યુવા ધન જાગો …. ( 1 )

યુવા ધન જાગો …. !!!!!

ઉઠો—જાગો—અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો….!!!( સ્વામી વિવેકનંદ )      ( 1 )

હમણાં તાજેતરમાં જ રાહુલ ગાંધી ( ગાંધી પરિવારના યુવરાજ ) ગુજરાતની મુલાકાતે આવી ગયા અને યુવાનોમાં એક નવી હવા પ્રગટાવવાની કોશિષ કરતા ગયા કે યુવા શક્તિ ભારત ને બદલી શકે છે !!!
*** આ સંદર્ભે મારે રાહુલભૈયાને એક વાત યાદ કરાવવી છે કે આપ જાણતા જ હશો કે વર્ષો પહેલાં શેક્સપીયરે કહ્યું છે કે નેતા ત્રણ પ્રકારના હોય છે
. (1) કેટલાક જન્મથી જ નેતા હોય છે. ( 2 ) કેટલાકને બનાવવામાં આવે છે તો ( 3 ) કેટલાક ઉપર નેતાગીરી લાદવામાં આવે છે. આ ત્રણ કક્ષામાંથી આપ કઈ કક્ષામાં આવો છો તે માટે આપે ક્યારે ય મનોમંથન કર્યું છે ? ના કર્યુ હોય તો હવે જરૂર કરશો – BETTER LATE THAN NEVER – અને તો વાસ્તવિકતા કે હકિકત સમજાઈ જશે !!!

*** મારો નમ્ર મત છે કે આપને નેતા બનાવવાની કામગીરી જોરશોરથી ચાલી રહી છે અને એટલે જ
આપની ઉપર છેક ઉપરથી કોંગ્રેસના મહામંત્રીનો તાજ પહેરાવવામાં આવ્યો છે.

*** આપ યુવા ધનને ખરેખર નિષ્ઠા અને પ્રતિબધ્ધ બની દેશના હિતમાં જોતરવા માંગતા જ હો તો મારા કેટલાક નમ્ર સુચનો છે તેને ધ્યાનથી વાંચશો અને ગંભીરતાથી વિચાર કરશો તેવી વિંનતિ.

( 1 ) સૌ પ્રથમ આપે તમામ પ્રકારના પક્ષા-પક્ષીના રાજ કારણ થી દૂર રહેવાની જરૂર છે. સમગ્ર દેશના યુવાધનનું એક એવું સંગઠન બનાવો કે જે સંગઠન આવનારા દિવસોમાં મશાલચી બની રહે. તે શક્ય ત્યારે જ બને કે આપ કોઈ પણ સંગઠનના કે પક્ષના પ્રતિનિધિ ના હો. અને તદન તટસ્થ બની રહો કે જેથી કોઈ પણ આપના આ અભિયાનને પક્ષના લેબેલથી ના ઓળખે.

( 2 ) આવનારી ચૂંટણી માટે ઉમેદવારો પસંદ કરવા માટે એવો પવન દેશ આખામાં આ સંગઠન ઉભો કરે કે કોઈપણ રાજ્કીય પક્ષ સમાજના દુશ્મનો જેવા કે જે ગુંડા-દાદાઓ-લાંચ્-રુશ્વતખોરો-ભ્રષ્ટાચારીઓ-ચારિત્ર્યહિનો અને ગુન્હાહિત ભૂતકાળ ધરાવતા હોય તેવા એક પણ ઉમેદવારને પસંદ ના કરે/ટિકિટ ના આપે. તે માટે જબરજસ્ત ઝુબેશ ચલાવા કટિબધ્ધ બનો. તેમ છ્તાં કોઈ રાજ્કીય પક્ષ આવા તત્ત્વોને ટિકિટ આપે તો મતદારોને જાગૃત કરી ચૂંટી ના કાઢે તેવા પ્રયાસો કરો..

( 3 ) તમામ રાજ્કીય પક્ષોના વયોવૃધ્ધ નેતાઓને નિવૃતિ લેવા ફરજ પાડી યુવા ધનને આગળ કરવા હાકલ કરો
.
( 4 ) પંચાયતથી માંડી પાર્લામેંટ સુધી પાછા બોલાવાનો અધિકાર –RIGHT TO RECALL- મતદારને મળે તે માટે બંધારણમાં ફેરફાર કરાવવા લોક જાગૃતિ કેળવવા સક્રિય પ્રયાસો હાથ ધરો. ઉપરાંત મત નહિ આપવાનો અધિકાર પણ મતદારને મળવો જોઈએ અર્થાત ચૂટણીમાં ઉભેલો એક પણ ઉમેદવાર મત દાતાને યોગ્ય ના લાગે તો તે નેગેટીવ મત આપી શકે.

( 5 ) પંચાયતથી માંડી પાર્લામેંટ સુધી કોઈ પણ સભ્ય બે મુદતથી વધારે એક જ હોદા ઉપર ના રહી શકે તેવા સુધારા માટે લોક મત કેળવી બંધારણ સુધારવા પ્રયાસ કરવો રહે.

( 6 ) પંચાયતથી માંડી પાર્લામેંટ સુધી પડેલા મતના 51% મત મેળવેલા ઉમેદવારને જ ચૂટાયેલો જાહેર કરવામાં આવે –અને 51% મત ના મળે ત્યાંસુધી ફેર મત દાન થતું રહે તેવી બંધારણીય જોગવાઈ થવી જોઈએ. કદાચ એમ કહેવામાં આવે કે આ ખર્ચાળ પધ્ધ્તિ છે પણ જે તત્ત્વો ઓછા મતે ચૂંટાઈને આવે છે અને સમ્રગ દેશને જે નુકશાન કરે છે તે કરતાં આ વ્યવસ્થા ઓછી ખર્ચાળ બની રહેશે તેમાં બે મત નથી.

( 7 ) આ દેશના કમભાગ્ય છે કે વડાપ્રધાન અને વિદેશ પ્રધાન પણ લોકોનું સીધું પ્રતિનિધિત્વ કરતા નથી અને પાછ્ળના બારણેથી ચૂંટાઈ આવેલ છે. આ પાછળના બારણાનો પ્રવેશ સદંતર બંધ કરવો રહ્યો. કોઈપણ પ્રતિનિધિ લોકોના સીધા જ મતદાન વડે ચૂટાયેલો જ હોવો જોઈએ.

*** આવી ક્ષતિઓને કારણે જ લોકોના હિત માટેના નિર્ણયો લઈ શકવા આવી નમાલી નેતાગીરી સક્ષમ અને સમર્થ રહેતી નથી.

*** જે માટે ઉદાહરણ તરીકે – આંખ ખોલી નાખે તેવા- આપણા દેશના સર્વ શ્રેષ્ઠ બુધ્ધિ ધન ધરાવતા ગણી શકાય તેવા સર્વોચ્ચ અદાલતના ન્યાયધીશોએ થોડા સમય પહેલાં જ સરકારની નીતિ સામે રોષ ભર કહેલું કે , “આ દેશને ઈશ્વર પણ બચાવી શકે તેમ નથી.”

*** હમણાં થોડા દિવસ પહેલાંજ લોક્સભાના અધ્યક્ષ કે જે પીઢ-અનુભવી-વિદ્વાન અને સીનીયર સાંસદ છે તેમને પણ સાંસદોની સંસદમાં પ્રદર્શિત થતી વર્તણુક ઉપર ટીકા કરતા કહેવાની ફરજ પડેલી કે ”આમાના એક પણ સભ્ય ચૂટાવાને લાયક નથી અને એક પણ પૈસો મેળવવા પાત્ર નથી. આવનારી ચૂટણીમાં લોકો વીણી વીણી ને આ તમામ ને પરાજિત કરશે.”

*** આવા સંજોગોમાં આપને પક્ષાપક્ષીથી દૂર રહી સમ્રગ દેશના યુવાધનને સંગઠિત કરવા આહવાન છે. એક વાત દીવાલ ઉપર લખેલા શબ્દો જેવી યાદ રાખજો કે કોંગ્રેસના લેબલ સાથે આ ક્યારે ય શક્ય નહિ બને.

*** રાહુલજી એક વાત પૂછું ? કોંગ્રેસમાં થી સોનીયાજી ( ગાંધી પરિવાર )ની બાદબાકી કરી નાખો અને પછી જુઓ કે આ કોંગ્રેસીઓ સામ સામા કેવા એક બીજાના કપડાં ખેંચી એક બીજાને નાગા કરે છે !!!

*** હાલ તો સોનીયાજી તમામને જોડ્તી કડી બની રહ્યા છે તે કડી ઢીલી પડી કે નાબુદ થઈ અને યાદવાસ્થળી ના સર્જાય તો મને ફટ કહેજો !!!

*** એક બીજી વાત પણ આપના ધ્યાન ઉપર મૂકવાનું મન રોકી નહિ શકતા લખુ છું કે આપણા દેશના સદ્-ભાગ્ય છે કે પાકિસ્તાન દાઉદ તેમના દેશમાં નથી કે સોંપવાનો ઈંકાર કરી રહ્યુ છે. જરાક વિચારો કે કોઈ એવી ક્ષણે દાઉદ જ એવું નક્કી કરે કે મારે ભારત પાછા ફરવું છે અને પાકિસ્તાન આપણને તેનો હવાલો સોંપી દે તો શું પરિસ્થિતિ સર્જાય ? દાઉદને જેલમાં નાખવામાં આવે અને તે જેલમાં રહી સંસદની ચૂંટણી લડે (કારણ આપણી ન્યાયી પ્રથા એટ્લી ઢીલી અને વિલંબ કરનારી છે કે તેને સજા થતા વર્ષો વીતી જવાના છે.આ દરમિયાન દાઉદની રક્ષા કરશે ભારત દેશના સુરક્ષા અધિકારીઓ ) અને આ દેશના લોકો તેને ચૂંટી સાંસદ સભ્ય બનાવે એટ્લે દાઉદ આ દેશનો વડોપ્રધાન ના બને તો જ નવાઈ લાગે !! આ તમામે તમામ સાંસદો બિકાઉ છે અને દાઉદે તો ખરીદવાની જરૂર પણ નહિ રહે કારણ આ તમામ નપાવટ -નફફટ -અને રુશ્વત ખોર -અપ્રમાણિક- સ્વાર્થી અને ચારિત્ર્ય્હિન છે કે દાઉદે તો માત્ર વડાપ્રધાન થવાની ઈચ્છા જ જાહેર કરવાની રહે છે અને આ સાંસદો તેના માટે લાલ જાજમ પાથરવા તૈયાર જ છે !!!! અને દાઉદની રક્ષા કરશે આ દેશના ઝેડ કક્ષાના કમાંડો !!!!

*** આવા તકવાદી, સ્વાર્થી અને માત્ર સત્તાભૂખ્યા કોંગ્રેસીઓ અને હાલના તેના સાથી દાર પક્ષો વચ્ચે રહી આપ આપનુ સ્વપ્ન યુવા ધનને જગાવવાનું શામાટે રોળી રહ્યા છો ?

*** હું માનું છું કે આ દેશનું યુવાધન જ દેશને બદલી શકે તમ છે કારણ એ જ દેશનું ભવિષ્ય ઘડનારા છે. તેઓ ઉર્જાથી ભરપૂર સક્ષમ અને સમર્થ છે માત્ર તેઓને જરૂર છે યોગ્ય દિશા અને લ્ક્ષ્ય દેખાડનારની. આપ આ યુવાધનના મશિહા બનશો ?

*** અને એક ખૂબજ અગત્યની વાત પણ આપના ધ્યાન ઉપર મૂકી દઉ કે હાલના કોઈ નેતા ક્યારે ય આપેલા સમય અંગે કોઈ પ્રતિબધ્ધ્તા જાળવતા નથી જાણે શ્રોતાઓને આવા નેતાઓને સાંભળવાની ગરજ હોય તેમ વર્તતા જણાય છે. આપ જ્યારે યુવા નેતા બનવા જઈ રહ્યા છો ત્યારે સમયની પાબંધ્ધી પણ જળવાય તે વિષે વિશેષ ધ્યાન આપવાનું રહેશે. આપ રાજ્કોટ પધાર્યા ત્યારે 2 કલાક મોડા હતા તે લક્ષણ તો આજના બધા જ ચાલુ નેતાઓનું છે.- PLEASE DO NOT TAKE PEOPLE TAKEN FOR GRANTED FOR ALL THE TIME- યુવા નેતામાં પણ જો આવા લક્ષણો જન્મથી જ ઘર કરી જશે તો ભવિષ્ય ચોક્ક્સ પણે અંધકારમય જ રહેશે. આપે વિચાર કર્યો કે આપને સાંભળવા એકઠા થયેલા યુવાધનના કેટ્લા કલાકો માત્ર આપની રાહ જોવામાં વેડફાયા ? આ માટે પૂજ્ય ગાંધીજીનો દાખલો નજર સમક્ષ રાખવા વિનંતિ તેઓ કોઈ પણ કાર્યક્રમમાં ક્યારે ય મોડા થયાનું જાણ્યું નથી. સમય સર પહોંચી જવા ક્યારે ક સાયકલનો ઉપયોગ પણ કર્યાના ઉલ્લેખ પણ તેમના જીવનમાંથી મળી આવે છે. સમય ખૂબજ કિંમતિ છે તે આપ જેવા યુવાનોને આપોઆપ જ સમજાય જવું રહ્યુ અને આપના કાર્યો સમયની પ્રતિબ્ધ્ધતા સહિત અન્ય માટે ઉદાહરણ રૂપ બની રહે તેવી શુભેચ્છા !!!
*** માત્ર એક પક્ષના જ નેતા બનવા જઈ રહ્યા છો અને તે માટે આ દેશના યુવા ધનનો ઉપયોગ કરી લેવા જઈ રહ્યા તો નથી ને ?

*** રાહુલજી આપ આપના અંતરાત્મા સાથે આ વિષે જરૂરથી સંવાદ કરશો તેવી આશા રાખું તો વધારે નહિ ગણાય ને ?

*** અંતમાં ફરી એક વાર સ્વામી વિવેકાનંદે કહેલું તે યાદ આ કરી વિરમુ છું. કે હે ભારત દેશના યુવાનો/યુવતીઓ — ” ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડયા રહો”

*** રાહુલજી આપ કરશો ?

No Comments »

17 comments

 1. તમારી વાત એકદમ સચ્ચીજ છે અરવિંદ સાહેબ, કે આ બધા જ પ્રધાનો ની વરણી જે પાછલા બારણે થી થાય છેને તે પાછલો દરવાજો નો પ્રવેશ બંધ જ કરી દેવો જોઈએ. અને પ્રજા ની સામેજ સાચ્ચા અને યોગ્ય પ્રધાન ની વરણી થવી જોઈએ તો જ આ ભારત દેશ નું નેત્તૃત્વ યોગ્ય વ્યક્તિઓ ના હાથ માં આવશે.
  સંસદ માં જે નીચલી હદ ની હરકતો આ પ્રધાનો કરે છે ને તે જોઇને તો એમ થાય કે છે આવા પ્રધાન આપની સામે આવે તો તેની સામે થુકવાનું નું મન પણ ન થાય તો પણ આપને તેમને માથે બેસાડી દઈએ છે. ક્યાં પશ્ચિમ ના નિઝામ અને અંગ્રેજો ને થથરાવતા અને આજે પણ આપણી આંખ માં વસેલા સરદાર પટેલ જેવા પ્રધાનો અને ક્યાં આવે કે ત્યારથીજ આપણી આંખ કે મન માંથી પણ ઉતરી પડતા આજના આ પ્રધાનો ?
  તમારું કથાન એકદમ સત્ય છે. આભાર.

  Like

  1. ભાઈશ્રી પ્રકાશ
   આભાર મુલાકાત માટે અને પ્રતિભાવ માટે પણ ! મારા માનવા પ્રમાણે તો યુવા ધને જ સ્વૈચ્છિક રીતે આવા સંગઠનો રાજકીય પક્ષોથી દૂર રહી શરૂ કરવાનું અભિયાન હાથ ધરવું જોઈએ ! મારા ધ્યાનમાં આવા કોઈ સંગઠનો કાર્યરત હોવાની માહિતિ નથી. આપ અને આપના સમવય્સ્ક અને સમાન વિચાર સરણી વાળા મિત્રો મળી આવું સંગઠન બનાવો મને વિશ્વાસ છે કે જેમ જેમ આપના સંગઠની કાર્ય રીતિની જાણ યુવા ધનમાં થતી જશે તેમ તેમ સભ્યોની સંખ્યા પણ વધતી જશે ! માત્ર જરૂર છે કોઈકે આગેવાની લઈ શરૂઆત કરવાની ! મશાલચી બની કુચ કરો તેવી શુભેચ્છા સફળતા તમારા પગ ચૂમતી આવશે !
   સ-સ્નેહ
   અરવિંદ

   Like

 2. Shree Arvindbhai
  aap ni vaat (1) janm thee neta (2) Jaate Baneee bethela neta (3) laykat ni pariksha leedha vagar thokee besadelaneta. Aa vargikaran vishe vadhu aapni sathe samay malye ” Des yuvapedhee ne marg darshan ” te hetu thee charcha karvani ichchh chhe. visesh to aap ni 51% matdan vina loktantarik koi pan prakarni Satta apay teno Samuhik prakare Viroddh nu Andolan janta kare toj parivartan skya chhe. ane Desh na Sarvochch Sthano PRADHAN MANTRI. VIDESH MANTRI.jevato khash tema to thokee besadela neta to naj joiye aa “DHAYEYI NI PRAPTI NA THAYE TYA SUDHI MANDIYA RAHEVOO JOIE” jitendra gohil na jay bharat

  Like

  1. ભાઈશ્રી જિતેન્દ્ર
   આપે બ્લોગની મુલાકાત લીધી આભાર ! આપ આપના જે કોઈ મુદાઓ વિષે ચર્ચા કરવા ઈચ્છતા હો તે મને મોકલી આપશો તો મારાથી શક્ય હશે તે તમામ વિષે આપને મારો અભિપ્રાય જણાવીશ ! હું ધારું છું કે આપ મારાં શહેર જામનગરના રહેવાસી નહિ હો અને તેથી રૂબરૂમાં તો ચર્ચાઓ કરવી શક્ય નહિ બને ખરું ને ? ખેર ! આવજો ! જરૂર મળતા રહેશું !
   સ-સ્નેહ
   અરવિંદ

   Like

  1. ભાઈ શ્રી
   આપે મારાં બ્લોગની મુલાકાત લીધી અને પ્રતિભાવો પણ જણાવ્યા આભાર. વળી પણ આપની અનૂકુળતાએ મુલાકાત લેતા રહેશો તેવી વિનતિ અને પ્રતિભાવો પણ જણાવતા રહેશો તો મને આનંદ થશે .

   સ-સ્નેહ
   અરવિંદ્

   Like

 3. અરવિંદભાઈ,
  ખુબ સુંદર વિચારો છે, પણ એનો અમલ કોણ કરે ? હું ઘણા લોકોને કહેતો કે આપણે શાળામાં હતા તો 35 ટકા ગુણ આવે ત્યારે પાસ ગણાતા તો આ નેતાઓને પ્રજાના મતના કમ સે કમ 35 ટકા મળે તો જ ચુંટાયેલા જાહેર કરવા જોઈએ. એટલે તમારી 51 ટકા વાળી વાત ગમી. જેણે કમસે કમ અડધા લોકોનો વિશ્વાસ સંપાદન નથી કર્યો, તેને એના પ્રતિનિધિ કહેવડાવવાનો શો હક ?

  Like

 4. એકદમ સચોટ વાત કરી તમે. વરુણ બોલે તો હો હો થઈ જાય છે પરંતુ રાહુલ ગાંધીએ ‘અમે પાકિસ્તાનના ટુકડા કરી નાખ્યા હતા’ તેમ કહી ભારત-પાકિસ્તાન વૈમનસ્યમાં આગમાં ઘી હોમવાનું કામ કર્યું હતું ત્યારે કોંગ્રેસીઓ કેમ ચૂપ હતા? ઈમામ બુખારીએ પોતાને પાકિસ્તાનના એજન્ટ ગણાવ્યા ત્યારે કેમ કંઈ પગલાં ન લેવાયાં? વરુણ સામે તો હત્યાનો કેસ દાખલ કરી દેવાયો છે. એક ગાંધી બીજા ગાંધીને ઉગતા જ ડામી દેવાની પ્રવૃત્તિ કરી રહ્યા છે.

  Like

  1. શ્રી જયવંત ભાઈ
   આપે આપનો પ્રતિભાવ મોકલ્યો ખૂબ ખૂબ આભાર્ આપે યુવાધન જાગો ના બને લેખો વાંચ્યા જ હશે તેમ ધારું છું. ફરીને આભાર અને આપના પ્રતિભાવો મોકલતા રહેશો.
   સ-સ્નેહ
   અરવિંદ

   Like

 5. આપણા દેશમાં લોકશાહીનાં મુળ ખરેખર તો આઝાદીની ચળવળ શરુ થયેલી ત્યારથી જ ખોટી પરંપરાથી નંખાયેલાં છે. ઉમેદવારોની પસંદગી કોણ કરે છે? બધા જ પક્ષોમાં એના હાઈકમાન્ડ, નહીં કે જે તે મતવીસ્તારના પક્ષના પ્રાથમીક સભ્યો. આપણા મહાન નેતાઓના સમયથી આ પ્રમાણે ચાલ્યું આવે છે. એનું ઉદાહરણ મેં ઈન્ટરનેટ પર મુકેલ શ્રી દયાળભાઈ કેસરીના પુસ્તકમાં પણ જોવા મળશે.
  પણ લોકો આવા નમાલા, નકામા ઉમેદવારોને ચુંટે છે એ વધુ આશ્ચર્ય છે. કદાચ એનો અર્થ તો એવો થાય કે બહુમતી લોકો (જો એ બહુમતીથી ચુંટાતા હોય તો- પણ જેમ આપે કહ્યું છે તેમ આજની પધ્ધતીમાં એ શક્ય નથી) એ પ્રકારના છે, જેવા એમના રાજકારણીઓ છે.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s