યુવા ધન જાગો ……….( 2 )

         

 યુવા ધન જાગો …………. !!!!!   ચેતો…….. આપ કોઈના હાથા –TOOL – નથી બન્યાને ? ( 2 )

###  આ પહેલાં ઉપરોક્ત વિષયમાં મારાં વિચારો રજૂ કરેલા અને તેને અસાધારણ આવકાર મળેલો. આજે ફરીથી તે જ વિષય સંદર્ભે થોડા વધારે વિચારો આજના ચૂંટણીના માહોલ અને પરિપ્રેક્ષ્યમાં આપણા દેશના યુવા ધનને –ચૂંટણીના ચક્રવ્યુહમાં કેવી સિફત અને ચાલાકીથી ગોળ-ગોળ ફેરવવામાં આવે છે તે વિષે થોડી વાત કરવી છે.

###  અગાઉના લેખમાં લોક્શાહી અને દેશને લાંબાગાળાના લાભ થાય તે માટે મેં કેટલાક સૂચનો કરેલા-જેમાં મુખ્યત્વે 

( 1 ) ચૂંટણીમાં પસંદ થતા ઉમેદવાર ગુન્હાહિત ચારિત્ર્ય ધરાવતો નહિ હોવો જોઈએ-લાંચ કે ભ્રષ્ટાચારી કે અન્ય કોઈ પણ પ્રકારનો ગુન્હાહિત ભૂતકાળ નહિ ધરાવતો હોવો જોઈએ. અને તેમ છતાં કોઈ રાજ્કીય પક્ષ આવા ઉમેદવારને પસંદ કરેતો તેની સામે પ્રચંડ લોક આંદોલન જગાવી લોકો આવા તત્ત્વોને મત ના આપે તેવી ઝુંબેશ ચલાવવી જોઈએ.

( 2 ) તમામ વયો વ્રુધ્ધ નેતાઓને નિવૃતિ લેવા ફરજ પડાવી જોઈએ અને યુવા ધનને જ ઉમેદવારી કરવાની તક આપવી જોઈએ..

( 3 ) પંચાયતથી માંડી પાર્લામેંટ સુધી પાછા બોલાવાનો –RIGHT TO RECALL – મતદારને મળવો જોઈએ. અને જો કોઈ ઉમેદવાર મતદારને મત આપવા માટે યોગ્યના જણાય તો મત નહિ આપવાનો અધિકાર મળવો જોઈએ.

( 4 ) પંચાયતથી માંડી પાર્લામેંટ સુધી કોઈ પણ હોદેદાર બે મુદતથી વધારે સમય માટે એક જ હોદા ઉપર નહી રહી શકવો જોઈએ.

( 5 ) પંચાયતથી પાર્લામેંટ સુધી પડેલા મતના 51% મત મેળવેલા ઉમેદવારને જ ચૂંટાયેલો જાહેર કરવામાં આવે ! અને 51% મત નામળે ત્યાં સુધી ફરી ચૂંટણી થતી રહે !

###  ચૂંટણીઓ જાહેર થઈ ગઈ પરંતુ આજ સુધી કોઈ રાજકીય પક્ષે કે  ઉમેદવારે આ વિષે એક શબ્દ પણ ઉચ્ચાર્યો હોય તેવું  જાણવા મળ્યું નથી કે  ઉપરોક્ત મુદાઓનો સમાવેશ કોઈ પણ રાજકીય પક્ષના ચૂંટણી ઢંઢેરામાં કરવામાં આવ્યો હોય તેવું જાણવામાં નથી. 

###  ઉલ્ટાનું જો કોઈ પણ પક્ષની ઉમેદવારોની યાદી ચકાસવામાં આવે તો તમામે ગુનેગારોને અને જે વધુમાં વધુ પૈસા ખર્ચી શકે તેવા લોકોને જ ટિકિટો આપી છે જે ચૂંટાયા પછી ચૂંટણીમાં ખર્ચેલા નાણા પાછા મેળવવાની જ પ્રવૃતિ કરવામાં પોતાની તમામ શક્તિ કામે લગાડશે અને પ્રજા બીચારી લાચાર બની આવા બધા ખેલ મજ્બૂરીથી જોયા કરશે.

###  ઉપરાંત એ વાત પણ દિવા જેવી સ્પષ્ટ બની ચૂકી છે કે યુવાધનને સંગઠિત કરવા નિકળેલા રાહુલ ગાંધીએ  માત્ર પોતાના અને પક્ષના અંગત સ્વાર્થ માટે યુવાધનનો  વ્યુહાત્મક ઉપયોગ કરી યેન કેન પ્રકારેણ ચૂંટાઈ આવી સત્તા મેળવવાની આ રમત માંડેલી  હતી ! આવા યુવાધનને સંગઠિત કરવા બોલાવાયેલા સમારંભમા ઉપસ્થિત રહેલા યુવાનો/યુવતીઓએ રાહુલ ગાંધીને પ્રશ્ન પૂછવો રહ્યો કે આપે અને આપના પક્ષે જે ઉમેદવારો મૂક્યા છે તેમાંથી કેટલા યુવાનો છે ? અને કેટલા આપના મિત્રો અથવા હાલના/પૂર્વ પ્રધાનો કે સાંસદ સભ્યોના સંતાનો કે વારસદારો છે ?

###  આ સિવાય આપે તો આખા દેશનો પ્રવાસ કર્યો છે અને આપને એક પણ યુવાન્/યુવતિ ઉમેદવારી કરી શકે તેવી યોગ્ય કે સમર્થ નહિ મળી ? ગુજરાતીમાં કહેવત છે કે અંધારામાં પણ કોળિયો મોઢામાં જ જાય છે તેમ આપને પણ જે યુવાનો મળ્યા તે તમામ તમારા અંગત મળતીયાઓ સિવાય દ્રષ્ટિગોચર થતા નથી. પસંદ થયેલા ઉમેદવારો જેવાકે સચિન પાયલોટ, મિલિંદ દેવરા,  જ્યોતિરાદિત્ય સિંધિયા, નવિન ઝિંદાલ , અખિલેશ યાદવ,  પ્રિયા દત્ત  વગેરે !

###  ઉપરોક્ત નામો પુરવાર કરે છે કે આપ યુવાધનને દેશના લોકોના સામાન્ય હિત કે કલ્યાણ માટે નહિ પણ મોટી મોટી વાતો કરી કોંગ્રેસના હાથા ( TOOL ) તરીકે વાપરવાનો હેતુ કે વ્યુહ જ માત્ર હતો. આ એક સાઝિશ સિવાય કંઈ નહિ હતુ !

###  આ દેશમાં ખરેખર પરિવર્તન લાવવું જ હોય તો પક્ષાપક્ષીથી પર રહો ! એક એવું સંગઠન બનાવો કે ,જે સત્તા ભૂખ્યું નહિ હોય પણ, મીશનરી સ્પીરીટથી આવા ખાઈ બદેલા-ગુન્હાહિત ભૂતકાળ ધરાવનારા ,સત્તાપિપાસુ લોકોથી આ દેશની પ્રજાને બચાવશે. આ માટે છેક તળીયે થી આવો અવાજ બુલંદ બનાવા લોકોને જાગૃત કરવાની પ્રતિબધ્ધતા અને સંકલ્પ કરવો રહ્યો ! આવી આ સમૂળી ક્રાંતિ માટે વરૂણ કે પ્રિંયકા કે અન્ય ગોઠિયાઓની તૈયારી છે ખરી ? આપ આ વિષે ગંભીર જ નહિ પ્રતિબધ્ધ છો તેવું આપના વર્તન દ્વારા પુરવાર કરી આપવાની આપની જવાબદારી રહે છે.

###  હાલ તો એવું સમજાય છે કે સત્તાના સિંહાસન ઉપર બીરાજી અન્ય યુવાધનને કુનેહ પુર્વક ગુમરાહ કરી ચૂટણીમાં માત્ર એક હાથા-TOOL- તરીકે ઉપયોગ  કરી બાદ ફેંકી દેવાની જાણે રમત રમાઈ રહી હોય ! કૃપાકરી ભગવાનને ખાતર પણ આ દેશના યુવાધનને તમારાં અંગત સ્વાર્થ  અને સત્તા લોલુપતા પોષવા ગુમરાહ ના કરો !

###  આ લખતી વખતે હમણાં જ ઉપસ્થિત થયેલ વરૂણ ગાંધીએ કરેલ ઉચ્ચારણૉ વિષેના પ્રિયંકા અને રાહુલે કરેલી ટિપ્પ્ણીઓ વિષે લખવાની લાલચ રોકી શકાતી ના હોય, એક  અણીયારો પ્રશ્ન પૂછી રહ્યો છું કે બેન પ્રિયંકા !  અને ભાઈ રાહુલ ! આપને ખબર છે કે ગીતા કોણે કહી ? ક્યાં કહી ? અને શાના સંદર્ભમાં કહેવાઈ ? આપે કે આપના પરિવારમાં થી કોઈ એ ક્યારે ય ગીતા પઠન કર્યું છે ખરું ? જો ક્યારેક પણ ગીતા વાંચી હોત કે સાંભળી પણ હોત તો આવી સલાહ આપવાનું ક્યારેય પસંદ ના કર્યું હોત ! 

 ###  આપની જાણ માટે  કહું તો ગીતા ત્યારે કહેવાઈ હતી કે જ્યારે એક જ પરિવારના સભ્યો ,સામ સામે યુધ્ધ કરવા ઉત્સુક થયેલા, અને ત્યારે અર્જુન પોતાના જ પરિવારના વડિલો અને ગૂરુને સામે પક્ષે ઉભેલા જોઈ વિશાદમાં સરી પડ્યો , ત્યારે ભગવાન કૃષ્ણએ અર્જુનને આ વિશાદમાથી બહાર લાવવા અને લડવા તૈયાર થવા જે કહેલું તે એટલે ગીતા !

###  આપ સર્વે પણ એકજ પરિવારના સભ્યો છો અને સામ  સામે માત્ર સત્તા મેળવવા, લડવા –એક બીજાને પાડી દેવા -મારવા ઉત્સુક બન્યા છો એ જોગાનુ જોગ ફરીને નવું મહાભારત તો નથી કેલાતું ને  તેવી આશંકા થયા કરે છે.

###  મારા મત પ્રમાણે તો કદાચ વરૂણે ગીતા માત્ર વાંચી જ નથી પણ ગીતામાં પ્રબોધેલો સંદેશ પણ આત્મસાત કર્યો જણાય છે. ગીતામાં ભગવાન કૃષ્ણએ શબ્દો ચોર્યા વગર સ્પષ્ટ કહ્યું છે કે ધર્મની સ્થાપના માટે આતતાયીઓનો ધ્વંસ કરવો તે અધર્મ નથી પણ સમાજ તરફનું ઉતરદાયિત્વ  બની રહે છે. એટલું જ નહિ પણ જો ધર્મની સ્થાપના કરવાના પ્રયાસોમાં જો કોઈ અરે !પરિવારના વડિલો કે ગૂરુ સહિત અવરોધ રૂપ બનતા જણાય તો તેમનો વધ કરવો તે ભાવકનો ધર્મ બની રહે છે ! 

###  વરૂણ જે બોલ્યો તે માટે આટલા ઉશ્કેરાઈ જવાનું કોઈ વ્યાજબી કારણ પણ દેખાતું નથી. કારણ  કે વરૂણ કરતાં અનેક ઘણાં ઉશ્કેરણી જનક વિધાનો તો શાહી ઈમામો- આપના માતુશ્રી સહિત કે જેમણે મોતના સોદાગર જેવા શબ્દો પ્રયોજેલા હતા ત્યારે પણ આપના સહિત કોઈ કોંગ્રેસીએ ક્યારેય આવા ઉચ્ચારનણો સામે ઉંચો અવાજ કરી કોઈ નિવેદનો કર્યા સાંભળ્યા નથી.

###  અરે મારા ભાઈ આપને યાદ હશે કે ફારૂક અબ્દુલ્લાએ કહ્યું હતું કે અફસલને ફાંસી આપવામાં આવશે તો રાજ્યમાં આગ લાગી જશે . મનમોહંસિહજીના એક પ્રધાન એ.આર.અંતુલે કસાબના સંદર્ભે શહીદોનું અપમાન કરી એવી ભાષા ઉચ્ચારી હતી કે કોઈપણ ભારતીયનું લોહી ઉકળી ઉઠે તે સમયે ભાઈ રાહુલ અને બહેન પ્રિયંકા આપે કે આપના પક્ષના લોકોએ કેમ ગીતા યાદ નહિ કરી. અરે ! ઉલ્ટાનું ભેદી મૌન ધારણ કરેલું ! આપને બાઈબલ પણ યાદ નહિ આવેલું ખરું ને

###   બીજા એક પ્રધાન અર્જુનસિંઘે બસતાહાઉસ પ્રકરણમાં શહીદ મોહનચંદ શર્માનું અપમાન કરી આતંકવાદીઓના બચાવ માટે અદાલતનો ખર્ચ આપવા માંગતા ઉપકુલપતિનું સમર્થન કર્યું હતું તેવા અર્જુનસિઘને અન્ય 16 ઉપકુલપતિ પસંદ કરનારી સમિતિના સંયોજક બનાવવામાં આપની કોંગ્રસ સરકારને કોઈ શરમ નહોતી અનુભવી..

###   આ પહેલાં આપની નાનીની હત્યા બાદ સમ્રગ શીખ સમાજ્ની દિલ્હીમાં અમાનુષી હત્યાનો સીલસીલો ચાલેલો અને અનેક નિર્દોષ  શીખોને મોતને ઘાટ ઉતારવામાં  આવેલા તેમાના કોઈ ને પણ આજ સુધી કોઈ સજા થઈ હોય તેવું જાણ્યું નથી. ઉપરોકત બનાવોને કઈ ગીતામાં સમાવવામાં આવ્યા છે તે પ્રજાને સમજાવશો ખરા ?

 

 ###  આ દેશના લોકો વિદેશી લોકો અને તેની સંસ્કૃતિથી પ્રભાવિત થઈ જવાની આદત જાણ્યે-અજાણ્યે કેળવી બેઠા છે અને એટલે જ  વિદેશીઓ સમક્ષ લઘુતાગ્રંથી અનુભવતા હોઈ હાલની કોંગ્રેસ સત્તા મેળવવા બરાબર ઉપયોગ કરી રહી છે. કોંગ્રેસ અધ્યક્ષા વિદેશી અને હવે  પ્રચાર અર્થે પસંદ કરેલું ગીત પણ જય હો ! પણ વિદેશી ફિલ્મનું ! કેવો યોગાનુ યોગ ! આપણી ગરીબી અને ઝુંપડપટ્ટીની મજાક ઉડાવતી વિદેશી ફિલ્મનું ગીત પસંદ કરવામાં કોઈ છોછ કોંગ્રેસીઓએ અનુભવ્યો નથી જે તેમના ખરા ચારિત્ર્યની  ચાડી ફુંકે છે !

 

 

 

 

 

 

###  મારી તો સમગ્ર ભારતવાસીઓને દર્દ ભરી અરજ છે કે હે ભારતિયો  જાગો –ચેતો અને આ તકવાદી – સ્વાર્થી- સત્તાલોલુપ્-દંભી-નપાવટ -બદમાશ અને નાલાયક રાજકારણીઓના હાથા નહિ બનો !!!!

###  હું તો આ દેશના યુવાધનને દર્દ ભરી અપીલ કરું છું કે કોઈ પણ પક્ષાપક્ષીમાં પડતા પહેલાં આપનો એક હાથા-TOOL – તરીકે કોઈ  ઉપયોગ  નથી કરી રહ્યુ  ને ? તેનો તલસ્પર્શી અભ્યાસ કર્યા બાદ આ દેશના સામાન્ય લોકોના હિત અને કલ્યાણને નજર સમક્ષ રાખી નિર્ણય કરવા કોની સાથે જોડાવું તે વિચારજો !

###  શું આ દેશમાં એવો કોઈ યુવાન્/યુવતી નથી કે જે મરજીવા બની નિસ્વાર્થ ભાવે પ્રમાણિકતા અને નિખાલસતા- નિર્દંભ અને પક્ષાપક્ષીથી પર રહી મશાલચી બની નેતૃત્વ પૂરું પાડી દેશને સાચી દિશામાં દોરવણી આપે ?

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

One comment

  1. arvindbhai,
    aapno ak ak shabd mara jeva 72years na budha na ruvada ubha kari nakhe
    chhe.ane aa yuva-dhan na pet nu pani pan haltu nathi. aap blog ma lakhi
    ne dil ne vyatha thalvo chho.aam hu pan 2years mate india ma rokayalo
    tyare mara yuva mitro ne aava j aakra shabdo ma zatkni kadhto.
    mane aapna vicharo khub game chhe.bas aap aa tezabi bhasa lakhta j raho.

    maganlal.patel

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s