“ દેશમાં માત્ર કસાબ અને અફ્ઝ્લ સુરક્ષિત !!!!! “

“ દેશમાં માત્ર કસાબ અને અફ્ઝ્લ સુરક્ષિત !!!!! “
એક સમાચાર પ્રમાણે અમિતાભ બચ્ચને પોતાના બલોગમાં લખ્યું છે કે આપણાં દેશમાં સૌથી વધારે સુરક્ષિત કસાબ છે. પરંતુ મને એમ લાગે છે કે અમિતાભ કદાચ અફઝલનું નામ ઉમેરવાનું ભૂલી ગયેલ છે.
*** આ દેશમાં આવા આતંકવાદીઓ અને બાલ ઠાકરે અને રાજ ઠાકરે જેવા અધમ કક્ષાના ઉપરાંત મોટાભાગના રાજકારણીઓ કે જે પોતાના જ કૃત્યોથી સતત ડરતા અને ફફડતા હોય છે તેવા નરાધમોને લોકોના પૈસાથી જ સુરક્ષા પૂરી પાડવામાં આવે છે આ ડરપોક અને નપૂંસકો સામાન્ય લોકોનું શું રક્ષણ કરવાના હતા ?
***સમાચાર ઉમેરે છે કે અમિતાભના આવા મંતવ્યથી મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ભારે નારાજ થયા છે અને કહ્યું છે કે “કસાબ અત્યંત મહત્વનો આરોપી છે આથી 26/11નો ખટલો પૂરો નહિ થાય ત્યાં સુધી તેની સુરક્ષા કરવાની સરકારની જવાબદારી છે. કસાબની સુરક્ષાનો અર્થ એવો બિલકુલ નથી થતો કે આમ જનતાનું ધ્યાન રાખવામાં આવતું નથી. આમ જનતાની સુરક્ષાની પણ બનતી તકેદારી લેવાઈ રહી છે.”

***મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન અશોક ચવાણની તથા અન્ય પ્રધાનોની હાજરીમાં જ વિધાનસભામાં સમાજવાદી પક્ષના ધારાસભ્ય અબુ આઝમીએ હિન્દીમાં એટલે કે રાષ્ટ્રભાષામાં સોગંદ લીધા ત્યારે મનસેના ચાર ધારાસભ્યોએ એમને ધક્કે ચડાવ્યા અને એક સભ્યએ તો થપ્પ્ડ પણ મારી દીધી અને આમ વિધાનસભાનું વસ્ત્રાહરણ અશોક ચવાણ સહિત બધા પ્રધાનોની શાક્ષીમાં જ થયું. હવે જો ધારાસભ્ય જેવાનું રક્ષણ ધારાગૃહમાં પણ ના થઈ શક્તું હોય તો આમ જનતા તો ભગવાન ભરોસે જ જીવે છે ને ?

*** આતંકવાદીઓના હુમલાથી જેટલા લોકો નથી મર્યા કે જેટલુ માલ મિલકતને નુકસાન નથી થયું કે લોકો નથી મર્યા તેથી અનેક ગણું નુકસાન અને લોકોના મોત આવા નરાધમ થઈ પડેલા બાલ ઠાકરે કે રાજ ઠાકરે જેવા નેતાઓની રાજ્કિય મહત્વાકાંક્ષા સંતોષવા તેમના આંધળા અનુયાયીઓએ તેમના હાથા બની આજ સુધીમાં કરેલી છે અને જેમને સ્પૂન ફીડીંગ કરી કોંગ્રેસ જેવા પક્ષોએ પાળી પોષી ઉછેર્યા છે જે આમ જનતાથી અજાણ્યંર નથી.

***કોઈ કહેશો કે આવા આતંકવાદીઓના હુમલાથી કે આંતરિક પક્ષાપક્ષીમાં એક્-બીજાનું વર્ચસ્વ સાબિત કરવા જ્યારે જ્યારે આવા તોફાનો થયા ત્યારે આ રાજકારણીઓના સગા કે વહાલા ક્યારે ય્ ઠાર થયા છે ? જો આમાના જ કોઈ આવા હુમલા કે તોફાનોમાં મૃત્યુ પામે તો જ્ તેમની સંવેદના જાગે તેટલી જાડી ચામડીના આ આજકાલના થઈ પડેલા રાજકારણીઓ છે જેમાં કોઈ શક નથી.

*** આ દેશના લોકોના દુર્ભાગ્ય કે અફઝલ નિશાન ચૂકી ગયો ! આજ સુધી ફાંસી નહિ દેવા પાછળ તેને આવનારા દિવસોમાં બીજી તક મળી રહેવાની હોય તેવો કદાચ ઈશ્વરી સંકેત તો નહિ હોય ને ?

*** અમિતાભે પોતાના બ્લોગ ઉપર સત્ય લખ્યું તેમાં મુખ્ય પ્રધાન ઉખળી પડ્યા અને ભારે નારાજગી દર્શાવી જે સ્પષ્ટ સાબિત કરે છે કે સત્ય હંમેશા કડવું હોય છે અને જીરવવું તે સહેલું કે સરળ નથી જ નથી.

5 comments

    1. ભાઈશ્રી સોહમ
      આપની મુલાકાત અને પ્રતિભાવ માટે આભાર ! મને એ વાતનો આનંદ છે કે આપ પણ અફઝલ અને કસાબ વિષે મારા જેવા વિચારો ધરાવો છો પરંતુ આ તાણી કાઢેલા અને નમાલા/નપાણીયા નેતાઓની મત બેંકની નીતિ આપણાં દેશને ફરીને કોઈક વિદેશી સત્તાનો ગુલામ બનાવીને રહેશે અથવા ફરીને હવે 600 નહિ પણ 800 રજવાડાં ઉભા કરશે તે મને તો નિઃશંક જણાય છે. ચાલો આવજો ! મળતા રહીશું !
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

    1. ભાઈશ્રી મિતેશ

      આભાર ! આપની વાત સાચી છે આપણો સિક્કો ખોટો હોય તો કંઈ ના થઈ શકે ! આપ મારી બીજી પોષ્ટ પણ જરૂર વાંચસો અને આપના પ્રતિભાવો પણ જણાવશો તો મને ખૂબ જ ગમશે ! આવજો ! મળતા રહીશું !

      સ-સ્નેહ

      અરવિંદ

      Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s