સ્વીસ બેંકમાં ભારતનું કાળું નાણું

સ્વીસ બેંકમાં ભારતનું કાળું નાણું રૂ!.69888/- અબજ રૂપિયા કે રૂ!.209669/- અબજ રૂપિયા  ?        # # # # #

અખબારોમાં પ્રસિધ્ધ સમાચારો પ્રમાણે આપણાં દેશ ભારતનું સ્વીસ બેંકમાં અંદાજે રૂપિયા 69888/- અબજ જમા પડ્યા છે. આ રીતે જમા કરાવનારાના નામ ખાનગી રખાતા હોય છે. આ રકમ ભારતના વિદેશી દેવા કરતાં લગભગ 13 ગણા થવા જાય છે અને જો ભારતના પરિવરો વચ્ચે વહેંચવામાં આવે તો પ્રત્યેક કુટુંબને બે બે લાખ રૂપિયા આપી શકાય તેમ એક ગણત્રી કહે છે. એટલું જ નહિ પરંતુ વિકાસના કોઈ કામ માટે કે સામાન્ય વહિવટ ચલાવવા માટે કોઈ પણ પ્રકારના કરવેરા આવનારા 5 વર્ષ સુધી નાખવાની જરૂર પણ ના પડે.આ રકમ તો માત્ર સ્વીસ બેંકમાં પડેલી રકમનો જ અંદાજ આપે છે. આ ઉપરાંત ટેક્સ હેવન “ તરીકે ઓળખાતી અનેક આંતર-રાષ્ટ્રીય બેંકોમાં પણ બીજી આટ્લી જ રકમ જમા હોવાનો અંદાજ નકારી ના શકાય.

+*+ આ ઉપરાંત આપણાં જ દેશની બેંકોમાં બે-નામી તથા બેંકોના લોકરમાં અને ઘરોમાં પડેલી રોકડ તથા સોના-ડાયમંડ અને અન્ય જમીનો-મકાનોમાં રોકાયેલી રકમનો કોઈ અંદાજ કરવામાં આવ્યો ના હોઈ પણ તે રકમ પણ ઉપરોક્ત રકમ જેટ્લી જ અથવા વધારે પણ હોઈ શકવાની શક્યતા નકારી ના શકાય..

આમ જો આ રીતે તમામ છૂપાવેલી રકમનો સરવાળો મુકવામાં આવે તો આ રકમ લગભગ રૂપીયા 209664 અબજ જેટ્લી થવા જાય છે .

+*+ આ રકમ સામાન્ય રીતે રાજકારણીઓઉધ્યોગપતિઓ-ભ્ર્ષ્ટ અધિકારીઓ-ફિલ્મી હસ્તીઓ-ક્રિકેટરો-સેક્સના ધંધાદારીઓ-દાણચોરો-અંધારી-આલમના ડોનો-અને કદાચ કેટ્લાક કહેવાતા  ધાર્મિક સંપ્રદાયોના કહેવાતા સાધુ-સંતોની પણ હોવાની  પૂરેપૂરી શક્યતાઓ નકારી ના શકાય.

+*+ આવા સમાચાર વાંચી  કોઈ પણ ભારતીય નાગરિકનું હ્ર્દય દ્રવી ના ઉઠે તો જ નવાઈ ! મનમાં પ્રશ્ન પણ જરૂરથી ઉઠે કે આવું દેશદ્રોહી કાર્ય કરનાર સામે  કેમ કોઈ નેતા કે અન્ય અવાજ ઉઠાવતા નથી ? ખૂબ વિચાર કરતાં મને એમ લાગે છે કે આ માટે સ્વતંત્રતાની લડત જે રીતે લડાઈ તે વિષે ફરીને કોઈ એ વિશ્લેષણ કરવું રહ્યુ.

+*+ સ્વતંત્રતાની ચળવળનો ઈતિહાસ જોઈએ તો ગાંધીજી દક્ષિણ આફ્ર્ર્રિકાથી આવ્યા બાદ આખા દેશનો પ્રવાસ કર્યો અને દેશમાં જે ગરીબી જોઈ તેમનું હ્ર્દય દ્રવી ઉઠ્યું તેમણે જોયું કે અનેક પરિવાર પાસે માત્ર પહેરવા માટે એકજ વસ્ત્ર ઉપલબ્ધ હતું અને જે વ્યકતિને ઘર બહાર  જવાનું થાય તો તે આ વસ્ત્ર પહેરી બહાર જાય અને ઘરમાં રહેલી વ્યક્તિ નગ્ન રહે. આવી દારુણ ગરીબી જોઈ પોતે પણ પોતાના તમામ વસ્ત્રોનો ત્યાગ કરી માત્ર એક નાની એવી ધોતી પેરવાનું શરૂ કર્યું. કારણ તેમની એક દ્રધ માન્યતા હતી કે જો માનવીના અચાર અને વિચાર એક હોય તો જ અન્યને તેમ કરવાનો અનુરોધ કરી શકાય.વળી તેમણે એ પણ નોંધ્યું કે સ્વતંત્રતાની લડત માત્ર શહેરી વિસ્તારો પુરતી મર્યાદિત રહેલી હોઈ જ્યાંસુધી આ લડત દેશના તદન નીચેના સ્તરે ના પહોંચે ત્યાં સુધી ધારી અસર ઉભી કરવી ખૂબજ મુશ્કેલ છે. આ લડતમાં દેશનો નાનામાં નાનો માણસ જોડાવો જ જોઈ એ અને તે માટે જરૂર પડે તો લડતનો પ્રકાર બદ્લવો પણ પડે.

+*+ ઉપરાંત એક વાત પણ ખૂબ જ સ્પષ્ટ હતી કે આ લડત એક એવી મહાસત્તા સામે હતી કે જેની પાસે સામનો કરવાના તમામ હથિયારો ઉપલબ્ધ હતા અને દુનિયાની એક મહા સત્તા ગણાતી હતી. જ્યારે આપણા દેશના લોકો તો ભયંકર ગરીબીમાં જીવતા હતા  ઉપરાંત અભણ અને અબુધ પણ હતા. એટ્લે હથિયાર વડે લડવા માટે જે  સાધન  અને તે વાપરવાનુ જ્ઞાન જોઈએ તે પણ નહિ હતુ. મને લાગે છે કે ચો તરફનો વિચાર કર્યા બાદ આ લડત અહિંસાના માર્ગે લડવાનું યોગ્ય લાગ્યું હોવું જોઈએ કારણ કે આમેય આપણાં લોક જીવન ઉપર ભગવાન બુધ્ધ અને ભગવાન મહાવીર નો જબર જસ્ત પ્રભાવ રહ્યો છે. અને આ બંને એ હંમેશા અહિંસા જ પ્રબોધેલી છે. વળી અહિંસક રીતે કોઈ પણ વાતનો પ્રતિકાર કરવામાં માણસના મકકમ અને દ્રઢ નિર્ધાર સિવાય કંઈ જરૂર રહેતી ના હોઈ કોઈ પાસે ધન માટે યાચના કરવાની  જરૂર પણ ના રહે.

*+*  આમ ગાંધીજીની આગેવાની નીચે આ લડત હિન્દુસ્તાનના દરેક ગામે ગામ પહોંચી અને નાનામાં નાનો માણસ પણ આ લડતમાં ભાગ લેવા ઉત્સુક બન્યો.

*+*  જ્યારે લગભગ આ જ સમયે પૂર્વમાં એક અનોખું વ્યકતિત્વ પણ ઉભરી  રહ્યુ હતું અને તે ભવિષ્યમાં નેતાજી સુભાષ ચન્દ્ર બોઝ તરીકે ઓળખાવાનું હતું. નેતાજીને અહિંસક રીતે સ્વતંત્રતા મેળવવામાં આશંકા હતી અને તેથી તેઓ જરૂર પડે હિંસક રીતે પણ બ્રિટિશરો સાથે લડી લેવા અને આવશ્યક  જણાય તો વિદેશોની સહાય લેવાના દ્રધ હિમાયતી હતા તેમ જણાય છે.

*+*  આમ જોઈએ તો દેશમાં બે પ્રવાહો એકજ ધ્યેયની પ્રાપ્તિ માટે કાર્યશીલ હતા.નેતાજીની ચળવળ ને કારણે તેઓ બ્રિટિશ સરકારની વોંટેડની યાદીમાં હોવા છતાં નાશી જવામાં સફળતા મેળવી જર્મની પહોંચી ગયા અને ત્યાંથી નવેમ્બર 1941માં આઝાદ હિન્દ રેડિઓ “ તથા ડીસેમ્બર 1941 માં આઝાદ હિન્દ ફોજ 

ની સ્થાપના કર્યાની ઘોષણા કરી.

 *+*  ઉપરાંત તેઓએ રશીયા –જાપાન અને ઈટાલીની પણ મુલાકત લઈ આ દેશોમાંથી સહાય મેળવવા શક્યતાઓ ચકાસેલી અને તે સમયની કોંગ્રેસના ગાંધીજી સહિત પંડિત નહેરુ અને સરદાર વલ્લભાઈ પટેલનો વિરોધ હોવા છતાં પ્રમુખ તરીકે વિશાળ બહુમતિથી ચૂટાઈ પણ આવેલા.

 *+*  હું જાણુછું કે આ વાંચનારના મનમાં પ્રશ્ન થશે કે આ સ્વતંત્રતાની ચળવળને અને સ્વીસ બેંકમાં રહેલા કાળા નાણાંને શું સંબંધ હોય શકે  ? આ રજૂઆત કદાચ  વિષયાંતર જણાય  તો તેના જવાબમાં મારે એટલું જ કહેવાનું છે કે જ્યાં સુધી આપણા દેશના સામાન્ય લોકોનું જન માનસ અને તેના ઘડ્તરમાં જે પરિબળો એ મહત્વનો ફાળો આપ્યો છે તે જાણી ના લેવાય ત્યાં સુધી આમ કેમ બની શક્યું તેનું વિશ્લેષણ કદાચ ખોટી રીતે થવાની શક્યતાનો ઈંકાર ના થઈ શકે.

*+*  આપણાં લોક માનસ ઉપર બુધ્ધ અને મહાવીરે પ્રબોધેલી અહિંસાનો જબર જસ્ત પ્રભાવ છે. આપણે લોહી જોઈ ભયભીત થતી પ્રજા છીએ આ માનસનું ગાંધીજીએ પોતાની લડત અહિંસક રીતે લડવાના વ્યુહમાં બરાબર ગોઠવ્યું તેમ જણાય છે. ઉપરાંત ગાંધીજી આપણી લડતમાં વિદેશની સહાય માટે સહમત હોય તેવું ક્યારેય જણાયું નથી વળી સામાન્ય જનને જો લડતમાં જોતરવા હોય તો તેમની કક્ષાએ જઈ વિચારી નિર્ણયો કરવાના રહે.આ ઉપરાંત જો હિંસક રીત સ્વીકારી લડવું હોય તો હથિયારો પણ હોવા જોઈએ અને તે માટે તાલિમબધ્ધ અને શિસ્તબધ્ધ સૈન્ય તૈયાર કરવાનું રહે  અને હથિયારો મેળવવા ધન પણ જોઈએ અને વિદેશોમાંથી આવા હથિયારો બ્રિટિશ સલ્તનત હિન્દમાં પ્રવેશતા પહેલાં જ કબજો પણ લઈલે. એટલે સમાજનો તમામ વર્ગ આ લડતમાં જોડાઈ શકે તે વધારે અગત્યનું ગણાવું જોઈએ તેમ વિચારી અહિંસક માર્ગે  સ્વ્તંત્રતા મેળવવાની વ્યુહ અપનાવ્યો હોવાનું સ્પષ્ટ સમજાય છે.

 

*+*  પરંતુ ગાંધીજી કદાચ ભૂલી ગયા કે આ દેશના લોકોએ ક્યારેય આક્રમણ કરનારાઓ સામે પણ લડવાની તૈયારી દાખવેલ નહિ અને એટલેજ હજારો માઈલો દૂરથી પગપાળા આવી આ દેશના લોકોને અરે ભગવાનને પણ લૂટી જનારા સફળતા પામી સહિ-સલામત  પોતાના વતન  પરત થઈ શકેલા..મહાત્મા એ પણ ભૂલી ગયા કે આ  દેશના લોકો અનેક રીતે વિભાજીત થયેલા છે અને પોતપોતાના વર્ણને શ્રેષ્ઠ સમજે છે. અહિંસા તો એમના લોહીમાં વહે છે કારણકે આ પ્રજા ક્યારેય લડાકૂ હતી જ નહિ. અન્યાયસહન કરવાની અદભૂત ક્ષમતા આ દેશના લોકો ધરાવે છે તેટ્લું જ નહિ પણ તે માટે ગૌરવ અનુભવે છે. ઉપરાંત અપવાસ તો કદાચ સામાન્ય લોકો માટે આમેય મજ્બુરી થી પણ કરવા પડ્તા હતા કારણકે નિયમીત રીતે આમ પણ ખોરાક મળવો દુર્લભ હતો.

*+*   કેટલાક એમ પણ કહેતા ફરે છે કે જો સામાન્ય જન માનસનો અવાજ ક્યારેય નહિ સંભળાય અને સતત અન્યાય થતો રહેશે તો એક દિવસ ભૂખ્યાલોક્નો જઠરાગ્નિ જાગ્શે અને બધાને ભરખી જશે. પરંતુ મને તો આવાત પણ નરી સામાન્ય લોકોને મૂર્ખ બનાવા માટે કહેવાતી હોય તેમ જણાય છે કારણકે આ દેશના લોકોનો જઠરાગ્નિતો આમેય સામાન્ય સંજોગોમાં ભૂખ્યો જ રહેવા ટેવાયેલો છે. ઉપવાસ આમેય રોજ બરોજ થતા જ રહે છે. નિયમીત રીતે ખોરાક મેળવી શકાય તેટ્લી આવક જ મોટા ભાગના લોકો ધરાવતા નથી તે શું આવા તત્વોથી અજાણ્યું છે  ?

*+*   ઉપરાંત આ દેશના સાધુ-સંતોએ પણ પોતાના કહેવાતા વ્યખ્યાનોમાં પણ આવો જ ઉપદેશ પ્રબોધ્યા કર્યો કે નસીબમાં લખાયું  હશે તેમ થશે ,પાપાચારીઓના લેખા-જોખા ઈશ્વર લેશે  વગેરે .આમ આદમી માત્ર પ્રારબ્ધવાદી  અને પરાવલંબી બની રહ્યો અને પોતાને કોણ અન્યાય કરી રહ્યું છે તે વિચાર પણ નહિ કર્યો.અરે! આ દેશમાં એવા પણ પ્રસંગો નોંધાયા છે કે દુષ્કાળના વખતમાં સંગ્રહાયેલા અનાજની વખારોના દરવાજાની બહાર હજારો લોકોના ટોળા ભૂખ્યા બેઠા હોય પણ તે ક્યારેય વિચારી ના શકે કે અનાજ્ની તંગીનું સાચું કારણ અનાજની સંગ્રહાખોરી છે નહિ કે અનાજ ની અછત અને તે કેટ્લાક વેપારીઓની લુચ્ચાઈ છે તેને બદ્લે તે ઈશ્વરને  કોષ્તો બેઠો રહેશે પણ અનાજની વખાર તોડી અનાજ મેળવવા કોશિષ નહિ કરે.પુરૂષાર્થ કર્યા વગર ભૂખ ના ભાંગે તેવી સીધી સાદી સમજ પણ કોઈ એ ક્યારેય કેળવવાની કોશિષ કરી જણાતી નથી.

 *+*  અહિંસા અને આપણા માટે કોઈ અન્ય લડે એવી વિચારસરણી જાણે આપણી જીવન પધ્ધતિ બની હોઈ તેમ જણાય છે.ગાંધીજી એ ક્યારેય અહિંસા કાયર કે નિર્માલ્યની પ્રબોધી નથી પણ આ દેશના લોકો અબુધ અને અભણ હોય એટલી સૂક્ષ્મ  સમજ ના જ ધરાવતા  હોય તે  સહજ છે . એટ્લે ગાંધીજીએ પ્રબોધેલી અહિંસા કે ઉપવાસના શસ્ત્રનો લોકીક અર્થ સમજાયો પરિણામે .ક્યારેય અન્યાય સામે પોતાની જાતે લડ્તો થઈ ના શક્યો. પરંતુ જો નેતાજીની વિચાર સરણી સ્વીકારાય હોત તો લોકો લડતા શીખ્યા હોત તેમ માનવાનું મન થાય છે. અહિંસાથી પ્રભાવીત લોકો પ્રથમથી જ પરાવલંબી તો હતા જ અને તેથી ક્યારેય અન્યાય કરનાર સામે ઉંચો અવાજ ઉઠાવતા શીખ્યા નહિ

. *+*  . વધુમાં આ દેશના સાધુ-સંતોએ પણ પોતાના વ્યાખ્યાનોમાં ગીતાને ટાંકી ભગવાન કૃષણે કહેલો સંદેશ  જેવોકે

યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભ્વતિ ભારત ! અભ્યુત્થાનમધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહમ !!

 *+* અર્થાત જ્યારે જ્યારે ધર્મ્ નો ધ્વંશ થશે ત્યારે ત્યારે અધર્મનો નાશ કરવા અને ધર્મની પુન સ્થાપના કરવા હું અવતાર ધારણ કરીશ્

*+*  તેનો અર્થ આ દેશના અબુધ અને અભણ લોકોને  સાધુ-સંતોએ એમ સમજાવ્યો કે આપણે એટલે કે લોકોએ અધર્મ સામે કંઈ કરવાની આવશ્યકતા નથી કારણ ભગવાને કહ્યુ જ છે કે તે અવતાર ધારણ કરી અધર્મીઓનો નાશ કરશે પરિણામે લોકો નિષ્ક્રિય રહ્યા અને ભગવાનના અવતારની રાહ જોવા લાગ્યા આમ લોકોને જુલ્મો સામે કે અન્યાય સામે લડતા તો ના શીખવ્યું પણ નમાલા અને કાયર ઉપરાંત નિર્માલ્ય બનાવી દીધા.અહિંસા અને ઉપવાસના શસ્ત્રને ગાંધીજી અસરકારક રીતે સ્વતંત્રતાની ચળવળ માટે વાપરવા

સમર્થ થયા. પરંતુ આ શસ્ત્રને તેના ઉંડા અને ખરા અર્થને સમજવામાં આ દેશના સામાન્ય લોકો નિષ્ફળ રહ્યા.પરંતુ સ્વતંત્રતા મળ્યા પછીના  10 વર્ષો બાદ જે આગેવાનોએ દેશનું શુકાન સંભાળ્યું તેમાના મોટાભાગના અત્યંત ચાલાક  તકવાદી –લુચ્ચા-સ્વાર્થી અપ્રમાણિક  નીવડ્યા અને લોકોના અજ્ઞાન-ભોળપણ-અબુધતાનો ભરપૂર  લાભ લેવા લાગ્યા અને  વધુ અને વધુ એક યા બીજી રીતે વિભાજીત કરતા રહ્યા. બહુમતિ ને લઘુમતિ સાથે તો સવર્ણોને દલિતો સામે અવારનવાર અથડાવતા રહ્યા અને પોતાના સ્વાર્થનો રોટ્લો શેકતા રહ્યા.

*+*   સાચું પૂછો તો આ દેશના જે તે સમયના નેતાઓ જેવાકે ગાંધીજી,નહેરૂ , સરદાર-રાજાજી-પંત –મૌલાના આઝાદ- વગેરે ટોચના નેતાઓને બાદ કરતાં બીજી –ત્રીજી કે ચોથી હરોળમાં ઉભરી રહેલા આગેવાનોની તાસીર અને ચારિત્ર્ય્ વિષે કદાચ સૌથી વિશેષ કોઈએ પણ અભ્યાસ કર્યો હોય તો તે હતા બ્રિટનના ચર્ચીલ કે જેમણે બ્રિટીશ પાર્લામેંટમાં હિન્દને સ્વતંત્રતા આપવા માટેના બીલ ઉપર પોતાની આગવી છટામાં કહેલું કે મિ. એટ્લી આપ શું કરવા જઈ રહ્યા છો તે કદાચ આપને જાણ નથી પરંતુ મને કહેવા દો કે આપ હિન્દની પ્રજાને ચાંચિયાઓ અને લૂટારાઓના હાથમાં સોંપવા જઈ રહ્યા છો. અને આજે આપણે આ શબ્દો સત્ય બનેલા જોઈ શકીએ છીએ અને અનુભવી પણ રહ્યા છીએ.

*+*  આ દેશની સમૃધ્ધિને આ દેશના રાજકર્તાઓ બેફામ બની લૂટી રહ્યા છે અને લોકો તે મૂગે મોઢે જોઈ રહ્યા છે એટ્લું જ નહિ આવા ગૂંડા-ગર્દી કરતા લોકોને પોતાના પ્રતિનિધિ તરીકે ચૂટી પણ રહ્યા છે.

*+*  મારાં મત પ્રમાણે જો નેતાજીની વાત અંશત્ સ્વીકારાય હોત અને ગાંધીજીની  સાથે રહી સ્વતંત્રતાની લડત સંયુકત રીતે ચલાવાઈ હોત તો શક્ય છે  કે સ્વતંત્રતા કદાચ થોડી મોડી મળી હોત પરંતુ લાંબાગાળે આ દેશના લોકો અન્યાય સામે અવાજ ઉઠાવી લડ્તા તો જરૂર શિખ્યા હોત્ આમેય જો ઈતિહાસ તપાસીએ તો બ્રિટન બીજા વિશ્વયૂધ્ધ પછી આર્થિકરીતે લગભાગ પાયમાલ જ નહિ પરંતુ દેવાળીયુ બની ગયેલ અને હિન્દુસ્તાનને સ્વતંત્રતા દેવા સિવાય તેમની પાસે કદાચ કોઈ અન્ય વિકલ્પ રહ્યો પણ નહિ હતો. વળી નેહરૂ ઉતાવળા થયા હતા તેમને કદાચ દહેશત હતી કે જો સ્વતંત્રતા મોડી મળશે તો અન્ય બીજા વધારે કાબેલ લોકો પણ ઉભરી આવશે અને તો તેમની  વડાપ્રધાન થવાની મહ્ત્વાકાંક્ષા પૂરી આજીવનમાં ના પણ થઈ શકે અને એટ્લે જ કદાચ દેશના ભાગલા પણ સ્વીકારાયા તેમ માનવા કારણ રહે છે.

*+*  આવા બધા પરિબળો ને  અને નવી ઉભરી રહેલી નેતાઓની જમાતને ચર્ચિલ બરાબર પહેચાની ગયેલા તેમ ત્યાર પછી નો ઈતિહાસ શાક્ષી પૂરે છે. આવી ઉતાવળને કારણે આ દેશના સામાન્ય લોકો અન્યાય સામે લડ્તાતો નહિ શીખ્યા પણ સહન કરતા થયા. એટ્લું જ નહિ પરંતુ આવા નાલાયક અને નફ્ફટ અપ્રમાણિક અને ગૂડા જેવા તત્વોને ભયના માર્યા ચૂંટ્તા પણ થયા જે આજે આપણા દેશમાં જે પરિસ્થતિ પ્રવૃતે છે તે આપણે સૌ મજ્બૂરીથી જોઈ રહ્યા છીએ. પોતાની મત બેંકને ખૂશ કરવા અને સલામત રાખવા આજ્નો આ રાજકારણી ગમે તેટ્લી નીચી કક્ષાએ ઉતરી શકે છે તે આપણૉ રોજ બરોજ નો અનુભવ નથી શુઆમ બનવાનુ કારણ હું તો માનું છું કે જેમ અધુરા માસે બાળક જન્મે અને તેની જો યોગ્ય ડૉકટર દ્વારા કાળજી ભરી સારવાર ના થાય તો તેની જે હાલત થાય તેવી જ હાલત આપણા દેશની થઈ રહેલી સ્પષ્ટ જોઈ શકાય છે.આપણને સ્વતંત્રતા બગાસું ખાતા પતાસું મલી ગયેલું છે જે અધુરા માસે જન્મેલ બાળક જેવું જ બની રહ્યું છે કોઈ એવી મોટી કુરબાની કે ભોગ આપ્યો જણાતો નથી જ્યારે અન્ય દેશનો ઈતિહાસ તપાસતા વર્ષોની લડાઈ અને મોટી કુરબાની અને બલિદાનો બાદ સ્વ્તંત્રતા પ્રાપ્ત કરી હોઈ તેમ જણાશે. જેથી તેવા દેશોના લોકો રાજકારણીઓ ઉપર બરાબર વૉચ ડૉગ તરીકે ધ્યાન રાખે છે અને જરૂર જણાય ત્યારે સત્તા ઉપરથી કે આ જીવનમાંથી પણ ફેંકી દેતા હીચકિચાટ અનુભવતા નથી.

*+*કરૂણતા અને ક્ઠણાઈની વાત તો એ છે કે આવા નાલાયક-નફ્ફટ-હલ્કા લોકો આ દેશનો વહિવટ કરવા સત્તા ઉપર ચડી બેઠા છે અને તે સૌ જાણે છે કે તેઓ જે કરી રહ્યા છે તે દેશદ્રોહથી ઓછું નથી અને તેથી પોતાની રક્ષા માટે  કમાંડો સાથે  ફરવું અનિવાર્ય બની રહ્યું છેં તે પણ આ દેશની વિટંબણા જ છે ને ?અને તે પણ આ દેશના લોકોના પરસેવાના કરવેરા દ્વારા મેળવાયેલી રકમ થી. આ દેશને ઉપરોકત રાજકારણીઓ પોતાના સ્વાર્થ માટે ઉઘાડે છોગ લૂટી રહ્યા છે અને દેશનો સામાન્ય જન અનેક વિટંબણાઓથી સતત પીડાય રહ્યો હોવા છતાં ઉંચો અવાજ ઉઠાવી અન્યાય સામે લડ્વા તૈયાર થતો નથી કારણ એને સમજ પૂર્વક સિફતથી પ્રારબધ્વાદી અને પરાવલંબી બનાવી દેવાયો છે. અને આ દેશના લગભગ તમામ રાજકરણીઓ જે લૂંટ ચલાવે છે તે નાણાં  સાચવવા સ્વીસ બેંકમાં જમા કરાવે છે જે ઉઘાડું સત્ય હોવા છતાં કોઈ પણ નેતા  આ સામે કોઈ સ્થળે અવાજ ઉઠાવતો નહિ જોવા મળે કારણ કે કપડાની અંદર સૌ સરખા છે.

*+*   વરિષ્ઠ પત્રકાર અને એક વખતના આપણા દેશના બ્રીટનમાં રાજદૂત તરીકે રહેલા કુલદીપ નાયરે પોતાની કોલમમાં જણાવ્યું છે કે જો ભારતના ભ્રષ્ટ્ર રાજકારણીઓ અને સરકારી બાબુઓમાં જરાપણ દેશપ્રેમની ભાવના બચી હોય તો તેમણે દેશના અર્થ તંત્રને નવું જોમ આપવા માટે વિના વિલંબે સંતાડી રાખેલું ગુપ્ત ધન બહાર લાવવું જોઈએ. એટલું નહિ તેઓ તો ત્યાં સુધી સુચવે છે કે કોઈ ટેક્સ હોલી ડે જેવી યોજના જાહેર કરવી જોઈએ જેથી આવા લોકોનો ક્ષોભ કે શરમ  ટાળી શકાય અને દેશને કટોકટીમાંથી સમયસર ઉગારી લઈ શકાય.

*+*   મને તો એમ લાગે છે કે કુલદીપજી પણ આ દેશના રાજકર્તાઓને ઓળખી શકયા જણાતુ નથી . તેમનામાં તેઓ દેશ્પ્રેમ હોવાનું વિચારી શકે છે તે પણ મને આશ્ચર્ય લાગે છે કારણ કે કુલદીપજીએ તો મોટાભાગનાને ખૂબ નજીકથી જોયા માત્ર નહિ હોય પણ અનુભવ્યા પણ હોવા જોઈએ.

*+*  વાલીઆ લૂટારામાંથી વાલ્મીકી બની શકાય કારણ તે તો એક જ હતો પરંતુ અહીં તો અસંખ્ય વાલીઆઓ છે અને 10 ફટના આર.સી.સી. સ્લેબ જેવી ચામડી ધરાવનારાઓ છે તેમના  ઉપર આવી કોઈ વાત કે સુચનની અસર થવાની નથી અને એટલે મને પેલા અફસલ કે જેણે પારલામેંટ ઉપર બોંબ બ્લાસ્ટ કરેલો પણ નિશાન ચૂકેલો અને બાદમાં ફાંસીની સજા પામેલો અને હજુ જીવીત છે અને જેલમાં આ દેશના લોકોના પરસેવાના પૈસા વડે જલસા કરે છે કારણ આ નપૂસંકોની સરકારની તેને ફાંસી દેવાની હિંમત ચાલતી નથી શક્ય છે રાજ્કર્તાઓમાંના કેટ્લાક  તેની સાથે સંડોવાયેલા હોવાનુ માનવા શંકા થયા કરે છે..

*+*  આ દેશને આવા નપાવટો અને સ્વર્થી રાજકર્તાઓ થી બચાવવો હોય તો  મને તો કાશ્મીરના ફારુક અબ્દુલાએ આ સંદર્ભમાં એક વાર કહેલું  તે યાદ આવે છે કે અફસલ ને એક વાર બીજો મોકો આપવો જોઈએ એ વધારે યોગ્ય જણાય છે.

*+*   આપ નો શું મત છે ?

14 comments

  1. ” સ્વતંત્રતાની ચળવળનો ઈતિહાસ જોઈએ તો ગાંધીજી દક્ષિણ આફ્ર્ર્રિકાથી આવ્યા બાદ આખા દેશનો પ્રવાસ કર્યો અને દેશમાં જે ગરીબી જોઈ તેમનું હ્ર્દય દ્રવી ઉઠ્યું તેમણે જોયું કે અનેક પરિવાર પાસે માત્ર પહેરવા માટે એકજ વસ્ત્ર ઉપલબ્ધ હતું અને જે વ્યકતિને ઘર બહાર જવાનું થાય તો તે આ વસ્ત્ર પહેરી બહાર જાય અને ઘરમાં રહેલી વ્યક્તિ નગ્ન રહે. આવી દારુણ ગરીબી જોઈ પોતે પણ પોતાના તમામ વસ્ત્રોનો ત્યાગ કરી માત્ર એક નાની એવી ધોતી પેરવાનું શરૂ કર્યું. કારણ તેમની એક દ્રધ માન્યતા હતી કે જો માનવીના અચાર અને વિચાર એક હોય તો જ અન્યને તેમ કરવાનો અનુરોધ કરી શકાય.વળી તેમણે એ પણ નોંધ્યું કે સ્વતંત્રતાની લડત માત્ર શહેરી વિસ્તારો પુરતી મર્યાદિત રહેલી હોઈ જ્યાંસુધી આ લડત દેશના તદન નીચેના સ્તરે ના પહોંચે ત્યાં સુધી ધારી અસર ઉભી કરવી ખૂબજ મુશ્કેલ છે. આ લડતમાં દેશનો નાનામાં નાનો માણસ જોડાવો જ જોઈ એ અને તે માટે જરૂર પડે તો લડતનો પ્રકાર બદ્લવો પણ પડે.”
    ———————————————
    આ વાત ઘણી વખત સાંભળી છે. માત્ર વિચારીને જ કંપારી છૂટી જાય કે એ સ્થિતિ કેટલી કપરી, કરૂણ અને અસહ્ય હશે. ભારત ક્યારેક આવું પણ હશે એ ખ્યાલ કદાચ કોઈને ન આવી શકે. ભારતે પ્રગતિ ચોક્ક્સ કરી જ છે હજી થોડી કચાશ બાકી છે. ગામડાઓમાં હજી ગરીબી નષ્ટ નથી થઈ. ઉપરથી શહેર પોતાની મહેનતના પૈસા વિદેશી ચીજો ખરીદવામાં ઉડાવી રહ્યા છે. બદલાવ ત્યારે આવે જયારે ૭૦-૭૫ ટકા લોકો પ્રયત્ન કરે. જ્યારે એથી ઉલ્ટું ૮-૧૦ ટકા લોકો જ કોશિશ કરી રહ્યા છે. બાકીના લોકો કરચલાની જેમ એમના પગ ખેંચી રહ્યા છે!

    દીપક (મારી દુનિયા)

    Like

  2. શ્રી અરવિંદ દાદા, પ્રણામ,

    દેશમાં જે કાળુ નાણું વિદેશો ની બેંકમાં છે તે ભારતમાં લાવવા ના ઘણા ઉપાયો મારી પાસે છે. આ દેશનો કોઈ પણ નાગરિક દેશ દ્રોહી નથી તે દેશ માટે કાળુ નાણું દેશને આપે તેમ છે જ. પણ આ રાજકારણીઓની નિતી ખરાબ છે તેઓ દેશમાં કાળુ નાણું પરત લાવવા માગતા જ નથી. તેના અનેક કારણો છે. મારી પાસે આ અંગે જે સુચનો છે તે હું સમય આવ્યે બહાર પાડીશ. અને પ્રધાન મંત્રી, રાષ્ટ્રપતિ, અને લગતા વળગતા સૌ ને જણાવીશ.

    Like

  3. undaroni sabha bharie soua nakki karu k biladi ni doke aak ghantdi bandhi devi tan-tan aavaj aave aatle aapnne khabar padshe k biladi
    aave chhe.aapne badhaya darma chalya javu.to aak under bolyo pan billy
    ni doke ghandi bandhe kon? am aapne badha vato karia chhia aam karvu
    joia aane tem karvu joia. pan karshe kon? bhagatsinh ne to fansi aapi
    didhi chhe have koi bijo bhagatsinh peda thay to shakya bane.
    maganlal.patel
    (usa)

    Like

    1. Bhupendrasinh Raol એ ઉપાય બતાવ્યો છે.

      એક જ ઉપાય છે દાદા જાહેરમાં પ્રજાએજ આવા નેતાઓને પકડીને ફાંસીએ લટકાવી દેવા જોઈએ.દેશ હવે લોહીયાળ ક્રાંતિ માંગી રહ્યો છે.જેવી ફ્રાન્સમાં લુંઈ રાજાઓ વખતે થઇ હતી.લટકાવી દો ચાર મોટા નેતાઓને અને ચાર મોટા ગુરુઓને.ચાર મોટા ગુંડાઓને,ચાર મોટા ભ્રષ્ટ ઉદ્યોગપતિઓને.જુઓ પછી શું થાય છે?

      Like

  4. એક તો અહિંસાએ આ દેશનું સત્યાનાશ વાળી નાખ્યું છે.દેશ સાવ કમજોર અને નપુંસક બની ગયો છે.હવે આવી પ્રજામાંથી જ નેતાઓ ચૂંટાય છે કોઈ બહારથી આવતા નથી.માટે નેતાઓ પણ નપુંસક જ હોવાના.બીજું ધર્મોએ નીતિમત્તા શીખવી જ નથી.લાંચ રુશ્વત બધું ધર્મો વાયા જ આવે છે.સાચો ધર્મ શું તે કોઈને ખબર નથી.ઘંટડીઓ વગાડવી અને મંદિરો બાંધવા,દેવાલાઓની પૂજા કર્યા કરવી,ટીલા ટપકા કરી ફર્યા કરવું,ઉપવાસ કરવા,સરઘસો કાઢી આમ જનતાને હેરાન કરાવી,ટ્રાફિક વધારવો,રોડ રસ્તા વચ્ચે દેરાં ઉભા કરી દેવા આવું તો અનેક એમાંજ ધર્મ અટવાઈ ગયો છે.૧૫૦૦ બિલિયન ડોલર્સ સ્વીસ બેન્કમાં મુકનારો આ દેશ મહાન ધાર્મિક અને મહાન ભ્રષ્ટ દેશ બની ચુક્યો છે.૧.૫ ટ્રીલીયન ડોલર્સ થાય.
    એક જ ઉપાય છે દાદા જાહેરમાં પ્રજાએજ આવા નેતાઓને પકડીને ફાંસીએ લટકાવી દેવા જોઈએ.દેશ હવે લોહીયાળ ક્રાંતિ માંગી રહ્યો છે.જેવી ફ્રાન્સમાં લુંઈ રાજાઓ વખતે થઇ હતી.લટકાવી દો ચાર મોટા નેતાઓને અને ચાર મોટા ગુરુઓને.ચાર મોટા ગુંડાઓને,ચાર મોટા ભ્રષ્ટ ઉદ્યોગપતિઓને.જુઓ પછી શું થાય છે?

    Like

  5. you are right, our people are always teach to forget and ‘GOD WILL SEE’ all person are self intrest they did not bother for country. our religios guru are always do festival like manorath, chapanbhog, yatra, and collect money and they enjoy with this money. if some body tolk bad word above Ram or Hanuman than Vaishnav will never oppose bein hindu they thouht why we should bother. this type of mentally is our community and so we are always behind..

    Like

  6. નાનું બાળક પાચીકા-સીગારેટના પુઠા-કોડી વગેરે સંગ્રહ કરે છે. આ સંગ્રહવૃતિ જ ભવિષ્યના સુખના પડીકા સાચવી રાખવા માટે લોકો રસ્તા શોધે છે. તેને કારણે જ સ્વીસ બેંકના ગુપ્ત ખાતા અસ્તિત્વમાં આવ્યા હશે ! આ બાબતમાં સ્વીસ બેંકના વહીવટ કરતા તરીકે જો તમારી નિમણુંક થાય અને તમે તે બધી રકમ તમારી ઈચ્છા મુજબ સમાજ માટે ઉપયોગ કરો તેવી શ્રીનાથજી ભગવાન પાસે નમ્ર પ્રાર્થના છે.

    Like

  7. ha afzal ne aazadi aapvij jove kem k tene ae kari batavyu che j lagbhag ghna indian karava mange che pan kari nathi shkta karan ke aapde badha ahinsa priya hova bo dekhav karta ane koi aavaj guru ni k bhagvan ni rah jota namala prajjan chiye je kadach aevu che k koi gandhi,krishan,ram,ke pachi nava namdhri ishwr ke pachi subhashchandra,bhagatsinh,aazad,jeva krantikari ni ke je pote marva tiyar thay.pan aevu to thavanu nathi mate AFZAL ne azad karo j aapdi mate kaik kari shake ane bija koi ne nahi toy aapdi praja ne to mari shake chlle to teni sahay pan SWISE BANK MA J JAWANI CHE NE.

    Like

Leave a reply to tejas જવાબ રદ કરો