પાડો કે પ્લેન ! ? !

                            પાડો કે પ્લેન ! ? !

યમરાજ ભગવાનની ઓફિસના સ્વાગત-કક્ષમાં આવીને ક્યારના ભગવાન બોલાવે તેની રાહ જોઈ બેસી રહ્યા હતા. બે ક વાર ભગવાનના પર્સનલ સેક્રેટરીને પોતાની ભગવાન સાથેની અગાઉથી નક્કી થયેલી મુલાકતની યાદ પણ આપી અને જલ્દીથી મુલાકાત માટે આગ્રહ્ભરી વિનંતિ પણ કરી.

યમરાજ ભારે મુંઝાયેલા અને સખ્ત અકળામણ અનુભવી રહ્યા હોઈ ચિંતાગ્રસ્ત પણ જણાતા હતા. વિમાસણ્ને કારણે એક સ્થાને સ્થિર બેસી પણ નહતા શક્તા અને આમથી તેમ આંટા મારી રહ્યા હતા. સ્વાગત્-કક્ષમાં રહેલો ડ્નલોપીલોનો પોચો અને સુંવાળો સોફો પણ તેમને કઠતો હોય તેમ જણાતું હતું. સમગ્ર ઓફિસ વાતાનુકુલિત હોવા છતાં યમરાજ પરસેવે રેફ્-ઝેફ થઈ ગયા હતા. વારંવાર પર્સનલ સેક્રેટરી તરફ દયામણી નજર માંડી ઝડપથી મુલાકાત માટે વિનવણી કરી રહ્યા હોય તેમ જણાતું હતું. બેચેની તેમના ચહેરા ઉપર બરાબર દ્ર્ષ્ટિગોચર થઈ રહી હતી.

આખરે તેમની ઈંતેજારીનો અંત આવ્યો અને સેક્રેટરીએ ભગવાનની ચેમ્બરનું દ્વાર ખોલી આપી મુલાકાત માટે અંદર પધારવા જણાવ્યું. ચેમ્બરમાં પ્રવેશતાં જ યમરાજ દોડી ભગવાનના ચરણોમાં ઢગલો થઈ પડ્યા અને આજીજી પૂર્વક પ્રાર્થના કરી પોતાને બચાવી લેવા વારંવાર જણાવવા લાગ્યાં.

ભગવાને યમરાજને ઉભા કરી નિરાંતે સ્થાન ગ્રહણ કરવા જણાવ્યું અને ઠંડા પાણીનો ગ્લાસ ધર્યો. યમરાજ એક જ ઘુંટડે આખો ગ્લાસ ગળામાં ઠાલવી દીધો અને ભગવાન સામે દીન્આંખે જોવા લાગ્યા.

ભગવાને પૂછ્યું કે,” હવે કહો યમરાજ કે આપને આટલી મુંઝ્વણ શાની છે અને આપને કઈ સમસ્યા પીડી રહી છે ? જે કોઈ પ્રશ્ન હોય તે શાંતિથી કહો.”

યમરાજે બે હાથ જોડી ઉંડો શ્વાસ લઈ સમસ્યા કહેવાની શરૂઆત કરી.

”  હે પ્રભુ આપે સ્વાઈન ફ્લુને કારણે મૃત્યુનો આંક વધી જતા મૃતાત્માઓને લાવવા પ્લેન વાપરવાની સગવડ કરી આપેલી કે જેથી સેંકડોની સંખ્યામાં મૃતાત્માઓને અત્રે એકી સાથે લાવી શકાય્ પ્લેનના આ વપરાશને કારણે અમારી આ કામગીરીમાં અમને ખૂબ જ રાહત મળેલી કારણ એકી સાથે અસંખ્ય મૃતાત્માઓને પ્લેન મારફત  સહેલાઈથી અને સરળતાથી વહન કરી શકાતા હતા.”

”સ્વાઈન ફ્લુ સિવાય પણ અનેક રોગોને કારણે મૃત્યુ થતાં હોઈ અમને આ કામગીરીમાં પ્લેનના વપરાશથી ઝડપ પણ વધારી શકવા અને સમર્થ બની રહેલા. ત્યાં જ ધરતી-કંપ અને સમુદ્રમાં ઉઠેલા સુ-નામી મોજાઓએ પણ કાળો-કેર વર્તાવતાં હજારોની સંખ્યામાં મૃતાત્માઓને ઉઠાવવાની કામગીરી આવી પડી હોય અમારે રાઉંડ ધી ક્લોક કામ કરવું પડે છે. પ્લેનની સગવડતાથી અમારી કામગીરી અમે કુશળતા અને સહેલાઈથી સફળતા પૂર્વક પાર પાડી રહ્યા છીએ”.

યમરાજની આ રજૂઆત સાંભળી ભગવાને મંદ મંદ મલકાઈ રહ્યા અને યમરાજને કહ્યું, કે “આપના કહેવા પ્રમાણે જો પ્લેનની સગવડતાથી આપની કામગીરી ઝ્ડપી સરળ અને સહેલી બની હોય તો ફરિયાદ કે સમસ્યા જ ક્યાં છે ?”

“અરે !મારાં પ્રભુ !” યમરાજ બોલ્યા “આ પ્લેનની પળોજણે જ અમારા માટે જબર જસ્ત સમસ્યા ઉભી કરી છે. આપ જાણો છો પૃથ્વી ઉપર એક ભારત નામનો દેશ છે અને આ દેશના લોકો અત્યંત રૂઢિચુસ્ત ,જૂનવાણી જ નથી ,પણ અંધશ્ર્ધ્ધાથી પણ ભરપૂર છે. આ દેશ્માં પણ પાશ્ચાત્યદેશોમાંથી સ્વાઈન ફ્લુના દર્દીઓ આવીને આ રોગ ફેલાવી રહ્યા છે અને માણસો ટ્પો ટપ મૃત્યુ પામી રહ્યા છે. આ સાથે જ અન્ય રોગ જેવાકે કેંસર, ટીબી, ન્યુમોનીયા, હાર્ટ-એટક, મેલેરીયા અને સામાન્ય ફ્લ્યુને કારણે તો મૃત્યુનો આંક વધી જ રહ્યો હતો ત્યાં આ સ્વાઈન ફ્લ્યુએ આતંક મચાવ્યો છે એમ સરકારના આંકડા જણાવે છે.”

”આથી અમારે તાત્કાલિક ત્યાંથી મૃતાત્માઓને ઉઠાવવા ધ્યાન કેન્દ્રીત કરવુ પડતાં અમે અમારા કેટલાક પ્લેનને ભારત જવા આદેશ આપેલો. અને ત્યાંથી અમને તાકીદનો સંદેશો મલ્યો કે અહીં મૃતાત્માઓ ચાર શહેરોમાં એકઠા થઈ સામુહિક રીતે પ્લેનમાં આવવાનો સખ્ત વિરોધ કરી રહ્યા છે અને એક પણ મૃતાત્મા આવવા તૈયાર ના હોઈ અમારે શું કરવું ? અને મને ( યમરાજ ) ભારતની તાબડતોડ મુલાકાતે આવી જવાનું કહેવામાં આવતા અને મને પણ તાકીદની પરિસ્થિતિ મારા જવાથી હલ થઈ શક્તી હોય તો મેં તાત્કાલીક મુલાકાત લેવાનું વિચાર્યું અને ત્યાં પહોંચી જોયું તો અસંખ્ય મૃતાત્માઓ દિલ્હી, મુંબઈ, બેંગ્લોર, પૂના અને અમદાવાદમાં સમુહમાં એકઠા થયેલા અને મને જોઈ સૌ એકી સાથે નારા લગાવવા લાગ્યા કે “પ્લેન પાછા મોકલો ,” પાડો લાવો,”  “હમારી માંગે લેકે રહેંગે,”  “પાડાકે બીના હુમ કહીંભી નહિ જાયેંગે”,  “પાડા લાવો ,પાડા લાવો” ,”પ્લેન કો છોડદો”,  વગેરે ! મેં તેમના પ્રતિનિધિઓ સાથે વાત કરવા અને સમજાવવા કોશિશ કરી પણ એક પણ મૃતાત્મા મારી જોડે જ્યાં સુધી પ્લેન પરત ના જાય ત્યાં સુધી વાત કરવા પણ તૈયાર નહિ થયા.  અને મને આ આવેદન પત્ર આપ્યું કે અમે ભગવાનના દરબારમાં આવવા માત્ર તૈયાર જ નહિ પણ ઉત્સુક પણ છીએ પણ અમે આવીશું તો પરંપરા ગત અને પ્રણાલિકાગત વાહન પાડા ઉપર જ .”

”આ મૃતાત્માઓની આવી વિચિત્ર માંગણી આજે 21મી સદીમાં પણ જૂનવાણી વાહન વાપરવાની જીદ પાછ્ળનું કારણ જાણવા મેં મારાં સ્તોત્રો દ્વારા કોશિશ કરતાં જાણવા મળ્યું કે આ મૃતાત્માઓને પ્લેનના પાયલોટો કે એર-હોસ્ટેસો કે ગ્રાઉંડકર્મચારીઓ અને અન્ય ટેકનીકલ કર્માચારીઓની કાબેલીયત કે તેઓની ગમે તે સમયે અને ગમે ત્યાં હડતાલ ઉપર ઉતરી જવાની આદતને કારણે બિલકુલ વિશ્વાસ ના હોય પાડાનો વિકલ્પ જ શ્રેષ્ઠ ગણવામાં આવે છે. આ મૃતાત્માઓએ તો ત્યાં સુધી કહ્યું કે અમે એક વાર તો મૃત્યુ પામી ચૂકયા છીએ અને ભગવાનના દરબારમાં લઈ જવાની જવાબદારી યમરાજની છે અને જો અમને પ્લેનમાં ઉઠાવી જવાનું ફરજિયાત કરવામાં આવશે તો અમને ડર છે કે આ પ્લેનના પાયલોટૉ ઉડાન કરી રસ્તમાં જ હડતાલ ઉપર ઉતરી પડે તો અમારું તો બીજી વાર મૃત્યુ આવી પડે ! અને જે અમને મંજૂર નથી !! ”

”આવા સંજોગોમાં આપની પાસે આ સમસ્યાનો યોગ્ય ઉકેલ શોધવા આવેલ છું. તો આપ શ્રી આ સમસ્યાને તેના યોગ્ય સંદર્ભમાં સમજી અમને યોગ્ય માર્ગ દર્શન આપો જેથા ભારતમાં હજારોની સંખ્યામાં એકઠા થઈ ગયેલા મૃતાત્માઓને ઝડપથી ઉઠાવી આપના દરબારમાં હાજર કરી શકાય્”

યમરાજની વાતે ભગવાનને પણ ઘડીભર મુંઝ્વણમાં મૂકી દીધા. અને સેક્રેટરીને મંત્રીમંડળની તાકીદની બેઠક બોલાવવા આદેશ આપ્યો. જે કોઈ મંત્રી જ્યાં હોય ત્યાંથી તમામ કાર્યો પડતા મૂકી ભગવાનની ઓફિસમાં હાજર થઈ જવાની તાકીદ કરવામાં આવી.

થોડી ક્ષણોમાં સર્વે મંત્રીઓ હાજર થતાં જ ભગવાને યમરાજની મુંઝ્વણ વિષે તમામને જાણ કરી અને તેમના સલાહ સુચનો માંગ્યા. મંત્રીઓ એક બીજા સામે જોવા લાગ્યા કોઈની એવી કાબેલિયત કે હોંશિયારી નહિ હતી કે આવા સંવેદનાત્મક પ્રશ્નનો હલ દર્શાવી શકે.

તેમ છતાં એક મંત્ર્રીએ પ્લેનની અવેજીમાં પાડાઓની તાત્કાલિક ભરતી કરી પાડાઓ મોકલવા જણાવ્યું. ( આ મંત્રી પ્ર્રાણી ખાતુ સંભાળતો હોય તુરત જ અન્ય મંત્રીઓ એક બીજા સામે આંખ મારવા લાગ્યા ) ભગવાને જણાવ્યું કે જો આ રીતે આપણે એક દેશના મૃતાત્માઓ પાસે ઝુકી જઈશું તો આપણી નબળાઈ જાણી બીજા દેશના મૃતાત્માઓ પણ આવા ગતકડા કરી અવાર-નવાર આપણણે મુંઝ્વણમાં મૂકવાની કોશિશ કરશે માટે રસ્તો એવો વિચારવો રહ્યો કે ડોશી મરે નહિ ને જમડાં ઘર ભાળે નહિ. વળી આ પ્રશ્ન પણ તાકીદનો છે માટે વિલંબ પોષાશે નહિ.

ખૂબ લાંબી ચર્ચા-વિચારણા બાદ આખરી નિર્ણય ભગવાન ઉપર છોડી અને તેમને જ આ પ્રશ્ન હલ કરવાની આખરી સત્તા સોંપતો ઠરાવ કરી મંત્રીમંડળની બેઠક પૂરી થયેલી જાહેર કરવામાં આવી. યમરાજ બિચારા મોં વકાસી આ તમાશો જોતા રહ્યા. બધા મંત્રી વિદાય થઈ ગયા એટલે યમરાજે ફરી ભગવાનને બે હાથ જોડી આ પ્રશ્ન વિષે ભગવાન પોતે શું વિચારી રહ્યા છે તે પૂછ્યું.

ભગવાને  તાત્કાલિક વિશ્વકર્માને તેડું મોકલ્યું અને તે હાજર થતાં  યમરાજના પાડા જેવાજ આકારના  પ્લેન તાબડતોડ  બનાવા કહ્યું અને જેના સંચાલક તરીકે યમરાજ  જ ચલાવી શકે અને હુબહુ એ પાડા જેવાજ દેખાવા જોઈએ તેવી તાકીદ પણ કરી. યમરાજને આ  યુક્તિ પસંદ પડી ગઈ !  ભગવાને વધારામાં આ પાડામાં પણ ઈકોનોમી ક્લાસ  જેવી સીટો ગોઠવવા પણ જણાવ્યું   કે જેથી હાલમાં ચાલી રહેલી  કરકસર કરી ખર્ચ બચાવાની રાજકારણીઓએ શરૂ કરેલી રમતને આ મૃતાત્માઓ પણ જોઈ શકે અને માણી પણ શકે !  વિશ્વકર્માએ તાત્કાલિક ધોરણે નવી ટેકનીક અપનાવી આવા પાડા તૈયાર કરી આપ્યા.

 આમે ય ભારત સરકારના એક મંત્રીએ તો કહેલું જ છે કે પ્લેનનો  ઈકોનોમી કલાસ ઘેંટા-બકરા માટે હોય તેવો જ હોય છે અને આપ જાણો છો તે પ્રમાણે ભારતવાસીઓ જીવતા જીવ –  (અપવાદ જેવા કે  રાજ કારણીઓ-સાધુ-સંન્યાસીઓ કે મૂડીપતિઓ સિવાયના લોકો તો-) આવા  કેટલ કલાસથી જ ટેવાયલા હોય છે અને તેથી તમે તમારા આ પાડા આકારના પ્લેનમાં ઠાંસોઠંસ ભરીને મૃતાત્માઓ લાવશો તો તે તેઓને વધારે પસંદ આવશે અને કોઈ પણ આ પાડા જેવા પ્લેનને પ્લેન તરીકે નહિ સ્વીકારે તેને  પાડો જ માનશે માટે યમરાજ આપ આપની કામગીરી આ યુક્તિને અમલમાં મૂકી તાત્કાલિક શરૂ કરી દો અને તેમ છતાં કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય તો તુરત જ મારો સંપર્ક કરશો.

ભગવાનનો યમરાજે ગદ ગદ થઈ અહેસાન અને આભાર માની ભગવાને દર્શાવેલ  અને વિશ્વકર્માએ બનાવી દીધેલ પાડાઓ લઈ જઈ અધુરી મૂકેલી કામગીરી  ફરીને ચાલુ કરાવા વિદાય લીધી. આમ આખરે ભારતના મૃતાત્માઓ સમક્ષ ભગવાનને પણ નમતું જોખી ( ભલે છળ પૂર્વક પણ ) પ્લેનને પાડાના સ્વરુપમાં જ રજૂ કરવાની ફરજ પડી ! મેરા ભારત મહાન !!!!

Advertisements

15 comments

 1. ભાઈશ્રી અરવિદભાઈ

  આપણાં છ્કડારીક્ષા-ડમ્પર અને ટ્ર્ક માતેલા સાંઢની જેમ દોડે છે એ પાડાનો બીજો અવતાર છે.આરોગ્ય હોય કે ટ્રાફીક પાડાઓ તૈયાર જ હોય છે.

  મધુકર

  Like

 2. શ્રી અરવિંદભાઇ, નમસ્કાર. સરસ,માર્મિક, કટાક્ષ લેખ. આપે હળવી ભાષામાં ઢીબી નાખ્યા. (યોગ્ય, લાગતા વળગતાઓને).
  મિત્રો સાવચેત રહેજો. યમરાજાએ વાપરવા માટે રાખેલા પેલા પ્લેન હજુ પણ કદાચ એરલાઇન્સોમાં સેવારત હોય તેવું બને !!!!! આભાર. (અશોક મોઢવાડીયા)

  Like

  1. હાય મહેર
   આપે મારાં બ્લોગની મુલાકાત લીધી આભાર ! આપના પ્રતિભાવ માટે પણ આભાર વળી અવાર-નવાર મુલાકાત લેત રહી પ્રતિભાવ પણ જરૂર જણાવતાં રહેશો !
   સ-સ્નેહ
   અરવિંદ

   Like

 3. બહુ જ સરસ કલ્પનાશીલ વાર્તા. જનમાનસ પર સરસ વ્યંગ .. અને લોકશાહી રસમ પર પણ…
  બહુ વીચારપ્રધાન લેખો કરતાં આવી હળવી, પણ અર્થ સભર વાતો વધારે અસર કારક બનશે, એમ હું માનું છું.

  મારાં અવલોકનો પણ આ તર્કના આધારે રચાયાં છે.
  અત્યાર સુધીમાં 177 લખાયાં છે –
  http://gadyasoor.wordpress.com/category/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0/%E0%AA%85%E0%AA%B5%E0%AA%B2%E0%AB%8B%E0%AA%95%E0%AA%A8/

  Like

  1. શ્રી સુરેશભાઈ
   આપે મારા બ્લોગની મુલાકાત લીધી અને આપને મારો લેખ ગમ્યો તે જાણી ખૂબજ આનંદ થયો. આપના પ્રતિભાવ દ્વારા આપે કરેલા સૂચન માટે પણ આભાર અને હું જરૂર તે ધ્યાન રાખી લખવા કોશિશ કરીશ્ અને આપે આપેલી લીંક પણ જરૂર જોઈશ્ ફરી આભાર ! આવજો. ફરી મળીશુ !
   સ-સ્નેહ
   અરવિંદ

   Like

 4. અને મને આ આવેદન પત્ર આપ્યું કે અમે ભગવાનના દરબારમાં આવવા માત્ર તૈયાર જ નહિ પણ ઉત્સુક પણ છીએ પણ અમે આવીશું તો પરંપરા ગત અને પ્રણાલિકાગત વાહન પાડા ઉપર જ .”/////

  ભગવાને તાત્કાલિક વિશ્વકર્માને તેડું મોકલ્યું અને તે હાજર થતાં યમરાજના પાડા જેવાજ આકારના પ્લેન તાબડતોડ બનાવા કહ્યું અને જેના સંચાલક તરીકે યમરાજ જ ચલાવી શકે અને હુબહુ એ પાડા જેવાજ દેખાવા જોઈએ તેવી તાકીદ પણ કરી. યમરાજને આ યુક્તિ પસંદ પડી ગઈ ! ભગવાને વધારામાં આ પાડામાં પણ ઈકોનોમી ક્લાસ જેવી સીટો ગોઠવવા પણ જણાવ્યું કે જેથી હાલમાં ચાલી રહેલી કરકસર કરી ખર્ચ બચાવાની રાજકારણીઓએ શરૂ કરેલી રમતને આ મૃતાત્માઓ પણ જોઈ શકે અને માણી પણ શકે ! વિશ્વકર્માએ તાત્કાલિક ધોરણે નવી ટેકનીક અપનાવી આવા પાડા તૈયાર કરી આપ્યા.

  Dear Arvindbhai…..I REALLY liked this Post !…You had touched the core issue of ANDHSRADHDHA/OLD OUTDATED CUSTOMS and the PRESENT ATTITUDE of INDIAN PUBLIC & the LEADRESHIP in a very humerous way….And, yes it is realy “a laughing maater”that in these day & age such a attitude is still existing in India….Enjoyed reading !
  Chandravadan Mistry (chandrapukar )
  http://www.chandrapukar.wordpress.com

  Like

  1. શ્રી ચન્દ્રવદનભાઈ
   આપને પણ લેખ ગમ્યો અને આપના પ્રતિભાવ પણ સુંદર અને કોઈને પણ પ્રોત્સાહિત કરે તેવો છે ! મને ખૂબ જ આનંદ છે કે આપના જેવા પોતાના વ્યસ્ત સમયમાંથી થોડો સમય ચોરી બ્લોગ માત્ર વાંચતા જ નથી પણ પ્રતિભાવ પણ જણાવે છે. આપનો ખૂબ ખૂબ આભાર ! મળતા રહેશું.!
   સ-સ્નેહ
   અરવિદ

   Like

  1. ભાઈશ્રી સંજય
   આપે મારાં બલોગની મુલાકાત લીધે અને આપને મારો લેખ ગમ્યો અને પ્રતિભાવ પણ મોક્લ્યો તે માટે ખૂબ ખૂબ આભાર ! ફરી મળીશું 1
   સ-સ્નેહ
   અરવિંદ

   Like

 5. સારો કલ્પના વિહાર, ચલો જે મોટા ભાગના આ સ્વાઈન ફલુ નો અને ભૂકંપ જેવી હોનારતો નો ભોગ બને છે તે મોટા ભાગના મધ્યમ અને નીચલાં ગરીબ વર્ગના જ હોય છે, તેથી તેમને કદી પ્લેનમાં બેસવાનો આનંદ લીધો હોતો નથી, તો મર્યા પછી તેમને યમરાજના આ નવા પ્લેનમાં બેસવાનો આનંદ તો મળશે!!..

  Like

  1. ભાઈશ્રી પ્રવીણ ભાઈ
   આપના પ્રતિભાવ માટે આભાર ! આપની વાત સાચી છે સામાન્ય રીતે દીન્-દુખિયા જ સ્વાઈન ફ્લુ કે ભૂકંપ કે સુમાની જેવાનો ભો બનતા રહે છે અને અચાનક જ યમરાજના તેડાં આવી જતા હોય છે તેમના મૃતાત્માઓને પાડાના સ્વરૂપમાં પ્લેનની મુસાફરીનો લાભ મળશે ! ફરી ને આભાર !
   સ-સ્નેહ
   અરવિંદ

   Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s