયવંતભાઈ
બ્લોગની મુલાકાત માટે આભાર ! ગુજરાતીની પાળ પીટાય રહી છે અને આપણે સૌ નિઃસહાય બની મૂક શાક્ષી બની રહેવાના ! આવનારા દિવસોમાં મધુસુદનભાઈએ લખ્યુ છે તેવું તો તદન સામાન્ય થઈ પડશે. હાલ પણ આમતો ઘણાં ખરા નવ યુવકો/યુવતીઓ મોટે ભાગે આવી જ ભાષા બોલિ અને કદાચ લખી પણ રહ્યા છે અને તેમના મા-બાપો પોતાના બાળકોને અંગ્રેજી આવડી ગયાના વહેમમાં મહાલે છે ! ખેર ! જે થાય તે જોયા કરવાનું. વર્ણ સંકર ભાષા બનાવ્યે જ રહેશે !
ફરીને આભાર ! આવજો ! મળતા રહીશું !
સ-સ્નેહ
અરવિંદ
LikeLike