“ સ્ત્રીઓનું સશક્તિ કરણ કે સ્ત્રીઓ સેકન્ડ ક્લાસ સીટીઝ્ન ?”

“ સ્ત્રીઓનું સશક્તિ કરણ કે સ્ત્રીઓ સેકન્ડ ક્લાસ સીટીઝ્ન ?”

એક સમાચાર પત્રમાં સમાચાર વાંચ્યા કે રાજકોટની આત્મીય કોલેજમાં સહશિક્ષણ અપાઈ રહ્યું છે પણ ત્યાં મહિલા કર્મચારીઓ અને વિધાર્થીનીઓને સેકન્ડ કલાસ સીટીઝન તરીકે ગણવામાં આવે છે. આ શિક્ષણ સંસ્થાનો કબજો સર્વોદય કેળવણી સમાજ ટ્ર્સ્ટ પાસેથી સોખડા સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓએ યેન-કેન-પ્રકારેણ મેળવી લીધો છે. સંસ્થાના સંચાલનમાં ત્યાગ વલ્લભ સ્વામી સહિતના કેટલાક સાધુઓ સક્રિય છે.

સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓને મહિલાઓથી દૂરી પાળવાની હોવાથી આ સંકુલમાંની તમામ મહિલા કોલેજો-શાખાઓમાં મહિલાઓ સાથે સરે આમ સેકનડ ક્લાસ સીટીઝ્ન જેવો વ્યવહાર કરવામાં આવે છે. આ સાધુ-સંતો જ્યારે સંકુલની મુલાકાતે આવે ત્યારે મહિલા કર્મચારીઓ તથા વિધાર્થીનીઓએ છૂપાઈ જવાની ફરજ પાડવામાં આવે છે. આ વિષે રાષ્ટ્રિય મહિલા આયોગને ફરિયાદ પણ કરવામાં આવી છે.

કેટલાક સાધુ-સંતો અચાનક મુલાકાતે આવી ચડતા હોય છે ત્યારે મહિલા કર્મચારીઓ તથા વિધાર્થીનીઓની હાલત કફોડી બને છે. કાં તો કોઈ એક રૂમમાં અથવા બાથરૂમમાં કેટલાક સમય માટે ગોધાઈ રહેવું પડતું હોય છે. તો ક્યારેક આ શિક્ષણ સંસ્થાના કોઈ સમારંભમાં સાધુ-સંત આવી ચડે તો મહિલાઓને ડાયસ ઉપર સ્થાન આપેલું હોવા છતાં ત્યાંથી ઉતરી જવું પડે છે. આવા સમારંભનું ક્યારેક સંચાલન પણ મહિલા કરતી હોય તો તેની જગ્યાએ સંચાલક બદલવો પડે છે. ઓડિયંસમાં પણ મહિલાઓને પ્રથમ હરોળમાં સ્થાન અપાતું નથી અને દૂર દૂર છેલ્લી હરોળમાં બેસવું પડે છે કે જ્યાં આ સાધુ-સંતોની નજર ના પહોંચી શકે ! મહિલાઓને કોઈ ફરિયાદ હોય તો તે પણ સાધુ-સંતો સમક્ષ ના થઈ શકે !

આ સંપ્રદાયમાં સ્ત્રીનો ચહેરો જોવાની મનાઈ તો ત્યાં સુધી પહોંચી છે કે માત્ર 1 દિવસની બાળકીનું મોઢું પણ સાધુ-સંત સમક્ષ ઢાંકીને લઈ જવું પડતું હોય છે ! આટલી નાની બાળકીને જોઈને આ સાધુ-સંતોના કહેવાતા સંયમનો પર્દાફાર્શ થઈ જતો હોવો જોઈએ અને વાસનાનો કીડો સળવળવા મંડતો હશે કે શું ?

આ સમાચાર વાંચી પ્રથમ પ્રશ્ન તો મનમાં એ ઉઠ્યો કે 21મી સદીમાં કે જ્યારે સ્ત્રીઓ અનેક પ્રકારના ક્ષેત્રોમાં ખૂબ જ આગળ વધી છે અને મહત્વના સ્થાનો સ્વ બળે પોતાની કાબેલિયત અને સક્ષમતા ( TALENT AND CAPACITY) દ્વારા પુરવાર કરી મેળવી રહી છે. ઉદાહરણ તરીકે સ્ત્રી પંચાયતથી શરૂ કરી રાષ્ટ્ર પ્રમુખ અને લોકસભાના અધ્યક્ષના હોદા ઉપર આરૂઢ થયેલી જોવા મળે છે તો ડ્રાઈવરથી પાયલોટ સુધી અને અનેક કંપનીઓના સીઈઓ તરીકે ઉચ્ચહોદા ઉપર તો વિજ્ઞાન અને અન્ય ટેક્નોલોજીનુ ક્ષેત્ર પણ સ્ત્રીઓએ મોટી સંખ્યામાં સર કર્યું છે. ત્યારે આવી આધુનિક સ્ત્રી પોતાના સ્ત્રીત્વ, સ્વમાન, સ્વત્વ અને સ્વાભિમાન ના જળવાય તેવી પરિસ્થતિ કેવી રીતે સ્વીકારી શકે છે ? સ્ત્રીમાં એવી તે કઈ મજ્બૂરી છે કે તે આટલી હદની અવજ્ઞા, અવહેલના અને અપમાનાભરી હાલત સ્વીકારી શકે છે ?

આ તબક્કે મને મારો એક અનુભવ યાદ આવે છે કે અમે પ્રવાસમાં દિલ્હી ગયેલા અને ત્યાં આવેલા અક્ષર ધામ સાથે જ આવેલા ગેસ્ટ હાઉસમાં 3 દિવસ રોકાયલા. આ ગેસ્ટ હાઉસના પ્રવેશ દ્વારમાં બે બાજુ રૂમો આવેલા છે. એક બાજુના રૂમમાં રીસેપ્શન ઓફીસ છે અને તેની સામેના ભાગે બીજી બાજુ એક સરસ સજાવેલો રૂમ પણ છે. આ રૂમ ત્યાંના સાધુ-સંતો માટે જ છે. આ રૂમની તમામ બારીઓ એવા કાચથી મઢાયેલ છે કે રૂમની અંદર રહેલી વ્યક્તિ બહારના ભાગમાં આવતા-જતા મુસાફરો કે મુલાકાતીઓને જોઈ શકે પણ બહારના ભાગમાં થી અંદર કોણ છે કે શું થઈ રહ્યું છે તે ના જોઈ શકાય્ ! અર્થાત અંદર રહેલા સાધુ-સંતો બહારમાં આવતી-જતી સ્ત્રીઓનું દર્શન કરી શકે ! આનો સીધો અર્થ તો એ થયો કે સાધુ-સંતો સ્ત્રીઓને જોઈ શકે પણ સ્ત્રીઓ તેમને ના જોઈ શકે ખરું ને ?

ત્યારે મને એક બીજો પ્રશ્ન પણ થાય છે કે જે ને કારણે અર્થાત સ્ત્રીને કારણે જ જે સાધુ-સંતોનું અસ્તિત્વ છે અરે જેની કુખમાંથી જન્મ થયો છે તે સ્ત્રીને તમે મા-બહેન કે દીકરી સ્વરૂપે જોઈ ના શકો એટલી વાસના ભરી આ સાધુ-સંતોની વિકૃત માનસિકતા છે ?

મારો બીજો પ્રશ્ન સ્ત્રીઓને સંબોધી ને છે કે જે ધર્મ તમારા વ્યક્તિત્વની આટલી હલકી કક્ષાએ અવજ્ઞા-અવહેલના-અપમાન કરી, આપના સ્ત્રીત્વ- સ્વત્વ-સ્વમાન અને સ્વાભિમાનનું હનન કરી ઠેસ પહોંચાડે છે તે રીત, કે પ્રણાલિકા તમને મંજૂર છે ? સ્ત્રી અને પૂરુષ પ્રકૃતિએ ઘડેલું અદભુત સર્જન છે. બંને એક બીજા વગર અધુરા છે. શકય છે કે જ્યારે આવા જડ નિયમો સંપ્રદાયમાં જેમણે રચ્યા હશે ત્યારે જે તે સમયની સામાજિક પરિસ્થિતિ અને સંજોગો ઉપરાંત સ્ત્રીઓ અજ્ઞાન, અભણ અને અબુધ હતી તે નજર સમક્ષ રાખી આવા નિયમો પ્રબોધ્યા હોવાનું માનવાને કારણ હોઈ શકે ! અથવા તો સંપ્રદાયની મૂળભુત શીક્ષાપત્રીનો અર્થ્ ઘટન અનુયાયીઓએ પોતાની સમજ પ્રમાણે કર્યું હોઈ શકે !! જે તે સમયે સ્ત્રીઓ પણ ખૂબ જ પછાત અને અજ્ઞાન અને અભણ હોવાથી કદાચ સ્ત્રીઓએ પણ વિના વિરોધે આ પરિસ્થતિ સ્વીકારી લીધી હોઈ શકે. પરંતુ આવા જડ નિયમોને કારણે જ આજ સંપ્રદાયમાં આચરાતા અનેક પ્રકારના વિકૃત જાતિય બનાવો અવારનવાર મીડીયામાં પ્રસિધ્ધ થતાં રહે છે.

હું સ્ત્રીઓને વિનંતિ કરું છું, કે તેઓ પોતેજ પોતના સ્વત્વ અને સ્વમાન માટે જાગૃતિ દાખવી પોતાનો અવાજ બુલંદ બનાવી ભગવાન સ્વામી નારાયણને પ્રાર્થના કરે, કે હે, પ્રભુ ! આજના આ સમય અને સંજોગોને ધ્યાનમાં રાખી આપ આપના અનુયાયીઓને આજ્ઞા પાઠવો, કે અમને એટલે કે સ્ત્રી જાતિને સેંકડ કલાસ સીટીઝન માનવાનું બંધ કરે અને અમને અમારા સ્વમાન અને સ્વાભિમાનથી જીવવા પુરૂષોની સમકક્ષ ગણે !1

અને છેલ્લે એક જરૂરી સ્પષ્ટતા કે સ્ત્રીઓના સશક્તિકરણ અને સેકંડ કલાસ સીટીઝ્ન વિષે જે કાંઈ લખ્યું છે તે કોઈની પણ ધાર્મિક લાગણી દુભાવવાના ઈરાદાથી લખાયું નથી. આ વિષે આજે 21મી સદીમાં સ્ત્રીઓ જ્યારે તમામ ક્ષેત્રે પુરૂષની સમક્ક્ષ થઈ રહી છે ત્યારે તેની શક્તિને ઓળખી લેવી તે સમયની માંગ છે અને તે પરિપ્રેક્ષ્યમાં આ વિચારો મૂલવવા વાચનાર મિત્રોને મારી નમ્ર વિનંતિ છે.

અંતમાં હું સમાજના પ્રગતિશીલ અને સભ્ય લોકોને અને ખાસ કરીને સ્ત્રીઓને મેં દર્શાવેલ મારાં વિચારો વિષે ક્ષણ ભર વિચારવા વિનંતિ કરું છું. PRE-CONDITIOND MIND સીવાય સ્વતંત્ર રીતે આપ સૌ વિચારશો ખરા ?

મારા અન્ય વિષયોના વિચારો માટે મારાં બ્લોગની મુલાકાત લેવા વિનંતિ છે. મારા બ્લોગની લીંક http.www.arvindadalja..wordpress.com

Advertisements

15 comments

 1. શ્રી અરવિંદભાઈ અડાલજા
  તમારા સ્ત્રીઓ વિશેના અભિપ્રાયો સ્વામીનારાયણ સંપ્રદાયના સંદર્ભમાં વાંચ્યા. .. અરવિંદભાઈ, કોઈને ડાયાબીટીસ થયો હોય અને ખાંડ ખાવાની ના હોય તો એ વ્યક્તિ ખાંડ સમાજ નું અપમાન નથી કરતા !!!!!! એમ કોઈ વ્યક્તિને આધ્યાત્મિક માર્ગે આગળ વધવું હોય તો એના પણ અમુક નિયમો હોય કે નહિ ??? અને આ નિયમો બંને બાજુ લાગુ પડે છે….સ્વામીનારાયણ સંપ્રદાયમાં સ્ત્રીઓનું કોઈ અપમાન નથી, એ એક નિયમ છે..બધા જ ધર્મો અને સંપ્રદાયોમાં આવા સંયમની વાત કરેલી છે જ , પરંતુ સવાલ ક્યાં છે ?? પ્રશ્ન આપણો છે, આપણે હિંદુઓને કોઈ દિવસ શાસ્ત્રો વાંચવા નથી અને શાસ્ત્રો વાંચ્યા વગર જ સંપ્રદાય વિષે અભિપ્રાય બાંધી દેવાની આદત છે ..મહાભારત , રામાયણ , શ્રીમદ ભાગવત બધામાં આવા સંયમની વાત છે .. અરે સાધુ અને ગૃહસ્થમાં કૈક તો ફરક હોવો જોઈ ને ..જો સાધુ પણ બધો ત્યાગ કરીને સ્ત્રીઓ જોડે બેસી ને વાર્તાલાપ કરે તો એનો શું અર્થ ??
  આમાં સ્ત્રી કે પુરુષનો વાંક નથી એ બધામાં પડેલી સહજ આકર્ષણની વૃતિ છે ..અને જો સ્ત્રીઓને અપમાન જેવું લાગતું હોત તો સ્વામીનારાયણ સંપ્રદાયના બધા મંદિરોમાં વાંઢાઓ જ જતા હોત..
  Expecting Reply…
  Thank you.

  Like

  1. ભાઈશ્રી રોનિલ

   આપે બ્લોગની મુલાકાત લીધી અને પ્રતિભાવ પણ જણાવ્યો આભાર ! આપની વાત કદાચ સાચી છે મારું ધર્મ કે સંપર્દાયો વિષેનુ જ્ઞાન/.વાચન ઉપરાંત રામાયણ્-મહાભારત્-ગીતા કે અન્ય પુરાણો વિષે નું વાચન પણ અલ્પ પ્રમાણમાં અને મર્યાદિત હોઈ આપ જે રીતે જણાવો છો તે પ્રમાણે માત્ર અને માત્ર સ્વામીનારાયણ સંપ્રદાય સિવાય સ્ત્રીઓ માટે આવી પાબંધી આજ સુધી મારા જાણવામાં આવી નથી. આપને યાદ અપાવું કે વર્ષો પહેલાં શંકરાચાર્ય અને મંડનમિશ્ર વચ્ચે જબર જસ્ત આધ્યાત્મિક/ધાર્મિક સંદર્ભે ચર્ચાઓ થયેલી અને તે ચર્ચાઓમાં જે કોઈ પરાજિત થાય તે વિજયીનો ચેલો/અનુયાયી બની રહે તેવી શરત પણ રાખેલી. આ ચર્ચાઓના ન્યાયધીશ તરીકે પંડિત મંડનમિશ્રના પત્નિએ ભુમિકા ભજવેલી અને ચર્ચાઓને અંતે પંડિત મંડનમિશ્રના પત્નિએ શંકરાચાર્યને વિજેતા જાહેર કરેલા પરિણામે બંને મંડનમિશ્ર અને તેમના પત્નિ શંકરાચાર્યના ચેલા/અનુયાયી બનેલા ! આ એક જ ઉદાહરણ આપે ઉઠાવેલા મુદાઓ જવાબ છે ! જે તે સમયે સ્ત્રીઓનું ઘડતર અને જ્ઞાન પ્રખર મુનિઓની કક્ષા સુધીનું હતું અને નિષ્ણાત/ન્યાયાધીશ તરીકે પણ કાર્યશીલ રહી નિષ્પક્ષ રીતે નિર્ણય આપી શક્તી.

   આપને શક્ય છે કે સ્ત્રીઓનું શોષણ/અપમાન/અવહેલના થતી દ્રષ્ટિ ગોચર નહિ થતી હોય પરંતુ જે સ્વામીઓ/સાધુઓનું જો સ્ત્રી ના હોત તો અસ્તિત્વ જ નહિ સંભવી શક્ત તે સ્ત્રીને આવા સાધુઓ મા/દીકરી/બહેન તરીકે કેમ જોઈ શકતા નથી ? અરે માત્ર એક જ દિવસની તાજી જન્મેલી બાળકીને પણ નહિ જોઈ શકનાર આ સાધુઓ/સ્વામીઓમાં વાસના કેટલી હદે ભભુકતી હશે ?

   આજે આપણે સૌ 21મી સદીમાં જીવી રહ્યા છીએ ત્યારે કોઈ પણ સમાજ સ્ત્રી શક્તિને કઈ રીતે અવગણી શકે ?

   દરેક સજીવ માનવી પુરૂષ/સ્ત્રી પશુ/પક્ષી અને તમામ નાના-મોટા જીવ જંતુઓમાં ઈશ્વરે પ્રકૃતિ દત મૂકેલી છે એ એટલા માટે કે ધરતી ઉપર સર્જન ચાલ્યા કરે તે વાત તો આપ સ્વીકારશોને ? તો આ કુદરતી વૃતિનનું સમન થઈ શકે દમન નહિ ! આ સાધુઓ/સ્વામીઓમાં દમનને કારણે આવતી અનેક વિકૃતિઓ વિષે અવારનવાર તમામ પ્રકારના માધ્ય્મો દ્વારા આપણે સૌ વાંચતા/જોતા રહીએ છીએ અને સાધુ/સ્વામી/બાવા/ગુરૂઓ સામે અવાજ ઉઠાવી શકવાની અક્ષમતા અંધશ્રધ્ધાળુઓ તેમની પ્રસાદી તરીકે સ્વીકારતા રહેતા હોય છે !

   આ વિષે વિસ્તૃત રીતે મારા બ્લોગ ઉપ્રર ભાઈ સુર્યાના પ્રતિભાવ ઉપરનો મારો જવાબ પણ જોઈ જવા વિનંતિ. એક વાત સ્પષ્ટ રીતે મને કહેવાદો આ મારાં અંગત વિચારો અને વિશ્લેષણ હોઈ કોઈની પણ લાગણી દુભાવવાનો મારો ઈરાદો નથી. આપને મારાં વિચારો યોગ્યના જણાય તો ફેંકી દેશો અને ભૂલી જજો ! આપના વિચારો આપને મુબારક !

   ફરીને આભાર ! આવજો ! મળતા રહીશું !

   સ-સ્નેહ

   અરવિંદ

   Like

  1. હિરલજી

   આપે મારાં બ્લોગની મુલાકાત લીધી આભાર ! આપના પ્રતિભાવ માટે પણ આભાર ! અન્ય વિષયો ઉપરના પ્રતિભાવો વિષે આતુરતા પુર્વક રાહ જોઈ રહ્યો છું આપની અનુકૂળતાએ મુલાકાત લેશો અને પ્રતિભાવ જરૂર જણાવશો. ફરીની આભાર ! આવજો ! મળતા રહીશું !

   સ-સ્નેહ

   અરવિંદ

   Like

   1. Arvindbhai
    This restriction for women is for there protection only. Where ever there is join communion of Ladies and sadhus, you have seen the problems. If sadhus talking to women, women doing there charan sparsh than we men commenting that Sadhu is romentic.
    For You knowledge, that you have not seen such insult of women else where than I will point some of them.
    I am working on some of Jews School Projects in NY. In there school in Aurditorium they are keeping curtain between women and men seating arrangements. Women entering school with pants must have wear long skirt . In there Pray room women has sit behind rows having wooden curtain in between men and women.
    In Muslim Women must be in veil. They can not go to Mosque for Pray.
    All Product Advertisement they use Negate women for marketting Dont you think that is a insult.
    When men and women are together the men vision always changes and attracted towards Beauty.
    Lord Swaminarayan Said: When woman enter in a assembley eventhough samadhinist Purush also loose concentration.
    If you go to temple for Pray, What do you think with women surrounding you make more concentration in god or without ?
    Vishwamitra, Saubhari, Narad, Brahma, Shiv all were slip down from there sadhana just because of beauty.
    Its not women fault but its a men.
    If we really want to progress on Adhytimic marg than we must have to keep distance other than our own wife.

    Like

 2. During one of my visit to India, I visited one of my college friend’s residences to meet him and his family members at Botad.
  I visited new derasar, which was under construction, his new factory and his relatives in Surendranagar.
  One day he offered me to take me out to visit temples of shree Hanumanji at the Sarangpur. I was as happy for the trip as it was a new place of pilgrimage for me. And the trip was on his scooter.
  He stopped one place to show me a new built Swaminarayan temple. I do not remember the area of the temple. We got out from the vehicle and proceeded towards the temple He told me that I cannot go in the temple.
  I say why? Then why did you bring me here?? I felt very much insulted that could not swallow my saliva. I was not aware of the region. I could not believe the what I had heard.. He said that priest or Saints are not allowed to see women..
  I said then what about their mother, sisters and relatives..
  Now we are in 21st century and women are restricted to enter the temple.. This is the place for the God to be and everyone should have equal rights. Our country had a first woman Prime Minister and on and on…
  I wanted to see what was happening inside there, so like everyone else I climbed those steps and try to look into through construction designed wholes. I felt so bad in peeping through. I better not peep into some one’s privacy, but here I had to do it for image of The God. My pride was injured and feeling like a injured tiger
  I have not forgotten the hurt and my scar is as it is.
  Why women are treated like servants? Those saints are born by mother.
  This is a great big Insult to the woman WORLD. It hurts the basic principal of any religions. It looks like an Islamic tradition copied and twisted it to make it worst.

  Like

  1. ગીતાજી
   આપે મારા બ્લોગની મુલાકાત લીધી અને પ્રતિભાવ પણ મોક્લ્યો તે બદલ આભાર. મારી નાદુરસ્ત તબિયતને કારણે જવાબ લખવામાં મોડું થયું છે તો દરગુજર કરવા વિનંતિ. આપે આપના પોતાનો જ અનુભવ ટાંકી જે વાત લખી છે તે અન્ય સ્ત્રીઓની આંખ ખોલનારી બની રહેવી જોઈએ. સ્ત્રીના સન્માન સ્વતવ અને સ્વમાન જો કોઈ પણ ધર્મ કે સંપ્રદાય ના સાચવી શકે તો આપે જણાવ્યા પ્રમાણે તે ઈસ્લામીક તાલીબાની રીત-રસમથી પણ માત્ર ગંદી જ નહિ પણ મારા મતે તો બિભત્સ જ ગણાય ! જે ધર્મ કે સંપ્રદાય જન્મ આપનાર માતાને પણ હલકી કે વાસના તૃપ્તિ કે ભોગવવાના સાધન તરીકે જ જોતો હોય તે ધર્મ જ ના હોઈ શકે. મારી તો સમજમાં આધુનિક યુવતીઓનું માનસ આવી બેહુદી વાતો કે હરક્તો કેવી રીતે સ્વીકારી શકે છે તે જ ઉતરતું નથીં સમાજની તમામ સ્ત્રીઓ એ સંગઠિત થઈ અને આવા સંપ્રદાયોમાં જે હલકી અને બિભત્સ ચેષ્ટાઓ છાને ખુણે ચાલી રહી છે તેનો પર્દાફાર્શ કરવો જોઈએ અને આવા થઈ પડેલા અને કહેવાતા સાધુ-સંતોને તેમના અસલી રૂપમાં સમાજ સામે લાવી ખુલ્લા પાડવા જોઈએ ! આપને ખુબ ખુબ અભિનંદન સ્પષ્ટ અભિપ્રાય દર્શાવવા માટે ! આપ અવાર નવાર મારાં બ્લોગની મુલાકાત લેતા રહેશો અને આપના પ્રતિભાવો પણ જણાવતા રહેશો તેવી અપેક્ષા સાથે !
   સ-સ્નેહ
   અરવિંદ

   Like

 3. shri arvindbhai, aap no lekh wanchi yo. lakhan saru chhe. pan shu agni ane ghee sathe rahi sake. sadhu jo stree sathe rahe to j su stree nu sawman rahe. aaj hindu j potana dhram na sadhu dwara palta niyam ne khoti rite lekhe to pardharmi ne su joiae. sadhu na niyam jo palta hoi. to tem ne madad rup thavu joiae. arvindbhai samanay manas chhu eglish saru nathi. to man motu rakhi maf karjo. yogesh

  Like

 4. એક વાત એટલી જ સાચી છે કે જે સાધુ માં સંયમ અને શીલ નથી તે સાધુ નથી !!
  જેને સાધુ બનવા માટે થઈ ને પોતાનું ઘર અને સંસારનો વહીવટ અને બધી જ માયા છોડયાં હોય તે સાધુ બન્યાં પછી મોટા મંદિરો અને આશ્રમો સ્થાપી તેનો સમગ્ર વહીવટ ચલાવે છે, જેને માટે ધન, વૈભવ અને ઇનિદ્રયો નું સુખ તુચ્છ અને ક્ષણભંગુર છે તે ધન નો વહીવટ મોટા પાયા કરે છે, જે પોતાના ઘર ના સંસાર ને માયા સમજી ને ત્યાગી ને આવ્યો તે હવે આશ્રમ અને મંદિરના વહીવટની મોટી માયામાં પડી ગયો !! શું આ ત્યાગ છે ?!
  ખાલી ભગવા પહેરવાથી સાધુ બની જવાતું નથી !!

  Like

  1. ભાઈશ્રી

   મારા વિચારો સાથે આપના વિચારો લગભગ સામ્યતા ધરાવે છે તે જાણી આનંદ. આપણાં દેશમાં ધર્મને નામે કહેવાતા સાધુ-સંતોએ જેટલું નુકશાન પહોંચાડ્યું છે તેના પ્રમાણમાં આજના રાજકારણીઓ તો તદન તુચ્છ જણાય છે. સાધુ-સંતોએ દંભ અને બાહ્ય રીતે ઢોંગ કરતા શીખવ્યું અને પોતાના સ્વાર્થ માટે લોકોને કર્મ અને ભાગ્યને રવાડે ચડાવી દઈ પોતાના અંગત સ્વાર્થ સાધવા સિવાય કંઈ કર્યું નથી. અને આ દેશની ભોળી અને અજ્ઞાન અને અબુધ પ્રજા તેમની વાતોમાં આવી કાર્યને જ ઈશ્વર માનવાને બદલે આવા સાધુ-સંતોને ભગવાન માનવા લાગી ગઈ પરિણામે દુનિયાભરમાં આ દેશે ગરીબ દેશ તરીકે સકોરું લઈ ભીખ માગવા નિકળવું પડ્યું ! ખેર !

   આપે બ્લોગની મુલાકાત લઈ પ્રતિભાવ જણાવ્યો આભાર્ મળતા રહીશું.

   સ-સ્નેહ

   અરવિંદ

   – Arvind Adalja

   Like

 5. Dear Arvindbhai,

  I just read your artical about woman, specially regarding Atmiya college and Swaminarayan Community, I really like someone’s honesty about this people. I am biggest critics of these people from the childhood as I born and brought up in a family where main religion is Swaminarayan and believe me or not I never go to their temple or anything. I do speak about these as I use to write and give lactures in Rajkot for some years. My mother oppose these people in a big event where She was chief guest and they ask her to come down becoz Some TV swami was coming and she did oppose in front of 2000 people and she did not left the stage and at the end “so called TV Swami” sit downstairs on first raw. I believe the reson of this critisisom of woman is happening everywhere in india and the only reason is that we etach our gals from the starting only that they have to compromise. We dont teach our girls to fight against wrong thing, woman are meant to be suffer in india, weahter they are some
  good businesswoman or CEO or housewife one or in other way they do suffer just becoz they are woman.

  I still remember when I was a little girl and use to go to temple with my dad and mum the swami’s use to see me or any woman with soo much lust only, the only thing about woman in swaminarayan is lust…..and trust me i dont blaim them they are normal person they got feeling for woman but the basis of whole swaminarayan dharma is wrong, they also dont do pooja of mataji which shows hights of lust and cheapness.

  its been so nice see your artical today and that just remind my old days in india, I will surely give comment on your artical as that thing kept my skills alive as well.

  Cheers.
  Sonu

  Like

  1. સોનુજી
   સૌ પ્રથમ તો આપનો આભાર. આપે મારા બ્લોગની મુલાકાત લીધી અને પ્રતિભાવ પણ જણાવ્યો. બીજી વાત આપે આપનો પ્રતિભાવ મારા ABOUT વિષેના લેખ ઉપર મૂકેલો જે મેં આપની પરવાનગી વગર સ્ત્રીઓના સશક્તિ કરણ્——– હેઠળ પણ સમાવ્યો છે તો મારી આવી ચેષ્ટા માટે દરગુજર કરશો.
   આપે જે આપના માતુશ્રી વિષે જણાવ્યું છે તે વાંચી ખૂબજ પ્રભાવિત તો થ્યો જ છું પણ જે તે સમયે આવા જાહેર સમારંભોમાં આવી હિમત દર્શાવવી તે ખરેખર અદભુત અને સ્ત્રીઓના સ્વત્વ અને સ્વમાન માટે તેમની હિમતને સ્ત્રીઓએ બિરદાવવી જોઈતે હતી ખરેખર ગૌરવ ભર્યું પગલુ હતું. HATS OFF TO HER
   આપના માતુશ્રીને મારા અભિનંદન સાથે સાદર પ્રણામ કહેશો. જવાબ લખવામાં વિલંબ થયો છે કારણ મારું નેટ અને પાવરની અનિયમિતતા હોવાથી હું નિસહાય બની બેઠેલો ! આપ મારા બ્લોગની નિયમિત મુલાકાત લેતા રહેશો અને આપના પ્રતિભાવની પણ મને ઈંતેજારી રહેશે. ચાલો આવજો. ફરી મળીશું !

   સ-સ્નેહ
   અરવિંદ

   Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s