લક્ષ્મી – મહા લક્ષ્મી – અને કમળ -!!

લક્ષ્મી — મહા લક્ષ્મી — અને કમળ —!!!!!

આપણાં પુરાણોમાં વિવિધ માતાજીઓની કલ્પના કરવામાં આવી છે અને દરેકનું અલગ અલગ સ્વરૂપ પણ પ્રયોજવામાં આવ્યું છે. તેમને વિહાર કરવા માટે વાહનો પણ પ્રયોજવામાં આવ્યા છે. આપણાં પુરાણોમાં આવા માતાજીઓની વિભાવના કરવામાં આવી છે. આ માતાજીઓના કેટલાક નામ આ પ્રમાણે છે અન્નપૂર્ણા-ભુવનેશ્વરી-કાલી-દુર્ગા-લક્ષ્મી-સરસ્વતી-શક્તિ –ગાયત્રિ-તો કેટલાક પ્રદેશમાં અંબાજી-બહુચરાજી-આશાપુરા વગેરે નામોથી પણ ઓળખાય છે.

પરંતુ આપણા મનુષ્યોના જીવનમાં જેનું વધુ મહત્વ સ્વીકારાયું છે અને જેના વગર જીવન જીવવું દોહ્યલું-અકારું અને કઠિન બની રહે છે તેના અભાવે ક્યારે ક માનવી અંતિમ કક્ષાએ અર્થાત આત્મ હત્યા કરવા સુધી પહોંચી જાય છે તેવા લક્ષ્મીજી માટે કોઈ વાહન પ્રયોજવામાં આવ્યું નથી. અલબત એવું જાણવા મળે છે કે બેંગાલમાં લક્ષ્મીજીના વાહન તરીકે ઘુવડની કલ્પના કરવામાં આવી છે જે દિવસના પ્રકાશમાં જોઈ શક્તું નથી માત્ર રાત્રિના અંધકારમાં જ જોઈ શકે છે !

લક્ષ્મીજીનું સ્વરૂપ અન્ય માતાજીઓથી તદન અલગ પડતું જોવા મળે છે. લક્ષ્મીજી બીજી માતાજીઓ કરતા વધુ સોહામણા- -ચાર ભૂજા વાળા- સુંદર વસ્ત્રો અને અલંકાર ધારણ કરેલા દરેક વ્યકતિને આકર્ષે અને પામવા-જાણવા –માણવા-કબ્જો જમાવવા અને ઉપભોગવા લલચાવે તેવા સુંદર્-મોહક !! પરંતુ સાથો સાથ ઉમદા અને ઉત્કૃષ્ટ જાજરમાન અને અત્યંત પ્રતિભાશાળી પ્રયોજવામાં આવ્યું છે. તેમનું સ્ત્રી સ્વરૂપ કદાચ એટ્લે જ પ્રયોજવામાં આવ્યું હોઈ શકે કે સ્ત્રી પ્રત્યે પ્રકૃતિદત્ત આકર્ષણ દરેક વ્યકતિમાં રહેલું હોય છે. અને એટ્લેજ કદાચ ચંચળ કહેવાયા હશે. !

એમ કહેવાય છે કે લક્ષ્મીજી સમુદ્રમંથન થયેલું ત્યારે પ્રગટ થયેલા અને જેમને વિષ્ણુએ પોતાની પત્નિ તરીકે સ્વીકારેલા. લક્ષ્મીજીના સ્વરૂપને કમળના ફૂલ સાથે અવિભાજ્ય સંબંધ છે. અને તેઓ કમળના ફૂલમાં જ ઉભેલા સ્વરૂપમાં સામાન્ય રીતે જોવા મળે છે. લક્ષ્મીજી આસનસ્થ અવસ્થામાં જ્વલ્લેજ જોવા મળે છે અને આ આસનસ્થ સ્વરૂપને મહાલક્ષ્મીજી તરીકે ઓળખવામાં આવે છે.

લક્ષ્મીજીને પણ અનેક નામોથી ઓળખવામાં આવે છે જેવા કે

પદ્મા-કમલા

પદ્મપ્રિયા-કમળ જેને પ્રિય છે તે.

પદ્મમાલધારા દેવી-કમળનાફૂલોનો હાર ધારણ કરનાર

પદ્મમુખી-કમળ જેવા મુખ વાળી

પદ્માક્ષી-કમળના ફૂલ જેવા નેત્રો વાળી

પદ્મસ્થા-કમળ ધારણ કરનારી

પદ્મસુંદર્-કમળ જેવા સૌન્દર્ય વાળી

વિશ્નુપ્રિયા-વિશ્નુની પ્રિયતમા

ઉલ્કાવાહિની-ઘુવડ ઉપર સવારી કરનારી

આ સિવાય –રામા-ઈંદિરા-મનુશ્રી-કમલીકા- લાલીમા-નંદિકા-રાજુલા-વૈશ્ન્વી-નારાયણી-ભાર્ગવી-શ્રીદેવી-ચંચલા-જલજા-ઐશ્ર્વર્યા-જગનભાતા

હવે પ્રશ્ન એ થાય છે કે ,લક્ષ્મીજીને કમળના ફૂલમાં જ શામાટે ઉભેલા કલ્પવામાં આવ્યા હશે ? અન્ય ફૂલો કમળ કરતા વધારે સુગંધ યુક્ત અને વધારે સુંદર અને સોહામણા જોવા મળે છે . કેટલાક કદમાં પણ વિશાળ હોય છે. તો કમળના ફૂલની પસંદગી પાછળ શું રહસ્ય હોઈ શકે ? કમળના ફૂલની પસંદગી પાછ્ળનો તર્ક શું હોઈ શકે ? એતો જાણીતી વાત છે કે બ્રહ્માનો જન્મ વિષ્નુની નાભિમાંથી થયો છે અને ઈશ્વરે તેમને આ સૃષ્ટિ સર્જવાની કામગીરી સોંપી છે. બ્રર્હ્મા કમલાસન સ્થિત છે. અને લક્ષ્મી કમલજા છે. કમળ દિવ્યતા , હરિયાળી, સ્મૃધ્ધિ , જ્ઞાન અને વિજય, અને બોધ આપનારું ,છે. કમળ વહેતા પાણીમાં ખીલતા નથી. પણ કમળ તળાવડીમાં સ્થિર પાણી અને કાદવમાં ઉગે છે. હજારો વર્ષો સુધી ટકી રહે છે. તે લાંબુ આયુષ્ય સમાન તકોનું પણ પ્રતિક છે. આપણે સૌ એ પણ જાણી એ છીએ અને અનુભવ પણ છે કે , બાળક જન્મે ત્યારે તે નાભિ સાથે નાડથી જોડાયેલ હોય છે. જે એટલી મજ્બૂત હોય છે કે હથિયાર વડે નાડને કાપ્યા સિવાય બાળકને છૂટું પાડી શકાતું નથી. આવું જ કંઈક લક્ષ્મીજી કે, જે કમળના ફૂલ ઉપર આસનસ્થ થયા હોવાની પરીકલ્પના કરવામાં આવેલ હોય કે તેની પાછ્ળ આવો જ કોઈ તર્ક હોવાનું માનવાને કારણ રહે છે.

કમળની દાંડી કે જેના ઉપર આ પુષ્પ ખીલે છે તે પણ એક લાંબી અને ખૂબજ મજ્બૂત હોય છે અને કમળ મેળવવા આ દાંડીને ધારદાર હથિયાર વડે કાપવી પડતી હોય છે

આ ઉપરાંત એક માન્યતા એવી પણ છે કે જ્યાં સ્વ્ચ્છતા અને કર્તવ્યનિષ્ઠ લોકો વસે છે ત્યાં લક્ષ્મીનો વાસ હોય છે. આળસ અને પ્રમાદી અને અસ્વચ્છ અને ગંદા સ્થળોએ લક્ષ્મી પધારતા નથી.

સામાન્ય અને જનમાનસ પૈસાને જ લક્ષ્મી તરીકે જુએ છે. પૈસા અને લક્ષ્મીને એક માની લેવા તેના જેવી ગેરસમજ બીજી કોઈ નથી. ભારે ગોટાળો થઈ ગયો છે. પૈસો તો આપણે આપણી આર્થિક વ્યવહાર માટે ઉભી કરેલી એક વ્યવસ્થા માત્ર છે અર્થાત કૃત્રિમ છે. તેની કિમતમાં કાયમ ફેરફાર થયા કરે છે. કારણ તેની પોતાની કોઈ કિમત હોતી નથી. તેની કિમત આજે કંઈ હોય તો કાલે બીજી વધુ કે ઓછી હોય શકે.

લક્ષ્મી એટ્લે શ્રી ,શોભા ,ઉત્પાદન ,સૃષ્ટિનું ઐશ્વર્ય ,સૃષ્ટિની વિષ્ણુ શક્તિ, સૃષ્ટિનું નિર્માણ , જ્યારે પૈસો તો કૃત્રિમ વસ્તુ છે. સરકારી પ્રેસમાં છપાય છે. કોઈ વાર એક રૂપિયો તો કોઈ વાર સો રૂપીયાની નોટ છ્પાય છે. તેનું કોઈ સ્થિર મૂલ્ય હોતું નથી. જ્યારે લક્ષ્મીનું મૂલ્ય સ્થિર રહે છે. ઉદાહરણ તરીકે અનાજ લક્ષ્મી છે. પહેલાં જેટ્લા અનાજથી પેટ ભરાતું તેટલાજ અનાજ થી આજે પણ પેટ ભરાય છે. સુર અને અસુર વચ્ચે જેટ્લો ફેર છે તેટ્લો જ પૈસો અને લક્ષ્મી વચ્ચે છે. લક્ષ્મી દેવતા છે જ્યારે પૈસા દાનવ્. વિનોબાજીના ઉપરોક્ત વિધાનામાં લક્ષ્મી અને પૈસા નો ભેદ સનાતન સત્ય હોવા છતાં – જેને આપણે સ્થૂળ ભાવે લક્ષ્મી સમજી પ્રાપ્ત કરવા અનેક જાતના માર્ગો પછી ભલે તે અનૈતિક અને અનીતિથી ભરપૂર હોય લેતા અચકાતા નથી .અને યેન કેન પ્રકારેણ સમાજમાં ધનાઢ્ય દેખાવાનો દંભ કરતા રહીએ છીએ.

લક્ષ્મી અને કમળનો સંબંધ પણ સનાતન છે. તમે ક્યારેય લક્ષ્મીજીનું સ્વરૂપ કમળ વગરનું નહિ કલ્પી શકો. હા કદાચ કમળ લક્ષ્મી વગર એકલું મળી રહેશે. આપણે આગળ જોયું તેમ કમળ કાદવમાં ખીલતું હોવા છ્તાં મજ્બૂત મૂળીયા ધરાવનાર શુધ્ધતા-સ્વચ્છ્તા અને સમૃધ્ધિનું પ્રતિક ગણાય છે. અને ત્યારે એમ લાગે છે કે લક્ષ્મીજી માટે આસનની વિભાવના કરનારે યોગ્ય રીતે જ પસંદગી કરી છે.

કમળ સિવાયના અન્ય કોઈ પણ ફૂલ-પુષ્પ્- આટલી મજ્બૂત ડાળી ઉપર ખીલતું નથી .મોટા ભાગના ફૂલો નાના એવા છૉડ ઉપરજ ઉગે છે અને ખીલે છે. અને જો લક્ષ્મીજી તેના ઉપર આસનસ્થ થાય તો ફૂલ સહિત આખા છોડનો ધ્વંસ થઈ જાય. જ્યારે કમળનું ફૂલ નાભિ જેવી મજ્બૂત ડાંડી સાથે ખીલે છે. તેના મૂળીયા તળાવના પાણીમાં ઉંડે સુધી કાદવમાં જામ થઈ જતા હોય કમળને મૂળીયા સાથે તોડવા માટે હાથી જેટલું બળ હોવું જોઈએ. અને કદાચ એથી જ લક્ષ્મીજીના બંને બાહુઓ પાસે હાથીઓ સૂઢ્માં કમળ લઈ લક્ષ્મીજીને સમર્પિત કરતા પ્રયોજવામાં આવ્યા છે.

અગાઉ કહ્યું તેમ સામાન્ય લોકો લક્ષ્મીજી એટલે માત્ર પૈસા અને પૈસા જ એવી સમજ ધરાવતા હોય છે અને એટ્લે જ ધનપતિને ક્યારે ક લક્ષ્મી પતિ તરીકે સંબોધતા પણ હોય છે. આવા ધનિકોએ આવો પૈસો ક્યાંથી અને કેવી રીતે અને કઈ પ્રવૃતિથી મેળવ્યો તે જાણવાની પણ કોઈ દરકાર કરતા નથી અને આવા ધનિકો માત્ર પૈસાને કારણે જ સમાજમાં માન્-મરતબો મેળવતા રહે છે.

જ્યારે ખરેખરી લક્ષ્મીજી પ્રાપ્ત કરવા મહેનત્-પ્રમાણિકતા-સત્યતા-નિખાલસતા-અને પારદર્શકતા અનિવાર્ય છે અને તેવા લોકોને ત્યાં જ લક્ષ્મીજી સ્થિર થઈને રહે છે. જરાક પણ ચૂક કરનાર કાદવયુક્ત બની જાય છે. લક્ષ્મીજીની કૃપા મેળવવા તેમની આરાધના બહુ જ કાળજી પૂર્વક કરવી રહે નાની એવી ભૂલ કાદવ ભેગા કરે અને તેથી જ કાદવ અને કમળ અત્યંત સુચક છે. કાદવમાં રહી કાદવને જ સાધન બનાવી સુવાસિત અને પવિત્રતા જાળવવા એ લક્ષ્મીજી અને કાદવનો અદભૂત સમન્વય છે. દુનિયાના કોઈ ધર્મમાં આવી વિભાવના /કલ્પના કરવામાં આવી હોય તેવું જાણ્યું નથી.

સામાન્ય રીતે દીવળીના તહેવારો દરમિયાન સમગ્ર દેશમાં આસો વદ અગિયારસથી ઘરની બહાર ટોડલા ઉપર દીવાઓ પ્રગટાવી રોશની કરવાની એક અદભુત પ્રણાલીકા ચાલી આવે છે અને ગરીબમાં ગરીબ માણસ પણ આ દીવસોમાં અચૂક દીવા પ્રગટાવે છે. આ પરંપરા લક્ષ્મીના આગમનને આવકારવા શરૂ કરવામાં આવી હોવી જોઈએ એમ માનવાને કારણ રહે છે કે તેરસનો દિવસ ધન-તેરસ તરીકે ઉજવાય છે અને આ દિવસે ખાસ કરીને દક્ષિણ ભારતમાં તો લક્ષ્મી પૂજન કરવામાં આવે છે. જ્યારે અન્ય પ્રદેશોમાં દીવાલીના રોજ ચોપડા –( જેમાં વર્ષ દરમિયાન થતા આર્થિક વ્યવહારનો હિસાબ્-કિતાબ રાખવામાં આવે છે ) પૂજન કરવામાં આવે છે. સામાન્ય રીતે આ પૂજન પણ રાત્રીના ભાગમાં જ પ્રયોજવામાં આવતું હોય છે કારણ કે એક માન્યતા એવી છે કે લક્ષ્મીજીનું વાહન ઘુવડ હોવાથી તે દિવસમાં જોઈ શક્તું નથી અને માત્ર રાત્રે જ જોઈ શક્તું હોય લક્ષ્મીજીને કયાં લઈ જવા તે સારી રીતે ઘુવડરાજ જોઈ શકે અને લક્ષ્મીજીના આદેશનું પાલન કરી શકે.

એમ કહેવાય છે કે જ્યારે લક્ષ્મીજી પ્રસન્ન થાય ત્યારે માણસને પીઠ બરડામાં મુક્કો મારી હસે છે આમ બનવાથી માણસની છાતી આગળ આવે છે અને એમ લાગે છે કે આ વ્યકતિ પૈસાની પ્રાપ્તિથી ફૂલાય અને અભિમાની બની ગઈ છે. જો વ્યક્તિ અભિમાની ના બને તો લક્ષ્મીજી તેને ઘેર સ્થિરતાથી રહે છે પણ મોટે ભાગે એવું બનતું નથી અને અભિમાન આવે જ છે એટ્લે અભિમાનીને સુધારવા જમીન પર પગ ટેકવે માટે છાતીમાં લાત મારી વિદાય લે છે.

હવે ફરીને આપણે લક્ષ્મીજીના સ્વરૂપ તરફ પાછા ફરીને વિચારીયે તો –તેમનું સ્વરૂપ જાજરમાન પ્રતિભાશાળી મન્-મોહક સોહામણું સુંદરવસ્ત્રો અને અલંકારો ધારણ કરેલું જોવા મળે છે- જે પ્રાપ્ત કરવા સૌનું મન લલચાય !

તેથી લક્ષ્મીજીને પ્રાપ્ત કરવા દરેક માનવી પ્રયત્નશીલ બની રહે છે અને જાણે જીવનનું તે એક માત્ર લક્ષ્ય હોય તેમ વિવકશૂન્ય બની સારા-ખરાબ કે સાધન શુધ્ધિનો વિચાર સુંધ્ધા કરતો જણાતો નથી. યેન કેન પ્રકારેણ લક્ષ્મી મેળવવા અનીતિ-અનૈતિક તમામ ગેર રીતિ કરતા પણ તે ક્ષોભ કે શરમ અનુભવતો નથી. પરિણામે કમળ ઉપર બીરાજેલા લક્ષ્મીજીને મેળવવા તળાવડીમાં કુદી પડે છે. અને કાદવ મય બની લક્ષ્મી પ્રાપ્ત થઈ ગઈ તેવી ભ્રમણામાં બહાર આવે છે. જ્યારે ખરેખર લક્ષ્મીજી તો કમળમાં જ બીરાજેલ હોય છે ! માનવી લક્ષ્મી મળી ગ્યાની આત્મવંચના કરતો રહી જે ધનની પ્રાપ્તી કરી હોય તેને જ લક્ષ્મીજી તરીકે સ્વીકારી સમાજમાં પ્રતિષ્ઠા પ્રપ્ત કરવા અને પોતાની પ્રતિભા ઉપસાવવા પ્રયત્નશીલ બની જતો હોય છે. અને પોતે કેટલો કાદવમય બની ગયો છે તે વિસરી જાય છે. અને સમાજ્ના મોટાભાગના લોકો પણ આવા ધનપતિઓથી પ્રભાવિત થઈ ઉચ્ચહોદાઓ આપી પ્રતિષ્ઠા અર્પે છે. આપણાં સમાજની આ કેવી વિટંબણા છે ! જેઓએ સમાજના નૈતિક મૂલ્યોનો ધ્વંસ કર્યો છે અનેક અનીતિ અને અનૈતિક અને ગેરરીતિ કરી ધન પ્રાપ્ત કર્યું છે તેવા અસામાજિક લોકોને લક્ષ્મીપતિ સમજી માન્ મરતબો અને પ્રતિષ્ઠા આપતા રહે છે.

10 comments

    1. આપે બ્લોગની મુલાકાત લીધી અને લક્ષ્મી વિષેનો લેખ ગમ્યો તે જાણી આનંદ થયો. અનુકૂળતાએ અન્ય લેખો વિષે પણ આપના પ્રતિભાવ જણાવતા રહેશો તો ખૂબ જ ગમશે. ફરી આભાર !

      Liked by 1 person

  1. Interesting write up. liked this…
    લક્ષ્મીજી પ્રાપ્ત કરવા મહેનત્-પ્રમાણિકતા-સત્યતા-નિખાલસતા-અને પારદર્શકતા અનિવાર્ય છે અને તેવા લોકોને ત્યાં જ લક્ષ્મીજી સ્થિર થઈને રહે છે. જરાક પણ ચૂક કરનાર કાદવયુક્ત બની જાય છે. લક્ષ્મીજીની કૃપા મેળવવા તેમની આરાધના બહુ જ કાળજી પૂર્વક કરવી રહે નાની એવી ભૂલ કાદવ ભેગા કરે અને તેથી જ કાદવ અને કમળ અત્યંત સુચક છે. કાદવમાં રહી કાદવને જ સાધન બનાવી સુવાસિત અને પવિત્રતા જાળવવા એ લક્ષ્મીજી અને કાદવનો અદભૂત સમન્વય છે.
    Please check this.
    http://piyuninopamrat.wordpress.com/2011/01/13/%E0%AA%B8%E0%AA%BE%E0%AA%97%E0%AA%B0-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AE%E0%AB%8D%E0%AA%AF/

    Like

    1. ભાઈશ્રી કીર્તિકુમાર

      આપે બ્લોગની મુલાકાત લીધી અને પ્રતિભાવ પણ જણાવ્યો આભાર ! ફરીને પણ આપની અનુકૂળતાએ અન્ય પોષ્ટ માટે મુલાકાત લેતા રહેશો અને આપના પ્રતિભાવો પણ જણાવતા રહેશો તો મને ખૂબ જ ગમશે ! આવજો ! મળતા રહીશું !

      સ-સ્નેહ
      અરવિંદ

      Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s