મૃત્યુ ન હોય તો !!!

 બ્રહ્મા હડતાલ ઉપર /   બેકાર    યમરાજ   ! !                                                        

 મૃત્યુ  નહિ   /   નવ  સર્જન  પણ  નહિ  ! ! ! !                                                      

સ્વર્ગલોકમાં ભગવાન ભયંકર ચિંતામાં હોઈ તેમ દેખાતું હતું.માથે હાથ દઈ અત્યંત ગંભીર વિચારમાં હોઈ તેવી મુખ મુદ્રા ધારણ કરી તકીયે અઢેલી બેઠા હતા.થોડીવાર પહેલાં જ બ્રહ્માજી તેમના કર્મચારીઓ સાથે મળવા આવેલા ને કંઈ આવેદન પત્ર આપી વિદાય થયેલા.

(2) આ આવેદન પત્રમાં સીધી ધમકી આપવામાં આવેલી છે કે જો તેમનો અને અન્ય કર્મચારીઓનો પગાર,મોંઘવારી ભથ્થુ તથા અન્ય ભથ્થા સાથે નોકરીની અન્ય શરતો ઉપર વિચાર કરી યોગ્ય વધારો અને સવલતો વધારવામાં નહિ આવે તો તેઓ સૌ હડતાલ ઉપર ઉતરી જશે અને પ્રુથ્વી ઉપરનું તમામ સર્જન બંધ કરી દેશે.

(3)આ આવેદન પત્રમાં હજારો વર્ષ થયા તેઓ તમામ નિષ્ઠા પુર્વક કાર્ય કરતા હોઈ અને આટલા લાંબા સમય થયા ક્યારેય પગાર વધારો માંગ્યો નહિ હોવાનું કે અન્ય સવલતો સુધારવા પણ માંગણી નહિ કરેલ હોઈ ભગવાનના વહીવટી તંત્રે પણ પોતાની મેળે સમજ પુર્વક પગાર વધારવાની કયારેય પરવા કરી નાહોઈ તેનો સખેદ ઉલ્લેખ કરી હવે લાંબા સમય સુધી આ રીતે અવગણાયેલા અને તરછોડાયેલા કર્મચારી તરીકે કામ ચાલુ રાખવાની કોઈ ઉમેદ ધરાવતા નથી અને ના છુટ્કે હડતાલનો આશરો લેવાની ફરજ પડ્શે તેમ સ્પષ્ટ જણાવેલ.

(4) આ પગાર વધારવા અને પોતાની એકજ પ્રકારની કામગીરીમાં પણ નવી ટેકનોલોજી અપનાવી આ monotones બની ગયેલ કામગીરી વધુ રસપ્રદ બનાવાની પણ માંગણી કરેલ્

(5) પોતાના આ આવેદન પત્રના અનુમોદનમાં ભારતના રાષ્ટ્રપતિને માત્ર સહી કરવા સિવાય કોઈ કામગીરી કરવાની નહિ હોવા છતાં અને સહી પણ સેક્રેટરી કહે તે જગ્યાએ અંગુઠો મારવાનો–કરવાની હોવા છતાં પગારમાં એક સાથે ત્રણ ગણો વધારો કરી દેવામાં આવ્યો તથા તેમના નિવાસ સ્થાનમાં તેમની ઈચ્છા પ્રમાણે ફેરફાર કરવા માટે કરોડો રુપીયા ફાળવવામાં આવ્યા છે.

(6)આ ઉપરાંત રાજ્યના ગવર્નરોતમામ પ્રધાનો અને સરકારી કર્મચારીઓના પગારમાં પણ 20 થી 60 વધારો કરી આપવામાં આવ્યો છે અને સાથે કોઈ પ્રમાણિકતા કે ઝડપથી કે નિષ્ઠા પુર્વક કામગીરી બજાવવાની ફરજ પાડ્વામાં આવી નથી તેમજ ટેબલ નીચેથી કામ કરવાના બદલામાં લેવામાં આવતી કોઈપણ આવક ઉપર રોક પણ લગાવામાં આવી નથી.

(7)આમ આ દેશના સત્તાધીશો ભગવાન કરતાં વધારે સમજદાર અને ચડિયાતા જણાયા છે.અરે  સરકારની બેદરકારીથી-પ્રજાને સલામતિ આપવી તે કોઈ પણ સરકારની મુળભૂત ફરજ ગણાતી હોવા છતાં-કોઈનું  ટ્રેન અકસ્માતથી કે આતંકવાદી હુમલા થકી કે અન્ય કોઈ ચળવળ ને કારણે મૃત્યુ થાય તો સરકાર 1/2/3/કે થોડા વધારે લાખ રુપીઆ વારસદરોને આપી ક્રુત ક્રુત્યતા અનુભવે છે.

(8)ભગવાન ખરેખર મુંઝાયેલા છે અને જો બ્રહ્માજી હડતાલ ઉપર ઉતરી જાય તો પ્રુથ્વી ઉપર સર્જન બંધ થઈ જાય અને તો પ્રુથ્વીનો વિકાસ પણ થમ્ભી જાય.આખરે પોતાના મંત્રી મંડળની એક યુધ્ધના ધોરણે મિટિંગ બોલાવવા નકકી કર્યું અને સેક્રરેટરીને તાકિદની મિટિંગ માટે તમામને સુચના આપવા અને મિનિટોમાં ભગવાનના નિવાસ સ્થાને તુરત જયાં હોય ત્યાંથી જે હાલતમાં હોય તેમાં જ હાજર થવા ફરમાન કરવા હુકમ કર્યો.

(9)નવી છેલ્લામાં છેલ્લી ટેકનોલોજીના સાધનો તમામે તમામ મંત્રીઓ પાસે ઉપલબ્ધ હોઈ થોડી ક્ષણોમાં તમામ મંત્રીઓ હાજર થયા.એટ્લે ભગવાને તેમની સમક્ષ બ્રહ્માજી એ આપેલા આવેદન પત્ર અને હડતાલ ઉપર જવાની ધમકી આપ્યાની વિગતોની માહિતિ આપી અને તેઓના સૂચનો માંગ્યા.

(10) તમામ મંત્રીઓએ એકી અવાજે આ બાબતમાં માતાજીની સલાહ લેવા અને તેઓ જે સુચના આપે તે આંખ માથાં ઉપર ચડાવી અમલ કરવા જણાવ્યું. અને તે માટે સર્વાનુમતે સમગ્ર મંત્રી મંડળ વતી સંપૂર્ણ સત્તા ભગવાનને આપતો ઠરાવ પસાર કર્યો.

(11) આ ઠરાવ પસાર થતાં જ ભગવાને પોતાના સિંહાસન ઉપર રહેલ એક બટન દબાવ્યું અને ક્ષણોમાં જ તેઓ માતાજી સમક્ષ ઉપસ્થિત થયા. માતાજી એ તેમના આમ અચાનક અને કોઈ જાતની પુર્વ માહિતિ અને રજા/સમય માંગ્યા વગર આવવાનુ પ્રયોજન પુછ્યું .ભગવાને બ્રહ્માએ આપેલી ધમકી અને મંત્રી મંડ્ળે કરેલા ઠરાવની ટૂંકમાં રજુઆત કરી ને આ બાબતમાં કઈ રીતે આગળ વધવું તે માટે સલાહ આપવા વિનતિ કરી.

(12) બને એ સાથે મળી ઉંડાણ પુર્વક ચર્ચા વિચારણા કરી અને એવા નિર્ણય ઉપર આવ્યા કે બ્રહ્માની ધમકી થી ડરવાની જરુર નથી આમેય પ્રુથ્વી ઉપર જોઈએ તે કરતા વધારે સર્જન થઈ ગયેલું હોય થોડો વખત વૈકલ્પિક વ્યવસ્થા ના વિચારાય ત્યાં સુધી સર્જન બંધ રહે તો પણ કોઈ સમસ્યા ઉભી થાય તેવું જણાતું નથી.ઉપરાંત આ સમસ્યાનુ નીવારણ ના થાય ત્યાં સુધી મ્રુત્યુ ઉપર રોક લગાવી દેવી કે જેથી જે કંઈ સજીવ સૃષ્ટિ છે તે એમ જ જળવાય રહે.

(13) આ નિર્ણયની જાણ સૌ પ્રથમ યમરાજને કરવી રહી જેથી તે હવે પછી કોઈને લેવા પ્રુથ્વીની સફરે ના ઉપડી જાય. તેમજ મંત્રી મંડળના તમામ સભ્યોને જણાવામાં આવે કે જેથી તે સૌ પોત પોતાના મત વિસ્તારમાં જઈ લોકોને આ બાબતની માહિતિ આપે અને એક હકારાત્મક મત ઉભો કરવા લાગે.

(14)આવો નિર્ણય કરી માતાજી એ આપેલો અમુલ્ય સમય અને એક નવા વિચાર માટે ભગવાને ક્રુતઘ્નતા વ્યકત કરી અને પોતાના કાર્યાલયમાં આવી આ વિષે તમામને માહિતગાર કરવા એક પ્રેસ કોંન્ફરંન્સ બોલાવવા તથા તમામ મીડીયા વાળાઓને જાણ કરવા સેક્રેટરીને સુચનાઓ આપી અને થોડી હળવાશ અનુભવી આડે પડ્ખે થવા વિચાર્યું ત્યાં જ અચાનક યમરાજ પ્રગટ થયા અને ભગવાન કંઈ પુછે તે પહેલાં જ તેઓ ભગવાનને પગે લાગી પુછવા લાગ્યા કે તેમની પાસેથી તેમના કોઈ વાંક ગુન્હા વગર તેમની કામગીરી છીનવાઈ રહ્યાના સમાચાર મલ્યા છે તે સાચા છે કે કેમ ?

(15)ભગવાને ઉભી થયેલી પરિસ્થિતિ અને સંજોગો વિષે યમરાજને માહિતિ આપી અને થોડો વખત રજા ઉપર જવા તેમજ પરિવાર સાથે કોઈ હીલ સ્ટેશન ઉપર ફરવા જવા જણાવ્યુ અને તે માટેનો તમામ ખર્ચ પણ સરકાર આપશે તેમ કહ્યુ.તેમ છતાં યમરાજનુ મન માન્યુ નહિ અને પોતાને વગર વાકે અન્યાય થઈ રહ્યો છે તેમ વારંવાર જણાવતા રહ્યા.

(16)ભગવાને તેમને બેકારી ભથ્થુ પણ હાલના પગાર સમકક્ષ મળતુ રહેશે તેવી હૈયા ધારણ પણ આપી.તેમ છતાં યમરાજનું મન વગર કામગીરીએ પગાર લેવા માનતુ નહિ હતું અને કોઈ બીજી કામગીરી સોંપવા વાંરવાર વિનવી રહ્યા.ભગવાને ખાત્રી આપી કે ટૂંક સમયમાં તેઓ તેમના માટે નવી કામગીરી શોધી આપશે અને બેકાર નહિ બેસવુ પડે તેવું વચન આપ્યું પછી જ યમરાજ    વિદાય લઈ પોતાને ઘેર ગયા   

(17)    બ્રહ્માજી હડ્તાલ ઉપર ઉતરી ગયાના અને નવું સર્જન બિલકુલ બંધ કર્યાના તથા હવે પછી પ્રુથ્વી ઉપર કોઇ મૃત્યુ નહિ થાય કારણકે મૃતાત્માને ઉઠાવી જવાની જવાબદારીમાંથી યમરાજને પણ મુક્ત કરી દેવામાં આવ્યા હોવાની અફ્વા એક સન સનાટી ભર્યા સમાચાર રૂપે પ્રુથ્વી ઉપર આગની જેમ ફેલાઈ. અને આ સમાચારે પ્રુથ્વી ઉપર આસમાન તૂટી પડ્યુ હોઈ તેમ તમામ મનુષ્યોએ અનુભવ્યુ.

(18)જો મૃત્યુ નહિ તો શું  તે પ્રશ્ન બધાને મુઝ્વવા લાગ્યો. ખાસ્ કરીને જે વૃધ્ધ હતા અને શારીરિક રીતે અસક્ષમ તથા  અસ્વસ્થ પણ હતા ઘણા એવા હતા કે દેખતા નહિ હતા. સાભળતા પણ નહિ હતા ચાલવામાં પણ તક્લીફ હતી તો ઘણાં માંદગીને કારણે હોસ્પીટલમાં હતા અને સામાન્ય સંજોગોમાં મૃત્યુ આવી પણ ચુક્યુ હોત ઉપરાંત પ્રુથ્વી ઉપર એવા અનેક યુધ્ધ ખોર રાષ્ટ્રો પણ છે કે જેમણે વિનાશના શસ્ત્રો અને હથિયારો બનાવા પાછળ કરોડો ડોલરનું રોકાણ કરેલ છે.આ ઉપરાંત  અલગ અલગ દેશોમાં અનેક પ્રકારના આતંકવાદીઓના તથા ત્રાસ વાદીઓના સંગઠન  અસ્તિત્વ ધરાવે છે તેમના માટે પણ આ મૃત્યુ નહિનો આદેશ જાણે વીજળી થઈ ત્રાટ્ક્યો હોઈ તેવુ અનુભવ્યુ. આ ઉપરાંત વધારે કરૂણ પરિસ્થીતિ તો માંસાહારી મનુષ્યો અને પશુ-પક્ષીઓની થવાની શક્યતાઓ ઉભી થઈ.ભુખે રહેવું પડે પણ સામે જ પડેલ ખોરાક ખાઈ ના શકાય. તેવી જ રીતે શાકાહારીઓની પરિસ્થીતિ પણ કંઈ બહુ સારી  કહી શકય તેમ ના ગણાવી શકાય. કારણ એકવાર ઉતારી લીધેલુ અનાજ કે શાક-ભાજી કે ફળ્-ફૂલ ફરી  તો પેદા થવાના નહિ હતા કારણ કે બ્રહ્મા પણ કોઈ નવું સર્જન કરવાના નહિ હતા.

(19)આમ પ્રુથ્વી ઉપર ક્યારેય પેદા થઈ ના હોય તેવી કટોક્ટી અને અંધાધૂંધી સર્જાય તેવું ભયંકર તનાવ યુક્ત વાતાવરણ ઉભુ થઈ રહ્યુ હતું. ખાસ કરીને બુઢા મનુષ્યો કે જે આમેય કોઈ પ્રવ્રુતિ કરી શક્વા સમર્થ નહિ હતા તેમના માટે તો અતિ દયા જનક પરિસ્થિતિ પેદા થઈ રહી હતી જો મૃત્યુના આવે તો કોઈ તેમને લાંબો સમય કદાચ આશરો  પણ  ના આપે અને પથારીમાં પડ્યા પડ્યા અનિશ્ચિત સમય સુધી રીબાવાનું રહે તો બીજી તરફ યુવાનો અને યુવતિઓ પણ વિચારી રહ્યા હતા કે જો વૃધ્ધો જગ્યાઓ ખાલી ના કરે તો આપણું સ્થાન ક્યાં અને શું ?

(20)ખુબ વિચારણા કર્યા બાદ એક આવેદન પત્ર ભગવાનને આપવાનું વૃધ્ધોએ વિચાર્યુ કે અમને કાં મૃત્યુ આપો અથવા  જુવાની પાછી આપો કારણ આ અવસ્થામાં અમે લાંબો સમય કેવી રીતે જીવી શકીએ ? જુવાની પાછી માગવાની વાત સાંભળતા જ યુવાનો ચોંકી ઉઠ્યા કારણ જો વૃધ્ધો ફરી જુવાન બની જાય તો તેમનું શું ?

(21)આ દરમિયાન ભગવાને યમરાજ ને પૃથ્વીની મુલાકાતે તમામ ઉંમરનાં મનુષ્યોને મળવા અને ત્યાં મૃત્યુ નહિ ના નિર્ણયના પ્રતિભાવ જાણવા મોકલ્યા. યમરાજે તમામ વર્ગના પ્રતિનિધિઓને મળવા બોલાવ્યા અને સૌનો મત જાણવાની કસરત ચાલુ કરી.

(22) બધા વર્ગના મનુષ્યોએ ભગવાનના આ પગલાંને અવિચારી,ઉપરાંત અમાનૂષિ ગણાવ્યું અને જો આ પગલું તુરતાતુરત પાછું ખેંચી લેવામાં નહિ આવે તો તમામ મનુષ્યો ભગવાનના તમામ મંદિરો, દેવળો.મસ્જિદો અને ચર્ચોમાં ભગવાનની વિરૂધ્ધ સુત્રોચ્ચાર કરશે અને તેમ છતાં પણ જો ભગવાન નહિ જ સમજે તો ભક્તિભાવે તેમના થતાં પાઠ-પૂજનનો પણ બહિષ્કાર કરશે. મૃત્યુ નહિ ના નિર્ણયથી પૃથ્વી ઉપર કેવી ભયાનક સ્થિતિ ઉભી થશે તેનો ચીતાર પણ યમરાજને આપ્યો અને તેમની કામગીરી ફરીથી તાત્કાલિક અસરથી ચાલુ કરી દેવા અનુરોધ પણ કર્યો.

(23) પેલા યુધ્ધ્દ્ખોર રાષ્ટ્રોના વડાઓઆતંકવાદી તથા ત્રાસવાદી સંગઠનના પ્રતિનિધિઓ ઉપરાંત માંસાહારી લોકોના પ્રતિનિધિઓ પણ યમરાજને અલગથી મળી આ નિર્ણય સામે તેમનો વિરોધ અને નાખુશી વ્યકત કરી એટ્લું જ નહિ કોઈ એ તો યમરાજને આ નિર્ણય પાછો ખેંચાવી લે તો તેમના માટે કિમતી ભેટ-સોગદ આપવાની પણ નુક્તે-ચીની કરી.

(24)યમરાજે લોકોને નવા સર્જન ઉપર બ્રહ્માએ હડતાલ કરી નવું સર્જન બંધ કર્યું છે તે વિષે પણ સત્તાવાર માહિતિ આપી.આ વાત થી સર્વે ચોંકી ઉઠ્યા અને તો આ પૃથ્વીનુ ભગવાને શુ કરવા ધાર્યું છે તેવો અણિયારો પ્રશ્ન કર્યો ?

(25) મનુષ્યો અને અન્ય જીવ-જંતુઓ-પશુઓ-પક્ષીઓ વગેરેને ખોરાક ક્યાંથી અને કેવીરીતે મળશે જો મૃત્યુ જ નહિ  હોય અને વળી નવું સર્જન પણ બંધ થાય તો પૃથ્વીની પરિસ્થિતિ શું થશે તે વિચારતા ધ્રુજી જવાય છે.

એવું જણાય છે કે ભગવાનનો આ નિર્ણય પુખ્તવિચારણા કર્યા સિવાય લેવાયો છે.અને તે બદલાવવા માટે પૃથ્વી લોક્ના તમામ મનુષ્યોએ તમામ મત ભેદો દફનાવી એકી અવાજે રજુઆત કરવી પડશે.

(26) આ રીતે પૃથ્વી ઉપરના તમામ લોકોને મળી તેમનો મત અને અભિપ્રાય જાણી યમરાજ સ્વર્ગલોક તરફ હંકારી ગયા અને ભગવાનને સમ્રગ અહેવાલ આપ્યો.અને કહ્યુ પણ ખરું કે પૃથ્વીના લોકોની આ મુદે લાગણી ખુબજ ઘવાઈ છે અને  આળી બનેલ છે અને ગમે તે પ્રકારના અંતિમ સુધીના પગલા લેવા સૌ ક્રુત નિશ્વયી જણાયા છે માટે આ બાબતમાં વધારે વિલંબ કદાચ આપણે એટ્લે કે સવર્ગલોકમાં રહેતા તમામને સહન કરવાનો રહેશે. યમરાજના અહેવાલથી ભગવાનને થોડી મૂઝવણ તો થઈ પણ ચહેરો હસતો રાખી યમરાજને લોકો બ્રહ્માજીની નવું સર્જન બંધ કરી હડતાલ ઉપર ઉતરી જવાના પગલાં વિષે પ્રતિભાવ કેવા હતા તે પૂછયું યમરાજે કહ્યુ કે લોકોની સંપૂર્ણ સહાનુભૂતિ બ્રહ્મા સાથે છે અને તેઓ જે કાઈ માંગે છે તે તમામ સાથે નવો વધારાનો સ્ટાફ અને લેટેસ્ટ ટેક્નોલોજીથી તેમનું ડીપાર્ટ્મેંટ સજ્જ કરી આપવું જોઈએ તેમ લોકો દ્રડઃરીતે માને છે કારણ કે તેઓએ હજારો વર્ષ્ થયા અનેક તક્લીફો સહન કરીને પણ પોતાની સર્જક્તા કાયમ રાખી સ્વર્ગ લોક તથા પ્રુથ્વી લોકની સેવા કરેલી છે

(27) યમરાજનો અહેવાલ સાંભળી ભગવાનને થોડી મૂંઝવણતો થઈ પણ ચહેરો હસતો રાખી યમરાજને વિદાય કર્યા અને પોતે સેક્રેટ્રરીને કોઈ પણને પોતા પાસે પોતે ના કહે ત્યાંસુધી નહિ આવવા દેવાની સૂચના આપી એકાંતમાં વિચાર ભવન માં ચાલ્યા ગયા.

(28) આ બાજુ  પૃથ્વીના લોકોનો અવાજ ભગવાન સુધી પહોંચાડવા દરેક દેશના તથા દરેક ધર્મોના લોકોએ પોત પોતાના મત ભેદો બાજુ ઉપર મુકી એક સંપ થઈ દુનિયા ભરના તમામ ભગવાનની આરાધના કરવા બંનાવેલા મંદિરો-દેવળો-મસ્જિદો-ચર્ચો તથા ગુરુદ્વારા ભરોની હાકલ કરી અને આ સ્થોળોએ એક નિશ્ચિત કરેલા સમયે  મૃત્યુ ચાલુ કરો” “યમરાજને કામ આપો કામ આપો   જેવા નારા લગાવાનો આદેશ જારી કર્યો.

(29) સ્વાભાવિક છે કે પૃથ્વી ઉપરના તમામ મનુષ્યો એક જ સમયે એકી સાથે આવા નારા લગાવે તો એનો અવાજ ગગન ભેદી ભગવાનના કાને અથડાય જ.

(30) ભગવાન વિચાર ભવનમાં બ્રહ્માજીની માંગણી તથા મૃત્યુ નહિ ના આદેશ ઉપર ગંભીરતા પુર્વક વિચારી રહ્યા હતા ત્યાં જ સેક્રેટરીએ ભગવાનની મનાઈ હોવા છતાં દરવાજો ખોલ્યો અને પૃથ્વી લોકમાંથી આવી રહેલા અનેક પ્રકારના અવાજો સાંભળવા ભગવાનને પ્રાર્થના કરી.એકી શ્વાસે કરોડો મનુષ્યો સમ્રગ પૃથ્વી ઉપરથીમ્રુત્યુ ચાલુ કરો”—“યમરાજને કામ આપો કામ આપો ના તથા બ્રહ્માજીની માંગ પુરી કરો પુરી કરો ના જોર જોર થી નારાઓ લગાવી રહ્યા હતા અને તે છેક સ્વર્ગલોકમાં સંભળાતા હતા.

(31) ભગવાને આ નારાઓ સાંભળ્યાને યમરાજની વાતમાં સત્ય અને માત્ર સત્ય હોવાની ખાત્રી થઈ અને પરિસ્થિતિ ખૂબજ ગંભીર જણાતાં સેક્રેટરીને તાત્કાલિક મંત્રી મંડળની તાકીદ ની મિટિંગ બોલાવા આદેશ આપ્યો.

(32) ક્ષણવારમાં જ બધા મંત્રીઓ હાજર થયા એટલે ભગવાને યમરાજની પૃથ્વીની રુબરુ મુલાકાતની અને તેમના અહેવાલથી તમામને ટૂકાણમાં માહિતિ આપી અને હવે આગળ શું પગલા લેવા તે માટે સલાહ અને સુચનો આપવા આહ્વાન કર્યું આ અહેવાલ સાંભળી તમામ મંત્રીઓ સ્તબ્ધ અને હેબતાઈ ગયા હોય તેમ મૌન ધારણ કરી એક બીજા સામે જોવા લાગ્યા કોઈ પણ મંત્રીમાં કંઈ પણ બોલવાની હોંશ રહી હોય તેવું જણાતું નહિ હતુ.

(33) પૃથ્વી લોકના મનુષ્યોએ જે મૃત્યુ નહિ ના આદેશ સામે પ્રશ્નો પૂછેલા તેના કોઈ ઉત્તર ભગવાન સહિત કોઈ પાસે નહિ હતા.આ એટ્લા તો અણિયાળા પ્રશ્નો છે કે મૃત્યુ મળે નહિ અને ખાવા-પીવા પણ મળે નહિ કારણ નવું સર્જન પણ બંધ થયેલું તો મનુષ્યો સહિત  તમામ જીવ સ્રુષ્ટિ તેમજ દરયાઈ સ્રુષ્ટિ પણ જે તે વયમાં જ જીવીત રહે તો તેમનું જીવન પણ કેટ્લું કરુણ બની રહે. ભગવાનને સ્પષ્ટ જણાયું કે આ નિર્ણય પુખ્ત વિચારણા કર્યા સિવાય ખૂબજ ઉતાવળે લેવાયેલો હોઈ પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવ્યા સિવાય પુનર્વિચારણા માંગે છે અને તે માટે અગાઉનો મૃત્યુ નહિ અને બ્રહ્માને પગાર વધારો કે અન્ય સવલતો આપવાના ઈંકારથી ફડ્તાલ થવાથી  ના ભરી શકાય તેવું નુકશાન થઈ રહ્યુ હોઈ તાત્કાલીક યોગ્ય નિર્ણય પોતે જ કરવો રહ્યો.પછી જે પરિણામ પોતાને ભોગવવુ પડ્શે તો તે ભોગવવાની તૈયારી સાથે તાત્કાલિક બ્રહ્માજીને વાતચીત કરવા પધારવા કાશદને રવાના કર્યો તો બીજી તરફ યમરાજને પણ તાત્કાલિક હાજર થવા સંદેશો મોક્લ્યો.

(34)બ્રહ્માજી હાજર થતાં જ ભગવાને તેમની તમામ માંગણીઓ સ્વીકારી લીધાની જાણ કરી તુરતાતુરત નવ સર્જન શરુ કરવાની તાકીદ કરવા સાથે આદેશ આપ્યો અને છેલ્લામાં છેલ્લી ટેક્નીક અપનાવવા પણ જણાવ્યુ અને તે માટેના તમામ  ખર્ચ માટે તેમને સંપૂર્ણ સત્તાઓ પણ આપી. બ્રહ્માજીએ ભગવાનનો આભાર માન્યો અને પોતાની તથા પોતાના તમામ કર્મચારીઓ વતી  સંપૂર્ણ નિષ્ઠા અને પૂરેપૂરી કાર્યક્ષમતાથી કામગીરી બજાવતા રહેશે તેની ખાત્રી આપી.પોતા વતી તથા સ્ટાફ વતી ભગવાન તરફ ક્રુત ક્રુત્ય્તા વ્યકત કરી રજા માગી પણ ત્યાં જ યમરાજ પણ આવી પહોંચ્યા અને ભગવાને તેઓની સમયસરની પૃથ્વીલોકની મુલાકાતની અને તલસ્પર્શી અહેવાલ આપવાની પ્રંશસા કરી તેમને પણ મૃત્યુ નહિ નો આદેશ તાત્કાલિક અસરથી પાછો ખેંચ્યાની જાણ કરી અને તેમની કામગીરી પણ તુરતાતુરત ચાલુ કરી દેવા તાકિદ કરી આદેશ આપ્યો.

(35) આ રીતે સ્વર્ગ લોકમાં તથા પૃથ્વી લોકમાં ઉભી થયેલી કટોકટી તથા અંધાધુંધીની પરિસ્થિતિનો હલ કાઢી ભગવાને રાહતનો દમ લીધો અને આવા લોકોના લાગણી તંત્રને સીધા સ્પર્શતા પ્રશ્નો માટે ઉડી અને ચોતરફ ના પ્રતિભાવોનો અભ્યાસ કર્યા સિવાય કયારેય નિર્ણય ના લેવો તેવું મનોમન નક્કી કર્યું.અને આ છેલ્લામાં છેલ્લી પરિસ્થિતિનો રીપોર્ટ માતાજીને આપવા તેમના મહેલ તરફ પહોંચવાનું બટન દબાવ્યું. સાથોસાથ તમામ મીડીયા તથા અનુચરોને આ સમાચાર પૃથ્વી લોક ઉપર પહોંચાડવા તાકીદ કરતા આદેશો કર્યા. અને પૃથ્વી લોક્ના લોકોને તેમની મુશ્કેલી/તેઓના દુ:ખ અને દર્દ વિષે સ્વર્ગ લોક્માં પણ ભગવાન પુરેપુરા સભાન છે તેની પણ જાણ કરી અને રાબેતા મુજબની તમામ પ્રવ્રુતિમાં ફરીથી પરોવાઈ જવા સંદેશો મોક્લ્યો.

(36) અંતમાં આ તો મારી એક પરી કલ્પના જ છે પંરતુ જો ખરેખર આવું એટલે કે મૃત્યુ હોય જ નહિ તો સમગ્ર જીવ સ્રુષ્ટિની શું સ્થિતિ થાય તે વિચાર કરતાં ધ્રુજી જવાય છે અને એટલે મૃત્યુને સહ્જ અને સ્વાભાવિક રીતે સ્વીકારવુ જોઈએ તેમ સમજાય છે અને તે અનિવાર્ય છે તેવી સમજ પણ કેળવવી /કેળવાવી જોઈએ.

 

(37) આ કલ્પનામાં તો મૃત્યુ બંધ અને સર્જન પણ બંધ તેવું વિચારેલું છે પરંતુ મૃત્યુ બંધ અને નવ સર્જન એક પક્ષીય રીતે ચાલુ રહે તો પણ પ્રુથ્વી ઉપરની તમામ જીવ સ્રુષ્ટિ માટે જીવન કેટ્લું કઠિન અને કપરું બની રહે ? તો તેથી ઉલ્ટું મૃત્યુ ચાલુ પણ નવ સર્જન બંધ તો પણ તમામ જીવ સ્રુષ્ટિ માટે જીવન દોહ્યલુ બની રહે.આથી એક વાત તો સ્પષ્ટ જ છે કે મૃત્યુ અને નવ સર્જન બને સાથે સાથે જ ચાલુ જ રહેવા જોઈએ અને તેથી બ્રહ્માજી કે યમરાજને ક્યારેય અને કોઈ પણ સંજોગોમાં તેમની ફરજ બજાવવામાં કોઈ અવરોધ ઉભો કરવાનો કોઈ પણ જાતનો પ્રયત્ન કોઇએ નહિ કરવો જોઈએ અને તે માટે ભગવાને કડક આદેશો પ્રસિધ્ધ કરવા જોઈએ જેથી બંને પોતાની ફરજો કોઈ પણજાતના દબાણ વગર કે ભય વગર કાર્યક્ષમરીતે અને અસરકારક રીતે બજાવી શકે.

(38) આપણે મનુષ્યો મૃત્યુથી વ્યથિત થઈએ છીએ પરંતુ જો મેં વિચારેલ કલ્પના ઉપર ગંભીરતાથી આપણે સૌ વિચારીએ તો મૃત્યુ કેટ્લું અનિવાર્ય જ નહિ પણ કેટલાક કિસ્સામાં તો આશિર્વાદ રુપ જણાશે.અને તેથી મૃત્યુથી વિચલીત થયા વગર સહજ અને સ્વાભાવિક રીતે સ્વીકાર કરવો તેવી સમજ કેળવવી /કેળવાવવી જોઈએ.

ખરેખર તો મૃત્યુ-વિસર્જન-અને નવ સર્જન એક જ સિકકાની બે બાજુ છે તે સમજાય જાય તો જીવન આરામ અને આનંદથી પસાર કરી શકાય.

(39) આ વિચાર વાંચનાર મૃત્યુ અને નવ સર્જનની અનિવાર્યતા માટે શું વિચારે છે તે જાણવા હું ખુબજ ઉત્સુક છું આપના આ વિષેના વિચારો/COMMENTS/VIEWS  આપને અનુકૂળ ભાષા ગુજરાતી/ENGLISH માં આવકાર્ય છે.


Share files, take polls, and make new friends – all under one roof. Click here.

14 comments

  1. આપની મારા બ્લોગની મુલાકાત અને કોમેન્ટ બદર આભાર !
    કોમેન્ટનો છેડો પકડી અહીં આવી પહોંચ્યો. જામનગરનો જ છું. હાલમાં તો સુરત છું પણ જામનગર આવવાનું થાય જ છે.
    આપની પોસ્ટનું લોજીક ખૂબ ગમ્યું. જીવન-મૃત્યુ બન્નેને બેલેન્સ કરવાના છે. મારા બ્લોગ આ બન્ને છેડા વચ્ચે ‘જીવન’ના મુદ્દાઓને ધ્યાનમાં લીધા છે. પણ બન્ને છેડાની અનિવાર્યતા આપે સિધ્ધ કરી દીધી છે. ખૂબ સરસ !

    Like

  2. Mrutyu etlej jivanni atimghdi ke nvu-srjan, sansarma dekhay che ke eklo avyo ane eklo jay che. Jo ek vyktine svani jan thay to te ishvriy ke eshvry jidgi mani ne badhno sath melvine jivi jay che em khotu nathi.Punch- mha-bhutmathi jiv shiv banine kholiyu vilin thay che.ane chtana to emaj rhe cho to mryutyu konu?

    Like

    1. શ્રી સુરેંદ્રભાઈ
      આપની બ્લોગની મુલાકાત માટે આભાર ! પ્રતિભાવ માટે ખૂબ ખૂબ આભાર ! ફરી પણ આપની અનુકૂળતાએ મુલાકાત લેતા રહી પ્રતિભાવ દ્વારા પ્રોત્સાહિત કરતા રહેશો. આવજો ! મળતા રહીશું !
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

    2. जो स्वयं को शरीर ही समझ लेते हैं, वह वस्त्रों को ही जीवन समझ लेते हैं। फिर, इन वस्त्रों का फट जाना ही जीवन का अंत मालूम होता है।
      जबकि, जो जीवन है- उसका न आदि है न अंत है। शरीर का जन्म है और शरीर की ही मृत्यु है। वह जो भीतर है, शरीर नहीं है। वह जीवन है।
      उसे जो नहीं जानता, वह जीवन में भी मृत्यु में है। और,
      जो उसे जान लेता है, वह मृत्यु में भी जीवन को पाता है।

      Like

  3. Vanchine santvanini anubhuti thai. Jivanma kaik pamiyano aanand thayo. Aa lekh aankh ughadnaroj nathi baniyo, parantu pragnachakshu ughadnaro baniyo chhe. Gita, Ramayan ke mahabharat upar katha karnarao to juni ghasai gayeli records vagadine gheta bakraone ULLU banave chhe. Hakikatmato teone mate..PAISO PRMESHVAR hoi chhe. Mukhme ram aur…….!!!!!
    Mara vandan swikarjo. Tamari parvangi chhe avu manine jo hu ahi (USAma) koi paperma chhapavavano prayatna karu to kevu ?

    Amrut(Suman)Hazari.

    Like

    1. पूर्ण मौन ही एक मात्र प्रार्थना
      प्रथम तो यह कि प्रभु नहीं, हम सो रहे हैं।
      वह तो नित्य जाग्रत है। उसे नहीं, वरन् हमें जागना है।
      फिर सोए हुए जाग्रत को जगावें, तो बड़े मजे की बात है।
      उसे पुकारना नहीं, उसकी ही पुकार हमें सुननी है।
      यह मौन में होगा- परिपूर्ण निस्तरंग चित्त में होगा।
      जब चित्त में कोई ध्वनि नहीं है, तब उसका नाद उपलब्ध होता है।
      पूर्ण मौन ही एक मात्र प्रार्थना है।
      प्रार्थना क्रिया नहीं अवस्था है।
      प्रार्थना की नहीं जाती है, प्रार्थना में हुआ जाता है।

      Like

  4. जो स्वयं को शरीर ही समझ लेते हैं, वह वस्त्रों को ही जीवन समझ लेते हैं। फिर, इन वस्त्रों का फट जाना ही जीवन का अंत मालूम होता है। जबकि, जो जीवन है- उसका न आदि है न अंत है। शरीर का जन्म है और शरीर की ही मृत्यु है। वह जो भीतर है, शरीर नहीं है। वह जीवन है। उसे जो नहीं जानता, वह जीवन में भी मृत्यु में है। और, जो उसे जान लेता है, वह मृत्यु में भी जीवन को पाता है।

    Like

  5. હડતાલ એ અરાજકતાનું સ્વરૂપ આપી શકે છે.બ્રભ્માને આ વાતનો ખ્યાલ છે. કુદરતી નિયમોમાં હડતાલ પડે તો અને સૂર્ય સરકારી કર્મચારીની જેમ કલાક પછી કામ પર ચડે અને પૃથ્વી થોડોક થાક ખાવા ઉભી રહે તે કલ્પ્ના સમગ્ર વિશ્વને હચમચાવી નાખે.નસીબદાર છીએ કે બ્રહ્મા સૂર્ય પૃથ્વી પોતાના નિયમને વળગી ને ચાલે છે.મનુષ્ય પોતાની આજુબાજુના કુદરતી જીવનંવિશ્વને છંછેડવા -નખ્ખોદ વાળવા પ્રયત્નશીલ રહેતો હોય તો બ્રર્હ્માએ હડતાલ પાડવી જ જોઈએ.

    Like

  6. Great message. I was very curious to know where the story goes… Had to read it in one breath.

    You are absolutely right on the point. If we all understand and accept the fact that ‘visarjan’ is ‘Vishist Sarjan’ and not destruction, death becomes part of life. It’s not a separate entity but fully integral part of life. We all will be happy and can enjoy ‘life’ fully.

    Thanks for posting this a deeply thought provoking message in the form of a light story.

    -Babul.

    Like

Leave a comment