ઉલટ ફેર !!! સુદામા અને કૃષ્ણ !!!

સ્વપનિલ મહેતા અને સંદેશના સૌજન્યથી નીચેનો લેખ આપ સૌ મિત્રોના વાચનાર્થે  રજૂ કરેલ છે. આશા છે કે આપ સૌને આ સુદામા અને કૃષ્ણ માટે  વિચારેલ ઉલટ ફેર પસંદ પડશે !

પ્રભુકૃપાથી સુદામા આજે સંપન્ન હતા. આજે વિશ્વભરમાં તેમના સુદામા રિસોર્ટ અને તાંદુલ કેટરર્સ ધૂમ મચાવી રહ્યાં છે. એમાંય તાંદુલના તો એમણે પેટન્ટ કરાવી લીધા હતા. કેવળ તાંદુલમાં જ એમણે ત્રણસો પચાસ જેટલી નવી વેરાઇટી ઊભી કરી હતી. ગલ્ફ દેશોમાં પગપેસારો કરવા એ નોનવેજ તાંદુલ ‘ઇન્ટ્રોડયુસ’ કરવાના હતા.ભવ્ય, આલિશાન, પચાસ માળવાળા સુદામા કુટિરના પેન્ટહાઉસમાં એ પોતાનો ભૂતકાળ વાગોળી રહ્યા હતા. ભૂતકાળની યાદોએ એમનું મોં કટાણું કરી દીધું. અરમાનીના વૈભવશાળી શૂટમાં સજ્જ એવા સુદામાથી કમરની નીચે એક નાની પોતડી અને કમરની ઉપરના ભાગે વસ્ત્રના નામે એક માત્ર જનોઇ ધારણ કરેલો જૂનો સુદામા સહન થઇ શક્યો નહીં.વાસ્તવિકતાથી ભાગવા મોટા પડદાવાળા ટીવીમાં કોઇ કાર્યક્રમ કે સમાચાર જોવાનો નિર્ધાર કર્યો. એમના પાંચેય છોકરા અત્યારે અબ્રોડમાં સેટ થઇ ચૂક્યા હતા. પત્ની પણ છોકરાના છોકરા રમાડવા વિદેશ પહોંચી ચૂકી હતી. એમણે ટીવી ચાલુ કર્યું. એમ ટીવી પર ચાલતી ડિસ્કોની તરજ પણ સુદામાને શાતા આપી શકી નહીં. ચહેરા પર કશો અકળામણનો ભાવ ઉપસી આવ્યો. બે ઘડી ટીવી સામે ગુસ્સાથી જોઇ રહ્યા. ટીવી બંધ કર્યું. પોતાના પર્સનલ જીમમાં જઇને થોડીક કસરત કરી નાખવી જોઇએ એવા નિર્ધાર સાથે સુદામાએ કપડાં બદલીને પોતાના જીમમાં પ્રવેશ કર્યો.

આદમકદના અરીસા સામે ઊભા રહીને ટ્રેડમિલ પર પોતાની વોક શરૃ કરી દીધી પરંતુ અરીસામાં ટ્રેકસૂટમાં દોડી રહેલા સુદામાની જગ્યાએ દોડી રહેલો પેલો ગરીબ દરિદ્ર સુદામો જ દૃષ્ટિગોચર થયો. એક ક્ષણ તો સુદામાને આ મોંઘો અરીસો તોડવાનું મન થઇ આવ્યું પણ નાણાંનું મૂલ્ય સુદામાથી વધારે કોણ સમજી શકે ? અરીસાને તોડવા કરતાં અરીસાને પીઠ દેખાડવી જ બધી રીતે ફાયદાકારક છે એમ માનીને પોતાના પર્સનલ યોગગુરુની સલાહ પ્રમાણે જ પલાંઠી વાળીને પ્રાણાયામ શરૃ કરી દીધો. પરંતુ સુદામાએ જ્યાં આંખો બંધ કરી ત્યાં વળી પાછો પેલો સુદામા દેખાયો.

કોઇ દિવસ નહીં ને વળી, આજે પોતાને શું થઇ રહ્યું છે તેની સમજણ સુદામાને પડી નહીં. પોતાના દારુણ ગરીબીથી ભરેલા ભૂતકાળથી બચવા માટે યોગનું કયું આસન કરવું જોઇએ તેની સુદામાને ખબર પડી નહીં. આ પરિસ્થિતિથી બચવા ઊંઘની ગોળીઓ લઇને પોતે સૂઇ જશે તો સ્વપ્નમાં પણ પેલો ગરીબ સુદામા જ પ્રગટ થવાનો, એવું સુદામાને ચોક્કસપણે લાગી રહ્યું હતું. આવી પરિસ્થિતિમાં શું નિર્ણય લેવો તેનો સુદામા વિચાર કરતા હતા ત્યાં જ બાજુમાં પડેલો ઇન્ટરકોમ રણકી ઊઠયો. સુદામા કુટિરના ચીફ સિક્યોરિટી ઓફિસરનો ફોન હતો. એણે ખૂબ જ વિનમ્રતાથી કહ્યું:

‘સર આપણા ગેટ પર કોઇ અતિ દુર્બળ, કાળો, મેલોઘેલો ગરીબ ઊભો છે અને આશ્ચર્યની વાત એ છે કે એ આપનો પરમ મિત્ર હોવાનો દાવો કરી રહ્યો છે.

‘કદાચ કૃષ્ણ હશે…’ એવું મનોમન બબડીને, મોં કટાણું કરીને, સુદામાએ ઇન્ટરકોમનું રિસીવર બાજુ પર મૂકી દીધું.

 

 

 
 

ઉલટ ફેર પસંદ પડશે !

Advertisements

20 comments

  1. નીલમજી

   આપે બ્લોગની મુલાકાત લીધી અને એક સાથે ઘણાં બધી પોસ્ટ વાંચી પ્રતિભાવ જણાવ્યો આભાર ! ફરી પણ અનુકૂળતાએ મુલાકાત લેતા રહેશો અને પ્રતિભાવ પણ જણાવી મને પ્રોત્સાહિત કરતા રહેશો ! આભાર અને ફરી મળતા રહીશું !

   સ-સ્નેહ

   અરવિંદ

   Like

  1. શ્રી દિલિપ ભાઈ
   આભાર આપની મુલાકાત માટે ! જવાબ મોડો થયો કારણ અહિ નેટ નું કંઈક પ્રોબ્લેમ ઉભું થયેલું. કનેક્ટ નહિ થતું હોવાને કારણે જવાબમાં વિલંબ થયો છે. ફરીને પણ મુલાકાત લેતા રહેશો !
   સ-સ્નેહ
   અરવિદ

   Like

 1. Nice imaginative story with Sudama (as Sudama of this Modern World ) ….& it actually brings ua to the “reality” of the Modern times…in the comforts & wealth He who forgets the God is often reminded of “True Self” but such warninga are ignored,…And that is the tragedy!….So,when Krishna knocke at the door, Sudama doen not run to receive Him ! …….
  I liked the way Swapanil Mehta has written this !>>>Chandravadan Mistry
  http://www.chandrapukar.wordpress.com

  Like

  1. આભાર ચંદ્રવદનભાઈ આપને આ લેખ ગમ્યો ! અલબત આપને જવાબ મોડો લખાય છે કારણ કે અહિં આપ જાણો છો તે પ્રમાણે દીવાળી અને નવા વર્ષના તહેવારોનું મહત્વ કેટલું છે એટલે વિલંબ થવો ખૂબ જ સહજ અને સ્વાભાવિક ગણાય ! આવજો ફરી મળીશું !
   સ-સ્નેહ
   અરવિંદ

   Like

 2. સરસ કલ્પ્ના છે. પણ આવા ઘણા કિસ્સા જાણવા,સાંભળવા,વાંચવા અને જોવા મળતા હોય છે કે સમૃદ્ધિ મળ્યા પછી એના પાયામાં જેનો સહયોગ હતો તેને ભૂલી જતા હોય છે અને પોતાના સ્નેહીઓ સાથેનો સંબંધ પણ તોડી નાંખે છે.

  બની ગયા ધનવાન
  ભુલી ગયા ભગવાન
  થકી થયા બળવાન
  ભુલી ગયા ધનવાન

  Like

  1. શ્રી જગદીશભાઈ
   આભાર આપે બ્લોગની મુલાકાત લીધી અને પ્રતિભાવ પણ જણાવ્યો ! આપની વાત તદન સાચી છે સમાજ્માં આવા અનેક કિસ્સાઓ બનતા રહે છે અને કૃષણ જેવા મિત્રને જ ભીખ માંગવાનો વખત આવે છે ! સમાજમાં મોટા ભાગના લોકો પોતાના સ્વાર્થ સિવાય ક્યારે ય મદદગાર થતા હોતા નથી. કૃષ્ણ અને સુદામા તેમજ કર્ણ અને દુર્યોધનની મૈત્રી દુનિયાભરમાં અજોડ છે !પણ હવેના સમયમાં આવા મિત્રો મળે તો મળે અને જેમને મળે તે ભાગયશાળી ગણાય ! આવજો. ફરી મળીશું !

   સ-સ્નેહ

   અરવિંદ

   Like

 3. અરે! વાહ, શું અફલાતુન કલ્પના છે?
  બીચારા કૃષ્ણ..
  સ્વપ્નિલની સ્વપ્નશીલતાને સો સો સલામ.
  હવે મારા ગોવાળીયા ગોવાને મર્સીડીસમાં બેસી ફાસ્ટ ફુડ ખાતો કરવો પડશે !!!

  Like

  1. શ્રી સુરેશભાઈ
   આભાર ! આપને આ સ્વપ્નિલનો લેખ ગમ્યો મેં પણ તેમને જણાવ્યું છે કે મારાં બ્લોગર મિત્રોને આપનો આ લખ ખૂબ જ ગમ્યો છે ! ફરી મુલાકાત લેતા રહેશો અને પ્રતિભાવ પણ જણાવતા રહેશો. આભાર !
   સ-સ્નેહ
   અરવિંદ

   Like

 4. ખુબ સુંદર ફેરફાર સાથે વિચાર માંગી લે તેવી વાત છે પણ ચરિત્રણ ખુબ સુંદર થયું છે…આજે આમ બની શકે…કહેવાતા ગરીબ સુદામા મલ્ટીમિલ્યોનેર હોત અને કૃષ્ણ કંગાલ…સંતોની શોભાયાત્રાની પાછળ..ગાદી પતિઓના કરોડો અનુયાયીઅઓની પાછળ એકલો અટૂલો સુકલકડી કરસન ઢસડાતો હોય તેમ પણ બને ખરું….

  Like

  1. આભાર દીનેશભાઈ આપે બ્લોગની મુલાકાત લીધી અને પ્રતિભાવ પણ જણાવ્યો ખૂબ ખૂબ આભાર ! વળી પણ મુલાકાત લેતા રહેશો !

   સ-સ્નેહ

   અરવિંદ

   Like

 5. પશ્ચિમી આધુનિકતા માં ડૂબી ગયેલાં માનવી નું સુદામા ના પાત્ર દ્વારા તેના આધુનિક માનસ ને સરસ રીતે રજૂ કર્યું છે. તે બદલ સ્વપ્નિલ મહેતાને અભિનંદન અને તમને ધન્યવાદ!

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s