—-અને લઠ્ઠા કાંડ !!! ( 2 )

—-અને લઠ્ઠા કાંડ !!! ( 2 )

સમાચારોના માધ્યમ દ્વારા જાણવા મળે છે તે પ્રમાણે લઠ્ઠાને કારણે અંદાજે 150 આસપાસ મૃત્યુ થયા છે અને 250 જેટલા હજુ સારવાર હેઠળ છે. લગભગ 7000 કરતાં વધારે સ્થળોએ દરોડા પાડી 7000-8000 બૂટલેગરોને પક્ડવામાં આવ્યા છે. પોલીસ કાર્યવાહીની જે ઝડપ થઈ તે જ નિઃસંદેહ પુરવાર કરે છે કે પોલીસોને આ ધંધો કોણ અને ક્યાં કરી રહ્યા છે તેની માહિતી હતી જ પરંતુ હપ્તાની મીલી ભગતને કારણે આંખની શરમ પોલીસોને કદાચ આડી આવતી હશે ! સબંધ પણ કોઈ ચીજ છે ને ભાઈ ! રાજ્યમાં કોઈ એવું સ્થળ બચ્યું નથી કે જ્યાં આવા અડ્ડા અસ્તિત્વ ના ધરાવતા હોય ! અસરકારક પગલાં લેવાઈ રહ્યાની છાપ ઉભી કરવા કેટલાક પોલીસ કર્મીઓની બદલી કરવામાં આવી કે સસ્પેંડ કરવામાં આવ્યા. નરેન્દ્રભાઈ આ બદ્લી અને સસ્પેંસન તો ઘણી વાર આશીર્વાદ રૂપ નીવડે છે તે કેમ ભૂલી જવાયું ? બેજવાબદાર પોલીસો હોય કે અમલદારો કે રાજકારણીઓ/સત્તાધીશો બધાને એક સરખી સજા થવી જોઈએ. બેજવાબદાર પોલીસ કે અમલદારો જણાય તો બરતરફીથી ઓછી સજા આવા ગંભીર બનાવો બાદ હોઈ જ ના શકે. ઉપરાંત આવા અધિકારી કે નાના મોટા જે કોઈ જવાબદાર હોય તે તમામની માલ્-મિલક્ત જપ્ત કરી એક ઉદાહરણ બેસાડવું રહ્યુ, કે જેથી ભવિષ્યમાં આવી મીલીભગત કરી ગુન્હા કરવાની કોઈ હિમત ના કરે. રાજકારણી કે સત્તાધારી હોય તો તેમને પણ ખુલ્લા પાડી તેઓને લોકોની અદાલતમાં હાજર થવા ફરજ પાડો ! જે મૃત્યુ પામ્યા કે સારવાર હેઠળ છે તે ભલે નીચલાથરના લોકો હોય પણ તે સૌ મનુષ્ય હતા અને આવી ગુન્હાહિત પ્રવૃતિના તે સૌ ભોગ બન્યા છે તે ભુલાવું નહિ જોઈએ ! આવો દારૂ બનાવનાર અને વેચનારને તો જાહેરમાં 1000 ફટકા મારવાની સજા કરવી જોઈએ ! અથવા લોકોને જ ન્યાય કરવા સોંપી આપવા જોઈએ ! આપણી ન્યાય ક્રિયા તો એટલી વિલંબીત છે કે ક્યારે ક તો એમ લાગે કે આ જન્મમાં તો ક્યારે ય ન્યાય નહિ મળે !

નરેન્દ્રભાઈ આ સમય છે લોક હિત અને કલ્યાણ માટે આપના મક્કમ નિર્ધારની સામાન્ય લોકોને પ્રતિતિ કરાવી દેવાની ! આપ એ કરી શક્શો ? ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો —– અને આપનું નરેન્દ્ર નામ સાર્થક કરી બતાવો !!!

Advertisements

3 comments

 1. કાયદો અને અનુસાશન મહત્વના છે…નાગરીકના ગુણો અગત્યના છે વ્યકિતજીવન ,પરિવારજીવન કે પછી રાષ્ટ્ર જીવન માટે વિકાસરુપ નિયમનરુપ કાયદા અને તેનું પાલન અગત્યનું છે…દારુ પીવા છતાં મોત થયું..દારુની પાબંધીને લીધે કઈ ગુણવત્તા બગડી છે ? તેમાં ય તો ભંગ થયો છે પીવામાં, બનાવવામાં ,વેચવામાં, પોલીસને હપ્તા આપવામાં, નેતાઓના સાથ આપવામાં બધામાં કયો ગુણ દુર્ગુણ જવાબદાર છે ? ભ્રષ્ટ આચાર…વ્યક્તિના સ્વાસ્થ્યને જો,,દરેકને પોતાના સ્વાસ્થ્યની ના પડી હોય તો શુ થાય ? ફક્ત સ્વાર્થ જ જોવાય તો ?….વ્યક્તિ પરિવર્તન પણ જરુરી છે…

  Like

 2. મારા મંતવ્ય મુજબ ગુજરાતમાંથી દારુબંધી હટાવી દેવી જોઇએ. મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોવા જતા એને લીધે મારા હિસાબે લોકો વધુ જવાબદાર બની શકે. ઘણી વખત સ્વતંત્રતા જ સંયમનુ મૂલ્ય સમજાવનાર મહત્વનુ પરિબળ બને છે.

  Like

  1. ભાઈશ્રી તેજસ
   આપે પ્રતિભાવ જણાવ્યો આભાર્ આપના મત સાથે હું અંશતઃ સહમત છું અને તે વિષેના મારાં વિચારો 2-3 દિવસમાં બ્લોગ ઉપર જણાવીશ તે વાંચ્યા પછી ફરીને આપ આપનો પ્રતિભાવ જણાવશો. મારું નેટ 3-4 દિવસ થયા બંધ હતું આજે જ ચાલુ થયું છે જેથી જવાબ લખવામાં વિલંબ થયો છે. ચાલો ત્યારે ફરી આભાર્ મળતા રહીશું !
   સ-સ્નેહ
   અરવિંદ

   Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s