લઠ્ઠાકાંડ –VIS-À-VIS વિપક્ષ સુચન એક નવા અભિગમનું !!! —( 2 )

લઠ્ઠાકાંડ –VIS-À-VIS વિપક્ષ સુચન એક નવા અભિગમનું !!! —( 2 )

જાણવા મળે છે તે પ્રમાણે વિપક્ષના તમામ સભ્યો દિલ્હીની જાત્રા કરી આવ્યા અને ગુજરાત સરકારની ફરિયાદ રાષ્ટ્રપ્રમુખ અને લોકસભાના અધ્યક્ષ સમક્ષ કરી પરત આવી ગયા છે. મને તો વિપક્ષની સમજ પ્રત્યે દયા આવે છે અને પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકો જેવી આ ચેષ્ટા કરનારા વિપક્ષની આ નેતાગીરી તેમની અપરીપકવતાને કારણે જ માત્ર માર નથી ખાતી પણ હાસ્યાસ્પદ બની રહે છે.

આવનારા દિવસોમાં આવા લઠ્ઠાકાંડ ના સર્જાય, અને આ દુષણ સંપૂર્ણ નાબુદ ના થાય તો પણ, નહિવત-ઓછું-કેમ થાય અને ગુજરાતના લોકો ભોગના બને તે માટે, જન જગૃતિ અભિયાન શરૂ કરવાને બદ્લે, લોકશાહીની મજાક ઉડાડતા મોક એસેમ્બલી જેવા નૌટંકી કાર્યક્રમ આપનાર વિપક્ષના નેતાઓ એટલું પણ વિચારી શકતા નથી, કે આવા કાર્યક્રમો આખરે તો મુખ્યમંત્રી મોદીની પ્રતિભા વધુ મજબુત અને જાણીતી બનાવે છે. તમે પોતેજ જ્યારે મોદી અને તેમના મંત્રીઓના મ્હોરા પહેરી તેમની જ સ્ટાઈલમાં વર્તો છો તે સ્પષ્ટ દર્શાવે છે, કે તમો પણ તેમની સ્ટાઈલથી પ્રભાવીત છો.

આશા રાખીએ કે આ બાળક જેવી ચેષ્ટા કરનાર નેતાગીરીને દિલ્હી દરબારમાંથી યોગ્ય સલાહ અને સુચનો મળ્યા હશે ! દિલ્હી દરબારમાં કુરનીસ બજાવા ગયેલા આ નેતાઓએ અહીં ગુજરાતમાં જ 5-10 ના જુથમાં ગુજરાતનો પ્રવાસ કરી દારૂ ગાળનારા-વેંચનારા અને પીનારાને ઉપરાંત હપ્તા લેનારા અને આપનારાને જાહેર જનતા સમક્ષ નામ જોગ ખુલ્લા પાડ્યા હોત તો સામાન્ય જનમાં તેમની છાપ એક જવાબદાર વિપક્ષની ઉભી થઈ શકી હોત અને સરકારને આ તમામ સામે કડક પગલાં ભરવા ફરજ પડત !

અરે ! લઠ્ઠાકાંડને કારણે જે પરિવારોએ કુટુંબનો મોભી ગુમાવી નીરાધાર બન્યા છે તેમની પીડીત પત્નીઓ અને સંતાનોને સાથે રાખી ગુજરાત ભરમાં જ્યાં જ્યાં દારૂ ગળાય છે ત્યાં, વેચાય છે ત્યાં, અને પીનારાઓના કુટુંબી જનો સાથે મુલાકાતો ગોઠવી પીડીત પરિવારોની કથની પીડીતોના મોઢેથી જ સંભળાવી હોત તો પણ દારૂ બનાવનારા-વેચનારા અને પીનારાનો આતમ રામ જાગ્યો હોત ! અને દારૂના દૈત્યથી કેટ્લું નુકશાન સમગ્ર કુટુંબને ભોગવવુ પડે છે તેની સાચી માહિતી મળતાં સભાન બનત અને આ અનિષ્ટથી દૂર રહેવાની કેળવણી પણ મળી રહેત ! અને સરકારની નિષ્ક્રિયતા ખુલ્લી થતા આખરે ફાયદો તો તમને અર્થાત વિપક્ષને જ થવાનો હતો.

આ તબક્કે એક સુચન કરવાનું મન થાય છે. મારાં મત પ્રમાણે હજુ મોડું થયું નથી અને જાગ્યા ત્યારથી સવાર સમજી મોક એસેમ્બ્લી જેવા બાલીશ અને નૌટંકી જેવા કાર્યક્ર્મો બંધકરી એક જવાબદાર વિપક્ષ તરીકે દારૂનો દૈત્ય ગુજરાતમાથી નેસ્ત-નાબુદ થવો જ જોઈએ તેવું આપ અને આપના સભ્યો સ્વીકારતા હો અને તે ઉદેશ સિધ્ધ કરવા ખરા અર્થમાં પ્રતિબધ્ધ હો તો 5-10ની સંખ્યામાં એવા ( સભ્યો કે જે છાંટો પાણી ના કરતા હોય અને કોઈપણ તબક્કે હપ્તાની લાલચમાં આવી જાય તેવા નબળા મન ના હોય તેવા) સભ્યોના જુથ બનાવી સાથે પીડીતોના પરિવારના સભ્યોને રાખી આખું ગુજરાત ઘુમી-ખુંદી વળો અને જુઓ તે કેવો ચમત્કાર સર્જે છે ! આ અભિયનના સુકાની તરીકે પીડીત કુટુંબના સ્ત્રી સભ્યોને નિયુકત કરી સ્ત્રીઓ દ્વારા જ રજૂઆત કરાવો.. આપણે સૌ જાણીએ અને સમજીએ છીએ કે મકાનને ઘરમાં પરિવર્તિત સ્ત્રી જ કરે છે ! ત્યારે 150 પરિવારની પીડીત અને વ્યથિત સ્ત્રીઓના 5-10ની સંખ્યાનું જુથ આપના સભ્યો સાથે ગુજરાતભરમાં તમામ સ્થળો કે જ્યાં દારૂ ગળાય છે-વેંચાય છે અને પીવાય છે ત્યાં જઈ આ ત્રણે ય વર્ગના પરિવારની સ્ત્રીઓને મળે અને પોતાની વેદના-વ્યથા અને પીડા થી અવગત્-જાણકરી આપે જાગૃતિ-સભાનતા લાવે !

આ માટે ગુજરાત સરકાર સમક્ષ રજુઆત કરી જરૂરી વાહન વગેરેના ખર્ચની જવાબદારી સ્વીકારવા ફરજ પાડો અને જો શાસક પક્ષ આ અભિયાનમાં જોડાવા તૈયાર થાય .તો આ પ્રયાસ સર્વપક્ષીય ધોરણે હાથ ધરી અને તેમાં સમાજના લબ્ધ પ્રતિષ્ઠિત અને બીન વિવદાસ્પદ વ્યક્તિનો પણ સમાવેશ કરી શકાય ! આ ગુજરાતના જન સાધારણના હિત અને કલ્યાણ માટે હાથ ધરાતા અભિયાનને રાજકારણના આટાપાટાથી દૂર રાખી હાથ ધરવો રહ્યો. કારણ કે રાજકારણના આટાપાટા તો દારૂથી પણ ખતરનાક છે.

અમિત શાહને દારૂબંધી રૂપી ઘરેણું ચકચકીત બનાવીને રાષ્ટ્રને ભેટ આપવું છે તે જો સ્ત્રીઓના હાથમાં આપવામાં આવશે તો નિઃશંક પણે સફળ થશે અને વધુ ચકચકિત બની રહેશે.ઘરેણાંને કેમ ચકચકીત બનાવવું તે વિષે સ્ત્રીઓ પ્રકૃતિથી જ અવગત હોય મારા મત પ્રમાણે પીડીત પરિવારની સ્ત્રીઓને આ જંગનું સુકાન સોંપી દો !!

પરંતુ સૌથી મોટો યક્ષ પ્રશ્ન તો એ છે કે વિપક્ષ કે શાસક આ વિષે ખરેખર ગંભીર કે પ્રતિબધ્ધ છે ખરા ?

Advertisements

6 comments

 1. વિપક્ષ કે શાસક આ વિષે ખરેખર ગંભીર કે પ્રતિબધ્ધ છે ખરા ?
  આપના પ્રશ્નનો જવાબ છે
  ના, ના,ના અને ના.
  દારૂ, જુગાર, વેશ્યાગમન-વેશ્યાવ્રુત્તિ આ બધા અનિષ્ટો સદીઓથી સમાજમાં ફેલાએલાં છે.
  તેને નેસ્તનાબૂદ કરવાની ચેષ્ઠા વ્યર્થ છે.
  સમાજના કહેવાતા હિતચિંતકો, સેવકો અને બુદ્ધિજીવીઓ માટે એક કાયમી પ્રવ્રુતિ છે. ઘણાનું આજિવિકાનુ સાધન પણ છે.આ બદીઓના માઠાં પરિણામોની સહુને જાણ છે જ. દારૂબંધી નથી ત્યાં લઠ્ઠાકાંડ નથી સર્જાતા એમ પણ નથી. હકિકતમાં ગુજરાતમાં દારૂબંધી ખુદ આવા કાંડોને પ્રોત્સાહન આપે છે. સ્થાપિત હિતો, રાજકારણીઓ, સત્તાવાળાઓ, પૂ. ગાંધીજીને નામે ચરી જ ખાય છે. ફક્ત કાયદાઓ કરવાથી આ દુષણો દૂર નહિં થાય.
  તો શું “મૌનમ શ્રેય સાધનમ ?”
  ના. એક ઊપાય આપે સુચવ્યો તે. જન અભિયાનનો.
  (છાંટો પાણી કરતા હોય તેઓને ખાસ આમાં સંમિલિત કરવા જોઇએ.દારૂનું સેવન કરવું એ કોઇ પાપ નથી.)
  જન જાગ્રુતિનો.
  જન આંદોલનનો.
  દારુબંધી હોય કે ન હોય, આ અભિયાન અનિવાર્ય છે.
  બીજો ઉપાય, પ્રવર્તમાન કાયદા કાનૂનોનું ચુસ્તતાથી અને કડકાઇથી અમલ કરવો તથા કરાવવો.નિયમોનો અનાદર કરનારને તત્કાળ સખતમાં સખત સજા થવી જોઇએ. છટકબારીઓ બંધ કરી દેવી પડે.

  Like

  1. આપે મારાં બ્લોગની મુલાકાત લીધી અને પ્રતિભાવ પણ જણાવ્યો આભાર ! આપની વાત સાથે હું સંપૂર્ણ સહમત છું કે કોઈ પ્ણ વિપક્ષ કે શાસક આવા દૂષણો મીટાવવા બિલકુલ પ્રતિબધ્ધ નથી જ નથી ! માત્ર અને માત્ર સામાન્ય લોકોને મૂર્ખ બનાવા માટેની આ તમામ વ્યુહ રચનાનો જ એક ભાગ રહ્યો છે અને લોકો મૂર્ખ બનતા રહ્યા છે. કાયદા કડક કરવાથી અમલવારી આપોઆપ થતી નથી અમલવારી માટે પણ પ્રતિબધ્ધતા એ પૂર્વ શરત હોય છે. હાલ તો કડક કાયદા ભ્ર્ષ્ટાચારની કે હપ્તાની રકમ વધારવા માટે વપરાય છે/વપરાશે ! જે દૂષણો ક્યારે ય હઠાવી ના શકાય તેટલા ઉંડા બની રહે ત્યારે તેનાથી થતા નુકશાન માટે લોકોને જાગૃત કરવાનુ અભિયાન ચલાવવું જોઈએ અને તેમાં જેમના પરિવારના સભ્યોને કે વ્યક્તિઓને ના ભરપાઈ થઈ શકે તેવું નુકશાન થયેલું હોય તેવાને સક્રિય રીતે સામેલ કરવ જોઈએ કે જેથી તે પોતાના અનુભવો કહી લોકોને સભાન કરી શકે ! પણ આ કરે કોણ ?
   આભાર ભજમન ભાઈ ! મળતા રહીશું આવજો !
   સ-સ્નેહ
   અરવિંદ

   Like

 2. આદરણીય વડીલ અરવિંદકાકા,
  તમારી અંદરનો જુસ્સો એક યુવાનને પણ શરમાવે તેવો અને વિચારો પણ એક મિડીયા અને પત્રકારને પણ શરમાવે તેવા છે! ખુબ જ સરસ અભિવ્યકિત, તે બદલ અભિનંદન!!

  Like

 3. આપનું વાચન વિશાળ છે – ચિંતન ઊંડું છે. જાગૃત અખબારનવેશી અભિગમથી આપનો બ્લોગ સાંપ્રત વિશ્વની સચોટ સફર કરાવે છે.

  સમય મળ્યે મારા બ્લૉગની મુલાકાત લેવા ઈજન છે.

  પંચમ શુક્લ
  http://www.spancham.wordpress.com

  Like

 4. અર્વિદદાદા ,

  લઠ્ઠાકાડને લઈ આપણી સજાગતા ખુબ પ્રસસાને પાત્ર છે,તમે લઠ્ઠાકાડને લઈ આ બીજી પોસ્ટ કરી તે સ્પષ્ટ દરશાવે છે કે તમે ખુબજ જાગ્રુત છો…બીજુ કે તમે અહીયા હપ્તાની વાત કરી છે આગળ પણ કરી હટિ પોલિસ અને રાજકીય પિઠબળ નહી પ્રેસનુ પણ પિઠબળ હોય છે.પ્રેસ વાળા પણ અત્યારે દારુના અડ્ડા ક્યા છે..? તેનો વહિવટ કોણ કરે છે બધા ખુલાસા અત્યારે કરે છે તો પહેલા ક્યા હતા….?

  Like

  1. આપની વાત તદન સાચી છે. તમામ મીડીયા વાળા જાણે સીઆઈડી હોય તે રીતે ઘણી વાર રજુઆત કરતા રહે છે પણ તે રાંડ્યા પછીનું ડહાપણ હોય તેવું લાગે છે. માત્ર લઠ્ઠા વિષે જ નહિ પણ આતંકવાદીઓ વિષે પણ આમ જ લખતા રહે છે. સરકારે તેમના સતત સંપર્કમાં રહેવું જોઈએ અને પોલીસ કે સીઆઈડી અર્થાત જાસુસીનું કામ મીડીયા વાળાને સોંપવું જોઈએ ! ખરું ને !
   આભાર ત્વરીત પ્રતિભાવ માટે !

   સ-સ્નેહ
   અરવિંદ

   Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s