“ગુજરાત બિહાર બનવા જઈ રહ્યું છે કે શું ? અરાજકતા દિન પ્રતિ દિન વધી રહી છે !!!”


4 જુલાઈ 2009ના “અભિયાન”ના અંકમાં જે લેખો દીપલ ત્રિવેદીના લેખ સહિત પ્રસિધ્ધ થયા છે તે લેખોએ મારાં મનમાં કેટલાક સમય થયા ચાલી રહેલા ગુજરાતના મુખ્યમંત્રીની વહિવટી તંત્ર ઉપરની ઢીલી થઈ રહેલી પકડ વિષે વિચારોના  ઘમસાણને વાચા આપવા ઉશ્કેરી ( PROVOKE ) મેલ્યો છે તેમ કહું તો ખોટું નથી.

4 જુલાઈ 2009નો “અભિયાન”નો અંક સાચું પૂછો તો ગુજરાતના મુખ્યમંત્રી અને સરકાર સામે પોકારવામાં આવેલું “તહોમતનામું” જ ગણી શકાય ! તેમાં  પ્રસિધ્ધ થયેલા તમામ લેખોની ગંભીરતા પૂર્વક તમામ સત્તાધીશો અને મુખ્યમંત્રી સહિતે નોંધ લેવી જ રહી !

ગુજરાત બિહાર કે ઉત્તરપ્રદેશ ના બની બેસે તે માટે વહિવટી તંત્ર ખાસ કરીને પોલીસ-શિક્ષણ ઉપર જો અસરકારક અને તત્કાલ નિર્ણય  કરનારા ચૂનંદા અધિકારીઓને નહિ નીયુકત કરવામાં આવે તો ગુજરાતને બિહાર કે ઉત્તરપ્રદેશ બનતું કોઈ નહિ અટકાવી શકે !

અભિયાનમાં જે લેખો પ્રસિધ્ધ થયા છે તે તમામ દૂષણો નજીકના ભૂતકાળમાં જ વકર્યા છે. ખાસ કરીને  ( 1 ) અશ્લીલ વીડિયો ક્લીપીંગ્સ  ( 2 ) વ્યાજ ખોરો ( 3 ) સ્ત્રી સલામતી ( 4 ) પોલીસ પૂત્રોના પરાક્રમ અને હવે તો ( 5 ) ડૉકટરો પણ

આ બધામાં ખૂબજ ગંભીર તો પોલીસ અને તેની અસામાજિક તત્ત્વો સાથેની સક્રિય રીતની સંડોવણી જે મીલીભગત છે તે નિઃશંક છે. પોલીસ પોતાના પૂત્રો દ્વારા પાકિસ્તાનની જેમ પ્રોક્સીથી આવી અસામાજિક  પ્રવૃતિ  કરાવી રહ્યા હોય માટે જ તે તરફ આંખ મીચામણા કરી રહ્યા હોય તેમ નથી લાગતું  ? એક નાની વાત તરફ ધ્યાન દોરું તો હેલ્મેટ પહેર્યા વગર કે કારમાં સીટ બેલ્ટ બાંધ્યા વગર જનારને દંડવામાં જે અતિ ઉત્સાહ પોલીસોમાં દ્ર્ષ્ટિગોચર થાય છે તે જ પોલીસોને ગાડીઓ ઉપર મોટા અક્ષરે લખાવવામાં આવેલા શબ્દો જેવાકે  “જય માતાજી,”  “જય આશાપુરા,”  “જય ખોડિયાર,”  “સરકાર,”  “શક્તિ,”  “માં,”  “મહેર,”  “આયર”  વગેરે આવા સાંકેતિક શબ્દો કેમ નહિ દેખાતા હોય ?  અરે નંબર પ્લેટો પણ જુદા જુદા કલરોમાં અને સાંકેતિક ચિન્હો સાથે જોવા મળે છે  અને આ સંકેતોનો અર્થ પોલીસ કર્મીઓ બરાબર સમજતા હોય છે ! પોલીસ કોંસ્ટેબલ કે સામાન્ય જમાદાર કે સબ-ઈંસ્પેકટર જેવા કર્મીઓ પાસે રૂ!. 70.000/- કે 90.000/- ની કિમતની બાઈક કેવી રીતે હોઈ શકે તો કેટલાક પાસે તો રૂ1. 800.000/- થી રૂ!. 10.00000/- દસ લાખસુધીની  કે તેથી પણ મોટી રકમની ગાડીઓ પણ જોવા મળે છે ! હા આ બધા કર્મીઓ કાયદાના જાણકાર હોવાથી પોતાને નામે કોઈ માલ કે મિલક્ત રાખતા ના હોય તે શક્ય છે. આવી બે નંબરની મિલક્તો ધરાવનાર તરફ ધરાર આંખ મિંચામણા કરવામાં આવતા રહે છે.

”ખાતો નથી કે ખાવા દેતો નથી” સુત્રમાં સુંદર લાગે છે પણ વહિવટમાં “શૂન્ય” જણાય છે !!

અશ્લીલ વીડિયો વ્યાજખોરો અને સ્ત્રીઓની છેડતી અને બળાત્કારો વિષે જો સાચા દિલથી નેકી અને નિષ્ઠાથી તપાસ કરવામાં આવે તો મોટા ભાગના પોલીસ કર્મીઓ કે તેમના સગા કે સંબંધીઓ નીકળી પડશે તે નિઃસંદેહ છે.

એજ રીતે શિક્ષણને સત્તાધીશ રાજકારણીઓ  ધંધો બનાવી બેઠા છે અને તે વિષે તો ઘણું લખાયું છે લખાય રહ્યું છે અને તલઃસ્પર્શી વિગતો સાથે એક અલગ વિષય તરીકે લખવા ધારું છું.

આપણાં મુખ્યમંત્રીએ કહેલું તે યાદ આવે છે કે, “ગુજરાતના પ્રજાજનો તમે સુઈ રહો, હું જાગુ છું”  પણ થોડા સમય થયા ગુજરાતમાં બનતા અસામાજિક બનાવો એવું પ્રતિપાદન કરે છે કે મુખ્યમંત્રી કદાચ કુંભકર્ણની ઉઘમાં  સરી પડ્યા છે  અને મેડિકલની ભાષામાં કદાચ કોમામાં સરી પડ્યા હોવાની દહેશત સેવાઈ રહી છે !!

છેલ્લા કેટલાક વર્ષો થયા અસામાજિક તત્ત્વોને છૂટો દોર મળી ગયો છે અને અભય બની ચૂકયા છે. જ્યારે સામે પક્ષે જનતા જાણે બિચારી બની ગઈ છે. કેટલો વિરોધાભાષ !! અસામાજિક તત્ત્વો અભય બન્યા અને પ્રજા ભયભીત બની ! આ કેવી કરૂણતા અને વિંટબણા કહેવી પણ કોને ? કલાપીએ એક કાવ્યમાં કહ્યું છે તેમ જ્યારે નૃપ-રાજા- જ શેરડીનો રસ ચૂસી લે ત્યારે ફરિયાદ કરવાનું કોઈ ઠેકાણું બચતું નથી.

અલબત્ત આ અસામાજિક તત્ત્વોના જુલ્મો હદ વટાવે ત્યારે જનતા પોતાનો રોષ અને આક્રોશ ઠાલવવા સંયુકત રીતે પ્રયત્ન કરે છે. સુરતના બળાતકારના પ્રસંગે એક વાર ઘડી ભર તો એમ લાગેલું કે મહારાષ્ટ્રના એક ગામમાં એક આવાજ બળાત્કારીને લોકોએ અદાલતના આંગણાંમાં જ વધેરી નાખેલો તેનું પુંરાવર્તન  સુરતમાં  કદાચ થઈ જશે પરંતુ  થતુ થતું રહી ગયું !  લોકો નિરંકુશ બને અને સહન શકતિની હદ વટાવી કાયદો પોતાના હાથમાં લઈ ન્યાય કરવા મજ્બૂર બને તે પહેલાં હે, મુખ્ય મંત્રી, આપ આવતા 6-12 માસ સુધી સમારંભો અને અખબારોમાં અપાતી પૂરા પાનાની જાહેરાતોના મોહમાંથી મુક્ત બની ફરીને એક વાર સમગ્ર વહિવટ ઉપર પકડ મેળવી લો અને સેકંડ કેડર પણ આપના જેવા જ બોલ્ડ અને  લોકાભિમુખ કમીટેડ કેડર તૈયાર કરવા લાગી રહો ! શિક્ષણની હાલત તો એટલી હદે બગડી ચૂકી છે કે સાધારણ વ્યક્તિતો બાળકોને શિક્ષણ અપાવી શકે તેમ શકય જણાતું નથી !. શિક્ષણ જાણે લક્ઝરી બની ચૂકયું ના હોય તેવો માહોલ પ્રવૃતિ રહ્યો છે તે આપ જાણૉ છો ? સમારંભો અને અખબારમાં  છાસ વારે પાનાઓ ભરીને અપાતી જાહેર ખબર બંધ કરી જે રકમ બચે તે શિક્ષણ માટે ફાળવી દો !

ગુજરાત માત્ર ઉધ્ધ્યોગો માટે જ વાઈબ્રંટ બની રહે તે  નહિ ચાલે ! ગુજરાતનો સર્વાંગી વિકાસ થવો જ જોઈએ અને તે માટે આપના જેવા ડાયનેમીક મુખ્યમંત્રી હોવા જોઈએ જે પૂર્વ શરત (PRE-CONDITION ) ગણાય તેમ હું માનું છું.  ગુજરાત ઉધ્ધ્યોગ પૂરતું વાઈબ્રંટ  બની રહે અને તે તેની મર્યાદા બની  જાય તે પહેલાં જ શૈક્ષણિક સ્તરે આમૂલ પરિવર્તન લાવી ભાર વિનાનું ભણતર નો બનતી ત્વરાએ અમલ કરી વડિલો અને વિધ્યાર્થીઓને મુકતિ અપાવો !  એક બીજુ સુચન પણ કરવાનુ મન રોકી શક્તો ના હોય કરી રહ્યો છું. પ્રજાના દુઃખ દર્દ જાણવા રાજા વિક્રમની જેમ છદ્મ વેષ  ધારણ કરી આપ અને આપના વિશ્વાસુ સાથીદારો (ચમાચાઓ નહિ)  સમગ્ર રાજયમાં જાતે પોતે ફરી  જાણવા કોશિષ કરો . સમગ્ર દેશના ઈતિહાસમાં આપનું નામ અમર બની જશે અને ગુજરાતના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે !

મને અંગત રીતે આપને માટે ઉંડો આદર અને માન હોવાથી કેટલીક કડવી વાતો કરી રહ્યો છું અને મને વિશ્વાસ છે કે આપ તે તેના યોગ્ય પરિપ્રેક્ષ્યમાં સમજવા કોશિષ કરશો.

દરેક મહત્વાકાંક્ષી અને શિખરે પહોંચેલ વ્યક્તિઓએ મહાભારત  અને રામાયણમાં પ્રબોધાયેલો બોધ જીવનમાં અનિવાર્ય રીતે ઉતારવો જોઈએ  જેમકે —

સમય સમય બળવાન છે નહિ મનુષ્ય બળવાન  કાબે અર્જૂન લૂટયો વોહી ધનુષ  વોહી બાણ

તો રામાયણમાં પણ  રાવણનું પતન તેના મદ અને ઘમંડે જ નોતર્યું હતું !!

ટૂકમાં શિખર ઉપર એક જ વ્યક્તિ બેસી શકે છે જ્યારે ત્યાં પહોંચવા ચો-તરફથી અનેક વ્યકતિઓ સતત પ્રયાસો કરતી રહેતી હોય છે. ત્યારે તેવા સંજોગોમાં ડાહી અને શાણપણ ધરાવનાર વ્યકતિ પોતાને ક્યારે સ્વૈચ્છિક રીતે આપમેળે ઉતરી જવું તેનું જ્ઞાન હોય છે અને જો અજ્ઞાની હોય તો અન્યો ધક્કા મારી નીચે પછાડે છે. જેની ઈતિહાસ અનેક વ્યક્તિઓના સંદર્ભમાં શાક્ષી પૂરે છે.

કોઈ પણ ગુન્હાની સજા કરવામાં વિલંબ નીવારવો જ રહ્યો. ઉપરાંત કોઈ પણ ભેદભાવ કે બેવડા ધોરણ નહિ અપનાવવા જોઈએ. ભલભલા રાજ્કીય વગ ધરાવનાર કે સંપત્તિવાન કે સરકારમાં ઉચ્ચસ્થાને બેઠેલા અધિકારીઓ  અને ચમરબંધીઓ ભલે તે કોઈ સંપ્રદાયના વડા કે સાધુ-સંત કેમ ના હોય ? આ માત્ર ભાષણ બાજીમાં લોકોને આકર્ષિત કરવા માટે જ  નહિ રાખતા વાસ્તવમાં અમલી કરણ પણ કરવું જ રહ્યું.

દીપલજીની વાતમાં તથ્ય છે કે કેટલાક ગંભીર અપરાધમાં સંડોવાયેલા જેવા કે સુરતના પોલીસ વડા કે જામનગરની હોસ્પિટલના ડૉકટર્સની માત્ર બદલી તે કોઈ સજા નથી. ઉપરાંત આશારામજી શામાટે કેદમાં નથી ? શું સરકારમાં બેઠેલા  પોતાના કોઈ બાળકોની આ રીતે હત્યા થાય  કે તેમની વહુ-દીકરીઓ ઉપર બળાત્કાર થાય  તેની રાહ જોઈ રહ્યા છે ?  આ વિલંબ અક્ષમ્ય ગણાવો જોઈએ.

મને પૂછો તો હું સ્ત્રી સન્માન જળવાઈ રહે તે માટે આવા બળાત્કારીઓને એવી સજા તાત્કાલિક ધોરણે થવી જોઈએ કે અન્ય આવા અસામાજિક તત્ત્વો ધ્રૂજી ઉઠે ! અરે માત્ર ધ્રૂજી જ ના ઉઠે પણ આવનારી સાત પેઢીમાં આવા ગુન્હા કરવાનું ક્યારે ય મનોમન પણ ના વિચારે !

આ લખતી સમયે મને એક હિન્દી મુવી જોયેલું તે યાદ આવે છે જેમાં ઘણું કરીને ડીમ્પલ કાપડિયા પોલીસ અધિકારીના રોલમાં હતી અને કેટલાક અસામાજિક અને વગ ધરાવનારાઓએ તેણીના ઘરમાં જ તેણી ઉપર બળાત્કાર કરેલો અને અદાલતે આ ગુન્હાખોરોને નિર્દોષ છોડી દીધેલા  અને બાદ આ તત્ત્વોને જિંદગી ભર યાદ રહે તેવો પાઠ ભણાવવા  ડીમ્પલ તેણીની ડૉકટર મિત્રની મદદ વડે આ તત્ત્વોને પક્ડી એક પછી એક ના જનાનંગો વાઢી નપૂસક બનાવી છોડી દે છે.  જે સમાજના આવા ઉતરેલ તત્વો માટે ઉદાહરણ રૂપ બની રહેવા જોઈએ. આપણા કાયદા પણ ક્યારે ક નપૂસંક લાગે છે કોઈ ધાર વગરના. અને અતિ વિલંબ એ જ જાણે આપણી ન્યાય પ્રક્રિયા  બની ચૂકી છે ! આવા નપૂસંકો  બાદમાં પોતે જ  વહેલું   મોત મળે તેવી પ્રાર્થના કરતા થઈ જશે !

ઉપરાંત મને એક પુસ્તક મારાં શાળાના દિવસોમાં વાંચેલું તેની યાદ પણ આવે છે. અલબત્ત પુસ્તકનું નામ ભૂલાય ગયું છે. પરંતુ પ્રસંગ બરાબર યાદ છે. વર્ષો પહેલાં ગુજરતનો વેપાર દરિયા મારફત થતો અને ત્યારે કેટલાક ચાંચીયાઓ  માલ-સામાનની લૂંટ કરી વેપારીઓને લૂટી લેતા આ સમયે ગુજરાતમા વિમળશા કરી ને અમાત્ય હતા. આવા કેટલાક લૂંટારા પકડાયા અને તેમને સજા કરવાની નોબત આવી ત્યારે આ લૂટારાઓને શરીર ઉપર માલીશ કરી છોડી દેવાનું ફરમાન કરવામાં આવ્યું. પ્રજાને આશ્ચર્ય  થયું કે આ કઈ જાતનો ન્યાય ? બાદ આ લૂંટારાઓને માલીશ માટે મોકલી આપવામાં આવ્યા અને એવું સરસ માલીશ કરી આપવામાં આવ્યું કે કરોડરજ્જુના તમામ મણકાઓ છૂટા થઈ ગયા અને બાકીની જિંદગી પોતાના પગ ઉપર ક્યારેય ચાલવાની વાત તો દૂર રહી પણ ઉભા પણ ના થઈ શક્યા. બાકીની જિંદગી કુલા ઢસ્ડી ચાલતા રહ્યા અને લોકો તેમના ઉપર થુંકતા રહ્યા.!!!

જ્યાં સુધી વ્યાજખોરોને સંબંધ છે ત્યાં સુધી આવા વ્યાજખોરો ગુજરાત ભરના ગામે ગામ અને શહેરોમાં અસ્તિત્વ ધરાવે છે અને મોટાભાગના એકજ કોમ્/જ્ઞાતિના હોય છે તો એમાનાં કેટલાક પોલીસ કર્મીઓ અને તેમના સગા-સંબંધીઓ પોલીસ કર્મીઓ વતી આ ધંધા કરતા હોય છે. આ વ્યાજખોરોનો ત્રાસ ખરેખર એવો હોય છે  કે અનેક લોકો આત્મહત્યા કરવા મજ્બૂર બને છે તો કેટલાક પરિવાર અને વતન છોડી દૂર દૂર ચાલ્યા જવા મજ્બૂર બને છે. આવા વ્યાજખોરોને વીણી વીણીને મનીલેંડીગ એકટના ભંગ નીચે આકરી સજા કરી માલ્-મિલ્કત જપ્ત કરવી જોઈએ.

જામનગરમાં ડૉકટર અને નર્સે સાથે મળી જે બિભત્સ ચેષ્ટા કરી તે કોઈ સંજોગોમાં ચલાવી લેવી નહિ જોઈએ. મેડીકલ એથીકસ પ્રમાણે દર્દીના રોગની વિગત કયો રોગ છે તે ડૉકટરે ખાનગી રાખવું ફરજનો( OBLIGATORY ) ભાગ છે આ રીતે રોગીની એબ છતી કરવી તે ખૂબ જ ગંભીર ગુન્હો ગણી જે તે ડૉકટર કે નર્સની ડીગ્રી પાછી ખેંચી લેવાવી જોઈએ. આ માટે બદલી તે કોઈ સજા નથી પણ ક્યારેક તો બદલી આવા લોકો માટે આશીર્વાદ પૂરવાર થતી હોય છે અને પોતાના વતનમાં કે પસંદગીના સ્થળે બદલી કરાવવાની આ યુક્તિ પણ જોવા મળે છે.

શિક્ષણ ક્ષેત્રે પણ તાત્કાલિક આમૂલ પરિવર્તન કરવાનો સમય પાકી ગયો છે. કેન્દ્ર સરકાર કરે તો જ આપણે કરી શકીએ તે કેવું ? આપણે આ ક્ષેત્રમાં નવી શરૂઆત કરી દેશભરમાં મશાલચી ના બની શકીએ ? આપના કહેવા મુજબ અને ગુજરાતના લોકો પણ માનતા થયા છે કે આવનારા દિવસો ગુજરાતના છે ગુજરાતે જ નેતાગીરી લઈ દેશ આખાને નવો રાહ દર્શાવવાનો છે. તે ત્યારે જ શક્ય બને કે ગુજરાતનું યુવા ધન તે માટે યોગ્ય અને સસ્તું શિક્ષણ મેળવી શકે અને તે માટેની તમામ સુવિધા ગુજરાતમાં જ ઉપલબ્ધ  બની રહેવી જોઈએ. હાલ તો ક્યારે ક એવું અનુભવાય છે કે સિક્ષણ ક્ષેત્રે જાણ્યે-અજાણ્યે માફીયાઓએ કબ્જો જમાવી બેઠા છે અને પૂરેપૂરું વ્યાપારીકરણ કરી નાખ્યું જણાય છે અને જે માટે વધુમાં વધુ રાજકારણી સત્તાધીશો જ જવાબદાર છે તેવુ સામાન્ય જનતા માને છે

અંતમા આવા હરામખોર અને અસામાજિક પ્રવૃતિ કરનાર કોઈ પણ  ક્ષેત્રમાં  સાધુ હોય કે કોઈ ચમર બંધી  કે કોઈ પોલીસ અધીકારી કે તેમના પૂત્રો કે રાજકારણી તમામને આવી ઉદાહરણીય સજા વિના વિલંબે થાય તો જ ગુજરાત સમગ્ર  દેશમાં પોતાનું નામ રોશન કરી શકે અને મારી દ્રષ્ટિમાં હાલના સમયમાં આપ જેવા નિર્ણાયક ( DECISIVE AND DETERMIND WITH FULL CONVICTION )  મકક્મ નિર્ધાર વાળા અને અટ્ટ્લ મનોબળ વાળા આપ એક જ છો તેમ મોટા ભાગના લોકો માને છે.

નરેન્દ્રભાઈ આપ વિવેકાનંદ જેવા સમર્થ પુરૂષના નામેરી છો અને અમને એટલે કે સમ્રગ ગુજરાતના પ્રજાજનો આપની પાસે થી ઘણી આશાઓ રાખી રહ્યા છે તે પૂરી કરવા કમર કસી લાગી પડ્શો અને આપના સાથીદારો સક્ષમ, વફાદાર, નિષ્ઠાવાન અને પ્રમાણિક ( ચમચાઓ નહિ હો  )  સૌ એક બની આપની સાથે ખભે ખભા મીલાવી મચી પડશે તેવી અમને હૈયા ધારણા આપવાનો સમય પાકી ગયો છે. આપ આ કાર્ય કરશો ને નરેન્દ્રભાઈ ?

અસ્તુ.

25 comments

 1. શ્રીઅરવિંદભાઇ,
  બ્લોગ વાંચીને ફક્ત એક જ વાત કહેવાનુ મન થાય છે : “અદ્ભુત્ ! વાહ !” અહીં હું એક વાત કહેવા માંગુ છું કે લોકો જ એટલા નમાલા છે કે હજુ સુધી આશારાવણ ના રામ નથી રમ્યા..

  Like

 2. vadil shree,
  arvindbhai sadar namskar
  aapni atak(sarname) jota aap patel lago chho? braman-vaniana dikranu
  lakhan ava kadk sabdo ma na hoy!akdam mari vicharsarni pramane aapni
  vicharsarni malti ave chhe.hu pan aapni jem retired man chhu tame(usa)chhodi india chalya gaya hu mara kamnasibe usa ma rahi gayo.temj maru compyuternu gnan pan nahivat chhe.aapshree aaa blogna lakhan ni copy
  aapna cm ne mokli chhe? vishesh ma ghanu lakhvu chhe pan have pachhi.
  aapno
  maganbhai.patel
  (usa)

  Like

 3. SHRI ARVINDBHAI, THANKS FOR YOUR NOBLE WORDS FOR ME. I AM DOING MY BEST,WITH MY ABILITY AND IN CONDITION; REST WITH, I DON’T KNOW.?,I HAVE STARTED TO VISIT YOUR BLOG AND AS TIME PERMIT, I WILL TRY TO SHARE, SO IN THIS CONTEXT
  SHRI MODIJI, I COUNT BEST , STARTING FROM JIVRAJBHAI TILL DATE CHEIF MINISTERS WORKED FOR GUJARAT. SHRI JIVARAJBHAI HAD CALLED FROM RAJDHANI TO LOCAL TELEPHONE OPERATOR TO ASK ME TO COME ON ANY ONES PHONE AND TO TALK TO GET COAL TO RUN OUR TEXTILE MILL RUNNING.
  SHRI BABUBHAI AND SHRI CHIMANBHAI PATEL, THERE ARE AND WILL BE SOME PROBLEMS, AND WAYS TO SOLVE THEM. BUT HIS WAY TO OPEN SINGLE HANDED IS UNIQUE, AND MAY NOT BE ACCEPTED BY,STANDING IN QUE OF POWER GAME, CONGRESS OR FROM BJP. HE MIGHT HAVE TO OVERLOOK OR KEEP SILENCE JUST TO CONTINUE TO BE IN POWER, MAY NOT BE JUST AND FAIR, BUT LOOKING OVER ALL, HE HAS DONE BEST FOR GUJARAT AND MANY HAS AGREED TO IT OR CONFIRMED THAT IS MY READING. HISTORY IS WRITTEN AFTER MANY YEARS. YOUR SIGHTING ABHIYAN AND COMMENTS FOR HIM IS WORTH TO BRING TO HIM AND HE MUST TRY TO DO WHAT EVER HE HAS TO DO, IS NOT DISPUTABLE. BUT ROME WAS NOT BUILT IN A DAY. OUR EXPECTIONS ARE HIGH AND MUST BE, AND DEMOCRACY NEEDS IT WE WHO KNOW MUST TRY TO BRING AND PRESS FOR IS OUR RELEGION OF THE DAY.BYE NOW NEXT TIME..THANKS.

  Like

 4. મોદીના નેતૃત્વ હેઠળ ગુજરાતની પ્રગતિ નોંધનીય છે. તેમનું મંત્રી મંડળ અને પ્રજા તેમાં સહકાર આપે તે ઈચ્છનીય અને સ્વાભાવિક છે. જો તેઓ ભ્રષ્ટાચાર અને આપખુદશાહી સામે આંખમિંચામણા કરે તે સહન ન કરવું જોઈએ.

  Like

 5. તમે કઈ રીતના કહી શકો કે ગુજરાત બિહાર બાજુ જી રહ્યાયુ છે. ૨-૪ સામાયિક કે પેપર પરથી તમે આમ કહો છો ?? cant u see the big picture???

  haven’t you seen the impact of Krishi mahotsav and checkdam drive along with Vibrant summit??
  Haven’t you seen the crime rate decrease, removal of gang system (latif, porbandar etc) in our own gujarat. No curfew in Ahmedabad, tentionless Rathyatra…………….then why are u crying in the tune of some aaltu-faltu magazines.
  Haven’t you seen the impact of 108 system. List is very big and you, yourself knows the same then why are you questioning small things.

  If you want to highlight, highlight some good things and impact also alongwith bad things.

  We gujaratis dont believe in conditional support and one can not doubt intentions of Modi. He is doing more more then best in each and every field. There are some limitations, which he knows and we also knows. We have to support him instead of questioning him.

  There is many more things instead of writing, I hope you know Shri Akhil Sutaria, if dont then just search about him.

  Like

  1. ભાઈશ્રી હિમાંશુ

   આપ બ્લોગની મુલાકાત લીધી આભાર ! પ્રતિભાવ માટે પણ આભાર ! અમારા જેવા સામાન્ય લોકોતો અખબારોમાં સમાચારો પ્રષિધ્ધ થાય તેના ઉપર આધાર રાખી સમાજમાં શું ચાલી રહ્યું છે તે જાણી અમારો પ્રતિભાવ આપતા રહેતા હોઈએ છીએ ! સમાજમાં ગુન્હાઓ વધતા જનાય છે જે વાસ્તવિકતા છે. શહામૃગ જેવી વૃતિથી જોવાની અમને આદત નથી. જ્યારે પોલીસ કાયદાનું પાલન કે અમલ કરાવી ના શકે ત્યારે જ લોકો કાયદો હાથમાં લઈ ન્યાય કરવા લાગે છે. ખેર ! દરેકનો જોવાનો દ્રષ્ટિકોણ અલગ અલ્ગ હોઈ શકે ! ચલો આવજો ! મળતા રહીશું !

   આપને પ્રત્યુતર દેવામાં થોડો વિલંબ થયો છે તે દરગુજર કરશો !

   સ-સ્નેહ

   અરવિંદ

   Like

 6. મોદી ચાલિસા પઢતા અને આત્મવંચનામા રાચતા મોદીભક્તો માટે આંખો ખોલનાર લેખ…!
  મોદી સાહેબને ખબર છે કે મારી પ્રજા મારી સાથે જ છે. પછી એ લઠ્ઠામાં મરે કે વ્યાજ ખોરોને કારણે મરે. કેટલાંય રત્નકલાકારોએ(હીરાઘસુએ) આત્મહત્યા કરી છે. કોને પડી છે!! છોને થોડાં લઠ્ઠો પીને ઓછા થાય.
  ક્યાં બોલવું અને ક્યાં ન બોલવું એ એમની આવડત છે.
  મોદીભક્તોને તો એમના રાજ્યના ગુજરાતી સમાચારપત્રો પણ જુંઠા લાગે.
  એવા સમયે આપે આ સરસ વિચારો રજુ કર્યા એ બદલ આપને ધન્યવાદ.

  Like

  1. ભાઈશ્રી નટવર
   આપના પ્રતિભાવ બદલ આભાર્ મારું નેટ 3-4 દિવસ થયા બંધ હોવાને કારણે જવાબ લખવામાં વિલંબ થયો છે. ક્યારે ક કોઈ એ તો સત્ય બહાર લાવવું જ રહ્યુ અને જો નરેન્દ્ર મોદી જેવી વ્યકતિ પણ પોતાના મદમાં કે ઘમંડમાં સામાન્ય લોકોની ખેવના ના રાખે તો અપેક્ષા કોની પાસે રાખવાની ? વિપક્ષ શુ કરે છે તે લોકોથી અજાણ્યું નથી. આજે જે લોકો દારૂબંધી ગાંધીજીને નામે રહેવી જ જોઈએ તેવા સુત્રોચ્ચાર કરી ધાંધલ કરી રહ્યા છે તેમાનાં કેટલા દારૂ નથી પીતા ? તે સૌ અલબત્ત લઠ્ઠો નથી પીત પણ વિદેશી દારૂની ચુસ્કી ભરનારા છે તે પ્રજા જાણે જ છે અને તેથી જ આ દારૂબંધી વિષેના આંદોલનમાં કોઈ પણ સ્થળે સામાન્ય લોકો ભાગ લેતા દેખાતા નથી. માત્ર અને માત્ર વિપક્ષના કાર્યકરો અને તે પણ ખૂબજ મર્યાદિત સંખ્યામાં ! ગઈ કાલે જ અમારા જામનગર શહેરમાં આવો જ કોઈ કાર્યક્રમ ગોઠવાયેલો હશે અને તેજ સમયે હું તે જ માર્ગ ઉપરથી આવી રહ્યો હતો ત્યારે આ સરઘસમાં પોલીસોની સંખ્યા લોકો કરતા વધારે હતી. સામાન્ય લોકો કોઈ દ્વષ્ટિ ગોચર નહિ થયા. કેટલાક હતા તે તો જે તે પક્ષના કાર્યકર્તાઓ હતા અને તેપણ 50-60ની સંખ્યા કરતા વધારે નહિ હતા.આમ જ્યાં સુધી સામન્ય લોકોમાં કોઈ પણ પ્રશ્ને જાગૃકતા નહિ આવે અને સામુહિક રીતે અવાજ બુલંદ નહિ બનાવી શકાય ત્યાં સુધી આવું તીકડમ જ ચાલ્યા કરવાનું ! આપનો આભાર્ આ વિષે થોડું વધારે જુદા એંગલથી મારા વિચારો 3-4 દિવસમાં મારા બ્લોગ ઉપર જણાવીશ ! વાંચી આપનો પ્રતિભાવ જણાવશો ! આવજો ! મળતા રહીશું !

   સ-સ્નેહ
   અરવિદ

   Like

 7. જ્યારે જ્યારે કાયદા અને વ્યવસ્થા વિશે કોઇ મોટો ઇસ્યુ થયો છે ગુજરાતમાં ત્યારે ત્યારે મોદી સાહેબનું વર્તન ખૂબ અકળ રહ્યું છે. ખરા સમયે Leading from the front ની નેતાગીરી મોદી સાહેબમાં હજી જોવા મળતી નથી. આશારામ બાપુના કેસ વખતે આખા અમદાવાદમાં અરાજકતા હતી પણ મોદી સાહેબ મગનું નામ મરી ના પાડે. જ્યારે આમરણાંત ઉપવાસ ચાલુ થયા ત્યારે વાલીઓને પોતાને ત્યાં બોલાવી ચૂપચાપ સમજાવી દીધા. આશારામ બાપુ હજી સુધી જુબાની આપવા કોઇ કોર્ટ કે પોલીસ સ્ટેશન આવ્યા નથી. દેખીતું છે મોદી સાહેબની સરકાર છાવરી રહી છે બાપુને.

  એવી જ રીતે 15 પૈસાના પોસ્ટ કાર્ડ લખી મોકલાવવાની વાતો કરતા મોદી સાહેબ સૂરતની ઘટના વિશે હજુ કશું નિવેદન નથી આપતા. શા માટે ફાસ્ટ ટ્રેક અદાલત ચાલુ કરી આ કેસનો જલ્દીથી નિવેડો લાવવાની કાર્યદક્ષતા નથી બતાવતા મોદી સાહેબ?

  લઠ્ઠાકાંડ વિશે એમણે નિવેદન આપ્યું છે જે http://abgdeshgujarat.blogspot.com પર મેં વાંચ્યું. ઇરાદો તો સારો છે સવાલ છે ખાલી કાર્યદક્ષતા બતાવવાનો.

  સોશિયલ ડેવલપમેન્ટને ભૂલી જવું એ લાગે છે ભાજપની મૂળ બિમારી છે. ઇન્ડિયા શાઇનીંગમાં શહેરો તો શાઇન થયા થોડા પણ ગામડા રહી ગયા અને એમાં ને એમાં જ વાજપેયી સાહેબની ખુરશી ગઇ. આર્થિક વિકાસ અને સામાજીક વિકાસનું સંતુલન જરૂરી છે.

  Like

  1. ભાઈશ્રી કુણાલ
   મારું નેટ 3-4 દિવસ થયા બંધ હતું તેથી જવાબ લખવામાં વિલંબ થયો છે. આપની વાત મહ્દ અંશે સાચી છે અને તેને વાચા આપવાજ મારાં બ્લોગ ઉપર આ વિષય ઉપર મેં વિગતે લખવા પ્રયાસ કર્યો છે. ઈરાદાઓ સારા હોવા છતાં અનેક પ્રકારના પરિબળોના દબાણને કારણે કેટલાક પગલાં સમય સર લેવાતા ના હોય ઘણું નુકસાન વહોરી લેવું પડે છે ! આપણે લોક જાગૃતિ લાવવાનો આ બ્લોગ દ્વારા પ્રયાસ કરી રહ્યા છીએ. જોઈએ નરેન્દ્ર નામ કેટલું સાર્થક કરી શકે છે ગુજરાતના મુખ્ય મંત્રીશ્રી !

   ફરીને મળતા રહીશું. આવજો અને આભાર્ બ્લોગ ઉપર આવ્યા અને પ્રતિભાવ પણ જણાવ્યો માટે !
   સ-સ્નેહ

   અરવિંદ

   Like

 8. અરવિંદભાઈ, ખુબ જ યોગ્ય સુચન છે આપનું અને મુદ્દાઓ પણ સાચા છે જરુરી છે…પોતપોતાની ફરજ નિષ્ઠાથી દરેક જણ કરે તો ભ્રશ્ટાચાર ને સ્થાન ન રહે…હું વેચાઈ ન જાઉ…મને કોઈ ખરિદી ન શકે અને ચારિત્ર્યને સાચવું તેવી વ્યકિત જાગૃતિ પણ ખુબ જરુરી છે…Tame Lakhataa rahejo..anyaay.. agnaan.. same chup na ja besaay…

  Like

 9. Dear Arvind,
  I thank you for your bold and thoughtful suggestions for politicians and all other officers who are responsible for people’s safety and security. They need to keep it on high priority till they are on post..It is so necessary and comes under Oath for them; while community has to follow the ethic and not allow and support anyone wrong doing.
  It is so hard for people to live ethical life as some people has started path of wrong doing and it becomes hard to break. For example: Rich people must have stared high donation for fame to send their children to school or college. It is hard to meet the need for medium class and for working class cannot think of it.
  thx – Geeta

  Like

  1. તેજસ પટેલના જવાબમાં :-

   સીસ્ટમમાં સુધારો સુચવનારની સુધારા માટે લડવાની જવાબદારી પહેલી.

   વાંચનારને સુધારો વાજબી લાગે તો સુધારા માટે લડવાની જવાબદારી વાંચનારની પણ ખરી.

   કે ખોટું ?

   Like

  2. ભાઈ તેજસ
   આપે મારા બ્લોગની મુલાકાત લઈ પ્રતિભાવો પણ જણાવ્યા માટે આપનો આભાર્ આપની વાતમાં થોડું તથ્ય હોવા છતાં અને આપે જણાવ્યા પ્રમાણે હું માત્ર અને માત્ર મારાં સંતોષ માટે જ આવા વિચારો લખી રહ્યો છું. મને પણ જાણ નથી કે કોણ અને કેટલા આવા વિચારોથી પ્રભાવિત થશે અને કંઈક કરવા મથશે. મૂગા રહેવા કરતા નવા વિચારો વહેતા કરવા એવી આશા સાથે કે કદાચ ક્યારેક કોઈના મનમાં વાત ઉતરી જાય અને અમલમાં મૂકાય ! લખતા રહેજો હો !
   સ-સ્નેહ

   અરવિંદ

   Like

 10. We all must agree who has to rule,should pay attention timely.
  only show business will not serve purpose for longer time.
  The thing commonly observed can be handled with special attention.
  my comment is not based on political ground but as a citizen and
  think tank should come forward.
  people are paying taxes for good governing with safety.

  Ramesh Patel(Aakashdeep)

  Like

  1. શ્રી રમેશભાઈ
   આપે મારા બ્લોગની મુલાકાત લઈ પ્રતિભાવ જણાવ્યો. આભાર. આપની વાત સાચી છે શો બીઝ્નેસ લાંબો સમય ના ચાલી શકે કંઈક નક્કર કામગીરી થવી જ જોઈએ તેને બદલે દિન પ્રતિદિન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ અને વધુ વણસી રહેલી દેખાય ત્યારે એક જાગૃત નાગરિકની રૂએ સત્તાધિશોનો કોઈકે તો કામ આમળવો જોઈએ જે મેં કર્યું છે ખબર નથી પરિણામની. જે થાય તે મને આત્મીય સંતોષ મળી રહે છે અને તે મારે માટે બહુ મોટી વાત છે !
   આભાર.

   સ-સ્નેહ

   અરવિંદ્

   Like

 11. We get the Govt. we deserve.
  Fault is not with N.Mo. or anybody else. Fault is with people.
  We are the most indiscilined, and hypocrite lot.
  Very high ideals and equally low accountability and responsibility.

  ભાષા મન ફાવે તેમ લખવી. અને વરીષ્ઠ વીદ્વાનો વ્યવહારુ અને તર્કબધ્ધ સુધારા સુચવે , તેની ગંદી હાંસી ઉડાવવી ..
  આ પણ લીસ્ટમાં ઉમેરો તો?

  Like

  1. શ્રી સુરેશ્ભાઈ
   આપની વાત સાથે હું અંશતઃ સહમત છું પણ તેમ છતાં સત્તધીશો જ્યારે આપેલા વચન ના પાડે ત્યારે જાગૃત નાગરિક તરીકે કોઈકે તો કાન પકડવો જ રહ્યો તેમ માન તો હોઈ હું તો મારાં પોતના અંગત સંતોષ માટે લખી લોકોનું અને સત્તાધીશોનું ધ્યાન દોરવાની કોશિષ કરું છું. પરિણામ જે આવે તે ! આભાર આપના પ્રતિભાવ માટે ! કેટલાક પાવર અને અન્ય કામકાજને કારણે જવાબ લખવામાં મોડું થયું છે તો દરગુજર કરશો.
   સ-સ્નેહ
   અરવિંદ

   Like

  1. શ્રી રાજેન્દ્રભાઈ

   આપની વાત સાથે હું સહમત છું. હું પણ મારી જાતને બદલાવી સમાજને ઉપયોગી ના થઈએ તો કંઈ નહિ પણ નડતર રૂપ તો ના જ થવું તેવો કૃતનિશ્ચયી બનવા ભરપુર કોશિષ કરતો રહું છું. આપના પ્રતિભાવ માટે આભાર.
   સ-સ્નેહ
   અરવિંદ

   Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s