હિન્દી–પાકિ–ભાઈ ભાઈ !

 

એક અવિસ્મરણિય   અનુભવ ! ! !  

 

હિન્દી—- પાકિ—- ભાઈ  ભાઈ  ! ! ! ? ? ?  ! ? !

મારાં દીકરી જમાઈ અમેરીકામાં રહે છે. તેમના અતિ આગ્રહને માન આપી 2003માં હું અમેરીકા ફરવા અને અમેરીકાનું જીવન જોવા ગયેલો. અંદાજે છ માસ ત્યાં રહેલો. આ સમય દરમિયાન મને બંનેએ ખૂબ ફેરવેલો. લગભગ જોવાલાયક તમામ શહેરો અને સ્થળો જોયેલા.

આમ તો તે લોકો કેલિફોર્નીયામાં છે. પણ મને બધા અગત્યના અને જોવાલાયક શહેરોમાં ફેરવેલ્ ન્યુયોર્ક્-ન્યુજર્સી-એટ્લાંટીક સીટી-પેંસેલ્વેનીયા LIBERTY BELL વગેરે સ્થોળોએ ફરી કેનેડા નાયગ્રા ફોલ્સ જોવાનો -અમારો કાર્યક્રમ મારા અમેરીકી ટ્રેનમાં પ્રવાસ કરવાના આગ્રહને કારણે- અમે ન્યુયોર્કથી બફેલો સુધી ટ્રેનનો પ્રવાસ માણ્યો. ત્યાથી કાર હાયર કરી અમે ટોરેંટૉ પહોચ્યા. ત્યાં કાર હાયર કરી સેલ્ફ ડ્રાઈવ કરવાની સવલત ઉપલબ્ધ છે એટ્લું જ નહિ પણ તમે કાર તમારા પ્રવાસના અંતિમ સ્થળે છોડી  શકવાની સવલત  પણ મળે છે. ટોરેંટોમાં અમે  સીએન  ટાવર જોયું. અદભુત અનુભૂતિ થઈ. છેક ટોપ ઉપર એટલેકે 11244 ફીટ ઉપરનું  ફ્લોરીંગ પાર દર્શક કાચથી મઢેલું છે.. આકાચનું  ફલોરીગ 14 હીપો ઉભા રહી શકે તેટ્લું વજન સહન કરી શકવા સક્ષમ છે.અને આટ્લી ઉંચાઈએ પાર દર્શક કાચ ઉપર ચાલતા ફરવું અત્યંત રોમાંચક બની રહે છે.

 નાયગ્રા ફોલ્સતો કુદરત અને માનવીએ સંયુકત રીતે કરેલું અદભૂત સર્જન છે. અહિ આવનાર રોમેંટિક ના બને તો જ નવાઈ.! આમ  અમે કેનેડાની ટ્રીપ પૂરી કરી બફેલો પરત આવ્યા. અને ગાડી સોંપી બીજે દિવસે ફ્લાઈટમાં નોર્થ્-કેરોલિના પહોંચ્યા અને ત્યાંથી ફરી ગાડી હાયર કરી વોશિંગ્ટ્ન ડી.સી. -અમેરિકાનું પાટનગર -પહોચ્યા. અહિ 9/11 ના વર્લ્ડ ટાવર ઉપરના લાદેનના હુમલા પછી વ્હાઈટ હાઉસ પ્રવાસીઓ-મુલાકાતીઓ- માટે જોવાની મનાઈ હોઈ જોઈ નહિ શકાયું. બારોબારથી દર્શન કરી સંતોષ માનવો પડ્યો.

હવે બાકી રહેતુ હતું દુનિયાભરનું મોટામાં મોટું જુગારનું ધામ અર્થાત લાસ-વેગાસ-કે જે દુનિયાભરના જુગારી કેસિનોથી વિશ્વ વિખ્યાત બન્યું છે. મને સાથે લઈ મારી દીકરીએ સેલ્ફ ડ્રાઈવ કરી સવારના લગભગ 8/30 આસપાસ લાસ્-વેગાસ તરફ અમારી ગાડી મારી મૂકી.દીકરીના ઘરથી તે અંદાજે 600 માઈલ દૂર છે. 10/30 આસપાસ એક સ્થળે થોડો આરામ કરી ચા-પાણી પી હળવા થઈ ફરીને અમારી મુસાફરી ચાલુ કરી.

ગાડીમાં હું અને મારી દીકરી બે જ હતા અને તેણી ડ્રાઈવ કરી રહી હતી. લગભગ 1 વાગ્યાની આસપાસ અમે મોહાવી” MOJAVE- કે જે રણ પ્રદેશ ગણાય છે અને લાસ્-વેગાસ પહોચવા માટે  લગભગ 200 માઈલનું રણ ઓંળગવાનું રહે છે. ત્યાં પહોંચ્યા . પછી રણ વિસ્તાર શરૂ થઈ રહ્યો હોય અને પેટમાં પણ જઠરાગ્નિ પ્રદિપ્ત થઈ રહ્યો હતો અને તે ઠંડો કરવા પેટમાં કંઈક પધરાવવાની જરૂરિયાત મહેસૂસ થતી હતી ઉપરાંત ગાડીની પણ અમારાં જેવી જ સ્થિતિ હતી.એટ્લે જે પહેલો પેટ્રોલ-પંપ આવ્યો ત્યાં અમે થોભ્યા. અમેરિકામાં પેટ્રોલ-પંપ સાથે જ નાનું એવું પ્રોવીસન સટોર્સ જેવું  હોય છે  કે જ્યાંથી પ્રવાસીઓને ચા-કોફી કે કોલ્ડ્-ડ્રીંકસ અને સ્નેકસ મળી રહે. અમે પણ આવા જ એક સ્ટોર્સમાં ઘૂસ્યા અને વેંડીંગ મશીનમાંથી ચા કાઢતા કાઢ્તા અમે બાપ્-દીકરી વાતો કરતા હતા. અમારી વાતો આ પેટ્રોલ પંપમાં કાઉંટર પર બેઠેલો માલિક કે મેનેજર રસ પૂર્વક અને જિજ્ઞાસાથી  સાંભળી રહ્યો હતો પણ અમારું ધ્યાનતો ચા પીવા તરફ હતું. ચા પીતા પીતા જ અમે પેમેંટ માટે કાઉંટર ઉપર આવ્યા એટલે પેલી વ્યક્તિએ અમને ઈંગ્લીશમાં પૂછ્યું કે આપ લોકો ક્યાંથી આવો છો  મેં જવાબમાં કહ્યુ કે અમે ડબલીનથી આવી રહ્યા છીએ અને લાસ્-વેગાસ જોવા જઈ રહ્યા છીએ. એટલે ફરી પૂછ્યુ કે એમ નહિ કયા દેશમાંથી આવી રહ્યા છોં જવાબમાં કહ્યુ કે ઈંડિયાથી. આ સાંભળતા જ એમની આંખો લાગણી ભીની બની ગઈ અને અવાજમાં ખરેરાટી આવી ગઈ અને અમને કહે હું પાકિસ્તાનનો છું. અને કહ્યું કે આમતો આપણે એકજ દેશના બાંધવો ગણાઈ એ. આપ બંનેને મળી મને આ રણ પ્રદેશમાં જાણે મીઠી વીરડી  મળી હોય એટ્લો આનંદ અનુભવાય છે.અમારી સાથે ખૂબ ઉષ્માભરી લાગણીથી હાથ મીલાવ્યા અને બંને દેશોની પરિસ્થિતિ  વિષે થોડી વાતો કરી. એમનું નામ પૂછતાં ફારૂક અને લાહોરના હોવાનું જણાવ્યું. અમેરિકામાં થોડા વર્ષો થયા વસવાટ કરી રહ્યા હોવાનું જણાવ્યું. લાસ્-વેગાસથી પરત આવો ત્યારે પણ અહિ થઈને  જ જવાનું નિમત્રણ પણ આપ્યું. આમ તદન અજાણ્યા દેશમાં, અજાણ્યા સ્થળે, અજાણ્યો માણસ કે જેની સાથે કોઈ પરિચય નહિ ,કોઈ સંબંધ નહિ તેમ છતાં અમારુ ચા-કોફીનું પેમેન્ટ્ લેવાનો સાભાર ઈંકાર કરે  તેટલું જ નહિ અમને રસ્તામાં ભૂખ લાગે તો ખાવા માટે સ્નેકસના પેકેટ પેમ અને લાગણી પૂર્વક એવી રીતે આપ્યા કે તમે કોઈ રીતે સ્વીકારવાનો ઈંકાર ના કરી શકો. આ સ્વીકારવાની રીતસર અમને ફરજ જ પાડી. અને કહ્યુ કે રાજકારણીઓએ પોતાના સ્વાર્થ માટે ભલે દેશનું વિભાજન કર્યું પણ આપણે તો એકજ દેશના બાંધવો છીએ  અને જ્યારે એક ભાઈ બીજા ભાઈને કોઈ ભેટ આપે તો તે સ્વીકારવાનો ઈંકાર ના કરી શકાય્ ! આમ અમને પણ જાણે રણપ્રદેશ્માં મીઠા જળ્ નો વીરડો મળ્યો હોય તેવી લાગણી થઈ. અમારી સાથેના નાસ્તામાંથી ચુરમાનો લાડ્વો અમે પણ તેમને જમાડ્યો અને બરાબર આજ સમયે એક અમેરિકન નાગરિક પણ ત્યાં હતો એટલે તેણે પણ ઈંડિયન સ્વીટ ખાવાની ઈચ્છા કરી તેમને પણ લાડ્વો જમાડ્યો પણ તેમને વધારે સ્વીટ લાગ્યો પણ સ્વાદ ગમ્યો.

આજ લગભગ 5 વર્ષનો સમય ગાળો વીતી જવા છતાં આ પ્રસંગ –એક પાકિસ્તાની નાગરિકની એક ભારતીય પ્રત્યેની અંતરની લાગણી-ઉષ્મા અને પ્રેમ રણ પ્રદેશમાં અનુભવ્યો છે તે અવિસ્મરણિય બની રહ્યો છે.

ઉપરોક્ત પ્રસંગથી એક વાત સ્પષ્ટ સમજાય છે કે મુસ્લિમ્-હિન્દુલઘુમતિ-બહુમતિ વગેરે સુત્રો દ્વારા બંને દેશની પ્રજાને ગુમરાહ કરનારા બદમાશ રાજકારણીર્ઓ-સાધુ-સંતો અને મુલ્લાં-મૌલવીઓ પોતાના સથાપિત હિતો યાવદ્ચન્દ્રોદિવાકરો જાળવવા આ ગંદી રમત રમી લોકોને વિભાજિત કરતા રહ્યા છે. આ બંને દેશની અબુધ-અભણ અને અણસમજુ પ્રજાને ભાગલાવાદી રાજકારણથી વધુ અને વધુ વૈમનસ્ય ફેલાવી વિભાજિત કરી પોતાનો રોટ્લો પકાવી રહ્યા છે. સામાન્ય પ્રજા કોઈ મુસ્લિમ્-હિન્દુ કે લઘુમતિ કે બહુમતિ  જેવા ભેદ ભાવથી જોજનો માઈલ દૂર  છે. એક બીજા પ્રત્યે અજાણ્યા દેશમાં અને તે પણ રણ જેવા શુષ્ક પ્રદેશમાં જ્યારે પોતાની જ ભાષા બોલતી કોઈ વ્યક્તિ ભલે તે વિભાજિત કે દુશ્મન દેશમાંથી આવતી  હોય અને  અકસ્માતે  મળી જાય તે કેટ્લો પોતીકો જ લાગે  !! આજે પણ જ્યારે આ પ્રસંગ યાદ આવતાં આજ પણ હું રોમાંચ અનુભવું છું.

વિદેશની રણ  જેવી ધરતીપર સ્વજન જેવો પ્રેમ અનુભવી –પારકા પ્રદેશમાં પોતીકાપણાનો ભાવ જોઈ અમારી આંખો પણ ભીની થઈ ગયેલી !

 

$$$$$$$  અમેરિકાના પ્રવાસનો એક અવિસ્મરણિય  રમૂજી  પ્રસંગ   $$$$$$$

 

2003માં મારા દીકરી જમાઈના અતિ આગ્રહને માન આપી હું અમેરિકા ફરવા અને ત્યાનું જીવન જોવા ગયેલો ત્યારનો, એક પ્રવાસ દરમિયાન થયેલો આ રમૂજી પ્રસંગ છે, અને તે વાત શરૂ કરતા પહેલાં, એ તો સર્વ વિદિત છે કે અમેરિકન પ્રજા ઓબેસીટી અર્થાત સ્થૂળતાથી પિડાતી પ્રજા છે. વસ્તીનો મોટો ભાગ આ રોગનો ભોગ બનેલો છે, બાળકો પણ અતિ સ્થૂલ જોવા મળે છે. તેનું મુખ્ય કારણ ત્યાંની ખાવાની આદતો ગણાવી શકાય્ જંક ફૂડ અને ચરબીથી ભરપૂર ખોરાક લેવાની આદતે એટ્લા તો સ્થૂળ બનાવ્યા છે કે ક્યારેક તો અત્યંત કદરૂપા પણ લાગે છે.

આ પુર્વ ભૂમિકા સાથે અમારો એક અનુભવ કે જે અનાયાસે એટલો તો રમૂજી બની ગયેલો કે આજે પણ યાદ આવે છે ત્યારે ખડ ખડાટ હસાવી જાય છે.

ચાલો ત્યારે વધારે રાહ જોવડાવ્યા સિવાય આ પ્રસંગ ની જ વાત કરૂ કે જેથી આપની આતુરતાનો અંત આવે. અમે જુલાઈ 2003ના લોંગ વીક-એંડમાં ફરવા નીકળેલા અને ઘર તરફ પાછા ફરતા હતા ત્યારે લાંબા સમય થયા ગાડીમાં જ સતત બેસી અને થાક્યા હતા અને આમેય હળવા થવાની પણ આવશ્યકતા જણાતી હોય એક રેસ્ટ હાઉસ પાસે ગાડી થોભાવી અને ચા-કોફી લેવાના ઇરાદા સાથે અમે ત્યાં પ્રવેશ્યા અને રેસ્ટરૂમ તરફ પ્રથમ હળવા થવા પ્રયાણ કર્યુ. અમેરિકામાં બાથ્-રૂમ કે ટોઈલેટને રેસ્ટરૂમ કહે છે.  રેસ્ટરૂમનો દરવાજો અંદરથી બંધ હતો. અમે થોડી વાર ખુલવાની રાહ જોઈ પણ દરવાજો નહિ ખુલ્યો .અને બહારમાં લાઈન વધતી જતી હતી. 2-3 વાર દરવાજો બહારથી ઠોકયો . પણ ખુલવાના કોઈ ચિન્હ દેખાતા નહિ હતા બહાર ઉભેલા સૌની અકળામણ વધ્યે જતી હતી.અને અમેરિકામાં આપણાં દેશ જેવી ખુલ્લામાં હળવા થવાની માત્ર મનાઈ  છે એટ્લું જ નહિ ,પણ આવી ક્રિયા ખુલ્લામાં કરનારનો ભારે દંડ પણ થઈ શકે કે કેદ પણ કરી લે તેવી ધાસ્તી રહે ! આથી 1-2 વ્યક્તિ કાઉંટર પર બેઠેલા કર્મચારીને બોલાવી અંદર કોઈ છે કે કેમ તે તપાસ કરવા વિનતિ કરી. કારણ લાંબા સમય થયા દરવાજો અંદરથી બંધ હતો અને ભીતરમાં કોઈ છે કે કેમ તે પણ સમજાતું નહિ હતું. અમેરિકામાં ટોઈલેટમાં આપણી જેમ પાણીનો ઉપયોગ ભાગ્યેજ થતો હોય છે. અહિની પ્રજા ટોઈલેટ પેપરનો ઉપયોગ કરે છે. આપણા જેવા બહારના અને ખાસ  કરીને આપણા લોકો સિવાય પાણીનો ઉપયોગ કોઈક જ કરતા હોય ,કોઈ જાતનો  બહાર અવાજ આવતો નહિ હતો. પેલા મેનેજર જેવી વ્યકતિએ આવી દરવાજો ઠોક્યો પણ પરિણામ શૂન્ય આવ્યુ. તેમ છતાં તેણે લાઈન લગાડી ઉભેલા તમામ મુલાકાતીને થોડી  વધારે રાહ જોવા વિંનતિ કરી અને કહ્યુ કે જો આગામી 5-10 મિનિટમાં દરવાજો નહિ ખુલ્લે તો તે બ્રેક ઓપન કરવાની વિધિ કરશે. મુલાકાતીઓ પાસે પણ અન્ય કોઈ વિકલ્પ નાહોય વખાના માર્યા સમસમીને ઉભા રહ્યા. ત્યાં તો ચમત્કાર થયો અને અંદરથી એક વિશાળકાય આદમી ધીમેથી દરવાજો ખોલી બહાર નીકળ્યો જાણે મદનિયું જોઈલો .અને મારાંથી આપો આપ ઉદગારો સરી પડ્યા કે આવડા શરીરને ડાઉન લોડ કરવામાં લાંબો સમય જ જોઈએ ને  !!! આપણે સૌ અધીરા થઈ ઠોકા ઠોક કરી બિચારાને ઉતાવળ કરાવતા હતા અને ઉતાવળ કરવા જતાં કોમોડમાં ફસાય ગયો હોત તો ? હું સાથે મારાં દીકરી  અને જમાઈ જોર જોર થી ખડ ખડાટ હસી પડ્યા. સારુ થયું કે પેલો વિશાળકદ અમારી ભાષા નહિ સમજ્યો નહિતો ક્લેશ થઈ પડત. પરંતુ જે અન્ય પ્રવાસીઓ ઉભા હતા તેમને અમારા હાસ્ય પાછળ રહસ્ય લાગ્યું હોઈ પેલા વિશાલકદની વિદાય પછી મને પૂછયું કે તમે લોકો કેમ હસી પડેલા એટ્લે મારાં જમાઈએ  મારી કોમેંટનુ ઈગ્લીશ કરી સમજાવ્યુ અને બાદમા તો ત્યાં જેટલા એક્ઠા થયા હતા અને પેલા કાઉંટર નો મેનેજર વગેરે બધા જ  જે પેટ પક્ડી ખડ ખડાટ હસ્યા છે કે તે હાસ્ય મને અમે જ્યારે જ્યારે અમેરિકાના પ્રવાસની વાતો યાદ કરી એ ત્યારે આજે પણ કાનમાં પદઘાય છે. આપને હસવું આવ્યું ? ! ?

 


9 comments

 1. આપનો પહેલો પ્રસંગ મજાનો રહ્યો. મારા ઘણા મિત્રો પાકિસ્તાની છે તેમને જ્યારે મળીએ છીએ ત્યારે બેદેશો વચ્ચેની સીમા આપોઆપ ભૂંસાઈ જાય છે. પાકિસ્તાનની ટૂરમાં હું ગયેલી ત્યારે તેઓને એક ભારતીયને અમેરિકન ભારતીયને મળીને જે ખુશી થયેલી તેનું વર્ણન કરવું શક્ય નથી. તેથી આપના પહેલા પ્રસંગને હું અંતરથી સરાહુ છું.

  આપનો બીજો પ્રસંગ જરાપણ ન ગમ્યો. બલ્કે મને કહેતા દુઃખ થાય છે કે કોઈ વ્યક્તિની શારીરિક અક્ષમતાને આપે હાસ્યમાં ફેરવી કાઢ્યો. બીજા ઉપર, બીજાની મુશ્કેલીઑ ઉપર હસવું બહુ સહેલું છે અરવિંદભાઈ. મોટાપાના અનેક કારણો હોય છે. આપ તેનો મોટાપો શી રીતે આવ્યો, તેના સંજોગોમાં આવ્યો અને શરીર ઉતારવા માટેની તેની મથામણ વગેરે જોઈ શક્યા નહીં હોય. તે વ્યક્તિની જગ્યાએ આપ હોય અને આપના પર કોઈ હસે તો આપને કેવું લાગશે તે વિચારી જોશો. પણ આપણાં દરેક ભારતીયો માટે બીજાની લાગણીની મજાક ઉડાવવી એ સહજ છે. આશા છે કે બીજીવાર આપ નિર્દોષ હાસ્યને લગતા પ્રસંગો અમારી સાથે વહેંચશો તો ચોક્કસ આનંદ થશે.

  Like

 2. આલે ભાઈ તમારા બધાની વાતો સાચી હશે. મુસ્લિમે તો તને રોટલાનો ટુકડો આપ્યો અહી તો અમે કુતરાને પણ આપીએ છીએ. તું તારે ખાવો હોય ત્યારે આવજો હો પ્રવીણભાઈ અને ગીતાબેન તમારું સ્વાગત છે.
  અને પ્રવીણભાઈ તમે સારા માણસ છો કે આપેલો રોટલો યાદ રાખો છો. અહિયાં તો મુસ્લિમ ભાઈઓં દેશ નું ખાઈ ને પાકિસ્તાન ના ગીત ગાય છે.

  અને ક્યાં મહંત કે સંતે તમને કહું કે મારો કાપો કે નફરત કરો. ?
  ભાઈ શ્રી અરવિંદભાઈ તમારો જ બ્લોગ છે એટલે કદાચ આ ને પ્રસિદ્ધ નહિ જ કરો એની મને ખાતરી છે પરંતુ જો તમારે ઇસ્લામ કે હિંદુ ધર્મ વિષે પૂરી માહિતી ના હોય તો મહેરબાની કરી ને ના લખો તો સારું. અને ગીતાબેન તમને પણ ઇતિહાસની બહુ માહિતી લગતી નથી પહેલા વાંચો અને પછી બોલવું જોઈએ જો એટલી ખબર પડે ને તો આ બધું બકબક કરવાની ટેવ છૂટી જશે. અને હા મહેરબાની કરીને લોજીક વળી જ વાતો કરજો. ખાલી બ્લેમ કરવા ના લાગી પડતા કે હું કટ્ટરવાદી છું.
  અમેરિકામાં મુસ્લિમ ભાઇઓં પરિવર્તન નો ધંધો કરે છે અમેરિકામાં તે જાણીતું છે. અને તમને ના ખબર હોય તો જયારે અમેરિકા ફરવા જાવ ત્યારે એ પણ જુઓં . ફરવા ગયા તો સારી જગ્યાએ જ ગયા હશો. થોડોક અન્ય જગ્યાએ પણ જવાનું રાખવા વિનંતી છે. અને હા પાકિસ્તાનમાં ફરવા જવું જોઈએ કે કાશ્મીર જેથી જ્યાં કાયદો વ્યવસ્થા તમારા મુસ્લિમ ભાઇઓં નું કાઈ બગડી ના શકે તેવી જગ્યાએ જાઓ તો જરા સ્થિતિ સમજાય
  અને છેલ્લે એ વાત સાચી છે કે બધા જ લોકો ખરાબ નથી હોતા વિચારસરણી ખોટી છે.

  Like

 3. I fully agree with you,during Kargil war I was in USA working at a factory where a Pakistani muslim named Mohumadbhai was working with me we were taking lunch together,one day I had not brought my lunch so Muhumadbhai offered a slice of bread from his lunch-box and forced me to eat it ,I ate it it was really very tasty bread so I praised it,so every other day Muhumadbhai started bringing the same kind of bread for me this lasted for 8-9 months till we were laid off from the work I went to India & Muhumadbhai went to Pakistan. Both countries were fighting Kargil war & we were sharing our lunches. I will always remember this episode & Dear Muhumadbhai!!

  Like

 4. Dear Arvind,

  I grew up in small town with feeling of “Hindu Muslim bhai bhai”. We were learning history of Moghal Era. Humayun offered his own life for his son as son got sick and many other virtues. Badashah Akbar had ea very high respect for all religions and he form a religion named “Dine el lahi” where all religions members meet to discuss the principles
  My childhood friend was Muslim girl. I was invited to her marriage ceremony as one of her best friend. I received a great respect from her family. I have lots of regards for their timely prayer as they leave all the activities aside and perform their prayers. I have respects for their neat system to follow it without positions or place.
  Many times when I am not able to keep my timing for my prayer I feel sad, I think of my Muslim friends
  Always remembers others for their good habits…
  I do believe that as all the fingers are not the same size – all people are not bad as think..

  Like

  1. તમારી વાત સાથે સંપૂર્ણ સહમત છું. આપણી હિન્દુ અને મુસ્લિમ વચ્ચે વિખવાદ અને દુશ્મનાવટ આ ટૂકી બુધ્ધિના અત્યંત સ્વાર્થી રાજ કારણીઓ પોતાનો રોટ્લો શેક્વા ઉપયોગ કરે છે અને બને જાતિના અંતિમવાદીઓ ધર્મને નામે ભાગલા પડાવી સમ્રગ્ર દેશ માથી આફત નોતરે છે. જો બંને જાતિના લોકો આ વાત બરાબર સમ્જે અને છેક છેવાડાના લોકો પોતાનો ઉપયોગ આવા લોકો માટે થવાના દે તોજ આ દુશ્મનાવટનો અંત આવે. પણ રાજકારણીઓ પોતાના સ્વાર્થ માટે આવા લોકોને અભણ અબુધ અને અંધ શ્રધ્ધાળુ બનાવા માટે ના કોઈ પ્રયાસો બાકી રાખતા નથ અને આખરે સહન કરવાનું કે ગુમાવવાનું તો આ લોકોને જ આવતું રહે છે પણ તે સમજ વાની આવા લોકોની તૈયારી જ હોતી નથી. ખેર ! આ બધા પરિબળો એટ્લાતો ઉંડા અને મજબૂત બની ગયા છે કે ક્યારેક આપણને પણ એમ લાગે કે આપણું આ અરણ્યરૂદન સિવાય કંઈ નથી કારણ કે સાંભળનારું પણ કોઈ નથી. તેમ છતાં જ્યારે આવા સુંદર અનુભવ થાય ત્યારે લોકો સમક્ષ મુકવાની લાલચ રોકી શકાતી નથી.અને આ રીતે પ્રસિધ્ધ કરવનો હેતુ પણ તેજ છે કે ખરેખર છેવટના લોકોને આવી જાતિ દુશ્મની હોતી નથી માત્ર કોઈના દોરવાયા દોરવાય જતા હોય છે.

   Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s