—- અને હવે લઠ્ઠા કાંડ !!!

—- અને હવે લઠ્ઠા કાંડ !!!

આ પહેલાં અશ્લીલ વીડિયો-વ્યાજખોરો-સ્ત્રી છેડતી-બળાત્કાર-દાતાર બળાત્કારઅને હત્યા-પાટણ પીટીસી કોલેજની ઘટના-પંકજ ત્રિવેદીની હત્યા-આસારામ આશ્રમ બાળ હત્યા પ્રકરણ્-સુરત બળાત્કાર-જીજી હોસ્પિટલ એચઆઈવી અને આંખ પ્રકરણ !!!
ગુજરાત બિહાર બનીને જ રહેશે કે શું ?
સ્વામી વિવેકાનંદના મૂળ નામ નરેન્દ્રના નામેરી નરેન્દ્રભાઈ આપે આપેલી હૈયા ધારણથી તો ગુજરાતની જનતા સુઈ ગયેલ. સાથે કદાચ આપ પણ કોમામાં જતા રહ્યા !!
હવે તો જાગો—અસલ ખુમારી અને હિમત દર્શાવી ઉઠો-જાગો અને પોલીસો/અમલદારો/રાજકારણીઓ/દ્વારા થતા ઉપરોકત પ્રકારના આચરાતા અપરાધીઓને બે નકાબ કરી ખુલ્લા પાડી ફાંસીએ લટકાવી દેશો તો પણ ગુજરાતની પ્રજા આપને સંપૂર્ણ સાથ અને સહ્કાર આપી આશીર્વાદ પાઠવશે ?
યક્ષ પ્રશ્ન તો એ છે કે આપ જાગશો ખરા ???

Advertisements

6 comments

 1. લગભગ ત્રણેક મહિના પહેલા મારા ભાણિયાએ વર્ડપ્રેસ અને ગુજરાતી બ્લોગની ઓળખાણ કરાવેલી. ત્યારથી અવાર-નવાર તમારા બ્લોગની મુલાકાત લીધી છે પણ ક્યારેય કોઈ ટીપણ્ણી કરી નથી. કારણ એટલું જ કે બ્લોગીંગની અનોખી અને આગવી મઝા માણવા માટે મારે મારો બ્લોગ હોવો જોઈએ એવું મારું માનવું છે. પણ હવે બ્લોગનું માળખું તૈયાર થઈ ગયું છે અને આજે પહેલી પોસ્ટ પણ મૂકી દીધી. આવો અને માણો અને ટીપણ્ણી લેવા-આપવાનો વ્યવહાર શરુ કરીએ:

  દિશા-દર્શન, દશા-વર્ણન July 9, 2009

  Like

  1. ભાઈશ્રી જગદીશ
   આભાર. આપે આપનો બ્લોગ શરૂ કર્યો તે જાણી આનંદ થયો. આપનું ગુજરાતી બ્લોગ જગતમાં ઉષ્મા ભર્યું સ્વાગત છે ! આપ મારાં બ્લોગની અવાર્-નવાર મુલકાત લેતા રહો છો તે જાણી ખુશી થઈ. આપ્ના પ્રતિભાવોની પણ અપેક્ષા છે જરૂર જણાવશો. હું પણ આપના બ્લોગની મુલાકાત અવશ્ય લઈશ અને પ્રતિભાવો પણ જણાવીશ ચાલો ત્યારે આવજો. મળતા રહીશું ! મારું નેટ 3-4 દિવસ થ્યા બંધ હોવાને કારણે જવાબ દેવામાં વિલંબ થયો છે.

   સ-સ્નેહ
   અરવિંદ

   Like

 2. નાના નાના ગ્રુપનું સંગઠન બનાવી સક્રીય બની સતત દારુપીઠા બંધ કરાવવા ઝૂબેશ ચલાવવી જોઇએ કયા કયા પોલીસો હપ્તા લે છે તે પણ ખુલ્લુ પાડવું જોઈએ…પંકજભાઈ હત્યા..આશારામ… બધામાં પોલીસ પ્રજા અને નેતાઅઓનો પણ સહકાર છે…

  Like

  1. શ્રી દિલીપભાઈ
   આપનું સુચન સુંદર છે પણ કદાચ વ્યવહારમાં મૂકવું કઠિન બની રહે ! જો લોકોમાં આટલી જાગૃતિ આવે તો આપોઆપ રાજકારણીઓ અને સત્તાધીશો ઉપર એક ધાક બેસે પરંતુ નસીબમાં માનનારી આ પ્રજાની સહન શક્તિ અમર્યાદ છે ! અને તેથીજ સત્તાધીશો અને સાધુ-સંતોની વિવિધ જાતની લીલાઓ ચાલ્યા કરે છે !
   આપે આપનો પ્રતિભાવ જણાવ્યો આભાર્ ફરી મળતા રહીશું. મારું નેટ 3-4 દિવસ થયા બંધ હોવાને કારણે જવાબ લખવામાં વિલંબ થયો છે.
   આભાર !
   સ-સ્નેહ
   અરવિંદ

   Like

 3. સાહેબ

  આપણા ગુજરાતીઓ જ્યા સુધી

  મારે શુ..? , આપણે શુ…? ,તારે કે મારે શી લેવા દેવા

  જેવા શબ્દો અને વાક્યો ….બોલવા નુ અને સાભળવાનુ નહી છોડે ત્યાસુધી

  પોલીસો અમલદારો,રાજકારણીઓ ને જલસા જ છે…બધા શાતી થી સુવે છે ખબર છે ને મોદી સાહેબે કહ્યુ હતુ ,એક દિવસ તમે જાગો બાકી ના પાચ વર્શ હુ જાગિશ (તમે સુઈ રહેજો),એટલે બધા સુઈ ગયા એ કોઈ જાગવાનુ નથી…!

  Like

  1. ભાઈશ્રી વિવેક
   આપે કહ્યું તે મોટે ભાગે માત્ર ગુજરાતી પૂરતું મર્યાદિત નથી. સમગ્ર દેશના લોકોની આ પ્રકારની જ માનસિકતા જોવામળે છે અને તેનું મારા મતે મુખ્ય કારણ આપણાં દેશના લોકોને દરેક પ્રકારના દુઃખો માટે નસીબ ને અને કર્મોને જવાબદાર ઠેરવવાનું જાણ્યે-અજાણ્યે અપાયેલ શિક્ષણ છે. બાકી ક્યારે ક કોઈ એ તો અવાજ બુલંદ બનાવવો જ જોઈશે ! અને તો જ ન્યાય મળશે ! ખેર ! આપે મારા બ્લોગની મુલાકાત લીધી પ્રતિભાવ જણાવ્યો તે માટે આભાર્ ફરી પણ અન્ય લેખો અનૂકુળતાએ વાંચી પ્રતિભાવો જણાવતા રહેશો. ધન્યવાદ અને આભાર !
   સ-સ્નેહ
   અરવિંદ

   Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s